________________
પ્રકરણ-૩
૧૮૫
સ્નાત્રપૂજામાં તો જન્મકલ્યાણકની ઉજવણી હોય છે. તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને ભગવાનનાં પાંચ કલ્યાણકની ઉજવણી નિમિત્તે કવિઓએ “પંચકલ્યાણક પૂજા' રચી છે.
વિવિધ પ્રકારના પૂજા સાહિત્યની માહિતી નીચે પ્રમાણે છે.
(૧) પંચકલ્યાણક પૂજા–પંડિત રૂપવિજયજી અને વીરવિજયજીની સં. ૧૮૮૯, ચતુરસાગરની શાસનપતિ (મહાવીર) પૂજા સં. ૧૯૬૧, આ. વલ્લભસૂરિની પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સં. ૧૯૬૩, મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજા સં. ૧૯૭૪ અને શાંતિનાથ પંચકલ્યાણકપૂજા સં. ૧૯૮૧. માણિક્યસિંહસૂરિ સં. ૧૯૭૬, આ. ધુરંધરસૂરિ આદિનાથ પંચકલ્યાણક પૂજા સં. ૨૦૦૧, આ. યશોભદ્રસૂરિ-મહાવીર જિનપંચકલ્યાણક પૂજા સં. ૨૦૦૬ અને આ. રાજયશસૂરિની મુનિસુવ્રત સ્વામી પૂજા સં. ૨૦૪૪.
(૨) અષ્ટ પ્રકારી પૂજા–ઉત્તમવિજયજી સં. ૧૮૧૩, કવિ દેવવિજયજી સં. ૧૮૨૧, પંડિત વીરવિજયજી સં. ૧૮૫૮, કવિ આત્મારામજી સં. ૧૯૪૩, કમલસૂરિ સં. ૧૯૭૦, આ. લબ્ધિસૂરિ સં. ૧૯૮૦, આ. વલ્લભસૂરિ સં. ૧૯૬૨ અને વિજયાનંદસૂરિ પૂજાષ્ટક અને કુંવરવિજયજી વગેરેની પૂજાઓ પ્રાપ્ત થાય છે.
(૩) સત્તરભેદી પૂજા–સાધુ કીર્તિ સં. ૧૬૧૮ અને તે જ સમયમાં સકલચંદ્ર ઉપા. કવિ આત્મારામજી સં. ૧૯૧૯, કવિ રસિક સં. ૧૯૭૮ અને કવિ મેઘરાજની પૂજા પ્રાપ્ત થાય છે.
(૪) એકવીશ પ્રકારી પૂજા-સકલચંદ્ર ઉપા. અને આ. વલ્લભસૂરિ.
(૫) નવ્વાણું પ્રકારી પૂજા–પંડિત વીરવિજયજી સં. ૧૮૮૪, આ. વલ્લભસૂરિ સં. ૧૯૬ ૨.
(૬) ચોસઠ પ્રકારી પૂજા–પંડિત વીરવિજયજી સં. ૧૮૭૪.
(૭) નવપદ પૂજા યશોવિજયજી ઉપા. પદ્મવિજયજી સં. ૧૮૩૮, આત્મારામજી સં. ૧૯૪૫, કવિ મનસુખલાલ સં. ૧૯૬૪. સુગુણચંદ્ર ઉપા. પંચપરમેષ્ઠિ પૂજા, પંચજ્ઞાન પૂજા પંડિત રૂપવિજયજી સં. ૧૮૯૭, ગુણચંદ્ર ઉપા. સં. ૧૯૮૧, પંચમહાવ્રત પૂજા આ. લબ્ધિસૂરિ સં. ૧૯૮૦, આ. વલ્લભસૂરિ સમ્યદર્શન–ચારિત્ર પૂજા સં. ૧૮૭૯, પંચતીર્થ પૂજા, આ. વલ્લભસૂરિ સં. ૧૯૭૭, અષ્ટાપદની પૂજા–કવિ દીપવિજય સં. ૧૮૯૨ અને નંદીશ્વર દ્વીપપૂજા–૧૯૬૮, તથા ધર્મચંદ્રજીની સં. ૧૮૯૬, નવતત્ત્વ પૂજા આ. લબ્ધિસૂરિ ૧૯૮૯, બારવ્રત પૂજા સં. ૧૯૮૦ તથા તત્ત્વત્રયી પૂજા સં. ૧૭૭૯, વીશસ્થાનક પૂજા– લક્ષ્મીસૂરિ સં. ૧૮૪૫. જિનહર્ષસૂરિ સં. ૧૮૭૧ અને આત્મારામજી સં. ૧૯૪૦. નીતિવિજયજી વીશ વિહરમાન પૂજા-સં. ૧૯૧૯, દાદાસાહેબની પૂજા-રોમઋદ્ધિ, એકાદશ ગણધર પૂજા- આ. વલ્લભસૂરિ સં. ૧૯૦૦, વાસ્તુક પૂજા આ. બુદ્ધિસાગરસૂરિ અને માણિક્યસિંહસૂરિ. ગંભીરવિજયજીની દશયતિધર્મ પૂજા–સં. ૧૯૪૦, પિસ્તાલીશ આગમ પૂજા–પંડિત વીરવિજયજી સં. ૧૮૮૧ અને બાવ્રતની પૂજા–પંડિત વીરવિજયજી સં. ૧૮૮૭ અને આ. વલ્લભસૂરિ સં. ૧૯૬૮, રૂપવિજયજી ૪૫ આગમ પૂજા–૧૮૮૫, ઋષિમંડળ પૂજા–આ. વલ્લભસૂરિની સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org