________________
૩૦૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
પારસ સંગ લોહામો ફરસત, કંચન હોત હી તાકે કસ-આનંદ. ખીરનીર જો મિલ હૈ રહે આનંદ, જસ સુમતિ સખી કે સંગ. ભયો છે એકરસભવઅપાઈ સુજસ વિલાસ. ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ.આનંદ.
૫૫. વીશી વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં આ તીર્થકરો વિચરી રહ્યા છે. તે વીશ વિહરમાન જિન નામથી ઓળખાય છે. ભરતક્ષેત્રના વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરોનો સ્તવનની રચના ચોવીશી નામથી પ્રાપ્ત થાય છે તેવી રીતે મહાવિદેહ ક્ષેત્રના વિશ વિહરમાન જિનનાં સ્તવનો વીશી અથવા વીશ વિહરમાન જિન સ્તવન નામથી રચાયાં છે. વીશી અંગેની નમૂનારૂપે માહિતી નીચે પ્રમાણે છે.
અચલગચ્છના આ કલ્યાણસાગરસૂરિએ ૧૭મી સદીમાં વીશી (વીશ વિહરમાન જિનસ્તુતિની રચના કરી છે.
આદિ-શ્રી સીમંધર સાંભલઉ એક મોરી અરદાસ,
સુગુણ સોહાવા તુમવિના રમણી હોઈ છ માસો જીવન જગઘણી. અંત-કલ્યાણસાગર પ્રભુ સુરમિજી હરીય ફરી મુઝ મીટ પતું,
ભુજંગ સ્વામિ ગીત. ૫. ખરતરગચ્છના જિનસગારસૂરિએ વશી (વીશ વિહરમાન જિન ગીત)ની રચના કરી છે.
અંત- સુવિહિત ખરતરગચ્છપતીએ યુગવર જિનસિંઘસૂરિ,
તાસુ સીસ ગુણસંસ્તવે શ્રી જિનસાગરસૂરિ. ૬. ૧૮મી સદીમાં ઉપા. વિનયવિજયજીએ વીશી (વીશ વિહરમાન જિન ભાસની રચના કરી છે.
વિશી અથવા વીસ વિહરમાન જિન ભાસ, ૨૦ વિહરમાન જિન પર ૨૦ રૂ.
કેદારો નયરી વિનીતા માંહી તુમ છો રાયા રે. કવિ દેવચંદ્ર ગણિ, મુનિ જિનવિજયજી, કવિ ન્યાયસાગર, કવિ દેવસાગરજીએ પણ વીશીની રચના કરી છે. આ રીતે વીશી રચનાઓ સ્તવન પ્રકારની છે જેમાં વીશ વિહરમાનની ભક્તિ ભાવપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org