________________
૩૩૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
દ્વિતીય મંગલ મગધ દેશમાં નયરી રાજગૃહી-શ્રેણીક નામે નરેશ પનવર ગુવ્વર ગામ વસે તિહાં, વસુભૂતિ વિપ્ર મનોહર એક મનોહરુ તસ માનિની, પૃથ્વી નામે નાર, ઇન્દ્રભૂતિ આદેય ત્રણ પુત્ર તેહને સાર | યજ્ઞ કર્મ તેણે આદર્યું, બહુ વિપ્રને સમુદાય, તેણે સમે તિહાં સમોસર્યા, ચોવીશમાં જિનરાય છે ઉપદેશ તેહનો સાંભળી, લીધો સંજયભાર, અગિયાર ગણધર થોપીયા, શ્રી વીરે તેણીવાર II ઇન્દ્રભૂતિ ગુરુ ભક્તિ થયો, મહાલબ્ધિ તણો ભંડાર, મંગલ બીજું બોલીએ શ્રી ગૌતમ પ્રથમ ગણધાર ||રા
તૃતીય મંગલ નંદ નરિંદના પાડલી પુરવરે, સકડાલ નામે મંત્રીસરુએ, છલદે તસ નારી અનુપમ, શીયલવતી બહુ સુખકરુ એ | મુખકરુ સંતાન નવ દોય, પુત્ર પુત્રી સાત, શિયલવંતમાં શિરોમણી, સ્થૂલિભદ્ર જગ વિખ્યાત // મોહવશે વેશ્યા-મંદિર, વસ્યા વર્ષ જ બાર, ભોગ ભલી પેરે ભોગવ્યા, તે જાણે સહુ સંસાર || શુદ્ધ સંજમ પામી વિષય વામી, પામી ગુરુ આદેશ, કોશ્યા વાસે રહ્યા નિશ્ચલ, ડગ્યા નહિ લવ લેશ // શુદ્ધ શિયલ પાલે, વિષય ટાલ, જગમાં જે નરનાર, મંગલ ત્રીજું બોલીએ, શ્રી સ્થૂલિભદ્ર અણગાર. (૩)
ચતુર્થ મંગલ હેમ મણિ રૂપમય ઘડિત અનુપમ, જડિત કોશીસાં તેજે ઝગે એ સુરપતિ નિર્મિત ત્રણ ગઢ શોભિત, મધ્યે સિંહાસન ઝગમગે, બે ઝગમગે જિન સિંહાસને, વાજિંત્ર કોડાકોડ, ચાર નિકાયના દેવતા, તે સેવે બિહુ કરજોડ | પ્રાતિહારજ આઠશું, ચોત્રીશ અતિશયવંત, સમવસરણમાં વિશ્વ નાયક, શોભે શ્રી ભગવંત સુર અસુર કિન્નર માનવી, બેઠી તે પર્ષદા બાર, ઉપદેશ દે અરિહંતજી, ધર્મના ચાર પ્રકાર દાન શીયલ તપ ભાવનાએ, ટળે સઘલાં કર્મ, મંગલ ચોથું બોલીએ, જગમાંહે જિનધર્મ એ ચાર મંગલ, નિત્ય ગાવશે જે, પ્રભાત ધરી પ્રેમ, તે કોડી મંગલ નિત્ય પામશે. શ્રી ઉદયરતન ભાખે એમે
૧૨. નાટક
સ્થૂલિભદ્ર નાટક કવિએ સ્થૂલિભદ્રની શિયળવેલ રચી છે. આજ વિષયની લાવણીની પણ રચના કરી છે. અહીં સ્થૂલિભદ્રનાટક એ શીર્ષકથી કાવ્ય રચ્યું છે. કાવ્યનો પ્રારંભ દુહાથી કરવામાં આવ્યો છે. દુહોએ વિષયવસ્તુનો નિર્દેશ કરે છે. સ્થૂલિભદ્રના પરિવારની માહિતી દુહામાં આપવામાં આવી છે. પાટલીપુત્રનો રાજવી શકટાળ સ્થૂલિભદ્રના રૂપકોશાના જોવન વિશે માહિતી આપી છે.
સ્થૂલિભદ્રને રાજખટપટ ગમતી નથી એટલે મંત્રીપદનો અસ્વીકાર કરે છે. રાજ દરબારમાં સ્થૂલિભદ્ર આવે છે. તેનું શબ્દચિત્ર આ લેખતાં કવિ જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org