________________
૧૪
ક્રિયાઓમાં ભાવોલ્લાસ પ્રગટ થતો નથી એટલે આ કાવ્યપ્રકારોનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી તમામ ક્રિયાઓ અમૃત સમાન ફળદાયી નીવડે તેવી પૂર્ણ શક્યતા છે. જ્ઞાન અને ક્રિયાઓ સમન્વય સધાય એટલે આત્મ વિકાસની દિશા પ્રતિ પદાર્પણ થાય અને તેના વિશેષ પુરુષાર્થથી આત્મા મોક્ષમાર્ગનો યાત્રિક બને છે. લોકોની રુચિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તેમાં પણ કાવ્યરુચિવાળા ભક્તો ઓછા છે છતાં કાવ્યપ્રકારોનું જ્ઞાન પ્રાપ્ત થાય તો રુચિનો વિકાસ થાય અને ગાગરમાં સાગર સમાય એ ન્યાયે વિશેષ રીતે જ્ઞાનપ્રાપ્ત થઈ શકે છે.
કાવ્ય પ્રકારો ઉપરાંત જૈન સાહિત્યમાં સંશોધન કરવા લાયક વિષયોની સૂચી આપવામાં આવી છે. વિદ્વાનો જ્ઞાનમાર્ગના ભક્તો અને સાહિત્યપ્રેમી વર્ગને આ સૂચી ઉપયોગી નીવડે તેવી છે અને આ ક્ષેત્રમાં કાર્ય કરવાથી જ્ઞાનના ક્ષયોપશમની સાથે શ્રુત ભક્તિનું ચિરસ્મરણીય સુકૃત લેખાશે. કાવ્ય પ્રકારોના અભ્યાસથી જાણવા મળે છેકે પૂર્વાચાર્યોએ પોતાના દૈનિક જીવનની આવશ્યકક્રિયા સાથે સર્વ સાધારણ જનતાને જૈનધર્મના વિવિધ સિદ્ધાંતોને કાવ્ય રચના દ્વારા સાચું જૈનત્વ પ્રાપ્ત કરવા માટે મહાન સુકૃત કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃત કે અપભ્રંશ ભાષાનું જ્ઞાન નહોય તેવા સર્વસામાન્ય લોકો ગુજરાતી ભાષા દ્વારા જ્ઞાનના વારસાને પામીને આત્મ કલ્યાણમાં પુરુષાર્થ કરે એવી શ્રુતજ્ઞાનની વિરાટ સૃષ્ટિમાં વિહાર કરવાનું શુભ નિમિત્ત આવી કૃતિઓથી પ્રાપ્ત થયું છે તો તેનો આત્મલક્ષી સ્વાધ્યાય કરવાનો અણમોલ અવસર વીતી જાય ત્યાર પહેલાં સહૃદયી વાચકો કાવ્ય સૃષ્ટિમાં વિહાર કરવા તત્પર થયે એમ માનું છું જ્ઞાનનો મહિમા અવર્ણનીય છે. જૈન સાહિત્યનો હેતુમાત્ર આનંદ પ્રાપ્તિનો નથી પણ મોક્ષ માર્ગની સાધનામાં ઉપયોગી આત્માના જ્ઞાન ગુણનો વિકાસ થાય અને પોતાનાં દર્શન, ચારિત્ર, ઉપયોગ, જ્યાં ગુણોનો પણ વિકાસ થતાં આત્મસિદ્ધિનો માર્ગ સહજ પ્રાપ્ત થાય છે એટલે આ પુસ્તકના વિચારો જ્ઞાન અને ભક્તિ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કેવળવવા માટે અમોઘ શસ્ત્ર છે સાધન અને સાધ્ય વિશે સાધક નિશ્ચિત બને પછી કાર્યસિદ્ધિ હાથ વેંતમાં આવી જાય છે.
આ પુસ્તકના પ્રકાશન અંગે મુખ્ય આર્થિક સહયોગનો પ્રેરક ડૉ. જિતેન્દ્ર બી. શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું.
વિશેષ સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભા-૭ પા. ૧૬૭
પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરા પા. ૨
Jain Education International
For Private & Personal Use Only
ડૉ. કવિન શાહ
www.jainelibrary.org