________________
૩૨૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
૩. રાજુલનો વીંઝણો
વીંઝણોનો શબ્દાર્થ પંખો, હવા નાખવાનું એક સાધન, અહીં રાજુલનો વીંઝણોનો અર્થ રાજુલના વિરહને શાંત કરવા માટેની પદ્ય રચના. અર્થ સમજવાનો છે. વિરહનો તાપ-ગરમી શાંત થાય તેવી કાવ્ય રચના. રાજુલનો વીંઝણોએ નેમ-રાજુલની જોડીના જીવનનો મિતાક્ષરી પરિચય કરાવે છે. તેનો આરંભ ઊનાળાની ગરમીના દિવસથી થયો છે વાસ્તવિક રીતે ગરમીના સંદર્ભમાં નેમકુમારે રાજુલનો ત્યાગ કર્યો તે વિરહનો પ્રસંગ ઊનાળાની ગરમીનું પ્રતીક છે. કવિ અમરવિજયની આ કૃતિ નેમનાથની વૈવિધ્યપૂર્ણ કૃતિઓમાં નવી ભાત પાડે છે.
રાજુલનો વીંઝણો
આવ્યા ઉનાલાના દહાડા કે રાજુલ બેની વિંફાણીયો શું ન લાવી કે રે, રાજુલ બેની વિંજણીયો શું ન લાવીકે મારા નેમને ઢોલવા થાય કે પ્રભુજીના ચરણે શિવનમાવીકે રાજુલ બેની વીંઝણીયો શું ન લાવી. ॥૧॥
રાજુલ કહે સુણો સૈયર મોરી વિકાણીયો શાકારણ લાવું, સ્વામી મુકી ગયા ગિરનારે કે સંસાર છોડી મુનિવર થાવું કે. ૨ા
ચંદ્રા કહે સુણો રાજુલવાલા સરલસ્વામી ન હોય કાલા, તે કારણ સ્વામીને તજીએ કે બીજો વર મનમાં મજીએ કે. IIII
રાજુલ કહે બોલો બોલમ જુઠા શ્યામ વસ્તુમાં ગુણ છે મોટા, એ તો ત્રણ ભુવનનો સ્વામી કે હું તો પૂરવ પુછ્યું પામી કે. ॥૪॥
જિનજી એ જીવદયા મન આણી રથડો ફેરી ચાલ્યા પાપ જાણી, પશુડાં ઉગારી દાનદીધાં કુંવારે મનવંછિત ફલ લીધાં કે. પા માત કહે સુણ પુત્ર સુજાણ કે તું તો અનંતગુણ ભગવાન, મારી આશ પૂરો એકવાર કે કન્યા પરણીને વાન વધારકે. ૬॥
પુત્ર કહે સુણો માત હમારી પરણું નહિ હું માનવ નારી, સંયમ નારી મેં મનમાં ધારી મુજને લાગે અતિ ઘણીપ્પા૨ીકે. IIII
રાજુલ કહે સુણો સૈયર મારી હું તો નવભવકેરી નારી,
એને બીજો કોઈ મનમાં ધારી કે જાણી શિવવધુ ઘણીપ્પારીકે. ॥૮॥
જિનજીએ દાન સંવત્સરી દીધું ભવિ પ્રાણીનું કારજસીધું, લેઇ જાન જાદવજી પાછા વળિયા કે કેવલપામી શિવસુખ વરીયા કે. "લા
રાજુલ દાન પુન્ય નિત્ય કરતી નેમનું ધ્યાન હૃદયમાં ધરતી, સંયમ લઇ ગિરનારે ચઢ્યાં કે અષ્ટ કર્મના તોડ્યાં ઇડયા. ||૧૦||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org