________________
પ્રકરણ-૩
૨૦૩ દ્રવ્ય પૂજા અને ભાવપૂજાની દૃષ્ટિએ વિચારીએ તો ચૈત્યવંદન એ ભાવપૂજાની ક્રિયા છે ચૈત્ય વિશેની માહિતી પ્રાપ્ત કર્યા પછી ચૈત્યવંદન કરવા માટે રચાયેલાં વિવિધ ચૈત્યવંદનનું જ્ઞાન પણ આવશ્યક છે ચૈત્યવંદન તીર્થંકર ભગવાન એમનો મિતાક્ષરી પરિચય, જીવનનો એકાદ પ્રેરક પ્રસંગ, આબુ-ગિરનાર-શત્રુંજય, પાવાપુરી, સમેતશિખર અષ્ટાપદ આદિ તીર્થ, વિવિધ પ્રકારના તપની આરાધનાના સંદર્ભમાં રચાયેલાં ચૈત્યવંદન રોહગિણીતપ, વીસસ્થાનકતપ, વર્ધમાનતપ વગેરે નવપદ (સિદ્ધચક્ર), તિથિ વિષય બીજ, પાંચમ અષ્ટમ, એકાદશી, પર્વ આરાધનાની તિથિઓમાં જ્ઞાનપંચમી, કાર્તિક પૂર્ણિમા, મૌન એકાદશી, પર્વાધિરાજ પર્યુષણ, દીવાળી, પ્રભુનાં લાંછન આયુષ્ય-ગણધર, વર્ણ, સામાન્ય જિન વગેરે પ્રકારનાં ચૈત્યવંદન રચાયાં છે ટૂંકમાં કહીયે તો તીર્થકર, તીર્થ, પર્વઆરાધના તપની આરાધના અને સામાન્ય જિન એમ પાંચ પ્રકાર છે.
ચૈત્યવંદનની ભાષા સરળ અને પ્રાસાદિક છે ભગવાનના જીવન વિષયક ચૈત્યવંદનમાં પ્રસંગ નિરૂપણથી લઘુ કથાનો આસ્વાદ થાય છે. મોટે ભાગ ચૈત્યવંદનની રચનામાં જૈન ધર્મના તીર્થંકરો, તીર્થ અને જ્ઞાન વિષયક વિચારો પ્રગટ થાય છે એટલે ચૈત્યવંદન એક રીતે પ્રભુને વિંદનની ક્રિયા છે તો બીજી રીતે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા ભક્તિમાં ઐક્યતા સાધવા માટેનું શુભ નિમિત્ત
છે. નવપદના ચૈત્યવંદનમાં નવપદનાં નામ-આરાધનાનો ઉલ્લેખ, વિશસ્થાનકના ચૈત્યવંદનમાં વિશસ્થાનકની વિધિ પર્યુષણના ચૈત્યવંદનમાં પર્યુષણની આરાધનાનો મિતાક્ષરી ઉલ્લેખ, તીર્થ વિષય ચૈત્યવંદનમાં તીર્થની માહિતી દ્વારા તેના પ્રત્યેની ભક્તિ ભાવના જાગ્રત થાય, તીર્થંકર વિષય ચૈત્યવંદનમાં ભગવાનનાં જીવન વિષયક માહિતીનો ઉલ્લેખ, જ્ઞાનપંચમી મૌન એકાદશીમાં પર્વની આરાધનાની માહિતી, સામાન્ય જિન ચૈત્યવંદનમાં પ્રભુનો વિશેષણ યુક્ત પરિચય મળે છે. એટલે ચૈત્યવંદન જ્ઞાનપ્રાપ્તિનું એક સાધન છે. જરૂર છે માત્ર ચૈત્યમાં બિરાજમાન પ્રભુ પ્રત્યેની સમર્પણશીલ ભક્તિ અને ભાવપૂજાની એકાગ્રતા.
અત્રે દષ્ટાંતરૂપે કેટલાંક ચૈત્યવંદન પ્રગટ કરવામાં આવ્યાં છે તે ઉપરથી વિશેષ માહિતી પ્રાપ્ત થાય તેમ છે. ચૈત્યવંદન એવો જ્ઞાન ભક્તિ અને ક્રિયાના ત્રિવેણી સંગમથી ભાવપૂજાની ઉચ્ચકોટિની ભવ્યાત્માની સ્થિતિનું દર્શન. ગર્ભગૃહમાં બિરાજમાન દેવાધિદેવ ભાવપૂજાથી મનમંદિર-અંતરમાં બિરાજમાન થાય એવી અમૃત સમાન ચારિત્રાદિ ચૈત્યવંદનના ક્રિયા આત્મવિકાસમાં મહાન નિમિત્ત છે.
૧. નેમનાથનું ચૈત્યવંદન બાલ બ્રહ્મચારી નેમનાથ સમુદ્ર વિસ્તાર, શિવાદેવીનો લાડલો રાજુલ વર ભરતાર. ૧ તોરણ આવ્યા નેમજી પશુડે માંડ્યો પોકાર, મોટો કોલાહલ થયો નેમજી કરે વિચાર. ૨ જો પરણું રાજુલને તો જાય પશુનાપ્રાણ, એમ દયા મનમાં વસી ત્યાંથી કીધું પ્રયાણ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org