________________
૧૪૯
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ઘડી આશામહી વહેતું ઘડી અંતે નિરાશા છે, વિવિધ રંગો બતાવે તું હસે તેને રડાવે તું.
| ૨ || કેઈની લાખ આશાઓ ઘડીમાં ધુળધાણી થઈ, પછી પાછી સજીવન થઈ રહેલાને હસાવે તું.
| ૩ || રહી મશગુલ અભિમાને સદા મોટાઈ મન ધરતા, નીડરને પણ ડરાવે તું ન ધાર્યું કોઈનું થાતું.
|| ૪ || વિકટ રસ્તા અને તારા અતિ ગંભીર ને ઊંડા, ન મર્મ કોઈ શકે જાણી અતિ જે ગુઢ અભિમાની.
| ૫ || સદાચારી જ સન્તોને ફસાવે તું રડાવે તું, કરે ધાર્યું અરે તારૂં બધી આલમ ફના કરતું.
| ૬ | અરે આ નાવ જીંદગીનું ધર્યું છે હાથમેં તારે, ડુબાવે તું ઉગારે તું શ્રી શુભવીર વિનવે તુજને.
|| ૭ || (પા. ન. ૧૯૨)
આચાર્ય યશોભદ્રસૂરિ
ઔપદેશિક સઝાય આ જીવન એળે જાય છે ભગવાનને ભજશો કયારે ? આયુષ્ય ઓછું થાય છે ભગવાનને ભજશે ક્યારે ? ઘરની સ્ત્રી ઘરેણાં માગે નાનો કીકો છાતીએ લાગે, સૌ સ્વાર્થમાં રાચે છે. ભગવાનને.
|| ૧ || નોકર ચાકર સેવા કરતાં હોઠે એનાં નામો રમતાં, એ રામો ઘાટી ભૂલીને ભગવાનને.
| ૨ || રંક જનો પર છરી ચલાવી શેઠ બન્યો તું શક્તિશાળી, એ નિર્દયતાને છોડીને ભગવાનને.
| ૩ || ઝટપટ દોટ મોટર તારી લક્ષ્મી છે વૈભવ છે ભારી, પણ ખાલી હાથે જવું છે ભગવાનને.
|| ૪ || કપડાં સફાઈવાલાં છે પણ અંતરમાં કાળાં જાળાં છે, નિર્મલ અંતરને કરવાને ભગવાનને.
| ૫ || સુખ શાંતિ સદાયે માગો છો પણ ધર્મધ્યાનથી ભાગો છો, અનુપમ સુખ મેળવવાને ભગવાનને. નેમ વિજ્ઞાનસૂરિ સારા વાચક કસ્તુર ગુર સુખકારા, યશોભદ્ર કહે છે. ચેતન ભગવાનને.
|| ૭ || (પા. નં. ૧૭૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org