________________
પ્રકરણ-૨
૧૪૯ લ્યો.. જેવાં ગીતો સૈનિકની છાવણીઓમાં એમના સંગીત કે ઉત્સવોમાં, મેળાઓમાં-યાત્રામાં સામૂહિક મનોરંજન માટે ગીતો ગવાતાં હોય છે. આ ગીતો મનને આકર્ષક મોહક લાગે છે. તેવા ગીતોને લાવણી નામથી મરાઠી સાહિત્યમાં ઓળખવામાં આવે છે. લાવણી કાવ્યોના ઉદ્દભવ માટે આ ભૂમિકા પણ ઉપયોગી છે. આ પ્રકારની રચનાઓ વૈવિધ્યપૂર્ણ છે. ઉપરોક્ત વિગતોને આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે શ્રૃંગાર પ્રધાન ગીત એટલે લાવણી.
જૂનામાં જૂની લાવણીઓ સંત એકનાથ મહારાજની ૧૬મી સદીની ઉપલબ્ધ થાય છે. વીર-શૈવ સંતોમાં મન્મથ સ્વામી આ પ્રકારનાં ગીતોના મૂળ રચયિતા છે. એમણે આ લાવણી ગીત પ્રકારનું સર્જન કરીને પ્રચલિત બનાવ્યો.
તેનું સ્વરૂપ આધ્યાત્મિક કક્ષાનું છે. તેમાં કરાવક્ષેત્રના દેવી-દેવતાઓનું વર્ણન છે. ખાસ કરીને શીલાહારોના કુળદેવતા કરાવક્ષેત્રમાં કઈ રીતે આવ્યા તેનું વર્ણન છે.
લાવણી કાવ્યપ્રકાર મરાઠી શાસનકાળમાં એટલે પેશવાના સમયમાં–અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ૧૯મી સદીના પૂર્વાર્ધમાં થયો છે એમ માનવામાં આવે છે. શાહાર-શાયર અને કવિ રામજોશી, હોનાજી બાબા, પરશુરામ સગનભાઉ, અનંતકંદી અને પ્રભાકર જેવા લોકપ્રિય કવિઓ આ કાળમાં થયા હતા. રામજોશીએ સંસ્કૃત-મરાઠી અને અન્ય ભાષાઓમાં લાવણીઓની રચના કરી છે તેનાથી લાવણી કાવ્યો સમૃદ્ધ થયા છે. અંગ્રેજી શાસનકાળમાં પક્કે બાપુરાવ શાહીર (શાયર) હેબતી અને હૈદર પણ લાવણીના વિકાસમાં સહયોગી થયા હતા. આધુનિક સમયમાં લાવણીના આકર્ષક કાવ્ય પ્રકારના રચયિતા બ. દિ. માડગુળકર કવિ સંજીવ, પી. સાવળારામ અને જગદીશ ખેબૂડકર જેવા કવિઓ લાવણી પ્રત્યે આકર્ષાયા હતા અને તેના વિકાસમાં પ્રદાન કર્યું છે. ઉપરોક્ત ઐતિહાસિક માહિતી લાવણી કાવ્યપ્રકારના અસ્તિત્વની સાથે વિકાસની માહિતી આપે છે. તે ઉપરથી મરાઠી સાહિત્યની લાવણી કાવ્યોની સમૃદ્ધિનો પરિચય થાય છે.
- લાવણીના વિષય અંગે વિચારીએ તો સ્ત્રી-પુરુષ સંબંધ અને તે નિમિત્તે કૃષ્ણ-ગોપીના વર્ણનો વિવિધરૂપે જોવા મળે છે. શૃંગાર રસની સમગ્ર રસસ્થિતિ વ્યક્ત કરીને લાવણીને અલંકૃત કરવામાં આવે છે એટલે તેનો વિષય રસિક છે. તેમ છતાં લાવણીમાં પૌરાણિક, આધ્યાત્મિક અને લૌકિક વિષયોની વિવિધતા રહેલ છે. ગણપતિ, શંકર અને વિષ્ણુ જેવા દેવોની સ્તુતિઓ, કોઈ પૌરાણિક દીર્ધકથાનું આલેખન, તુળજાપુર, પંઢરપુર જેવા તીર્થયાત્રાનાં વર્ણનો વૈરાગ્ય વિષયક ઉપદેશાત્મક વિચારો, સાવિત્રી હરિશ્ચંદ્ર જેવા આખ્યાનો, લક્ષ્મી પાર્વતીનો સંવાદ, કૃષ્ણ-રાધા સંવાદ, ગુરુકૃપા, ગૂઢ આધ્યાત્મિક અનુભવનું નિરૂપમ જેવા વિષયોને સ્પર્શતી અનેકવિધ લાવણીઓ સર્જાઈ છે. ભેદિક લાવણીઓમાં ઉખાણાં, કૂટપ્રશ્ન, પ્રશ્નોત્તર સ્વરૂપની લાવણીઓ રચાઈ છે. લાવણીઓ આધ્યાત્મિક અને લૌકિક એમ બે પ્રકારની હોય છે. કવિ રામજોગીએ દુષ્કાળનું વર્ણન કરતી લાવણીઓ લખી છે અને અનંતકદીએ પરિવર્તન પામેલા જમાના પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતી તો વળી બીજા કવિઓએ આધુનિક જમાનાની સમસ્યાઓને વાચા આપતી લાવણીઓ રચી છે. ઉપરોક્ત વિષયવસ્તુને દૃષ્ટિએ વિચારતાં એવો નિષ્કર્ષ તારવામાં આવ્યો છે કે લાવણીનું વિષય વસ્તુ સમય અને સંજોગો બદલાતાં અભિનવ પરિવેશમાં પ્રાપ્ત થાય છે એટલે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org