________________
૩૦૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
ટેક ન મૂકો રે ધરિયે ધર્મવિવેક કે સત્ય ન ચૂકો રે, સત્ય થકી સહુ જન સનમાને પ્યારા મારા ધ્યાન ધરેધરાÉિદો. રોમ વદન સુધારસ વરસે હિમ કરણજિમ ચંદો રે.
રણગાં ઘર સંસારે ઘણા છે પ્યારા કોઈ ન સત્યને તોલે, કષ્ટ પડે કાયરતા નાણે બોલી વચન નવિ ડોલે રે.
વસુ વસુધાપતિ વસુધા વદિતો પ્યારા,
સત્યવાદી તેસ મેનો અસત્ય વચન ઉચ્ચાર ક્યાંથી. સાતમી પુઢવિયે પહોત્યોરે.
સત્ય સરોવર સમતાં જળમાં પારા કેળી કરો મન ભાવે, આતપ અંતર નિર્મળ થાવે કર્મ મલીન મળ જાવે રે ટેક.
૫૮. ‘‘ચોવીશી’
૧
८
૧૭
૨૦
જૈન કાવ્ય પ્રકારોની સંખ્યામૂલક રચનામાં ચોવીશી રચના પ્રાચીન છે. સંસ્કૃતિમાં ‘ચતુર્વિંશતિસ્તવ’ રચનાને આધારે ચોવીશી રચનાનો પ્રયોગ થયો છે. ચોવીશી એવો વર્તમાન સમયના રૂષભદેવ શ્રીમાહવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરોની સ્તવના સ્તુતિ ચોવીશી ત્રણ પ્રકારની ઉપલબ્ધ થાય છે. ચૈત્યવંદન-ચોવીશીમાં ૨૪ તીર્થંકરોનાં ચૈત્યવંદનની મિતાક્ષરી પરિચય કરાવતી રચનાઓ મળે છે જ્ઞાનવિમલસૂરિ, પદ્મવિજયજી અને પંડિત વીરવિજયજીની દેવવંદન રચનામાં આવાં ચૈત્યવંદન પ્રાપ્ત થાય છે. શ્રાવક કવિ મનસુખલાલે પણ ચૈત્યવંદન ચોવીશીની રચના કરી છે.
સ્તવન ચોવીશીમાં પૂર્વકાલીન મુનિ કવિઓએ ભક્તિમાર્ગના વિકાસમાં આવી રચના કરીને પ્રભુનાં ગુણગાન ગાયાં છે આવી ચોવીશી ૧૬મી સદીથી પ્રાપ્ત થાય છે. આ ચોવીશી ત્રણ પ્રકારની છે.
૧. ભક્તિ પ્રધાન ચોવીશી પાર્શ્વચન્દ્રસૂરિ કવિ સમયસુંદર, યોગી, આનંદઘનજી ઉપા., યશોવિજયજી, માનવિજયજી અને જ્ઞાનવિમલસૂરિ, મોહનવિજયજી,હંસરત્નવિજયજી, ન્યાયસાગરજી, ઉદયરત્નજી, રામવિજયજી, કનકવિજયજી, જગજીવનજી.
૨. જ્ઞાનપ્રધાન ચોવીશી યોગી આનંદઘનજી, દેવચંદ્રજી, પદ્મવિજયજી, વિજયલક્ષ્મીસૂરિજીની પ્રાપ્ત થાય.
૩. ચરિત્રાત્મક ચોવીશી આ પ્રકારમાં તીર્થંકર ભગવાનના જીવન વિષયક પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે સત્તરમી સદીના અંતકાળમાં કવિ ભાવ વિજયજીકૃત ચોવીશી ઉપરોક્ત પ્રકારની છે.
કેટલાક અપ્રગટ ચોવીશી ડૉ. અભયકુમાર દોશીએ પોતાના મહાનિબંધ (પી.એચ.ડી)માં સંશોધન કરીને પ્રગટ કરીને છે તેમાં ગુણચંદ્રગણિ, ઉત્તમવિજયજી, ધીરવિજયજી, પ્રેમમુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org