________________
૧૬૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા કરવામાં આવે છે કે તેમાં બન્ને વચ્ચે એકરૂપતા સર્જાય છે. રૂપક અલંકાર એકાદ કડીમાં હોય છે જ્યારે રૂપક કાવ્ય રચનામાં સમગ્ર રીતે રૂપકની યોજના કરવામાં આવે છે. સામાન્ય વ્યવહારમાં પ્રચલિત શબ્દોને રૂપક તરીકે કાવ્યરચના દ્વારા વેધક અસર ઉપજાવવામાં આવે છે. કવિની રૂપકયોજના સ્વાભાવિક અને પ્રતિકારક લાગે છે. આ કવિ કર્મ કઠિન હોવા છતાં કુશળ કવિઓએ રૂપક યોજનાથી ઉત્તમ કાવ્યોનું સર્જન કરીને સિદ્ધિ પ્રાપ્તિ કરી છે.
રૂપકપ્રધાન કાવ્યો ઉપરાંત આખ્યાનો અને નાટકોની રચના પણ થઈ છે. ભારતીય સાહિત્ય ઉપરાંત પશ્ચિમના સાહિત્યમાં પણ આવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણમિશ્રનું પ્રબોધ ચંદ્રોદય નાટક પ્રસિદ્ધ છે. વેંકટનાથનું “સંકલ્પ સૂર્યોદય’ અનંત નારાયણનું “મોહ પરજય નાટક', કવિ પદ્મસુંદરનું “જ્ઞાન ચંદ્રોદય', જયશેખરસૂરિનું “પ્રબોધ ચિંતામણિ” વગેરે રૂપક કૃતિઓ સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષામાં રૂપક યોજના નાટ્ય સ્વરૂપના સંદર્ભમાં થઈ છે. અંગ્રેજી ભાષામાં Pilgrim's Progress (કવિ બનિયન) (યાત્રીઓનો સંઘ) લોકપ્રિય રૂપકકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે.
જૈન સાહિત્યમાં “વિવાહલો' નો રૂપક તરીકે પ્રયોગ કરીને દીક્ષા પ્રસંગનો સંદર્ભ દર્શાવ્યો છે. તે દૃષ્ટિએ વિવાહલો રૂપક કાવ્યના ઉદાહરણરૂપ ગણાય છે. રૂપક યોજના દ્વારા નાની-મોટી કાવ્યકૃતિનું સર્જન સરળ નથી. કવિની બુદ્ધિ પ્રતિભા પર અવલંબે છે. જૈન સાહિત્યનું સુપ્રસિદ્ધ રૂપક કાવ્ય ત્રિભુવન દીપક પ્રબંધ છે. તેનો પરિચય નીચે મુજબ છે. મહાકવિ પ્રેમાનંદનું વિવેક વણઝારો રૂપક કાવ્ય વિશેષ પ્રચલિત છે. તેનો ૮૯ કડીમાં કાયા અને મનના સંદર્ભમાં વાણિજ્યનો સંદર્ભ દર્શાવ્યો છે. શ્રાવક કવિ જિનદાસે વ્યાપારી રામ' નામના રૂપક કાવ્યની રચના સં. ૧૭૧૯માં કરી છે. દોશી અને વૈરાગીની વેપારમાં થયેલી જીત અને જૂનરૂપી જુગારીયાની હારની માહિતી દર્શાવી છે.
. કેટલાંક ટૂંકા રૂપક કાવ્યો સચોટ અને વેધક અસર ઉપજાવે તેવાં રચાયાં છે. મધ્યકાલીન કવિઓ ભક્તિના રંગે રંગાયેલા હોવાથી ભક્તિની મસ્તીમાં કેટલાંક રૂપકો દ્વારા તત્વદર્શનના વિચારો પ્રગટ કર્યા હતા. કવિઓએ જને સાધારણ પ્રસિદ્ધ વસ્તુઓનો રૂપકમાં પ્રયોગ કરીને વિશિષ્ટ કાવ્ય રચના કરી હતી. રૂપકથી કવિત્વ શક્તિની સાથે ધર્મબોધ એમ બે પ્રકારની સિદ્ધિ જોવા મળે છે. પ્રચલિત રૂપકોમાં “મન”, “તન', “વણઝારો', “નગર,', “મુસાફર', “ચેતનજી', નિવૃત્તિ', “પ્રવૃત્તિ”, “ચરખો”, “રેંટિયો”, “સાસરું', “રેલગાડી' વગેરેનો પ્રયોગ થયો છે.
રૂપક યોજનાનું મૂળ આગમ સાહિત્યના સમયતી પ્રાપ્ત થાય છે એટલે આ પ્રકારની કાવ્ય સૃષ્ટિ અતિ પ્રાચીન છે.
૧. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી કેશી-ગૌતમી અધ્યયન–૨૩માં રૂપકનો ઉલ્લેખ મળે છે.
હે ગૌતમ ! આપની બુદ્ધિ સરસ છે, કે જે બુદ્ધિએ આ સંશયનું ખંડન કર્યું, હવે એક બીજો પ્રશ્ન રજૂ થાય છે તેનો આપ ખુલાસો કરો. “હે ગૌતમ ! આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો દોડી રહ્યો છે, કે જેના ઉપર આપ આરૂઢ થયેલા છો. ત્યારે શ્રી ગૌતમ કહે છે કે, ઉન્માર્ગ તરફ દોડતા તે ઘોડાને હું આગમરૂપી રજુથી બંધાયેલો કરું છું યાને આગમરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org