________________
પ્રકરણ-૬
૩૦૫
૫૬. સ્થૂલિભદ્ર એકવીશો ૭. સ્થૂલિભદ્ર એકવીસો કવિ લાવણ્ય સમયે સંવત ૧૫૫૩માં બે છંદની એક કડી એવી એકવીસ કડીમાં કાવ્ય રચના કરી છે. પહેલી કડી દેશીની અને બીજી હરિહીત છંદની છે. સ્થૂલિભદ્ર મુનિ ગુરુની આજ્ઞાથી કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહીને લપ-જપ કરે છે. વેળા પોતાના હાવભાવ અને ચેષ્ટાઓ દ્વારા સ્થૂલિભદ્રને સંયમથી ચલિત કરવા માટે પ્રયત્નો કરે છે. પણ કોશાની વાણી-ચેષ્ટા નિષ્ફળ નીવડે છે આ વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને કાવ્ય રચના કરી છે. આ કાવ્ય “ફાગુ' પ્રકારનું છે એમ કહીએ તો ઉચિત લેખાશે. ભૌતિક સુખ સમૃદ્ધિ અને સાધનોથી છલકાતી ચિત્ર શાળામાં સ્થૂલિભદ્ર પોતાના સંયમ જીવનમાં સ્થિર રહે છે એ ઘટના સમગ્ર કાવ્યનું રહસ્ય ગણાય છે.
નિત નવલા રે સરસ સવે આહાર , ચિત્ર સાલી રે ચાખે ચિતિ ચતુરા-રહઈ. એ તો કોશા રે નાટિક રગજરિયા લહું, પરિ પરગટ રે કવિજન તે કેતા કહું ? કવિ કહઈ કેતી-પરિજીતી લહઈ કોશા કામિની, પરિહતિ ચરણા ચીર ચોલી ભાવ-ભોલી ભામિની. કર ચડિ ખલકે નેલર રણકે પાય ધમકે ઘૂઘરી, ઝબઝલિ ઝબકે ઝુમણાં ને ખીટલી ખલકે ખરી. કોશાને સ્થૂલિભદ્ર પ્રત્યુત્તર આપતાં જણાય છે કે, એ તો તૃષા રે સાયર પરિતૃપ્તિ નહીં. એ તો જવીય રે સંધ્યા-રાગ જિસ્ લહીં, સુણિ સુંદરિ રે જોવણ જલ-બુબ્રુટ્સમો. ઈમ જાણિ રે આલિ કહો કિમ નિગમો ? કિમ નિગમું દિનડું આર્લિ માટે એણિ વાટે જગર્યો. રસ ભોગ કેરાં અતિ ભલેરાં ભોગવિથિરકુણ રહ્યો ? સંસાર પડીયો વિષય નડીયો જીવ જો ચેતે નહીં, આવીઓ ઠાળો ગયો ભૂલો ધરમ વિણનર-ભવલહીં.
૫૭. બાવીશી કવિ ખોડીદાસ સ્વામીએ સત્ય વીશીની રચના પૂજાજી સ્વામી ગુરુકૃપાથી રચી છે. બાવીશ કડીની આ રચનામાં સત્યવ્રતના મહિમા ગાવામાં આવ્યો છે. કવિના શબ્દો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org