________________
૧૮૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
જલાદિક્યજામહેસ્વાહા.' (૯)
તેમાં પ્રથમ ત્રણ મંત્રાક્ષરો છે. ૐ એટલે પંચપરમેષ્ઠિ, મૈં એટલે ૨૪ તીર્થંકરો, શ્રી એટલે સર્વ જિનેશ્વરો એમ અર્થ છે. જેઓ પરમપુરુષ છે, પરમેશ્વર છે, જન્મ, જરા અને મૃત્યુના નિવા૨ણ ક૨ના૨ા છે તેવા જિનેન્દ્રની હું જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ વડે અષ્ટપ્રકારી પૂજા કરું છું. (૧૦)
પ્રત્યેક પૂજામાં ૐ થી જન્મજરા મૃત્યુ નિવારણાય શબ્દો સર્વસામાન્ય છે. ત્યારપછી વિષયને અનુરૂપ શબ્દોની રચના હોય છે. આ રીતે મંત્ર રચના પૂજાના એક અંગ તરીકે લેખાય છે. પૂજાને અંતે કળશ રચના થાય છે તે પૂજાની પૂર્ણતા દર્શાવે છે. તેમાં પૂજાની પ્રેરક વ્યક્તિ, ગુરુ પરંપરા, રચના સમય, માસ, તિથિ, વાર, નગર, પૂજા મહોત્સવ, કવિનું નામ જેવી ઐતિહાસિક વિગતોનો સમાવેશ થાય છે. સમયનો ઉલ્લેખ સાંકેતિક શબ્દોથી થાય છે તો વળી પ્રત્યક્ષ રીતે પણ સમય નિર્દેશ થાય છે. ‘કલશ’નું ઉદા. નીચે પ્રમાણે નોંધવામાં આવે છે.
તપગચ્છ તપગચ્છઇસર સિંહ સૂરીશ્વર કેરા, સત્ય વિજય સત્ય પાયો, કપૂરવિજયગુરુ ખીમાવિજય તસ, જસ વિયો મુનિરાયો રે. ॥૪॥
શ્રી શુભવિજય સુગુરુ સુપાસયે, શ્રુત ચિંતામણિ પાયો, વિજય દેવેન્દ્રસૂરિશ્વર રાજ્યે પૂજા અધિકાર રચાયો રે. ॥૫॥
પૂજા નવાણું પ્રકારી રચાવો, ગાવો એ ગિરિ રાયો,
વિધિ યોગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠનાદ હઠાયો રે. ॥૬॥
વેદ ૪, વસ્તુ ૮, ગજ ૮, ચંદ્ર ૧, સંવસ્તર, ચૈત્રી પુનમ દિન ગાયો, પંડિત વીરવિજય પ્રભિ ધ્યાને, આતમ આપ કરાયો રે. ॥૭॥ (૧૧)
પૂજા સાહિત્ય : સમીક્ષા
ભક્તિમાર્ગની વિવિધ પ્રકારની કૃતિઓમાં પૂજા સાહિત્ય વિષય વૈવિધ્ય અને કાવ્યાત્મક અંશોથી અતિ સમૃદ્ધ છે. વિષયોની વિવિધતા જોઈએ તો પંચકલ્યાણક, પંચજ્ઞાન, પંચતીર્થ, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર, નંદીશ્વર અને સિદ્ધાચલ તીર્થ, ૪૫ આગમ, તત્ત્વત્રયી, રત્નત્રયી, નવતત્ત્વ, નવપદ, વીશ સ્થાનક, ચૌદ રાજલોક વગેરે જૈન દર્શનના વિષયો ઉપરાંત ગુરુમહિમા માટે દાદાસાહેબ અને એકાદશ ગણધ૨, ૨૪ તીર્થંકરોનો પરિચય આપતી ઋષિમંડળ પૂજા એમ પૂજાના વિષયો જૈન દર્શનના લગભગ સર્વાંશે પરિચય કરાવવાની ક્ષમતા ધરાવે છે. ૪૫ આગમની પૂજા એ શુદ્ધ જ્ઞાનમાર્ગની છે. તેમાં ભક્તિરસ ઝાંખો પડે છે અને જ્ઞાનગંગોત્રી વહેતી જણાય છે. તેમ છતાં ગેય દેશીઓના પ્રયોગથી કાવ્યત્વ જળવાઈ રહ્યું છે. આ પૂજા હૃદય કરતાં બુદ્ધિને વધુ સ્પર્શે છે. વર્તમાનમાં ૪૫ આગમ છે તેમ છતાં કવિ દીપવિજયે ૬૮ આગમની પૂજા રચીને ‘૬૮’ની સંખ્યાને સિદ્ધ કરવા પૂજા રચી છે. પૂજામાં આ હકીકત ધ્યાન ખેંચ તેવી છે. દૃષ્ટિવાદ નામના બારમાં અંગનો વિચ્છેદ થયો છે તેને કવિએ ગણતરીમાં લીધું છે. કવિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org