SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા જીવનનાં દૃષ્ટાંતો-ઉપમા-રૂપક, ઉન્મેક્ષા જેવા અલંકારો, શાંત, વૈરાગ્ય અને કરૂણરસની અનુભૂતિ, ઉપદેશાત્મક વિચારો શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસની યોજનાથી સમર્થ અભિવ્યક્તિ, શબ્દવૈભવ વગેરેથી બધી ગઝલો જૈન સાહિત્યની વિવિધતા અને સમૃદ્ધિમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. સાહિત્યનો મૂળભૂત ઉદ્દેશ તો નિર્દોષ આનંદ આપવાની સાથે માનવ કલ્યાણની ઉદાત્ત ભાવનાનો રહેલો છે તે જો ચરિતાર્થ થતો હોય તો પછી ગદ્ય-પદ્યનો કોઈ ભેદ રહેતો નથી. પદ્યના પ્રકારોમાં ગઝલ પણ પોતાની અસ્મિતા ટકાવીને જનસાધારણને ચિંતનાત્મક અને વિચારાત્મક ભાથું પૂરું પાડીને માનવતાવાદી વ્યક્તિત્વ ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપકારક નીવડે છે. ગઝલની અભિવ્યક્તિમાં આધ્યાત્મિક વિચારો જોવા મળે છે. મારિફત અધ્યાત્મવાદ આ પ્રકારની ગઝલની વિશેષતા એ છે કે એમાં દિવ્યપ્રેમ, લૌકિક નહિ પણ લોકોત્તર પ્રેમની ભાવનાનું નિરૂપણ થયેલું હોય છે. તેમાં કવિની વ્યંજના શક્તિ અને પ્રતીકોનું ઉપાદાન રહેલું છે ગઝલમાં અધ્યાત્મવાદ વિશેના અવતરણને અત્રે નોંધવામાં આવ્યું છે. “ઉર્દૂના શાયર શાદ' અઝીમા બાદીએ ગઝલમાં સૂફી વિચારધારાનો આરંભ ૨૦મી સદીમાં કર્યો. એનો સાર એ છે કે સંસારની વિભિન્નતા એક પ્રપંચ માત્ર છે. વિભિન્ન જણાતા સમસ્ત એકાંશો એકજ શક્તિના અંશ છે. જેમને આ શક્તિ એ પ્રેમના અંશને ઊર્ધ્વ કરવા પોતાનાથી વિખૂટા કર્યા છે. પ્રેમ દ્વારાજ આ વિખૂટા અંશ પેલા મહાન તત્ત્વમાં મળી શકે છે અને જીવન લીલા સમાપ્ત થઈ જાય છે. આ વિચારસરણી ભારતીય વેદાંત સાથે મેળ ખાય છે. આત્મા પરમાત્મા વચ્ચેનો પ્રેમ, મિલનની ઉત્કટ ઝંખના, તલસાટ, જગત તરફની બેપરવાઈ, મસ્તી વગેરે એમાં રજૂ થાય છે. ઉચ્છંખલા કે ઉન્મત્તતા નહીં પરુંત આંતરિક પાત્રનું છલકાઈ ઊઠવું. ઉમાશંકર જોશી કહે છે મસ્તી એટલે જગતને વ્યવહારની કાંચળી ઉતારીને ફેંકી દેવાની શક્તિ. આવી શક્તિ વગર કવિતા તત્ત્વનો પણ ઉદય અસંભવિત છે, કેમકે કાવ્ય પણ તે ઘડીએ પ્રસરે છે જે ઘડીએ આ મેળવું, આ છોડી દઉં, આની ઉપેક્ષા કરું એવી વસ્તુ માત્ર પ્રત્યેની શૂન્યતા પામ્યો હોય છે અને આનું જ બીજું નામ મસ્તી.” સૂક્ષવાદના વિચારોના પ્રભાવ હેઠળ ગઝલો રચાઈ છે. સૂફીવાદે ગઝલ દ્વારા પ્રેમનું આકર્ષણ, ઊર્ધ્વગતિ અને સૌન્દર્ય જેવાં લક્ષણો વિકસાવ્યાં છે. તેનાથી ગઝલમાં બૌદ્ધિક અને ચિંતનાત્મક વિચારો સ્થાન પામ્યા છે. પરમાત્મા મનુષ્યને પથપ્રદર્શન કરીને પ્રેરણા પણ આપે છે. ઇચ્છાઓના દમનપર સૂક્ષવાદ વિશેષ ભાર મૂકે છે. સૂફીવાદના વિચારો વેદાંત, બૌદ્ધદર્શન અને ભારતીય ભક્તિ માર્ગની સાથે સામ્ય ધરાવે છે. સૂફી દિવ્યપ્રેમનો ભિક્ષુક છે. સંસારના લોકોનાં દંભ જોઈને એમનું મન વિરક્ત બન્યું છે. દૈવી પ્રેમને છુપાવનાર આવરણની ખોજમાં પ્રવૃત્ત થવાની આકાંક્ષા સૂવાદમાં મહત્વની છે. અહંકારને ઓગાળવાથી દિવ્યપ્રેમની અનુભૂતિ થાય અને તન્મયતા આવી જતાં ભક્તિ રસમાં અનન્ય આનંદની અનુભૂતિમાં જીવન વ્યતીત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy