________________
૧૯૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા અન્ય કાવ્યોથી થઈ નથી. પૂજાનાં દ્રવ્યો પ્રતીક સમાન છે. કેશરપૂજા-કેવળજ્ઞાન, ફળપૂજા, મુક્તિ-મોક્ષ, નૈવેદ્ય પૂજા-નિર્વેદ ભાવના, ધૂપપૂજા, ત્યાગ અને વૈરાગ્ય, સ્વસ્તિક ચાર ગતિ, પુષ્પ સમકિતની વિશુદ્ધિ, અક્ષતપૂજા ભવબીજ ન પાંગરે વગેરે પ્રતીકાત્મક અર્થબોધ જાણીને પૂજાની સાર્થકતા કરવી જોઈએ.
જિનાલયમાં પૂજા ભણાવાતી હોય અને સંગીતના સૂરોની રેલમછેલ થતી હોય ત્યારે ભક્તોની ભીડ જામે છે અને ભક્તિ સાગરમાં જીવનનૈયા લ્હેરાય છે. આવી સ્થિતિ પરમોચ્ચ પ્રકારની હોઈ કર્મનિર્જરા અને ભાવવિશુદ્ધિમાં પૂરક બને છે.
૧૧મા શતકમાં ઉદ્ભવેલું પૂજા સાહિત્ય ૧૭મા શતકમાં વિકાસ પામીને અર્વાચીન સમયમાં વિશાળ પટ પર પથરાયેલું છે. સતત ૪૨૫ વર્ષ જેવા દીર્ઘકાલ સુધી વિવિધ પ્રકારની પૂજાઓ રચાઈ છે. પૂજામાં હારમોનિયમ, સિતાર જેવા વાંજિત્રો વધુ વપરાય છે. કેટલીક પૂજાઓ નૃત્ય અને ગરબા દ્વારા નાટ્યાત્મક બનીને ભક્તિની ઊંચી કક્ષાએ પહોંચવાની અનેરી તક પૂરી પાડે છે.
પૂજા સાહિત્યનો વિસ્તાર, વિષય, વૈવિધ્ય, લયાન્વિત અભિવ્યક્તિ, અર્થઘનતા, શાસ્ત્રીય રાગ અને દેશીઓનો પ્રયોગ, પદલાલિત્ય વગેરે વિચારીએ તો તેની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. તેમાં વ્યક્ત થયેલા વિચારો જૈન ધર્મની સાંસ્કૃતિક પરંપરાનો પરિચય કરાવે છે અને ગૌરવ અનુભવી શકાય તેવી સ્થિતિએ પહોંચી શકાય છે. તેના દ્વારા નિતિમત્તા અને સંસ્કારોનું સિંચન થતાં માનવકલ્યાણની ઉદાત્ત ભાવનામાં પણ આ સાહિત્યનો સહયોગ વિશેષ છે. જૈન સાહિત્યના અન્ય કાવ્યપ્રકારોની સરખામણીમાં પૂજાકાવ્યો પણ સ્વતંત્ર રીતે સ્થાન ધરાવીને વિવિધતા દર્શાવે છે. પૂજા સાહિત્ય દ્વારા માનવતાના વિકાસ અને ભક્તિમાર્ગની પરંપરાનું અનુસંધાન થયું છે. તે પણ ગૌરવપ્રદ ઘટના છે. ટૂંકમાં કહીએ તો પૂજા સાહિત્યની પ્રસાદી એટલે સાકાર ઉપાસનામાંથી નિરાકાર ઉપાસનાપ્રતિ ગતિ કરીને આત્મદર્શન આત્માનુભૂતિ કરવાનો અનન્ય માર્ગ.
જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કાયા કુળ કિરીટ પ.પૂ.આ. લબ્ધિસૂરિજીએ પૂજાસ્તવનાદિ સંગ્રહ સં. ૧૯૮૦માં પ્રગટ કર્યો છે. તેમાં પૂજ્યશ્રીની ભક્તિમાર્ગની અનુસંધાન કરતી પૂજાઓની માહિતી પ્રાપ્ત થાય છે. કવિએ પૂજાનું વસ્તુ ઢાળ અને ગઝલની રાહમાં વિભાજિત કર્યું છે. પૂજાના વિષયમાં પણ નવીનતા નિહાળી શકાય છે.
દ્વાદશ ભાવના પૂજા, તત્ત્વત્રયીપૂજા મહાવીર રચાતી સ્નાત્ર પૂજા અષ્ટપ્રકારી પૂજા નવતત્ત્વ પૂજા સં. પંચજ્ઞાન પૂજા સં. અર્વાચીન કાળમાં આ. વલ્લભસૂરિએ શાસ્ત્રીય રાગનો પ્રયોગ કરીને ભાવવાહી શૈલીમાં એકવીશ પ્રકારી પૂજા પંચકલ્યાણક પૂજા નવ્વાણું પ્રકારી પૂજા, સત્તરભેદી પૂજાની રચના કરી છે. આ પૂજાઓ ભક્તિમાર્ગની વિચારધારાનું અનુસરણ કરે છે. જૈન સાહિત્યમાં ગુરુ મહિમા ગાવાની એક અનોખી શૈલી જોવા મળે છે. કવિએ ગચ્છાચાર્ય વિજયનંદસૂરિ પૂજાષ્ટકની રચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org