________________
પ્રકરણ-૨
૧૩૧ પર્યુષણની અને અક્ષયનિધિ તપની ગઝલ વિષયની દૃષ્ટિએ નવીન હોઈ ગઝલોમાં નવું આકર્ષણ જમાવે છે. કવિનો શાંતિનાથ ભગવાન પ્રત્યે વિશેષ ભક્તિભાવ રહ્યો છે એમ એમની કૃતિઓ પરથી નિષ્કર્ષ તારવી શકાય છે. શાંતિનાથ ભગવાનની ગઝલો, સ્તવન, પંચકલ્યાણકપૂજા તેના ઉદાહરણરૂપ છે. એમણે બે કવ્વાલી સંસ્કૃત ભાષામાં રચી છે. જેમાં શાંતિનાથ ભગવાનનો મહિમા ગાવામાં આવ્યો છે. કવિનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ અહીં પ્રગટ થાય છે. એમનું ભાષા પ્રભુત્વ કવિત્વ શક્તિનું ઘોતક છે.
૫. મણિવિજયજીએ ઉપા. વીરવિજયજી સમાન સ્તવન રચનાઓમાં ગઝલનો પ્રયોગ કર્યો છે.
આચાર્ય લબ્ધિસૂરિએ જૈન સાહિત્યની ગઝલના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. વિષયવૈવિધ્યની સાથે કલાત્મક અભિવ્યક્તિ પણ નોંધપાત્ર છે. બારભાવના, ચારભાવના, તત્ત્વત્રયી, વ્યસનનિષેધ, ઉપદેશાત્મક વૈરાગ્યભાવનું નિરૂપણ અને માનવીયગુણોના વિકાસમાં સંસ્કાર સિંચન કરે તેવી આધ્યાત્મિક અને વ્યવહાર જીવન વિષયક ગઝલોની રચનાથી જૈન સાહિત્યની ગઝલોને સમૃદ્ધ કરી છે. જૈન સાહિત્યના પ્રથમ કોટિના ગઝલકાર તરીકે એમનું સ્થાન છે. કવિનો મિજાજ ને મસ્તી ગઝલોમાં નિહાળી શકાય છે. સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ આ. લબ્ધિસૂરિની તુલનામાં અન્ય કવિઓ નભોમંડળમાં તારલા સમાન છે. જ્યારે આ. લબ્ધિસૂરિ સૂર્યસમાન પ્રકાશપુંજ પાથરીને ગઝલને વિશાળ ફલક પર તરતી મૂકે છે. સાંપ્રદાયિક વિષયોની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ થાય અને માનવીય ગુણો પ્રત્યે આદર થાય તેવા વિચારો પ્રગટ કરતી ગઝલો જન સાધારણને સ્પર્શી શકે તેવી ઊંચી ગુણવત્તા ધરાવે છે.
આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજયજીની બે ગઝલોમાં ગુરુવિરહથી ઉદ્ભવેલી લાગણી, શુભભાવના, પ્રત્યુપકાર વ્યક્ત કરીને ગુરુ મહિમા પ્રગટ કરે છે. આ ગઝલો કરૂણરસની ભાવવાહી હૃદયસ્પર્શી અભિવ્યક્તિના ઉદાહરણરૂપ છે. કવિઓની ગઝલો મુખ્યત્વે ભક્તિ રસપ્રધાન હોવાથી શાંત રસની અનુભૂતિ કરાવે છે જયારે પુણ્યવિજયજીની બે ગઝલ રસની દષ્ટિએ વિચારતાં વધુ આકર્ષક બને છે.
આ. દક્ષસૂરિની સ્તવનાવલિમાં પ્રભુભક્તિ વિષયક ગઝલો પ્રાપ્ત થાય છે.
કેટલીક પ્રકીર્ણ ગઝલોમાં જ્ઞાન અને ભક્તિના સમન્વયની સાથે આત્મસ્વરૂપ ચિંતન, જિનવાણીનો મહિમાં, ગુરુવિરહ, વૈરાગ્યભાવના, તીર્થમહિમા વગેરે વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે.
જૈન સાહિત્યની ગઝલો સ્થળવર્ણનથી શરૂ થયા પછી ક્રમશઃ આધ્યાત્મિક વિચારોને વિવિધ રીતે સ્પર્શે છે. સૂફીવાદની વિચારધારામાં આધ્યાત્મિક વિચારોને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા છે તદ્અનુસાર જૈન સાહિત્યની ગઝલો પણ અધ્યાત્મ માર્ગની ચિંતન અને મનન કરવા લાયક પ્રસાદી છે. આત્મ વિકાસ માટે વૈરાગ્યભાવ પોષક હોવાથી જુદા જુદા સ્વરૂપમાં રચનાઓ થઈ છે તેમાં ગઝલ પ્રકારની કૃતિઓ પણ સમર્થન આપે છે. સમગ્ર રીતે વિહંગાવલોકન કરતાં ગઝલોમાં વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org