________________
૨૦૭
પ્રકરણ-૩
અદિકૃત જિનની પહેલી, સર્વ જિનની બીજી, જ્ઞાનની ત્રીજી તથા વૈયાવચ્ચ કરનારા દેવોના ઉપયોગને અર્થ સ્મરણાર્થે ચોથી હોય છે.”
શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ સ્તુતિના પ્રકાર વિશે નોંધ કરતાં નીચે મુજબ જણાવે છે: (૧) પાંચા : પ્રભુ પાસે મોક્ષ, સુખ આદિની માંગણી કરવી રચનામય સ્તુતિ કરવી તે.
૨) ગુણોત્કીર્તન : પ્રભુના બાહ્ય અને અત્યંત ગુણોના વર્ણન સાથે તેમની વાણી અને અતિશયો આદિનું નિરૂપણ કરવું તે.
(૩) સ્વનિદા : પોતાની નિંદા પ્રભુ સન્મુખ કરવી તે આનું મુખ્ય ઉદાહરણ “રત્નાકરસૂરિ રચિત રત્નાકરપચીશી” છે.
(૪) આત્મસ્વરૂપાનુભવ : પ્રભુ સન્મુખ નિશ્ચય સ્વરૂપથી પોતાનામાં અને પ્રભુમાં કોઈપણ અંતર નથી એમ અનુભવ સહિત પ્રબળ આત્મસ્વરૂપના નિરૂપણ સાથે સ્તુતિ કરવી તે.
- આ રીતે સામાન્ય સ્તુતિ કરવાનો નિયમ છે. ભાવપૂર્વક એક શ્લોકથી તે એક હજારને આઠ સુધી કરાય તો પણ ઓછી છે.
સ્તોત્ર એ ગીત કાવ્યનો એક પ્રકાર છે. ભક્તિમાર્ગના આરાધકો ધર્મભાવનાથી પ્રેરાઈને સ્તોત્ર પાઠ કરતા હતા. આ પ્રવૃત્તિ સમાજ જીવનના એક અંગરૂપ ગણાતી હતી. તેમાં રહેલા ત્યાગ અને વૈરાગ્યના પ્રેરક વિચારો આધ્યાત્મિક માર્ગના દિશા સૂચન રૂપ હતા. સ્તોત્રમાં ઈષ્ટદેવની ભક્તિ સાથે દાર્શનિક વિચારો પણ વ્યક્ત થયેલા હોય છે. હિંદુ, બૌદ્ધ અને જૈન સાહિત્યની ભાષાઓમાં સ્તોત્રોની સંખ્યા વિવિધ પ્રકારની ઉપલબ્ધ થાય છે. જૈન કવિ સિદ્ધસેન દિવાકરસૂરિએ કલ્યાણંદિર સ્તોત્રની રચનામાં પાર્શ્વનાથ ભગવાનનો મહિમા ગાયો છે. જ્યારે માનતુંગાચાર્યે ભક્તામર સ્તોત્રની રચના કરીને ધર્મ ચમત્કારનો પ્રભાવ વર્ણવ્યો છે. શ્રી સોમપ્રભસૂરિનું સુક્ત મુક્તાવલી સ્તોત્ર સ્વરૂપનું છે. આ રચનાઓ સંસ્કૃતમાં હતી તેવા જ પ્રકારની ગુજરાતી રચનાઓ સ્તુતિ નામથી જૈન સાહિત્યમાં પ્રચલિત છે. સ્તુતિ રચનાઓ પ્રાર્થના સ્વરૂપને પણ સ્પર્શે છે.
અંગ્રેજીમાં સ્તુતિ માટે Hymn (હિમ) શબ્દ પ્રયોગ થાય છે. Hymnology સ્તુતિસ્તોત્રનો સમૂહ એમ ઉલ્લેખ મળે છે. આ રીતે સંસ્કૃતના સ્તોત્ર સાહિત્યને અનુસરતી ગુજરાતી ભાષાની કાવ્ય રચનાઓ સ્તુતિ કહેવાય છે તેની સંખ્યા પણ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
(સ્તુતિનાં લક્ષણોને ચરિતાર્થ કરતી મુનિ પદ્મવિજયજીએ રચેલી નેમનાથની સ્તુતિનો પરિચય નીચે પ્રમાણે છે.)
“નમો નેમ નમીનો નભમણિ આવ્યો પદવી ભોગવી સુરતણી, મોક્ષ પામ્યો અષ્ટકર્મણી, લહી અદશ્ય ત્રદ્ધિ અનંત ગુણી.... ||૧|| પ્રથમ કડીમાં નેમનાથ ભગવાનનો પરિચય આપતાં કવિએ જણાવ્યું છે કે તેમનાથ સૂર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org