________________
૧૫૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા તે માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં જીવનના વિવિધ ક્ષેત્રોને સ્પર્શે છે.
વિષય વૈવિધ્યવાળી લાવણીઓથી સમૃદ્ધ મરાઠી સાહિત્યની લાવણીઓનો અભ્યાસ કરતાં એટલું સ્પષ્ટ થાય છે કે લાવણી એ ગેય પદબંધ રચના છે એટલે ગીત કાવ્યમાં સમાન ગેયતા એનું વ્યાવર્તક લક્ષણ ગણાય છે. લાવણીની રચના મોટેભાગે આઠ માત્રાઓમાં પદનું માત્રાનું આવર્તન ધરાવતી કે છ માત્રાઓવાળી ભૂંગાવર્તની પ્રકારની જોવા મળે છે. એમની જાતિવૃત (છંદનો એક પ્રકાર) કહેવામાં આવે છે. આ વૃત્ત સરળ અને ગેય હોય છે અને સરળતાથી ગાઈ શકાય તેવો છે.
સર્વ સાધારણપણે નાનો ઊંચો સ્વર ધરાવતી, ઢોલક, તુણતુણા (મહારાષ્ટ્રમાં વપરાતો એક ખાસ પ્રકારનો એકતારો જેમાં એક ડબ્બા પર વાંસ લગાવી ખૂટી મૂકી એક ઊંચો સ્વરે વાગે એવો તાર હોય છે. ), ઝાલર, ઝાજ અને ખાસ કરીને મેદાન પર શૌર્ય ઉત્પન્ન કરી શકાય એવા વાંજિત્રો જ લાવણીના ગાન સમયે વપરાય છે.
લાવણી મહેફિલમાં રજૂ થાય છે તે દષ્ટિએ તેના ત્રણ પ્રકાર છે.
(૧) શાહિરી લાવણી (એકત્રિત જન સમુદાય સામે કવિ પોતે ખાસ પહેરવેશ સાથે રજૂઆત કરે) તેમાં ડફ (એક તાલવાદ્ય) અને તુણતુણો એકતારો ઝાજ સંગત સાથે શાહિર આવી લાવણી પ્રસ્તુત કરે છે. તેને સાથ આપવા માટે ઊંચા સ્વરે ગાઈ શકે, ઝીલી શકે એવું એક વૃંદ પણ તેની સાથે રાખે છે.
(૨) બેઠકની લાવણીતબલા, હારમોનિયમ, સારંગી, નાનો તંબૂરો જેવાં સંગીતના સાધનો સાથે કોઈ કોઈ મહેફિલના સ્વરૂપમાં આવી લાવણીઓ રજૂ થાય છે. મોટેભાગે ગાયિકાઓ અને નર્તકીઓ આવી લાવણી પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરે છે. તેમાં પુરુષો સહયોગ આપે છે. આ લાવણીઓ ઉત્તર હિન્દુસ્તાનના સંગીતના હુમરી પ્રકારની હોય છે તે યોગ્ય અભિનય અને નૃત્ય સાથે રજૂ થાય છે.
(૩) ડફની લાવણી (લાવણી રજૂ કરનાર મંડળ કે કંપનીને સમૂહ-જૂથને ફડ કહેવાય છે.) તે વંશપરંપરાગત કે ગુરુપરંપરા પ્રમાણે ચાલે છે. એમાં નર્તક (મોટેભાગે બાયલો) ભવાઈ કરનાર હાસ્ય કલાકાર અને નટ કે વિદૂષ કહી શકાય અને અન્ય પાત્રો પ્રમાણેનું કલાકાર વૃંદ હોય છે. આ વૃંદ સમૂહમાં એકત્ર થઈને લાવણી રજૂ કરે છે. નૃત્ય, સંવાદ, સંગીત, વાદન અને તાલથી આ પ્રકારની લાવણીઓ પ્રસ્તુત કરવામાં આવે છે. આ બાલવાટી (વિરહવેદના–દુઃખ વ્યક્ત કરતી), છક્કડ (ઉત્તાન શૃંગાર પ્રધાન), સવાલ-જવાબ (પ્રશ્નોત્તર યુક્ત), ચાર કંડિકાઓ ધરાવતી અથવા ચાર ચાર ઢાળ બદલીને ગવાય એવી ફડમાં ગણાય છે.
આજના તમાશા પ્રકારમાં રજૂ થતું લાવણી નૃત્ય ઉત્તર હિન્દુસ્તાનના કથ્થક નૃત્ય પ્રકાર તેમજ “બેગડી' નૃત્યશૈલી સાથે સામ્ય ધરાવે છે. છતાં તળપદા કહેવાય એવા કેટલાક ખાસ પદન્યાસ છે જે વિશેષ સૌષ્ઠવયુક્ત કહી શકાય. મુરલીનૃત્ય સાથે પણ આવી લાવણીઓ મળતી આવે છે. ઢોલકના તાલે વિવિધ પ્રકારે કરવામાં આવતો પદન્યાસ, ઝડપી પદન્યાસ તેમજ પહેરેલા નવવારના સાડલાનો બંને હાથે ગરદનની પાછળના ભાગમાં પકડી કરવામાં આવતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org