________________
પ્રકરણ-૭
૩૨૧
જગમાં ધન્ય ધન્ય એહ નરનારી હુઆ જન્મ થકી બ્રહ્મચારી, થયા દંપતિએ વ્રતધારી કે પામ્યા શિવ પદવી સુખકારીકે. ૧૧ાા એવો વિજ્ઞાણીયો જે કોઈ ગાશે તસ ઘર મનવાંછિત થાશે કે, અમરવિજયગુરુ એણી પેરે બોલે નહિ મારાનેમ રાજુલની તોલે કે. /૧૨
૪. મહાવીર પ્રભુનો ચુડો ચુડો સૌભાગ્યના પ્રતીક સમાન છે. કવિ પદ્મવિજયજીએ ચંદનબાળાના સંદર્ભથી ચુડાની રચના દ્વારા એમ જણાવ્યું છે કે ચંદનબાળાએ પ્રભુના નામનો ચૂડો પહેર્યો છે. પ્રભુ મહાવીર મારા સ્વામીનાથ છે મને જ્ઞાનની લ્હાણી આપી છે અને ભગવાનની પ્રથમ સાધ્વી બની છું કવિએ મૃગાવતીનો પણ દૃષ્ટાંતરૂપે ઉલ્લેખ કર્યો છે. કવિની ચુડાની કલ્પનાથી નૂતન સ્તવન રચાયું છે.
મહાવીર પ્રભુનો ચુડો
(રાગ-ઓલી ચંદનવાળાને બારણે) તારા મુખડા ઉપર જાઉં વારી રે, વીર મારાં મન માન્યા, બારા દર્શનની બલિહારી રે, વીર મુકી બાકુળા માટે આવ્યા રે. વીર. (૧) મને હેત ધરી બોલાવ્યા રે, પાયે કીધી ઝાંઝણની ઝણ રે, વીર. માથે કીધી મુગટની વેણ રે, વીર. પ્રભુ શાસનનો એક રૂડો રે, વીર. મેં તો પહેર્યો તારા નામનો ચૂડો રે. વીર. (૨) એ ચૂડો સદાકાળ છાજે રે વીર. મારે માથે વીર ઘણી ગાજે રે. વીર. મને આપી જ્ઞાનની દેબી રે, વીર. પહેલા થયા ચંદનબાળા એબી રે વીર. (૩) એને ઓઘો મુદપતિ આલ્યા રે વીર. નિંદા મહાવીર વિચરતા આવ્યા રે વીર. મને આથી જ્ઞાનની દેબી રે, વીર. બીજા થયાં મૃગાવતી ચેતી રે. વીર. (૪) નિદા દેશના અમૃત ધારા રે વીર. ભવિ જીવને કીધો ઉપકાર રે, વીરા ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા રે. વીર. ચંદનબાળા ઉપાશ્રયે આવ્યા રે વીર. (૫) ચંદ સૂર્ય સ્વસ્થાને જાય રે, વીર. મૃગાવતી ઉપાશ્રયે આવ્યા રે, વીર. ગુરૂણીજી બાર ઉઘાડો રે વીર. ગુરૂણીએ કીધો તાડો રે. વીર. (૬) ગુરૂણીને ખમાવવા લાગ્યા રે, વીર. કેવળ પામ્યા ને કર્મ ભાગ્યા રે, વીર. એણે આવતાં સર્પને દીઠો રે, વીર. ગુરૂણીજીનો હાથ ઊંચો લીધો રે વીર. (૭) ગુણીજી ઝબકીને જાગ્યારે વીર, સાધ્વીને પૂછવા લાગ્યા રે વીર. તને એ શું કેવળ થાય રે, વીર. ગુણીજી તમારે પસાય રે, વીર. (૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org