________________
૩૩૩
૨.
પ્રકરણ-૭
સકલ સુરાસુર સેવિતપાય પ્રણમી વીર જિસેસરરાય, તસ શાસન ગુરુપદ પટધર જગર્તિઇ ગુણસું સોહાકરું. પહિલ પ્રણમું ગૌતમસ્વામી સર્વસિદ્ધિ હુંઈ જસ લીધઈ નામિ, સુધર્મસ્વામી, પંચમ ગણધાર, જંબુસ્વામિ, નાભિ જયકર. (૨) પ્રભવસ્વામિ તસ પટધર નમઉ શયંભવ પટધર પાંચમઉં, યશોભદ્ર ભદ્રબાહુ મુણિંદ, થુલભદ્ર, નમતાં આણંદ. (૩) તેહના શિષ્ય હોઈ પટધર સૂરીશ્વર ગુણ મણિ ભંડાર,
આર્ય મહાગિરિ આર્યસુહસ્તિ સંપ્રતિરાય ગુરુ ભણિ પ્રશસ્તિ. (૪) સોહમ્ કુલ પટ્ટાવલી રાસ ૧ પા-૩૨, ૨-પા-૧૬૩
૧૦. સાધુ વંદના અથવા ગુરુપરંપરા જૈન સાહિત્યમાં મુનિ ભગવંતોનો ચરિત્રોની રચના થઈ છે તો ગુરુ ભગવંતોની ઐતિહાસિક માહિતીરૂપે ગુરુપરંપરા-ગુર્નાવલીની રચનાઓ પ્રાપ્ત થાય છે. કવિ નય વિમલની સાધુવંદના કૃતિ આ પ્રકારની છે તેની રચના સં. ૧૭૨૮માં ૧૪ ઢાળમાં થઈ છે. અત્રે નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે.
આદિ-શાસન નાયક ગુણનિલો સિદ્ધારથગૃપનંદ,
વર્ધમાન જિ પ્રણમતાં લહિએ પરમાનંદ. અંગ ઇગ્યાર પયજ્ઞદશ તિમ ઉપાંગવલી બાર, છેદ સૂત્ર ષટભાષીયા મૂલસૂત્ર તિમચાર. નિંદી અનુયોગદ્વાર વલીએ પણયા લીસસૂત્ર, તસ અનુસાર જે કહ્યા પ્રકરણ વૃત્તિ સૂત્ર. શ્રુત પ્રકરણથી હું કહું સકલ-સાધુ અભિધાન, સુગમ કરું સાધુ વંદના ભક્તિ હેતિ શુભધ્યાન. ઘણા દિવસની મને હતી હુંસિ ઘણી મુજ જેહ, સકલ સાધુવંદન ભણી સફલ થઈ મુજ તેહ. શ્રીવિજયપ્રભસૂરીંદના પદ પ્રણમી અભિરામ, સુધા સાધુતણી કહું વંદનહિત સુખકામ. ચોવીસે જિનવરતણા ગણધર સાધવીસાધ, પહેલા તેહને વંદના સકલસુખનય લાધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org