________________
પ્રકરણ-૬
૩૧૩
જીવાત્માને બોધાત્મક વિચારો ઉપયોગી છે તે અંગે કવિના શબ્દો છે. ગા. ૬૦-૬૧-૬૨ દશ દષ્ટાંતે દોહિલો લહી નરભવ સાર, શ્રી જિનધર્મ સમાચરે તે પામે ભવપાર.
|| ઉ. || ૬૦ || તરૂણપણે જે તપ મળે પાળે નિર્મળ શીળ, તે સંસાર તરી કરી લો અવિચળ લીલ. || ઉ. | ૬૧ | કોટી રતન કવટી માટે કાંઈ ગમે રે સંસાર, ધર્મ વિના એ જીવને નહીં કોઈ આધાર. || ઉ. ૬૨ //
આ ગર્ભબહોતેરી જૈન દર્શનમાં જીવાત્માના જન્મ અને ગર્ભાવસ્થાનો બાયોલોજી વિજ્ઞાનના સંદર્ભમાં ચિત્રાત્મક પરિચય કરાવે છે. કેવળી ભગવંતે પોતાના દિવ્યજ્ઞાનથી આ જગતના જડ અને ચેતન પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનાં વચનોનો આ રચનામાં સમાવેશ થયો છે.
૬૬. પ્રત્યાખ્યાન ચતુઃસપ્તતિકા ૧૬. પાર્શ્વચન્દ્ર ગચ્છના કવિ સમરચંદે પ્રત્યાખ્યાન ચતુઃસપ્તતિલકાની રચના ૭૪ કડીમાં કરીને વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરવા વિશેની માહિતી આપી છે તેમાં વિવિધ પ્રકારનાં પચ્ચખાણ અને તેના લાભ વિશેની માહિતી રહેલી છે. નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. આદિ-વીર જિર્ણદિઈ ભાખિલજી આવશ્યક સુયબંધ,
છહ અધ્યયનિઈ સંજુઉજી ચલવિત સંઘ સંબંધિ. અંત- હો ભવિયણ કરિ વઉ અહનિશિકલિ,
જિણિ સૂટ કર્મ વિશાલ હો. સમરસિંઘ ઇમ વીનવઈ શ્રી પારસચંદ ગુરૂ સીસ, પચ્ચખાણ વિધિરૂઉ કરી ભવિ પણ ફલઈ જગીસ.
૬૭. સામ્ય શતક ૧૭. સામ્ય શતકની રચના કવિ સિંહસૂરિએ સંસ્કૃત ભાષામાં કરી છે નમૂનારૂપે ગુજરાતીમાં અનુવાદરૂપે સામ્ય શતકના વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે.
મને સમભાવમાં જે કઈ થોડો પણ લય પ્રગટ થયો તે, લયને જલદીથી વચનમાં મૂકવા મારી બુદ્ધિ પ્રયત્ન કરે છે. (૭) આપાચેય ઇન્દ્રિયોના વિયોગમાં રાગ અને દ્વેષનો ત્યાગ કરીને, પ્રવૃતિ કરવી તે ઔદાસીન્ય કહેવાય છે અને તે ઔદાસીન્ય. અમૃત-મોક્ષ માટે રસાંજનરૂપ ઔષધિ છે. (૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org