SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૧૬૧ લગામથી હું ઘોડાને કબજે રાખું છું, આ ઘોડો ભલે દુષ્ટ હોય તો પણ તે ઉન્માર્ગે જતો નથી પરંતુ માર્ગે ચાલે છે હવે શ્રી કેશીએ શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે, સાહસિક–બીજા “મન” એ કષ્ટ અશ્વ છે જે મનરૂપી દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે. તેને ધર્મ- અભ્યાસ માટે કંથક. જાતિમાન ઘોડાની માફક સારી રીતિએ હું લગામમાં કાબુમાં કરું છું અર્થાત્ દુષ્ટ ઘોડો પણ જો નિગ્રહ યોગ્ય હોય તો જાતિવાન અશ્વ જેવો જ છે. કવિ સમયસુંદર, કવિ રૂપવિજય, કવિ પદ્મવિજય, કવિ આનંદઘનજીની રૂપકાત્મક કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી રૂપક કાવ્યનો વાસ્તવિક પરિચય થશે. ધોબીડાની સઝાય ધોબીડા ! તું ધોજે મનનું ધોતીયુ રે રખે રાખતો મેલ લગાર રે, એણે રે મેલે જગ મેલો કર્યો રે અણ ધોયું ન રાખે લગાર રે. ધોબીડા ૧ | જિન શાસન સરોવર સોહામણું રે સમક્તિ તણી રૂડી પાળ રે, દાનાદિક ચારે બારણા રે માંહી નવતત્ત્વ કમલ વિશાલ રે. || ૨ || તિહાં ઝીલે મુનિવર હંસલા રે પીય છે તપ–જપનીર રે, શમ- દમ આર્દ જે શિલા રે તિહાં પખલે આતમ ચીર રે. ૩ | તપાવજે તપ તડકે કરી રે જળવજે નવ બ્રભવાડ રે, છાંટા ન ઊડાડે પાપ અઢારનાં રે, એમ ઉજળુ હોશે તતકાલ રે. | ૪ || આલોયણ સાબુડો સુધો કરે રે રખે આવે માયા સેવાળ રે, નિષે પવિત્ર પણું રાખજે રે પછી આપણા નિયમ સંભાળ રે. | ૫ | રખ મૂકતો મન મોકળું રે પામેલીને સંકલ રે, સમય સુંદરની શીખડી રે સુખઊ અમૃત વેલ રે. શ્રી ધર્મ કુટુંબ અને પાપ કુટુંબની સક્ઝાય (રાગ- ભરથરી). ચઉવીસ જિન પ્રણમી કરી, સુગુરુ તણે રે પસાય છે; સજઝાય કહું રે સોહામણી, ભણતાં ગણતાં સુખ થાય છે, સુણો સજજન શિખડી. || ૧ || સુદેવ સુગુરુ સુધર્મની, પરીક્ષા ન કરી લગાર છે; દષ્ટિ રાગે રે મોહી રહ્યો, તેણે રોળ્યો રે સંસાર જી. | ૨ || લાખ ચોરાસી રે યોનીમાં, ભમિયો કાળ અનંત જી; જન્મ મરણ દુઃખ ભોગવ્યાં, તે જાણે ભગવંત જી. ૩ || મનુષ્ય જન્મ પામી કરી, પાપ કુટુંબ શું ધરી પ્રિત જી; ધર્મ કુટુંબ નવિ ઓળખું, કામ કર્યા રે વિપરીત જી. || ૪ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy