________________
પ્રકરણ-૩ '
૨૩૩
૩૨. ગહુલી ગહેલી ગેય કાવ્ય પ્રકાર છે. તેમાં માત્ર ગુરુ સ્તુતિનો વિચાર કેન્દ્ર સ્થાને નથી પણ વિવિધ પ્રસંગોને અનુરૂપ વિચારો ગહ્લીમાં ગુંથી લેવામાં આવે છે. તેનું વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે.
ગુરુભક્તિની ગહુલીમાં ગુરુ વાણીનો પ્રભાવ અને એમના વ્યક્તિત્વ–આચાર શુદ્ધિને લગતા ગણિનો ઉલ્લેખ થાય છે.
તીર્થ મહિમાની ગહુંલી સ્તવન સાથે સામ્ય ધરાવે છે અને તીર્થમાં ગવાય છે તથા ગામે ગામ તીર્થની સાલગીરી નિમિત્તે પણ આવી ગહેલીઓ ગાવાનો રિવાજ છે.
પર્વના દિવસો ચૌમાસી ચૌદશ, પર્યુષણ, સંવત્સરી, શાશ્વતી આયિબલની ઓળી, દીવાળી અક્ષયતૃતીયા, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, તપનું ઉજમણું, ગુરુ ભગવંતનું આગમન, અને વિહાર, જિનવાણી શ્રવણ, સંઘયાત્રા વગેરે પ્રસંગોમાં ગહેલી ગવાય છે એટલે ગહુલીના વિષયમાં પણ વિવિધતા જોવા મળે છે. ચાતુર્માસ ઉપધાન તપની આરાધનાને પ્રસંગે જૈન ધર્મના ગ્રંથનું ગુરુમુખે શ્રવણ કરવામાં આવે છે. તેમાં ભગવતીસૂત્ર, બારસાસૂત્ર, કલ્પસૂત્ર, યોગશાસ્ત્ર, શ્રાદ્ધાવિધિ પ્રકરણ અને અન્ય ચરિત્રનો સમાવેશ થાય છે. ગહેલીમાં ઉપરોક્ત ગ્રંથોનો મહિમા ગાવામાં આવે છે. જિનવાણીનું શ્રવણએ શ્રાવક-શ્રાવિકાનું મહાન સુત છે. ગુરુ મુખે આ વાણી શ્રવણ કરવાથી ભવ્યાત્માઓ ધર્મ પામીને આત્મકલ્યાણના માર્ગમાં પુરુષાર્થ કરે છે. ગહુલીમાં જિનવાણીનો પણ મહિમા ગાવામાં આવે છે. ગહુલીના કેન્દ્ર સ્થાને ગુરુ ભગવંત છે એટલે એમના ગુણોનું કીર્તન કરતી ગહુલીઓ પણ રચાઈ છે. અત્રે દષ્ટાંતરૂપે કેટલીક ગહુલીઓ નોંધવામાં આવી છે.
ગહુંબિ-ગુરુગુણ સ્તુતિ યોગ્ય દરરોજ પ્રભાતે પ્રવચન થાય (સાધુ વ્યાખ્યાન વાંચે) તેમાં વચ્ચે દશ મિનિટનો આંતરો પડે છે તે વખતે સ્ત્રીઓની ગાવાની રચનાને ગહુનિ કહેવામાં આવે છે. આ કવિરાજે ઘણી ગહુળિઓ બનાવી છે કહે છે કે પ્રચલિત પ્રત્યેક ગરબી ગરબાના રાહ પર એમણે ગહુનિઓ બનાવી છે અને નીચેનાં નામો મળ્યાં છે.
૧. શ્રી શુભવિજયજીના અમદાવાદના શ્રાવકોનાં નામ સૂચક ગહુળિ સં. ૧૮૫૮ના અસાડ શુદિ ૧૪ પછીના ચાતુર્માસમાં બનેલી.
૨. સિદ્ધચક્રની ગહુળિ ગાથા ૧૨ આવો સખિ સંજ મિયાગાવા. ૩. ભગવતીસૂત્રની ગહુળિ ગાથા ૭ વીરજી આપારે ગુણશીલ ચૈત્ય મોઝાર. ૪. અઠ્ઠાવીશ લબ્ધિની ગહુળિ ગાથા ૯ ગણધર શ્રી ગૌતમ પ્રભુ રે. ૫. પર્યુષણની ગહુળિ ગાથા ૯ જીરે લલિત વચનની ચાતુરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org