________________
૨૦૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા આવે છે. સ્તુતિમાં ચાર પદની એક ગાથા હોય છે, જયારે ગાથાની મર્યાદાને કોઈ બંધન નથી. સંસ્કૃત ભાષામાં રચાયેલાં સ્તોત્રોમાં અષ્ટક, દશક, પંચાશીકા, શતક, અષ્ટોત્તર શતક, સહસ્ત્ર નામવાળા વગેરે પ્રાપ્ત થાય છે. સંસ્કૃત સાહિત્યમાં જે સ્થાન સ્તોત્રનું છે તે જ સ્થાન જૈન સાહિત્યમાં સ્તુતિનું છે. સ્તોત્ર રચનામાં ભક્ત હૃદયની લાગણીઓ અને ભક્તિ ઉપરાંત પ્રભુનો મહિમા ગાવામાં આવે છે. ઈષ્ટદેવ ભક્તના સંતાપ હરનાર, ઇચ્છાપૂર્તિ કરનાર પરમ દિવ્ય શક્તિ નિધાન છે.
જૈન કાવ્યપ્રકારોમાં સંસ્કૃત સાહિત્યના સ્તોત્ર પ્રકારની સાથે સંબંધ ધરાવતો લઘુ કાવ્ય પ્રકાર એ સ્તુતિ છે. સંસ્કૃત ભાષાના “સ્તુ' ધાતુ ઉપરથી ઉતરી આવેલો સ્તુતિ શબ્દ છે, જેનો અર્થ પ્રશંસા કરવી, ગુણગાન ગાવા એવો થાય છે. સ્તુતિમાં ભક્તિનો ભાવ કેન્દ્ર સ્થાને છે. ભક્તિભાવ વગર સ્તુતિનો કોઈ અર્થ નથી, સાચા દિલથી કરવામાં આવેલી સ્તુતિ, સ્તુતિ કરનારના હૃદયને સુકોમળ બનાવે છે. સ્તુતિ આત્માની ઊર્ધ્વગતિ કરવામાં ખૂબ મૂલ્યવાન બને સ્તુતિ શબ્દ સંસ્કૃતનો છે અને તેનો અપભ્રંશ માગધી ભાષામાં થઈ–થોય તરીકે પ્રચલિત છે. જૈન સાહિત્ય અને સમાજમાં થોય શબ્દનું પ્રચલન મોટા પ્રમાણમાં જોવા મળે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી અને દૈનિક ક્રિયા વિધિમાં થોયનો ઉપયોગ થાય છે. થોય એ સ્તોત્ર કાવ્ય પ્રકાર હોવા છતાં જૈન સાહિત્યમાં આ સ્વરૂપની કેટલીક વિશેષતાઓ રહેલી છે. અહીં સ્તુતિ માત્ર ગુણાનુવાદ નથી પણ મિતાક્ષરી કાવ્યવાણીમાં ધર્મનું સ્વરૂપ, તાત્વિક વાતો, તહેવારો, તીર્થકરોનો પરિચય અને જીવનના અનન્ય પ્રેરક પ્રસંગોનો સંકેત, તીર્થસ્થળની માહિતી, પ્રભાવ વગેરેનો પરિચય થાય છે. જેના પરિણામે સ્તુતિ દ્વારા વિવિધ પ્રકારનાં જ્ઞાનનો ભવ્ય વારસો સંચિત થયો છે. તેથી સ્તુતિઓ દ્વારા વૈવિધ્યસભર ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સ્તુતિની રચના અક્ષરમેળ કે માત્રામેળ છંદમાં થયેલી હોય છે. સંસ્કૃત ભાષાના છંદોનો ઉપયોગ જૈન સ્તુતિઓ કે થોયમાં જોવા મળે છે. વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા વગેરે છંદો ખાસ પ્રચલિત છે. સ્તુતિ ચાર કડીમાં વહેંચાયેલી હોય છે. એની વિશેષતા એ છે કે પ્રથમ કડીમાં સ્તુતિનો વિષય ક્યો છે તે દર્શાવવામાં આવે છે. બીજી કડીમાં ૨૪ તીર્થકરોનો એક યા બીજી રીતે ઉલ્લેખ કરેલો હોય છે. ત્રીજી કડીમાં શ્રુતજ્ઞાન કે આગમશાસ્ત્રની વાણીનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. જયારે ચોથી કડીમાં યક્ષ-યક્ષિણીનો નિર્દેશ કરેલો હોય છે. આમ ચાર કડી જુદી જુદી રીતે સ્તુતિના વિષયને વ્યક્ત કરે છે. પરિણામે સ્તુતિ દ્વારા ક્રમિક રીતે વિષયવસ્તુની રજૂઆત થાય છે. ચોથી ગાથામાં કવિના નામનો ઉલ્લેખ પણ અન્ય કાવ્ય પ્રકારોની સમાન જોવા મળે છે.
ચૈત્યવંદન ભાષ્યમાં સ્તુતિનાં શાસ્ત્રીય લક્ષણો નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે :
અહિ ગય જિણ પઢમ થઈ, બીયાસવાણ, તઈય નાણસ્સ, વેયાવચ્ચગરાણ, ઉવઓગ€ ચઉત્થ થઈ પરા
પ્રસ્તુત ગાથાનું ભાષાંતર નીચે પ્રમાણે આપવામાં આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org