________________
૩૪૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૫ જિનપ્રયોગસૂરિ વર્ણન રેલુઆ - ગા.૧૦ પધારશ્ન પત્રાંક રેલુચા કાવ્યની નમૂનારૂપ આરંભની પંક્તિઓ નીચે પ્રમાણે છે.
૧. શ્રી જિનકુશલસૂરિ રેલુઆ ધન ધન જેલ્લો મંતિ વરુ ધન જયતલદેવિય ઈત્યાદિ ગુણ સંપન્ના, જીહ તણઈકુલિ ગ્રથરિઉપરવાઈય રીજણો સિરિજિન કુશલ મુર્ણિદ. / ૧ // હલિહલિ ગુરુ ગિહિમોહ મોલ્શિયઈ જિકુશલસૂરિ ગુરુ સેવિયઈ, લભઈ જિન ભવ પારું એ. || અંચલી |
૨. શ્રી શાલિભદ્ર રેલુઆ રાજગૃહી ઉધાન પતિકમિ વીર સમસરિઉ ધન એસઉ શાલિભદ્ર, નિય નિયરિય મનુ હરવિષયઉ ત્રિભુવન ગુરુ પૂછિ ૫ વંદાવિસુ સમુદ્ર. || ૧ || તય તેય મુનિ વેડ પાંગુરિયા ધનુ શાલિભદ્ર, વિહરણ ચલિયા નિય જખણિ હાથિ પારિસી.
| ૨ | સંદર્ભ - પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરા - પા- ૯૦, જૈન ગૂર્જર કવિઓ - ભાગ- ૧- ૨ ૪૧૬
૨૩. સંબંધ ૧. કવિ જ્ઞાનમેરુએ વિજય શેઠ-વિજયા શેઠાણી સંબંધની રચના ૩૭ કડીમાં એ૧૬દપના ફાગણ સુદ-૧૦ના રોજ કરી છે.
સંબંધ કાવ્યની વિશેષતા વિજયશેઠની કૃષ્ણપક્ષમાં અને વિજયા શેઠાણીની શુકલ પક્ષમાં ચોથા બ્રહ્મચર્યવ્રતના પાલનનો મહિમા પ્રગટ થયો છે. લગ્ન સંબંધ થયો પણ આજીવન બ્રહ્મચર્યવ્રતનું પાલન કર્યું. એટલે “સંબંધ” નામ સાર્થક કર્યું છે. કવિ હર્ષ કીર્તિસૂરિની સઝાયને અંતે નોંધપાત્ર પંક્તિઓ જોઈએ તો
શ્રી સાધુકરસિ પાઠકવરૂ ખરતરગણ નભચંદ, મહિમ સુંદર ગણિ ચિર જ્યુતસુ શિષ્ય કહઈ આણંદો રે. ઈમ જાણી સીલ જે ધરઈ શિવતે પાવઈ અપાર, જ્ઞાનમેરૂ મુનિ ઈમ ભણઈ સુગુરૂ પસાય જયકારે રો. સાહથિરપાલ કરાવિયઉ એહ સંબંધ ઉલ્લાસ, શાસ્ત્ર વિરૂધઈહાં જે કહપ મિચ્છા દુક્કડ તાસ રે.
૨. “સંબંધ” કાવ્યના અન્ય ઉદાહરણરૂપે ૧૮ નાતરોની સજઝાય પ્રચલિત છે. જીવાત્મા મોહનીય કર્મના ઉદયથી સંબંધ બાંધીને કર્મ ઉદયમાં આવે છે ત્યારે કર્મસ્થિતિનો વિચાર આશ્ચર્યચકિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org