SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ઐતિહાસિક વિગતોની સાથે કાવ્ય તરીકે પણ ગૌરવપ્રદ છે. વળી ગુજરાતી ભાષાના વિકાસની પણ અવનવી માહિતી તેમાંથી પ્રાપ્ત થાય છે. સંદર્ભ :૧. ગુજ. સાહિ. ઇતિ. ખંડ–૧–પા- ૧૭૬ -૧૮૧ ગુજ. સાહિ. સ્વ. પા. ૧૯૯ ૨. ગુજ. સાહિ. ઈતિ. ખંડ-૧ પા- ૧૮૨ ૩. ગુજ. સાહિ. રસ–પા.-૨૩૦ ૪. એજન પા. ૨૩૩ ૫. એજન પા. ૨૪૧ ૧૦. બારમાસા-કતુ કાવ્ય ૧. મધ્યકાલીન કાવ્ય પ્રકારોની વિવિધતામાં ઋતુકાવ્યો ફાગુ અને બારમાસા વિષય અને કવિતા કલાની દૃષ્ટિએ સમૃદ્ધ છે. મધ્યકાલીન “ફાગુ' કાવ્યરચના અંતર્ગત ઋતુવર્ણનની પ્રણાલિકા જોવા મળે છે. આ સમયમાં સ્વતંત્ર ઋતુ કાવ્યો અલ્પ છે. | ઋતુ કાવ્યમાં પ્રકૃતિના આલંબન અને ઉદ્દીપન વિભાવ દ્વારા માનવચિત્તમાં ઉદ્ભવતી વિરહની ભાવના અને જીવનનો ઉલ્લાસ પ્રગટ થાય છે. તેમાં વિશેષતઃ વસંતના સૌન્દર્યનું વૈવિધ્યપૂર્ણ વર્ણન ભાવવાહી રીતે નિરૂપણ થાય છે. વસંતનો વૈભવ નયનરમ્ય તો લાગે પણ તેની સાથી જીવનની રંગીનતા આનંદોલ્લાસ પણ વ્યક્ત થાય છે. કવિઓએ પ્રકૃતિ વર્ણનમાં જે રસિકતા દર્શાવી છે તેથી અધિક હૃદયદ્રાવક ચોટદાર અભિવ્યક્તિ વિરહિણી નાયિકાની મનોવ્યાયામાં નિહાળી શકાય છે. એટલે ઋતુકાવ્યમાં પ્રકૃતિની વસંતની સાથે જીવનની વસંતમાં અનન્ય આનંદ પ્રગટ થયો છે. સંસ્કૃત ભાષામાં કવિ કાલિદાસનું ઋતુ સંહાર કાવ્ય આ પ્રકારની કૃતિમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તેમાં ષડુ ઋતુનું વર્ણન છે. કાલિદાસની બીજી કૃતિ મેઘદૂત છે. તેમાં વર્ષા ઋતુનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે યક્ષ-યક્ષિણીના વિરહને મેઘ દ્વારા સંદેશો મોકલીને સાંત્વન આપવા માટેનો એક વિશિષ્ટ પ્રકારનો પ્રયોગ થયો છે. કવિએ ઋતુના સંદર્ભમાં સૌન્દર્યનું ચિત્તાકર્ષક વર્ણન કર્યું છે આ વર્ણન (objective) વસ્તુલક્ષી છે. પશ્ચિમના સાહિત્યમાં અંગ્રેજ કવિ ટોન્સનનું “The Seasons” કાવ્ય ઋતુ વર્ણનના દષ્ટાંતરૂપે પ્રાપ્ત થાય છે. કાવ્યકૃતિ વસંતા માદક સૌન્દર્યની રસ-ભાવ યુક્ત અભિવ્યક્તિ કરીને પ્રકૃતા અને માનવ જીવનના અપૂર્વ ઉલ્લાસનું દર્શન કરાવે છે.ગુજરાતી સાહિત્યમાં અજ્ઞાત કવિ કૃત “વસંતવિલાસ” કાવ્યકૃતિ વસંતના માદક સૌન્દર્યની રસ-ભાવ યુક્ત અભિવ્યક્તિ કરીને પ્રકૃતા અને માનવ જીવનના અપૂર્વ ઉલ્લાસનું દર્શન કરાવે છે. ૨. ઋતુવર્ણનની શૈલીનો વિચાર કરીએ તો કાલિદાસે ગ્રીષ્મઋતુથી કાવ્યનો પ્રારંભ કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy