________________
૩૫૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
વાસુપૂજય બોલિકા તા પહૃણપૂરિ ગોરી વિનંતી કરહિ જુ પ્રિય નિસુહા તા દૂસમ કાલિ સૂસમુ અવયરિય ઉદુહહ જલંજલિ દેહ || તા ચલ્લહિ સામિય મયગલ - ગામિય સહલઉ જમ્મુ કરેસ તા વિજારિ બિધિ મંદિર પણમિસ વાસુપુજજુ - તિથ્થસુ || તા ચલ્લાહ સુંદર મણિ નિચ્છ કરિ અદભુદુ કરિ સિણગા તા ગતિવિ અગરૂ કપૂરુ કુસુમ - ચંદન - કયૂરી સારૂ છે. તા પૂજ રયાવહિ માવણ ભાવહિ ચંગુ વિલવણુ અંગિ તા પહિરાવણી વિવિહકારા વહિ સપડિ (૧) નિત નવ-રંગિ
|| ૨ | તા ઉત્સુલ દોં દોં તિઉલી વજહ ગિડિ (?) કરડિ - ઝંકાર તા દો દોં ત્રિખુ નબુ ખુનતા માદલ ઝિગડદિ પડહુ અહસારુ // તા ઝઝુહશુ કારહિ ઝલ્લરિ મણહર કંત સુહાવી તાલ તા ભરરે ભારરે ભેરી સુષ્મઈ છાલ છપલ કંસાલ
| ૩ || ત છે છે છરર આઉજ બજહ વિણ વેણુ અઈમ્મ તા તુંબરુ - સરિ મહુર - સરિ ગાયહિ ગાયણ ખોડહિ કમ્મ તા વાસુપૂજ્ય તિથ્થુયર પસંસહિ સુગુરુ જિસેસરસૂરિ તા ભવિયહુ જણમણ વંબિઉ પાવહુ દુરિઉ પણાસઉ દૂરિ
| ૪ | ૨૮. અધિકાર અધિકારનો શબ્દાર્થ કોઈ કૃતિનો વિભાગ, વિષય, વૃત્તાંત એમ સમજાય છે. “અધિકાર" સંજ્ઞાવાળી કૃતિ પંચસમવાય નામની વિનયવિજય ઉપા. ની - ૫૮ કડીની સં. ૧૭૨૩માં રચાયેલી છે. આ કૃતિને પંચકારણ-સ્યાદ્વાદસૂચક મહાવીર સ્તવન નામની સંજ્ઞા પણ આપવામાં આવી છે.
પંચ સમવાય કારણ એ કોઈ વૃત્તાંતવાળી કૃતિ નથી પણ જૈનધર્મના સ્યાદવાદને આધારે રચાયેલી કૃતિ છે. કોઈપણ કાર્ય કરવામાં પાંચ કારણ નિમિત્તરૂપ છે. તેમાં મુખ્ય અને ગૌણ નિમિત્ત (૧) કાળ સમવાય કારણ, (૨) સ્વભાવ સમવાય છે. કારણ (૩) નિયતિ સમવાય કારણ, (૪) પૂર્વકૃત કર્મ સમવાય કારણ, (૫) ઉદ્યમ સમવાય કારણ.
કવિએ અધિકારનો આરંભ દુહાથી કરીને પાંચ કારણ વિશે પાંચ ઢાળમાં વિચારો વ્યક્ત કર્યા છે. ત્યારપછી છઠ્ઠી ઢાળમાં સ્યાદ્વાદની રીતે અર્થઘટન કરીને સમાધાન કર્યું છે. વસ્તુતત્ત્વને સમજવા માટે એક પક્ષીય વિચાર ન ચાલે. નય-નિક્ષેપ-સપ્તભંગી વગેરેના સહયોગથી તત્ત્વની વાત સ્પષ્ટ રીતે જાણી શકાય છે. કવિએ આરંભમાં મહાવીર સ્વામીની સ્તુતિ કરીને અધિકારની રચના કરી છે. દુહા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org