________________
પ્રકરણ-૨
સલોકોની રચના મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર સરસ્વતી, ગુરુ અને દેવની વંદનાથી કરીને વસ્તુ નિર્દેશ કરવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો –
સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવગુરુ તાણી આજ્ઞા માંગુ, જિહ્વાગે તું બેસજે આઈ, વાણી તણું તું કરજે સવાઈ.
॥ ૧ ॥
આ સલોકોમાં લગ્નના પ્રસંગનું વૈવિધ્યસભર અને આકર્ષક નિરૂપણ થયું છે. તેમાં શ્રૃંગાર રસની સ્થિતિ ભાવવાહી બની રહે છે. વેશભૂષા, આભૂષણો, નેમકુમારને લગ્ન કરવા માટે રાણી સત્યભામાની પ્રલોભનયુક્ત વાણી વગેરે સલોકોની કાવ્યકૃતિના આભૂષણ રૂપ સ્થાન ધરાવે
છે.
૮૫
નેમકુમારને જલક્રીડા દ્વારા પરણવાની ઇચ્છા જાગૃત કરવા માટે લક્ષ્મીજી, સત્યભામા, રૂક્મણી વગેરે રાણીઓ એકત્ર થઈને લલચાવે છે. કવિના શબ્દો છે.
ચાલો પટરાણી સહવે સાજે, ચાલો દેવરિયા ન્હાવાને કાજે, જળક્રીડા કરતાં બોલ્યા રૂક્ષ્મણી, દેવરીયા પરણો છબીલી રાણી. વાંઢા નવ રહીએ દેવર નગીના, લાવો દેરાણી રંગના ભીના, નારી વિના તો દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું. પરણ્યા વિના તો કેમ જ ચાલે, કરી લટકો ઘરમાં કોણ માલે, ચૂલો ફુંક થો પાણીને ગળશો, વેલા મોડા તો ભોજન કરશો. વાસણ ઉપર તો નહિ આવે તેજ કોણ પાથરશે તમારી સેજ, પ્રભાતે લુખો ખાખરો ખાશો, દેવતા લેવા સાંજરે થશો.
Jain Education International
|| ૨૦ |
-
॥ ૨૧ ॥
॥ ૨૨ ||
મોટાના છોરૂં નાનેથી વરીયા, મારું કહ્યું તો માનો દેવરીયા, ત્યારે સતભામા બોલ્યાં ત્યાં વાણ, સાંભળો દેવરીયા ચતુર સુજાણ. | ૨૬ ॥ ભાભીનો ભરોશો નાશીને જાશે, પરણ્યા વિના કોણ પોતાની થાશે, પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને ક૨શે.
|| ૨૪ ||
॥ ૨૭ || નેમકુમારને પરણવા માટે પ્રલોભન યુક્ત વચનોની સાથે રાધારાણી તે સંબંધમાં કેટલાક વિચારો દર્શાવે છે તેનું ઉદાહરણ જોઈએ તો
ત્યારે રાધિકા આઘેરા આવી, બોલ્યાં વચન તો મોઢું મલકાવી. શી શી વાતો કરો છો સખી, નારી પરણવી રમત નથી.
કાયર પુરુષનું નથી એ કામ, વાપરવા જોઈએ ઝાઝેરો દામ. કવિએ વસ્ત્રાભૂષણની માહિતી આપતાં નીચે પ્રમાણે જણાવ્યું છે.
ઝાંઝર નુપૂર ને ઝીણી જવમાળા, અણઘટ વી ઘાટે રૂપાળા, પગ પાંને ઝાઝી ઘુંઘરીઓ જોઇએ. મ્હોટે સાંકળે ઘુઘરા જોઇએ. સોના ચુડલો ઘુઘરાનો ઘાટ, છલ્લા અંગુઠી અરિસા ઠાઠ, ઘુઘરી પોંચી ને વાંક સોનેરી, ચંદન સૂડીની શોભા ભલેરી.
For Private & Personal Use Only
|| ૩૨ ||
|| ૩૩ ||
|| ૩૪ ||
www.jainelibrary.org