________________
પ્રકરણ-૨ પ્રવૃત્તિ અને નિવૃત્તિની લડાઈમાં નિવૃત્તિનો ઝળહળતો વિજય થયો. કવિ કહે છે કે અણમાનીતીના પરિવારે (નિવૃત્તિ) માનીતીના પરિવારને દાવાનળમાં બાળીને ખાખ કરી નાખ્યો. દેવો મનુષ્ય જન્મ માંગે છે. મનુષ્ય જન્મ પ્રવૃત્તિ માટે નથી નિવૃત્તિ માટે છે; એટલે પ્રવૃત્તિ સામે લડવા નિવૃત્તિ પાસે જ રહેવાનો સંકલ્પ કરવો જોઈએ. કવિના શબ્દો છે :
આખર જીત તો નિવૃત્તિ કેરી, જેહની પ્રજા છે અતિ ભલેરી,
પ્રવૃત્તિ સુતને જેણે જે જીપ્યો, ભવસાગર માંહે કદી નહીં છીપ્યો. | ૮૪ | કવિ સલોકને અંતે જણાવે છે કે :
શેષ સરસ્વતી પાર ન પામે, તો કવિની બુદ્ધિ કેમ કરી ગાવે,
પૂરો સલોકો કીધો આ ઠામ, હવે કહું છું કવિનું નામ. | ૯૮ // અભિવ્યક્તિથી સલોકો રચના કાવ્ય કૃતિની સાથે તત્ત્વદર્શનની માહિતી આપીને આત્મજાગૃતિ અને ઉદ્ધાર માટે માર્ગદર્શક જીવન પાથેય પૂરું પાડે છે. લોકોના વિચારોનું ચિંતન કરવામાં આવે તો આત્માને જીવનના સન્માર્ગ પ્રતિ પુરુષાર્થ કરવા માટેનો પરોક્ષ રીતે બોધ મળે છે. જ્ઞાનમાર્ગની આ રચના અત્યંત નોંધપાત્ર છે. ૨. ચાર કષાયના સલોકો
- સલોકોમાં તીર્થકર ભગવાન અને મહાપુરુષોનો વિષય તરીકે સ્વીકાર થયો છે તો બોધાત્મક વિચારોને સ્પર્શતા ચાર કષાયના લોકો અજ્ઞાત કવિ કૃત પ્રાપ્ત થયા છે તે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. ચાર કષાયના બંધનથી જીવાત્મા અનંતો સંસાર વધારીને ભવભ્રમણ કરે છે. કવિએ કષાયનાં વિપરીત પરિણામો દર્શાવીને તેનો ત્યાગ કરવા માટે ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કર્યા છે. સમગ્ર ધર્મના સાર રૂપ કષાય મુક્તિનો માર્ગ મુક્તિદાયક બને છે એમ તાત્વિક વિચાર રહેલો છે. સંસાર એટલે કષાય. અને મુક્તિ એટલે કષાયનો આંતર-બાહ્ય સર્વથા ત્યાગ.
अथ श्री क्रोधनो शलोको. ક્રોધતણો હું કહું સલોકો, એક મને કરી સાંભળજો લોકો, ક્રોધે ભરીને નરકે તે જાય, ક્રોધ મરીને તિર્યંચ થાય. / ૧ / અનંતાનું બંધી ક્રોધ તે જાણ, ઉપમા જેમ ફાટ્યો પાષાણ, અપચ્ચખાણી ક્રોધનું રૂપ, ફાટ્યું નેત્ર ક્યું જાણો સરૂપ.
૩૫. || ૨ | પચ્ચખાણીનું રૂપ છે જેમ, ધુળમાં લીટી કાઢીએ તેમ, ક્રોધ સંજળનું રૂપ છે એવું, પાણીમાં લીટી કાઢીએ તેવું. || ૩ || ચાર ક્રોધની ઉપમા કહી, સુત્ર થકી તે ભેદજ લહી, ક્રોધે કરીને લોહી સુકાય, ધર્મ તણી તે વાત ન થાય. || ૪ ||. ક્રોધે તે સરજે વીંછી ને સાપ, ક્રોધે વઢે તે પુત્ર ને બાપ, ક્રિોધે કરીને વઢે બે ભાઈ, ક્રોધે ભરે તે ઝેર ખાઈ. || ૫ |
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org