________________
८८
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
ઓગસેં ત્રણનો માગશર માસ, શુકલ પક્ષનો દિવસ ખાસ, તિથિ તેરસ મંગળવાર, કર્યો સલોકો બુદ્ધિ પ્રકાર.
|| ૮૯ ||
|| ૯૦ ||
શહેર ગુજરાત રેવાશી જાણો, વીશા શ્રીરમાળી નાત પરિમાણો, વાઘેશ્વરીની પોળમાં રહે છે, જેહવું છે તેવું સુરશશી કહે છે. કાયાનગરીના રૂપકાત્મક વિચારો સલોકોને આધારે નીચે પ્રમાણે છે : કાયાનગરીમાં ઘણા વેપારીઓ છે. તેમાં દશ દીવાન છે. પાન, અપાન, ઉદાન, સમાન, ધ્યાન, નાગ, ધનંજય, દેવદત્ત, કુકમ, કુરલ.
પાંચ ઇન્દ્રિયો મન, વચન અને કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એમ દશ પ્રાણ છે.
કાયામાં પાંચ તત્ત્વ છે. જળ, પૃથ્વી, વાયુ, આકાશ અને તેજ. (પંચમહાભૂતનું શરીર) આ પાંચ પટોધર કાયાની શોભા સમાન છે. આ પાંચના પાંચ જમાદાર છે જે કંઈ ખાતા પીતા નથી છતાં કાયાનું રક્ષણ કરે છે.
જળતત્ત્વ : લોહી, પિત્ત, કફ, વિર્ય, પસીનો (પ્રસ્વેદ). પૃથ્વીતત્ત્વ ઃ ચામ, હાડકાં, માંસ, રૂંવાટાં, નસો.
તેજતત્ત્વ : ઊંઘ, આળસ, તૃષા, ભૂખ, કાંતિ. વાયુતત્ત્વ : બળ, પ્રસન્ન, ધાયની, હીંચણી, સંકોચણ.
આકાશતત્ત્વ : સત્ય, જુઠ, લોભ, મોહ, અહંકાર.
કાયાનગરીમાં મનરૂપી રાજા પચરંગી બંગલામાં દશ દરવાજા છે ત્યાં અનેક આશાઓ રાખીને રાજ કરે છે. મનરાજા એવા તો બળવાન છે કે શક્તિશાળી ઇન્દ્ર પણ એની સામે પરાજય પામે છે. મોટા મૂછાળા મર્દનું પણ કંઈ ચાલી શકતું નથી એવો બળવાન મનરાજા છે. આ રાજાને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે રાણી છે. પ્રવૃત્તિ માનીતી અને નિવૃત્તિ અણમાનીતી છે. રાજા પ્રવૃત્તિ રાણી સાથે રહે છે. નિવૃત્તિ રાણીને ત્યાં જતો નથી. કવિએ પ્રવૃત્તિ રાણીના પરિવાર વિશે કલ્પના કરતાં જણાવ્યું છે કે
પ્રવૃત્તિ સાથે રાજા રમે છે; નિશ દિન રાણી મનમાં ગમે છે. રાણીને ઝાઝી રાજાથી માયા, એમ કરતાં પાંચ દીકરા જાયા. તે ઉપર એક બેટી ત્યાં જાણી, છ ફરજન જણ્યાં પ્રવૃત્તિ રાણી.
॥ ૧૬ |
રાજાએ પાંચ પુત્રોને મનગમતી રાણી પરણાવી અને એમને ત્યાં સંતાન થયાં. પાંચ દીકરાઃ મોહ, કામ, ક્રોધ, લોભ, માન, અને આશા નામની દીકરી છે. આ પાંચ ભાઈ અને બહેન એમ છ નો પરિવાર થયો.
મોટો દીકરો મોહ તેને કુમતિ નારી છે. એમના પાંચ દીકરા અને એક દીકરી છે. અચેત, અજ્ઞાન, શોક, ધોખ, પરદ્રોહ, અને મિથ્યા કુંવરી.
કામ એ મોહનો નાનો ભાઈ છે તેણે ‘રતિ’ રાણી સાથે લગ્ન કર્યાં છે. તેનાં પાંચ દીકરા મદ, મત્સર, ઉન્માદ, અંધક, હિંસા અને વિષયા નામની બહેન' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org