SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા કહે “મસૂર' મસ્તાના, હક મૈને દિલમેં પહચાના; વહી મસ્તોંકા મયખાના, ઉસીકે બીચ આતા જા. (પ્રા. ૫.- પા. ૩૭) કવિ રસિક હવે આ વિશ્વને વંદન (ગઝલ) ઘણાએ ભોગવ્યા ભોગો, ઘણાએ ભોગવ્યા રોગો, ફરી ચાહું નહી ભોગો, હવે આ વિશ્વને વંદન. જગતના સર્વ વ્યવહારો, વિષે ખોટો સમય મારો, ઉપાડ્યો પાપનો ભારો, હવે આ વિશ્વને વંદન. ફર્યો આ વિશ્વ ઉપવનમાં, ધરીને હર્ષ હું મનમાં, હણાયો હર્ષ એ ક્ષણમાં, હવે આ વિશ્વને વંદન. ઘડીભર જે હતું પ્યારું, બન્યું છે સર્વ તે ખારું, ફરી તેં ના કરૂ મહારૂં હવે આ વિશ્વને વંદન. પ્રીતી પરમાત્મથી લાગી, દીધું મેં વિશ્વને ત્યાગી, ઘણીએ ઠોકરો વાગી, હવે આ વિશ્વને વંદન. (અધ્યા. ભજન. પા. ૮૭) ગઝલ–મોહનલાલ ચુનીલાલ ધામી ત્યાગનું મૂલ્ય વિશ્વના મયદાનના સન્માન સાચા ત્યાગનાં, વિશ્વ વીણા પર મધુર ગાન સાચા ત્યાગના; માનવજીવનનાં મૂલ્યવંતા માન સાચા ત્યાગમાં, વિશ્વના સંતો સદા ગુલતાન, સાચા ત્યાગમાં. || ૧ | આંસુની ધાર સંસારીઓ કહેજો તમે, સંસારમાં શું સાર છે ? સંસારની રસકુંજમાં સ્થાઈ ક્યો શણગાર છે ? સંતો અનુભવથી કહે ત્યાં સળગતા અંગાર છે. આક્રંદ છે નરનારના, ને આંસુડાની ધાર છે. | ૨ || ' લોહના સ્વાદે ! માતાપિતાને બેન બંધુ પ્યાર કાં રાખે ? પુત્રને પરિવાર સહુ કો મીટ કાં માંડે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy