________________
પ્રકરણ-૩
૨૩૧
ઓગણિ ચોસુંઠ માગશર માસરું રે લોલ, શ્યામ પ્રયોદશિને ગુરુવાર શું રે લોલ. (૬) પ્રથમ વરસે તે દરિશન આપિયું રે લોલ, જાણે આદિત્યનું તેજ વ્યાપિયું રે લોલ રાંદે. (૭)
(પાઠશાળાના વાર્ષિકોત્સવ પ્રસંગનો ગરબો) સંદર્ભ : શ્રી જૈન સ્તવન મંજરી ગહેલી છવ્વીશી
ગરબો
અનોપમ આજ રે ઓચ્છવ રે મહાવીર મંદિર રે, ચાલો જોવા જઈએ હેતે હળી મળી આજ. વાલાવીરનો જનમ દિવસ છે આજનો રે |અનોપમ / ૧ ત્રિશલા કુખે અવતર્યો મહાવીરનો અવતાર, ધન્ય ધન્ય દિવસ તે ઘડી વરત્યોજયજયકાર. થાળ ભરી ભરી મોતીડે વધાવતી રે, છપ્પન કુમરી સજી સૌ શણગાર. ઉભી આરસ પારસમણિ ચોકમાં રે || અનોપમ / ૨ જિન મનરંજન પારણું હીરાનો ઝળકાટ, પોઢ્યા છે. માંહિ મણિ પુનમ મુખ જણાય. હેતે હિંચોળે છો. કંચનવરણી દોરીએ રે, માતાત્રિશાલા હરખ અપાર. એવો દિવસ ઉગ્યો છે આનંદનો રે || અનોપમ | ૩ મોતી તોરણ બારણે દીસે ઝાકઝમાળ, ઇંદ્રાણી આગે નાચે રણઝણ ઈચ્છો થાય. ટઉકા કરતી કોયલ મધુરા મેણાં કંઠની રે, વળી બપૈયા ગાવંતા રૂડા રાગ.
એવું આનંદ આનંદ વીર પારણું રે ! અનોપમ // ૪ પા.નં. ૨૨૨ (મહાવીર સ્વામીના જન્મોત્સવનો ગરબો) સંદર્ભ : શ્રાવક કર્તવ્ય
ગરબી (શિખામણની) બહેની સુણ જો રે મારી હેત શિખામણ એક છે સારી બહેની. (૧) ધનથી મોટાઈ ધારે તે શું આતમ કાજ સુધારે બહેની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org