________________
પ્રકરણ-૩
૨૨૩
કળશ વગેરે પ્રકારની રચનાઓ ઉપલબ્ધ થાય છે.
સ્નાત્રપૂજા, કળશ, ધવલ અને મંગલ જેવી રચનાઓમાં નામ જુદાં છે પણ તાત્વિક રીતે વિચારતાં તેનું વસ્તુ એક જ છે. તેમાં મુખ્યત્વે દેવાધિદેવ, તીર્થંકર ભગવાનના જન્મોત્સવનું કવિઓએ વિવિધ રીતે વર્ણન કરવાનો પ્રયોગ કર્યો છે. ઇંદ્ર મહારાજા મેરુપર્વત ઉપર ભગવાનનો જન્મોત્સવ આડંબર સહિત ઉજવે છે અને એમનો મહિમા ગાય છે. તેનું અનુકરણ મૃત્યુલોકના માનવીઓ સિંહાસનમાં પ્રભુની મૂર્તિની સ્થાપના કરીને જન્મોત્સવ ઉજવે છે. તેની સાથે ઉપરોક્ત રચનાઓને સંબંધ છે. રચનાઓનો સંદર્ભ અત્રે નોંધવામાં આવ્યો છે.
‘વધાવવું એ સન્માનસૂચક ક્રિયાપદ છે. ભક્તો પ્રભુના જીવનના પરમ પાવનકારી કલ્યાણકના પ્રસંગોને ભક્તિભાવપૂર્વક મહિમા ગાઈને વધાવે છે. અક્ષત, સુગંધી ચૂર્ણ, સોના ચાંદીનાં પુષ્પો વગેરેથી પ્રભુને વધાવવામાં આવે છે. આ ક્રિયા એ ભક્તિની બાહ્ય પ્રવૃત્તિ હોવાની સાથે ભક્ત હૃદયની પ્રભુ પ્રત્યેકની શ્રદ્ધાનું પ્રતીક બને છે. વધાવાનાં આવા પ્રસંગોનું નિરુપણ કરવામાં આવે છે, જે પ્રભુની ચરિત્રાત્મક માહિતી પૂરી પાડે છે. તે દષ્ટિએ આવી પદ્ય રચનાનો ચરિત્રાત્મક સાહિત્યમાં સમાવેશ થાય છે. વધારવાનો વિચાર કરતાં બીજી પણ કેટલીક વિગતો જાણવા મળે છે. જૈનાચાર્યોના નગર પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન કે મહોત્સવમાં આગમન થાય ત્યારે તેવા પ્રસંગોમાં એમના સ્વાગતને અનુલક્ષીને ગુરુ મહિમા દર્શાવતી પદ્ય રચનાઓ થતી હતી. આવા પદોને વધાવા નામની સંજ્ઞા આપવામાં આવે છે. જૈન સાહિત્યમાં સૌથી વધુ ચરિત્રાત્મક રચનાઓ વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે.
ભક્ત કવિ સૂરદાસ અને તુલસીદાસનાં પદોમાં “વધાઈ” નામથી પદો રચાયેલાં ઉપલબ્ધ થાય છે. વધાઈ એ લોકગીત સાથે સામ્ય ધરાવતો કાવ્ય પ્રકાર છે. લોક વ્યવહારમાં પુત્ર જન્મના પ્રસંગે વધાઈ ગાવામાં આવે છે. આના પર્યાયરૂપે જૈન સાહિત્યની વધારાની રચનાઓ છે. ‘વધામણી આપવી” નામનો ગુજરાતી ભાષામાં રૂઢપ્રયોગ જાણીતો છે. તેમાં પણ શુભ સમાચાર આપવાથી આનંદ કે હર્ષનો અનુભવ થાય છે. તેમાં પુત્રજન્મ, વિવાહ, જેવા વ્યવહારના પ્રસંગો સ્થાન ધરાવે છે. તો બીજી તરફ તીર્થકર ભગવાનનો જન્મોત્સવ, આગમન, દેશના સાંભળવી, વિદાય, ગુરુનું આગમન એ પણ વધાઈ સ્વરૂપે કાવ્ય રચનામાં સ્થાન પામેલાં છે.
ધવલમાં જન્મોત્સવ ઉપરાંત તીર્થકર ભગવંતની દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગોનું અલગ ઢાળમાં વર્ણન કરવામાં આવે છે.
એક રીતે જોઈએ તો કેટલાક કવિઓએ પંચકલ્યાણક સ્તવનની રચનાઓ કરી છે. તેમાં વધાવા સમાન વસ્તુ નિરૂપણ કરવામાં આવેલ છે. એટલે વધાવાને પંચ કલ્યાણક સ્તવન તરીકે સંજ્ઞા આપીએ તો કાંઈ વાંધો નથી.
સ્નાત્રપૂજામાં માત્ર જન્મોત્સવ કેન્દ્રસ્થાને હોય છે. જ્યારે વધાવામાં જન્મોત્સવ ઉપરાંત પ્રભુનાં દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકનું પણ વર્ણન કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org