________________
૪૦ -
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
૮. કુસુમાંજલિ પા–૮૧ - જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૭ પા. ૧૯૩, ૨૦૬
પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરા પા. – ૫૮ (વિવાહલો કૃતીઓની ૨૨મી ), મધ્ય–સાહિ- સ્વ. પા. ૩૬૪ મધ્યસાહિ–ઇતિ. પા. ૪૧, ગુજ. સાહિ-ઇતિ. ખંડ-૧, પા. ૨૪૧.
૬. વિવાહલો : મધ્યકાલીન જૈન સાહિત્ય રાસ, ફાગુ, પદ, સ્તવન, સઝાય, હરિયાળી આદિ કાવ્ય પ્રકારોથી અતિ સમૃદ્ધ છે. આ સમયમાં એક વિશિષ્ટ પ્રકારની કાવ્ય રચના “વિવાહલો' પ્રાપ્ત થાય છે તેના સ્વરૂપ વિશે કેટલીક કૃતિઓને આધારે નીચે પ્રમાણે માહિતી ઉપલબ્ધ થાય છે.
આ સમયમાં કવિઓએ રચેલી કૃતિઓમાં વિવાહલઉ, વિવાહલ, વિવાહલો શબ્દપ્રયોગો થયા છે. આ શબ્દો ભાષાની દૃષ્ટિએ વિકાસ દર્શાવે છે. “ઉ” ગુણવૃદ્ધિથી “ઓ થતાં “વિવાહલો' શબ્દ અને “ઉ' હ્રસ્વ કરતાં “વિવાહલુ' શબ્દ નિષ્પન્ન થાય છે. પણ અર્થ તો વિવાહનો છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. સમગ્ર મધ્યકાલીન સાહિત્ય એ ગુજરાતી ભાષાનો ક્રમિક વિકાસ દર્શાવવા માટે ઐતિહાસિક માહિતી પ્રદાન કરે છે.
વિવાહલો'નો લોક પ્રચલિત અર્થ વિવાહ લગ્ન સાથે સંબંધ ધરાવે છે. સંસારી જીવનમાં અભૂતપૂર્વ આનંદ અને મંગલનું પર્વ શાનદાર રીતે ઉજવાય છે તે વિવાહ ઉત્સવ છે. લગ્ન વિધિ અનુસાર નર-નારીનું મિલન-ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનો ઉત્સવ એ વિવાહ છે.
“વિવાહલો' કાવ્યમાંથી સમકાલીન સમાજની લગ્ન પદ્ધતિ અને રીતરિવાજનો પરિચય થાય છે. એટલે સામાજિક સંદર્ભવાળી આ કાવ્યકૃતિ કહેવાય છે. આર્ય સંસ્કૃતિમાં માનવ જીવનના ૧૬ સંસ્કારનો સંદર્ભ છે તેમાં ૧૪મો વિવાહ સંસ્કાર (અગ્નિ સાક્ષીએ નર-નારીનો સંબંધ કરવો) છે. વિવાહ સંબંધ એ જન્મ જન્માન્તરના સંબંધનું સૂચન કરે છે.
વિવાહ એ લગ્ન જીવનનો આધાર સ્તંભ છે. અને સ્વયં નક્કી થાય છે. વિવાહ એ માત્ર ઉત્સવ નથી પણ પવિત્ર સંસ્કાર ગણાય છે. હિન્દુ ધર્મમાં ચાર વર્ણ અને ચાર આશ્રમની વ્યવસ્થા છે તેમાં ગૃહસ્થાશ્રમનો પ્રારંભ વિવાહના સંસ્કાર પછી પ્રારંભ થાય છે. ચાર આશ્રમોની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થની સાધના પણ સંબંધ ધરાવે છે. આસક્તિ રાખ્યા વગર નિષ્કામ કર્મ પ્રવૃત્તિ આદરવી જોઈએ. મનુ સ્મૃતિમાં ગૃહસ્થાશ્રમનું મહત્ત્વ દર્શાવ્યું છે. નાની મોટી નદીઓ સાગરને મળે છે તેમ બાકીના ત્રણ આશ્રમનો આધાર સ્તંભ ગૃહસ્થાશ્રમ છે. લગ્ન એક પવિત્ર કરાર છે. અને સામાજિક સુવ્યવસ્થા તથા શાંતિ સ્થાપવામાં મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે. આ માટે વિવાહ સંસ્કારનું મૂલ્ય ઉચ્ચ કોટિનું મનાય છે. વિવાહના આ સાંસ્કૃતિક સંદર્ભ પછી જૈન કવિઓએ “વિવાહલો' કૃતિઓની રચના કરી છે તે વિશે વિચારવું જરૂરી છે.
અલ્પ પરિચિત સૈદ્ધાંતિક કોશમાં વિવાહનો અર્થ ભગવતી સૂત્ર દર્શાવ્યો છે. “વિવાહ એટલે વિવિધ રીતે વ્યાખ્યા કરવી. વિવાહલો દેશી શબ્દ છે. કાવ્ય રચનામાં વિવાહલોની દેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org