SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ '૧૩૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આ ગઝલોમાં વ્યક્ત થયેલા વિચારો પ્રાચીન દષ્ટાંતોનો સૂચક ઉલ્લેખ કરીને સાંસ્કૃતિક મૂલ્યોનું સમર્થન કરે છે. સત્ત્વશીલ સાહિત્યમાં આવા વિચારોનું પ્રતિપાદન થાય તે ઇચ્છવા યોગ્ય છે. આ દૃષ્ટિએ વિચારીએ તો ધાર્મિક વિષયો દ્વારા માનવજન્મની સફળતા અને વ્યવહાર શુદ્ધિથી સાચા માનવી બનવા માટેની કલ્યાણકારી ભૂમિકા પૂરી પાડે છે. ગઝલોના વિકાસનો વિચાર કરતાં તેમાં રહેલી પ્રયોગશીલતા ધ્યાન ખેંચે છે. “ગઝલના કાવ્ય રૂપને સંયોજીને એક નવીન સંસૃષ્ટિરૂપ gross genere સર્જવાના આશયથી ગઝલકાર પ્રયોગ તત્પર બને છે. આવાં સંયોજનો સૉનેટ-ગઝલ, દુહા-ગઝલ, ગઝલમુક્તક, ગીત-ગઝલ, ઠુમરી-ગઝલ, એમ થતાં રહ્યા છે.” (૭) “ગઝલમાં લય સાધ્ય કરવામાં સંગીતનું પ્રદાન વિશેષ મહત્વનું છે. તેના દ્વારા સ્વરતાલના સાતત્યને લીધે એકાગ્રતાનું વાતાવરણ સર્જી શકાય છે. આવી એકાગ્રતા જ સફળતાનું સૂચન કરે છે.” (૮) ગુજરાતી ભાષામાં પ્રારંભની ગઝલો છંદ પૂરતી જ સીમિત હતી. બાલાશંકર કંથારિયાની ગઝલનું ઉદાહરણ જોઈએ તો ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગયું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.” (૯) - મણિલાલ નભુભાઈ દ્વિવેદી “અહા? હું એકલો દુનિયા બિયાબાંમાં સૂનો ભટકું, રઝળતો ઈશ્કને રસ્તે, અહીંતહીં આંધળો અટકું.” (૧૦) - કવિ કલાપી “યારી ગુલામી શું કરું, તારી સનમ, ગાલ ચૂમું કે પાનીએ તુંને સનમ.” (૧૧) આ ગઝલો ભૈરવી રાગમાં ગવાતી હતી તે ઉપરથી ગઝલનું શાસ્ત્રીય રાગ સાથેનું સંયોજન થયેલું લાગે છે. ગઝલના છંદો માત્રામેળ છે. આ છંદો એટલા બધા સ્થિતિસ્થાપક છે કે ચતુષ્કલ, પંચકલ, પકલ, સપ્તકલ એમ ગમે તે રીતે વાંચી શકાય છે. અર્થાત્ કરવા, ધુમાળી, ત્રિતાલપંજાબી, ઝપતાલ, દાદરા, એકતાલ, રૂપક કે દીપચંદી એમ જુદી જુદી માત્રાવાળા તાલમાં સહેલાઈથી બેસાડી શકાય છે. - રાગોનું મિશ્રણ કાવ્યના ભાવમાં અતિસુંદર લાગે છે. ગઝલનું માધ્યમ સંગીતમાં વધુ લોકપ્રિય થયું છે. (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy