________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા કવિએ પંચ શબ્દનો વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરીને નવકારમંત્રના ગૂઢ રહસ્યને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે.
७८
“પંચ પરમેષ્ઠી શાન જ પંચહ દાન ચરિત્ર
પંચ સજ્જાય મહાવ્રત પંચહ, પંચ સુમતિ સમક્તિ, પંચ પ્રમાદહ વિષય તજો પંચ, પાળો પંચાચાર.”
|| ૧૩ ||
ક્લેશ દ્વારા છંદરચના પૂર્ણ કરવામાં આવી છે. આ છંદના કવિ ઉપાધ્યાય કુશળલાભ છે, તેનો ઉલ્લેખ થયેલો છે. ધાર્મિક રચનાઓમાં પ્રત્યક્ષ રીતે ઉપદેશનું તત્ત્વ રહેલું હોય છે, તેનો પણ કલશમાં ઉલ્લેખ થયેલો છે. છંદના અંતે કવિ નીચે મુજબ જણાવે છેઃ
“નવકાર સાર સંસાર છે કુશળ લાભ વાચક કહે, એક ચિત્તે આરાધતા વિવિધ ઋદ્ધિ વંછિત લહે.”
|| ૧૪ ||
પદ્માવતી દેવીનો છંદ : કવિ હર્ષસાગરે દશ ગાથામાં પદ્માવતી દેવીનો ચિત્રાત્મક શૈલીમાં પરિચય કરાવ્યો છે. સંસ્કૃત ભાષાના પ્રભાવશાળી આ રચના ગુજરાતી ભાષાની અન્ય છંદરચનાઓ કરતાં શુદ્ધ કવિના લક્ષણો વિશેષરૂપે ધરાવે છે. કાવ્યનો વિશિષ્ટ લય, માધુર્ય અને પ્રાસાદિકતાની સાથે સાથે અંત્યાનુપ્રાસ અને અલંકાર યોજનાથી સમગ્ર રીતે આ છંદરચના પદ્માવતીનો સાક્ષાત્કાર કરાવે છે.
આરંભનો શ્લોક વસ્તુ નિર્દેશ કરે છે :
“શ્રીમત્ કલિકુંડદંડ શ્રી પાર્શ્વનાથ સંસ્તુવે, ધરણેન્દ્ર સાર્ક, ધર્મ કામર્થ સિદ્ધયે.
|| ૧ ||”
પદ્માવતી દેવીનાં કેટલાંક વિશેષણો નોંધપાત્ર છે. દા. ત. : સમક્તિ ધારી, શીલવંતી, જૈનમતી, ભાગ્યવતી, કમલાક્ષી, પ્રિયમુખી, રાગવતી, ચિંતામણી, રક્ષાકરની, સતી વગેરે વિશેષણો દ્વારા પદ્માવતીનો મહિમા ગાવામાં આવ્યો છે. પદ્માવતીનું શબ્દચિત્ર આલેખતી નીચેની પંક્તિઓ કવિની મનોહર ઉપમાઓ અને મધુર પદાવલીનો આસ્વાદ કરાવે છે.
Jain Education International
“કંચન સમવરણી—સકલાભરણી—શીતલક૨ણી સોમમુખી, ઉજ્જવલ કાને કુંડલજિત વિમંડલ કમલાક્ષી ગયણંગણ. ગયણી વિકસિત નથણી અવિચલ વયણી પ્રિયમુખી સંતુષ્ય. નાસા અણીયાલી અધર પ્રવાલી જીભ રસાલી નિદોષી, દાડીમકલ દંતી મધુર લવતી જિનગુણ થુવતી તારનખી. જિત કિન્નરવાદી સુસ્વરવદી જિનગુણ લાઘી રાગવતી સંતુષ્ય. છંદને અંતે કલશ મૂકવામાં આવ્યો છે. તેમાં પણ પદ્માવતી દેવીનું ચમત્કારયુક્ત નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉદા. નીચેની પંક્તિઓ લક્ષમાં લેવા જેવી છે.
|| ૪ ||”
|| ૩ ||
ક્લશ : અતિ શયવંત અપાર, સદ જગ સાચી દેવી, સમક્તિ પાળે શુદ્ધ શ્રી જિનશાસન સેવી; અધો મધ્ય આકાશ રાસ રમંતી અમરી, સેવક જન આધાર સાર કેર મન સમરી; ફણિપતિ મંડિત પાસ પ્રતિમા મસ્તક ધરણી, હર્ષસાગર કહે હરખશું પદ્માવતી પૂજો સુખ કરણી.
For Private & Personal Use Only
www.jainelibrary.org