________________
૧૧૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ડૉ. ભરતસિંહ ઉપાધ્યાય બાંસને અવળો કરવો એમ જણાવે છે. બૌદ્ધધર્મમાં બ્રાહ્મણધર્મ માટે “અંધણુ' શબ્દ પ્રયોગ થયો છે. બધા અંધો એક વાંસ પકડીને તેનું અનુસરણ કરે છે. તેને બદલે વાંસને ઉલટો કરીને સાચો માર્ગ શોધવાનો છે.
- ઉપરોક્ત વિધાનને આધારે ઉલટબાસી એટલે અવળી વાતની પ્રતીતિ થાય તેવી કાવ્ય રચના. (૧૪)
જૈન સાહિત્યમાં હરિયાળી શબ્દપ્રયોગ થાય છે તેનો સંદર્ભ કોઈ શબ્દકોશમાં મળી આવતો નથી. જૈન સાહિત્યમાં તેનો અર્થ વિચિત્ર લાગે તેવી હકીકત થાય છે.
શ્રીમન્નથુરામ શર્માએ બત્રીસ સવૈયા પ્રસિદ્ધ કર્યા છે તે પુસ્તકની પ્રસ્તાવનામાંથી નીચે જણાવ્યા પ્રમાણેનો હરિયાળીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
કહેવાનો ઉપયોગી વિષય જો ઉલટી રીતના શબ્દોમાં કહેવામાં આવે તો તે વિષય વાંચનારને સાંભળનારને આશ્ચર્ય જેવો પ્રતીત થઈ તેનો વાસ્તવિક અર્થ જાણવા તેની વૃત્તિ વેગવતી થાય છે. મનુષ્યોનાં મનનો આ સ્વભાવ ધ્યાનમાં રાખી કેટલાક સપુરુષોએ જિજ્ઞાસુ જનોના હિતાર્થે ઊલટી વાણી લખી છે.” (૧૫) આવી ઊલટી વાણીનો ઉદ્દેશ વિનોદ સાથે જ્ઞાન પ્રાપ્તિનો છે.
(શ્રી આનંદઘનજીનાં પદો ભા. ૨) “હરિયાળી, અન્યોક્તિ અને વ્યાજસ્તુતિમાં તફાવત રહેલો છે. અન્યોક્તિમાં કોઇને કહીને બીજાને સંભળાવવાનું હોય છે. વ્યાજસ્તુતિમાં વખાણનો દેખાવ કરીને ટીકા કે નિંદા કરવાનો હેતુ રહેલો છે. હરિયાળી ટીકા-નિંદા કે અન્યને સંબોધીને કહેવાતું નથી. પણ દેખીતી રીતે વિરોધ લાગતી વાતનો મેળ મેળવવાનો હોય છે.” (૧૬)
અગરચંદજી નાહટાએ પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરામાં જિજ્ઞાસામૂલક કાવ્યરચનાઓ વિશે જણાવ્યું છે. આ પ્રકારના હરિયાળી કાવ્યોમાં કૂટવાણી, ઉલટબાસી, ઉખાણા, સુભાષિત અને સમસ્યાનો સમાવેશ થાય છે.
બૌદ્ધ ધર્મના સાહિત્યમાં આવી રચનાઓ મળી આવે છે. હરિયાળી વિશે જણાવ્યું છે કે જે કાવ્ય સહેલાઈથી સમજી શકાય નહિ અને રૂપકો, દૃષ્ટાંતોમાં ધાર્મિક પારિભાષિક સંદર્ભ હોય તેવી રચના હરિયાળી પ્રકારની છે.
મધ્યકાલીન સાહિત્યમાં છૂટા વાક્યો કે વિધાનો આપીને સમસ્યા પૂછવામાં આવતી હતી તે વાક્ય સમસ્યા કહેવાય છે. આવો સંદર્ભ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની રચનાઓમાં પણ મળી આવે છે.
કૂટ પ્રશ્ન પણ સમસ્યાના પર્યાયરૂપ છે તેના ઉપરથી “કોયડો' ઉદ્ભવ્યો હોય એમ લાગે છે. જે કાવ્યનો અર્થ સરળતાથી સમજાય નહિ અને ગુંચવાડા ભરેલો અર્થ હોય ત્યારે તે કૂટપ્રશ્ન યુક્તિ કવિતા કહેવાય છે. આ પ્રકારની રચનાઓ મધ્યકાલીન ભક્તિમાર્ગની કવિતાની અવળવાણી સાથે સામ્ય ધરાવે છે. કબીરની પ્રસિદ્ધ ઉક્તિનું ઉદા. જોઈએ તો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org