________________
૩૬૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આદિની અવસ્થાઓ, ૨- ઉપશય ભાવ – કષાયોને દબાવવા શાંત કરવા. ૩. ક્ષાયિક ભાવ - કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થવામાં શુભ નિમિત્તરૂપ છે. ૪. ક્ષયોપશમ ભાવ - ઉદયમાં આવેલા કર્મોની તીવ્ર શક્તિને હણીને મંદ કરીને ભોગવી અને અનુદિત કર્મો જે ઉદારણા આદિથી ઉદયમાં આવે તેને ત્યાં જ દબાવી દેવા (નિયંત્રણ કરવું). ૫. પરિણામિક ભાવ - કર્મના ઉદય આદિથી નિરપેક્ષ ચૈતન્યત્વ ભાવ. ૬. સન્નિપાત ભાવ - એક જીવમાં એક સમયમાં ભિન્ન ભિન્ન અવસ્થાઓને કારણે ગુણ સ્થાનોમાં યથાયોગ્ય ભાવ થાય છે તેમાં સંયોગી ભેદોને સન્નિપાત કહે છે જે સીમિત છે. આદિ : શ્રી ગુરૂના પ્રણમી પાય સરસ્વતી સ્વામિની સમરીમાય,
છએ ભાવનો કહું સુવિચાર અનુયોગદ્વારા તણે અનુસાર. || ૧ || પહેલો જાણો ઉદયભાવ બીજો કહીએ ઉપશમ ભાવ, ત્રીજો ક્ષાયિક ભાવ પવિત્ર ચોથો ઉપસમભાવ વિચિત્ર. _| ૨ | પારિણામિક તે પંચમ જાણ છઠ્ઠો સશિપાતક સુવખાણ,
એહનો હવે યથાર્થ કહું જેહવો ગુરૂ આગમથી લહું. | ૩ | અંત : તે તરીયા ભાવિ તે તરીયા જે ભાવવિચારે ભરઆરે,
સુત્ર આગમ પંચાંગી સપ્ત ભંગીના દરીઆ રે તે. || ૧ || ધર્મ ધુરંધર પુણ્ય પ્રભાવક કસતુચંદ સૌભાગી રે, જિન પૂજે જિન ચૈત્ય કરાવે સૂત્ર સિદ્ધાંતના રાગી રે તે. | ૬ | શા ભોજા ને દોશી દુર્લભ બીજ બહુ ભવિખાણી રે, શ્રી મહાભાષ્ય વિશેષ વશ્યક સાંભલે ચિત્તમાં આણી રે. || ૭ તેહ તણા આગ્રહથી એ શુભ ભાવ સ્વરૂપ વિચાર્યા રે, અનુયોગ દ્વારા ષડશીતિકમાંથી આણ્યો અતિ વિસ્તાર્યો રે તે.. ૮ | ભણતાં ગુણતાં સુણતાં સંપત્તિ લીલાલછિ ભંડારો રે, જિનવાણી રંગ સાંભળતાં નિતનિત જય જયકારો રે તે. | ૯ | અંચલગચ્છે ગિફસાગચ્છપતિ વિદ્યાસાગરસૂરિશયારે, બુરહાપુર શહેરે ગુરૂ મેહરે ભાવપ્રકાશ મેં ગાયા રે તે. | ૧૦ ||
કલશ ઈમ કહ્યા ભાવવિચાર સુંદર જેહવા ગુરૂમુખે સુયા, જિન રાજવાણી હીએ આણી નિર્જરા કારણે થુમ્યા. સતર નય મદ આશ્વિન સિદ્ધિ યોગ ગુરૂવાસરે, શ્રી સૂરિવિધા તણો વિનયીજ્ઞાનસાગર સુખ કરે.
| ૧૧ || સંદર્ભઃ જૈન ગૂર્જર કવિઓ ભા.૫/૩૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org