________________
૧૯૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મેં વર્ણન આતા હૈ નિશીથસૂત્રમાં ગંધાર શ્રાવકની પૂજાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
सोउगंधार सावओ थंय थुइए भखंतो तथ्य गिरि सुहाए अहोरतं निवसिको ॥ અર્થાત્ વહુ ગંધાર શ્રાવકસ્તવન, સ્તુતિયાં પદતા હુઆ રાતદિન ઉસગુફામૅરહા ! “વસુદેવ હીંડી'માં પૂજાનો સંદર્ભ નીચે મુજબ છે. वसुदेवो पयवुमे कय समत समाइयाई नियमो गहिये पच्चक्खाओ कय काउसग्गतुई
वउयेति
અથાત્ વસુદેવ પ્રાતકાલ સમ્યક્ત કી શુદ્ધિ
કરે શ્રાવક કે સામાયિકાદિ ૧૨ વ્રત ધારણકર નિયમ (અભિગ્રહ) પ્રત્યાખ્યાન કરી કાઉસગ્ન થઈ દેવવંદન કરકે વિચારતે હૈ એસે અનેક શ્રાવકાદિકોને કાર્યોત્સર્ગ સ્તુતિ કર ચૈત્યવંદન કર દિયા હૈ
૨૪. દેવવંદન ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિએ ત્રણેમાં ભગવાનના ગુણોનું વર્ણન હોય છે. છતાં તે સ્વતંત્ર રચના તરીકે ગણવામાં આવે છે. નમુત્યુર્ણ રૂપ પ્રણિપાત પહેલાં જ ભગવાનના ગુણોનું વર્ણન કરનારું કથન તે ચૈત્યવંદન છે. તેમાં વિશેષ રીતે સ્થાવર તીર્થો અને જિનેશ્વર ભગવાનની પ્રતિમા વિશે નામ નિર્દેશ કરીને રચના કરવામાં આવે છે. એટલા જ માટે જંકિંચિ નામતિë સર્વનામ તીર્થો અને જિન પ્રતિમાઓને વંદનરૂપે સૂત્રો બોલાય છે. શક્રસ્તવ એ ચૈત્યવંદન છે તેમાં તીર્થકરને વંદન કરવામાં આવે છે. ત્યાર પછી ભગવાનના ગુણગાન રૂપે પ્રાર્થના સ્વરૂપે કરવામાં આવેલી રચના એ સ્તવન છે. ચૈત્યવંદન અને પ્રાર્થનારૂપ સ્તવન પહેલાં પણ સ્તુતિ બોલાય છે. પ્રભુના દર્શન કરતી વખતે નમસ્કાર કરીને પ્રભુમહિમા દર્શાવતી રચના બોલાય છે. પ્રભુનાં ‘દર્શન કરતી વખતે નમસ્કાર કરીને બોલાય છે તે પણ સ્તુતિ છે. સ્તુતિનો બીજો પ્રકાર આવશ્યક ક્રિયામાં કાઉસગ્ગ પારીને ચૈત્યવંદન અને સ્તવન પછી ત્રીજા નમસ્કાર પ્રણિધાન જે બોલાય છે તે સ્તુતિ છે.
આ રીતે દેવવંદનમાં જિનેશ્વર ભગવાનને ત્રિવિધ નમસ્કાર કરવામાં આવે છે. એટલે પ્રભુને વિશેષ રીતે વંદન કરવાની શાસ્ત્રીય વિધિએ દેવવંદન નામને ચરિતાર્થ કરે છે. ત્રણ સ્વરૂપમાં ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે પણ તેનો ક્રમ અને અભિવ્યક્તિ સ્વતંત્ર છે. દેવવંદન વિશે ચૈત્યવંદન ભાષ્યમાં નીચે પ્રમાણેની વિગતો આપવામાં આવી છે તેનો સાર નીચે મુજબ છે.
“દેવવંદનમાં કોઈવાર ચાર થોય બોલાય છે તો કોઈવાર આઠ થોય બોલાય છે. ચાર થોયનો એક જોડો કહેવાય છે અને આઠ થોયના બે જોડા કહેવાય છે. ચાર થાય અનુક્રમે નમુત્થણે, લોગસ્સ, પુખરવરદી અને વૈયાવચ્ચગરાણં સૂત્રોથી કાઉસ્સ પછી બોલાવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org