________________
પ્રકરણ-૭
૩૩૭.
દ્રાસ તિલક સિરે ધરી આજે રાજદરબાર કર માલા જપતો હરી, સ્થૂલિભદ્ર રામ નામનો જાપ કરે છે. રામનામથી મુક્તિ મળે છે. એમ જણાવીને રામનો મહિમા પ્રગટ થયેલો જોઈ શકાય છે. જૈન સાધુઓ ભગવાન તીર્થકર જિનેશ્વર જેવા શબ્દ પ્રયોગોથી પ્રભુનો ઉલ્લેખ કરે છે. અહીં “રામ” શબ્દ ભગવાનનના પર્યાપરૂપે પ્રયોજયો છે.
રામ નામ હે સકલ કામકો જગત મેં આસરો રામનામ હૈ,
રામ નામ જપતા જે ધીરા જ્ઞાની મુગતી લહે શુભવીરા. દુહા સોરઠી દુહા અને દેશમાં આ કૃતિની રચના કરી છે. અંતે રૂપકોશા પ્રેમદિવાની બની છે. એમ કવિ જણાવે છે. અહીં “નાટક' શબ્દ પ્રયોગનાં સંદર્ભમાં સ્થૂલિભદ્ર સાધુવેશ ધારણ કરીને રાજ દરબારમાં જાય છે. એ જ નાટકના એક અંશ સમાન છે. બાકી નાટકમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. મારવાડી ભાષામાં અનુસ્વારનો વિશેષ પ્રયોગ થાય છે. કવિની આ રચનામાં જૈન દર્શનના સિદ્ધાંતોને શાસ્ત્રીય આધારો આપીને શંકા-સમાધાનનો પરંપરાગત પ્રયત્ન કરીને જ્ઞાનમાર્ગની સનાતન વિચારધારા તરફ દિશા સૂચનનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
અહીં નાટક શબ્દનું અર્થઘટન મોહરાજાના સંદર્ભમાં ઘટાવી શકાય તેમ છે. મોહનીય કર્મના ઉદયથી સ્થૂલિભદ્ર કોશાના સંબંધમાં જીવનનો એક નવો દાવ ખેલે છે અને પછી સાધુવેશ ધારણ કરીને કોશાને ત્યાં ચાતુર્માસ રહી કોશાન વ્રતધારી શ્રાવિકા બનાવે છે આ એક વિશિષ્ટ પ્રસંગ પણ નાટક સમાન છે તે દૃષ્ટિએ સ્થૂલિભદ્ર નાટક ઉચિત ગણાય.
૧૩. ચરિત્ર જૈન સાહિત્યની ચરિત્રાત્મક કૃતિઓના દષ્ટાંતરૂપે પદ્મિની ચરિત્રનો મિતાક્ષરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની રચના (ખ) લમ્બોદયગણિએ સં. ૧૭૦૭માં કરી છે. તેમાં ત્રણ ખંડ અને ૧૬મી છે કવિ હેમરત્નએ ગોરા-બાદલ ચોપાઈ જટામલકત ગોરા બાદલ વાત પણ પદ્મિની ચરિત્ર સમાન છે.
પધિની ચરિત્ર આદિ-શ્રી આદિસર પ્રથમજિન જગપતિયોતિસ્વરૂપ,
નિરભયપદવાસી નમું અકલ અનંત અનૂપ. ચરણકમલ ચિત સું નમું ચોવીઉસમો જિનચંદ, સુખદાયક સેવભણી સાચો સુરતરૂકંદ. સુખસર સારદ સામિની હોજયો માતહજૂર, બુધિ દેજ્યો મુજને બહુત પ્રગટ વચન પંકૂર. જ્ઞાતા દાતા જ્ઞાનધન જ્ઞાનરાજગુરુરાજ, તાસપ્રસાદ થકી કહુ સતીચરિત સિરતાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org