________________
૨૦૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા તોરણથી રથ ફેરવ્યો રાજુલ મૂછિત થાય, આંખે આસુડા વહે લાગે નેમજીને પાય. ૪ સોગન આપું માહરા વળી પાછા એકવાર, નિર્દય થઈશું હાલમાં કર્યો મારો પરીહાર. ૫ જીણી ઝબૂકે વીજળી જરમર વરસે મેહ, રાજુલ ચાલ્યાસાથમાં વૈરાગે ભીંજાણી દેહ. ૬ સંયમ લઈ કેવલ વર્મા એ મુક્તિ પુરિમાં જાય,
નેમ-રાજુલની જોડને જ્ઞાન નમે સુખદાય. ૭ આ ચેત્યવંદનમાં કવિએ નેમનાથ ભગવાનના જીવનનો મિતાક્ષરી ઉલ્લેખ કરીને એમની સ્તુતિ કરી છે. પ્રસંગ વર્ણનનો ભાવાહી ઉલ્લેખ કરીને એક રસિક ચૈત્યવંદનની રચના કરી છે.
૨. શ્રી વિશ સ્થાનકનું ચૈત્યવંદન પહેલે પદ અરિહંત નમું બીજે સર્વસિદ્ધ, ત્રીજે પ્રવચન મન ધરો આચાર્ય સિદ્ધ. ૧ નમો થેરાણે પાંચમે પાઠક પદ છઠે, નમો લોએ સવ્વ સાહૂણ જે છે ગુણ ગરિકે. ૨ નમો નાણસ્સ આઠમે દર્શન મન ભાવો, વિનય કરો ગુણવંતનો ચારિત્ર પદ દયાવો. ૩ નમો બંભવય ધારીણું તેરમે ક્રિયા જાણ. નમો તવસ્સ ચૌદમે ગોયમ નમોજિણાયું. ૪ સંયમ જ્ઞાન સુખસ્સનેએ નમો તત્કસ જાણી,
જિન ઉત્તમ પદ પદ્મને નમતાં હોય સુખી આણી. ૫ વીશ સ્થાનક તપની આરાધનાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય છે એવા ૨૦ સ્થાનકનો (૧૧૬) નામોલ્લેખ સ્તુતિરૂપ થયો છે.
૩. શ્રી પંચતીર્થનું ચૈત્યવંદન આજ દેવ અરિહંત નમું સમરૂ તોરૂં નામ, જયાં જયાં પ્રતિમા જિનતણી ત્યાં ત્યાં કરૂં પ્રણામ. ૧ શંત્રુજય શ્રી આદિદેવ નેમ નમુગિરનાર, તારંગે શ્રી અજિતનાથ આબુ ઋષભ જુહાર. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org