________________
૯૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
ક્રોધે પાણીમાં બુડીને મરે, ક્રોધે પોતાની ઘાતજ કરે, ક્રોધે કરીને ફાંસો તે ખાય, ક્રોધે મરીને દુર્ગતિ જાય. ક્રોધે વઢે તે સાસુ ને વહુ, ક્રોધે કુટુંબમાં વડે તે સહુ ક્રોધે તે ભવ કરે અનંત, કોઈ કાળે તે પામે ન અંત.
સુબુદ્ધિ ટાળી દુર્બુદ્ધિ થાય, ક્રોધે તે અક્કલ ચાતુરી જાય, ક્રોધે સંસારનું જાય તે સુખ, ક્રોધે દેહમાં થાયજ દુઃખ. ક્રોધે કરીને કમાણી જાય, ક્રોધે તે ઘરમાં અવગુણ થાય, ક્રોધે કરીને સહુશું લઢે, ક્રોધે કરી સ્વ આતમ કાઢે. ક્રોધીની કોઈ આણે ન પ્રીત, ક્રોધે ન હોવે કોઈશું પ્રીત, એવું જાણીને ક્રોધને વારો, તો કોઈ કાળે પામીએ આરો. ક્રોધ હુવે ત્યાં દયા ન આવે, દયા વિના સમક્તિ કિમ પાવે, તપનું અજીરણ જાણજો ક્રોધ, ચાર માંહીલી આવે ન બુદ્ધ. अथ श्री मान नो शलोको.
Jain Education International
|| ૬ ||
For Private & Personal Use Only
|| 。。 ||
|| 2 11
|| ૯ ||
|| ૧૦ ||
॥ ૧ ॥
|| ૩ ||
ક્રોધનો ભાઈ માનસંગ હોટો, મહા જબ્બર ગુણ છે ખોટો ॥ માનના લીધા વડે ભુપાળ, કંઇક જીવનો આણે તે કાળ માને તે ખરચે દ્રવ્ય અપાર, માને તે કરે ખાલી ભંડાર ॥ માનના લીધા ઝટકા તે ખાય, માનના લીધા નરકમાં જાય ॥ ૨ ॥ માને થયો તે દુર્યોધન દુઃખી, માને કોઈ તે થયો ન સુખી ॥ માને તે ખરચે દ્રવ્ય નીમુઠ, થાય હાથીને વધારે સૂંઢ અનંતાનુબંધી માનનો બંધ, પાષાણો કેરો કરીએ તે થંભ ।। અપચ્ચખાણી માનનું રૂપ, વાડના થંભ તણું સરૂપ પચ્ચખાણી તે માનનો ભેદ, કાષ્ટનો થાંભો નિશ્ચે તે વેદ ॥ સંજળનું માન શૈલી સરૂપ, ભગવંત એમ વાણી પ્રરૂપ માનના લીધા મોહવશ પડિયા, ચોવીશ દંડકમાં તેરડવડિયા ॥ માને જુઓને લંકાનો પતી, રામની નારી સીતાજી સંતી ॥ ૬ ॥ રામાયણ માંહી જુઓને સાખ, લંકા બાળીને કીધી છે રાખ ॥ માન હુવે ત્યાં વિનય ન આવે, વિનય વિણ દયા હૈયેથી જાવે || ૭ || ૩. શ્રી હીરવિજયસૂરિ સલોકો :
॥ ૪ ॥
|| ૫ ||
સલોકોમાં ઐતિહાસિક મહાપુરુષોના જીવનનો ચરિત્રાત્મક પરિચય પ્રાપ્ત થાય છે. અકબર બાદશાહને પ્રતિબંધિ કરનાર યુગ મહાપુરુષ તરીકે આ. હીરસૂરિનું નામ જૈન સાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયું છે.
|| ૧૧ || ઇતિ II
www.jainelibrary.org