________________
પ્રકરણ-૭
૩૫૯
૩૬. ભાષા
સમેતશિખરજી સ્તોત્રકી ભાષા - કવિ સુરેન્દ્રકીર્તિએ ૩૬ કડીમાં સં. ૧૯૩૬માં હિન્દી ભાષામાં કરી છે. મૂળ કૃતિ સંસ્કૃતમાં હતી તેને ભાવાનુવાદ દ્વારા રચીને “ભાષા' સંજ્ઞાથી પ્રગટ કરવામાં આવી છે.
દોહા આદિ : પ્રથમ અજિત જિનેશ પદ, ચરમ પાસ પદસાર,
વિચલેયુત વંદો સદા, શિષ્યર ચમ્મદ મુઝાર.... અંત : ભટ્ટારક વૈરિક સુરિકીર્તિ અભિરામ,
સંસ્કૃત ભાષા દોઉ નિકે, કરતા હૈ જસ ધામ. ૩૫ અક્લાદ સૈ છતીસ મેં, ફાગુણ પંચમી નીલ, ભાષા કાશ્મબજારમેં, કીહની દે જુ રસીલ.
સંદર્ભઃ (જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૬ / ૧૫૧)
૩૭. પ્રકાશ
કવિ જ્ઞાનસાગરે સં. ૧૭૭૮ના આસોમાસના ગુરુવારે અમૃતસિદ્ધિ યોગ હતો ત્યારે ભાવપ્રકાશની રચના કરી હતી. કવિએ અનુયોગદ્વાર આગમ ગ્રંથને આધારે ભાવપ્રકાશની માહિતી આપી છે. જૈન સાહિત્યની ઘણી કૃતિઓમાં કવિઓએ આધારભૂત માહિતી માટે આગમગ્રંથો અને પૂર્વાચાર્યોની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. એટલે જૈન સાહિત્ય માત્ર કલ્પનાના આધારે રચાયેલું નથી પણ વાસ્તવિક ગ્રંથોનો આધાર પ્રમાણભૂત ગણીને અસ્તિત્વ ધરાવે છે.
સંસ્કૃત ભાષાના મૂ-ધાતુ ઉપરથી ભવ-ભાવ ભાવવાચક શબ્દ રચાયો છે. તેના જુદા જુદા અર્થ થાય છે. અસ્તિત્વ, પ્રકૃતિ, સ્વભાવ, પદાર્થ, પર્યાય, ઈરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, અભિપ્રાય, ચેષ્ટા, અભિનય, પ્રીતિ, આસ્થા, કિંમત, દર, સ્થિતિ, સ્વરૂપ વગેરે અર્થ થાય છે.
અહીં વૃત્તિ-લાગણી મનની સ્થિતિનો અર્થગ્રહણ કરવાનો છે. ભાવપ્રકાશનો અર્થ મનના ભાવ-સ્થિતિ-લાગણી કે જેમાં પરિવર્તન થવાની શક્યતા છે તે વિશેની માહિતી આપવામાં આવી છે. છ ભાવ અનુક્રમે ચૌદાયિક, ઉપશમ, ક્ષાયિક, ઉપશમણ, પારિણામિક, સન્નિપાત એમ છે ભાવ છે. પ્રકાશ શબ્દપ્રયોગ દીર્ઘ કાવ્યકૃતિમાં વિભાગ - વિભાજન માટે પણ પ્રયોજાયેલો છે. હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં ૧૨ પ્રકાશ (વિભાગ) છે. મધ્યકાલીન જૈન કાવ્યરચનાઓ સંસ્કૃત - પ્રાકૃત ભાષાના પ્રભાવથી રચાઈ છે એમ સમજાય છે. ભાવ પ્રકાશમાં છે ભાવનું વર્ણન છે. છ ભાવની સંક્ષિપ્ત વિગત નીચે પ્રમાણે છે.
૧. ઔદાયિક ભાવ :- પૂર્વ ભવમાં બાંધેલા કર્મોના ઉદયથી પ્રાપ્ત થતા ભાવો મનુષ્ય-દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org