________________
પ્રકરણ-૨
૧૩૩
ગઝલ રચનાના સંદર્ભમાં શાસ્ત્રીય રાગ-તાલનું સંયોજન પણ મહત્વનું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યની ગઝલોમાં આવો પ્રયોગ થયો છે. આ અંગેનાં કેટલાંક ઉદાહરણો અત્રે નોંધવામાં આવ્યાં છે.
લગભગ બધીજ ગઝલોમાં રદીફનું અનુસરણ થયેલું છે, રદીફની સાથે અને સ્વતંત્ર રીતે કાફિયા પણ સ્થાન પામ્યો છે. કેટલીક ગઝલોના “શેર'ની ચોથી પંક્તિનું પ્રત્યેકનું પુનરાવર્તન ગીત, કાવ્ય ગરબો કે દેશની ધ્રુવ પંક્તિ સમાન સ્થાન પામ્યું છે. તેના પરિણામે આવી ગઝલોમાં વેધક વિચારો પ્રગટ થયા છે.
જૈન સાહિત્યની ગઝલોનું અવલોકન કરતાં એમ જાણવા મળે છે કે કવિઓએ ગઝલને એક રાગ તરીકે સ્વીકારીને તેનું સર્જન કર્યું છે. ગઝલનો પ્રભાવોત્પાદક લય, કવ્વાલીની વિશિષ્ટ પ્રકારની ગેયતાથી પ્રેરાઈને ગઝલ કવ્વાલીનું સર્જન થયું છે. પરિણામે તેનું છંદશાસ્ત્રની રીતે મૂલ્યાંકન કરતાં બંધારણ અંગેની ત્રુટિઓ રહેલી છે. માત્ર લય-ગેયતાને મહત્વ આપીને ગઝલોની રચના થઈ છે ત્યારે તેના બંધારણની અપેક્ષા પૂર્ણ થઈ શકે નહિ તે સ્વાભાવિક છે. કેટલાંક ઉદાહરણો પરથી ગઝલો વિષે વધુ માહિતી મળી શકે તેમ છે. આચાર્ય લબ્ધિસૂરિની ગઝલો ઉદા. તરીકે જોઈએ તો –
“લગી હૈ ચાહ દરશનકી મિટા દોગે તો ક્યા હોગા.” કવિએ અહીં રાગ-ગજલ, કવ્વાલી એમ નોંધ્યું છે.
ભજો મહાવીર કે ચરણો, છુડા દેગા જનમ મરણોં.” “કુંથુજિન મેરી ભવભ્રમણા, મિટા દોગે તો ક્યા હોગા.”
“રૂષભજિન સુન લિયો ભગવાન, અરજ તુમસે ગુજારું છું.” આ ઉદા. માં કવિએ “રાગ ગજલ” એમ લખ્યું છે.
શાસ્ત્રીય રાગો અને દેશીઓના ચાલ વાળી ગઝલ-કવ્વાલી રચનાઓ પણ ઉપલબ્ધ થાય છે. ઉદા.
“મેં ભેટયા આદિનાથજી, હર્ષ અપાર, હર્ષ અપારી, આનંદકારી રાગ રોગ હર કવાથજી. હર્ષ અપાર.”
અહીં ગઝલ-ભૈરવી રાગનો સુમેળ સધાયો છે.
ચંદા પ્રભુજી પ્યારા, મુઝકો દીયો સહારા.” અહીં કવિએ રાગ–કવ્વાલીનો ઉલ્લેખ કર્યો છે.
| વિજય માણિક્યસિંહસૂરિ કૃત મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજાની ચોથી ઢાળમાં રાગસોહની-કવ્વાલીનો પ્રયોગ થયો છે. વળી તે દેશી સાથે સામ્ય ધરાવે છે તે દૃષ્ટિએ દેશીનો ઉલ્લેખ કર્યો છે. દેશી- “રાજા મેરા મિથેની ગયા.” કવિ મનસુખલાલની ગઝલનું ઉદા. જોઈએ તો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org