________________
પ્રકરણ-૭
૩૬૩
૪૦. કુલક - અનાથી ઋષિ કુલક
ઉત્તરાધ્યયન સૂત્રના વીશમા મહાનિગ્રંથીય અધ્યયનમાં અનાથી મુનિનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. અનાથી મુનિ વિશે સજઝાય ગીત અને સંધિ કુલકની રચના થઈ છે.
આ કુલકની રચના ૧૪મી સદીની કોઈ અજ્ઞાત કવિની છે. કુલકના પ્રસંગની માહિતી નીચે પ્રમાણે છે.
મગધરાજા શ્રેણિક મહારાજા કંડકુક્ષી ઉધાનમાં ફરવા આવે છે ત્યાં એક વૃક્ષ નીચે સમાધિસ્થ સુકુમાર યુવાન સાધુને જોઈને નવાઈ પામે છે. મુનિની કાયા તો સુખ ઉપભોગ માટે યોગ્ય હતી રાજાને નવાઈ લાગી કે આ મુનિ ભોગ ભોગવવાના સમયે શા માટે દીક્ષિત થયા હશે ? મુનિના ચરણોમાં વંદન કરી નૃપતિ તેઓને આ યુવાન વયમાં સંયમ ધર્મ ગ્રહણ કરવાનું કારણ પૂછે છે ત્યારે મુનિરાજ જવાબ આપે છે કે હું અનાથ છું મારું કોઈ નથી કોઈ સંરક્ષક નથી એટલે મેં દીક્ષા ગ્રહણ કરી છે ત્યારે શ્રેણિક રાજા તેઓને કહે છે કે હે ભાગ્યશાળી તમારો કોઈ નાથ નથી તો હું તમારો નાથ બનું છું. તમે ચિંતામુક્ત થઈ મિત્ર સ્વજનો સાથે ભોગ ભોગવો. ત્યારે મુનિરાજ પ્રત્યુત્તર વાળે છે તે રાજન્ ? તમે પોતે જ અનાથ છો તો કોઈના નાથ શી રીતે બની શકશો ? રાજા ભ્રમમાં પડી જાય છે કે મગધનો રાજા સત્તા - સંપત્તિનો સ્વામી એવો હું શી રીતે અનાથ ? મુનિવરને પૂછે છે કે હું અનાથ કેવી રીતે ? ત્યારે મુનિવર કહે છે ? હે રાજન ? તમે અનાથનો અર્થ પરમ અર્થ નથી જાણતા માણસ સનાથ અને અનાથ ક્યારે કહેવાય? ત્યારે તેઓ પોતાની આપવીતિ રજૂ કરે છે. હે રાજન ? નાની ઉંમરમાં હું વ્યાધિગ્રસ્ત થયો. આંખોમાં, માથામાં, કમ્મરમાં અત્યંત દારૂણ વેદના થતી હતી અનેક મંત્ર-તંત્ર જાણનારા આવ્યા. વૈદ્યો આવ્યા. ચિકિત્સા કરી પણ તેઓ મને દુઃખ મુક્ત કરી ન શક્યા મારી માતા પણ મારા વ્યાધિને કારણે અત્યંત દુઃખી હતી. મારી પત્ની પણ છાતી પર માથું મૂકી નિરંતર આંસુ સારતી. તેઓ મને દુઃખ મુક્ત ન કરી શક્યા આ મારી અનાથતા હતી. એક રાત્રે મેં વિચાર કર્યો કે આ અસહ્ય વેદનાઓમાંથી એકવાર છૂટકારો થાય તો હું સંયમધર્મ ગ્રહણ કરીશ આમ વિચારી રાત્રે હું સૂઈ ગયો રાત્રિ દરમ્યાન દઈ ક્ષીણ થઈ ગયું સવારે હું સાજો થઈ ગયો? આત્મા જ પોતાના સુખ-દુઃખનો કર્તા છે અને તે જ ભોક્તા છે આત્મા જ પોતાનો મિત્ર છે અને તે જ પોતાનો શત્રુ છે. અહીં આત્માના સંદર્ભમાં વૈરાગ્યસભર બોધપાઠ છે. હવે શ્રેણિક મહારાજાને અનાથનું યથાર્થ સ્વરૂપ સમજાયું.
વિશેષ માહિતી ઉત્તરાધ્યયન સૂત્ર નં. - ૨૦ ઉપરથી પ્રાપ્ત થશે. કુલકમાં તેનો મધ્યમ કક્ષાનો ઉલ્લેખ થયો છે.
અનાથી ઋષિ કુલકની નમૂનારૂપ પંક્તિઓ અત્રે પ્રગટ કરવામાં આવી છે. (ગા. ૧ થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org