________________
૧૪૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા સંદર્ભ :
જૈન સાહિત્યની ગઝલો, ગઝલની ફર, ગુજ. સાહિ- સ્વ. પા. ૬૨૫
૧૭. લાવણી સંગીત અને અભિનયના સમન્વયથી લોકજીવનની જરૂરિયાતને અનુલક્ષીને રચાયેલો ગેય કાવ્યપ્રકાર એટલે લાવણી. આ કાવ્ય પ્રકારમાં સાહિત્ય, સંગીત, નૃત્ય, અભિનય જેવાં એક અથવા વધુ લક્ષણો જોવા મળે છે.
લાવણી શબ્દની ઉત્પત્તિ અંગે જુદા જુદા મતો પ્રચલિત છે. ૧. ખેતરમાં રોપણ કરતી વખતે (લાવણી-રોપણીમાં ગાવાનું ગીત છે; તેમ છતાં એ કૃષિ ગીત
નથી તેમાં કાવ્યકલાનાં લક્ષણો રહેલાં છે.) ૨. લવણ એટલે મીઠું (નમકીન) સુંદર. તે ઉપરથી લાવણ્ય જેવો ભાવવાચક શબ્દ નિષ્પન્ન
થયો છે. તેમાં લાવણીની સંજ્ઞા જોવા મળે છે. લાવણીમાં વિશેષતઃ સ્ત્રી સૌંદર્યનું વર્ણન
હોય છે. ૩. લાપનિકા–એ સંસ્કૃત શબ્દ ઉપરતી લાવણી શબ્દ રચાયો છે એવું કેટલાક સાહિત્યકારો
માને છે પણ વાસ્તવિક રીતે વિચારીએ તો લાપનિકા શબ્દ મૂળભૂત સંસ્કૃત ભાષાનો નથી. તે મહાનુભાવ ગ્રંથોમાંથી મળ્યો છે. તેનો અર્થ સ્પષ્ટ—કિરણ, સંબંધ અન્વય વગેરે થાય
છે. આ અર્થો લાવણીના સ્વરૂપ સાથે સુસંગત લાગતા નથી. ૪. લાવણી નૃત્યમાં નર્તકીનું શરીર સહજ રીતે મરોડ લઈ શકે છે એટલે શરીરને વાળવું,
નમાવવું, અંગભંગી સાથે સંબંધ છે તે ઉપરથી લવવું શબ્દને આધારે લાવણી શબ્દ | ઉત્પન્ન થયો છે.
અક્ષર અને શબ્દોને સુભગ સુંદર રીતે ગોઠવવા, શોભાવવાની કલા તે લાવણી કાવ્ય છે. કાવ્યની એક વ્યાખ્યા છે–Poetry is the best words in the best order તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે લયબદ્ધ રચના કાવ્ય રચનામાં શબ્દોને ક્રમિક રીતે ગોઠવવામાં આવે છે એમ સમજાય છે.
લાવણીનાં પરિવર્તન પામતાં રૂપો, સ્થળ, કાળ અને લોકપ્રસિદ્ધ થયેલાં છે તેને આધારે લાવણીના પ્રકાર (ભેદ) પાડવામાં આવે છે. તેમાં થયેલાં પરિવર્તન જોતાં કોઈ એક મત લાવણી વિશે સ્પષ્ટ માહિતી આપી શકે તેમ નથી.
લાવણી એ સંગીતનો એક લોકપ્રસિદ્ધ પ્રકાર છે.
ઘર કે કુટુંબ છોડીને યુદ્ધના મોરચે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની તૈયારી સાથે ગયેલા સૈનિકનું મન રીઝવવા માટે શ્રૃંગાર પ્રધાન ગીતોની રચના કરવામાં આવે છે. એવો ગુજરાતી ભાષામાં ઉલ્લેખ મળે છે. “મારી નણદલના વિરા હાલ્યા ચાકરી' (સૈનિકની નોકરી કરવી) હો રાજ, રસિયા વાલમ વીંઝણું લ્યો, હે...સૂડી સ સરીખડી પાતળી વાવ્યમાં, રસિયો વાલમ વીંઝણું લ્યો, તારા ગૂંજામાં (ખિસ્સામાં-ગજવામાં) રમતી આવું હો રાજ... રસિયા વાલમ વીંઝણું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org