________________
૭૨.
-
(૧ ).
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા માસનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે. (ચ-૮)
આવ્યો આષાઢો માસ નાવ્યો ધૂતારો રે, મુન્કિ ઝૂળ્યો વિરહ-ભુજંગ કોઈ ઊતારો રે ? વિરહતણું વિષ વ્યાપ્યું સઘલિ માહરી ફૂલશી દેહડી દાઘી રે, સકડાલના સુત-પાખે બીજો નહીં કો મંત્ર વાદી રે. એહના જહિરની ગતિ અનેરી માનઈ નહી મંત્ર નિ મોહરો રે,
એક વાતનો અંત ન આવઈ દુઃખ પણિ આપિ દુહરો રે. બારમાસમાં વર્ષાઋતુમાં એકાએક પરિવર્તન આવે છે અને વિરહિણી નાયિકાનાં મનોવેદના વધુ પીડાકારક બને છે. વર્ષાના વિરહની વેદનાને વાચા આપતી કવિ પંડિત વીર વિજયજીની સ્થૂલિભદ્રની શિયળવેલની પંક્તિઓ કોશાના ચિત્તની સ્થિતિનો વાસ્તવિક પરિચય કરાવે છે. કવિના શબ્દો છે.
હો સજની રે, પ્રીતમજી પ્યારો રે હજીય ન આવીયો હો સજની રે ચતુર રે નર ખબર ન કોઈ લાવીયો, હો સજની રે ચાલ્યો રે મુઝ કરી અવધિ ઘડી ચારની હો સજની રે સુખીયો તે શું જાણે વેદના નારની. હો સજની રે એક વિરહ દુઃખ બીજું ધનજલ ગણડે હો સજની રે દુઃખીયાના શિર ઉપર દુઃખ આવી પડે, હો સજની રે પાવસ માસે જલ વરસે ધન ઘોરીયો હો સજની રે માહરે રે કંદર્પતણો વન મોરીયો. હો સજની રે અંગ વિનાનો પણ રે થાનકને દહે હો સજની રે અંગુઢ ઘુંટી રે ઝંઘાયે રહે, હો સજની રે જન્ને સાથલ રે ભગનાભી ફરે હો સજની રે બંધને છાતી રે ઉરોજા ધરે. હો સજની રે ગલસ્થલને લોચન રે નિલાઓ શિરે,
હો સજની રે વિવધરનું વિષ વાપ્યું મણિ મંત્ર હરે. સદર્ભ :૧. ગુજ. સાહિ.-ઇત. પા. ૨૫૦
ગુજ. સાહિ. સ્વ. પા. ૨૫૫, ૨૫૯, ૨૬૫, ૨૬૬ ૨. એજન પા. ૨૭૯ ૩. એજન પા. ૨૭૭ ૪. બારમાસ-તિથિ-વાર કાવ્યો બીજમાં વૃક્ષ તું–પા. ૧૪૮.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org