________________
પ્રકરણ-૨
૧૧. છંદ છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ, નિયમથી બનેલી કવિતા વૃત્ત, છંદમાં રચેલા સ્તોત્રો દ્વારા દેવોની સ્તુતિ કરાય છે, તે ઉપરથી “પવાડા' અને “શલોકા'ના સમાન અર્થનો વાચક આ છંદ' શબ્દ બન્યો છે. સામાન્ય રીતે છંદ' રચના એક છંદમાં હોય છે, પણ અપવાદરૂપે કોઈ છંદમાં છંદ, દેશી અને ગીત એ ત્રણેનું મિશ્રણ હોય છે.
છંદ રચનાનો હેતુ ભાષામાં લાલિત્ય લાવવા માટે છે, પણ આવું લાલિત્ય ઉપલબ્ધ રચનાઓમાં અલ્પ પ્રમાણમાં મળે છે. તેમ છતાં આવી પદ્ય રચનાઓ એક કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે. આ રચના ઉપર ચારણી ભાષાનો પણ પ્રભાવ છે.
છંદના બે પ્રકાર છે : વૈદિક છંદ અને લૌકિક છંદ. વેદના મૌલિક સાત છંદ છે : ગાયત્રી, ઉણિગુ, અનુરુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટભ અને જગતી. વેદથી જુદા છંદ તે લૌકિક છંદ કહેવાય છે. આવા લૌકિક છંદોનો સાહિત્યમાં વિશેષ પ્રયોગ થયો છે.
એક જ છંદમાં કાવ્ય રચના કરવા માટેની પ્રેરણા સંસ્કૃત સાહિત્યના સ્તોત્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થઈ હોય એમ માનીએ તો વધુ યોગ્ય લાગે છે. સ્તોત્રમાં સંસ્કૃતમાં કોઈ એક છંદની પસંદગી કરીને રચના થાય છે. એક હજાર વર્ષ પહેલાનું ચારણી સાહિત્ય મળી આવે છે, તેના સાહિત્યમાં માત્રામેળ છંદોનો પ્રયોગ થયેલો છે. એક જ છંદમાં લાંબી-ટૂંકી રચનાઓ જેવી કે ઝૂલણાં, સોઢા, રામદેપારા, કુંડળિયા, રાવદુદારી રાયસિંહ માનાણી રાકવિત, ચૂડાસમા રીઝમાળ, રાધાનિસાણી, જામરાયસિંહરી ગજગત.
ચારણી સાહિત્યના પ્રભાવથી કવિ પ્રેમાનંદ પૂર્વેના જૈન મુનિઓએ કાવ્યરચના કરી છે. તેનાં કેટલાક ઉદાહરણો પ્રાપ્ત થાય છે. કવિ ઋષભદાસના કુમારપાળ રાસમાં કેટલીક પદ્યરચનાઓ ચારણી સાહિત્યના પ્રભાવવાળી છે. મીરાંબાઈ, પ્રેમાનંદ અને શામળની રચનાઓ પર ચારણી સાહિત્યનો પ્રભાવ છે. જૈન સાહિત્યમાં મુખ્યત્વે ઝૂલણા અને ભુજંગી છંદમાં રચનાઓ થઈ છે. છંદ સાહિત્ય ઘણી મોટી સંખ્યામાં રચાયેલું છે. પ્રસ્તુત નિબંધમાં નમૂનારૂપ છંદ રચના પર અવલોકન કરવામાં આવ્યું છે.
રણમલ્લ છંદ : “રણમલ્લ છંદ' એ ઈડરના રાવ રણમલ્લની પરાક્રમ ગાથાને વર્ણવતું ઐતિહાસિક વીર કાવ્ય છે. ૭૦ કડીની આ નાની ઐતિહાસિક કૃતિ તેના કાવ્યબંધની દઢતાની દૃષ્ટિએ, તે સમયની ભાષાની દૃષ્ટિએ, છંદની દૃષ્ટિએ, વીરરસના નિરૂપણની દૃષ્ટિએ તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. આ કાવ્યમાં મુખ્યત્વે રણમલ્લની વીરતાનું અને યુદ્ધનું વર્ણન હોવાથી કવિ “શ્રીધર વ્યાસે એમાં વીરરસનું સફળ આલેખન કર્યું છે.
અંબિકા દ ઃ જૈનેતર છંદ રચનાઓમાં કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે. અંબિકા છંદ નામનું નાનું સ્તોત્રકાવ્ય “કીર્તિમેરૂ” નામના કવિએ સંવત ૧૪૮૭માં રચ્યું છે. તેમાં અંબિકા દેવીની “ખંડ હરિગીત છંદ' માં સ્તુતિ કરવામાં આવી છે.
ભવાનીનો છંદ : કોઈ લઘુનાકરે રચેલો ગ્રંથ ભંડારોમાં નોંધાયેલો છે, તદુપરાંત રેવાજીના છંદ, અંબા માતા અને બહુચરાજી માતાના છંદ પણ રચાયેલાં છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org