________________
પ્રકરણ-૩
૨૦૫
અષ્ટાપદ ગિરિ ઉપરે જિન ચોવીશે જોય, મણિમય મુરતી માનશું ભરતે ભરાવી સોપ. ૩ સમેત શિખર તીરથ વડું જ્યાં વિશે જિનપાય, વૈભાર ગિરિવર ઉપર શ્રી વીર જિનેશ્વરરાય. ૪ માંડવગઠનો રાજિયોએ નામે દેવ સુપાસ, રિખવ કહે જિન સમરતાં પહોંચે મનની આશ. ૫
૪. શ્રી સામાન્ય જિન ચૈત્યવંદન જય જય તું જિનરાજ આજ મળીયો મુજ સ્વામી, અવિનાશી અકલંકરૂપ જગઅંતર જામી. ૧ રૂપા રૂપી ધર્મ દેવ આતમ આરામી, ચિદાનંદ ચેતન અચિંત્ય શિવ લીલા પામી. ૨ સિદ્ધ બુદ્ધ તુજ વંદતા સકલ સિદ્ધિ વરબુદ્ધ, રામ પ્રભુ ધ્યાને કરી પ્રગટે આતમ રિદ્ધ. ૩ કાલ નવુ સ્થાવર ગમ્યો ભમીયો ભવમાંહી, વિકલેન્દ્રિય માંહી વસ્યો સ્થિરતા નહીં ક્યાંહી. ૪ તિર્યંચ પંચેન્દ્રિય માંહિદેવ કરમેહું આવ્યો, કરી કુકર્મ નરકે ગયો તુમ દરશિન નહીં પાયો. ૫ એમ અનંત કાલે કરીએ પામ્યો નર અવતાર,
હવે જગતારક તુંહી મલ્યો ભવજલપાર ઉતાર. ૬ ભગવાનનો વિશેષણ યુક્ત નિર્દેશ કરીને એમની સ્તુતિ કરવામાં આવી છે. પા. ૧૧૭ સંદર્ભ :
કવિ પંડિત વીર અધ્યયન પા. ૩૧ જેન કાવ્ય પ્રકાશ ભાગ-૧ પા.-૧ જિન ગુણ મંજરી પા. ૧૮ ચૈત્યવંદન ભાષ્ય
૨૬. સ્તુતિ જે ગંભીરપદો અને અર્થ વડે રચાયેલાં હોય, તથા શ્રી જિનેશ્વર દેવના યથાર્થ ગુણોના કીર્તનમાં હોય તે જ સ્તુતિ સ્તોત્રો ઉત્તમ જાણવાં. (હરિભદ્રસૂરિ-ષોડશક ચતુર્થ)
સ્તુતિ કાવ્ય પ્રકારને સ્તોત્ર કાવ્ય સાથે સંબંધ છે. સ્તોત્ર દ્વારા ઇષ્ટદેવને સ્તુતિ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org