________________
પ્રકરણ-૨
ગુજરાતી સાહિત્યમાં “ઇંદ્રાવતી' રમી કવિની કૃતિ અને દયારામ ઇંદ્રાવતી કાવ્યના વસંત વર્ણનનું ઉદાહરણ જોઈએ તો નીચે પ્રમાણે છે.
ઋતુ માંહિ તુ વસંત ઘણી રૂડી જેમાં મહોરે વનરાય, એ ઋતુ દેખી જીવન વિના તે મારે જીવન ખમાય. એણી ત્રાતે એકલડી મુંને કેમ મૂકો છો ? પ્રાણનાથ,
જીવ સકોમળ કૂંપળ મેળે રમવા શ્યામળિયાની સાથ. (પા. ૨૫૯). ૩. ઋતુ કાવ્યનો સંદર્ભ “બારમાસ-બારમાસી” કાવ્ય પ્રકાર સમજવા માટે પૂર્વ ભૂમિકા રૂપે પ્રગટ કરવામાં આવ્યો છે. શીર્ષક ઉપરથી જ બારમાસની સ્પષ્ટ માહિતી મળે છે. મધ્યકાલીન સાહિત્યમાં રાસ અને ફાગુ કાવ્ય પછી બારમાસા કાવ્ય પ્રકાર વિષય વૈવિધ્ય અને કવિતા કલાની દૃષ્ટિએ નોંધપાત્ર ગણાય છે. ઋતુવર્ણનની શૈલી એ કોઈ નૂતન નથી. તેનું મૂળ વેદમાં રહેલું છે. અથર્વવેદ કા- ૧૨, સૂ-૧ નીચે પ્રમાણેની માહિતી છે.
હે ભૂમિ ? તારી ઋતુઓ ગ્રીષ્મ વર્ષા, શરદ, હેમંત, શિશિર,
વસંત વિહત વર્ષો અને અહોરાત્રિ હે પૃથ્વી ? અમને દૂઝી. (પા. ર૬૬) તૈતરીય સંહિતામાં જણાવ્યું છે કે વસંત, ગ્રીષ્મ અને વર્ષો એ ત્રણ ઋતુ દેવતાઓની છે. શરદ, હેમંત અને શિશિર એ ત્રણ ઋતુ માનવોની છે. છ ઋતુમાં વસંત મુખ્ય છે. “ઋતુરાજ વસંત” નામથી સાહિત્ય અને જનજીવનમાં પ્રચલિત છે. એક ઋતુ બે માસની છે એટલે વર્ષની છ ઋતુ ગણાય છે. ચંદ્ર માસ સૌર માસનો મેળ મેળવતાં ૧૩ માસનું વર્ષ થાય છે. ત્યારે આ મહિનો અધિકમાસ, પુરુષોત્તમ માસ ગણાય છે અને લોકો ધાર્મિક વ્રત-તહેવાર અને પ્રભુ ભક્તિ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવાનો ધાર્મિક પુરુષાર્થ કરે છે. અધિક માસ વ્યવહાર જીવનમાં “દુકાળમાં તેરમો માસ’ એમ કહેવાય છે.
બારમાસા કાવ્યમાં વિરહિણી નાયિકા-રમીનાં વિરહાવસ્થાનું બારમાસનો આશ્રય લઈને નિરૂપણ કરવામાં આવે છે. નાયિકાને અધિક માસ વધુ પીડાદાયક બને છે. જો બારમાસનો વિરહ પીડા આપતો હોય તો પછી અધિકમાસ પીડામાં વૃદ્ધિ કરે છે એટલે નાયિકાની વેદના વધી જાય છે. આ કાવ્યમાં મુખ્યત્વે વિપ્રલંભ શૃંગાર અને કરૂણ રસ અસરકારક રીતે સ્થાન પામે છે. ગર્ભિત રીતે તેમાં મિલન શૃંગારની ઉત્કટ ભાવના વ્યક્ત થાય છે. ઋતુચક્રમાં પરિવર્તન થતાં સૃષ્ટિમાં અવનવાં દશ્યો નિહાળી શકાય છે. પ્રકૃતિ સૌન્દર્યનાં નવલાં રૂપ બાહ્ય સૃષ્ટિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે તો તેની સાથે માનવ જગતને પણ અવનવા અનુભવ અને આનંદ પ્રાપ્ત કરવા માટે આલંબનરૂપ બને છે કવિઓ કાવ્ય રચનામાં ઋતુપરિવર્તનની સાથે માનવ જીવનની અભિનવ લાક્ષણિકતાનું દર્શન કરાવ્યું છે. આ વર્ણન નયનરમ્ય, મનહર અને મનભર રીતે નિહાળી શકાય છે. ભૌતિક જીવનની સર્વ સામગ્રી અને અનુકૂળતા હોવા છતાં સ્વામી વિના જીવન જીવવાનું કઠિન લાગે છે. આવી સ્થિતિમાં પ્રોષિત તીર્તકાની ચિત્તમાં રહેલી વેદનાને વાચા આપતી કાવ્ય સૃષ્ટિ પ્રભાવશાળી બની છે. બારમાસા એ પ્રકૃતિની પૂર્વભૂમિકામાં વિરહવર્ણનનું કાવ્ય બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org