Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004826/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચારાંat સૂત્ર ‘ધૂતાથયા'માં વ્યાખ્યાનો • પ્રવચનકાર પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ 'વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ 'વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ I S IS Page #2 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શા માટે ? આચારાંગ શા માટે ? ધૂનન શા માટે ? cવ્યાખ્યાઓએ જ ટીકા છે. ટીકાકારક ઉપરટોડા કરે અoો હું તiાશ પરટીકા કરું. જો અહીં બેસીને 'શાસ્ત્રની આંકીઓ જ વાંચવાની હોય તો 10ો ઉપર 'બેસીને વાંશll ofથી આવડતો ? જે અolton 'ગેટલી, રોટલા બolicવવાoll ણેય તેoો વીણવું. 'હળવું, ખાંડયું. ભૂલે ચડાવવું અoો શેકવું પડે. | '1મારી સાથે કાન પઠાં તો laloો પણ શેકા પડે. 'cણાયાol (lioો લાયક બolicવા માટે છે હો ? (1માણ બઘા પાપ ની ટીકા થાય તો તમે લાયક બonો ફેટીકા થયા વિના ? યાયાol એ જ ટીકા છે. મારી એ જ (disoluછે કે (11ો બંદ્યાલો પરnલોડા 'તરફ જોતા કરવા. તમારી બઘાolી હૃષ્ટ આ લોડ, 'પશ્લોકથી ખસેડી પરnલોક મોક્ષ તરફ વાઘાણી અoો એ aiાટે જ યાયાol વાંચું છે. એમાં જો ફળીd[d થાઉં. તો આ આટા1 (1મારા ટકામાં સોંસ ઉતરી જાય. આપણે આશાભંગ 'વાંચવું છે. એમાંય છ શૂd olio અદટાયol 'વાંચવું છે. ઘd એટલે ધૂolor. [oloો એટલે atmaiાંથી ગ્લાની ખંખેરવાolી ડિયા. [ni 'પેસીને જે જે દોષોની સંdilloli ણેય, તેને પકડી 'પકડીને હલાવવાની ખંખેરવાoliડયા. ઘૂoloો થાય ત્યાં મજબૂત આદોનો ટકે. તમારા હાથે અનાદિકાળથી જે વિષયકપાયાદિoiા પાયા amજના કર્યા છે, તેoો તમારા હશે જ ખોદાdicholi છે. માટે જ (dicaનિર્વેદની વાત માંડી. કારણ એ આયાતollઘૂolorશm of Goો. | - પ્રખર પ્રવચનકાર પૂજય મુનિરાજ 'શ્રી રામવિજયજી મહારાજ TEL Jain Euucation emalionai Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજ્ય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૧૧૨ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ-૨ પ્રવચન-૧ થી ૧૭ સળંગ 21 થી 37 પેજ-૧ થી રપર, સળંગ 277 થી 528 : પ્રવચનકાર : પૂજાથ મુનિરાજ શ્રી રામવિજયજી મહાણાજ વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદકઃ પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ : પ્રકાશક: જન્મા પ્રદાન Page #4 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ISBN-81-87163-28-3 : પ્રકાશક : સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન જન્મા પ્રદાન વ્હે. મૂ. તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : પ૩પ૨૦૭ર Email : sanmargp@lcenet.net આખા સેટનું મૂલ્ય : રૂ. 2000-00 નકલ: 2000 પ્રકાશન: વિ. સં. ૨૦૫૭, ઈ.સન-૨૦૦૧. મુંબઈ. -- સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન -8-- -- * : અમદાવાદ : સભા પ્રકાશન કાર્યાલય : મુંબઈ: જી. એસ. જવેલર્સ એન્ડ કું. ૩-A, પહેલે માળ, રાજાબહાદુર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, કર-૧૮, ગીરગામ રોડ, મુંબઈ-40000૪. ફોન : (O) 36 30 340 (B) 369 148 : સુરત : વિપુલ ડાયમંડ 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (0) 421205 (R) 220405 Page #5 -------------------------------------------------------------------------- ________________ ॥ જ્ય જ્ય દાદા નેમિનાથ શ્રી નેમિનાથ ભગવાન-ભોરોલ તીર્થ Jain Education Internatપી : ૩૮૫૫૬૫ ગુજરાત. &Pet Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશકીય જ સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાતૃચૂડામણિ સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાનાં રહસ્યોને સાવ સહેલા શબ્દોમાં રજૂ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરવા માટે અમોએ પૂજ્યપાદશ્રીજીના કાળધર્મ બાદ તેઓશ્રીજીના પુણ્ય નામને અનુસાર પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ ગ્રંથમાળા ગૂંથવાની શરૂઆત કરી હતી. જેમાં પાંચેક વર્ષમાં ૧૦૮ બહુરંગી પ્રવચન પુસ્તકોના સેટ ઉપરાંત અન્ય પણ અનેક દળદાર પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યો હતો. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયન અંગેનાં પૂજ્યપાદશ્રીનાં પ્રવચનોના પૂરા સેટને એક સાથે પ્રકાશિત કરવાની અમારી યોજના ચોક્કસ અવરોધોના કારણે પૂર્ણ ન થઈ શકી તેનો અમને ખેદ છે. આમ છતાં આજે મોડે મોડે પણ એ અર્ધા સેટનું પ્રકાશન કરવા અમો સમર્થ બન્યા છીએ અને નજીકના ભવિષ્યમાં બાકીના અર્ધા સેટનું પ્રકાશન કરી શકીશું એનો અમને વર્ણનાતીત આનંદ છે. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં આ સમસ્ત પ્રવચનોનું અથથી ઇતિ સંપાદન પરમતારક પરમ ગુરુદેવશ્રીજીની તારક આજ્ઞાથી તેઓશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળવી કરી આપ્યું છે, તે બદલ અમો તમોશ્રીજીના ઋણી છીએ. આ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી ૨૧ થી ૩૭ એમ કુલ-૧૭ વ્યાખ્યાનો આ બીજા ભાગ રૂપે પ્રકાશિત કરાઈ રહ્યાં છે. શ્રી આચારાંગ સૂત્રનો પરિચય, પૂજ્યપાદશ્રીજીએ જે પરિસ્થિતિમાં આ પ્રવચનો કર્યો, તેનો ચિતાર અને સંપાદન શૈલી અંગે વિગતવાર નોંધ પૂજ્ય સંપાદકશ્રીજીએ કરેલી હોઈ અમે એનો ઉલ્લેખ અત્રે કરતા નથી. અમારાં દરેક પ્રકાશનોની જેમ પ્રસ્તુત પ્રકાશનમાં અનુગ્રહ વૃષ્ટિ કરનારા પ્રશાંતમૂર્તિ સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ વગેરે સર્વ વડીલ પૂજ્યોના ચરણે વંદના સમર્પવાપૂર્વક ભાવિમાં પણ અમો આવા સત્સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તરૂપ બનીએ એવી કામના કરીએ છીએ. - જન્માષ્ટ પ્રદાન Page #8 -------------------------------------------------------------------------- ________________ ••• (ભાટ . સન્માર્ગ પ્રદાન દ્વારે આયોજિત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ભાગ-૨ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર લિંબોદ્રા નિવાસી શાહમાનચંદ દીપચંદ પરિવારમાંથી વિ.સં. ૨૦૧૬, મહા સુદ-૧૦ના શુભ દિવસે વતનભૂમિ લિંબોદ્રામાં સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય કર્ણધાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત નિશ્રામાં તથા તેઓશ્રીના પ્રભાવકપટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્રારાધક પૂ. આચાર્યદેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળસંખ્ય સાધુસમુદાયની પાવન ઉપસ્થિતિમાં પરમતપસ્વી પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદથી પ્રશાંતમૂર્તિપૂ. આચાર્યદેવશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, તરીકે દીક્ષિત થયેલ, પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજના સંચમ જીવનની અનુમોદનાર્થે તેમજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની પુણ્યસ્મૃતિમાં - શેઠશ્રીમંગલદાસમાનચંદ દીપચંદ પરિવાર: સ્વ. શ્રી માનચંદ દuદ uદેવારા માન્નવંતા સભ્યો : સ્વ. શ્રી રતિલાલ માતચંદ શ્રી મંગલદાસ માનચંદ અ.સૌ. આનંદીબેન મંગલદાસ શ્રી અમૃતલાલ માનચંદ અને સુપુત્રો શ્રી સેવંતીલાલ માતચંદ શ્રી રમેશચંદ્ર મંગલદાસ શ્રી ભોગીલાલ નાનચંદ શ્રી લાલભાઈ મંગલદાસ તથા શ્રી સુરેશચંદ્ર માનચંદ શ્રી રાજેન્દ્રકુમાર મંગલદાસ આપે કરેલી વ્યુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની વ્યુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સત્યાર્થ પ્રકાશન Jiv ] Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - ભોરોલ તીર્થ Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક Jain qઇબ્ધ છiદ ઉછળવાર્યદેવ શ્રીગણ્ જિજર 11 રાંદ્રસૂરીશ્વરજી મહારાજhelbrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ { આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૨ ) પ્રાસ્તાવિકમ આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનો કરતાં પ્રથમ ભાગના પ્રવચનોમાં પૂ. આચાર્ય પ્રખર શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ કરેલ ટીકાના મંગલાચરણના આધારે જૈન શાસન કેવું જયવંતુ છે? કેવું અનુપમ છે ? વગેરે બાબતો અંગે નિર્દેશ કર્યો હતો. શાસનના અનેક વિશેષણોના આધારે સવિગત શાસનની મહત્તા વિચારાઈ હતી. ત્યારબાદ જયવીયરાય - પ્રાર્થના સૂત્રમાં વર્ણવાયેલ ધર્મના પાયા સ્વરૂપ “ભવનિર્વેદની માંગણીને વિગતથી ચર્ચવાપૂર્વક અન્ય અન્ય માંગણીઓ અંગે ઊંડાણથી વિચાર કરી શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનની પીઠિકા રચવામાં આવેલ. આ ભાગમાં પરલોકની ચિંતા, ભવનો ભય, જિજ્ઞાસાનું સ્વરૂપ, સંસાર અને મોક્ષ સુખમાં રહેલો તફાવત વગેરે બાબતોનો પ્રારંભિક પ્રવચનોમાં વિચાર કરી મંગલાચરણના શ્લોક અને તેની વિશદ્ વ્યાખ્યાના શબ્દોના સથવારે આગળ વધી ચાર પ્રકારના અનુયોગો, આત્માની બળવાનતા, ચરણકરણનું મહત્ત્વ, લોકવિરુદ્ધ અને લોકવિરોધ શબ્દોનો મર્મ, મર્યાદાની અનિવાર્યતા, ઉપદેશના કારણો અને પ્રકારો વગેરે બાબતો સચોટ નિરૂપાઈ છે. ત્યારબાદ મંગળવાદના જ એક ભાગ સ્વરૂપ શ્લોકની વિચારણાંતર્ગત સન્માર્ગ-ઉન્માર્ગનું સ્વરૂપ, વિધ્વજય, દાનની પાછળનો આશય, ધર્મોપદેની રીત, મહામંગળ એક જિનાજ્ઞા જ જેવા વિવિધ વિષયો પર પ્રકાશ પાથરી અંતિમ પ્રવચનમાં મંગળવાદને પરિપૂર્ણ કરતાં આજના જમાનાની હવામાં ધર્મ માની બેસનાર' કેવી રીતે ભીંત ભૂલ્યા છે, એ વાત ખૂબ જ અસરકારક શૈલીમાં રજૂ કરી છે. આ ભાગના પ્રવચનોમાં અર્થ-કામની દેશનાની અનર્થકારિતા, વિરોધથી ગભરાયે મુક્તિ ન થાય, શુદ્ધ પ્રરૂપણા ગુણથી સૂરિવરોની તીર્થકર તુલ્યતા, ગુણરાગની જરૂર, સંઘની પૂજ્યતા, પ્રણિધાનાદિ પાંચ આશયો, પાંચ અનુષ્ઠાનો, સામાયિક, ધર્મ કોણ કહી શકે અને કોને કહી શકાય વગેરે અનેક શાસ્ત્રોક્ત વસ્તુઓ વર્ણવાઈ છે. આ ભાગમાં સળંગ-૨૧ થી ૩૭ ક્રમાંકનાં કુલ મળી ૧૭ વ્યાખ્યાનો છે. V Page #14 -------------------------------------------------------------------------- ________________ મજાક : : -- - આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ બીજે પ્રવચન ક્રમદર્શન પ્રવયન પ્રવયન વિષય પૃષ્ઠ સળંગ પૃષ્ઠ મ ૧ 277 290 305 315 329 ૭) 346 ૮૨ 358 ૧૦૩ 379 ૧ - 21 સમ્યગ્દર્શનનો પ્રભાવ ૨ - 22 હેય અને ઉપાદેયનો વિવેક ૩-23 પરલોકની ચિંતાને પ્રધાન બનાવો! ૪ - 24 ભાવનો ભય અને ધર્મજિજ્ઞાસા ૫ - 25 સુખ સંસારનું અને મોક્ષનું ૬ - 26 ચાર અનુયોગનો વિવેક ૭ -27 આત્માને સબળ બનાવો ! ૮ - 28 ચરણ કરણાનુ યોગનું જ મહત્ત્વ ૯ - 29 ‘લોગવિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ ૧૦ - 30 મર્યાદાનું મહત્ત્વ સમજો ! ૧૧ - 31 ઉપદેશનો હેતુ અને શૈલી ૧૨ - 32 સન્માર્ગ સ્થાપન-ઉન્માર્ગ ઉન્મેલન ૧૩ - 33 વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે ૧૪ - 34 દાનનું કારણ લક્ષ્મી કે મૂચ્છત્યાગ? ૧૫ - 35 ધર્મોપદેશ કટુ પણ હિતકર જોઈએ ૧૬ - 36 આજ્ઞાની આધીનતા એ મહામંગળ ૧૭ - 37 જમાનાની હવામાં ધર્મ નથી ૧૨૫ 401 ૧૪૦ 416 ૧૫૨ 428 ૧૭૨ 448 ૧૮૮ 464 ૨૦૪ 480 ૨૧૫ 491 ૨૩૨ 508 515 એ છે કઈ જ છે મારા કાકા Page #15 -------------------------------------------------------------------------- ________________ આઘાણ થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી મુંબઈ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત ૯. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ)અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર મુંબઈ ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત ૧૯. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ, ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૩. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ: કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ vii vii Page #16 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ સહથોળી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૬. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ મુંબઈ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેતાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી મુંબઈ ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ મુંબઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ મુંબઈ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર મુંબઈ ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) મુંબઈ ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા મુંબઈ ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ મુંબઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હ. ભરતભાઈ નવસારી ૨૫. વિણાબેન ધીરજલાલ કપાસી મુંબઈ ૨૬. શ્રીમતી આશાબેન કિરીટભાઈ શાહ મુંબઈ viii Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ ૭૦ એક લોકોત્તર વિશિષ્ટતા : ૭ ઉપકારના બદલામાં અપકાર ન જ થવો જોઈએ : ♦ દુશ્મનનું પણ ભૂંડુ ન જ થાઓ એવી જ ભાવના : ૭ ઉપકારની ભાવનામાં ફેર ન પડવા દો ! • શ્રી સુબુદ્ધિમંત્રીનું દૃષ્ટાંત : વિષય : શસ્ત્રપરિજ્ઞા વિવરણૢ - મંગળાચરણ - ટીકા ગાથા ૩ ચાલુ. આ પ્રવચનમાં પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ ટીકાના મંગળાચરણના શ્લોકના આધારે ‘શાસનમાં મતિકલ્પનાને સ્થાન નથી પરંતુ પૂર્વમહાપુરુષોની આધીનતાને જ સર્વોપરી સ્થાન છે' એ મુદ્દો સરસ રીતે સમજાવ્યો છે. આગળ વધી - ‘સમ્યગ્દષ્ટિ આત્માની વિચારધારા કેવી હોય' એ વાતને સ્પષ્ટ કરી ‘ઉપકારનું સાચું સ્વરૂપ' પણ વિવેચ્યું છે. હિતની વાતને વધુ સ્પષ્ટ કરવા માટે શ્રી સુબુદ્ધિ મંત્રીના દૃષ્ટાંતનો પણ અવસરોચિત ઉપયોગ કરી વ્યાખ્યાન પૂર્ણ કર્યું છે. 21 સુવાક્યાતૃત ♦ સમ્યગ્દષ્ટિ આત્મા જ્ઞાન કે જ્ઞાનીની નિશ્રા વિના એક કદમ પણ આગળ ન વધે. ♦ જરૂર પડ્યે રક્ષણ માટે હાથ દેવાય, હાથ આડા ધરી બચાવ કદાચ કરાય, પણ દુશ્મનનુંય ભૂંડું તો ન જ ઇચ્છાય. ૭ સમ્યક્ત્વની ભાવનામાં તો આખા વિશ્વ પ્રત્યે મૈત્રી છે. ♦ મૈત્રી એટલે ‘શેકહૅન્ડ' વગેરે બાહ્યાડંબર કરવો એ નહિ, પણ મૈત્રી એટલે તો ૫૨નું હિત ચિંતવવાનું ! અયોગ્ય ભાવનાનો અંકુરો પણ ન આવે, એની કાળજી પૂરી રાખે તે સમ્યગ્દષ્ટિ ! ♦ જેને માનીએ, સેવીએ, પૂજીએ એ કદરૂપું દેખાય એવી કાર્યવાહી ન ક૨વી જોઈએ. ♦ અજ્ઞાની દોષદૃષ્ટિવાળો ગમે તે કરે, પણ સમજદારના હાથે થોડું પણ ખરાબ થાય એ ઇચ્છવાયોગ્ય નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧: સમ્યગ્દર્શનનો પ્રભાવ એક લોકોત્તર વિશિષ્ટતા : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા મંગલાચરણ કરતાં ફરમાવે છે કે “આ તીર્થ જયવંતુ વર્તે છે, કારણ કે એનામાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમજ એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયેલા છે કે એને સેવનારો આત્મા કર્મમળથી રહિત થઈ મુક્તિપદને પહોંચી શકે છે. માટે જ એ શાશ્વત છે, અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આ તીર્થમાં આચાર એ મુખ્ય વસ્તુ છે.” એ આચારને શુદ્ધ બનાવવા માટે, આપણી ભાવના બહુ જ ઉચ્ચકોટિની હોવી જોઈએ. એ ભાવના શુદ્ધ બની રહે માટે પ્રાર્થનાસૂત્ર (જય વીયરાય) દ્વારા શ્રી વીતરાગદેવ પાસે હમેશાં થતી માગણીઓ જોઈ આવ્યા. એ માગણીમાં પહેલો ભવનિર્વેદ માગ્યો, કારણ કે એના વિના પાછળના ગુણો આવી શકતા નથી. પછી ભવનિર્વેદના ટકાવ માટે માર્ગાનુસારિતા માગી : એમ એક પછી એક માગણી કરી : ઇષ્ટફળની સિદ્ધિ, લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ, ગુરુજનની પૂજા અને પરાર્થકરણ, એ બધું માગ્યું એ બધાના ટકાવ માટે શુભ ગુરુનો યોગ માગ્યો અને ભવપયંત શ્રી સદગુરુના વચનની અખંડ સેવા માગી : ભવાંતરમાં પણ સેવાથી વંચિત ન રહેવાય તે માટે, સંસારમાં રહેવું પડે ત્યાં સુધી શ્રી વીતરાગદેવના ચરણની સેવા માગી દુઃખનો ક્ષય માગ્યો, કર્મનો ક્ષય માગ્યો અને જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી સમાધિમરણ માગ્યું તથા સર્વત્ર બોધિલાભની માગણી કરી. આ માગણીથી રંગાયેલો-આ ભાવનાથી તન્મય બનેલો આત્મા રસપૂર્વક વિપરીત આચાર કરે એ સંભવતું નથી. આટલું થઈ જાય તો ધૂનન યથાસ્થિત હોય. આત્મા ઉત્તમ ભાવનાથી રંગાય નહિ ત્યાં સુધી કામ થાય નહિ. અનંત વાર માનવજીવન આવ્યું અને ગયું : શાથી? સંસ્કાર વિના! એક Page #19 -------------------------------------------------------------------------- ________________ 79 - ૧ : સમદર્શનનો પ્રભાવ _ વાર શુભ સંસ્કાર પડી જાય તો આ જીવન અનુપમ છે. આ જીવનમાં જેટલી સામગ્રી છે, તેટલી બીજા જીવનમાં નથી, પણ જ્ઞાની પુરુષની આધીનતા સ્વીકાર્યા વિના તેની સફળતા નથી. અસ્તુ. ટીકાકાર મહર્ષિ કહે છે કે હું જે કહું છું તે ભગવાન શ્રી વીરે કહેલું કહું છું એ કહેલું પણ બધું નહિ પરંતુ કિંચિત્ કહું છું : યત્કિંચિત્ જે કાંઈ કહું છું તે એમણે કહેલું જ કહું છું. આટલું પણ જાણ્યું કે એમના જ પ્રતાપે ! જ આચારશાસ્ત્ર જગતના કલ્યાણ માટે ભગવાન શ્રી વીરદેવે કહ્યું, તેને કંઈક મારી સ્મૃતિ-શક્તિ-બુદ્ધિ પ્રમાણે કહું છું. જે વાણીનો પ્રયોગ કરું છું તે ત્યાંથી મળી છે તેને પણ એ તારક વિના બીજા કોણ પાવન કરે? એ તો એ જ પાવન કરે. એમની છાયા વિના મારી વાણી નકામી છે : જે વાણીમાં એમની છાયા નથી-એમનો પ્રભાવ નથી, તે વાણી નકામી છે. માટે આ વાણીને, તે જ જ્ઞાનના નિધિ પાવન કરો !” હજી ટીકાકાર પોતાની વધુ લઘુતા જણાવતાં કહે છે કે હું ગંધહસ્તિકૃત અતિ ગંભીર વિવરણના સારને ગ્રહણ કરું છું.” આથી સ્પષ્ટ છે કે “ટીકાકાર મહર્ષિ ભગવાન શ્રી મહાવીરદેવની આધીનતા સ્વીકારવા સાથે પૂર્વાચાર્યોની પણ એટલી જ આધીનતાનો સ્વીકાર કરે છે. જૈનદર્શનના ટીકાકારોની એ જ નિરભિમાન વૃત્તિએ, આજ સુધી શાસનને અખંડિત અને અવિચ્છિન્ન સાચવ્યું છે : આથી શ્રી જૈનદર્શનના જ્ઞાતાઓની અનેક વિશિષ્ટતાઓ પૈકીની, આ પણ એક લોકોત્તર વિશિષ્ટતા છે. શ્રી જૈનશાસનમાં કોઈ પણ સાચા અનુયાયીએ સ્વકલ્પનાને સ્થાન નથી આપ્યું. કારણમાં એ એમ માનતા કે “મૂળ કહેનાર શ્રી સર્વજ્ઞદેવ છે, રચનાર વિશિષ્ટ જ્ઞાનીઓ છે અને પાછળના કહેનારા પણ એમને જ અનુસરનારા છે : માટે અમારી ફરજ એ છે કે જ્ઞાની પુરુષોએ કહેલી વાત હૃદયમાં ન ઊતરે તો તે ખોટી ન કહેવાય, એ ખામી કથનની નથી, પણ અમારી મતિની છે!” આવી સ્થિતિને લઈને જ શાસન કર્યું છે. આ લક્ષણ કોનું? સમ્યગ્દષ્ટિનું. એને તો એક જ વાત કે “હું પૂર્ણ જ્ઞાની નથી, અધૂરો છું, તેથી સંપૂર્ણ જ્ઞાનીની વાત મારી મતિમાં ન ઊતરે એ ખામી મારી છે, પણ જ્ઞાનીની નથી !' સમ્યગ્દષ્ટિની પાસે એક સુંદર ચાવી હોય છે. શ્રી જિનેશ્વરદેવ કેવા Page #20 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 280 અને એ કહે શું, એ એ બરાબર જાણે. અતીન્દ્રિય પદાર્થો અને નિર્ણાત ન થાય તો એ શ્રદ્ધાથી માને, પણ એના મુખથી બાકીની આજ્ઞા વગેરેને લગતી વાતો એવી જ નીકળે કે જે શ્રી જિનેશ્વરદેવોના કથનને અનુસરતી જ હોય : ભલે પછી કહેવાનું પ્રમાણ ઓછું કે વધતું હોય. સમ્યગ્દષ્ટિની ભાવના, વિચાર અને આદર્શ ઘણા જ ઊંચા હોય ! સમ્યગ્દષ્ટિ આત્મા ગમે તે સંયોગમાં રહ્યો હોય, પણ પોતાને ફસાયેલો માને : એ વિચારે કે “બંધન તોડવાનું સામર્થ્ય હોત તો જરૂર તોડત ! બંધનને હાનિકર સમજે. બંધનમાં રહ્યો છતાં સમ્યગ્દષ્ટિ પોતાની ફરજ ન ચૂકે, એટલું જ નહિ પણ બંધનને તોડવાની જ પેરવીમાં હોય. ઉપકારના બદલાના નામે અપકાર ન જ થવો જોઈએ : મંત્રીશ્વર શ્રી સુબુદ્ધિની વાત આપણે ગઈ કાલે શરૂ કરી છે એ બાકી છે : એ રાજાના મંત્રી હતા. એમણે વિચાર્યું કે પગાર લઈને રાજતંત્ર ચલાવવું, એ તો બધા કરતા આવ્યા છે અને કરે છે : એમાં નવીનતા શી ? હું સમ્યગ્દષ્ટિ છતાં જો મારો સ્વામી સન્માર્ગે ન આવે તો તે ઠીક નહિ.' આનું નામ ફરજ. ધન લેવું અને કામ કરવું, કામ કરવું અને વખત થયે પગાર લેવો'-માત્ર આ માન્યતા તો દુનિયામાં ફસેલાની જ હોય, પણ આ મંત્રીશ્વર તો દુનિયામાં તેવા ફસેલા ન હતા. દુનિયામાં રહેવું પડેલું માટે રહેલા તેથી તે ફરજ સમજતા. તેમને એમ થયું કે “સ્વામીને સન્માર્ગે ન ચડાવું તો હું સાચો સેવક શી રીતે કહેવાઉં ? કયો ઉપાય કરું કે જેથી મારો માલિક સન્માર્ગમાં જોડાય અને જ્ઞાનીના માર્ગે ચાલતો થાય.' રાજા પ્રત્યે મંત્રીની, મંત્રી પ્રત્યે રાજાની, પિતા પ્રત્યે પુત્રની, પુત્ર પ્રત્યે પિતાની, પતિ પ્રત્યે પત્નીની અને પત્ની પ્રત્યે પતિની,એમ પરસ્પરની ફરજો સમ્યગ્દષ્ટિ આત્મા સમજે. સમ્યગ્દષ્ટિ આત્મા પાપ કરે નહિ અને કરવું પડે તો કિંચિત-થોડું તે પણ રાચીમારીને નહિ, પણ સંકોચાઈને અને કંપતે હૃદયે. આનંદ પામીને તો નહિ જ. કરતી વખતે પણ કંપે : કર્યા પછી પણ તેની નિંદા અને ગહ કરે ! આવી સ્થિતિવાળા આત્માને બંધ કેટલા બંધાય ? વિરતિને હાલ બાજુ ઉપર રાખીએ. વિરતિ ન પમાય, મોડી મળે, વહેલી મળે, પણ પ્રભુના શાસનમાં આવનારને સમ્યક્ત તો જોઈએ જ ને ? Page #21 -------------------------------------------------------------------------- ________________ 21 - ૧ : સમગ્દર્શનનો પ્રભાવ - 21 - પ્રભુના શાસનમાં આવેલો આત્મા પાપથી વિરામ પામવાની તાકાતવાળો કદાચ ન હોય. પણ પાપથી કંપતો તો હોવો જ જોઈએ ને? સમ્યગ્દષ્ટિની આ સ્થિતિ તો અવશ્ય હોવી જ જોઈએ. પાપ કર્યા પછી પાપની પ્રશંસા તો તે ન જ કરે, જો આ દશા આવે તો પ્રભુના શાસનને ઓળખી શકે. પાપ કરે, એની પ્રશંસા કરે અને પાપ કરીને પાપનાં બણગાં ફૂંકે, તો શાસનમાં આવ્યો અને ન આવ્યો,-એમાં તફાવત શો ? દુનિયામાં બધા જેમ ખાય, પીએ, પહેરે, ઓઢે અને રંગરાગ કરે છે-એમ જ તમે કરો તો તમારામાં વિશેષતા કઈ ? વિચાર કરી જુઓ તો ફરજનું ભાન જરૂર થાય. રાજકારોબાર (રાજકારભાર) કરતાં મંત્રીને રાજાના સન્માર્ગ-ઉન્માર્ગના વિચારની જરૂર શી ? બસ, કામ કરવું અને પગાર લેવો : પણ આ મંત્રીશ્વર સમ્યગ્દષ્ટિ હતા, એટલે પોતાની ફરજ સમજતા હતા. એમણે વિચાર્યું કે “સ્વામી કોના ? મારા સ્વામી જો આવા જ રહી જાય, તો મને શોભતું ન ગણાય.” જ્યારે સમ્યગ્દષ્ટિ સેવક, સ્વામીની આટલી ચિંતા કરે, તો પછીથી સમ્યગ્દષ્ટિ સ્વામી પોતાના સેવકની કેટલી ચિંતા કરે ? સેવક કરતાં સ્વામીની ફરજ મોટી છે. જેનશાસનમાં માતાપિતા પણ દુષ્પતિકાર્ય કહેવાય છે કે એમના પણ ઉપકારનો બદલો વાળવો સહેલો નથી. માતાપિતાને સન્માર્ગે યોજવામાં આવે, તો જ બદલો વાળી શકાય છે. તેમ માતાપિતા ઉપર પણ સંતાનને સન્માર્ગે યોજવાની ફરજ છે. જ્યારે સંતાનની પણ ફરજ એ છે કે માબાપને સન્માર્ગે યોજે, તો માબાપની સંતાન પ્રત્યે શી ફરજ હોય તે વિચારો. માબાપનો ઉપકાર ન ભુલાય-એમના બદલાનો ઇનકાર ન થાય-ઉપકારનો બદલો વાળવો અતિશય જરૂરી, પણ ઉપકારના બદલાના નામે અપકાર થતો હોય તે જે ન વિચારે, તે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ? સમ્યગ્દષ્ટિ આત્માએ એ વાત બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ કે ઉપકારના બદલાના નામે જ અપકાર ન થઈ જાય. સમ્યગ્દષ્ટિ આત્મા જ્ઞાન કે જ્ઞાનીની નિશ્રા વિના એક કદમ પણ આગળ ન વધે અને એથી જ એના જીવનમાં સુધારો-એ સુનિશ્ચિત છે. જેઓ પોતાના જીવનને નથી સુધારી શકતા અને કેવળ અર્થકામની જ Page #22 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 282 આરાધનામાં રત બન્યા છે, તેઓના મુખમાંથી નીકળતી સુધારાની વાત એ વસ્તુતઃ સુધારો નથી, પણ એક જાતનો દંભ છે. સાચો સુધારો તો તેઓ જ કરી શકે છે કે જેઓએ અર્થકામની આસક્તિ તજી પોતાના આત્માને શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાને આધીન બનાવ્યો છે. દુશમનનું પણ ભૂંડું ન જ થાઓ એ જ ભાવના : સમ્યગ્દષ્ટિ આત્માની ભાવના કઈ હોવી જોઈએ, એ જાણો છો ? સમ્યક્તનુંપ્રધાનતાની અપેક્ષાએ-પહેલું લક્ષણ ઉપશમ છે અને તેનું સ્વરૂપ જણાવતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર, ગુજરાતી ભાષાની સઝાયમાં પણ ફરમાવે છે કે “અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિતવીએ પ્રતિકૂલ ; સુગુણ નર ! શ્રી જિનભાષિત વચન વિચારીએ.” આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે શ્રી જિનેશ્વરદેવના માર્ગથી રંગાયેલો અને નિરંતર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો જ વિચાર કરનાર આત્મા, પોતાના અપરાધીનું પણ ભૂંડું ન જ ઇચ્છે : તે આત્મા તો પોતાના દુશ્મનનું પણ હિત જ ઇચ્છે. આત્માને પરમ શુદ્ધ સમ્યગ્દષ્ટિ બનાવવો હોય અને જેમણે શુદ્ધ સમ્યગ્દષ્ટિ બની રહેવું હોય તેમ જ જેઓને સમ્યગ્દર્શનની આરાધના જ કરવી હોય અને જેમને પ્રભુના શાસનમાં ટકી જ રહેવું હોય, તો તેઓએ આ ભાવનાને મજબૂત કર્યા વિના છૂટકો જ નથી. દુશ્મનના નાશને જેમ આખી દુનિયા ચિંતવે, તેમ પ્રભુના શાસનમાં આવનાર પણ ચિંતવે, તો તેની વિશેષતા શી? ઊંચામાં ઊંચા અહિંસક બનવાની ભાવનાવાળામાં હિંસક વિચાર હોય? પાપ કોઈને છોડે ? જે પાપના યોગે મરી રહેલ છે, એને મારવાનો ધર્માત્મા વિચાર કરે ખરો ? એને તો એનું પાપ જ મારી રહ્યું છે : માટે એની તો દયા ખાવી, એ જ સજ્જનનું કામ છે. તમને કોઈ મારવા આવે તો વિચારો કે “મારા પાપને ખપાવવા માટે સામો આદમી- પોતાના આત્માની દરકાર નહિ કરતાં, પોતાનું બગાડી, પાપની પરવા કર્યા વગર સામે આવે છે :” એ તે ઉપકારી કે અપકારી ? એ બિચારો કાંઈ સ્વાધીન છે ? એ કર્માધીન આત્મા ભાન ભૂલી, પોતાનું બગાડીને તમારું ભલું કરવા આવે, ત્યાં ગુસ્સો કેમ આવે? Page #23 -------------------------------------------------------------------------- ________________ - ૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ - 21 - જો સામો આદમી સામાનું બગાડી જ શકતો હોય, તો તો દુનિયામાં કોઈને સારું હોત જ નહિ. અશુભ કર્મના ઉદયરૂપ નિમિત્ત ન હોય, તો કોઈ કાંઈ કરી શકતું નથી. આથી દરેકે “બચાવ ન કરવો, સાવધ ન રહેવું' એમ કહેવાનો આશય નથી, પણ દુશ્મનનાયે ભૂંડાની તો ભાવના ન જ હોવી જોઈએ'-એમ કહેવાનો આશય છે. “જરૂર પડ્યે રક્ષણ માટે હાથ દેવાય, હાથ આડા ધરી બચાવ કદાચ કરાય, પણ દુશ્મનનુંય ભૂંડું તો ન જ ઇચ્છા-આવી ભાવનાવાળાને દુશ્મન પ્રત્યે ખરાબ ભાવ આવે ક્યાંથી ? આ અને રૌદ્રધ્યાન ન આવે, એની સમ્યગ્દષ્ટિ ખૂબ કાળજી રાખે. સમ્યક્ત આવે ત્યારથી જ એ દુર્ગાનનાં પરિણામ મંદ પડે-ઢીલાં થાય, પણ તે કયારે થાય ? ત્યારે જ કે જ્યારે સમ્યક્તની ભાવનામાં હૃદય ઓતપ્રોત બને ! એ ભાવનાનો અભાવ હોય તો આત્મા બહુ બંધાઈ જાય. માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે. દુશ્મનને સુધારવા માટે કરવી પડતી કડવી ક્રિયા કરતી વખતે પણ હૃદયમાં ભાવના કઈ હોય ? માતા બચ્ચાને મારે, પણ એને રોતું જોઈ ઘરમાં જઈને એ રુએ. કોઈ કહે કે “મારવામાં વેર-ઝેર હતું ?' નહિ, હિતબુદ્ધિ જ હતી. એનાં આંસુ પહેલાં તો ડબલ આંસુ માને નીકળે, કારણ કે બાળક પ્રત્યે માતાનો દ્વેષભાવ નથી. માતા કદાચ મારે તો પણ તેનું હૃદય કયું ? માતા બાળકના હિતને માટે ઉપાય બધા કરે ! તેવું જ હૃદય સમ્યગ્દષ્ટિનું સુધારવા યોગ્ય વ્યક્તિ પ્રત્યે હોય. બાળકને મારતી વખતે માતાનો હાથ કેવો ઊપડે ? તમે તમારા હાથે તમાચો મારો તો તમારા ગાલ ઉપર તમારો હાથ કેવો ઊપડે ? સામો મારે એવી ધોલ મરાય ખરી ? કહો ને કે હાથ ચાલે જ નહિ. ભલે ને ખૂબ લાંબો કરીને જોરથી ઉપાડ્યો હોય, પણ ગાલ પાસે આવતાં આવતાં તો તે હળવો થઈ જ જાય. કોઈ કદાચ અવાજ માગે, તોયે હાથ પોલો રાખીને અવાજ પણ કરો : પરંતુ વાગે નહિ એની કાળજી તો રાખો જ : કારણ કે મારાપણું બેઠું છે. તેમ પ્રાણીમાત્રનું ભલું કરવાની બુદ્ધિ જેના આત્મામાં હોય, તે જ પારકાનું ભલું કરવાને લાયક છે : બીજા નાલાયક છે. સમ્યત્ત્વની ભાવનામાં તો આખા વિશ્વ પ્રત્યે મૈત્રી છે. એ કેંદ્રિય જીવો પ્રત્યે પણ સમ્યગ્દષ્ટિના હૃદયમાં મૈત્રીભાવના વર્તે. એ ભાવના જો ઊડી જાય તો તો બધું જ ઊડી જ જાય. મૈત્રી એટલે “શેકહેન્ડ' વગેરે બાહ્યાડંબર કરવો એ નહિ, પણ મૈત્રી એટલે તો પરનું હિત ચિંતવવાનું ! સામાના હિત માટે શેકહેન્ડ” Page #24 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 284 કરવી પણ પડે, ન પણ કરાય, આઘા પણ ઊભા રહેવું પડે, પરંતુ ભાવના શુદ્ધ જોઈએ. અયોગ્ય ભાવનાનો અંકુરો પણ ન આવે, એની કાળજી પૂરી રાખે તે સમ્યગ્દષ્ટિ ! ભલાના નામે ખોટી ભાવના આવે તો કર્મસત્તા ન છોડે. ગમે તે સ્થિતિમાં મુકાય, છતાં ભાવના એ કે દુશ્મનનું પણ ભલું થાઓ-દુશ્મનનું પણ ભલું હું કયારે કરી શકું !” ઉપકારની ભાવનામાં ફેર ન પડવા દો! નાના, મોટા, શત્રુ, મિત્ર, પરિચિત, અપરિચિત,-એ બધા પ્રત્યે વર્તાવમાં ભલે ફેર હોય, પણ બધામાં બુદ્ધિ તો હિતની જ હોય. “સર્વે સુખી થાઓ-એ ભાવના ! ભાવના બધા સુખી થાઓ એવી, પરંતુ તે માટે કેમ વર્તવું, ત્યાં તો ભેદ પડશે : એના અમલમાં જરૂર ભેદ પડશે : સાતમે ગુણઠાણે, છછું, પાંચમે, ચોથે ગુણઠાણે અને માર્ગાનુસારીની પણ ઇચ્છા તો મુક્તિની, પણ કાર્યવાહીમાં ભેદ જરૂર પડે. સાતમે ગુણઠાણે અપ્રમત્તાવસ્થા છે, જ્યારે છઠું પ્રમત્તાવસ્થા છે અને પાંચમે-ચોથે વળી એથી પણ જુદી દશા છે. ભાવના એકસરખી, છતાં કાર્યવાહી જુદી કેમ ? કારણ કે સરખી શક્તિનો અભાવ છે ! મુનિ પાસે એક આદમી ચોવીસે કલાક કાયમ રહે અને જો તે રહેનાર આત્મા સુયોગ્ય હોય તો એના ઉપર મુનિ ઘણો ઉપકાર કરી શકે : અને બે, ચાર કે છ કલાક આવે ત્યાં એટલો ઉપકાર ન થાય ઓછો થાય : મહિનામાં બે દિવસ આવે એના ઉપર સાવ ઓછો થાય : કોઈક વખત જ મળે એના પર નહિ જેવો જ થાય : ન મળે તેના પર ન પણ થાય ! એ રીતે ઉપકારની કરણીમાં ફેર, પણ ભાવના તો એક જ. હા, એક વાત જરૂર છે કે રોજ સાથે રહેનારો કે રોજ ચાર-છ કલાક આવનારો આત્મા અયોગ્ય હોય કે ઓછી યોગ્યતાવાળો હોય તો એના ઉપર પણ ઉપકાર ન થઈ શકે કે થોડો થઈ શકે અને કોઈક જ દિવસે આવેલો આત્મા યોગ્ય હોય, તો તેટલામાં પણ ઘણો ઉપકાર થઈ શકે માટે બેઉ દૃષ્ટિએ વિચાર કરવાનો. પરંતુ બધાના હિતની જ ભાવના હોવી જોઈએ. દરેક આત્મા કર્મનો ક્ષય કરી, અનંત સુખના ભાગીદાર થાય, એ જ એક ભાવના હોવી જોઈએ ! એમાં જરા પણ ફેર ન જ પડવો જોઈએ. જેમ જેમ વિદ્યાર્થી હઠીલો, તેમ તેમ એને શિક્ષક વધુ શિક્ષા પણ કરે, છતાં ભાવના કઈ ? એક જ ભાવના કે બધા ટાઇમસર આવે, સીધી રીતે બેસે, એ સરખી રીતે સાંભળે, રીતસર લેસન કરે અને પરીક્ષામાં સોએ સો ટકા પાસ થાય. યોગ્યતાના પ્રમાણમાં શિક્ષામાં ફેરફાર Page #25 -------------------------------------------------------------------------- ________________ 285 - - - ૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ - 21 - - - ૯ હોય, પણ “બધા જ હોશિયાર થાઓ !'-આ એક જ ભાવના સર્વ માટે હોવી જોઈએ. રક્ષણની શિખામણની-શિક્ષાની ક્રિયામાં ફેરફાર હોય, પણ ઉપકારની ભાવનામાં તો ફેર ન જ હોવો ઘટે. સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ કેવી હોય, એ વાત ચાલે છે. તમે બધા શાસનને ચાહતા હો-શાસનનું હિત ચાહતા હો, તો શાસન કદરૂપું દેખાય એવી ક્રિયા શાસનપ્રેમીના હાથે ન થવી જોઈએ. જેને માનીએસેવીએ-પૂજીએ,-એ કદરૂપું દેખાય એવી કાર્યવાહી ન કરવી જોઈએ. અજ્ઞાની દોષદષ્ટિવાળો ગમે તે કરે, પણ સમજદારના હાથે થોડું પણ ખરાબ થાય, એ ઇચ્છવાયોગ્ય નથી. જે રીતે સુધારવા ઇચ્છીએ છીએ, તેમાં અયોગ્ય વર્તન કરવાથી ભેદ પડે અને કરવા ધારીએ તે ન કરી શકીએ. હિતૈષીના હાથે અહિત ન થવું જોઈએ : હિતના નામે અહિત ન થાય તેમ વર્તવું જોઈએ : છતાં જો એમ વર્તાય, તો પેલા જ્ઞાની વર્તે તેના કરતાં, આ ભયંકર કહેવાય. આટલી કાળજી રખાય તો જે કરવા માંગીએ છીએ, તે સહેલાઈથી કરી શકાય. શ્રી સુબુદ્ધિમંત્રીનું દષ્ટાંત: શ્રી સુબુદ્ધિમંત્રીની ભાવના એ છે કે “મારો માલિક સન્માર્ગે કેમ આવે : કયા ઉપાયથી સન્માર્ગમાં એ જોડાય!” પણ પ્રસંગ આવવો જોઈએ ને ? એકવાર રાજાએ કોઈ પ્રસંગ હોઈ પોતાના મંડળને પોતાને ત્યાં જમવા માટે નોતર્યું : એમાં મંત્રી તો હોય જ. બધા મળવા આવ્યા, જમવા બેઠા, રસોઈ પિરસાઈ : રાજાને ત્યાંની રસોઈમાં કમી શી હોય? રાજા એક એક વસ્તુ લેતો જાય છે અને-કેવી છે?'એમ પૂછતો ટેસ્ટ કરતો જાય છે. બધા સારી જ કહે છે : ખોટી હોય તોયે સારી જ કહેવી પડે : રાજાની રસોઈમાં રાજાની સામે દૂષણ કોણ કાઢે ? પાછળની વાત જુદી છે. બધા વખાણ કરે છે : મંત્રી કાંઈ બોલતા નથી. રાજા મનમાં વિચારે છે કે “આ બધા “હાજી' કહે છે, કારણ કે એ ‘હાજિયા' છે : “નાજી' કહેવાનું શીખ્યા નથી : પણ જ્યાં સુધી મંત્રી સુબુદ્ધિ સારી ન કહે-ન વખાણે, ત્યાં સુધી રસોઈની કિંમત નહિ.' રાજા : ‘મંત્રી ! તું કેમ કંઈ બોલતો નથી ?” મંત્રી : “આપે મને જમવા બોલાવ્યો છે કે બોલવા ? જે માટે બોલાવ્યો છે તે કરું છું' Page #26 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 286 રાજા : “રસોઈ સારી કે ખોટી તે કહેવામાં વાંધો શો ?” મંત્રી : “રસોઈ જેવી છે તેવી છે, જેમાં કહેવાનું શું?” રાજા : ‘(જરા ગુસ્સે થઈને કહે છે.) “પણ કેવી છે ?' મંત્રી : “જેવી બની છે તેવી છે.” રાજા : ‘પણ ખારી, ખાટી, તીખી, કાંઈ તો કહે ! મંત્રી : “રાજનું! જેવી છે તેવી છે એની લપ્પન-છપ્પનમાં ફાયદો શો ? ખોટી કહું તો કંઈ સારી બની જવાની છે ? અમુક ઉમદા ચીજની અપેક્ષાએ ખોટી પણ ગણાય અને એનાથી ઊતરતી ચીજની અપેક્ષાએ સારી પણ ગણાય. એની પંચાતમાં ઊતરવાનું શું કામ ?” રાજા : ‘તું તો મૂઓં છે તું તારે રાજકારભાર કર : તું એ કરી જાણે : તને આની ખબર ન પડે.' મંત્રી : “એમ માનો ! આપ મુખત્યાર છો.' બધા વચ્ચે મૂર્મો કહ્યો તે સહન થાય ? થાય, પણ કોનાથી ? પોતાનું સાચવવા ઇચ્છનારથી તથા પોતાનું સાચવીને પારકાનું ભલું કરવા ઇચ્છનારથી ! એ તો એવું પણ સહન કરે. બધા વિખરાયા. હવે એકવાર રાજા તથા મંત્રી બેય ફરવા નીકળ્યા. નગરની બહાર ગયા કે એક ગંધાતી ખાળ આવી : એમાંથી બહુ જ ખરાબ દુર્ગધ છૂટે છે. રાજા નાક દાબી, મોટું મરડી, ઘોડો ઉતાવળે હાંકી દોડી ગયો અને દૂર જઈ ઊભો રહ્યો. મંત્રી તો નાક દાખ્યા વિના-મોટું મરડ્યા વિના આવે છે : અહીં નાકે લૂગડું રાખવાને હરકત નથી, પણ એને તો રાજાને બતાવવું છે, એટલે ખાસ એ મુજબ આવે છે. રાજા વિચારે છે કે “મંત્રી કેવો જંગલી છે ? એને દુર્ગધ પણ નથી આવતી !” મંત્રીને ગંધ નહોતી આવતી એમ નહિ : ગંધ આવતી હતી : કપડું ધારે તો રાખી શકે : પણ રાજાને સમજાવવાની ખાતર, ઇરાદાપૂર્વક આ મુજબ ધીમે ધીમે આવે છે. બાકી ગંધ ન સહાય તો કપડું રાખવામાં વાંધો નહિ, પણ તેના પ્રત્યે મુખ બગાડી, ગુસ્સો વગેરે કરવાની શી જરૂર ? “ખાળ આવી ને ખાળ તેવી’ એમ કહેવાથી ખાળ કાંઈ ઊડી જાય ? આઘો જાય તો બચે. ખસવામાં વાંધો નહિ, પણ ગુસ્સો શું કામ આવે ? મંત્રી રાજા પાસે આવ્યો, એટલે રાજા કહેવા લાગ્યો : Page #27 -------------------------------------------------------------------------- ________________ 287 ૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ - 21 રાજા : ‘તને ગંધ પણ નહોતી આવતી ?' મંત્રી : ‘જેવી હતી તેવી આવતી હતી.' રાજા : ‘સહન કેમ થાય ?’ મંત્રી : ‘જેમ થાય તેમ.’ રાજા : ‘તું તો ગાંડો છે.' રાજા મનમાં વિચારે છે કે ‘મંત્રી ગાંડો છે : એની જોડે વાતચીત શી ? એ તો એ ભલો અને એનો રાજકારભાર ભલો. એને બીજી ગમ ન પડે.’ ત્યાંથી પાછા ફર્યા અને બેય પોતપોતાના મકાને ગયા. ૧૧ મંત્રીને હવે રાજાને સન્માર્ગે લાવવાનો ઉપાય મળ્યો. નોકર પાસેથી એ ગંધાતી ખાળમાંથી ઘડો ભરીને પાણી મંગાવ્યું. કતક નામનું ચૂર્ણ, કે જે ચૂર્ણનો એવો સ્વભાવ છે કે જો પાણીમાં નાખે તો પાણીનો મેલ દૂર થાય, તેનાથી મંત્રીશ્વરે પાણી નિર્મળ બનાવ્યું. પાણીની સૂક્ષ્મતા ન જાય, પાણી જાડું ન થઈ જાય, એટલા પ્રમાણમાં સ્વાદુ અને સુગંધી દ્રવ્યો એમાં ભેળવી એ પાણીને મધુર, ઠંડું, સુગંધિત, તૃષાને શમાવનાર તથા ઇંદ્રિયોને સુખદાયક બનાવ્યું. આ પાણીને રાજાના રસોડે પહોંચાડ્યું અને રસોઇયાને કહેવરાવ્યું કે ‘આજે મહારાજાને આ પાણી આપવું.’ આમાં જાનની આપત્તિ છે હોં ! રાજાની જોડે આ ખેલ છે, પણ એને તો રાજાનું ભલું કરવાની ભાવના છે, એટલે આપત્તિનો ડર નથી. રાજા મહેલ. તરફ આવે છે ત્યારે દૂરથી એને સુગંધી આવી. વિચાર કરવા લાગ્યો કે ‘આજે એવી કઈ રસોઈ થઈ છે કે જેની આવી ખુશબો આવે છે ? એવી કોઈ રસોઈની આજ્ઞા આપી નથી.' રાજા જમવા બેઠો, રસોઈ પિરસાઈ, પણ જુએ છે તો એક પણ એવી ચીજનો પત્તો લાગતો નથી અને સુગંધી તો મ્હેંકી રહી છે. પાણીનું વાસણ આવ્યું : એમાંથી સુગંધી ઊછળે છે એ જણાયું. ઇંદ્રિયાધીન આત્મા કેટલો વખત કાબૂમાં રહે ? તરત પાણી પીધું. જમ્યાં પહેલાં પીધું. એ જ વખતે રાજા રસોઇયાને કહે છે કે ‘આટલા દિવસથી તું મારે ત્યાં છે, કોઈ દિવસ તેં આવું પાણી પાયું નથી, આજે જ પાયું, તો રોજ કેમ પાતો નથી ?' રસોઇયાએ કહ્યું કે ‘સાહેબ ! એ તો મંત્રીશ્વરે મોકલ્યું છે.' રાજાએ વિચાર્યું કે ‘હવે હું સમજ્યો. જે મંત્રીને ઘેર આવાં પાણીનો કૂવો હોય-જે મંત્રી પાણી Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - પણ આવાં પીએ, તે મારી રસોઈ શાની વખાણે ?” વિષયાધીન આત્માની હાલત જોઈ ? રાજા વિચારે છે કે તે દિવસે મારી રસોઈ ન વખાણવાનું કારણ હવે સમજ્યો ! આવું પાણી પીનારને ખાળની દુર્ગધ આવે જ કયાંથી ?” રાજા : “બોલાવો મંત્રીને !' મંત્રીને બોલાવ્યો. મંત્રી આવ્યો. રાજા : “આવા કૂવાનું પાણી તું રોજ પીએ છે અને અમને આજે જ મોકલ્યુંઃ રોજ કેમ નથી મોકલતો ?” રાજાની બુદ્ધિ ઉપર મંત્રી હસ્યો. રાજા : “મંત્રી ! આ કયા કૂવાનું પાણી છે ?' મંત્રી : “રાજન ! વચન આપો તો કહું. તમે રાજા : ઘડીમાં રોષાયમાન થાઓ તો ઘડીમાં તોષાયમાન થાઓ ! તમારા રોષ કે તોષનો વિશ્વાસ શો ? રાજાની મૈત્રી ક્યાં સુધી ? મને અભયદાન આપો પછી હું બધી જ વાત કહી દઉં.” રાજા : પણ આમાં મરવાની વાત કયાં છે ? ક્યા કૂવાનું પાણી, એ કહેવું એમાં મરવાની વાત આવી ?” મંત્રી : “જી હા ! એ આપ ન જાણો. આપ અભયદાન આપો.' રાજા : “કબૂલ, તને કાંઈ જ વાંધો નહિ આવે.' મંત્રી : “રાજનું! જે ખાળ આગળ મઢે ડૂચો દઈ આપ ઘોડો હાંકી ગયા હતા, એ ખાળનું આ પાણી છે.' રાજા : “મારી પણ મશ્કરી કરે છે ?' મંત્રી : “નહિ, આપની મશ્કરી શું કામ કરું ? સાચું જ કહું છું કે તે જ ખાળનું આ પાણી છે.' રાજા : ‘ત્યાં આવું પાણી ?” મંત્રી : “ના, પાણી એવું નહિ પણ એ પાણી પણ જો યોગ્ય ઉપાય કરાય તો આવું પાણી બની શકે છે.” રાજા : “ન બને.” મંત્રી : ‘બનાવી દઉં.” Page #29 -------------------------------------------------------------------------- ________________ 289 - - ૧ : સમગ્દર્શનનો પ્રભાવ - 21 --- મંત્રીએ તરત ત્યાંથી પાણી મંગાવી, રાજાની સમક્ષ તે પાણીને વિધિપૂર્વક નિર્મળ કરી બતાવ્યું, રાજા વિસ્મય પામ્યો અને પૂછ્યું કે “તેં આ શી રીતે જાણ્યું ?' મંત્રી : “મારા શ્રી જિનેશ્વરદેવના મુનિવરોએ કહ્યું છે. સારી કે નરસી ચીજ, એ સંયોગને આધીન છે. ઘઉંના આટાથી મિષ્ટાન્ન પણ બને અને રોટલા પણ બને. જેવા સંયોગો તેવું રૂપાંતર. સારા-ખોટાપણાનું કારણ સંયોગ છે. તો ખાલી રાગદ્વેષ કરવાથી ભલું થાય શી રીતે ? રાજન ! મેં આ બધી મહેનત આપની દૃષ્ટિ ઉઘાડવા માટે કરી છે. રસોઈનાં વખાણ ન કર્યા, તેનું પણ કારણ આ જ. એક પર રાગ અને એક પર દ્વેષ કરવાથી ફાયદો શો ?” રાજા : “બસ, મને સત્વર તારા મુનિવર પાસે લઈ જા. આવા દેવ, આવા મુનિ અને આવો ધર્મ તો અનુપમ, કે જ્યાં વસ્તુનું સત્ય જ્ઞાન થાય અને એથી રાગદ્વેષ દૂર થાય.” આટલી મહેનતના પરિણામમાં તે સુબુદ્ધિ મંત્રીએ રાજાને મુનિનો યોગ પમાડ્યો અને પરિણામે રાજા અને મંત્રીશ્વર ઉભયે સંયમ અંગીકાર કર્યું અને આત્મકલ્યાણ સાધ્યું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨: હેય અને ઉપાદેયનો વિવેક • ક્રિયાનું પ્રતિપાદન શા માટે ? • સંસારી માત્ર માટે મુખ્ય કર્તવ્યનું વિધાન • દષ્ટિરાગ પાપી છે : • ખોટું ઘલિય એ દોષ છે ! • વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ : છે સંસાર દુઃખમય જ છે : • સંસારના ભય વિના ધર્મપ્રેમ ન જાગે : • ચાર પ્રકારના દીકરા : વિષયઃ શસ્ત્રપરિજ્ઞા વિવરણ ટીકાનો પ્રારંભ - પીઠિકા પૂર્વના પ્રવચનમાં મતિકલ્પનાના આધારે ચાલવાની અનિષ્ટતા સમજાવી પૂર્વમહાપુરુષોનાં વચનોની આધીનતાનું પ્રાધાન્ય સિદ્ધ કર્યા બાદ પૂ. પ્રવચનકારશ્રીએ આ પ્રવચનમાં ટીકાના આધારે પીઠિકા કરતાં હેય અને ઉપાદેયનો વિવેક સ્પષ્ટ કર્યો છે. એ વાતને વધુ વિગતથી સ્પર્શવા માટે વસ્તુનો સ્વભાવ એ ધર્મ' એમ જણાવી સંસારનું સ્વરૂપ પણ સ્પષ્ટ કર્યું છે. સંસાર હેય છે અને આત્માનો સ્વભાવ એટલે મોક્ષ એ જ ઉપાદેય છે. માટે સંસાર છોડી મોક્ષ મળે તેવા ઉપાયોનું આસેવન કરવાની હિતશિક્ષા સમર્પી છે. તે અંગે અભિજાત, સુજાત, નીચ અને કુલાંગાર એમ પુત્રના ચાર પ્રકાર બતાવી વ્યાખ્યાન પૂર્ણ કર્યું છે. મુવાક્યાત જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનની અવગણના કરીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય અને ભક્તિ-બહુમાન-નમસ્કારાદિ ક્રિયા કરીએ, તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ થાય. • “મારું મારું કરવું અને દુઃખથી આઘા રહેવું, તે ન ભૂતો ન ભવિષ્યતિ. • રાગી, ઢષી અને મોહાંધ - એ સુખી હોય એ કદી બન્યું જ નથી. • આપણું જીવન જો આપણે સફળ કરવા માંગતા હોઈએ, તો આપણી ફરજ છે કે આપણે કેવળ વ્યક્તિના જ અનુયાયી બની જવું જોઈએ નહિ અને કોઈ પણ કમાન્યતાના ગુલામ પણ બનવું જોઈએ નહિ. • દેવનું કહેલું જ કહે એ ગુરુ. અગડંબગડે ગપ્પાં મારનાર ગુરુ નહિ ! • મકાનની ધજા જેમ વાયુથી ફરકે, તેમ વાયરે ફરકનારા ગુરુ નહિ! • લક્ષ્મી હોય તો સદુપયોગ કરવાની છૂટ છે પણ સદુપયોગના નામે પાપથી પેદા કરવાની છૂટ નથી. • વડીલ પણ છે કે જે વારસામાં રહેલ આત્માનું હિત ચિંતવે. • સંસારની બધી બદબૂ છૂટે ત્યારે જ સંયમની સંપૂર્ણ ખુશબૂ આવી શકે. • અસંયમ ઉપરની પ્રીતિ ઘટે તો જ સંયમનું સુખ સમજાય અને સંયમ ઉપર પ્રીતિ થાય. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨: હેય અને ઉપાદેયનો વિવેક ક્રિયાનું પ્રતિપાદન શા માટે? દરેક ગ્રંથની શરૂઆતમાં ૧. મંગલ, ૨. અભિધેય, ૩. સંબંધ અને ૪. પ્રયોજન,આ ચાર વસ્તુ ખાસ દર્શાવવામાં આવે છે. તેમ આ શ્રી આચારાંગસૂત્રની શરૂઆતમાં પણ એ ચારે વસ્તુ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ પણ ક્રમસર બતાવી દીધી. પ્રથમ શ્લોકમાં મંગળ માટે તીર્થની સ્તુતિ કરી અને એમાં કહ્યું કે “આ તીર્થ જયવંત છે : કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી. આ તીર્થના સિદ્ધાંતો એવી સુંદર રીતે સિદ્ધ થયેલા છે કે તેની સેવા કરનાર જરૂર કર્મમળથી રહિત થઈને મુક્તિપદનેય પ્રાપ્ત કરી શકે છે. આથી જ આ તીર્થ શાશ્વત છે, અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે.” બીજા શ્લોકમાં અભિધેયનું પ્રતિપાદન કરતાં, સંબંધ અને પ્રયોજનનું પણ પ્રતિપાદન કરી દીધું : કારણ કે આ સૂત્રમાં કહેવા યોગ્ય આચાર છે અને આ આચારસૂત્ર ભગવાન શ્રી મહાવીરદેવે જગતના હિત માટે જે રીતે કહ્યું છે, તે જ રીતે હું પણ કાંઈક કહું છું. આ કથનમાં અભિધેય, સંબંધ અને પ્રયોજન આ ત્રણેનું પ્રતિપાદન થઈ જાય છે. “આચાર’ એ અભિધેય છે, ભગવાન શ્રી મહાવીરદેવથી ચાલ્યું આવે છે'-એ સંબંધ છે અને “જગતનું હિત-એ પ્રયોજન છે. પ્રથમ શ્લોકમાં જેમ ટીકાકાર મહર્ષિએ અભુત વસ્તુ કહી છે, તેમ બીજા શ્લોકમાં પણ તેવું જ વસ્તુવર્ણન કર્યું છે. પ્રથમ શ્લોકના મંગલાચરણમાં છ વિશેષણોથી પ્રશંસા કર્યા બાદ, બીજા શ્લોકમાં આ શ્રી આચારાંગ શાસ્ત્ર કહેવાનો હેતુ, કોણે કહ્યું છે અને મારે આ કહેવાને શા માટે પ્રયત્ન કરવો પડે છે, એ ત્રણે વસ્તુ ટીકાકાર મહાત્માએ બતાવી છે અને કહ્યું છે કે “આ શ્રી આચારાંગસૂત્ર ભગવાન શ્રી મહાવીરદેવે જગતના કલ્યાણ માટે કહ્યું એમાંથી કિંચિત્ મારી શક્તિ મુજબ કહું છું : મારી આ વાણીને તે જ પાવન કરો, કે Page #32 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ જેમણે આ કહ્યું છે : હું તેમની નિશ્રાએ બોલું છું. પૂરું કહેવાની તાકાત મારામાં નથી : એમણે કહ્યું છે, એમાંથી લઈને તાકાત છે તેટલું કહું છું.' ૧૬ ત્રીજા શ્લોકમાં ટીકાકાર મહર્ષિ શ્રીમતુ શીલાંકસૂરિજી મહારાજાએ ફરમાવ્યું કે ‘શ્રી ગંધહસ્તિએ કરેલું ‘શસ્ત્રપરિજ્ઞા-વિવરણ' અતિ-બહુ ગહન છે : તેમાંથી સુખપૂર્વક બોધ થાય તે માટે હું કાંઈક સાર ગ્રહણ કરું છું.’ શુદ્ધ સમ્યગ્દષ્ટિનો આદર્શ પ્રભુના માર્ગમાં સ્થિર રહેવાનો અને તેમાં સ્થિર રહેવા માટે શાસનના ધોરી આચાર્યદેવોની નિશ્રામાં રહેવાનો જ હોય છે ! તે કદી જ પોતાની મતિકલ્પના ઉપર ઝઝૂમતો નથી, પણ જ્ઞાનીના વચન તરફ જ ઝૂકે છે. એમાંથી મેળવાય તેટલું મેળવે છે અને કલ્યાણની બુદ્ધિએ અપાય એટલું આપે છે. સભા : અક્રિય સિદ્ધ પરમાત્મા પાવન શી રીતે કરે ? ભલે સિદ્ધ થયેલા અરિહંત પરમાત્મા અક્રિય હોય, પણ એમનાં નામ-ગોત્ર વગેરેના સ્મરણથી આત્મા પાવન થાય, માટે ઔપચારિક ભાષામાં એમ કહેવાય કે ‘આપ જ આ વાણીને પાવન કરો.' બેશક, આત્માના ગુણો આત્માએ જ પ્રગટ કરવાના છે, કોઈ આપવાનું નથી, પણ જે નિમિત્ત પ્રગટ થાય તે નિમિત્તને આપનાર તરીકે કહેવાય. વળી બીજી પણ વાત સમજવા જેવી છે. જો એવા જ નિશ્ચય ઉપર જઈએ તો તો ભાગ્ય ન હોત તો માતા પાળત પણ શાની ? એ તો પુણ્યોદય માટે પાળે છે, તો પછી માતાનો ઉપકાર જ શો ? ઉપકાર જ ઊડી જાય. ભલે પળાયો પુણ્યયોગે અને જીવ્યો એ આયુષ્યના યોગે, પણ નિમિત્ત કોણ ? નિમિત્ત તરીકે માબાપ કહેવાય. તેમ અહીં જ્ઞાન પણ આ આગમના યોગે અને એ પણ સદ્ગુરુના યોગે ! આગમ પણ પૂજ્ય, સદ્ગુરુ પણ પૂજ્ય અને આગમ જેના પર મુકાય તે સાપડી પણ પૂજ્ય, અરે-લખવાનો કોરો કાગળ પણ પૂજ્ય ! એને પગ ન અડાડાય. જ્ઞાનનાં ઉપકરણમાત્ર પૂજ્ય : પાટી, પોથી, સાપડી, ઠવણી, આ બધાની અવગણનાનો પશ્ચાત્તાપ અતિચારમાં આવે છે કે નહિ ? અને આથી જ શાસ્ત્રમાં કહેવાય છે કે ‘જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનની અવગણના કરીએ-તે સધળાનું અપમાન કરીએ, તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય અને ભક્તિ કરીએ-બહુમાન કરીએ અને નમસ્કારાદિ ક્રિયા કરીએ, તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ થાય.’ : સભા : અક્રિયપદના અર્થીને ક્રિયાના આલંબનની જરૂર શી : 292 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૩ - ૨ : હેય અને ઉપાદેયનો વિવેક - 22 -- ૧૭ આવો પ્રશ્ન ક્રિયાને ઉડાવનારાઓ કરે છે, પણ તેઓને ખબર નથી કે એકલા જ્ઞાનથી કદી જ મુક્તિ મળી શકતી નથી. અક્રિયપદે પહોંચવા માટે પણ ક્રિયાની જરૂર તો છે જ, કારણ કે અનાદિથી ઊલટી ક્રિયાઓ કરી, આત્મા ઉપર કરેલા બંધનને દૂર કરવા માટે તો ક્રિયાનું આલંબન લેવું જ પડશે. વાત એટલી જ કે અત્યાર સુધી ઊલટી રીતે સક્રિય હતા તે હવે સીધી રીતે સક્રિય બનવું પડશે. બંધનની ક્રિયા કરી તેટલી ક્રિયા છૂટવા માટે પણ કરવી જ પડશે ને ? છૂટવા માટેની ક્રિયા કરી એટલે બંધન ખસવાનાં અને તે ખસશે એટલે ક્રિયા પણ આપોઆપ જ ખસી જશે. આંટા બાંધ્યા છે એટલા ઊલટા ફેરવવા તો પડશે જ ને ? જે વસ્તુને બંધનમાં મૂકી, તેને છોડવાની ક્રિયા તો કરવી જ પડશે. આજ સુધી અયોગ્ય આલંબનના યોગે ઊંધી ક્રિયાઓ થતી હતી, તે હવે યોગ્ય આલંબનના યોગે સીધી ક્રિયા કરીએ, કે જેથી બંધન છૂટી જાય અને મુક્તિપદની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે. આપણે જો આલંબન ન સ્વીકારીએ, તો અનાદિની વિપરીત દશા પલટાતી નથી. અનાદિની ખોટી કુટેવોથી બચવા આ આલંબન છે. પ્રવૃત્તિ સીધી થાય તો અનાદિની ખોટી કુટેવો છૂટી જાય, ઊંધી પ્રવૃત્તિ બંધ થાય અને આક્રમણો ખસી જાય એટલે મુક્તિ થાય. યોગ્ય નિમિત્તની અવગણના કરનારા પોતાના આત્માની જ અવગણના કરે છે : નિમિત્તના યોગે તો બધું ચાલે છે. ઊલટાં નિમિત્ત કાયમ રાખવા અને સીધાં નિમિત્ત ઊભાં ન કરવાં, એ કયાંનો ન્યાય ? સંસારી માત્ર માટે મુખ્ય કર્તવ્યનું વિધાન : ટીકાકાર મહર્ષિ પીઠિકામાં જ ફરમાવે છે કે - "इह हि रागद्वेषमोहाद्याभिभूतेन सर्वेणापि संसारिजन्तुना शारीरमानसानेकातिकटुकदुःखोपनिपातपीडितेन तदपनयनाय हेयोपादेयपदार्थपरिज्ञाने यत्नो विधेयः ।" આ સંસારમાં રાગ, દ્વેષ અને મોહાદિકથી અભિભૂત થયેલા અને એ જ કારણે શારીરિક અને માનસિક અતિકક દુઃખોના ઉપનિપાતથી પીડિત થયેલા સર્વ પણ સંસારી જંતુએ, હેય, (તજવા યોગ્ય) અને ઉપાય (અંગીકાર કરવા યોગ્ય) પદાર્થોના પરિજ્ઞાનમાં યત્ન કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહીને, ટીકાકાર મહર્ષિ સ્પષ્ટ કરે છે કે રાગ, દ્વેષ અને મોહ આ ત્રણે સંસારનાં મૂળ છે અને એનાથી પરાભૂત થયેલા આત્માઓપછી તે ગમે તે હોય, પણ તેઓની ઉપર શરીર સંબંધી કે મન સંબંધી અનેક Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ –––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – – 294 ભયંકર દુઃખો આવ્યા વિના રહેતાં જ નથી. એ ભયંકર દુઃખોથી મુક્ત થવાની જેઓની અભિલાષા હોય, તેઓએ હેય અને ઉપાદેય પદાર્થોનું જ્ઞાન મેળવવું જ જોઈએ. તે સિવાય એ દુઃખોથી મુક્ત થવાનો કોઈ ઉપાય જ નથી, કારણ કે હેય અને ઉપાદેયના જ્ઞાન વિના રાગ, દ્વેષ અને મોહનો નાશ થતો નથી અને તેના નાશ વિના દુઃખ પણ દૂર થતું જ નથી. દુઃખથી છૂટવાનો એ જ એક અનુપમ ઉપાય છે. રાગ, દ્વેષ અને મોહને આધીન થયેલા આત્માઓ, શારીરિક અને માનસિક અનેક કટુક દુઃખોથી પીડિત હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. રાગ, દ્વેષ અને મોહની આધીનતા છોડવી નહિ અને દુઃખોથી ડરવું-એ શી રીતે ચાલે ? દુઃખ ન જોઈએ તો એ રાગાદિકનો નાશ કરવા માટે સજજ રહેવું જ જોઈએ અને આ ત્રણની સેવા કરનારે તો દુઃખ સહન કરવા તૈયાર રહેવું જ જોઈએ. શાસ્ત્ર કહે છે કે “એ ત્રણેની હયાતીમાં દુઃખ તો આવવાનું જ.” મારું-મારું કરવું અને દુઃખથી આઘા રહેવું, તે ન ભૂતો ન ભવિષ્યતિ. દુઃખ ન જોઈએ તો આ ત્રણને છોડો અને ન છોડો તો દુઃખ આવે તે સ્વાભાવિક છે. રાગી, દ્વેષી અને મોહાંધ-એ સુખી હોય એ કદી બન્યું જ નથી : રાગી અને સુખી, દ્વેષી અને સુખી, મોહાંધ અને સુખી-એ બને જ નહિ. રાગી, દ્વેષી, મોહી કદી સુખી હોય ? ક્ષણવાર સુખ મળતું દેખાતું હોય, તો પણ તે સુખ નથી, કારણ કે એ સુખ પરિણામે દુઃખ લાવે તેવું છે. ખસ થાય ત્યારે ચળ આવે અને ખણાય ત્યારે લાગે મજાનું, પણ તે કંઈ સુખ છે ? નહિ જ. બચ્ચાંને ખસ થઈ હોય તો તેના હાથ બાંધવા પડે : મોટાને ખસ થઈ હોય તો સમજાવવા પડે અને હઠીલા થાય તો ઉપેક્ષા પણ કરવી પડે. બચ્ચાં તો ડાહ્યાં કે હાથ બાંધવા દે : મોટા સમજે તો ઠીક, નહિ તો ઉપેક્ષાયે ભલી. બાળકમાં એ યોગ્યતા છે કે એને કરવું હોય, ખણવું હોય તો પણ એને રોકવાની તાકાત છે. ના કહેવાથી કે સમજાવવાથી ન માને- સહેવાય નહિ તેવી દશા હોય, તો કોથળી અગર પાટા બાંધો એટલે બસ. મોટા હઠીલા થાય તો પાટા બાંધવા જ ન દે. અરે ગમે તે પ્રકારે બાંધો તોયે કાઢી નાંખે ! પગ, મોટું, અવાજ, બધું મોટું. એને કોણ બાંધી શકે ? માટે એવાની તો- ઉપેક્ષા વરમ્'-ઉપેક્ષા સારી, ક્ષણિક સુખ આપનારી વસ્તુમાં સુખ માનવું એ જ મોહ મોહનું સ્વરૂપ જ એ કે ક્ષણિક સુખમાં શાશ્વત સુખનો ભાસ કરાવે : પંડિતને પણ મુંઝવે તે મોહ. Page #35 -------------------------------------------------------------------------- ________________ 295 દૃષ્ટિરાગ પાપી છે ઃ : ♦ : હેય અને ઉપાદેયનો વિવેક - 22 રાગ ત્રણ પ્રકારના : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ. આ ત્રણમાં છેલ્લો દૃષ્ટિરાગ ઘણો જ પાપી છે અને તે સત્પુરુષો માટે પણ દુરુચ્છેદ છે. કામરાગ અને સ્નેહરાગ થોડી મુસીબતે દૂર કરી શકાય તેવા છે, પણ દૃષ્ટિરાગ તો સત્પુરુષો માટે પણ દુઃખથી છેદી શકાય તેવો છે : અર્થાત્-સત્પુરુષો પણ એના પાશમાં સપડાઈ જાય છે. કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “જામરાવળનેહા-વીષરનિવારણો । દૃષ્ટિ વસ્તુ પાપીવાનું, ગુલ્ઝેન: સત્તાપિ ।। ।।" ‘હૈ વીતરાગ ! કામરાગ અને સ્નેહરાગ એ સહેલાઈથી નિવારી શકાય તેવા છે, જ્યારે પાપી એવો દૃષ્ટિરાગ તો સત્પુરુષો માટે પણ દુઃખે કરીને છેદી શકાય તેવો છે.’ ૧૯ કામરાગ અને સ્નેહરાગ ભાવનાદિકથી દૂર કરી શકાય છે, પણ કુદર્શન ઉપર ચોંટેલો દૃષ્ટિરાગ, એ એવો ભયંકર છે કે જેના પાશમાંથી સત્પુરુષો પણ છૂટી શકતા નથી. આથી કોઈ પણ ખોટી માન્યતાને આધીન ન થઈ જવાય, એની ખાસ કાળજી રાખવાની છે. આપણું જીવન જો આપણે સફળ કરવા માંગતા હોઈએ, તો આપણી ફરજ છે કે આપણે કેવળ વ્યક્તિના જ અનુયાયી બની જવું જોઈએ નહિ અને કોઈ પણ કુમાન્યતાના ગુલામ પણ બનવું જોઈએ નહિ. ખોટાના રાગમાં પડેલા માણસો, છતા એવા દોષોને પણ જોઈ શકતા નથી. સભા : પ્રભુના આગમને આગળ રાખે તો ? તો પછી દૃષ્ટિરાગ રહ્યો જ ક્યાં ? એ તો યોગ્ય જ છે. કોઈ કહે કે મેં માન્યા એ જ દેવ.’-તો તો એ એક પ્રકારે દૃષ્ટિરાગ અને દુરાગ્રહ છે, પણ એમ કહે કે ‘રાગદ્વેષ ન હોય, એક પણ દૂષણ ન હોય તે મારા દેવ’-ત્યારે એને પૂછવાનું કે ‘આજ સુધી એમ કેમ નહોતો માનતો ?' ત્યારે જો એ માર્ગે આવવાને યોગ્ય હોય તો કહે કે ‘અજ્ઞાન હતું માટે !' શાસ્ત્ર કહે છે કે ‘દેવ, ગુરુ અને ધર્મ બધા ‘સુ’ જોઈએ. સુદેવ, સુગુરુ અને સુધર્મ : તે જ રીતે વડીલ પણ ‘સુ' અને માબાપ પણ ‘સુ’ જોઈએ.’ સભા : આપનો કેસ મજબૂત કરતા જાઓ છો. શ્રી જિનેશ્વરદેવે કહેલું તમારી આગળ મૂકું છું. કોઈ કહે કે ‘મહાવીરને કેમ માનો છો ?’ તો કહેવું કે ‘રાગદ્વેષને જીતી અરિહંત બન્યા માટે અમે ભગવાન Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – 29s શ્રી મહાવીરદેવને માનીએ છીએ કે કોઈ સાબિત કરે કે “એ અરિહંત નહોતા'તો ન માનીએ અને કહીએ કે “એ મહાવીર બીજા : એ અમારા મહાવીર નહિ. જેનામાં રાગદ્વેષ નહોતા એ જ મહાવીર અમારા દેવાધિદેવ, પણ બીજા નહિ.” શ્રી ઋષભદેવ ભગવાન તથા શ્રી મહાવીર ભગવાન અરિહંત હતા માટે જ તેમને દેવ માનીએ છીએ. ગુરુ પણ ગમે તે નહિ. ગુરુ છે કે જે મહાવ્રત પાળે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ચાલે, સામાયિકમાં રહે અને ધર્મનો જ ઉપદેશ આપે એ તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સિવાય બીજું બતાવે નહિ અને શ્રી જિનેશ્વરદેવે કહેલું જ કહે. ફલાણા જ ગુરુ-એમ નહિ, પણ લક્ષણ જેનામાં હોય તે બધા જ ગુરુ. આ જેનામાં ન હોય તે વોસિરે, વોસિરે. આ રીતે દેવને, ગુરુને, ધર્મને, વડીલને અને માબાપ વગેરે બધાને માનવાના, પણ તે “સુ” જોઈએ. "अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहूणो गुरुणो । બિનપત્ર તત્ત, સમ્મત્ત માં સર્વ શા" શ્રી અરિહંત એ મારા દેવ, સુસાધુઓ એ મારા ગુરુ અને શ્રી જિનેશ્વરદેવપ્રણીત તત્ત્વ એ મારો ધર્મ,જાવજીવ આ સમ્યક્ત મેં ગ્રહણ કરેલું છે.' આ પ્રમાણે બોલવામાં અને વિચારવામાં આવે છે. જે ત્રણે વસ્તુને સ્વીકારી છે, તેનાં વિશેષણો જુઓ! દેવ કોણ?-તો કહે અરિહંત ! ગુરુ કોણ? - તો કહે સુસાધુઓ ! અને તત્ત્વ કયું ? તો કહે શ્રી જિનેશ્વરદેવોએ કહેલું ! આ રીતે આપણો વસ્તુનો સ્વીકાર હોવો જોઈએ, પણ દૃષ્ટિરાગથી નહિ જ. ખોટું દાક્ષિણ્ય એ દોષ છે ! દેવનું કહેલું જ કહે એ ગુરુ અગડં-બગડે ગપ્પાં મારનાર ગુરુ નહિ! મકાનની ધજા જેમ વાયુથી ફરકે, તેમ વાયરે ફરકનારા ગુરુ નહિ ! મારા દેવ, મારા ગુરુ અને મારો ધર્મ-એ મનુષ્ય કહેવું સહેલું છે ? જ્યાં-ત્યાં એમ કહે એ મનુષ્ય અજ્ઞાન છે ! વિવેકી આત્માઓ તો દેવત્વ અને ગુરુત્વ દેખે ત્યાં કે, નહિ તો અક્કડ ઊભા રહે. દેવત્વમાં વધુ મુશ્કેલી નહિ આવે, પણ ગુરુત્વમાં વાંધો આવે છે : કારણ કે આંખ ચાલતી રહે છે ને ! આંખની શરમ, ખોટા દાક્ષિણ્યના ઉપાસકોનો અવશ્ય નાશ કરે છે. હિતકારી દાક્ષિણ્યની ઉપાસના એ ગુણ છે, પણ ખોટું દાક્ષિણ્ય એ દોષ છે. એ દોષનો તો વ્યવહારમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ 297 - ૨ : હેય અને ઉપાદેયનો વિવેક - 22 – ૨૧ પણ સ્વીકાર નથી. વ્યવહારમાં પણ પ્રામાણિક આડતિયા સાથે મેળ રખાય, દાક્ષિણ્ય રખાય, પણ કયાં સુધી ? બે-પાંચ રૂપિયાની છૂટ માટે, પણ ચોપડા ઉથલાવવા માટે નહિ ! એ આડતિયા તમારા ચોપડાને પણ ન ગણકારે, તો તો તમે કોર્ટમાં દોડો કે નહિ ? માલ લઈ જાય અને જવાબ ઉઠાઉગીરીનો આપે ત્યાં દાક્ષિણ્ય રાખો ? કહો ને કે નહિ જ. કહો છો ને કે “દાક્ષિણ્ય કેટલા પૂરતું ? પચાસના પિસ્તાલીશ લઈએ એટલા પૂરતું ઠીક છે, બાકી વધુ ન સચવાય. સાથે જમ્યાનો સંબંધ સચવાય તો સારું !' ચાંલ્લો ક્યાં કરો ? કહો ને કે આવ્યા હોય એને ત્યાં. કોઈને બે, કોઈને પાંચ, કોઈને દશ કેમ ? એને ત્યાંથી આવ્યા એટલા કરવાના ! કોઈને ત્યાંથી ન આવ્યા, તો તમે પણ કહી દો કે હું પણ ન આવું ' તમને પૂછે કે “કેમ નહોતા આવ્યા ?' તમે તરત કહો કે “તું કે દિ' આવ્યો હતો ?' કાંઈ કીધા વિના ઓછા જ રહો છો ? વ્યવહારમાં નહિ જેવા સ્વાર્થ માટે હાનિકર દાક્ષિણ્ય નથી રાખતા, તો અહીં આત્મકલ્યાણની સાધનામાં ખોટું દક્ષિણ્ય કેમ નભાવી લેવાય ? વ્યવહારની બાબતમાં સહુ સમજો છો કે ખોટું દાક્ષિણ્ય રાખીશું તો ઘર નહિ ચાલે-વેપારમાં ભીખ માગીશું.” અને ધર્મના પ્રસંગમાં એ વાતે બેદરકાર છો માટે પત્તો નથી લાગતો. તમને ખોટું લાગે તો તમે જાણો, પણ જે છે તે કહું છું. ગોશાળાનો પરમ શ્રાવક સદાલપુત્ર, જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવનો પરિચિત બન્યો, પ્રતિબોધ પામ્યો, સમજ્યો, કે તરત સન્માર્ગનો સ્વીકાર કર્યો અને ભગવાન શ્રી મહાવીરદેવનો પરમ શ્રાવક બન્યો. ગોશાળો ફરીને ત્યાં આવ્યો એટલે ગયો નહિ. ગોશાળાએ બોલાવવા શિષ્યને મોકલ્યા. શિષ્યોને મોકલવાનું કારણ ? ભગવાન શ્રી મહાવીરદેવ તો કોઈને બોલાવતા નહોતા ! ત્યાં તો એ હતું કે પુણ્યશાળી હોય તે આવે, ભાગ્યવાન હોય તે પામે અને તરવાની ભાવનાવાળા હોય તે તરે. જ્યારે ગોશાળાની બુદ્ધિ તો યેનકેન પ્રકારેણ સંખ્યાવૃદ્ધિ કરવાની હતી. ભગવાન વીતરાગ છે અને ગોશાળાને તો ખેંચવા છે ! શિષ્યોને સદ્દાલપુત્રે કહ્યું કે કહેજો કે હું હવે આવવા માગતો નથી.” ગોશાળો પોતે આવે છે : એને આવતો જોયો કે તરત આંખ નીચી ઢાળી. ગોશાળા પાસે આવ્યો. પૂછે કે કેમ “કેમ ન આવ્યો?’ સદાલપુત્ર કહે છે કે “હવે નહિ.” આ વખતે પણ આંખ તો નીચે ઢાળેલી જ હતી : રખે એની દૃષ્ટિની Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 298 અસર મને થાય એ ભય હતો : આંખ મળે શરમ થાય તો ? દાક્ષિણ્ય આવે તો? માટે આંખ નીચી ઢાળી હતી. પુણ્યવાન આત્માને દાક્ષિણ્ય ન આવે પણ સંભવ ખરો, એટલે બચવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ. અમુક વ્યક્તિને જ દેવ માનવી, એવો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આગ્રહ નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો અરિહંતને દેવાધિદેવ મનાવવાનો આગ્રહ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે – "भवबीजाङ्करजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।।१।।" “સંસારબીજનાઅંકુરને પેદા કરનારા રાગાદિક દોષો જેના ક્ષય પામી ગયા છે, તે પછીનામથી ચાહે તો બ્રહ્મા હો, વિષ્ણુ હો, હર હો કે જિન હો, તેને અમારો નમસ્કાર હો' કેવી અને કેટલી સુંદર મનોવૃત્તિ ! પણ તેમાં પાછું પોલાણ કે અજ્ઞાનતાભર્યું ચાપલ્ય તો નહિ જ કે “ગમે તેવા પણ દેવ ચાલે!પણ દેવાધિદેવ તો તે જ, કે જેમાં રાગદ્વેષ નહિ, અઢારે દોષમાંથી એક પણ દોષ નહિ અને સર્વજ્ઞ-વીતરાગ હોય છે : પછી એમનું કામ ગમે તે હોય. ગુરુ પણ ફલાણા એમ નહિ, પણ જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ચાલનારા હોય, શ્રી જિનેશ્વરદેવનું કહેલું જ કહેનારા હોય, સામાયિકને નહિ મૂકનારા અર્થાત્ સામાયિકમાં જ રહેનારા હોય અને રત્નત્રયી સિવાય બીજું કંઈ પણ ન બોલનારા હોય તે જ : તથા ધર્મ પણ તે જ કે જે કરવાથી વિષયનો વિરાગ થાય, કષાયનો ત્યાગ થાય, ગુણનો અનુરાગ થાય અને ઉત્તમ ક્રિયાઓમાં અપ્રમત્તાવસ્થા આવે.એવો જ ધર્મ આદરણીય.માબાપ તથા વડીલ પણ તે, કે જે પોતાના સંતાનને-વારસને હિતમાર્ગે વાળે ! ઊંધે માર્ગે વાળે તેન માતા,નપિતા કેનવડીલ!આ માન્યતા હોય તો દૃષ્ટિરાગ આવે જ શી રીતે ? અમુક જ દેવ, અમુક જ ગુરુ, અમુક જ ધર્મ, પછી તે ગમે તેવા હોય તો પણ એમાં મારાપણું-એ માન્યતા તે દષ્ટિરાગ છે. વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ : વસ્તુના સ્વરૂપને અંગીકાર કરી વસ્તુને માનવી. આ બધા ધર્મ તો સાધન ધર્મ : પણ અંતિમ તો ‘વષ્ણુસવો ઘો-વસ્તુનો સ્વભાવ તે ધર્મ !” વસ્તુના સ્વભાવને વળગીને જ વસ્તુને માનવી. શરીરના સ્વભાવનો ખ્યાલ હોય તો તેમાં મોહ પામીએ ? નહિ જ. શાસ્ત્ર અને અનુભવ કહે છે કે શરીર પરિણામે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨ : હેય અને ઉપાદેયનો વિવેક 22 દુર્બળ છે, નાશવંતુ છે, સડવું-પડવું અને નાશ પામવું એ એનો સ્વભાવ છે. સડન-પડન-વિધ્વંસન સ્વભાવવાળું છે. રૂપિયાની રૂપિયાભાર ચીજ ખવરાવો, દશ વા૨ નવરાવી-ધોવરાવી સાફ કરો, દરેક રીતે સાફ રાખો, તેલ-ફુલેલ લગાવો, કસ્તૂરીનો લેપ કરો, પુષ્ટિ કરે તેવા પદાર્થો શરીરમાં નાખો, પણ અંતે પરિણામે શું ? વસ્તુના સ્વભાવને ઓળખો તો વાંધો ન આવે. ગમે તેવી રીતે શરીરને સાચવો તોયે પરિણામે શું ? આ જાણીએ તો શરીર માટે પાપ થાય ? નહિ જ. 299 મહર્ષિ ધનાકાકંદી છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા ઃ પારણામાં આયંબિલ કરતા : આયંબિલમાં આહાર એવો લેતા કે જેના ઉપર માખી પણ ન બેસે : ઘી-દૂધ તો નથી જ, પરંતુ ખીચડીમાં પણ રસ તો છે ને ! ત્યાં માખી બેસે પણ એ તો કોલસા જેવા થઈ ગયેલા ખીચડીના બળેલા પોપડા વગેરે, એવા એવા આહારથી નિર્વાહ કરતા. બીજા પણ મહર્ષિઓ કેવળ નિર્મમ ભાવે જે કાંઈ મળે તેનો સંયમના નિર્વાહ માટે ઉપયોગ કરતા. ત્યાં એમ મનાય કે ‘એ આહાર પણ ધર્મસાધનાર્થે કરતા.' પણ વસ્તુના સ્વભાવથી ઊલટા થઈ જવું કેમ પાલવે ? શરીરને ધર્મસાધન બનાવવા માટે નિભાવવામાં આવે એ જુદી વાત છે, પણ જેઓ શરીર પાસે ચોવીસે કલાક પાપ કરાવે અને કહે કે ધર્મ માટે પોષીએ છીએ'-તેઓ કેવા કહેવાય ? બાર મહિનામાં એક-બે દિવસ ધર્મ કરાવે અને રોજ પાપ કરાવે અને પાછા ઉપરથી કહે કે ધર્મ માટે પોષીએ છીએ’-તે કેમ ચાલે ? પેઢી માંડી તે દાન દેવા માટે કે વેપાર કરવા માટે ? દાનની ભાવના હોય તોયે કેટલી ? કિંચિત્ ! આંગળીના વેઢાનાયે કેટલામે ભાગે ? હા, એ ઠીક કે જેટલું દાન દેવાયું એટલી લક્ષ્મી ફળી, પણ કાંઈ પેઢી દાન માટે છે એમ કહેવાય ? લક્ષ્મી આદિની મૂર્છા વિનાના તો સંસારમાં જ શું કામ રહે ? અને ધર્મ માટે લક્ષ્મીની ઇચ્છા, એ તો નિષિદ્ધ જ છે. હોય તો સદુપયોગ કરવાની છૂટ છે, પરંતુ સદુપયોગના નામે પાપથી પેદા કરવાની છૂટ નથી. એ તો વગર કારણે સાફ કપડાંને ધોવા માટે મેલું કરવા જેવી વાત છે. ૨૩ જેને શરીરનો સ્વભાવ સમજવામાં આવી જાય, તે મૂંઝાય નહિ : ભલે ભોજન આપે, રક્ષા કરે, પણ માને કે ‘અંતે એ મારું રક્ષણ કરનાર નથી.' સાપને દૂધ પાઈએ તો ઝેર થાય, એ પયઃપાન નકામું જ ને ? શરીરને બહુ પુષ્ટિ શું કામ આપે ? વસ્તુના સ્વભાવને ઓળખી વળગે એને દૃષ્ટિરાગ ન થાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ વસ્તુના સ્વભાવને ભૂલે એને દૃષ્ટિરાગ આવે : પછી બચવું ભારે ! માટે દેવ, ગુરુ અને ધર્મ તે આ જ, હું માનું છું તે જ એમ ન કહો, પણ આપણે કહી ગયા તે મુજબ લક્ષણો હોય તે જ એમ કહો. તે જ રીતે વડીલ પણ તે કે જે વારસામાં રહેલ આત્માનું હિત ચિંતવે. ૨૪ સંસાર દુ:ખમય જ છે ઃ સંસારી જીવો જે રાગ, દ્વેષ અને મોહથી પીડિત હોય, તેણે શારીરિક ને માનસિક દુ:ખ સહેવા તૈયાર રહેવું જ જોઈએ, કારણ કે એના યોગે દુઃખ સિવાય કંઈ છે જ નહિ. સંસાર તો દુ:ખમય, દુઃખફલક (દુઃખ છે ફળ જેનું) અને દુઃખની પરંપરાવાળો છે, એમાં શંકા જ શી ? એથી જ સંસાર છોડવા જેવો છે એમ કહેવું પડે છે : અને તે કેવળ સુખને જ માટે છે. ‘સુખ જોઈએ’-એમાં બે મત નહિ, તો પછી ‘સંસાર છોડવા જેવો છે'-એ વાતમાં પણ બે મત કેમ હોઈ શકે ? સંસારનો સંબંધ છૂટ્યા વિના આત્માને કદી જ શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી, એ વાત સુનિશ્ચિત છે. જ્ઞાની પુરુષો તો સંસારને દુ:ખમય જ જણાવે છે, પરંતુ સંસારમાં રહેલા પણ સંસારમાં સુખ છે એમ જોરપૂર્વક નહિ કહી શકે. એમનો અનુભવ પણ સંસારમાં સુખ હોવાની ‘ના' કહે છે. કોઈ કહ્યું-કાવ્યું કહે તે ન મનાય. અને-‘મારું સાચું’-એવો દુરાગ્રહ રાખનારનું પણ ન મનાય. સંસારમાં કોઈ તો એવા કંટાળે છે કે ક્યારે છૂટીએ એમ એમના મનમાં થયા જ કરે. જ્યારે પથારીએ પડે, લવરી કરે, ત્યારે સાંભળજો ! બહારથી લાલ દેખાય, પણ હૃદયમાં જુદું જ. બહાર ન કહે પણ એકાંતમાં પૂછજો. નામાંકિત કે શ્રીમાનને પૂછો કે ‘કેમ છે ?' તો તે તરત કહેશે કે ‘જવા દે ને ! છે તે ઠીક છે, જે રીતે ઘડાયા-પંકાયા તે માટે તે રીતે રહેવું પડે-ફરવું પડે : કપડામાં કે રીતભાતમાં ફેરફાર ન થાય : મોટરમાં જ ફરાય : બહારનો દેખાવ જરા ગયો તો પાઘડી ઊછળે માટે ગાડું જેમ ગબડતું હોય તેમ ગબડવા દે : અહીંના તહીં, આમના તેમ કરવા દે : આબરૂ ટકે એટલે બસ !' માટે ‘સંસાર ભયંકર ચીજ છે’ – એનો કોઈ પણ વિચક્ષણથી ઇનકાર થઈ શકે તેમ નથી. સંસારમાં આસક્ત બનેલાઓ ગમે તે કહે, પણ આત્માને પૂછો અને વિચારો તો સ્પષ્ટ રીતે સમજી શકાશે કે આ સંસાર દુ:ખમય, દુઃખફલક અને દુઃખની પરંપરાવાળો છે' - એમ જે જ્ઞાનીપુરુષોએ કહ્યું છે અને કહે છે તે તદ્દન સત્ય જ છે. સભા : સંસા૨ને છોડવાથી પણ સુખ ક્યાં દેખાય છે ? 300 Page #41 -------------------------------------------------------------------------- ________________ 301 ૨ : હેય અને ઉપાદેયનો વિવેક - 22 છોડ્યો ? છોડ્યા વિના દેખાય ? ચશ્માથી દેખાય તેવું સુખ થોડું જ છે ? અનુભવ વિના ન દેખાય. ‘સાકર કેવી ?’-એમ પૂછનારને કહેવું જ પડે કે ‘મોઢામાં મૂકી જો !’ ‘દીક્ષામાં સુખ કેવું ?’-અનુપમ ! અનુભવ કરવો હોય તો લઈ જુઓ એટલે માલૂમ પડે. ‘મોક્ષનુ અનંત સુખ કેવું ?’-એમ પૂછનારને જ્ઞાનીપુરુષોએ એ જ ફરમાવ્યું કે ‘સંસારના સુખથી અનંતગણું છે, અનુપમ છે, વચનાતીત છે, એકાંતિક અને આત્યંતિક છે.’-‘સંયમનું સુખ કેવું ?' તો કહું છું કે આવો ને જુઓ ! પણ મારાપણું મૂકીને આવજો. ત્યાંથી એ સાથે લઈને આવશો તો જાતે મરશો અને બીજાને મારી નાખશો. સંસારની બધી બદબૂ છૂટે ત્યારે જ સંયમની સંપૂર્ણ ખૂશબૂ આવી શકે. સંસારના ભય વિના ધર્મપ્રેમ ન જાગે : ૨૫ જેટલી સંસારની ભીતિ, તેટલી ધર્મની પ્રીતિ ! જેટલો સંસારનો ભય, તેટલો ધર્મનો પ્રેમ ! જેટલા પ્રમાણમાં સંસારનો ભય થાય, તેટલા પ્રમાણમાં ધર્મનો પ્રેમ થાય ! જેટલા અંશે દુર્ગંધી જાય, તેટલા અંશે સુગંધી આવે ! જેટલા અંશે દાંડાઈ જાય, તેટલા અંશે આબરૂ વધે !-આ તો વ્યવહારની વાત છે ને ! દાંડાઈમાં સમજો છો ને ? જેટલા પ્રમાણમાં વચનની એકતા, તેટલા પ્રમાણમાં પ્રતીતિ જામે : જેટલા પ્રમાણમાં વાયદાસર આપવાની ચિંતા, તેટલા પ્રમાણમાં શાહુકારી. દેવાળિયો પૂછે કે ‘મને કેમ કોઈ ધીરતા નથી ?’ આના ઉત્તરમાં એ જ કહી શકાય કે ‘લાવો એના દૂધે ધોઈને આપો, આવું પાંચ, દશ, પચીશ વખત કરો, એટલે સહુ કોઈ ધી૨શે : બાકી વગર આપ્યું એમ ને એમ ધીરવાનું કહો તે ચાલી શકે તેમ નથી.' તેમ જ જેટલા અંશે ખોટું જાય, તેટલા અંશે સત્ય ઘૂસે અને જેટલા અંશે અસંયમ જાય, તેટલા અંશે સંયમ પ્રગટ થાય. આ જ કારણથી પરમોપકારી ટીકાકાર મહર્ષિએ પીઠિકામાં જ શરૂઆતમાં જ સંસારની અસારતા બતાવી. ખરેખર વાત એ છે કે સંસારની અસારતા સમજાવ્યા વિના ધર્મ સમજાવી શકાતો નથી. સંસારની અસારતા સમજાય એટલે ધર્મ માગવા આવે, પણ તેને પોતે જ્યાં બેઠો છે, તે ખોટું દેખાવું જોઈએ ! આત્મા આત્માના સુખને ઓળખતો નથી માટે જ સંસારમાં સુખ માને છે. વિષયના ત્યાગના સુખનો અનુભવ નથી, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 302 માટે જ વિષયમાં સુખ લાગે છે. તપશ્ચર્યાનો અભ્યાસી આત્મા, જે એકાંતરે ઉપવાસ કરનારો છે અને અડતાલીસ કલાકે એકવાર ખાનારો છે, તેને દિવસમાં બે વાર ખાવાનું કહો તો ના પાડશે અને કહેશે-“મને તો અડતાલીસ કલાકે એકવારથી અધિક વખત નહિ ખાવામાં જ મજા આવે છે....પણ આ વાત ખાનપાનમાં જ રાચી રહેલાઓને ગમે ? જ્ઞાની પુરુષો તો કહે છે જ, પરંતુ વૈદક શાસ્ત્ર પણ કહે છે કે “રસ એ રોગનું કારણ છે. “રસ શું? વિગઈ. વિગઈ રોગનું કારણ. હવે શાસ્ત્ર એમ કહે એમાં ખોટું શું ? શરીર નીરોગી રાખવું હોય તો પણ રસથી વિરક્ત રહેજો, વિકૃતિ બળાત્કારે આત્માને દુર્ગતિમાં લઈ જાય. વિકૃતિના સેવકને દુર્ગતિમાં ન જવું હોય તો પણ વિકૃતિ લઈ જાય. પાપમાં એ ગુણ કે પાપ કરનારને હેરાન ન થવું હોય તો પણ એ હેરાન કર્યા વિના રહે જ નહિ. સ્વાદિષ્ટ ચીજ આધીન થઈ લેવાય, તો પથારી સેવવી પડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અસંયમ ઉપરની પ્રીતિ ઘટે, તો જ સંયમનું સુખ સમજાય અને સંયમ ઉપર પ્રીતિ થાય. સંસારના ભય વિના ધર્મપ્રેમ ન જાગે અને આથી જ જ્ઞાની પુરુષો પહેલાં સંસારની અસારતા બતાવે છે. ઘણા કહે છે કે “ભવને ભયરૂપ કહેવાય ?' પણ શાસ્ત્રકાર કહે છે કે જેવો હોય તેવો કહેવો જ પડે.” ચાર પ્રકારના દીકરા : આ ટીકાકાર મહાત્મા કહે છે કે રાગ, દ્વેષ અને મોહથી અભિભૂત હોવાના કારણે શારીરિક અને માનસિક દુઃખથી પીડાતા બધાય સંસારી આત્માઓએ હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે અંગીકાર કરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવું જોઈએ એ જ્ઞાન મેળવવા યત્ન કરવો જોઈએ. આ ઉપદેશ કોના માટે અપાય છે ? શાસ્ત્રમાં કહ્યા મુજબ જે સંસારમાં દુઃખ માનતા હોય, જેમને એ દુઃખ ન ગમતું હોય અને જેઓને એથી છૂટવું હોય તેને માટે ! જ્ઞાનીનો ઇરાદો એ જ કે “બધાનાં દુઃખ દૂર થાય અને સુખના ભાગી બને-પણ બનવું હોય તેને ને ? ન બનવું હોય તેને માટે શું? માબાપ બાળકને સુધારવા બંધાયેલાં, પણ અવસરસર ખવરાવે તે ખાય, પીવરાવે તેમ Page #43 -------------------------------------------------------------------------- ________________ 303 – ૨ : હેય અને ઉપાદેયનો વિવેક - 22– પીએ, બેસાડે તેમ બેસે અને ઉઠાડે તેમ ઊઠે, તેને માટે કે બીજા માટે ? યથેચ્છાચારીઓને સારાં માતાપિતા પણ કઈ રીતે સુધારી શકે ? દીકરા પણ ચાર પ્રકારના હોય છે. ૧. અતિજાત, ૨. સુજાત, ૩. નીચ, અને ૪. કુલાંગાર. અતિજાત છે કે જે બાપની આબરૂ સવાઈ કરે-બાપના નામને ઝળકતું કરે-બાપના ઉદયથી કેટલાય ગણો ઉદય કરે : સુજાત છે કે જે બાપની આબરૂને અનુસરતું વર્તન રાખે : નીચ તે કે જે બાપની આબરૂને બટ્ટો લગાડે : અને કુલાંગાર છે કે જે બાપની આબરૂને સળગાવી મૂકે. નીચ તો માત્ર બટ્ટો લગાડે-એવું કરે કે જેથી માત્ર નિંદા થાય, પણ અંગારો તો એથી પણ ભયંકર. બાપની બધી આબરૂને સળગાવી મૂકે. આપણા પિતા પણ ભગવાન શ્રી મહાવીરદેવ ! આપણે બધા જ એમના દીકરા કહેવાઈએ. અતિજાત તો ન બનાય, પણ સુજાત તો બનવું છે ને ? સુજાત તે બની શકે, કે જે આજ્ઞાને બાધ લાગે તેવી એક પણ પ્રવૃત્તિ ન કરે. સુજાત દીકરાથી જમાનાના વાયરાને ન જ અનુસરાય : એણે તો એ મહાવીર પિતાની આજ્ઞાને જ અનુસરવાનું. છતાં જો તે આજ્ઞાને છાજલીએ ચઢાવી જમાનાને અનુસરવા જાય, તો નીચની કોટિમાં આવી જાય અને આજ્ઞાથી વિરુદ્ધ થઈ જમાનાના ગુણ ગાવા મંડી જાય તો ચોથી જ કોટિમાં આવી જવાય એમાં આશ્ચર્ય શું ? સુજાત બનવા માટે આજ્ઞા માનીએ, પાળીએ અને પૂરું પાલન ન થાય તો આજ્ઞાનું પૂરું પાલન કરનારને હાથ જોડીએ તથા બીજાને આજ્ઞાનું પાલન કરવા પ્રેરણા કરીએ. આ રીતે આચરણા કરીએ તો જ સુજાતની કોટિમાં રહી શકાય ! આજ્ઞાને બટ્ટો લાગે તેવો પ્રયત્ન કરીએ તો નીચની કોટિમાં જવું પડે અને આજ્ઞાને બટ્ટો લાગે તેવો પ્રયત્ન કરીએ તો કુલાંગાર જ કહેવાઈએ. નીચ અને કુલાંગાર કોઈ પણ રીતે પ્રશંસાપાત્ર ન ગણાય ! સુજાત કોણ તે ગોખજો. સુજાત તે, કે જે નીચનો અને કુલાંગારનો સંગ પણ ન કરે-પ્રશંસા પણ ન કરે. સુજાતથી નીચના અને કુલાંગારનાં વખાણ ન થાય. સમજાવી શકે તેમ હોય તો સમજાવે એમાં વાંધો નહિ : સુધરે એમ લાગે તો સામે પણ જવાય : સુધરતા લાગે તો આંગળી પકડીને પણ લવાય : અધિક સુધરે તો ખોળામાં પણ બેસાડાય : અરે, વધી જાય તો માથે પણ બેસાડાય : પણ જો નીચતા અને કુલાંગારતા જ દેખાય-એમાં સુધારો ન જ જણાય, તો ‘કુર્નનું પ્રથમં વક્વે' એ ન્યાયે એમને આઘે જ રખાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ આ રીતે વિચારતાં જણાશે કે દરેક કલ્યાણના અર્થી આત્માએ રાગ, દ્વેષ અને મોહથી ઉત્પન્ન થતી શારીરિક અને માનસિક પીડાના ક્ષયને માટે હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થનું જ્ઞાન મેળવવું જ જોઈએ : તેમજ જેઓ ઉપકાર કરવા ઇચ્છતા હોય તેઓએ પણ જગતને હેયોપાદેય પદાર્થોનું પરિશાન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ : અને તો જ પ્રભુ પાસે રોજ ‘જય વીયરાય' સૂત્ર દ્વારા કરાતી માગણીઓ સફળ થઈ ગણાય. ૨૮ 304 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩: પરલોકની ચિંતાને પ્રધાન બનાવો ! 5 • સંસારમાં એક સંયમી જ સુખી : • જેને પરલોકની ચિંતા નથી, તેની ધર્મક્રિયા નિષ્ફળ : • ધર્મ, ચિરપરિચિત નથી : • આ લોકમાં ચોંટાડવા, એ મુશ્કેલ નથી : • પરલોકના ચિંતક જે ધર્મ બતાવે, તે આ લોકના ચિતક ન બતાવે : વિષયઃ શસ્ત્રપરિજ્ઞા વિવરણમ્ - પીઠિકા ચાલુ આ વ્યાખ્યાનની શરૂઆતમાં જ 'પરલોકની પ્રધાનતા ન હોય તેની ધર્મક્રિયા કેવી રીતે નિષ્ફળ જાય છે તેની સ્પષ્ટતા કર્યા બાદ પરલોકપ્રધાન ધર્મક્રિયાનું સ્વરૂપ સમજવા માટે સર્વજ્ઞનાં શાસ્ત્રો જ પ્રમાણભૂત છે, એ મુદ્દો બરાબર મજબૂત કર્યો છે. આ લોકનાં અર્થ-કામાદિ કાર્યોમાં દુનિયાને જોડવી એ જરા પણ અઘરું નથી પણ પરલોકને સુધારવા જરૂરી ધર્મમાં જોડવી, સ્થિર કરવી એ અઘરામાં અઘરું કાર્ય છે. માટે જ અર્થ-કામ માટે ઉપદેશની જરૂર નથી પરંતુ ધર્મ માટે જ ઉપદેશની જરૂર છે, એ વાત સુપેરે સમજાવી આપી છે. શરીરને ઉપાધિરૂપ સમજતા સનસ્કુમાર ચક્રવર્તીનું પ્રસિદ્ધ દષ્ટાંત નામમાત્ર સ્પર્શીને કર્મયોગ આવતા વ્યાધિને સમતાપૂર્વક સહવાની શીખ પણ આપી છે. મુવાક્યાત • સંસારમાં રહેલો સંયમી પણ સુખી. • પરલોકની વિધિ માટે તો શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. • આ લોકની લાલસામાં જ રાચેલમાચેલ હોય, તેને આ શાસ્ત્ર રુચિકર ન નીવડે. • દુનિયાના પદાર્થો પ્રત્યે આ મારું નથી' - એમ થાય, ત્યારે જ ધર્મ ઉપર સાચો પ્રેમ થાય. • આ લોકમાં ચોંટાડવા જરાય મુશ્કેલ નથી, નજરને પરલોક તરફ વાળવી જ અઘરું છે. • માન્યતા મજબૂત થઈ, એટલે ક્રિયા તો દોડતી આવશે. • સમ્યગ્દષ્ટિ કુટુંબો એવા કે દુનિયાદારીના પદાર્થો લેવામાં આનાકાની કરતાં, પણ છોડવામાં આનાકાની નહોતાં કરતાં. • આચાર-વિચાર અખંડપણે ચાલુ હોય તો બધું કામ સહેલું છે. • પરલોકની ચિંતા કરનાર ગુરુ જે ધર્મ બતાવે, તે આ લોકની ચિંતા કરનારાં મા-બાપ ન જ બતાવી શકે ! Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩: પરલોકની ચિંતાને પ્રધાન બનાવો ! સંસારમાં એક સંયમી જ સુખી : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ મંગલાચરણમાં તીર્થની જયનશીલતા વર્ણવી અને તે વર્ણવતાં ફરમાવ્યું છે કે, આ તીર્થ જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમ એક પણ યોગ્ય વિચારનો તેમાં ઇન્કાર નથી. એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવા સિદ્ધ થયા છે કે એને સેવનાર આત્મા, કર્મમળથી રહિત થઈ મુક્તિપદને પામે. માટે જ તે તીર્થ શાશ્વત છે, અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. પછી અભિધેયનું પ્રતિપાદન કરતાં પણ ટીકાકાર મહર્ષિએ ફરમાવી દીધું કે ભગવાન શ્રી મહાવીરદેવે જગતના હિત માટે આ સુનિશ્ચિત આચારાંગ શાસ્ત્રને કહ્યું છે અને તેને જ અનુસરીને હું કાંઈક કહું છું. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી મહાવીરદેવની અને તેમના આગમની આધીનતા સ્વીકારી. તેમજ તે મહર્ષિએ ત્રીજા શ્લોક દ્વારા પ્રભુશાસનની નિશ્રાએ વિચરતા મુનિપુંગવોની આધીનતા બતાવતાં ફરમાવ્યું કે “શ્રી ગંધહસ્તિ રચિત અને અતિગહન એવા શસ્ત્રપરિજ્ઞાવિવરણમાંથી સુખપૂર્વક બોધ થઈ શકે, તે માટે કંઈક સારને ગ્રહણ કરું છું.” આ પછી પીઠિકામાં તે મહર્ષિએ સુખના અર્થીઓને માટે ફરમાવ્યું કે, રાગદ્વેષ અને મોહથી પરાભવને પામેલા અને એથી જ શારીરિક અને માનસિક અનેક અતિ કટુ દુઃખોના ઉપનિપાતથી પીડાતા સર્વ સંસારવત જીવોએ તે દુઃખોનો અને તે દુઃખોનાં કારણભૂત રાગ, દ્વેષ અને મોહાદિકનો નાશ કરવા માટે હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ.’ આ પ્રમાણેના કથનથી ટીકાકાર મહર્ષિએ સંસારનું સ્વરૂપ અને મુક્તિનો ઉપાય બંને બતાવી દીધાં અને એથી સ્પષ્ટ જ છે કે, “રાગ-દ્વેષ અને મોહથી પરાભવ પામેલાં પ્રાણીઓ શારીરિક અને માનસિક પીડાઓથી પીડાતાં જ હોય છે.' એકેએક જ્ઞાની પુરુષે આ સંસારને દુઃખમય તરીકે ઓળખાવ્યો છે એટલું Page #47 -------------------------------------------------------------------------- ________________ 907 – ૩: પરલોકની ચિંતાને પ્રધાન બનાવો - 23 - ૩૧ જ નહિ પણ દુ:ખફલક અર્થાતુ દુઃખ છે ફળ જેનું એવો અને દુઃખ-પરંપરાવાળા તરીકે જણાવ્યો છે. એટલે સંસારની પરંપરામાં પણ દુઃખ જ છે ! હવે વિચારો કે “આપણા આત્માને દુઃખી કરનાર કોણ ?” ઉત્તરમાં કહેવું જ પડશે કે “રાગ, દ્વેષ અને મોહ ! જે આ ત્રણને આધીન રહેવા માગતો હોય તેણે દુઃખ સહેવા તૈયાર રહેવું જ જોઈએ ને ? અને જેને દુઃખ ન ગમતું હોય, તેણે આ ત્રણથી બચવાનો પ્રયત્ન પણ કરવો જ જોઈએ. આ વાત સમ્યગ્દષ્ટિ આત્માના હૃદયમાં તો નિશ્ચિત જ હોય. રાગી, દ્વેષી અને મોહમગ્ન આત્મા દુઃખી છે, એ કથનથી જ્ઞાની આત્માને કશું જ આશ્ચર્ય થાય જ નહિ. જે સંસાર જ દુઃખમય છે, ત્યાં સુખ હોય જ ક્યાંથી ? સંસારી સુખી હોય જ કયાંથી ? અગ્નિમાં પડે અને ગરમી ન લાગે, એ કાંઈ બનવા જોગ છે ? સંસારી સુખી એ આશ્ચર્ય : પણ તે કોણ ? એક સંયમી જ ! સંસારમાં રહેલો સંયમી તે સુખી ? કારણ કે તેને સતાવનારી આ સંસારમાં કોઈ વસ્તુ જ નથી. બાકી સંસારમાં દુઃખ તો બેઠું જ છે. સંસાર શું? રાગ, દ્વેષ અને મોહ! આધિ, વ્યાધિ અને ઉપાધિ - આ હોય ત્યાં સુખ નહિ. આધિ એટલે માનસિક પીડા, વ્યાધિ એટલે શારીરિક પીડા અને ઉપાધિ એટલે સંસારની તૃષ્ણાઓની અતૃપ્તિ ને એની વ્યગ્રતા ! ઉપાધિ હોય ત્યાં આધિ-વ્યાધિ ન હોય એ બને જ નહિ. આધિ-વ્યાધિની જનની જ ઉપાધિ છે. આધિ-વ્યાધિ થાય શાથી? ઉપાધિ અંગીકાર કરવાથી, ઉપાધિ ન હોય તો આધિ-વ્યાધિ હાનિ ન કરે. ઉપાધિથી છૂટવું, તે સંયમ : ઉપાધિની મમતા જ આધિ તથા વ્યાધિને ઉત્પન્ન કરે છે. ઉપાધિની મમતા મૂકનારને આધિ તથા વ્યાધિ આવતી નથી, કદાચ આવે તો એ મુંઝવતી નથી. સંયમી આત્માએ ઉપાધિ મૂકી, ઉપાધિની મમતા મૂકી, એટલે આધિ તો આવે જ નહિ. કર્મયોગે વ્યાધિ આવે, તો પણ તેના ઉપર તેની અસર ન કરે. ઊલટ તે આત્મા એને તો કર્મક્ષયનું જ કારણ માને. જેને પરલોકની ચિંતા નથી, તેની ધર્મક્રિયા નિષ્ફળ : શ્રી સનકુમાર ચક્રવર્તીએ સાતસો સાતસો વરસ સુધી ભયંકર રોગો સહન કર્યા, પણ જરાયે આધિ નહિ : વ્યાધિ ખરી પણ આધિ નહિ. વ્યાધિ કર્મયોગે આવે પણ દરકાર નહિ: એ તો કહેતા કે, આ તો કર્મક્ષયમાં સહાયક છે. આ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 300 વિચાર કોણ લાવ્યું ? ઉપાધિ મૂકવાથી એ વિચાર આવ્યો. એ મહાત્મા શરીરને પણ ઉપાધિ માનતા. ઉપાધિ છૂટી ગઈ એટલે ન તો આધિ નડે, ન તો વ્યાધિ નડે ! આધિ વ્યાધિ ઉપાધિ, રાગ દ્વેષ મોહ વગેરે ન છોડાય, તો સંસારમાં લેશમાત્ર સુખ નથી. દુનિયાદારીની ઇષ્ટ ચીજના લાભથી ઘડીવાર ભલે આત્મા લાલપીળો, થાય, દ્વેષથી કોઈ બહારના દુશ્મનને પાછો પણ ખસેડે, ધમાચકડી પણ કરે, એથી ક્ષણવાર આનંદ પણ પામે, મોહના યોગે, ક્ષણિક સુખમાં પણ મગ્ન રહી આનંદ માને, સુખ માને, પણ આ બધું પરિણામે દુઃખકારક જ છે. જ્ઞાની કહે છે કે રાગ, દ્વેષ અને મોહથી, શારીરિક અને માનસિક દુઃખના ઉપનિપાતથી પીડાતાં સર્વ પ્રાણીઓએ, એ ત્રણના નાશ માટે હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે આચરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવાનો યત્ન કરવો જોઈએ. આ શિખામણ કોના માટે છે ? જેને રાગ, દ્વેષ અને મોહ વગેરે ખસેડવું હોય તેના માટે છે ! સભા: સંસાર જ ખસેડવાનો થયો. સંસાર હેય જ છે. જ્ઞાની પુરુષ સંસારને હેય જ કહે છે. ઉપાદેય તો તે જ કે જે ભગવાને બતાવ્યું. આશ્રવ, સંસારનું કારણ, સંવર, એ મુક્તિનું કારણ ! જેને દુનિયાદારીના પદાર્થો પ્રત્યે રાગ, દ્વેષ અને મોહ ન જોઈએ, તેને માટે પ્રભુનું શાસન છે. જેને એમાં જ આનંદ આવતો હોય, જેને એમાં જઉદય દેખાતો હોય, જેને જ્ઞાનીનાં વચનની કિંમત જ ન હોય, તેના માટે કહેવાપણું જ નથી. સત્યસુખના અર્થી માટે જ આ ઉપદેશ છે. દુઃખમાં જ જેને સુખ લાગતું હોય, પારિણામિક દુઃખની જેને ચિંતા જ ન હોય, પરલોકનો જેને ભય જ ન હોય, સદ્ગતિ તથા દુર્ગતિનો જેને વિચાર જ ન હોય, તેને માટે આ શાસ્ત્ર કામ કરનાર નથી. પરલોકની વિધિ માટે તો શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. જે આત્માને પરલોકની ચિંતા જ નથી, જે આત્મા કેવળ આ લોકની લાલસામાં જ રાચેલમાચેલ હોય, તેને આ શાસ્ત્ર રૂચિકર ન નીવડે. આ શાસ્ત્રની રુચિવાળો આત્મા આગળ વધીને પરલોકની શુદ્ધિ માટે આ લોકની સઘળી ચીજો તજે, સંબંધ તજે, સ્નેહ તજે, સાહ્યબી તજે, અને છેવટે શરીરની મમતાને પણ તજે. જેને પરલોકનો ભય જ ન હોય, તેને ઘર, બાર, સાહ્યબી વગેરે ભોગ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ : પરલોકની ચિંતાને પ્રધાન બનાવો 23 તજવાનું કારણ શું ? તેણે મળેલું મૂકવું જ શા માટે ? તેવા આત્માએ દાન પણ શા માટે દેવું ? પોતે મહેનત કરી મેળવેલી ચીજ અન્યને દેવી, તેનું નામ દાન : મેળવેલી કે મળેલી ચીજ દઈ દેવી તે પણ દાન. મળેલી ભોગસામગ્રીના ભોગ ઉપર અંકુશ મૂકવો તે શીલ : ઉત્તમ પદાર્થોની લાલસાનો ત્યાગ કરવો તે તપ ! આપત્તિ વખતે અડગ રહેવું, સંપત્તિ વખતે લેપાવું નહિ, એ પણ તપ છે : અને લોલુપતાનો ત્યાગ કરવો તે પણ તપ છે. સારી દુનિયાના ભલાની ભાવના કરવી તે ભાવ. 309 મળેલી કે મેળવેલી ચીજ કોઈને દઈ દેવી, મળેલી ચીજને બરાબર ન ભોગવવી, સંપત્તિમાં લહેર ન કરવી, આપત્તિમાં દુઃખી ન થવું, અને પોતાનું કામકાજ છોડી દુનિયાના ભલાની ચિંતા કર્યા કરવી, આ બધાનું કારણ શું ? આનો હેતુ બોલો ! જે પ૨લોક નથી માનતો, તેને આ બધી ક્રિયાઓ વ્યર્થ પ્રાયઃ છે. જેની પરલોકની શુદ્ધિ નથી, તેની દાનાદિક ધર્મક્રિયાઓ એ વસ્તુતઃ ધર્મક્રિયાઓ જ નથી. જે પરલોકની શુદ્ધિનો ખ્યાલ રાખે, તેનાથી આ લોકના પદાર્થોનું પોષણ થાય નહિ. આ લોકમાં મળેલા કે મેળવેલા પદાર્થોનો ભોગવટો, આત્માના પરલોકને બગાડે છે. જેને એ વિચાર આવે તેને દાનની સાચી બુદ્ધિ આવે : મળેલી ભોગસામગ્રીમાં લીન થવું, એ આત્માના પરલોકને બગાડનાર છે - એ ખ્યાલ થાય તો સાચું શીલ આવે : પદાર્થોની આધીનતા આત્માને પાયમાલ કરનાર છે એમ થાય તો શુદ્ધ તપ પણ ચાલ્યો આવે : અયોગ્ય વિચાર પણ આત્માની ગતિ બગાડનાર છે, એ થાય તો શુદ્ધ ભાવના હૃદયમાં પ્રગટ થાય અને અંતરમાં ‘પ્રાણીમાત્રનું ભલું થાઓ, દુશ્મન પણ સુખી થાઓ !' - આ ભાવના પણ સદાને માટે જાગ્રત રહે ! ધર્મ, ચિરપરિચિત નથી : પરલોકની શુદ્ધિની ભાવના વિના શ્રી જિનેશ્વરદેવના આગમે કહેલો ધર્મ હૃદયમાં ઊતરતો નથી. આ લોકની મમતા છૂટ્યા વિના સાચો ધર્મપ્રેમ જાગતો નથી. આ વાત તથાવિધ રુચિકર નીવડતી નથી. દુનિયાના પદાર્થો પ્રત્યે ‘આ મારુ નથી' . એમ થાય, ત્યારે જ ધર્મ ઉપર સાચો પ્રેમ થાય. “આ મારું નથી, આ સાથે આવવાનું નથી, પરલોકમાં સહાય કરનારું નથી” - · એમ થાય કે ઝટ ધર્મ તરફ પ્રેમ જાગે. સૌથી પહેલી ધર્મ પ્રત્યે જિજ્ઞાસા - થવી જોઈએ. પાસેના પદાર્થો - ઘરબાર, રાજપાટ, ઋદ્ધિસિદ્ધિ વગેરે ઉપર ૩૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - - 310 આનંદ આવેત્યાં સુધી ધર્મ પ્રત્યે સાચી જિજ્ઞાસા ન થાય. “આ બધામાં મારું સાચું હિત દેખાતું નથી' – એવો આભાસ થાય, એવી કાંઈક ઝાંખી થાય કે આમાં લીન રહેવામાં કાંઈ લાભ લાગતો નથી, તો જ અપરિચિત એવી ધર્મવસ્તુ પ્રત્યે જિજ્ઞાસા પેદા થાય. ધર્મવસ્તુ અત્યારે અપરિચિત જેવી છે. તમે આવા વ્યવહારકુશળ, બુદ્ધિના નિધાનો, લાખોનો કરોડોનો વહીવટ કરનારાઓ, બજારને પણ હાથ કરનારાઓને પણ અહીં - ‘આ કેમ ? અને આ કેમ ?” – થાય છે, કારણ કે વસ્તુ હજી અપરિચિત છે ! કદાચ પૂર્વે પરિચય થયો હોય, તો તે પૂર્વસંસ્કાર પણ જાગ્રત ન થાય તેવો ! એક આદમીને બે સેકંડ જુઓ અને એકને પાંચ કલાક જુઓ, પછી પાંચ વરસે જોવામાં આવે, તો પાંચ કલાકવાળો ઝટ ઓળખાય અને બે સેકંડ જોયો છે, તે તો ન પણ ઓળખાય અગર મોડો ઓળખાય. દુકાન પર નામું લખતી વખતે, ઓફિસર ઓફિસમાં કામ કરે તે વખતે, જે એકતાનતા હોય છે, જે સ્થિરતા તથા સ્કૃતિ હોય છે. તેવી ધર્મીઓની ધર્મ પ્રત્યે કેમ નથી તે વિચારો ! બાળક પાસેથી રૂપિયો લઈ લેવો હોય તો આપે ખરો ? કેમ ન આપે ? તેને પૈસા ઉપર પ્રેમ ક્યાંથી થયો ? સભા : પરિગ્રહ સંજ્ઞાથી. એ સંજ્ઞા ક્યારની ? સભા : અનાદિની. અહીં ધર્મ પ્રત્યે આમ કેમ ? - આ પ્રશ્નના ઉત્તરમાં કહેવું જ પડશે કે - ધર્મ અપરિચિત છે. “પૂજા કરો છો ?' આ પ્રશ્નના ઉત્તરમાં કહેશે કે ટાઇમ મળે તો ને ! ટાઇમ નથી. પેઢી ઉપર ? ત્યાં તો નિયમિત જવાય છે. આઠ વાગે ખોલવાનો ટાઇમ છે, માટે વ્યાખ્યાનમાં અવાતું નથી. દશ-સાડા દશે ઓફિસે જવું પડે, માટે આ બધું અમારે પાલવે નહિ : આવું ઝટ કહે. પૂજા, પ્રતિક્રમણ, આવશ્યક વગેરેમાં કહી દે કે જોઈશું, ટાઇમ હશે તો. માટે કહેવું જ પડશે કે ધર્મ એ હજી અપરિચિત વસ્તુ છે. ધર્મનો પરિચય થઈ જાય, તો આ બધું થઈ જાય અને પેલું રહી જાય. અત્યારે તો આ રહી જાય છે અને પેલું થઈ જાય છે. આ લોક્માં ચોંટાડવા, એ મુશ્કેલ નથીઃ મારી એક જ ભાવના છે કે તમને બધાને પરલોક તરફ જોતા કરવા. તમારી બધાની દૃષ્ટિ આ લોકથી ખસેડી પરલોક તરફ વાળવી અને આ માટે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩ : પરલોકની ચિંતાને પ્રધાન બનાવો - 23 રૂપ જ વ્યાખ્યાન વાંચું છું : એમાં જો ફળીભૂત થાઉં, તો આ આગમ તરત તમારા હૃદયમાં સોંસરું ઊતરી જાય. આ લોકના પદાર્થો ઉપર ચોંટેલી દૃષ્ટિ પરલોક તરફ ન વળે, ત્યાં સુધી આગમની સારામાં સારી વાતની પણ અસર હૃદય ઉપર નથી થઈ શકતી. 311 શાસ્ત્ર કહે છે કે ‘લોકદષ્ટિને આ લોક તરફ ખેંચનારા જગતના ઉપકારી નથી પણ અપકારી છે.' આ લોકમાં તો પ્રાણીમાત્ર ચોંટેલાં છે જ, ઉખેડવાની મહેનત કરો તોય જલદી ઊખડે તેવાં નથી, સંસાર ઉપર તો સંસારનો મજીઠ જેવો પાકો રંગ છે, એ રંગ ધોયો ધોવાય નહિ એવો છે, બળે ત્યારે જ રંગ જાય, - આ દશામાં આ લોકમાં ચોંટાડવાનો યત્ન હોય ? આ લોકમાં ચોંટાડવા મુશ્કેલ છે ? = ‘વસુ વિના નર પશુ’ - ‘કંગાલ કેમ રહ્યા છો ?’ - ‘કારખાનાં ખોલો’, - ‘પેઢીઓ ખોલો' આવી વાતો કરવામાં આવે તો બધા ‘હા ખરી વાત, હા ખરી વાત' - એમ તરત કહેવા લાગી જાય. લાખ્ખોને કમાવા માટે લઈ જવા હોય, તો સામાન્યતઃ બધા પાછળ આવવા તૈયાર છે. આ રીતે અનુયાયીનું ટોળું કરવામાં - આપણું પોતાનું જ બોલતા કરવામાં વાર કેટલી ? દુનિયામાં જીવોને રંગરાગના રસિયા બનાવવામાં વાર કેટલી ? જરા પણ નહિ : મુશ્કેલી તો રંગરાગના રસને કાપી, ધર્મરસને ઉત્પન્ન કરવામાં છે. ત્યાં તો આપત્તિ પણ સહેવી પડે, પહાડ જેવા અડગ પણ રહેવું પડે. પૂર્વના મહાપુરુષોને જુઓ. મુક્તિ સાધતાં પ્રાણાંત ઉપસર્ગો સહ્યા છે ! કાંઈ ખાધે-પીતાં ઓછી જ મુક્તિ મળે છે ? શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે, ‘ખાવત પીવત મોક્ષ જે માનત, તે સિરદાર બહુ જટમાં' જટ એટલે મૂરખ. સાધુથી ‘બહુ મૂરખનો સરદાર' એવું બોલાય ? અને તે પણ ક્યાં કહેવાનું ? પૂજા એટલે મંદિરમાં બોલાય. ત્યાં કઈ ભાવના ? એ મહાત્માને કેટલું દુ:ખ થયું હશે, કેવી દયા પેદા થઈ હશે, ત્યારે આ લખ્યું હશે ? જે વસ્તુથી આત્માનો નાશ, તેનાથી જ મુક્તિ માની બેઠા છે, માટે ગમે તેવા શબ્દોથી પણ ભાન કરાવવું, કે જેથી એ બિચારા એના ફંદામાં ન ફસાય- એ એમની ભાવના હતી. વાત એ છે કે આજના કેટલાકને Page #52 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -૨ તો ભાવનાના દ્વાર સુધી જવાની પણ ઇચ્છા નથી થતી. એક વાર તમને બધાને આ લોકમાં આનંદ માનતા બંધ કરવા છે. એ થયું એટલે પછી સર્વ અંગીકાર કરો, સર્વવિરતિની ભાવના થાય, તો તે પણ તૈયાર છે, પણ તે પહેલાં એક વાર આ કામ કર્યા વિના તો છૂટકો જ નથી. એ તો મૂળ છે. ૩૭ આજે ઘણાઓ કહે છે કે ‘ધરમ, ધરમ શું કરો છો ? આ પણ જોવું તો પડશે ને !' અરે ભાઈ ! એમ બોલતાં શીખ કે ‘ધર્મ વિના ન ચાલે, પણ હું કંગાલ કે આ જોયા વિના રહી શકતો નથી.’ ઘણા કહે છે કે ‘ધરમ ધરમ કરીએ તો ભીખ માંગીએ, ધરમ તો ક્યારે ? પરવારીએ ત્યારે’. ‘અહીંથી પ૨વા૨ે ક્યારે ? શ્વાસ ચાલે ત્યારે પણ નહિ; આંખો મીંચાય ત્યારે ન છૂટકે. ત્યારે પણ ક્યાંથી ? ઝટ નવું માંડે. શબ તો અહીં પડ્યું હોય અને ખૂટે નવી ક્રિયા ચાલુ થઈ જાય. અંત દેખાય છે ક્યાં ? દૃષ્ટિ ફરે તો અંત આવે. આ દિષ્ટ ફેરવવાની વાત તમને માન્ય છે ? 312 માન્યતા બે પ્રકારની છે : એક માન્યતા એવી કે વસ્તુ સિદ્ધ ન થાય ત્યાં સુધી મુંઝવણ કરાવે, પશ્ચાત્તાપ કરાવે. બીજી માન્યતા એવી કે એ માન્યતા માન્યતારૂપે જ પડી રહે. માન્યતા મજબૂત થઈ, એટલે ક્રિયા તો દોડતી આવશે. આત્મામાં આ માન્યતાની ચિનગારી પડવી જોઈએ : રંગરાગની વાસના પર કાળા ડાઘ પડવા જોઈએ : તે કાળા છે એવું ભાન થાય એટલે આત્મા ઝટ યોગ્ય માર્ગે વળે, સાચી વસ્તુ તરફ હૃદયમાં બહુમાન પેદા થાય અને પ્રભુની આજ્ઞાના પાલન વિના કલ્યાણ નથી એમ ખાતરી થાય આ થયા પછી આટલી બધી મહેનત નહિ જ કરવી પડે. મુદ્દો એ કે ગુરુ પાસે એક જ ભાવના, દેવ પાસે એક જ વિનંતી કરો કે અમે આ લોકમાં તો ફસેલા છીએ, તેમાંથી કોઈ પણ પ્રકારે અમારો ઉદ્ધાર કરો. એક વાર પરલોક તરફ દૃષ્ટિ ચોંટી ગઈ, કે આગમના વચન તરફ એવી ભક્તિ થશે કે તેનાથી વિરુદ્ધ આચાર, વિચાર, કે વર્તનનો ઉમળકો કદી જ નહિ થાય. વારંવાર એમ થયા કરશે કે, હું આગમથી વિરુદ્ધ તો નથી જતો ને ? કંઈ વિરુદ્ધ તો નથી કરતો ને ? કંઈ વિરુદ્ધ તો નથી બોલતો ને ? આવી કાળજી રહ્યા કરે, તો શાસ્ત્ર કહે છે કે એક વાર અજ્ઞાન કે પ્રમાદથી વિરુદ્ધ થઈ પણ જાય, તો પણ ભયંકર અહિત નહિ થઈ જાય : કેમ કે તરત જ ઠેકાણે આવી જવાશે. હૃદયમાં કાળજી સતત હોવાથી બચી જવાશે. એટલા વિરાધક નહિ થવાય, કે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩ : પરલોકની ચિંતાને પ્રધાન બનાવો 23 જેથી બચાય જ નહિ. પરલોક તરફ તમારું ધ્યાન ખેંચાયું, કે તમને બોલાવવા ન પડે, તમે સ્વયમેવ આવશો. 313 પરલોકના ચિંતક જે ધર્મ બતાવે, તે આ લોકના ચિંતક ન બતાવે : ઘરે મા-બાપ મૂકીને અહીં કેમ આવો ? ઉત્તમ કુળની વાત હમણાં લો. ઉત્તમ કુળના વડીલો પોતાનાં સંતાનોને ધર્મ આપવા કાળજી રાખતા હોય, છતાં અહીં આવવાનું કારણ ? એ વડીલો ગમે તેવા, ધર્મ આપવાની ભાવનાવાળા, પણ મર્યાદિત ! પોતાના સ્વાર્થને હાનિ ન પહોંચે તેની કાળજી રાખનારા ! એ કાળજી પહેલી રાખે - હજી ત્યાં મોહ છે. આજે પહેલી વાત તો એ જ કે ધર્મમાર્ગે ચડાવનારા, ધર્મ તરફ દૃષ્ટિ વાળનારા વડીલ બહુ જ થોડા ! ખોળામાં બેસાડી અઢારે પાપસ્થાનકથી આઘા રહેવાની શિખામણ આપનારા વડીલ કેટલા ? ‘દેવ, ગુરુ અને ધર્મ એ જ શરણ છે - એમાં જ કલ્યાણ છે' - એવું કહેનારાં મા-બાપ અલ્પ ! મા-બાપની તથા વડીલની ફરજ છે કે સંતાનને ખોળામાં બેસાડી આવી શિખામણ આપે. સંતાન જો અનીતિથી હજારો કમાઈ લાવે, તો મા-બાપ અગર વડીલ કહી દે કે ‘આ કમાઈથી હું સંતોષ પામ્યો નથી. કેમ કે તું દુર્ગતિમાં જાય, તે મારાથી સહન થતું નથી.' આવું સાચું કહેનારા, સૂચના કરનારા, ટોણા મારનારા વડીલો કેટલા ? સમ્યગ્દષ્ટિ મા-બાપ બનવું હોય તો આટલું તો કરવું જ જોઈએ. આનું નામ શિક્ષણ, આનું નામ કેળવણી, આનું નામ વિદ્યાભ્યાસ અને આનું જ નામ સાચી વિદ્યાપ્રાપ્તિ. ગઈ કાલને ભૂલી જાઓ. આજથી કાયદો કરો કે ‘રોજ ઘરમાં, કુટુંબીમાં આ સંસ્કારો નાખવા !’ પછી જુઓ, એકાદ મહિનામાં કેવુંક પરિવર્તન થાય છે. એવાં કુટુંબોનો પરિચય શ્રી રામાયણમાં તમને થશે. ૩૭ સમ્યગ્દષ્ટિ કુટુંબો એવાં કે દુનિયાદારીના પદાર્થો લેવામાં આનાકાની કરતાં, પણ છોડવામાં આનાકાની નહોતાં કરતાં. શાથી ? સંસ્કાર જુદા, વાતાવરણ જુદું. શ્રાવકકુળનું વાતાવરણ કેવું હોય ? દેવતા પણ આવવા ઇચ્છે એવું હોય. એ ઇચ્છે છે કે ‘મિથ્યાવાસનાથી વાસિત એવું ચક્રવર્તીપણું મને ન જોઈએ, પણ દાસ થાઉં, દરિદ્ર થાઉં, સેવક થાઉં તો પણ શ્રી જિનેશ્વરદેવના Page #54 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ ધર્મની વાસના મળતી હોય, ત્યાં મારો જન્મ થાઓ !' એવી વાસના એ ગુણ છે. જીવાદિ તત્ત્વોનો વિચાર તો જૈનકુળમાં ચાલુ જ હોય. એ વિચાર જૈનકુળમાં જન્મેલાને સહજ હોય જ. ખાતાં ખાતાં માતા ભણાવે, વેપાર કરતાં કરતાં પિતા ભણાવે. જૈનકુળના રિવાજ કયા ? સ્ત્રી, પ્રકાશ થયા વિના કોઈ પણ પ્રવૃત્તિ ન કરે. આંખોથી બરાબર જુએ કે કોઈ જીવ માર્યો ન જાય. આરંભી તો છીએ જ, પાપાત્મા તો છીએ જ, પણ વિના કારણે બેદરકારીથી કોઈ પણ જીવની હાનિ ન થાય, આ કાળજી હોય. હાથમાં પંજણી લે. ઉપરથી કોઈ જીવ ન પડે તેની કાળજી તો પહેલેથી ૨ખાયેલી જ હોય, એટલે ચંદરવા બાંધેલા જ હોય. માતા પુંજણી ફેરવે, આજુબાજુ જોઈ પંજણી ફેરવે, એ જોઈ બાળક પૂછે કે, - ‘આ શું કરો છો ?' મા કહે કે ‘જીવોની રક્ષા ! જોવાથી મોટા જીવો તો દેખાણા, પણ સૂક્ષ્મ જીવો જે આંખે ન દેખાય તેની યતના માટે પુંજણી ફેરવું છું.' આ બધું બાળકો સાંભળે. સભા : આ તો જીવવિચાર આવ્યા. જીવવિચાર અને નવતત્ત્વ બધુંય આવે. જૈનકુળમાં મા-બાપ ધારે તો વાતવાતમાં બધુંય આપે. માતા કહે કે આ જયણા ન કરીએ તો, આશ્રવ લાગે. પુંજણીની ક્રિયા એ સંવર. પુંજણી ન ફેરવીએ તો પાપ. રક્ષાની ક્રિયા કરતાં ભાવનાયોગે પુણ્ય અને નિર્જરા થવા માંડે તો પરિણામે મુક્તિ પણ થાય. આ ક્રિયા ન કરીએ તો પાપ લાગે, એટલે કર્મનો બંધ પણ થાય. બાલ્યાવસ્થામાં પડેલા આ બધા સંસ્કાર કચાં જાય ? શ્રાવિકા જો શ્રાવિકા હોય તો રસોઈ કરતાં કરતાં કર્મક્ષય કરે, પણ શ્રાવિકા, શ્રાવિકા હોય તો ને ? આચારવિચાર અખંડપણે ચાલુ હોય તો બધું કામ સહેલું છે. આજ આચારહીનતાના પરિણામે વસ્તુ ગઈ. માતા-પિતા આટલા બધા સંસ્કાર પાડે, તોયે એની મમતા ગઈ નથી, એટલે એ તો સ્વાર્થને હાનિ ન પહોંચે તેવો ધર્મ કહે. જિજ્ઞાસુ સમજે કે પરલોકની ચિંતા કરનારા ગુરુ જે ધર્મ બતાવે, તે આ લોકની ચિંતા કરનારાં મા-બાપ ન જ બતાવી શકે ! ૩૮ 314 Page #55 -------------------------------------------------------------------------- ________________ ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા જિનાગમ ન હોત તો શું થાત ? ધર્મની જિજ્ઞાસા ક્યારે થાય ? ધર્મની સાચી જિજ્ઞાસા કેળવો ? સંસાર નિ:સંસાર છે : દોષિતમાં ગુણનો આરોપ ભયંકર છે : ♦ ઇલાચીકુમાર અને નટડી : ૦ પડતાનાં દાંત ન લેવાય : 24 ♦ પડવાની બીકે ચડવાનું બંધ ન કરવું જોઈએ : ૭ થોડી પણ આરાધના અવશ્ય ફળે છે ! વિષય : શાસ્ત્રપરિજ્ઞા વિવરણમ્ - પીઠિકા ચાલુ શાસ્ત્રસમર્પિતતાનું અનન્ય મહત્ત્વ પ્રતિપાદિત કરતાં પૂ. પ્રવચનકારશ્રીજીએ સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિજી મ.નો આગમ બહુમાન ૫૨ શ્લોક ટાંકી તેનો ભાવ ખોલ્યો છે. હેય-સંસાર અને ઉપાદેય મોક્ષ અને મોક્ષાર્થે સંયમ એ વાતના અનુસંધાનને આગળ વધારતાં ધર્મની સાચી જિજ્ઞાસા કેળવવાનું કહ્યું છે. એ માટે શ્રદ્ધાસંપન્ન શ્રોતા અને ગીતાર્થ વક્તાની જુગલબંદી થાય તો કલિકાલમાં પણ શાસન કેવું એકછત્રી બની જાય તે વીતરાગસ્તોત્રાધારે સમજાવ્યું છે. આવા જ શ્રદ્ધાસંપન્ન શ્રોતા જિનભક્ત શ્રીકુમારપાળ મહારાજાની આરતીનો પ્રસંગ આંગોપાંગ વર્ણવી છેલ્લે ઇલાયીકુમારને સંયમી સાધુનાં દર્શને કેવો લાભ થયો એ વાત દ્વારા સંયમનું મહત્ત્વ સમજાવી સાધનામાં ચડતા જીવોનું જ દૃષ્ટાંત લેવાની સલાહ આપી પ્રવચનની પૂર્ણતા કરી છે. મુલાકાતૃત ♦ દુનિયાનો એક પણ અયોગ્ય વિચાર જૈનશાસનમાં ન હોય. ♦ સત્ય તરફ રુચિ અને અસત્ય તરફ અરુચિ એટલે જ સમ્યગ્દર્શન. ♦ સંસાર એ દુઃખ અને સંસારી એટલે દુઃખી : માટે સંસાર પણ હેય અને સંસારીપણું પણ હેય ! ♦ નિર્દોષ ચીજમાં ગુણારોપ કરી પૂજાય તો લાભ આપે, પણ દોષવાળી ચીજમાં ગુણનો આરોપ કરી, એને પૂજાય તો દોષની પુષ્ટિ થાય. ♦ ‘વસુ વિના નર પશુ’ - આ વચન લૌકિક છે : ધર્મશાસ્ત્રનું નથી. વસુ વિનાનો પણ ધર્મી, દીન ન હોય. એને દૈન્યવૃત્તિ જ ન થાય. ♦ અશુભ વિચાર કે પાપપ્રવૃત્તિ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો, પણ પ્રભુના માર્ગે જવાનું મન થાય તો તત્ક્ષણ જજો ! * શુભ ભાવ કોક જ વાર આવે, એ વખતે જો વિચારવા રહ્યો તો પરિણામ ખસતાં વાર નહિ લાગે. ♦ પડવાની બીકે નહિ ચડેલા કરતાં શુદ્ધ ભાવનાપૂર્વક ચડીને કર્મના યોગે પડેલા ઘણા ઊંચા છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪: ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા જિનાગમ ન હોત તો શું થાત? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ શ્રી આચારાંગ સૂત્રની પીઠિકા કરતાં પહેલાં, પ્રથમ શ્લોકમાં પોતે જે તીર્થમાં વર્તે છે, તે તીર્થ જયવંતુ છે એમ જણાવી, બીજા શ્લોકમાં આ “આચારાંગશાસ્ત્ર' ભગવાન શ્રી મહાવીરદેવે જગતના કલ્યાણ માટે પ્રરૂપ્યું છે અને હું એમની આજ્ઞાને સંપૂર્ણપણે આધીન છું.-એમ પણ જણાવ્યું અને ત્રીજા શ્લોક દ્વારા “શ્રી ગંધહસ્તિરચિત અને અતિ ગહન એવા શસ્ત્રપરિજ્ઞાવિવરણમાંથી સુખપૂર્વક બોધ થાય તે માટે સાર ગ્રહણ કરું છું.' આ પ્રમાણે કહી શ્રી જિનપ્રવચનને અને શ્રી જિનપ્રવચનની આજ્ઞા મુજબ વિચરતા મહર્ષિપુંગવોને પણ પોતે આધીન છે, એમ સ્પષ્ટ કર્યું. આથી સિદ્ધ છે કે મહર્ષિ પોતાના ઘરનું કલ્પિત કશું જ કહેતા નથી અને સમ્યગ્દષ્ટિ આત્માનો આ તો મુખ્ય સિદ્ધાંત છે કે તે તીર્થને પોતાનું સમજે અને તેની આજ્ઞા સિવાય મારાથી એક પણ અક્ષર કહેવાય નહિ, એવી તેની અવિચળ માન્યતા હોય છે. એ માન્યતાથી જે ખસે તે શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં ટકી પણ શકતો નથી. જે તીર્થમાં ઉપરની માન્યતા રાખવાની છે, તે આ તીર્થમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, અને એક પણ સુંદર વિચારનો ઇન્કાર નથી : એના સિદ્ધાંતો એવી રીતે સિદ્ધ થયેલા છે કે એને સેવનાર આત્મા નિયમા મુક્તિપદને મેળવે, માટે એ તીર્થ શાશ્વત છે, અનુપમ છે, અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આવી રીતના તીર્થને માન્યા બાદ, એને મૂકીને વિચાર કરવાપણું રહે છે જ ક્યાં ? દુનિયામાં જેટલા અયોગ્ય વિચાર, તેમાંનો એક પણ આમાં ન મળે, તેમજ ઉત્તમ વિચારસરણીથી યુક્ત સિદ્ધાંતો એવા કે અણસમજદાર પણ એની સેવામાં પડી જાય, તો તેનું પણ કલ્યાણ જ થાય : તેમજ વળી જે કાયમ રહેનાર છે, જેની જગતમાં કોઈ જોડી નથી અને આવાં બધાં કારણે તો ખુદ શ્રી તીર્થકરદેવો. પણ જેને નમે છે, તો આ સિવાય વિચાર કરવાપણું બીજે રહે છે જ ક્યાં ? જે વિશેષણો આપ્યાં, જે ધ્યાન કરાયું, અને જે મહિમા ગાયો, તેમાં જેને શંકા Page #57 -------------------------------------------------------------------------- ________________ 17 – ૪ : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 – – ૪૧ હોય તેની વાત જુદી : પણ શંકા જ ન હોય, તીર્થ આવું જ હોય, તો તેની પાછળ ચાલવું જ જોઈએ : કેમ કે, એને અનુસરવામાં નાશનો સંભવ જ નથી. જ્યાં જ્યાં જુઓ, ત્યાં તો સુંદર જ વિચાર દેખાય. અજાણપણે સેવાય, તો પણ સન્માર્ગે જવાય : કોઈ પણ કાળે એ દગો ન જ દે. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જેવા પણ કહે છે કે “અનાથ એવા અમારા માટે જો કોઈ નાથ હોય, તો જિનાગમ છે. આજ સુધી અમે અનાથ હતા, હવે જિનાગમ મળી ગયું એટલે સનાથ થયા તેથી ભીતિ નથી.' એ કહે “ અરિસા નીવા, સોરસિયા હા ! અનre હંતા, નફર હું તો નિrt II II” અમારા જેવા, દુષમકાળથી દૂષિત, અનાથ એવા જીવોનું જો જિનાગમ ન હોત તો શું થાત?” શાથી? જે ગુણો જ્ઞાનીએ કહ્યા, તે બધા ગુણોથી આ આગમ-આ તીર્થ, વિશિષ્ટ છે એવી એમની માન્યતા મક્કમ હતી. ધર્મની જિજ્ઞાસા કયારે થાય? સમ્યગ્દર્શન આનું નામ. સમ્યગ્દષ્ટિ બધા દ્વાદશાંગીધર જ હોય એ ન બને. બધું જાણ્યા બાદ જ સમ્યગ્દર્શન થાય, એવો કાંઈ કાયદો નથી. સમ્યગ્દર્શન એવી ચીજ છે કે તે પ્રગટ થયા બાદ સહેજે સત્ય તરફ રુચિ અને અસત્ય તરફ અરુચિ પેદા થાય ? પણ વાત એ છે કે વસ્તુ પ્રત્યે તથાવિધ રાગ બંધાવો જોઈએ. જ્ઞાનીએ કહેલી એવી ઘણી વસ્તુઓ છે, કે જ્યાં બુદ્ધિ પણ ન ચાલે : પણ સમ્યગ્દષ્ટિ આત્મા, સમ્યગ્દર્શનના યોગે તથાવિધ સત્ય છે એમ માને. ઘણા પદાર્થો એવા છે કે જે ન દેખાય, ન તે રીતે અનુભવાય, છતાં સમ્યગદષ્ટિનું હૃદય નિઃશંકપણે જાણે છે કે જ્ઞાનીએ જેવું હતું અને છે તેવું જ કહ્યું છે : અમારા ભલા માટે કહ્યું છે, ત્યાં વાંધો હોય જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્માને શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે, તેમના અનુયાયી નિગ્રંથો પ્રત્યે, અને તેમના શાસન પ્રત્યે, આ જાતનો જ સદ્ભાવ હોય છે. ટીકાકાર મહર્ષિએ પીઠિકામાં ફરમાવ્યું કે રાગ, દ્વેષ અને મોહને લઈને શારીરિક તથા માનસિક સંકટના કટુ ઉપનિપાતથી પીડાતા દરેક સંસારી આત્માએ, એ દુ:ખને માટે અથવા એ દુઃખના કારણભૂત રાગ, દ્વેષ તથા મોહને Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –––– w તજવા માટે, હેય એટલે તજવા યોગ્ય તથા ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવા યત્ન કરવો જોઈએ. જે ઝાડ ન જોઈએ, તેનાં મૂળિયાં કાઢી નાંખવામાં આવે તો પંચાત મટી જાય. જો દુઃખ ન જોઈએ, તો તેના મૂળ કારણભૂત રાગ, દ્વેષ તથા મોહને કાઢવા પ્રયત્ન કરવો જોઈએ. શો પ્રયત્ન ? હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન મેળવવાનો ! સમજનારે તો આ પ્રયત્ન કરવો જ જોઈએ. જ્યારે સમજનારે આ પ્રયત્ન કરવાનો છે, ત્યારે સમજાવનારે શું સમજાવવું જોઈએ ? હેય અને ઉપાદેય પદાર્થો, એ સમજાવે તો જ ઉપકાર કરી શકે : પણ તદ્રુપે ન સમજાવે તો ? માટે આ મહાત્મા પહેલું જ આ સમજાવી રહ્યા છે કે, સંસાર એ દુઃખ: અને સંસારી એટલે દુઃખી માટે સંસાર પણ હેય અને સંસારીપણું પણ હેય ! ત્યારે ઉપાદેય શું રહ્યું ? મુક્તિ. હવે એ મુક્તિના સાધનરૂપ ધર્મને જાણવાની ઇચ્છા પેદા થવી જોઈએ કારણ કે એ જિજ્ઞાસા પ્રથમ થાય, ત્યારે જ આગળના ગુણોની પ્રાપ્તિ સહજ થાય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા : પણ એ થાય કયારે ? જ્યાં પોતે બેઠો છે, ત્યાં શંકા અગર ભયની દૃષ્ટિ પેદા થાય ત્યારે ! ત્યાં પારકાપણાનું ભાન થાય ત્યારે ! આત્માને દુઃખ થાય છે, આવું લક્ષ્યમાં આવે ત્યારે ! આવું થાય તો ધર્મની જિજ્ઞાસા પેદા થાય. કરવું પડે માટે કરે અને કરવું જોઈએ માટે કરે - આ બેમાં કેટલું અંતર ? આમાં તો આભ-જમીન જેટલું અંતર. એ અંતર ભેદવાનો આ પ્રયત્ન છે. ધર્મની સાચી જિજ્ઞાસા કેળવો! ધર્મની સાચી જિજ્ઞાસા પેદા થઈ જાય, તો તો સાંભળતાં આનંદ આવે : શુદ્ધ સંભળાવનાર જે રીતે સંભળાવે તે રીતે સાંભળવામાં આનંદ આવે, વિદ્યાર્થી શિક્ષકને શું કહે ? જે રીતે યોગ્ય થાઉં તે રીતે શીખવો એમ કહે, કે મારું મોં જોઈને વર્તો એમ કહે ? માબાપ છોકરાને વેપારીને ત્યાં શીખવા મુકે ત્યારે શું કહે ? કહે કે શેઠ કહે તેમ કરજે, ધક્કા ખવરાવે તો ખાજે, કંટાળીશ નહિ, તો શેઠની મહેરબાની થશે અને આવડત આવશે. ઝવેરીને ઘેર નવો છોકરો શીખવા આવે, ત્યારે ઝવેરી કેવો વર્તાવ કરે તેની ખાતરી કરજો. જિજ્ઞાસા થશે ત્યારે શંકા રહેશે જ નહિ. જિજ્ઞાસા નથી એનું જ આ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ - ૪ : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 - - ૪૩ પરિણામ છે. જે ચીજની ભાવના થતી નથી, તેને માટે સહન કરવાની ઇચ્છા પણ થતી નથી. જોકે તમે સહન કરવામાં પાછા પડો એમ નથી, એ તો હું પણ કહું છું, પણ તમારું ઇષ્ટ તમે જ્યાં માન્યું હો ત્યાં જ ! તમારા જેવું અપમાન ગળતાં, તિરસ્કાર ખમી ખાતાં, ભાગ્યે જ બીજાને આવડે. તમારા પર ઉપાધિના ગંજના ગંજ છે, પણ એ તમને ઉપાધિરૂપ નથી લાગતા, એ કેટલી તાજુબીની વાત ! શાથી ? ત્યાં ઇચ્છા તન્મય બની છે. એવી ઇચ્છા જેમને અહીં ધર્મમાં થઈ છે એમણે એવી આપત્તિઓ અહીં પણ આનંદપૂર્વક સહી છે. આત્માની વૃત્તિ તન્મય ન થઈ શકે, ત્યાં સુધી આત્મા ઉપસર્ગ-પરીષહ સહેવામાં ધીર નથી બની શકતો. જ્ઞાની કહે છે કે પુરુષાર્થ ચાર : ધર્મ, અર્થ કામ અને મોક્ષ. ધર્મ અને મોક્ષની પ્રાપ્તિમાં મુસીબત છે અને અર્થ-કામની પ્રાપ્તિમાં મુસીબત નથી એમ નહિ. અર્થ અને કામ પણ કંઈ દોડ્યા આવતા નથી, એને મેળવવા, સંભાળવા, સાચવવા શું શું કરવું પડે છે, તેનો તમને પૂરતો અનુભવ છે. જ્ઞાની કહે છે કે પુરુષાર્થપણું ચારેમાં સમાન છતાં, આત્માની જે પ્રવૃત્તિ અર્થ તથા કામમાં થાય છે, તેટલી ધર્મ કે મોક્ષમાં થતી નથી. અર્થ અને કામ માટે દુનિયા ઓછા ઉપસર્ગ સહી રહી છે? રાજ્યના સમ્રાટો કહેવાતાને પણ કાંઈ ચિંતા કે મુશ્કેલી ઓછી છે? હું રાજા, એ ભાવના ન હોય તો તે જીવે નહિ. “હું રાજા,’ એ ભાવનાથી એ જીવે છે. એ હુંપદ મનમાં આવે, એટલે આપત્તિ બધી ભૂલી જવાય. “હું રાજા', એ શબ્દમાં એટલો બધો નશો છે કે તેનો સેવક આપત્તિમાત્ર ભૂલી જાય. મોહદૃષ્ટિવાળા આત્માને અર્થ અને કામમાં એટલી તન્મયતા થઈ છે, હૃદય એમાં એટલું લીન બન્યું છે કે એને બહારની આપત્તિ એ આપત્તિ લાગે જ નહિ. તેવી જ જિજ્ઞાસા ધર્મમાં પેદા ન થાય, ત્યાં સુધી આ વચનો હૈયામાં ન ઊતરે. માટે ધર્મ લેનાર અને દેનાર બંનેની એક જ ધ્યેયમાં તન્મયતા હોવી જોઈએ. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને વીતરાગ સ્તોત્રમાં કહેવું પડ્યું કે - શ્રા શ્રોતા સુવીર્વા, યુવાતાં ચીઝ ! | त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ।।" - વીતરા સ્તોત્રા Page #60 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ “હે પ્રભુ ! શ્રદ્ધાળુ સાંભળનાર અને બુદ્ધિમાન વક્તા હોય તો તારા શાસનનું એકછત્રી સામ્રાજ્ય આ કલિકાલમાં પણ થઈ શકે તેમ છે.” સંસાર નિઃસાર છે ઃ ૪૪ જે વસ્તુ મેળવવી છે તે પ્રત્યે સદ્દભાવ ન જાગે, મેળવવાની ઇચ્છા ન થાય, ત્યાં સુધી કહેનારનું કહેલું સફળ નથી થતું. શબ્દોના અનેક અર્થ થાય, તો વાક્યના કેટલા થાય ! દૃષ્ટિ તેવો અર્થ : કહેનારનો આશય ભગવાનના માર્ગને અનુસરતો અને સામાના હિત માટે હોવો જોઈએ ! 320 એક જ સમયે વરસતું એક જ જાતનું પાણી : માનો કે સ્વાતિ નક્ષત્ર સમયે વરસતા પાણીનું ટીપું, છીપમાં પડેલું મોતી થાય, સર્પના મુખમાં પડેલું ઝેર થાય, રસાળ જમીનમાં પડેલું ફળરૂપ થાય, ઉખર જમીનમાં પડેલું કાદવરૂપ થાય, ત્યાં દોષ કોનો ? પાણીનો કે પાત્રનો ? પાણીમાં તો એ જ ગુણ કે મળને ધોવો, મળવાળા પદાર્થને નિર્મળ ક૨વો, ગરમીવાળા પદાર્થને ઠંડો કરવો. અશાંતને શાંત કરવો. પાણીનો તો એ જ ગુણ, પણ પાત્રમાં જુદા જુદા ગુણ છે. લેનાર પાત્ર અયોગ્ય હોય ત્યાં પાણી શું કરે ? સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ૨ખાય, નહિ તો પાત્ર ફાટી જાય. એમાં દોષ દૂધનો કે તે પાત્રની નિર્બળતાનો ? એ જ રીતે ધર્મના ઉપદેશ માટે યોગ્ય પાત્ર જોઈએ. ધર્મનો ઉપદેશ સાંભળવા માટે પ્રથમ જિજ્ઞાસા પેદા થવી જોઈએ. અને એ જિજ્ઞાસા પાત્રતા લાવનારી છે એથી જ જ્યાં બેઠા છો તે સંસાર ખરાબ લાગવો જોઈએ. સંસારની અસારતાની ભાવના અંશે પણ થયા વિના ધર્મ તરફ પ્રેમ ન જ થાય. અને એ ધર્મપ્રેમ વિના ધર્મ તરફ સદ્દભાવ નથી જાગતો. જેટલા પ્રમાણમાં સંસારની અસારતા હૃદયમાં ઊતરે, તેટલા પ્રમાણમાં ધર્મ તરફ સદ્ભાવના જાગે, તો પછી ધર્મના કહેનારે સંસારની અસારતાથી શરૂઆત ન કરવી, તો ક્યાંથી કરવી ? મૂળમાં સંસારમાં લેપાયેલા તો હોય, ત્યાં કઈ શરૂઆત થાય ? ધર્મના ઉપદેશકે, શરૂઆત સંસારની અસારતા બતાવવાથી જ કરવી જોઈએ. એમ ન કરે તો વાસ્તવિક રીતે ઉપકાર કરી ન શકે. સાંભળનારમાં જે સંસારની અસારતા ન જાણતો હોય, તેને પૂરી જણાવવા માટે કહેવું જ પડે. જે ચીજ ધર્મને બાધક હોય એ બાધકરૂપે ન સમજાય, તો આત્મા ધર્મ પામે જ નહિ : પામે તો બિચારા પાસે ટકે નહિ. અસારને Page #61 -------------------------------------------------------------------------- ________________ 31 – ૪ : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 –– ૪૫ અસાર તરીકે ન માને, ન મનાવે, તો કદી ધર્મમાં જોડાય તો પણ ટકે તો નહિ જ. ભવનંગુષ્ય તો લાગવું જ જોઈએ, પછી ભલે સંસ્કારથી, અભ્યાસથી કે જ્ઞાનયોગે : યેનકેન પ્રકારે ભવની નિર્ગુણતા લાગવી જોઈએ. નિર્ગુણ ચીજમાં સગુણપણાનો આરોપ થાય તો અનર્થ થાય, એમાં પ્રશ્ન જ શો ? આથી તમે સમજી શકશો કે જે મુનિવેષમાં રહેલાઓ આજે સંસારને સુંદર તરીકે વર્ણવી રહ્યા છે અને સંસારની અસારતાનો વિરોધ કરી રહ્યા છે, તેઓ મુનિ તરીકે પૂજાવાને લાયક નથી જ. દોષિતમાં ગુણનો આરોપ ભયંકર છેઃ કોઈ કહે કે “શ્રી જિનેશ્વરદેવની મૂર્તિમાં કાંઈ જિનેશ્વરદેવના ગુણો નથી. તો પણ જેમ મૂર્તિમાં ગુણનો આરોપ કરવાથી લાભ થાય છે, તેમ તથા પ્રકારના ગુણહીન મુનિમાં મુનિના વેષથી મુનિપણાનો આરોપ કરીએ એમાં વાંધો શો ?” શાસ્ત્ર કહે છે કે નિર્દોષ જિનમૂર્તિમાં જિનપણાનો પણ આરોપ થાય.” અને આનો વધુ ખુલાસો કરતાં શાસ્ત્ર કહે છે કે “જિનમૂર્તિમાં ભલે એ ગુણ નથી, પણ દોષ તો નથી જ ને ? નિર્દોષ ચીજમાં ગુણારોપ કરી પૂજાય તો લાભ આપે, પણ દોષવાળી ચીજમાં ગુણનો આરોપ કરી, એને પૂજાય તો દોષની પુષ્ટિ થાય અને તેથી બેયને સંસારમાં ભમવાનું થાય.' જેનામાં દોષ હોય એ પણ તેમાંથી પાછો ન ખર્સ, કારણ કે એને એમ થાય કે મને શી ચિંતા છે? મને પણ માનનારા ઘણા છે, એટલે પરિણામે બેય જણા દોષોદધિમાં ડૂબી જાય. ભવમાં સારાપણાનો આરોપ એ ભયંકર વસ્તુ છે. ભલે સંસારમાં રહ્યો હોય, સંસારમાં રહીને ધર્મની કાર્યવાહી પણ કરતો હોય, છતાં ગમે તે સંયોગોમાં પણ એમ તો ન જ કહેવાય કે સંસાર વસવા જેવો છે, રહેવા જેવો છે. કોઈ પૂછે કે કેમ વસ્યા ? તો કહેવું જ જોઈએ કે દુર્ભાગ્યે. અરે, એથી વધારે સ્પષ્ટ ઉત્તર તો એ કે આસક્તિ અને તેનાથી ઉત્પન્ન થયેલી શિથિલતાના યોગે. સમ્યગ્દષ્ટિ આમ કહે, પણ એના ઉત્તરમાં એમ તો ન જ કહે કે રહેવામાં શો વાંધો ?' મુદ્દો એ જ છે કે જે વસ્તુમાં જેનું આરોપણ ન થવું જોઈએ તે ન જ થાય. આથી સ્પષ્ટ છે કે જ્યાં બેઠા છો ત્યાં શંકા થાય, તો જ ધર્મ તરફ સાચી સદ્ભાવના પ્રગટ થાય. શ્રી કુમારપાળ મહારાજા આરતી ઉતારવાના અવસરે પ્રભુના અંગ ઉપર પોતે રચેલી પુષ્પની અંગરચના જોતાં જોતાં તલ્લીન બની ગયા, પણ સર્વ ઋતુનાં Page #62 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ પુષ્પોના અભાવે તેવા પ્રકારની શોભાથી રહિત અંગરચના જોવાથી ખિન્ન બનીને વિચારે છે કે : ૪૭ “X X X X मयेदमिन्दुप्रभमत्र कारितं, हर्षप्रकर्षाज्जिनचैत्यमुन्नतम् ।। १ । वरं सर्वर्तुजैः पुष्पैर्न पूजासम्भवोऽभवत् । तेन हर्षप्रकर्षोऽपि, विफलो मे ह्यजायत ।। २ ।। धन्यास्ते चक्रवर्त्याद्याः, सर्वद्वर्या जिनपूजकाः । येषां ह्यनेकाः सर्वर्तु-पुष्पपूर्णाः सुवाटिकाः ।। ३ ।। अधन्यशेखरो नून - महं राजेति नामभूत् । થયેલપિ નોધાનં, સર્વતુપતિમઋિતમ્ ।। ૪ ।। अहं नाम्नैव श्रद्धालु-र्लोके ह्यात्मम्भरिः सदा । જ पुष्पपूजाऽपि नो कर्तुं, पार्यते यद्यदृच्छया ।। ५ ।। विना माध्यन्दिनीमच-मचर्च्य रचनोज्वलाम् । न कर्तुं पूज्यते युक्त्या, भक्तिर्मुक्तिं वियासताम् ।। ६ ।। मोक्तव्यं जीवितं ह्येतदेकदा कार्यसिद्धये । " तत्तादृशार्हणा सिद्धये, मुक्तं तु श्लाघ्यतां भजेत् ।। ७ ।। ‘મેં અહીં હર્ષના પ્રકર્ષથી ચંદ્રમાની પ્રભા જેવી પ્રભાવાળું ગગનચુંબી મંદિર બનાવ્યું, પરંતુ સર્વ ઋતુનાં પુષ્પોથી હું પૂજા નથી કરી શકતો, તેથી મારા હર્ષનો પ્રકર્ષ પણ નિષ્ફળ થયો છે.’ ‘સર્વ ઋદ્ધિથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારા તે ચક્રવર્તી વગેરે ધન્યવાદને પાત્ર છે, કે જેઓની પાસે સર્વ ઋતુનાં પુષ્પોથી પૂર્ણ અનેક સુંદર વાટિકાઓ (બગિચાઓ) છે.’ ‘ખરેખર અધન્યશેખર એવો હું ‘રાજા’ આવા નામને જ ધારણ કરનારો છું, કે જેની પાસે સર્વ ઋતુઓથી પરિમંડિત એક પણ ઉદ્યાન નથી.’ ખરેખર હંમેશાં આત્મભરી એવો હું લોકોમાં માત્ર નામે કરીને જ શ્રદ્ધાળુ છું, કે જેથી ઇચ્છા મુજબ પુષ્પપૂજા કરવાની પણ શક્તિ નથી ધરાવતો.’ ‘રચનાએ (આંગીએ) કરીને ઉજ્વળ એવી મધ્યાહ્નકાળની પૂજા કર્યા વિના, મુક્તિમાં જવાની ઇચ્છાવાળા આત્માઓને ભોજન કરવું એ યુક્તિયુક્ત નથી.’ ‘એક વખત કાર્ય સિદ્ધિ માટે આ જીવિત મૂકવાને જ યોગ્ય છે, તો પછી તેવા પ્રકારની પૂજાને માટે નિર્માયેલું આ જીવન શ્લાધ્યપણાને ભજે છે.’ 322 Page #63 -------------------------------------------------------------------------- ________________ * : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા આ રીતના વિચારમાં ને વિચારમાં પરમાર્હત્ મહારાજા શ્રી કુમારપાળ આરતી હાથમાં લઈને પ્રભુની સન્મુખ દૃષ્ટિ રાખીને ઊભા જ રહ્યા : ભાવનામાં વધતાં વધતાં ભોજનના ત્યાગ સુધીની હદે પહોંચી જવું, એ શું નાનીસૂની વાત છે ? એકદમ અન્નપાણીના ત્યાગની ભાવના થઈ જાય એ શાથી ? એથી જ કે સંસારની અસારતા પૂરેપૂરી સમજાઈ ગયેલી હતી. અન્નપાણીના ત્યાગ થયા પછી રહ્યું શું ? શું રાજ્ય બાકી રહી જાય છે ? શરીરની મૂતિ ગઈ એટલે બધું જ ગયું, પછી રાજ્ય કચાંથી રહે ? આ ધર્મની આગળ ‘બધી વસ્તુ તુચ્છ છે’ એવું એ હૈયું કબૂલ કરતું હતું. જો કે એ કુમા૨પાળ મહારાજા રાજ્ય છોડી શક્યા નહોતા, છોડવાની તૈયારી પણ નહોતી, પણ છોડવા જેવું છે - એ તો હૈયામાં હતું જ. એ હોય તો જ ભાવના, વિચાર, ક્રિયા બધું શુદ્ધ થાય. માટે જ્ઞાની કહે છે કે, જ્યાં બેઠા છો ત્યાંની અસારતા તો લાગવી જ જોઈએ અને ધર્મોપદેશકે એ લગાડવી જ જોઈએ. ‘સંસાર અસાર છે’ - એમ થાય એટલે ઘર પણ અસાર છે, એ તો આવી જ જાય ને ! ન આવતું હોય તો કહેજો. 323 - 24 જે કોઈ કહે કે ‘આનંદપૂર્વક સંસારમાં કાર્યવાહી કરી રહ્યો હતો, તેમાં સંસારની અસારતા બતાવી ઊલટો મૂંઝવી નાખ્યો : એ હવે સંસારમાં પોતાનો ઉદય શી રીતે કરી શકે ?’ તેને કહેવું જોઈએ કે, ‘અમે તમારા સંસારના એટલે કે વિષયકષાયના ઉદયને ઇચ્છતા નથી, અત્યારે તો તમારા આત્માનો ઉદય જોવો છે અમને તમારા ભોગવિલાસની ઇર્ષ્યા નથી પણ એમ તો થાય કે આ લાલપીળામાં લીન થયા તો બિચારા દુર્ગતિમાં વહ્યા જશે.' માટે જ સંસાર હેય છે એ વગેરે કહેવું પડે છે. ૪૭ શાસ્ત્રકાર વર્ણવે છે તે રીતની અસારતા જો જચી જાય, તો તો અશુભોદય પણ શુભ કાર્યવાહીમાં પલટાઈ જાય અને આખી દુનિયા પગે પડે, પણ વાત એ છે કે એવી અસારતા જચી છે કચાં ? જો શ્રી જિનેશ્વર ભગવાને કહેલી યોગ્યતા આવી જાય તો દરિદ્ર હોય તેને પણ બધા નમવા મંડી પડે : તીવ્ર પાપોદયની વાત ન્યારી છે. ઇલાચીકુમાર અને નટડી : સંસારની અસારતા યોગ્ય રીતે સમજાય, તો કાર્યવાહી આખી ફરી જાય. પુણિયા શ્રાવક પાસે લક્ષ્મી હતી ? નહોતી. છતાં ભગવાન શ્રી મહાવીરદેવે એની પ્રશંસા કરી. માનો કે ભગવાન તો ત્યાગી હતા તે પ્રશંસા કરે, પણ શ્રેણિક મહારાજા પણ એની પ્રશંસા કરે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ જૈનશાસનમાં કિંમત કોની ? યોગ્યતાની. ‘વસુ વિના નર પશુ’-આ વચન લૌકિક છે : ધર્મશાસ્ત્રનું નથી. વસુ વિનાનો પણ ધર્મી, દીન ન હોય : એને દૈન્યવૃત્તિ જ ન થાય. આ અસારતા જે દિવસે તમારા હૈયામાં બેસે તે દિવસે ધર્મનો રસ જેવો રેડવો છે એવો રેડાય, અને એ જચે પણ અને પચે પણ. જ્યાં સુધી અંદર કચરો ભરાયેલો હોય, ત્યાં સુધી ઔષધ લાભ ન કરી શકે. ઘણી વાર લાભને બદલે હાનિ કરી નાખે. ૪૮ મારો ઇરાદો એ છે કે શ્રી જિનેશ્વરદેવે આપેલું ધર્મરૂપી ઔષધ, તમને નીરોગી બનાવનાર નીવડે, પણ હાનિકર ન નીવડે. આ ઔષધ, ગુણકર બનાવવા આ અસારતા બતાવવાની છે. સાધુ પાસે આવનારને સ્વપ્ને પણ એ ખ્યાલ ન આવવો જોઈએ કે, આ સાધુ અમારા અર્થ-કામને ઠીક કરવા માગે છે કે અમારા સંસારને પોષવાનો ઇરાદો રાખે છે. સાધુ પાસે આવનારને તો એમ જ લાગવું જોઈએ કે આ મુનિરાજ તો મને સંસારમાંથી કાઢવા આટલો આટલો પ્રયત્ન કરે છે, પણ હીણભાગ્ય હું નીકળી શકતો નથી. આવી વિચારણા થાય તો મુનિનો પરિચય ફળ્યો કહેવાય. 324 વાંસડે ચડી નાચતાં નાચતાં ઇલાચીકુમારને કેવળજ્ઞાન શાથી થયું ? મુનિની ચર્ચાથી ! મુનિની સામે પદ્મિની સ્ત્રી છે, હાથમાં મોદકનો ભરેલો થાળ છે, તો પણ મુનિનું આંખનું પોપચું પણ ઊંચું થતું નથી. પદ્મિની સ્ત્રી ‘લો, લો' કહે છે, ઉત્તમ પ્રકારના મોદક નજર સામે મોજૂદ છે, છતાં મુનિ મોદક લેતા નથી, આંખનું પોપચું ઊંચું પણ કરતા નથી, નજ૨ નીચી ઢાળેલી છે, એ જોઈ વાંસડે ચડેલા ઇલાચીકુમારને ખ્યાલ થયો કે “આ પણ મનુષ્ય અને હું પણ મનુષ્ય. આ મુનિની સામે પદ્મિની સ્ત્રી ઊભી છે, છતાં જરાય ઊંચી નજર એ કરતા નથી, અને મારી સામે નટડી છે, એ નટડીની ખાતર મેં માબાપ, કુટુંબ, લાજ-આબરૂ બધું છોડ્યું. શેઠ મટી નટ બન્યો. ચોથી વાર ઉપર નાચવા ચડ્યો, મારી આ દશા ! પેલી સ્ત્રી, ‘લો, લો’ કહે છે છતાં મુનિ લેતા નથી અને અહીં તો હું માગું છું !” મુનિનું દર્શન આ રીતે ફળ્યું. જો માત્ર દર્શન આ રીતે ફળે તો પરિચયથી શું ન થાય ? પણ એની ભાવશુદ્ધિ હતી માટે ફળ્યું : જો એમ કહેત કે “મુનિ તો પાગલ છે, આવી, પદ્મિની સ્ત્રી મોદક આપે છે ને લેતો નથી,” તો મુનિનું દર્શન ફળત ? જે મુનિનાં દર્શને અનેકને તાર્યા, તે જ મુનિનું દર્શન પાપાત્માઓને ડુબાડનાર છે, એમાં મુનિનો કાંઈ દોષ ? Page #65 -------------------------------------------------------------------------- ________________ 325 – – ૪ : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 - ૪૯ ઇલાચીકુમારને, મુનિના દર્શનયોગે, નૃત્યની ક્રિયા ચાલુ છતાં વિચાર આવ્યો કે ધિક્ ધિક્ વિષયા જીવને રે' અને એ વિચારના યોગને પરિણામે ક્ષપકશ્રેણિ માંડી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. નીચે નટડીને પણ વિચાર થાય છે કે, “ધિક્ છે આ રૂપને કે જેને લીધે આ શેઠનો પુત્ર પણ નટ બન્યો છે અને ચાર ચાર વાર નાચવા ઉપર ચડ્યો છે : ધિક્કાર છે આ રૂપને, જે રૂપ અનેકના નાશના હેતુભૂત હોય, તે રૂપ હોય તોયે શું, અને ન હોય તોયે શું ?” એ નટડીને પણ ત્યાં પરિણામે ક્ષપકશ્રેણિના યોગે કેવળજ્ઞાન થાય છે. પડતાનાં દાંત ન લેવાય? શાસ્ત્ર કહે છે કે, અશુભ વિચાર, કે પાપપ્રવૃત્તિ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો, પણ પ્રભુના માર્ગે જવાનું મન થાય તો તત્કણ જજો. કહ્યું છે કે, શુભ ભાવ, શુભ પરિણામ પ્રાણીને ઘણાં દુર્લભ છે. કોઈને આવે તે પણ ક્વચિત્ : એ પરિણામ આવ્યો ત્યારે જો વિચારવા રહ્યો, તો પરિણામ ખસતાં વાર નહિ. અશુભમાં તો બેઠો જ છે. શુભ પરિણામનો અમલ ઝટ કરવો જોઈએ. ખાવાપીવામાં, વિષયકષાયમાં, પૈસા કમાવવામાં, વ્યવહારની તમામ પ્રવૃત્તિમાં તૈયાર અને ધર્મની કંઈ વાત આવે કે “ઊભા રહો' એમ થાય. સોનું અને માટીની જેમ આત્મા અને કર્મ અનાદિથી ભેળાં છે. સોનું પણ માટી તરીકે ખપે છે, પણ કુશળ કારીગરના હાથમાં આવે, તો એ રખડતા સોનાને લઈ ઠેકાણે મૂકે. યોગ્ય ક્રિયા કરે, માટી દૂર કરે, અગ્નિમાં પણ નાખે અને ચોખ્ખી લગડી બનાવે. તે જ રીતે અનાદિકાળથી આત્મા અને કર્મનો સંબંધ ચાલુ છે. શ્રી જિનેશ્વરદેવોએ જોયું કે આ આત્માઓ અનાદિ કાળથી કર્મના સંયોગમાં ફસેલા છે, અને જો યોગ્ય સંયોગમાં મૂકવામાં આવે, જોઈતા પુટપાક કરવામાં આવે, ઊંચકીને તથા પ્રકારની અગ્નિમાં ફેંકવામાં આવે, તો એનો કચરો બળી જાય અને શુદ્ધ બને, એ માટે જ શ્રી જિનેશ્વરદેવોએ તીર્થની સ્થાપના કરી. શ્રી જિનેશ્વરદેવોએ તથા તેમના શાસનના મહર્ષિઓએ કહ્યું કે જે સંયોગોમાં રહ્યા છો તે તમારા નથી, માટે સંયોગો ફેરવો અને તે માટે જ્ઞાનીએ બતાવેલી વસ્તુને સેવો. કઠિન લાગે કે સહેલું લાગે, પણ સેવતાં સેવતાં એવો સમય આવશે કે આત્મા પોતે જ સંયમમાં શ્રેય માનશે અને આત્માનું તથા સહવાસીઓનું કલ્યાણ કરી શકાશે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - 328 કોઈ નવી દુકાન ઉઘાડે, તે વખતે જો કોઈ કહે કે, “ભાઈ રહેવા દેને ઘણાંએ ભીખ માગી, કંકે દેવાળાં કાઢ્યાં. આવી વાત કોઈ માને ખરો ? નહિ જ. પણ ઊલટો તરત કહે કે “તેથી કાંઈ દુકાન કર્યા વિના રહેવાય ? કોઈ દેવાળું કાઢે અને કોઈ ભિખારી થાય, તેથી મારે પણ પેઢી ન કરવી, એ ક્યાંનો કાયદો ? હજી એમ કહો તો ઠીક કે ભાઈ ! પેઢીમાં આટલા આટલા ભય છે, માટે સાવચેત રહેજે તો એ મનાય, પણ બીજાના દેવાળાના બહાનાથી મારી પેઢી જ ઉખેડી નાખવા માગો તો કેમ મનાય ?' તે જ રીતે અહીં ત્યાગમાર્ગમાં, મુનિપણાના માર્ગમાં કોઈ સલાહ આપવા આવે કે “ભાઈ ! મુનિપણું ઘણું જ કઠિન છે, એ ખુશીની વાત છે, તું ધન્ય છે, પણ મુનિપણું ઘણું જ કઠિન છે, કેટલાય પડ્યા પણ છે, માટે સાવચેત રહેજે !' આમ કહે તો મનાય અને એ વાત ઉપર વિચાર પણ થાય, પણ પેલા પડેલાની વાતો કરી ચડવાની જ મનાઈ કરે તો તે મનાય ? નિસરણી ચડતાં કોઈ પડે ખરો કે ? પડે પણ, છતાં નિસરણી ચડતાં કોઈ કહે કે “ચડીશ મા’ - તો કહી દેવું પડે કે કોઈ ચડ્યા ખરા કે નહિ ? ઘણા ચડી ગયા છે તો પછી “ચડ નહિ' એમ ન કહેવાય : માત્ર એમ કહો કે “બરાબર દોરડું પકડી - કઠેડો ઝાલી ચડજે, આંખ સીધી રાખજે : આવી સલાહ તો મનાય, પણ ચડીશ નહિ એમ કહેનારને કેમ જ મનાય ? વ્યવહારમાં તો આ રીતે બધું જ સીધું ચાલે છે પણ અહીં જ બધા વાંધા છે, એનો હેતુ એ જ કે સંસારની અસારતા હૃદયમાં જેવી જોઈએ તેવી ઠસી નથી : અને એ ન ઠસે ત્યાં સુધી સુંદર પરિણામ ન આવે એમાં આશ્ચર્ય પણ શું? શ્રી મેઘકુમારની માતાએ પણ જ્યારે સંયમોન્સુક મેઘકુમારને કહ્યું કે, નંદીષેણ પડ્યા, આદ્રકુમાર પડ્યા ત્યારે મેઘકુમારે કહ્યું કે “માતાજી ! આપને ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાંથી આ જ દાખલા જડ્યા? મહર્ષિઓ ચડી રહ્યા છે તે ન દેખાણા?” પરણવા ગયેલાને ચોરીમાં રંડાપો નથી આવતો ?આવે છે, છતાં બંધ રહ્યું? સારા મુર્તે પરણ્યા છતાં રોજ મારામારી નથી થતી ? થાય છે. ત્યાં તમે પોતે જ બચાવ કરી લો છો કે એ તો એમ પણ થાય. માત્ર અહીં જ એ બુદ્ધિ નથી ચાલતી. સાવધ રહેવાની શિખામણ મનાય, પણ માર્ગે જ ન જવાની શિખામણ કેમ મનાય ? સામાન્ય ચીજની સાધનામાં બેદરકાર નથી બનાતું, ત્યારે મોક્ષ જેવી ચીજમાં પડતાનાં દૃષ્ટાંત કેમ લઈ બેસાય ? Page #67 -------------------------------------------------------------------------- ________________ 37 – ૪: ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 –– ૫૧ પડવાની બીકે ચડવાનું બંધ ન કરવું જોઈએ : જ્ઞાની કહે છે કે, પડવાની બીકે નહિ ચડેલા કરતાં શુદ્ધ ભાવનાપૂર્વક ચડીને કર્મના યોગે પડેલા ઘણા ઊંચા છે. પક્ષી પણ માળો કરે, ભાંગી જાય છતાં ફરી કરે, તો સુખે રહી શકે. પડી જવાની બીકે બાળકનો પગ જ માબાપ ન મંડાવે, તો બાળક પાંગળો થાય કે ચાલતો ? ચડીને પડ્યા એણે તો સ્વાદ ચાખ્યો : ખીર ખાધી હોય એને ઊલટી થાય તોય મીઠાશ આવે. ભલે એક વાર ન પચે પણ બીજી વાર ખીર આવે ત્યારે પ્રમાણસર ખાય, પણ ચાખી જ ન હોય તો ? એક રબારીનો છોકરો શેઠિયાના છોકરા સાથે રમવા જતો. ત્યાં બીરની વાત સાંભળી, માતા પાસે ખીર માગી. માતા આટો ને પાણી હલાવી ઘોળી ખીર કરી આપતી, તેને એ બાળક ખીર માનીને પી જતો. એણે હજુ ખીરનો સ્વાદ જાણ્યો ન હતો. એક વખત એને કોઈ સાથે રમનારા છોકરાએ ખીર ચખાડી, કે ઝટ એને થયું કે મારી માતાએ મને આજ સુધી ઠગ્યો. સાચી ખીર તો આ. આવી સાચી ખીર ન મળી, ત્યાં સુધી તો એ ઠગાયો પણ હવે ઠગાય ? તરત જ માતા પાસે આવીને સાચી ખીરની માગણી કરી. આપણો મુદ્દો એ છે કે એકવાર ચડીને પડેલા પણ આત્મા પાછા ઊંચા આવ્યા વિના ન રહે. માટે પડવાની ખોટી બીકે ઉત્તમ વસ્તુનો આસ્વાદ ન ચૂકો. પડવાનો હાઉ બતાવી ખસેડનારાને આધીન ન થાઓ. નઠોર વિદ્યાર્થી પણ જો એકવાર પહેલો નંબર આવી જાય, તો જુઓ પછી મજા ! પહેલા નંબરની સ્થિતિનું એને ભાન નહોતું, ત્યાં સુધીની વાત જુદી, પણ પછી તો એને થાય કે પહેલો નંબર થવામાં તો મજા છે. માસ્તર પણ પૂછે, માસ્તરની ગેરહાજરીમાં મોનિટરની પદવી મળે, પછી એ વિદ્યાર્થી એવો ભણે કે તે નંબર જાય જ નહિ. પણ નઠોર વિદ્યાર્થીમાં એક ખોડ જ એ કે પહેલો નંબર આવે નહિ. નઠોર વિદ્યાર્થીના ગુણ જાણો છો ? તે મોડો આવે, વહેલો તો આવે જ નહિ, આવીને પણ ભણનારાને હેરાન કરે, માસ્તર ઠપકો આપે તો ગાંઠ વાળે કે બચ્ચા ! બહાર નીકળજે, પથરાથી માથું જ ફોડી નાંખ્યું. માસ્તર પણ એવા છોકરાને સતાવે નહિ. છોકરાઓને પણ કહી રાખ્યું હોય કે એની ફરિયાદ મારી પાસે લાવવી નહિ. શાસ્ત્ર પણ એવા આત્માની ઉપેક્ષા કરવાનું કહે છે. પ્રયત્નથી ભલું થતું લાગતું હોય ત્યાં ઉપેક્ષા નહિ, પણ તદ્દન નઠોરની તો ઉપેક્ષા, કે જેનું પરિણામ જ ન દેખાતું હોય. યોગ્ય માટે પ્રયત્નમાં વાંધો નથી, પણ અયોગ્યને તો કહી જ દેવાનું કે તું છેટો સારો. જે પોતે સારું કરે નહિ, Page #68 -------------------------------------------------------------------------- ________________ પર – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 328 બીજાને સારું કરવા દે નહિ, અને સારું કરવાનું કહેનારનો જાન લેવા સુધીની કાર્યવાહી પણ કરે, તેવાને સુધારવા માટેના પ્રયત્નનું પરિણામ હાનિકર જ થાય છે. માટે વિપરીતગામી આત્માઓને આધીન થયા વિના, જ્ઞાની પુરુષોના કથન મુજબ પડવાની બીકે સ્વાદ વિના રહી ન જાઓ, જીવનમાં થોડો સ્વાદ લઈ લો, આયુષ્ય થોડું છે. બાલ્યકાળમાં ન લઈ શકયા, યૌવન પણ ગયું હોય, તો હવે તો સ્વાદ લેવા જેવો છે. તમારી બા કીની બુદ્ધિ હવે અહીં ખરચો જેથી ભવાંતરમાં બાલ્યકાળમાં પણ ઉદય આવે. તમે આ સ્વાદ લો ! ઢીલા ન થાઓ. ‘કેમ થાય, કેમ થાય'-એમ ન કરો, પણ “કેમ ન થાય' એમ કહો. થોડી પણ આરાધના ફળ્યા વિના નથી રહેતી. થોડી પણ આરાધના અવશ્ય ફળે છે ! અનાર્ય દેશમાં અનાર્યદેશના પાટવીને શ્રી જિનમૂર્તિ મળી અને ફળી, એ શાના યોગે ? પૂર્વની આરાધનાના યોગે. પૂર્વભવે સંયમ પાળ્યું હતું, સંયમની વિરાધનાના યોગે અનાર્યદેશમાં ઉત્પન્ન થયો, પણ શ્રી જિનમૂર્તિ મોકલનાર શ્રી અભયકુમાર જેવા મિત્ર મળ્યા, એ શાના યોગે ? પૂર્વની આરાધનાના જ યોગે. એક શેઠે પોતાના દીકરાને ધર્મના વિરોધી જોયો. રોજ કહે કે દેરે જા, ગુરુને વંદન કર , વ્યાખ્યાન સાંભળ, પણ પેલો માને નહિ, ઊલટો યતદ્ધા બકે. શેઠે જાણ્યું કે મારો દીકરો સંસ્કાર વિના રહે એ ખોટું બારણું નીચું કરાવ્યું અને અંદર સામે જ શ્રી જિનેશ્વરદેવની આકૃતિ રખાવી. હવે હંમેશ વાંકું વળવું જ પડશે. અંદર ગયા પછી માથું ઊંચું કરે એટલે સામે મૂકેલી આકૃતિનાં દર્શન થઈ જ જાય. એવી રીતે આયુષ્ય પૂર્ણ થયે એ સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્યે થયો, ત્યાં શ્રી જિનમૂર્તિના આકારના મત્યને જોઈ તે સમ્યકત્વ પામ્યો. આમ માત્ર અનિચ્છાએ કરેલાં શ્રી જિનમૂર્તિનાં દર્શન પણ એ આત્માને ફળ્યાં. માટે જો તમે તમારા આત્માની લેશ પણ ચિંતા કરતા હો, તો પતનનો “હાઉ” બતાવનારાઓની ઉપેક્ષા કરી પોતાના આત્માની ચિંતા કરતાં શીખો, અને આત્માની પ્રત્યેક ક્રિયા જ્ઞાનીએ કહેલા માર્ગે જ ગતિમાન થાય તેવી શક્તિ કેળવો! Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫ઃ સુખ સંસારનું અને મોક્ષનું 25 • વિષયજન્ય સુખ દુઃખનાં કારણ છે : • દુઃખના અંશ વિનાનું સુખ કયાં છે? • પુણ્યાનુબંધી પુણ્ય વળાવા સમાન છે : • ગુણ અને ગુણાભાને ઓળખો! • નાટકિયા જેવા મધ્યસ્થ ન બનો : રાજા ભોજ અને પંડિત શ્રી ધનપાલ : • પ્રશંસાનો વિવેક : • સમ્યગ્દર્શન એ સાંકળ છે ! શ્રી શાલિભદ્રનો પૂર્વવૃત્તાંત : • સુસંસ્કાર માટે બાળક વધુ યોગ્ય છે ! વિષય:- શસ્ત્રપરિજ્ઞાવિવરણમ્ - પીઠિકા ચાલુ ‘દુઃખ ન જોઈએ તેણે સંસાર ઉપર ચાહના ન રાખવી જોઈએ, કારણ સંસાર પોતે દુઃખરૂપ છે, એને સેવવાથી દુઃખનું જ ફળ મળે છે અને એ ફળનો આસ્વાદ લેતાં દુ:ખની સાંકળ ચાલ્યા જ કરે છે.” આ વાતની આસપાસ વિહર્યા બાદ આ પ્રવચનમાં “દુઃખના અંશ વિનાનું, સ્વાધીન અને સદાયનું સુખ ક્યાં છે એ વાત જણાવવાનો સફળ ઉદ્યમ થયો છે. “સંસાર અને મોક્ષમાં પણ મુનિ સમચિત્તવાળા હોય એનો મતલબ એવો નથી કે મુનિ સંસાર અને મોક્ષને બેયને સારા માને છે', વગેરે વાતો જણાવી પુણ્ય, પુણ્યાનુબંધી હોય તે જ કામનું બાકી નકામું” એ વાત કહી. ગુણ અને ગુણાભાસનો ફરક ન જાણીએ તો નુકસાન જાતને જ છે એ વાત પણ કહી. એ માટે ધનપાલ કવિ અને રાજા ભોજ તેમજ આગળ વધી શાલિભદ્રના પૂર્વભવના ખીરદાનનો પ્રસંગ વર્ણવી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્યાતૃd • રોજ ઔષધની જરૂરને સુખ માનનારા મૂર્ખાઓ, ભલે તેમાં સુખ માને, બાકી વસ્તુતઃ તેમાં સુખ નથી જ. • મોક્ષનું સુખ અનિર્વચનીય છે, એ સુખ શબ્દમાં વર્ણવાય તેવું નથી. • મુક્તિ એટલે તો પુદ્ગલના સંસર્ગમાત્રનો અભાવ, એટલે કે કેવળ સ્વસ્વરૂપમાં રમણતા. • દુઃખના લેશ વિનાનું, દુઃખના પરિણામ વિનાનું, કાયમ રહે તેવું સુખ, જો અહીં મળતું હોય તો મોક્ષની ગરજ નથી. ભોગની અભિલાષા વિના ધર્મ કરે તેને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. એવો ધર્મ મુક્તિ આપે, મુક્તિ ન આપી શકે ત્યાં સુધી મુક્તિ આપે એવાં સાધનો આપે. ૦ પાપ એ લૂંટારો છે અને ભોગની જ આશાથી કરાતો ધર્મ, એ વસ્તુતઃ અધર્મ હોવાથી એ પણ લૂંટારા જેવો જ છે! • પરિણામે લાભ આપે તે ગુણ. જેનું પરિણામ ભયંકર, તે દેખીતો ગુણ હોય તો પણ ગુણાભાસ. • ખોટાની પ્રશંસા કરવાની ઊર્મિ જાગે, એટલે સઘળા સદ્ગુણો આપોઆપ નાશ પામવા માંડે છે. ૦ મનુષ્ય મનુષ્યપણામાં રહે તો કલ્પતરુ અને મનુષ્યપણું મૂકી દે તો જાલિમ જુલમી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫: સુખ, સંસારનું અને મોક્ષનું વિષયજન્ય સુખ દુઃખનાં કારણ છે ઃ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ શ્રી આચારાંગ સૂત્રની પીઠિકા કરતાં પહેલાં, મંગલાચરણમાં કહ્યું કે, શાસન જયવંતુ વર્તે છે કારણ કે, આ શાસન એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી આપતું, ને એક પણ સુંદર વિચારને અવગણતું નથી સેવનારને એ નિયમા મુક્તિ આપે છે : સઘળી અપેક્ષાએ સિદ્ધ થયેલા એના સિદ્ધાંતો છે માટે જ એ શાશ્વત છે, અનુપમ છે, અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આ આચારાંગ શાસ્ત્ર ભગવાન શ્રી મહાવીરદેવે, કેવળ જગતના હિત માટે કહ્યું છે. એને આધીન રહીને જે કાંઈ કહેવાનું છે તે હું કહું છું, આ સિવાય બીજું બહારનું કાંઈ જ કહેવાનું નથી. પીઠિકા કરતાં ટીકાકાર કહે છે કે, આ સંસારમાં રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા , એથી જ શારીરિક અને માનસિક અનેક પીડાઓથી પીડાતાં સઘળાં પ્રાણીઓએ, દુઃખનો તથા દુઃખના હેતુભૂત રાગ, દ્વેષ અને મોહનો નાશ કરવા માટે, હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આ પૂર્વેનાં પ્રવચનોમાં સમજાવી ગયા કે જેને દુઃખ ન જોઈએ, તેણે સંસાર ઉપર પણ ચાહના ન રાખવી જોઈએ, કેમ કે સંસાર એ દુઃખમય છે એનું ફળ પણ દુઃખ છે અને એની પરંપરા પણ દુઃખની છે. સાચા સુખનો અર્થી સંસારને ઇચ્છે એ બનવાજોગ નથી. નાનામાં નાનો પણ ધર્મ, સંસારની અસારતા સમજાયા વિના, સંસારની અસારતા હૃદયમાં લાગ્યા વિના, ધર્મ તરીકે પરિણામ પામતો નથી. નાનામાં નાનું દાન દેવું, થોડામાં થોડું શીલ પાળવું, નહિ જેવો પણ તપ કરવો-આ બધું શાના માટે ? સંસારથી છૂટવા માટે જ. એ ભાવના વિનાનો દાન, શીલ, તપ વગેરે ધર્મ, આત્મા જે ઇચ્છે છે તે આપી શકતો નથી : કારણ કે, આત્માની ઇચ્છા શાશ્વત સુખ મેળવવાની છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૫ : સુખ સંસારનું અને મોક્ષનું – 25 કોઈ પૂછે કે ‘મોક્ષમાં સુખ શું ?' “દુઃખનો, ઇચ્છાનો, તૃષ્ણાનો સર્વથા અભાવ : અર્થાત્ સર્વ કર્મસંગથી રહિત થઈ સ્વસ્વરૂપમાં અનન્ય રમણતા એ જ વાસ્તવિક સુખ.” ખાવાપીવા આદિમાં સુખ માનનારા ભ્રમણામાં પડેલા છે, કારણ કે કર્મયોગે મળેલ આ શરીરના શરણે ઉત્પન્ન થયેલ ભૂખ આદિ દુ:ખની શાંતિ માટે જ ખાવુંપીવું વગેરે કરવું પડે છે, આથી સ્પષ્ટ છે કે ખાવુંપીવું એ પણ એક પ્રકારે તો દુ:ખ જ છે. રોજ ઔષધની જરૂરને સુખ માનનારા મૂર્ખાઓ, ભલે તેમાં સુખ માને, બાકી વસ્તુતઃ તેમાં સુખ નથી જ. સભા : સ્વાદ માટે પણ ખવાય છે ! 331 એકલા સ્વાદ માટે નહિ: ભવિષ્યના દુઃખને ભૂલી એકલા સ્વાદ માટે ખાનારા બધા ન નીકળે. ધરાઈને બેઠા હો તો સ્વાદ માટે પણ નહિ ખાઈ શકાય. મૂળ તો ભૂખનું દુઃખ થાય છે, તેના નિવારણ માટે જ ખવાય છે. જો કે વિષયાધીનતા આવી, એથી સ્વાદાદિ વધ્યા એ ખરું, પણ નિદાન ભૂખને મટાડવા ખાવાનું હોય છે. ઇંદ્રિયોનું લૌલુષ્ય, સ્વાદ, મોજમજા આવે, એ જુદી ચીજ છે. કોઈ પૂછે કે મોક્ષનું સુખ શબ્દમાં કહો ! શાસ્ત્ર કહે છે કે, તે અનિર્વચનીય છે. એ સુખ શબ્દમાં વર્ણવાય તેવું નથી, કારણ કે દુનિયાના સુખ કરતાં એ સુખ તદ્દન જુદી જાતનું છે. જે સાધનો દ્વારા દુનિયા સુખની અભિલાષા રાખે છે, તે જ સાધનોનો સર્વથા અભાવ થાય અને આત્મા પોતાના બળ દ્વારા તે સઘળાં સાધનોની મમતા તજી કર્મમલથી રહિત થઈ સ્વસ્વરૂપમય બને ત્યારે જ મોક્ષસુખનો અનુભવ થઈ શકે છે, અસ્તુ. હાલ તો એ જ વિચારીએ કે, આ સંસારમાં સુખ છે કે કેમ ? જે સુખનો આભાસ થાય છે, તે સુખ પરિણામે જો સુખ હોત, તો તો વાંધો નહોતો, પણ આત્મા જ સાક્ષી પૂરે છે કે, વિષયજન્ય સુખો, એની અભિલાષા, એ માટેના પ્રયત્નો, એ એવી જાતના છે કે પરિણામે જરૂર શોષવું જ પડે. આ વાતમાં શંકા કોને પડે ? જે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, તથા એનાં સાધનોને ન સમજી શકે તેને ! આ લોક, પરલોક ન જાણી શકે તેને તો આ વાત સમજવી પણ કઠિન જ પડે. જેને તત્ત્વોનો ખ્યાલ ન હોય, તેને તો એમ જ થાય કે દુનિયાના સુખમાં પરિણામે શી હાનિ ? પણ જે સમજે છે કે માનસિક સુખમાં પરિણામનો પણ બંધ નિયત છે, તેને માટે આ માનવું કઠિન નથી. ‘શુભનો બંધ શુભ અને Page #72 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો અશુભનો બંધ અશુભ વિપાક આપે છે. અશુભ કર્મનો ઉદય આત્માને તકલીફમાં મૂક્યા વિના રહે નહિ.’ - આવું માનનારો સંસારમાં સુખ માને જ નહિ. દુઃખના અંશ વિનાનું સુખ કયાં છે ? ૫ - અનાદિકાળની વાસના અને મમત્વ, સંસારના પદાર્થ ઉપર ચોટેલાં છે. એ રુચિને એકદમ ઉખેડવી અને તદ્દન અપૂર્વ - નહિ સાંભળેલી તો પછી જોવાઅનુભવવાની તો વાત શી ? વાતને હૃદયમાં ઉતારવા માટે ઉતાવળ કરવી ન પાલવે એટલે જ ‘સંસારમાં સુખ છે કે કેમ ?' તે વિચારીએ છીએ. દુનિયામાં એક ચીજથી એકને સુખ અને બીજાને દુઃખ. એક આદમી લક્ષ્મી પામીને સુખી થાય, બીજો આદમી તેટલી જ લક્ષ્મી પામીને જિંદગીમાં સુખનો છાંટોયે ન અનુભવે. એક ચીજ એક આદમીને પ્રિયકર અને બીજો અપ્રિયકર : એકને સુખકર, બીજાને દુઃખકર : આ બધી વાતના હેતુઓ વિચા૨વામાં આવે, તો તદ્દન સ્પષ્ટ થઈ જાય કે, વાસ્તવિક રીતે સંસારમાં કે સંસારનાં સાધનોમાં સુખ આપવાની શક્તિ જ નથી. સંસારમાં જે સુખ છે, તે એકાંતિક નથી, એટલે કે દુઃખનો અંશ ન હોય તેવું નથી. દુ:ખના અંશને નિભાવી ભલે લેવાય, ભલે મન પણ મનાવી લેવાય, તે વાત જુદી પણ તે વખતે આઘાત તો જરૂર થાય જ. આકૃતિમાં પણ ફેરફાર જરૂર થાય છે. આથી જ સંસારી માત્રને જે સુખ જોઈએ છે, તે દુ:ખના લેશ વિનાનું જ જોઈએ છે, એવું સ્પષ્ટ દેખાય છે, અને તે સુખ મોક્ષ સિવાય બીજે નથી. તે 332 સભા : મોક્ષના જીવોને તો અજીવની જેમ બેસી જ રહેવાનું ને ? આ પ્રશ્ન જ અજ્ઞાનતાનો છે. પુદ્ગલની આધીનતાવાળાને બેસી રહેવું પડે, ઊઠવું પડે, નાચવું પડે, બધુંય કરવું પડે, પણ મુક્તિ એટલે તો પુદ્ગલના સંસર્ગમાત્રનો અભાવ, એટલે કે કેવળ સ્વસ્વરૂપમાં રમણતા. ચાલતાં થાકે અને બેસે, ત્યાં તો બેસી રહેવું પડે એમ કહેવાય પણ સ્વસ્વરૂપની રમણતામાં એમ કેમ કહેવાય ? સ્વસ્વરૂપની રમણતામાં લીન આત્માઓ માટે એવી શંકાનો જ અભાવ છે : કારણ કે સંપૂર્ણપણે પોતાના સ્વરૂપને પામેલા આત્માઓમાં કોઈ પણ જાતની ઇચ્છા જ હોતી નથી. ઇચ્છા, લાલસાથી જન્મે છે : અને લાલસા, અજ્ઞાન અને મોહ આદિથી જન્મે છે : ત્યારે અજ્ઞાન અને મોહ આદિનો સર્વથા અભાવ થયા વિના મુક્તિ મળતી જ નથી. જે આત્મા મોક્ષના અનુષ્ઠાનમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ 333 – – ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25– – ૫૭ ઓતપ્રોત થઈ જાય છે, તે આત્માને તો મુક્તિની પણ ઇચ્છા નથી રહેતી. અને એટલા જ માટે કહેવાય છે કે ભવે મોક્ષે સમો મુનઃ” આનો અર્થ એ નથી કે આવા મુનિવર “સંસાર” અને “મોક્ષ' એ બેયને સારા માને છે : પણ એ મહાપુરુષ સાધનામાં એવા એકતાન હોય છે કે જેથી તેમની સર્વ ઇચ્છાઓ શાંતપ્રાયઃ થઈ જાય છે. હવે કોઈ પૂછે કે, “તો પછી તે ત્યાં જાય છે કેમ ? અહીં કેમ ન રહે ?' “બોજો નીકળી ગયો માટે સ્વભાવતઃ જાય છે.” જાય ક્યાં સુધી ? જવાય ત્યાં સુધી. કેમ જાય ? એ પ્રશ્ન જ નથી. એથી ઉપર કેમ ન જાય ? સાધન નથી માટે. જેમ કાદવથી લેપાયેલી અને કાંકરાથી ભરાયેલી અને એથી જ સાગરને તળિયે રહેલી તુંબડીનો કાદવ ધોવાઈ જાય, અને કાંકરા નીકળી જાય, કે ઝટ સાગરની સપાટી ઉપર આવે. હવે નીચે જવાની સામગ્રી નથી, અને ઉપર જવા માટે સાધન નથી. હવે એ તુંબડી એવે સ્થાને આવી કે કચરો સ્પર્શી શકે તેમ નથી. આ જ રીતે ઉપરની વાતમાં પણ સમજી લેવાનું છે. દુનિયાના સુખમાં દુઃખનો અંશ પણ આવે, ત્યારે ભલે નભાવી લેવાય અને મન મનાવી લેવાય, પણ હૃદય તો કહે કે, બધું બગડી ગયું. લાડ ખાતાં ખાતાં ગોળ કે સાકરનો ગાંગડો આવી જાય તો પણ તરત મન બગડે, અવાજ પણ થાય, આકૃતિ પણ ફરે, મન, વચન અને કાયા વિકૃત થાય. આથી સ્પષ્ટ છે કે તમારા આચાર, વિચાર તથા ઉચ્ચાર સૂચવે છે કે તમારે દુઃખના અંશ વિનાનું સુખ જોઈએ છે ? અને તે સુખ, મુક્તિ સિવાય અન્યત્ર નથી જ. વળી, જેવું તમારે દુઃખના અંશ વિનાનું સુખ જોઈએ છે, તેવું જ કાયમનું પણ જોઈએ છે : એટલે કે, તે સુખ પણ કાયમ ટકી રહે તેવું જોઈએ છે. સંસારમાં સુખ મળ્યા પછી જાય તેને ભયંકર પીડા થાય છે, એ કોને માલુમ પડે ? એને જ : સુખ ભોગવ્યા પછી તે જ ભવમાં ખરાબ સ્થિતિ થાય તેને ! જ્ઞાની કહે છે કે, તમારે આત્યંતિક, દુઃખના લેશ વિનાનું અને કદી પણ ન જાય તેવું સુખ જોઈએ છે. દુનિયામાં પણ થોડા સુખના સાધનવાળા, ઘણા સુખના સાધનવાળાને જોઈને વધુ સુખ મેળવવા પ્રયત્ન કરે છે : જ્ઞાની કહે છે કે, આવું સુખ દુનિયામાં પૂરું હોય તો બતાવો. દુઃખના લેશ વિનાનું, દુઃખના પરિણામ વિનાનું, કાયમ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - રહે તેવું સુખ, જો અહીં મળતું હોય તો મોક્ષની ગરજ નથી. પણ જ્ઞાનીએ જોયું કે, દુનિયાનાં પ્રાણીઓને જે આવું સુખ જોઈએ છે, તે સુખ સંસારના કોઈ પણ પદાર્થમાં નથી. સંસારી સુખ માત્ર સંયોગજન્ય છે. જેનો સંયોગ, તેનો નિયમા વિયોગ. ઇષ્ટનો સંયોગ થાય ત્યારે આનંદ, અને તેનો સંયોગ જાય ત્યારે દુઃખ. પૌગલિક સુખ સંયોગજન્ય છે, એટલે જ પરાધીન છે, અને તેથી એ વાસ્તવિક સુખ નથી. આત્માના સ્વભાવનો પૂરો વિકાસ એ જ મુક્તિ. આત્માના વિકાસને બાધા કરનારા બધા પદાર્થ, સારા કે નરસા ,તે બધા દુઃખનાં સાધન છે. શાસ્ત્ર કહે છે કે, પાપ અને પુણ્ય એ બંધન છે. શુભ અને અશુભ સંયોગ એ આત્માને તો બંધન જ છે. બંધન જાય તો આત્માનું સ્વરૂપે પ્રગટ થાય. આત્માનું સ્વરૂપ પ્રગટ થયા પછી કંઈ કાર્યવાહી કરવાની રહેતી નથી : આત્માનું તથાવિધ સ્વરૂપે પ્રગટ થયા પછી નવું કરવાપણું રહેતું નથી. પુણ્યાનુબંધી પુણ્ય વળાવા સમાન છેઃ સભા પુણ્ય પણ આશ્રવ છે? જરૂર. માટે પુણ્યાનુબંધી પુણ્ય લેવું. ભોગની અભિલાષા વિના ધર્મ કરે, તેને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. એવો ધર્મ મુક્તિ આપે, મુક્તિ ન આપી શકે ત્યાં સુધી મુક્તિ આપે એવાં સાધનો આપે. મોટર ઘરે લઈ જાય, પણ કયાં સુધી ? ઘરમાં તો ઊતરીને જવું પડેને ! પણ પહોંચાડનાર કોણ કહેવાય ? મોટર છે. તેમ ભોગની અભિલાષા વિના, મુક્તિની અભિલાષાએ ધર્મ કર્યો હોય અને તે અધૂરો હોય તો એકદમ મુક્તિ ન મળે, તો પણ મુક્તિ ન મળે ત્યાં સુધી મુક્તિનાં સાધનો તો પૂરાં પાડે જ. સાધ્ય મળે કે પુણ્ય ચાલ્યું જાય. વળાવો ક્યાં સુધી આવે ? સ્થાન ન દેખાય ત્યાં સુધી જ. સ્થાન દેખાય કે તરત વળાવો તો કહે કે, હું જાઉં છું. એને જવાનું કહેવું પણ ન પડે : પણ લૂંટારો હોય, તો તો સાથે જ આવે, ઘરમાં પેસે, અને અવસર મળે તિજોરીના માલ ઉપર લૂંટ પણ ચલાવે. માટે લૂંટારો સાથી ન લેવો, પણ વળાવાને સાથી તરીકે લેવો. પાપ એ લુંટારો છે, અને ભોગની જ આશાથી કરાતો ધર્મ, એ વસ્તુતઃ અધર્મ હોવાથી એ પણ લૂંટારા જેવો જ છે. પુણ્યાનુબંધી પુણ્ય-મુક્તિની અભિલાષાથી થતો ધર્મ, તે વળાવા જેવો છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ ન હોય ! જે સાધન, સાધ્યની સન્મુખ લઈ જાય, Page #75 -------------------------------------------------------------------------- ________________ - ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25– ૫૯ તે માટે મુક્તિએ પહોંચાડનાર એ છે, એમ કહેવામાં વાંધો નથી. પુણ્યાનુબંધી પુણ્યને મુક્તિએ લઈ જનાર કહેવામાં વાંધો નથી. મુક્તિની અભિલાષાએ કરાતા ધર્મને મુક્તિએ લઈ જનાર કહેવામાં કશો જ વાંધો નથી. ગુણ અને ગુણાભાસને ઓળખો! જ્ઞાની કહે છે કે, “જે સુખના તમે અર્થ છો, તે સુખ આપવાની દુનિયાના એક પણ પદાર્થમાં તાકાત નથી, માટે જેને જેને સુખની ઇચ્છા હોય, તેણે તેણે તે તરફથી દષ્ટિ ખસેડવી જોઈએ, માટે હેય અને ઉપાદેય પદાર્થોના જ્ઞાનની પ્રથમ જરૂર છે. જ્યાં સુધી હૃદયમાં હેય અને ઉપાદેયમાં ઉપાદેયનો નિશ્ચય ન થાય, ત્યાં સુધી ધર્મ સધાય ? ન જ સધાય. જો હેયમાં ઉપાદેય બુદ્ધિ અને ઉપાદેયમાં હેય બુદ્ધિ આવે, તો પરિણામ ભયંકર આવે એમાં આશ્ચર્ય શું ? સોનૈયાને સારા તથા કાંકરાને ખરાબ માનવાનું જ્ઞાન, તે સામાન્ય જ્ઞાન કહેવાય. દુનિયા તો આ જ્ઞાનને પણ જ્ઞાન તરીકે કહે છે, પણ શાસ્ત્ર કહે છે કે, પરિણામે સારું તે સારું, અને પરિણામે ખોટું તે ખોટું આવું વિશેષ પ્રકારનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. જ્ઞાન તે, કે જે હેય અને ઉપાદેયનો વિવેક કરાવે. ગુણ અને ગુણાભાસનો ભેદ ઓળખો. પરિણામે લાભ આપે તે ગુણ. જેનું પરિણામ ભયંકર, તે દેખીતો ગુણ હોય તો પણ તે ગુણાભાસ છે. બીમાર અવસ્થામાં સાકરનો પ્યાલો લાગે મીઠો, પણ પરિણામે માઠો : અને કરિયાતાનો ઉકાળો લાગે કડવો, પણ પરિણામે સુંદર : માટે ગુણ ને ગુણાભાસની પરીક્ષા કરવી જોઈએ. મોક્ષની આરાધનાની ભાવના હોય, વીતરાગ થવાની મનોદશા વર્તતી હોય, મુક્તિપદ મેળવવું હોય તો માધ્યચ્ચ ગુણ જોઈએ, એ વાત સાચી, પણ માધ્યશ્મ'નો અર્થ શો ? “આ પણ ઠીક અને આ પણ ઠીક' - એ નહિ. વીતરાગ થવાની ભાવનાવાળો આત્મા સાચામાં અને ખોટામાં હિતકરમાં અને અહિતકરમાં મધ્યસ્થ કેમ જ હોઈ શકે? શ્રી તીર્થકર ભગવાન તો કૃતકૃત્ય બન્યા : તે પછી તો એમને કંઈ કરવાપણું રહેતું નથી , પણ જે ભાવનાના યોગે બધું મળ્યું છે, તેને લઈને ઉપકારનો ઝરો ધોધબંધ વહ્યા કરે છે. તે સર્વજ્ઞાની અને સર્વદર્શી શ્રી તીર્થકર ભગવાન પણ કહેવાનું જ કહે, પરંતુ ન કહેવાનું ન જ કહે : હેયને હેય જ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – 138 કહે અને ઉપાદેયને ઉપાદેય જ કહે, પણ હેયને ઉપાદેય કે ઉપાદેયને હેય ન જ કહે. વીતરાગપણાના નામે હેયને ઉપાદેય તથા ઉપાદેયને હેય કહેવાનું તો એ પણ નથી કરતા, તો મોક્ષના અર્થી, વીતરાગતાના અર્થી, સુખના અર્થી, સાચા તથા ખોટામાં મધ્યસ્થ રહેવાનો આડંબર કેમ જ કરી શકે? નાટકિયા જેવા મધ્યસ્થ ન બનો: મધ્યસ્થ આત્મા ગમે તેના પણ સદ્ગણનો સ્વીકાર કરવા માટે સજ્જ હોય છે અને તે સાચા ગુણોનો સાચો ઉપાસક હોય છે પણ જે સાચા ગુણોનો સાચો ઉપાસક છે, તે ખોટા ગુણોનો પૂજારી ન જ હોય અને એથી જ સ્પષ્ટ થાય છે કે, સારા અને ખોટા બેયમાં માધ્યચ્ય ન જ હોય. આજે તો કેટલાક મધ્યસ્થપણાનો સ્વાંગ ધરનારાઓ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના એક શ્લોકનું પક્ષપાતો ન કે વીરે, દેવ: પાgિ “મને વીરમાં પક્ષપાત નથી અને કપિલાદિમાં દ્વેષ નથી.” આ પૂર્વાધ માત્ર લઈને કહે છે કે, જોયું ? આ. શ્રી હરિભદ્રસૂરિજી જેવા પણ કેવા મધ્યસ્થ ! એમને પણ છે કાંઈ મહાવીર પ્રત્યે રાગ કે કપિલ પ્રત્યે દ્વેષ ? આ જ રીતે ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીનું ઉત્તરાર્ધ લીધું કે “બ્રદ વા લિur છે વા નિનો વા, નમસ્ત ” “બ્રહ્મા કે વિષ્ણુ કે હર કે જિન તો તેમને નમસ્કાર થાઓ !” ગમે તે હોય તેને નમસ્કાર હો.” ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના શ્લોકના ઉત્તરાર્ધને મૂકી દીધું અને ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના શ્લોકનું પૂર્વાર્ધ મૂકી દીધું અને પોતાની માની લીધેલી બનાવટી મધ્યસ્થતાનું યથેચ્છ પીંજણ કરવા માંડ્યું પણ એ બિચારા અજ્ઞાન આત્માઓ જરા પણ જોઈ કે વિચારી નથી શકતા કે-એ મહાપુરુષોએ કોઈ પણ સ્થાને કપિલ આદિને નમસ્કાર ન કરતાં ભગવાન શ્રી મહાવીરદેવને જ નમસ્કાર કેમ કર્યો ? નમસ્કાર કર્યો એટલું જ નહિ, પણ ઊલટું ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તો “નિયનં યસ્થ, તા વાર્થ: પરદ:' “જેનું વચન યુક્તિયુક્ત હોય, તેનો સ્વીકાર કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહી કપિલ આદિ દર્શનકારોના મંતવ્યને એકદેશીય તરીકે જણાવી, તેનું યથાસ્થિત અને ખંડશઃ ખંડન કરી, ભગવાન શ્રી મહાવીરદેવના સિદ્ધાંતોનું અપૂર્વ રીતે સ્થાપન કરી, પોતાના સમ્યક્તને સુવિશુદ્ધ બનાવી, જગતના મુમુક્ષુ આત્માઓ સમક્ષ શ્રી જિનેશ્વરદેવના Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫ : સુખ સંસારનું અને મોક્ષનું – 25 શાસનનું સંપૂર્ણપણે સમર્થન કરી બતાવી આપ્યું કે, વર્તમાનમાં ભગવાન શ્રી મહાવીરદેવના શાસન જેવું કોઈપણ શાસન આ ભારતમાં હયાતી નથી ભોગવતું અને ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ“મવલીગારગનના-રાધા: ક્ષવમુપાળતાં યસ્ય ।” ‘આ પ્રમાણેનું પૂર્વાર્ધ આલેખી ખુલ્લેખુલ્લું જાહેર કરી દીધું કે ‘દેવાધિદેવ તરીકે તે જ નમસ્કારને યોગ્ય છે, કે ‘જેના સંસારરૂપ બીજના અંકુરને પેદા કરનારા રાગ, દ્વેષ વગેરે દોષો ક્ષય પામ્યા છે.’ એટલું જ નહિ પણ અનેક પ્રકારે કુદેવોનું ખંડન કરી ‘અઢારે દોષોથી રહિત શ્રી સર્વજ્ઞ પરમાત્માને જ દેવાધિદેવ તરીકે માની શકાય.’-એ વાત ચેતનવંતા આત્માઓને સ્ફુટપણે સમજાવી દીધી.’ 337 આ બધા ઉપરથી એક નાનામાં નાનો બાળક પણ સમજી શકશે કે ‘સાચા ખોટાની પરીક્ષા વિના માત્ર પોતાની ખોટી માનાકાંક્ષાને ફલિત કરવાના ફૂટ ઇરાદાથી સંયોગને આધીન થઈ - ‘જેવા હોય તેવા થવું અને જેવો રંગ દેખાય તેવું નાચવું' - એ કાંઈ માધ્યસ્થ્ય નથી. આવી બનાવટી માધ્યસ્થ્ય વૃત્તિના પૂજારીઓની તો જેઓમાં થોડી પણ બુદ્ધિ હોય એવા અસત્યના ઉપાસકોમાં પણ કિંમત નથી. તેઓ પણ તેવાઓને નાટકિયા તરીકે જ ઓળખે છે, અને પોતાના સાથીઓને તેવાઓથી સાવધ રહેવાની સૂચના આપે છે : એટલે કે એવા મધ્યસ્થોની દશા સર્વત્ર ભયંકર છે અને સ્વાર્થી દેશદ્રોહીઓના કે સ્વામીદ્રોહીઓના થયેલા ફેજનાં જેવાં વર્ણનો ઇતિહાસમાં આવે છે, તેવા જ ફેજ એવા આડંબરધારી મધ્યસ્થોના થવાના છે. ૬૧ શ્રી જૈનશાસનનો મધ્યસ્થ તો પાપની વાતથી, અધર્મની વાતથી આઘો જ રહે : હૃદયમાં દ્વેષ, તિરસ્કાર કે કોઈના પણ ભૂંડાની ભાવના નહિ રાખવા છતાં, વિરોધીઓના દળને કહી જ દે કે ‘પ્રભુએ ફરમાવેલા શાસનની સાચી માન્યતાથી એક પણ કદમ પાછો નહિ જ ખસું.' માધ્યસ્થ્ય વૃત્તિ તો એ જ શીખવે છે કે ‘સત્ય તરફ ઝૂકવું.' સત્ય તરફ આવતા આક્રમણને બને તો દૂર કરવું અને તેમ ન બની શકે તો તેનાથી દૂર રહી, તેમાંથી યોગ્ય આત્માઓને બચાવી લેવાના પ્રયત્ન કરવા, પણ માનાદિકના કારણે લોકહેરીમાં તો ન જ પડી જવું. મહામહોપાધ્યાય, ન્યાયાચાર્ય, શ્રીમદ્ યશોવિજયજી મહારાજા શ્રી સીમંધરસ્વામીને વિનંતી કરતાં કહે છે કે - Page #78 -------------------------------------------------------------------------- ________________ કર - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – - 388 “લોકસત્રા થકી લોક બહુ બાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુજ આણનું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે. આજ.” હે નાથ ! આ લોક લોકસંજ્ઞાથી ઘણો જ ઘેલો થઈ ગયો છે, પણ આ આપનો દાસ તે સઘળાની ઉપેક્ષા કરે છે અને જે આત્માઓ કેવળ એક તારી જ આજ્ઞામાં રત રહે છે, તેઓને જ આ તારો દાસ પોતાના મિત્ર તરીકે જુએ છે.' રાજા ભોજ અને પંડિત શ્રી ધનપાલ : શ્રી ધનપાલ તાજા ધર્મ - નવા બનેલા ધર્મી - પણ કેવા ? ડગે નહિ તેવા ! તે પંડિતપ્રવરે એક અનુપમ ગ્રંથરત્નની રચના કરી. પંડિતવર શ્રી ધનપાલ રાજા ભોજની રાજસભામાં એક પંડિતરત્ન હતા. ગ્રંથ બનાવવાની કાર્યવાહીને લઈને પંડિતવર શ્રી ધનપાલની રાજસભામાં કાંઈક ગેરહાજરી પણ રહેવા લાગી. એમની ગેરહાજરી રાજાને સાલ્યા વિના કેમ રહે ? ગેરહાજરીનું કારણ રાજાએ પૂછતાં – “હાલમાં એક ગ્રંથ લખું છું' - એમ પંડિતવરે જણાવ્યું. ગ્રંથ તૈયાર થયો : રાજાને ખબર પડી કે ગ્રંથ તૈયાર થયો. એક દિવસ બગીચામાં રાજા ભોજ અને પંડિત ધનપાલ બેઠા છે, ત્યાં રાજાએ ગ્રંથ જોયો અને આનંદ પામ્યો. એ ગ્રંથમાં ભરત મહારાજાનું ચરિત્ર હતું. અયોધ્યા નગરી, શ્રી ઋષભદેવ ભગવાન તથા ભરત મહારાજા વગેરેનું અદ્ભુત વર્ણન હતું. ગ્રંથ જોયા બાદ રાજાએ કહ્યું કે, “ધનપાલ ! ગ્રંથ મજેનો, પણ થોડો ફેરફાર કરવો પડશે ! જ્યાં ભરત છે ત્યાં ભોજ લખ : અયોધ્યા છે ત્યાં ધારા લખ : અને ઋષભદેવ છે ત્યાં મારા ઇષ્ટદેવ લખ.” શ્રી ધનપાલ કોણ હતા ? રાજાના આશ્રિત ! છતાં રાજા રાજી થતા હોય તો લાવને ફેરફાર કરું' - એમ ન ઇછ્યું, “ભરતને બદલે ભોજ એટલે ત્રણ અક્ષરને બદલે બે અક્ષર કરવાના હતા, અને અયોધ્યાને બદલે ધારા કરવાની તથા શ્રી ઋષભદેવ સ્વામીના સ્થાને અન્યનું નામ લખવાનું હતું - એમાં હરકત શી હતી ?' – એમ આજના લેભાગુઓને તો કહેતાં જરા પણ વાર ન લાગે : કારણ કે, ખોટી મધ્યસ્થતાથી તેઓ તો ઘેલા બનેલા છે, એટલે ઊલટા બચાવ કરવા માંડે કે કોઈને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરાય ? ધર્માત્માની તો બધાને સુખ થાય તેવી જ પ્રવૃત્તિ જોઈએ, એવા ખોટા આગ્રહ શા?' પણ પંડિતપ્રવર શ્રી ધનપાલે તેમ કરવામાં ‘હા’ કેમ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ – ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25 – ૧૩ ન પાડી ? એ જ કારણ કે, તે પુણ્યાત્મા પરમ સમ્યગ્દષ્ટિ હતા અને સત્યાસત્યના પરીક્ષક હતા, તથા “પ્રશંસા કોની થાય અને કોની ન થાય ?” - એનો સાચો વિવેક કરી શકતા હતા. સાચો ગુણાનુરાગી આત્મા ખોટાની પરીક્ષા કરતાં ખોટાને સાચું કહેવા જેવી પરીક્ષા કરે જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્માથી ખોટાની પ્રશંસા ન થાય, ખોટામાં હાજી ન ભણાય અને ખોટામાં ઊભા પણ ન રહેવાય. સભા : નજીવું નુકસાન હોય તો? ખોટાની પ્રશંસા એ નજીવું નુકસાન? દુનિયામાં મોટામાં મોટું નુક્સાન તો એ જ છે. આખા જીવનનું સત્યાનાશ કરનારો એ મોટામાં મોટો દુર્ગણ છે. ખોટાની પ્રશંસા કરવાની ઊર્મિ જાગે, એટલે સઘળા સદ્ગુણો આપોઆપ નાશ પામવા માંડે છે માટે તો કહું છું કે, કોઈ વાત ન જચે તો હા ન પાડતા, પણ સાચાને સાચા તરીકે સ્વીકાર્યા પછી, ખોટાની પ્રશંસામાં ઊભા રહેવું, એ તો નહિ પામેલા કરતાં પણ શાસનનો ભયંકર દુશ્મન બને છે. પ્રશંસાનો વિવેક: શાસનને, શાસનમાં નહિ રહેનાર કરતાં શાસનમાં રહેવાનો દંભ કરી ખોટાની પ્રશંસામાં ઊભો રહેનાર વધારે નુકસાન કરે છે. બહાર રહેનારો તો કાંકરી મારે, પથરો મારે, કાચ ફોડે, પણ અંદરનો તો તિજોરીનો માલ ખાઈ જાય અને ઉઠાવી જાય, માટે બનાવટી આદમીથી શાસનની પ્રભાવના સ્વપ્ન પણ ન માનતા. ખોટાની પ્રશંસા બહુ ભયંકર ચીજ છે. પ્રશંસા કરતાં પહેલાં ખૂબ સાવધ અને વિવેકી બનવું જોઈએ. વેશ્યાની સુંદરતાની પ્રશંસા થાય ? સુંદરતા તો ગુણ છે ને ? વેશ્યામાં રહેલી સુંદરતા, સ્વચ્છતા, હોશિયારી અને બુદ્ધિ વગેરે ગુણોની હૃદયમાં અનુમોદના થાય કે આ ગુણો સન્માર્ગે યોજાય તો કામ થઈ જાય, પણ તે ગુણોના યોગે તેની પ્રશંસા કરે તો ? વિચાર કર્યા વિના એવી પ્રશંસા કરનાર અનેકના જીવનને બરબાદ કરે છે. તેમ મિથ્યાતિ આત્માઓના અમુક ગુણાભાસ ગુણોની પ્રશંસા કરનાર ભયંકર રીતે મિથ્યાત્વની પુષ્ટિ કરે છે, એના જેવા જૈનશાસનને નાશકારક આત્મા બીજા નથી. જૈનશાસને જમાલી જેવા વિદ્વાનને પણ છે મારે વારે ' સૂત્રની વિપરીત પ્રરૂપણા માટે દૂર કર્યા. ‘આવો જ્ઞાની, આવો સમર્થ, હજારોને ઊંચે ચડાવનાર હોવા છતાં, Page #80 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - જૈનશાસન કહે છે કે, કરોડો લાવે તોય નકામું : શંભુમેળો કરવો નથી : અહીં એટલા ઓછા, પણ તેવો તો ન જ જોઈએ. કોઈ કહે છે પણ એક જ દોષ છે ને ? બાકીની વિદ્વત્તાનો તો લાભ લો !” જ્ઞાની પુરુષો સ્પષ્ટ ના કહે છે. શાથી ? નાવ કાણી થઈ તેથી, સ્ટીમર ગમે તેટલી મોટી, પણ નાનું કાણું હોય તો પણ નકામી જ! કોઈ કહે કે આટલું જ કાણું છે, માટે બેસો તોય કહેવું પડે કે ના ભાઈ ! કાણી સ્ટીમરમાં ન બેસાય અને ભૂલ કરીએ તો બુદ્ધિમાન અને સાજા સારા હોવા છતાં પણ ડૂબી જ જવાય, માટે ન જ બેસાય. પંડિત પ્રવર શ્રી ધનપાલે રાજા ભોજને ઉત્તરમાં કહ્યું કે “રાજનું! એ કદી જ નહિ બને.” રાજા ભોજ : “હું કોણ ?' ધનપાલ : “આપ અન્નદાતા, હું આશ્રિત : આપ સ્વામી, હું સેવક : આપ રાજા, હું પ્રજા : એ બધું હું જાણું છું, એ મારા ધ્યાન બહાર નથી, પણ ઐરાવણ હાથી પાસે રાસભ ઊભો રાખવાનું કહો કે એવી આશા રાખો તે મારાથી નહિ બને. કંચન અને કથીરને સાથે નહિ રખાય. ચિંતામણિ સાથે કાચના કટકાને નહિ ગોઠવાય. ક્યાં એ અયોધ્યા અને જ્યાં આ ધારા ! જ્યાં મહારાજા ભરત અને કયાં આ ભોજ ? ક્યાં વીતરાગતાને પામેલા વિશ્વતારક ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી અને કયાં આપના વિશ્વસંહારક ઇષ્ટદેવ ! ! ! માટે રાજન ! આપ કહો તો તે નહિ જ બને.” સમ્યગ્દર્શન એ સત્યાસત્યનો વિવેક કરાવનાર છે, એટલે તે ગુણે રંગાયેલા આત્મામાં આવી સ્પષ્ટભાષિતા હોવી, એ કાંઈ અસંભવિત નથી જ જો પંડિતપ્રવર શ્રી ધનપાલ સમ્યગ્દર્શનમાં સહેજ પણ ઢીલા હોત તો ? તો તો ઢળી પડત અને ભવિષ્યના વારસામાં ભયંકર ઝેર મૂકતા જાત. જે વિશેષણ અયોધ્યા, ભરત તથા ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીને લગાડેલાં હતાં, તે “ધારા, ભોજ તથા ભોજના ઇષ્ટદેવને માટે વપરાઈ જાય, તો પરિણામ ભયંકર આવે ! અને એના પરિણામે જગત કેવા ઊંધા માર્ગે જાય ? શ્રી ધનપાલ જેવો આત્મા તો એ જ વિચારે કે “જે ધર્મની મારાથી પૂરી સેવા ન થાય, તેની હાનિ તો ન જ કરાય : જે ઊંચી ચીજનું પાલન હું ન કરી શકું, જીવનમાં ઉતારી ન શકું, તેની ઠેકડી તો સહન ન જ થાય.” તેમ તમે પણ પાલન ન કરી શકો, લઈ ન Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫ : સુખ સંસારનું અને મોક્ષનું – 25 – પ શકો, તો આધા રહેજો, પણ સત્યને અસત્ય સ્વરૂપમાં ઉતારવાના કામમાં ઊભા ન રહેતા !-એ હાલત આવી તો વીતરાગની ઘોર આશાતના કરનારા થશો, બહુલસંસારી બનશો અને સહવાસીઓને પણ બનાવશો. રાજા ભોજ ગુસ્સે થયા. કહ્યું કે “પરિણામ ભયંકર આવશે !” ધનપાલે કહ્યું કે ‘સહેવા તૈયાર છું.’ રાજા ભોજે આખું પુસ્તક ત્યાં જ સગડીમાં સળગાવી મૂક્યું : દિવસોની મહેનત પાણીમાં ગઈ. 341 ધનપાલે ઊભા થઈને કહ્યું કે ‘રાજન ! - ‘વિનાશાતે વિપરીત બુદ્ધિઃ ।' શ્રી ધનપાલ ત્યાંથી ઘેર આવ્યા : મહેનત પાણીમાં ગઈ તો છો ગઈ, પણ ઊંધે માર્ગે તો ન જ જવાય. ઘેર આવી જમવા બેઠા, પણ ગળે ઊતરતું નથી. પંડિતપ્રવરની દીકરીએ કારણ પૂછ્યું. શ્રી ધનપાલે બધો બનાવ કહ્યો. દીકરી બોલી કે ‘પિતાજી ! આખોયે ગ્રંથ મને મોઢે છે !' શ્રી ધનપાલ ખુશ થયા, લખી લીધો, અને એ ગ્રંથનું નામ ફે૨વી તિલકમંજરી નામ રાખ્યું, કે જે નામ પોતાની દીકરીનું હતું. સમ્યગ્દર્શન એ સાંકળ છે ! આપણો મુદ્દો ત્યાં છે કે સમ્યગ્દષ્ટિ કોનું નામ ? સમ્યગ્દષ્ટિ આત્મા મધ્યસ્થ જ હોય છે : તે કોઈ પણ વાતમાં અપ્રશસ્ત રાગદ્વેષથી દોરાતો જ નથી, પણ તે અહિતકર પ્રવૃત્તિ તો હૃદયપૂર્વક ન જ કરે, અને ખોટાને ખરું કહેવાની મૂર્ખાઈ પણ કદી ન જ કરે. ખોટામાં હાજી ન ભણે, ખોટા સાથે હાથ ન મેળવે : જો એ બધું કરે તો મધ્યસ્થતા નથી, પણ - મૂર્ખતા અને અનભિજ્ઞતા છે. ઝવેરી પથરાને ગાળ ન દે, પણ પથરાને લઈ તેને હીરામાં ખપાવવા કોઈ આવે તો, તરત કહે કે ‘કોની પાસે આવ્યો ? બોલાવું પોલીસને ?’ પેલાને બચવું હોય તો હાથેપગે પડે, પણ ઝવેરી કાંઈ હીરાના મૂલ્યે પથરો વેચવા આવેલાને ચાનક લગાડ્યા વિના જતો ન જ કરે. ત્યાં કોઈ મધ્યસ્થ નથી જ બનતું. સમજે કે ત્યાં મધ્યસ્થ બનવા જતાં પાઘડી ઊડી જાય. પાઘડીની રક્ષા માટે જેમ ત્યાં આવા મધ્યસ્થ ન બનાય તેમ સમ્યક્ત્વની રક્ષા માટે અહીં પણ એવા મધ્યસ્થ ન જ બનાય. સમ્યક્ત્વની રક્ષા માટે હોશિયાર બનવું પડશે. Page #82 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ શ્રી તીર્થંકરદેવ સમવસરણમાં અને કેવલી સુવર્ણકમળ પર બેસીને દેશના શી દે ? ભવ પણ ઠીક ને મોક્ષ પણ ઠીક, એમ ? જે વસ્તુ જેવી હોય તેવી જ કહે . કેવળજ્ઞાની મહર્ષિને પણ રાગ-દ્વેષ તો છે જ નહિ, છતાં એ દેશનામાં તો વસ્તુ જેવી હોય તેવી જ કહે. સંસારને, કષાયને, વિષયને તે તે રૂપે કહે. વારુ ! આ બધાંને છોડવાનું કહે કે સેવવાનું ? છોડવાનું કહે ત્યાં દ્વેષ કર્યો કહેવાય ? આપણે પણ સંસારને છોડી દઈએ, ત્યારે પકડી રાખનારને દુઃખ થાય કે નહિ ? કાચા સૂતરના તંતુને તોડીએ તો પણ સહેજ ધ્વનિ તો થાય, તો પછી અનાદિકાળથી લાગેલ બંધન તોડીએ, તો કડાકો ન થાય એ બને ? એકને મોહ છૂટ્યો અને એકને રહ્યો, ત્યાં મેળ કેમ મળે ? એ મેળ મેળવવા માટે તો શાસ્ત્ર શ્રાવક અને સાધુ વચ્ચે સમ્યગ્દર્શનની સાંકળ રાખી, નહિ તો તમારો અને અમારો મેળ મળે શી રીતે ? એ મેળ મેળવવા, વચ્ચે સમ્યગ્દર્શનની સાંકળ રાખી છે : એ સાંકળ એવી છે કે, તમે અમારા તરફ જ ખેંચાઓ, પણ એ સાંકળના અંકોડામાંથી તમે છૂટી જાઓ તો મેળ ન મળે. ‘આ સંસારના સર્વ સંયોગો હાનિકર છે,’ –એવી વૃત્તિ આવે ત્યારે જ સાચું શ્રાવકપણું આવે. ૭ શ્રી શાલિભદ્રનો પૂર્વવૃત્તાંત : કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્રમાં લખ્યું કે સર્વવિરતિના પરિણામની લાલસાવાળો દેશિવરતિનો પરિણામ હોય છે. જેમાં સર્વવિરતિના પરિણામની લાલસા ન હોય, ત્યાં દેશવિરતિનો પણ પરિણામ નથી, સમ્યગ્દષ્ટિપણું પણ નથી અને માર્ગાનુસારીપણું પણ નથી. ગભરાઓ નહિ, આ તો પરિણામની દૃષ્ટિએ વાત છે. બાકી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર નિક્ષેપા છે, એ આધારે તમને પણ શ્રાવક ગણવામાં વાંધો આવે તેમ નથી. 342 ‘ક્યારે આ પામું ?' - એ ભાવના આવે તો જ ત્યાં ઝટ કદમ ઊપડે. સ્થાનક નિયત ન થાય તો એ ઊઠે શાના ? દેશવિરતિ થોડું તજે, પણ શા માટે ? સર્વ તજવા માટે ! એક દાતાર છે : પચીસ દઈ શકે એવો છે, પણ કૃપણતાના યોગે, અનાદિકાળની આસક્તિના યોગે માત્ર બે જ રૂપિયાનું દાન દે તે નભે, પણ એ જ દાતાર જ્યારે દાનધર્મ ઉપર આફત આવે, કોઈ દાનનો ઇન્કાર કરતા હોય, તો તે વખતે આખું ઘર તારાજ કરે, પણ દાનધર્મનો બચાવ કરે. થોડું પણ દાન શા માટે દેવું ? સર્વત્યાગી બનવા માટે ! વસ્તુ માત્ર પ્રત્યેની મૂર્છા ઊતરે માટે ! આવી ઇચ્છાથી દાન દો તો જોઈતો લાભ થાય. Page #83 -------------------------------------------------------------------------- ________________ અ૩ – ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25 - ૬૭ તમારે ત્યાં મુનિ ઘણીયે વાર આવે છે, તમે ખીર પણ વહોરાવો છો, ઊંધું વાળીને પણ વહોરાવો છો, અને પેલા રબારીએ શ્રી શાલિભદ્રના પૂર્વભવમાં પણ ખીર વહોરાવી હતી. કઈ શક્તિ અને કઈ ભાવના ? રબારીને મરતાં સુધી એ જ ભાવના હતી કે મારો જન્મ સફળ થયો હું નિસ્તીર્ણ થયો. રબારી કોણ હતો ? દરિદ્રી હતો. વસ્તુ ખીર હતી, અને મુનિ માસક્ષમણના તપસ્વી હતા. વહોરાવતી વખતની સ્થિતિ વિચારો ! રબારી દરિદ્ર, વસ્તુ ખીર, પેટમાં ખાડો બરાબર પડેલો છે, ખાવાની લાલસા પણ પૂરી છે , એ વખતે મુનિનું દર્શન થયું, મુનિને દેખતાં ભાવ થયો. પધારો-પધારો કહી મુનિને નિમંત્રી વાસણ ઊંધું વાળી ખીર વહોરાવી દીધી. મુનિના ગયા પછી થાળી ચાટે છે. મા આવી અને પૂછ્યું કે, “બધી ખાઈ ગયો ? છોકરો હસે છે, પણ કાંઈ બોલતો નથી. મુનિના દાનના આનંદમાં એ એટલો ગંભીર બન્યો છે કે એને એ કહેવાની ફુરસદ નથી. “અમે સાધુના રક્ષક, પાલક, પોષક' “અમે ન હોત તો સાધુનું શું થાત ?' - આવી દુષ્ટ ભાવના એનામાં નહોતી. એને તો એ ભાવના થઈ કે મારા જેવા હનભાગ્યને ત્યાં આવું સુપાત્ર આવે કયાંથી? ભાગ્યવાન એવો, કે મુનિ પણ માસક્ષમણવાળા, માસક્ષમણને પારણે આવેલા મળ્યા. માએ પૂછ્યું છતાં એ તો હસ્યો. એ એના આનંદમાં, એની ભાવનામાં મગ્ન હતો. માએ જાણ્યું કે, “ખાઈ ગયો હશે.' રબારી કહેતો નથી કે મુનિને દીધી. માની બાળક પર દૃષ્ટિ પડી, દૃષ્ટિથી તો ઝેર ચડે. મનુષ્યની આંખમાં સાપની દાઢ કરતાં પણ ભયંકર ઝેર છે ? જો મનુષ્ય મનુષ્યપણામાં રહે તો કલ્પતરુ અને જો મનુષ્ય મનુષ્યપણું મૂકી દે તો જાલિમ જુલમી. મનુષ્યની આંખમાં ને હૃદયમાં ઝેર એટલું બધું હોઈ શકે, કે જેનો સુમાર નહિ. મનુષ્યપણું આવે તો અમી વરસાવે : એવું વરસાવે કે સઘળા જીવોનું કલ્યાણ થાય. જેમ શ્રી તીર્થંકરદેવો. ‘એ પછી રબારીના છોકરાએ બીજી ખીર ખાધી. રબારીના છોકરાને અજીર્ણ થયું. મરતાં મરતાં પણ એ ભાવના રહી કે ‘ગઇ સંપન્ન બન્મ ” “આજે મારો જન્મ સફળ થયો !! “મને વિત્ત, ચિત્ત અને પાત્ર બધું મળ્યું ! – આ ભાવનામાં આયુષ્યનો બંધ કરી કાળ કરી તે જીવ શ્રી શાલિભદ્ર થયો. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ સુસંસ્કાર માટે બાળક વધુ યોગ્ય છે ! સભા : ઉમ્મર કેટલી ? પોતાની સ્થિતિનો વિચાર રાખ્યા વિના રોઈને પણ ખીર માગે, એની ઉંમર કેટલી હોય ? 344 સભા : બાળકને આ બુદ્ધિ હોય ? બાળકને આ બુદ્ધિ હોય, એ પ્રશ્ન જ કેમ થાય છે ? આમાં ગભરામણ શી છે ? આપણે જોઈએ છીએ કે, મોટા કરતાં બાળકની બુદ્ધિ નિર્મળ હોય છે. તમે ગાથા ગોખો અને બચ્ચાંને ગોખાવો અને પછી લો પરીક્ષા. બાળકને સ્કૂલે મોકલો અને તમે જાઓ. બાળક વરસમાં બે ચોપડી પાસ કરી શકશે : તમે કદાચ પાંચ વરસે એક ચોપડી પણ પાસ નહિ કરી શકો. સભા : ધર્મની બુદ્ધિની વાત છે. વારુ ! નવકાર ગોખવા પર આવો. તમારી અને એની ભાવનામાં જ ફેર. તમને કહીએ તોયે તમારું ચિત્ત કોઈ ઠેકાણે ભમતું હોય. બાળક તો તેને કહો તેમ કરવા તૈયાર. શાથી ? બાળક નિર્મળ છે, વર્તમાન દુનિયાના કુસંસ્કાર વિનાનું છે. જ્ઞાની કહે છે ઃ કુસંસ્કાર વિનાનામાં સુસંસ્કાર સહેલાઈથી જચી જાય, પછી તેને કાઢવા એ પણ મુશ્કેલ કામ. મોટામાં કુસંસ્કાર પેઠા પછી તેને ભૂંસવા મુશ્કેલ ! એમાં સુસંસ્કાર સીંચવા પણ મુશ્કેલ ! કદી એમાં સુસંસ્કાર આવે તો તેને ટકાવી રાખવા માટે શાસ્ત્ર કહે છે કે, ‘પૂર્વક્રીડાનું સ્મરણ પણ ન કરવું.’ કાપડિયાને સ્વપ્નાં પણ કાપડનાં આવે, ઊંઘમાંયે કપડાં ફાડે અને ભાવતાલ કરતો હોય. જન્મતાં જ બાળકને જે સંસ્કાર પડે, તેની અસર કાયમ રહે. જેને સુસંસ્કારની કિંમત જ ન હોય, તેને કોણ સમજાવી શકે ? સુસંસ્કારો નાખવા માટે યોગ્ય સંયોગોની યોજના કરવી જ જોઈએ. ગમે તેવા બુદ્ધિશાળી બાળકને પણ જો યોગ્ય શિક્ષકને ન સોંપવામાં આવે, તો તે મૂર્ખ જ રહે. તેવી જ રીતે બાળકને યોગ્ય સંસર્ગમાં મૂકવો જ જોઈએ. બાળકને પાપના સંસ્કારમાં મૂકો તો પાપાત્મા થાય, અને પુણ્યના સંસ્કારમાં મૂકો તો પુણ્યાત્મા થાય. પૂર્વની ન Page #85 -------------------------------------------------------------------------- ________________ – ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25 - ૩૯ આરાધનાથી તેમજ નિમિત્તથી પણ સારા સંસ્કાર આવે પૂર્વની આરાધના વિના પણ સારા સંસર્ગમાં મૂકો તો પણ સુસંસ્કારો આવે. અને પૂર્વભવના સંસ્કારને પણ ઉદ્ધોધન જોઈએ, એના વિના એ શું કરે? પૂર્વના સારા સંસ્કારો હોય તો મુનિને કે એવા શુભ નિમિત્તને જોઈને તે જાગે, ખોટા સંસ્કાર હોય તો ખોટી ચીજને જોઈને જાગે. પૂર્વના સારા સંસ્કાર હોય, પણ અહીં કુસંસ્કારમાં મુકાય તો સારા સંસ્કાર પણ ભૂંસાઈ જાય. પૂર્વના ખરાબ સંસ્કાર હોય તો પણ અહીં સારા સંસ્કારમાં મુકાય, તો સારું પરિણામ પણ આવે. માનો કે કુસંસ્કાર લઈને આવ્યો, પણ દૂધપાન કરાવતાં કરાવતાંયે એને કાને નવકાર પડે તો ? એની દરેક ઉમ્મરમાં ધર્મના સંસ્કાર રોપાય તો ? તીવ્ર પાપોદયની વાત જુદી છે, માટે એ ભૂલી જાઓ : પણ મોટે ભાગે બાળક ધર્માત્મા કે પાપાત્મા બને, એની જોખમદારી સંસ્કાર પોષનાર ઉપર છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬ઃ ચાર અનુયોગનો વિવેક • જિનશાસનમાં તારક કોણ ? • અનુયોગના ચાર પ્રકાર : ૦ મહત્તા, ચરણકરણાનુયોગની ! • જ્ઞાનનું ફળ વિરતિ છે : • ત્રણે અનુયોગમાંથી લેવાનું શું? • ધર્મ પાસે મગાય શું? ૦ અન્નના અભાવે ઝેર ન લેવાય : વિષય : હેય ઉપાદેવનું પરિજ્ઞાન અને એ માટેનો પ્રયત્ન કયારે થાય? હેય વસ્તુની ત્યાજ્યતા અને ઉપાદેય વસ્તુની સ્વીકાર્યતાનું સુંદર બયાન પૂર્વનાં પ્રવચનોમાં ર્યા બાદ પ્રવચનકારશ્રીએ ટીકાના આધારે હવે હેયોપાદેયના જ્ઞાનનો પ્રયત્ન ક્યારે થઈ શકે તે વાત આ પ્રવચનના માધ્યમથી સમજાવવાની શરૂ કરેલ છે. એ માટે જરૂર છે વિવેકની. એ પેદા થાય છે વિશિષ્ટ અતિશયથી યુક્ત એવા ધર્મોપદેશથી. અને વિશિષ્ટ અતિશયથી યુક્ત ધમપદેશ તો આપ્તનો જ સંભવી શકે. આપ્તપણું મેળવવા રાગદ્વેષમોહાદિનો સંપૂર્ણ ક્ષય જરૂરી છે. તે અરિહંત પરમાત્માને હોય છે. માટે વસ્તુતઃ અરિહંતોનો ઉપદેશ જ જરૂરી છે. આ વસ્તુનું નિરૂપણ ખૂબ જ સહજ રીતે કર્યું છે, એના જ અનુષંગમાં ચાર પ્રકારના અનુયોગ, એમાં મહત્તા કોની ?, અનુયોગમાંથી શું ગ્રાહ્ય ?, આનંદ અને કામદેવનું જીવન વગેરે જણાવી “જ્ઞાનનું ફળ વિરતિ’ કઈ રીતે ? - એ સમજાવતાં પ્રવચન પૂર્ણ કર્યું છે. ଏଣ • દુનિયાનું દુઃખ દૂર થાય એવું કથન શ્રી અરિહંતદેવના વચન સિવાય બીજે ક્યાંય નથી. • તારે કોણ ? તર્યા હોય તે ! પોતે જ ડૂબેલા હોય તે બીજાને શું તારે ? • કથાઓને હેતુ એ જ કે દુનિયા પાપથી બચી મોક્ષમાર્ગે ચડે. • જ્ઞાનનું ફળ “પાપથી પાછા ફરવું' એ છે. એ દશા ન આવે તો એ જ્ઞાન, એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. - થોડું ભણેલો પણ સંયમી હોય તો એ મહાજ્ઞાની અને ઘણું ભણેલો પણ સંયમથી વિમુખ હોય, તો તે મહાઅજ્ઞાની. • ધર્મકથા જો કહેનારને કહેતાં ન આવડે, સાંભળનાર સાંભળી ન જાણે, તથા એનો સદુપયોગ ન કરે, તો એ ધર્મકથા એ જ વિકથા-પાપકથા બને. • ધર્મ તો માગો તે આપે, પણ ભેદ એટલો કે મોક્ષના અર્થીને બધું આપે અને પુત્રાદિકના અર્થીને તે તે આપીને દૂર થઈ જાય તેને છોડી દે. એક પણ બાળક અજ્ઞાની રહે એવી ઇચ્છા હોવી ન ઘટે, પણ જો મિથ્યાજ્ઞાનરૂપ જ્ઞાન મળતું હોય તો બહેતર છે કે એવા જ્ઞાનનો અભાવ રહે. • જીવવાની સામગ્રી અપાય તેટલી આપવી તે ધર્મ, પણ જીવન બચાવવા યોગ્ય સામગ્રી આપવાની તાકાત ન હોય, તો નાશ થાય તેવી વસ્તુ દેવી એ કાંઈ ધર્મ નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬ઃ ચાર અનુયોગનો વિવેક શ્રી જિનશાસનમાં તારક કોણ? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવી ગયા કે આ સંસારમાં રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા જીવો, શારીરિક અને માનસિક અનેક પ્રકારની પીડાઓથી પીડાતા જ હોય છે એટલા માટે એ પીડા દૂર કરવા ખાતર, એના કારણભૂત રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા જોઈએ, અને એ દૂર કરવા માટે હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી આત્માને હેય તથા ઉપાદેયનો નિશ્ચય ન થાય, ત્યાં સુધી આત્મા દુ:ખના કારણભૂત રાગ, દ્વેષ તથા મોહને હઠાવી શકતો નથી. આથી નિશ્ચિત છે કે અતિકટુક શારીરિક અને માનસિક દુઃખના અને તે દુઃખના હેતુભૂત રાગ, લેષ અને મોહના ફંદાથી છૂટવા માટે હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન અર્થે પ્રયત્ન કરવો જોઈએ.” હવે એ હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટેનો પ્રયત્ન કયારે થાય-એ દર્શાવવા ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે 'सचन विशिष्टविवेकमृते, विशिष्टविवेकश्च न प्राप्ताशेषातिशयकलाप्राप्तो- पदेशमन्तरेण, आप्तश्च रागद्वेषमोहादीनांदोषाणामात्यन्तिकप्रक्षयात्, सचाहत एव" તે હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટેનો પ્રયત્ન વિશિષ્ટ વિવેક વિના થઈ શકતો નથી અને વિશિષ્ટ વિવેક સકળ અતિશયોના સમૂહને પામેલા આપ્ત પુરુષના ઉપદેશ વિના પ્રાપ્ત થતો નથી રાગ, દ્વેષ અને મોહ આદિ દોષોના આત્યંતિક ક્ષયથી આખ પણું થાય છે, તે અહત જ હોય છે.' ભાગ્યવાનો ! વિચારો આ કેવું સુંદર માર્ગદર્શન છે ? વિશ્વના દુઃખી જીવોના દુઃખનિવારણ માટે ટીકાકાર મહર્ષિએ કેવો અનુપમ માર્ગ દર્શાવ્યો છે ? જે આત્માઓ સંસારને, સંસારના સ્વરૂપને, સંસારના યોગે ઉત્પન્ન થતાં દુ:ખોને, અને તે દુઃખોના સ્વરૂપને તથા તે દુઃખોના મૂળ હેતુઓને નથી સમજી શકતા, તેઓ આ રીતનું અવ્યાહત માર્ગદર્શન કરાવી શકતા જ નથી. આથી ટીકાકાર મહર્ષિએ સ્પષ્ટ અક્ષરોમાં જણાવી દીધું કે રાગ, દ્વેષ Page #88 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ અને મોહાદિક દોષોનો આત્યંતિક ક્ષય શ્રી અરિહંતદેવ સિવાય અન્યને હોતો જ નથી, એટલે શ્રી અર્હત્ સિવાય કોઈ આપ્ત કહેવરાવવાને લાયક જ નથી અને એ આપ્ત શ્રી અર્હત્ દેવના ઉપદેશ વિના વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ થતી જ નથી અને એ વિશિષ્ટ વિવેક વિના હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટે ઉચિત યત્ન થઈ શકતો નથી. ૭૨ ખરેખર, સકલ અતિશયોના સમૂહથી સંપન્ન થયેલા ૫૨મ આપ્ત શ્રી અર્હત્ દેવના ઉપદેશ વિના સાચા વિવેકરત્નની પ્રાપ્તિ થઈ શકતી નથી અને તે પરમ શુદ્ધ વિવેકરૂપ રત્નના પ્રકાશ વિના પદાર્થોના હેય તથા ઉપાદેયપણાનો વાસ્તવિક નિશ્ચય પણ થતો નથી. અને એ ન થાય ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ જતા નથી. એ ત્રણ દોષ જાય નહિ ત્યાં સુધી દુઃખ જાય નહિ અને દુ:ખ જાય નહિ ત્યાં સુધી સુખની પ્રાપ્તિ પણ થાય નહિ અને સુખની ઇચ્છા ફળે પણ નહિ ! 348 સુખની ઇચ્છા સફળ કરવા માગતા હો તો શ્રી અરિહંતદેવના ઉપદેશને આધીન થવું પડશે. જેમ જેમ શ્રી અરિહંતદેવના ઉપદેશની આધીનતા થતી જશે, તેમ તેમ વિવેક પેદા થતો જશે. જેમ જેમ વિવેક પેદા થતો જશે, તેમ તેમ હેય અને ઉપાદેય પદાર્થોનું ભાન થતું જશે. એ ન થવાથી રાગ, દ્વેષ અને મોહ દૂર થતા જાય અને એ દૂર થતા જાય તેમ તેમ દુઃખ જાય અને સુખની પ્રાપ્તિ થાય. ત્યારે, સુખની પ્રાપ્તિ થાય માટે સૌથી પ્રથમ જરૂર શાની ? ભગવાન શ્રી અરિહંતદેવના ઉપદેશની ! શ્રી અર્હત્ કોણ ? જગતમાંથી તારનાર. જગતમાં તારનાર અર્હત્ સિવાય કોઈ નથી. જે આત્મામાં રાગ, દ્વેષ અને મોહાદ પડેલ હોય, તે કદી જગતનો મુખ્ય તા૨ક બની શકતો જ નથી. સૌથી પહેલાં એ જોવાનું કે આપણે જેને મુખ્ય તારક માનીએ, તેમાં દોષ તો હોવો જ ન જોઈએ. આપણે એ જોયું કે અર્હત્ ભગવાનમાં દોષ તો એક પણ નથી, પણ એમના ઉપદેશને હૃદયમાં ઉતાર્યા વિના વિવેક ક્યાંથી આવે ? ઉપદેશના શ્રવણ વિના વિવેક જાગે જ નહિ ! અને એ ન જાગે ત્યાં સુધી હેય અને ઉપાદેયનો ભેદ સમજાય નહિ અને એ ભેદ સમજાય નહિ, ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ ઓછા થાય નહિ : એ ઓછા થાય નહિ, ત્યાં સુધી દુ:ખ જાય નહિ અને સુખ થાય નહિ. આથી જ ટીકાકાર મહર્ષિ કહે છે કે - Page #89 -------------------------------------------------------------------------- ________________ અ૭ – ૬ : ચાર અનુયોગનો વિવેક - 26 – ૭૩ અત: પ્રાર્થનાનુયો.' અમે શ્રી અરિહંત ભગવાનના વચનના અનુયોગને શરૂ કરીએ છીએ.' જેનાથી દુનિયાનાં દુઃખોનો નાશ થાય, અને દુનિયા વાસ્તવિક સુખને પામે એવી જે વસ્તુ હોય, તેનું વર્ણન કરવું એ જ અમારા માટે હિતાવહ છે. દુનિયાનું દુઃખ દૂર થાય એવું કથન શ્રી અરિહંતદેવના વચન સિવાય બીજે કયાંય નથી. શ્રી અરિહંત ભગવાન એટલે જેમનામાં રાગ, દ્વેષ અને મોહાદિ દોષોનો સર્વથા અભાવ હોય તે ! તારે કોણ? તર્યા હોય તે ! પોતે જ ડૂબેલા હોય તે બીજાને શું તારે ? અનુયોગના ચાર પ્રકાર: આથી જ ટીકાકાર મહર્ષિ નિશ્ચયપૂર્વક કહે છે કે ભગવાન શ્રી અરિહંતદેવના ઉપદેશ વિના કોઈ પણ આત્મા કદી પણ આ સંસારસાગરને તરી શકે તેમ નથી. માટે અમે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગનો પ્રારંભ કરીએ છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલી વસ્તુ કહેવાય તેટલા પ્રમાણમાં કહેવી, અને દેવાય તેટલા પ્રમાણમાં દેવી. શ્રી જિનેશ્વર ભગવાનની – અનંત કરુણાળું શ્રી અહંતુ ભગવાનની વાણી, કેવળ જગતના કલ્યાણ માટે કહેવાયેલી એ પવિત્ર વાણી, ચાર વિભાગમાં વહેંચાયેલી છે, એ બતાવતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે : ___स च चतुर्द्धा, तद्यथा-धर्मकथानुयोगो, गणितानुयोगो, द्रव्यानुयोगश्चरण તે અનુયોગ ચાર પ્રકારનો છે અને તે ચાર પ્રકાર આ -૧ ધર્મકથાનુયોગ, ૨ ગણિતાનુયોગ, ૩દ્રવ્યાનુયોગ અને ૪ ચરણકરણાનુયોગ: તેમાં - १- 'धर्मकथानुयोग उत्तराध्ययनादिकः' શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે ધર્મકથાનુયોગ છે. ધર્મકથાનુયોગમાં વિવિધ કથાઓ હોય. મહાપુરુષો જે કાર્યવાહી કરી આત્મકલ્યાણ સાધી ગયા, તેમની તથા હીનભાગ્ય આત્માઓ અયોગ્ય વર્તનથી આત્માને સંસારમાં રૂલાવી ગયા તેમની કથાઓ - જેમાં ધર્મ પમાડવા માટે હોય, તે ધર્મકથાનુયોગ! એ બે પ્રકારની કથાઓનો હેતુ એ જ કે દુનિયા પાપથી બચી Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 30 મોક્ષમાર્ગે ચડે. ધર્મકથાઓ સાંભળી પાપનો ત્યાગ કરવાનો છે, પાપમાર્ગથી છેટા રહેવાનું છે અને મોક્ષમાર્ગની આરાધના કરવાની છે. ૨- “પિતાનુયો: સૂર્યપ્રજ્ઞાજિ:' શ્રી સૂર્યપ્રાપ્તિ આદિ ગણિતાનુયોગમાં આવે છે. ગણિતાનુયોગમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર તથા તારા આદિ પદાર્થોની ગણના અને દીપ, સાગર, પહાડ તથા નદીઓ વગેરેનું ક્ષેત્ર, ક્ષેત્રફળ, આદિનું વર્ણન. આ બધું કહેવાનો હેતુ પણ એ જ કે જીવ આટલા આટલા સ્થાને ભટકી રહ્યો છે, ત્યાંથી ક્વચિત્ આવી સામગ્રી પામે છે, એ સામગ્રીને જો હારી ગયો તો પાછો ફેર આવાં આવાં સ્થાનોમાં એવો રખડશે, કે એનો પત્તો પણ નહિ લાગે ! રૂ-વ્યાનુયોજી: પૂર્વાન સમાવિષ્પ' પૂર્વે અને “સમ્મતિતર્ક આદિ દ્રવ્યાનુયોગમાં આવે છે. દ્રવ્યાનુયોગમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ - આ છ દ્રવ્યોનું સ્વરૂપ આવે. આનો પણ હેતુ એ જ કે વસ્તુ સ્વરૂપથી જાણ થઈ આત્માને મલિન થતો અટકાવી શકાય. પરમશુદ્ધ ચૌદપૂર્વી જેવા મહર્ષિઓ પણ પોતાના સ્વરૂપથી ખસી જાય, તો તેઓ પણ ઠેઠ નિગોદમાં પણ ચાલ્યા જાય. માટે આત્માને પોતાના સ્વરૂપમાં સુસ્થિર રાખવો - ४ - 'चरणकरणानुयोगश्चत्ताचारादिकः' શ્રી આચારાંગસૂત્ર આદિ ચરણકરણાનુયોગ છે. ચરણકરણાનુયોગમાં ચરણસિત્તરી, કરણસિત્તરી, સંયમના પ્રકારો અને નિગ્રંથના આચારો વગેરેનું વર્ણન આવે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવાનની વાણી આ રીતે ચાર વિભાગમાં વહેંચાયેલી છે. ધર્મકથાનુયોગ આદિ ચારે અનુયોગોમાં “ચરણકરણાનુયોગની જ પ્રધાનતા છે' - આ વાત દર્શાવવા માટે ટીકાકાર મહર્ષિ સ્પષ્ટપણે લખે છે કે - 'सच प्रधानतमः, शेषाणां तदर्थत्वात्, तदुक्तम्- 'चरणपडिवत्तिहेडं जेणियरेतिण्णि अणुओगत्ति तथा चरणपडिवत्तिहेउं धम्मकहाकालदिक्खमादीया । दविए दंसणे सोही दंसणसुद्धस्स चरणं तु ॥१॥' गणधरैरप्यत एव तस्यैव आदी प्रणयनमकारि, अतस्तत्प्रति पादकस्याचारास्यानुयोग: समारभ्यते' Page #91 -------------------------------------------------------------------------- ________________ -- - ૬ ચાર અનુયોગનો વિવેક - 26 – ૭૫ તે ચરણકરણાનુયોગ પ્રધાનતમ-અતિશય શ્રેષ્ઠ છે, કારણ કે બાકીના ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ આ ત્રણે અનુયોગો ચરણકરણાનુયોગને માટે જ છે. આથી જ કહ્યું છે કે “ઇતર ત્રણે અનુયોગો ચરણ પ્રતિપત્તિના હેતુઓ છે, માટે ચરણકરણાનુયોગ સર્વથી પ્રધાન છે.' તથા “ધર્મકથા, કાલ અને દીક્ષા વગેરે ચરણપ્રતિપત્તિના જ હેતુઓ છે: દ્રવ્યાનુયોગના સભાવે દર્શનની શુદ્ધિ થાય છે અને દર્શનથી શુદ્ધ થયેલા આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ જ કારણથી શ્રી ગણધરદેવોએ પણ ચરણકરણાનુયોગનું જ આદિમાં પ્રણયન કર્યું છે અને એ જ કારણથી ચરણકરણાનુયોગના પ્રતિપાદકશ્રી આચારાંગ' નામના પ્રથમ અંગસૂત્રનો અનુયોગ અમે આરંભીએ છીએ. હવે તમે સમજી શક્યા હશો કે શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ, ૧. ધર્મકથાનુયોગ', ૨. ગણિતાનુયોગ, ૩. દ્રવ્યાનુયોગ અને ૪. ચરણકરણાનુયોગ' - આ ચાર પ્રકારે વહેંચાયેલો છે અને તે ચારેમાં શ્રેષ્ઠતા ચરણકરણાનુયોગની છે. મહત્તા, ચરણકરણાનુયોગની! ચરણકરણાનુયોગને બાજુએ મૂકીને બીજા ત્રણે અનુયોગોનો ઉપયોગ કરી શકાય તેમ છે જ નહિ. એટલે કે “ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ” - આ ત્રણે અનુયોગો ચરણની પ્રાપ્તિના જ હેતુ તરીકે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વર્ણવાયેલા છે. ચારિત્રની પ્રાપ્તિ માટે જ ધર્મકથાનુયોગાદિ ત્રણે અનુયોગોની આવશ્યકતા છે. ધર્મકથાનુયોગાદિ ત્રણે અનુયોગો સંસાર અને જીવાદિક તત્ત્વોના સ્વરૂપને સમજાવી, આત્મકલ્યાણના અનન્ય સાધનરૂપ સંયમમાર્ગ તરફ જ વાળવા માટે છે. ધર્મકથાનુયોગથી આત્મા કરણીય અને અકરણીય આદિના વિવેકને સહેલાઈથી સમજી શકે છે. ગણિતાનુયોગ, લોકસ્વરૂપની ભાવનામાં અતિ ઉપયોગી છે અને દ્રવ્યાનુયોગ, સમ્યકત્વની શુદ્ધિનું પરમ સાધન છે. એ રીતે એ ત્રણે અનુયોગો ચરણની પ્રાપ્તિમાં જ સહાયક છે. ચારિત્રના વિરોધી આત્માઓ શ્રી જિનેશ્વર દેવના એક પણ અનુયોગના સેવક છે, એમ માની શકાય તેમ નથી કારણ કે શ્રી અરિહંતદેવના વચનનો એક પણ અનુયોગ એવો નથી, કે જે અનુયોગ આત્માને ચારિત્રનો પિપાસુ ન બનાવે ! શાનનું ફળ વિરતિ છે: અને એ વાત પણ સાચી છે કે જેનું ફળ વિરતિ નહિ, તે જ્ઞાન કામનું શું ? ફળ વિનાની વસ્તુ કશા જ કામની નથી હોતી, તો પછી વિરતિરૂપ Page #92 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – ૩૦ ફળ વિનાનું જ્ઞાન પણ શું કામનું ? આથી તદ્દન ખુલ્લું જ છે કે અભણ અને ભણેલાની કાર્યવાહી એકસરખી ન હોય. થોડું ભણેલો પણ સંયમી હોય તો એ મહાજ્ઞાની અને ઘણું ભણેલો પણ સંયમથી વિમુખ હોય, તો તે મહાઅજ્ઞાની. શાસ્ત્ર એટલા માટે તો મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે.' જેમ, સાથી તે, કે જે સ્થાને પહોંચાડે રખડાવી મારે તે સાથી શું કામનો ? અને સ્ટીમર તે, કે જે બંદર પર લઈ જાય. તેમ જ્ઞાન કયું? - એ વિચારવાનું ખરું કે નહિ ? વેપાર તે, કે જેમાં કમાણી હોય. ખ્યાતિ તે, કે જેમાં જ્યાં જઈએ ત્યાં અવિશ્વાસ ન થાય. એમ જ જ્ઞાન પણ તે જ, કે જે આત્માને સન્માર્ગે લઈ જાય : ઉન્માર્ગે લઈ જાય તે જ્ઞાન જ નથી. જ્ઞાન તો પાપની પરંપરાથી છોડાવે. દિ’ ઊગ્યે પાપની પરંપરામાં આત્માને જોડાવે તે જ્ઞાન ન કહેવાય. જે પદ્ગલિક પદાર્થો પ્રત્યેના મારાપણાને ન છૂટવા દે, તે જ્ઞાન કે અજ્ઞાન ? આ જ કારણે શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહસ્વામીજીએ ચરણરહિત જ્ઞાનીને ચંદનના ભારને ઉઠાવનાર રાસભની સાથે સરખાવેલ છે. ચંદનના બોજાને ઉઠાવનાર રાસભ ચંદનની શીતલતાનો કે સુગંધીનો લાભ લઈ શકતો નથી, તે બિચારો તો માત્ર બોજ જ ઉઠાવનાર છે, અને બીજાને લઈને ન ચાલી શકે તો ડફણાં ખાય. પ્રાયઃ એ એક જ જાનવર એવું છે, કે તેની પાસે કામ કરાવનાર માલિક પણ તેના ખાનપાનની ચિંતા ન કરે અને કરે તો પણ નજીવી જ. બિચારી એ જાત મૂર્ખ પણ ભયંકર હોય છે : કારણ કે એની અજ્ઞાનતા અજબ હોય છે. ચાર મણના બોજાને લઈને સીધા નહિ ચાલનાર તેની ઉપર તેનો માલિક થોડીકવાર ચડી બેસે અને પછી ઊતરી જાય એટલે તે સીધો ચાલે અને એમ માને કે “હાશ ! બોજો ઊતરી ગયો.” આવા અજ્ઞાન જેવા રાસભની સાથે ચારિત્રહીન જ્ઞાનીની સરખામણી કરી ચૌદપૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહસ્વામીજી ફરમાવે છે કે સંયમથી, વિરતિથી, ચારિત્રથી અને આચારથી હીન એવો જ્ઞાની, રાસભની જેમ માત્ર ભારનો જ ભાગીદાર થાય છે, પણ સદ્ગતિનો ભાગીદાર થતો નથી. જ્ઞાનનું ફળ “પાપથી પાછા ફરવું' એ છે. એ દશા ન આવે તો એ જ્ઞાન, એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ત્રણે અનુયોગોમાંથી લેવાનું શું? ચરણકરણાનુયોગને પામવા, એની આરાધનામાં આત્માને લીન કરવા, પ્રવીણ બનાવવા માટે પ્રથમના ત્રણ અનુયોગ! - એટલે કે ચરણની પ્રાપ્તિમાં તે અનુયોગો સાધન છે પણ એ સાધનોનો ઉપયોગ સીધો થવો જોઈએ. Page #93 -------------------------------------------------------------------------- ________________ 353 – ૬ : ચાર અનુયોગનો વિવેક - 26 – ધર્મકથાનુયોગમાં વાત તો બધી આવે. ‘ભગવાન શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી કુંથુનાથસ્વામી અને શ્રી અરનાથસ્વામીએ ચક્રવર્તીપણું ભોગવ્યું : ભગવાન શ્રી મહાવીરદેવ વગેરેના આત્માઓએ પૂર્વભવમાં ઘણુંયે કર્યું. રંગરાગ પણ કર્યા, ઉસૂત્રભાષણ પણ કર્યું, સંયમને આવું પણ મૂક્યું, નિયાણું પણ કર્યું, હેય પદાર્થોની સેવા પણ કરી, રાજઋદ્ધિ પણ ભોગવી, બધું કર્યું - આવી આવી વાતો સાંભળી કોઈ કહે કે “શ્રી તીર્થકરોએ પણ ચક્રવર્તીપણું ભોગવ્યું અને ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ પૂર્વભવોમાં ઉત્સુત્રભાષણ આદિ કર્યું, તો આપણે પણ ચક્રવર્તીત્વાદિને ભોગવવાની ઇચ્છા કરીએ કે વર્તમાન વિષયોને ભોગવીએ, તથા ઉત્સુત્રભાષણ આદિ આપણાથી પણ થઈ જાય તેમાં હરકત શું?” – એમ કહી પોતાનાં પાપકર્મનો બચાવ કરે અને હેયને ઉપાદેય કોટિમાં સમજે-સમજાવે, એ ધર્મકથાનુયોગનો સદુપયોગ કે દુરુપયોગ ? શાસ્ત્ર કહે છે કે ધર્મકથા જો કહેનારને કહેતાં ન આવડે, સાંભળનાર સાંભળી ન જાણે, તથા એનો સદુપયોગ ન કરે, તો એ ધર્મકથા એ જ વિકથા : કહોને કે એ જ પાપકથા બને. જ્યારે એ વાત આવે કે “ભગવાનના જીવે આજ્ઞા ન પળાઈ એ ખાતર દ્વારપાળના કાનમાં પણ તપાવેલું શીશું રેડાવ્યું” ત્યારે શો વિચાર કરવાનો ? એ જ કે “મદના આવેશમાં આવી એ કર્યું તો ખરું, પણ કર્મબંધ એવો થયો, કે એને લઈને શ્રી તીર્થકરના ભાવમાં પણ કાનમાં ખીલા ઠોકાયા.” “ભગવાને નિયાણું કરીને બળ માગ્યું કે નહિ ?” - આ વાત છે, એ જ્ઞાની કે અજ્ઞાની ? સાથે સાથે એ કાં ન વિચારે કે “એ બળ માગવાના યોગે ભગવાનના આત્માની પણ હાલત શી થઈ ? બળ તો મળ્યું પણ તે પામીને સાતમી નરકે ગયા.” જે સંયમ આત્માને તારનાર હતું, મુક્તિપદે પહોંચાડનાર હતું, તે સંયમના યોગે શું થયું ? શાસ્ત્ર કહે છે કે જે વાતો, જ્ઞાની પુરુષોએ કહેલી વિધિને પુષ્ટ કરે તે ઉપાય અને બાકીની જોય તથા હેય ! કથામાં બે બાબતોનું વર્ણન જોવા મળે. એક તો ઋદ્ધિસિદ્ધિ પામીને એને તજીને મુક્તિએ ગયા તેમનું અને ઘોર પાપાત્માઓ મનુષ્યપણાને વેડફી સંસારમાં રૂલી ગયા તેમનું : તેમજ પુણ્યવાન આત્મા પણ મળેલી સામગ્રીમાં મૂંઝાઈ માનવજીવન હારી ગયા, એનું પણ વર્ણન આવે છે. આ બધામાં ઇરાદો એ જ કે સામગ્રી મળી હોય તો તેમાં લીન ન થવું પણ એના ત્યાગ તરફ વળવું. મહાપુરુષો પણ સાંસારિક પદાર્થોની, સુખસાહ્યબીની લીનતા છોડી સંયમમાર્ગે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - 3 ગયા તો જ કલ્યાણ સાધી ગયા. ધર્મકથાઓના એ હેતુઓ પડતા મૂકી, રાજારાણી અને શૃંગારાદિ રસની વાતચીતમાં જ પડી જનારા, એ તારક અનુયોગના યોગે પણ સંસારમાં રૂલી જાય એમાં આશ્ચર્ય શું છે? આનંદ કામદેવ પાસે પરિગ્રહ કેટલો? આપણી પાસે શું છે?” એમ કહીને જેઓ આનંદ કામદેવ જેવા બનવું હોય તો જમીનદાર બનો, હળ રાખો, ગાડું રાખો, ગોકુળ વસાવે, ગમે તે રીતે પણ શ્રીમંત થાઓ' - આ પ્રમાણે કહે છે, તેઓ ખરે જ મહા અજ્ઞાની છે. જેઓના હૈયામાં આવી મલિન ભાવનાઓ અને આવા મલિન વિચારો ચાલતા હોય, તેઓનો ભગવાન શ્રી મહાવીરદેવના આગમની સાથે મેળ મળે શી રીતે ? શ્રી આનંદ કે શ્રી કામદેવ શ્રાવકની એ નામના, ગોકુળોના યોગે કે જમીન આદિના યોગે થઈ હતી એમ ? શાસનને પામ્યા પહેલાં પણ એ ઋદ્ધિસિદ્ધિ તો હતી, પણ શ્રાવક તરીકેની નામના ક્યારે થઈ ? એ કદી પણ એ અજ્ઞાનીઓએ વિચાર્યું છે? શાસન પામ્યા પછી ઋદ્ધિસિદ્ધિ ઓછી કરી કે વધારી ? એ જાણ્યું છે? જો ન જોયું હોય તો અજ્ઞાન પ્રલાપો કરી જગતને ઠગવાનું અને ઉન્માર્ગે દોરવાનું કામ બંધ કરવું જોઈએ. ભગવાન શ્રી મહાવીરદેવ મળ્યા, તે તારકની વાણી સાંભળી અને જચી, તથા માર્ગ રુચ્યો કે તરત જ તે પુણ્યપુરુષોએ તો સમ્યકત્વ મૂળ બાર વ્રતનો સ્વીકાર કર્યો અને ધસ્યા આવતા મોહમય લક્ષ્મી આદિના પૂરને રોકી દીધું, તથા વિચાર્યું કે હવે વધુ તો નહિ જ ! તે પુણ્યપુરુષો શ્રાવક કયારે કહેવાયા ? ત્યારે જ કે જ્યારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો સ્વીકાર કરી જીવનને મર્યાદિત બનાવ્યું. શ્રી જિનેશ્વરદેવના સહવાસમાં આવવા પૂર્વે તો તેઓને પણ આશાનો અને ઇચ્છાનો પાર નહોતો, પણ પ્રભુના શાસનને પામી વ્રતધારી થયા પછી તો ધીમે ધીમે એવા બની ગયા કે અગિયાર પ્રતિમા વહન કરી અને કુટુંબના પાલક પુત્ર ઉપર બોજો મૂકી, ઘરના કારભારમાંથી પોતે મુક્ત થઈ ગયા. પૌષધ પણ એવો કરતા કે તેમાં અંગીકાર કરેલ ધ્યાનમાંથી દેવતાના ભયંકર ઉપસર્ગો છતાં પણ ચલાયમાન નહોતા થતા. ગૃહસ્થપણામાં અવધિજ્ઞાન પણ મેળવ્યું. આ બધું કોના યોગે ? એ વિચારો ! પણ ભવાભિનંદી આત્માઓને બધું અધૂરું જ લેવું હોય ત્યાં શું થાય ? Page #95 -------------------------------------------------------------------------- ________________ 355 - ૬ : ચાર અનુયોગનો વિવેક - 26 – – ૭૯ શ્રી શાલિભદ્રની કથામાંથી નવાણું પેટીઓ યાદ રહે, પણ એ નવાણું પેટીનો ધણી “સ્વામી “શબ્દથી વિરાગ પામી સંયમ લઈ લે છે, એ યાદ ન રહે એ કઈ દશા ? નવાણું પેટીની સાહ્યબીવાળા પુણ્યપુરુષે ત્રિકાળપૂજા કદી છોડી છે? આ શાસનમાં શ્રીમંતોએ સંપત્તિ પામ્યા છતાં તેમાં મૂંઝાઈને ધર્મક્રિયા છોડી નથી, તેમ જ દરિદ્રાવસ્થામાં પણ ધર્માત્માઓએ ધર્મક્રિયા ત્યજી નથી. શ્રીમંતે લક્ષ્મીમાં મૂંઝાયા વિના અને હીન અવસ્થાવાળાએ તેની દરકાર કર્યા વિના ધર્મક્રિયા ચાલુ રાખી છે. દ્રવ્યાનુયોગમાં પણ જીવ અને અજીવની ખાલી વાતો કરવા માત્રથી કલ્યાણ થઈ શકતું નથી. પેટ કે પ્રતિષ્ઠા ખાતર એવી વાતો કરનારા તો ઘણા છે, પરંતુ એમના હૃદયમાં એનું રહસ્ય ન જચવાના કારણે એવાઓ આજે પ્રભુ મહાવીર અને જૈન નામનો પણ દુરુપયોગ નથી કરી રહ્યા શું? ગણિતાનુયોગની પણ ખાલી વાતો કરવાથી કલ્યાણ ન થઈ શકે. આથી સ્પષ્ટ છે કે ત્રણે અનુયોગનો હેતુ જગતના આત્માઓને મિથ્યાત્વાદિકથી બચાવી, સમ્યક્તાદિક પમાડી, કલ્યાણકારી ચારિત્રના માર્ગે ચડાવી, મુક્તિએ પહોંચાડવાનો છે. એટલે ત્રણે અનુયોગના અભ્યાસીએ લેવાનું તો ચારિત્ર જ છે. ચારિત્રના સ્વીકાર વિના એ ત્રણની સફળતા પ્રાપ્ત થવી શક્ય નથી. જે આત્મા પાપથી કંપતો રહે છે, તે જ આત્મા સાચો જ્ઞાની છે અને જે આત્માને હિંસાદિક પાપથી ડર નથી, તે આત્મા ગમે તેવો વિદ્વાન હોવા છતાં પણ પ્રભુશાસનમાં અજ્ઞાની તરીકે જ ઓળખાય છે. તેના જ્ઞાનની મોક્ષના જ એક ધ્યેયવાળા શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કાણી કોડી જેટલી પણ કિંમત નથી. જે જ્ઞાની ગણાતો આત્મા પાપનો ભીરુ ન હોય, પાપને પાપ તરીકે માનનાર ન હોય, અને પાપની પાપ તરીકે અવગણના ન કરતો હોય, તે જગતને આશીર્વાદરૂપ થઈ શકે તેમ નથી જ. આ જ કારણે ચાર અનુયોગમાં સાધ્ય અનુયોગ તરીકે ચરણકરણાનુયોગ ગણાય છે. આખી દ્વાદશાંગીનું ધ્યેય જ એ એક જ છે. ધર્મ પાસે મગાય શું? ધર્મ, અર્થના અર્થને અર્થ આપે, કામના અર્થીને કામ આપે, પુત્રના અર્થીને પુત્ર આપે, રાજ્યના અર્થીને રાજ્ય આપે, સ્વર્ગના અર્થને સ્વર્ગ આપે તથા અપવર્ગ Page #96 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો (મોક્ષ)ના અર્થીને મોક્ષ પણ આપે. ધર્મ તો માગો તે આપે, પણ ભેદ એટલો કે મોક્ષના અર્થીને બધું આપે અને પુત્રાદિક આદિના અર્થીને તે તે આપીને દૂર થઈ જાય : તેને છોડી દે. માટે અર્થીપણું કેવું રાખવું-તેય વિચારણીય છે. ८० ધર્મ તો પુત્ર પણ આપે, કામ પણ આપે, રાજ્ય પણ આપે, સ્વર્ગ પણ આપે અને મોક્ષ પણ આપે. જે ભાવનાએ કરો તે આપે, - માટે ‘અર્થ કામની કામનાએ પણ ધર્મ કરો !' એમ કહેવાય ? એમ કહેનારને તો મિથ્યાત્વ લાગે અને સાંભળનાર પણ મિથ્યાત્વ પામે ! એમ કહેવાથી મિથ્યાત્વની વૃદ્ધિ સિવાય બીજું પરિણામ આવે પણ શું ? ધર્મ આપે બધું, પણ હેયમાં ઉપાદેય બુદ્ધિ આવે તો મિથ્યાત્વ લાગે. માટે માગણી તો મોક્ષની જ હોવી જોઈએ ઃ મુક્તિ ન મળે ત્યાં સુધી બીજી વસ્તુઓ મળે તે વાત જુદી. બીજ વાવતી વખતે ખેડૂતને ઇચ્છા તો અનાજની જ હોય, ઘાસની ઇચ્છા તો ન જ હોય : ઘાસ થાય તે પણ ઢોર માટે, ઘરમાં ઢોર હોય એટલા પૂરતું રાખી બાકીનું વેચી એના પૈસાથી પાછું અનાજ લાવે ને વાવે. તેવી જ રીતે મોક્ષ માટે સમજવાનું છે. આજ તો કોઈ સ્થિતિ જ જુદી છે. જે ઇચ્છા હોવી જોઈએ, તેને તો ખૂણે જ રાખી મુકાય છે ને ન ઇચ્છવા યોગ્ય ચીજોમાં રાચ્યામાચ્યા રહેવાય છે. અન્નના અભાવે ઝેર ન લેવાય : જ્ઞાનનું ફળ વિરતિ. જે જ્ઞાનથી, વિરતિનાં પરિણામ ન પ્રગટે - વિરતિ તરફ સદ્ભાવ ન જાગે, - વિરતિ પ્રત્યે રુચિ ન થાય, તે જ્ઞાનનો લાભ શો ? રાસભ ઉપર ચંદનના બોજાની જેમ બોજારૂપ એવું જ્ઞાન પ્રશંસા યોગ્ય નહિ. જેની પ્રશંસા ન ઘટે, તેનો પ્રચાર પણ ન થાય. એક પણ બાળક અજ્ઞાની રહે એવી ઇચ્છા હોવી ન ઘટે, પણ જો મિથ્યાજ્ઞાનરૂપ જ્ઞાન મળતું હોય તો બહેતર છે કે એવા જ્ઞાનનો અભાવ રહે. 356 અનાજ ન મળે તો ધીરજ રાખવી એ ઠીક, પણ ઝેર ખાવાની ઘેલછા તો ન જ થવી જોઈએ. ભૂખથી મરનારને ઝેર ખાઈને મરનાર જેટલી તકલીફ ન પડે ! અનાજ માટે ઉદ્યમ તે સુઉદ્યમ, પણ અનાજના અભાવે ઝેર મેળવવાનો ઉઘમ તે કેવો ? જ્ઞાન ઇષ્ટ પણ અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન તો નહિ જ. ઝેર પ્રસર્યા બાદ પ્રાયઃ સમાધિ પણ ચાલી જાય. કોઈ એમ કહે કે ‘મારી પાસે અનાજ નથી તો ઝેર આપું છું !' તો ? કોઈ કહે કે - ‘આ ભૂખે મરે છે માટે ઝેર આપી પૂરો કરું છું' -તો ? એમ કહેવું જોઈએ કે ‘ભાઈ ! તારામાં તાકાત હોય તો અનાજ આપ, મારામાં તાકાત આવશે ત્યારે હું આપીશ, અને ન અપાય તો ભાવિ ! Page #97 -------------------------------------------------------------------------- ________________ 351 - ૬ : ચાર અનુયોગનો વિવેક - 26 – ૮૧ પણ ઝેર તો ન જ અપાય'. ઝેરને ઝેર સમજાવાય, પરિણામ બતાવાય, છતાં ન સમજે તો એ કદાગ્રહી ખરો કે નહિ ? કાળું દેખાય છતાં ધોળું જ કહે એનો શો ઉપાય ? કશો જ નહિ. કોઈને જિવાડી ન શકાય માટે કોઈ એમ કહે કે “આ રિબાય છે માટે ગળું દાબી મારી નાખવા દે-તો ? આનો ઉત્તર એ જ કે અજ્ઞાનના વિલાસ કરવા રહેવા દો. તારાથી કોઈને બચાવાય તો બચાવ, પણ ન બચાવાય તો મારવાના પ્રયત્નો કરવાનું રહેવા દે !” ખરેખર જે જ્ઞાન, જે સાહ્યબી વગેરે સન્માર્ગે ન લઈ જાય, સન્માર્ગે ન લઈ જાય તો તો ઠીક, પણ ઊલટું ઉન્માર્ગે જ લઈ જાય, તો એ જ્ઞાન અને એ સાહ્યબી હાનિકર્તા છે. વૈદ્ય આવે અને તેને દરદી ન બચે એવો દેખાય તો તે એમ જ કહે કે “વ્યાધિ અસાધ્ય છે. મારી પાસે ઔષધ નથી, માટે જીવે ત્યાં સુધી સાચવો !' પણ એમ તો ન જ કહે કે “આને પૂરો કરો !” કારણ કે, એમ કહેવું એ ધર્મ નથી. ખરેખર તો એને જીવવાની સામગ્રી અપાય તેટલી આપવી તે ધર્મ, પણ જીવન બચાવવા યોગ્ય સામગ્રી આપવાની તાકાત ન હોય, તો નાશ થાય તેવી વસ્તુ દેવી એ કાંઈ ધર્મ નથી. એ દશામાં તો છેવટે-નમો અરિહંતાણં' કહેવાનું હોય, અને જેમ સમાધિ થાય તેમ આચરવાનું હોય, પણ દાબી દેવાનો વિચાર સરખો પણ ન થાય. એવો દરદી કલાક રહે કે વધારે રહે, દસ દિવસ રહે કે પંદર દિવસ પણ રહે, જેટલો વખત રહે, તેટલો વખત શ્રી નવકાર દેવાય, તેને સમાધિ મળે તેવા ઉપાયો અમલમાં મુકાય, પણ તેવા દરદીનું ગળું તો ન જ દાબી દેવાય. અસાધ્ય વ્યાધિવાળા દરદીને એમ મારી નાખવાનું નક્કી થાય, તો તો જીવી શકે એવા ઘણા રોજ મરી જાય. હજારો રોજ મરે એવી સ્થિતિમાંથી, શ્રી નવકાર દેવાઈ ચૂકેલા એવા તો કંઈ સાજા થયા અને હરતા ફરતા થયા છે, અને એવા થયા કે પહેલાં અધર્મી હતા તે ધર્માત્મા થયા, અનાચારી હતા તે સદાચારી થયા, પણ હતા તે દાતાર થયા, ખાનારા હતા તે તપસ્વી થયા. જો ગળું દાબી દેવાનો જ કાયદો હોત તો શું થાત ? કાયમ રોજ સેંકડો હજારો જીવોની જીવનદોરી તોડી નાખવામાં આવતા અને એની સમાધિ લૂંટી એના આત્માનું નિકંદન વાળવામાં આવત. શાસ્ત્ર કહે છે કે, તમારાથી બચાવાય તો બચાવો, થાય એટલા સારા કરવાના ઉપાયો કરો, પણ ખોટા ઉપાયો તો ન જ કરો, કે જેથી સ્વ-પરનો સંસાર વધે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭ઃ આત્માને સબળ બનાવો ! 27 • લોકહેરીને છોડો ! • પ્રાપ્તિ કરતાં ટકાવા મુશ્કેલ ! આત્માની કંગળ હાલત શાથી છે ? • આત્મતત્ત્વની જિજ્ઞાસા પેદા કરો ! • મારું શું ? - એ વિચારો ! • શક્તિ, આત્માની વધારે કે જડની ? • મહર્ષિ કુરગડુનું દૃષ્ટાંત : • ઉદ્યમ પહેલો કે ભાગ્યે પહેલું ? • શક્તિનો અતિરેક પણ ન હોય : • મારું શું? એ વિચારો ! - ભક્તિ કરતાં આશાતનાથી બચો ! • શ્રી નેમિનાથ સ્વામી અને શ્રી કૃષ્ણ ! • જ્ઞાન, આરંભથી બચવા માટે મેળવો ! • શેઠના છ પુત્રોનું દાંત : વિષયઃ ઉપદેશની પ્રાપ્તિ કર્યા બાદ તેનો ટકાવ કઈ રીર્ત કરવો? . શ્રી અરિહંતોનો ઉપદેશ જ હેયોપાદેયના જ્ઞાનમાં કારણ બને એ જણાવ્યા બાદ પ્રવચનકારશ્રીજી લોકહેરીનો ત્યાગ કરવાનું અહીં જણાવી રહ્યા છે, કેમ કે લોકહેરીના ત્યાગ વિના વસ્તુ હાથમાં આવે નહિ. આવેલી ટકે નહિ. એ માટે આખી દુનિયાને ભૂલીને આત્મહત્ત્વની જ જિજ્ઞાસા પ્રગટ કરવી જરૂરી છે. સતત આત્મતત્ત્વનું ચિંતન હોવું અનિવાર્ય છે. “હું કોણ અને મારું શું ?” આ વિચાર આત્મતત્વની ઓળખ કરાવે છે. દબાયેલો આત્મા શક્તિ ન પ્રગટાવી શકે. જડની ગુલામીથી બહાર આવીએ તો જ એ શક્ય બને. સ્વહિત સાધક પબરથરાજા, કુરગડુમુનિ, આર્યસુહસ્તિસૂરિજી અને સમ્રાટ સંપ્રતિ, કાર્તિક શેઠ જેવાનાં દૃષ્ટાંતોનો ઉપયોગ કરી વસ્તુને ખૂબ સરસ ખીલવી છે. સાથે શ્રી નેમિનાથ - શ્રીકૃષ્ણનો પ્રસંગ અને શેઠના છ દીકરાની વાત દ્વારા પણ ચાલુ વિષય સ્પષ્ટ કર્યો છે. મુવાક્યાતૃત ૦ આત્મા લોકરીમાં પડ્યો, તો તેનામાંથી શાસન ગયું જ સમજો ! 0 લોકથી છૂટવા માટે શાસનની જરૂર. • દુનિયાના પદાર્થો મેળવવાની ઇચ્છા, એ આર્તધ્યાન અને મળેલી વસ્તુને ટકાવી રાખવાની ઇચ્છા એ રૌદ્રધ્યાન ! • તમે જ્યાં બેઠા છો ત્યાં દુઃખ જ છે, સંસાર દુઃખમય છે - એ સમજો ! • જે આત્મા જડને પર માને, અને પોતે જાગ્રત થઈ જાય, તો જડતો એની આગળ શક્તિહીન જ છે. • શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપી લગામ નાંખો, તો મન, વચન અને કાયા ધારો તે કામ આપે, લગામ ગઈ કે હાનિ કરે. મન વશ કરવા માટે વચન અને કાયા પહેલાં વશ કરવા જોઈએ. • ઉદ્યમનો અર્થ દોડાદોડ કરવી તે નહિ, પણ આત્માની જાગૃતિ વિશેષ, કર્મ ખસેડવાનો ઉદ્યમ તે આત્માનો ઉદ્યમ. • શાસનની રક્ષા માટે પણ સામર્થ્ય જોવું સામર્થ્ય ગોપવે તેય વિરાધક અને સામર્થ્ય વિના કૂદવા જાય તેય વિરાધક. જીવાદિનું જ્ઞાન પણ આરંભના અખતરા માટે નહિ, પણ આરંભથી બચવા માટે, • સંસારની પિપાસા ઘટી હોય તો શાસ્ત્ર વાંચજો, નહિ તો આઘા રહેજો. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭: આત્માને સબળ બનાવો ! લોકહેરીને છોડો ! ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરીશ્વરજી શ્રી આચારાંગ સૂત્રની પીઠિકા કરતાં એમ ફરમાવી ગયા કે, રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા અને એટલા માટે શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં અતિ કટુક દુઃખોથી પીડાતાં એવાં સઘળાં સંસારી પ્રાણીઓએ દુઃખને અને એ દુઃખોમાં હેતુભૂત રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માટે, હેય એટલે તજવા યોગ્ય પદાર્થો અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થોના પરિજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી આત્મા હેયને હેય તરીકે ન સમજે, ત્યાં સુધી એનો રાગ, દ્વેષ અને મોહ ઘટવાનો નથી અને એ ન ઘટે ત્યાં સુધી ગમે તેવી સુખની ઇચ્છા હોય, પણ તે પાર પડવાની જ નથી. હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાનનો પ્રયત્ન કરવા માટે વિશિષ્ટ વિવેક જોઈએ, અને એવો વિશિષ્ટ વિવેક પામવા માટે આપ્ત પુરુષની દેશના જોઈએ. આપ્ત છે, કે જેનામાં રાગ, દ્વેષ અને મોહનો સર્વથા અભાવ હોય. આપણે કોઈ વ્યક્તિની પાછળ બંધાયેલા નથી. નામથી ચાહે તે હોય, પણ જે હોય તે ભગવાનતે અહંતુ જોઈએ : જેનામાં રાગ, દ્વેષ અને મોહ સર્વથા ન હોય, તેવા કોઈ પણ હોય!-નામની જ જરૂર નથી. શા માટે ? અન્નપણું છે માટે ! શ્રી ઋષભદેવસ્વામીને પણ માનીએ અને શ્રી મહાવીરસ્વામીજીને પણ માનીએ. શાથી ? તેઓમાં અરિહંતપણું હતું માટે, આટલી વાત જેના અંતરમાં નક્કી થઈ જાય, તે કદી પણ ભૂલો ન પડે અને મુંઝાય નહિ : કારણ કે તેને તો શ્રી અરિહંતદેવનું વચન શિરસાવંઘ છે. એ તો એમ જ માને કે જેનામાં રાગ, દ્વેષ અને મોહ નથી, એ કદી અસત્ય કહે જ નહિ. જેના હૃદયમાં આવું પવિત્ર જૈનશાસન ઊતરી જાય, તે આત્મા દુનિયાના છળથી છળાય નહિ, દુનિયાની ધાંધલથી ગભરાય નહિ ? કારણ કે તેને લોકcરીની પરવા નથી હોતી. બાકી એ વાત ખરી છે કે, જો આ આત્મા લોકડેરીમાં પડ્યો, તો તો તેનામાંથી શાસન ગયું જ સમજો અને હૃદયથી શાસન ગયું એટલે માનો કે આત્માનો અધ:પાત થયો. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 380 જેણે શ્રી જૈનશાસન પામવું હોય અને પામીને પાળવું હોય, તેણે લોકની અયોગ્ય પરંપરા, લોકની ધર્મનાશક વાતો અને લોકની અહિતકર પ્રણાલિકાઓને તજવી જ જોઈએ ન જાય તો આ પરિણામ પમાય નહિ, એટલે કે શાસન પામી શકાય નહિ અને કદાચ પુણ્યયોગે શાસન મળી જાય તો પણ આરાધી ન શકાય. આ જ કારણે મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા શ્રી સીમંધરસ્વામીના સ્તવનમાં શ્રી સીમંધરસ્વામીની સ્તવના કરતાં લખે છે કે ‘તુજ વચનરાગ સુખ આગળ, નવિ ગણું સુર-નર શર્મ રે; કોડી જો કપટ કોઈ દાખવે, નવિ તજું તો એ તુજ ધર્મ રે? સ્વામી સીમંધર તું જયો ” “હે શ્રી સીમંધર સ્વામિનું! તું હમેશાં જયવંત છો. તારા વચનના રાગરૂપ સુખની આગળ હું દેવતાઓના કે મનુષ્યોના સુખને ગણતો નથી. જો કોઈ કોટિ કપટ બતાવે તો પણ હું તારા ધર્મને તો ન જ તાજું.' પૂર્વના આત્માઓએ જે આરાધના કરી તે તે બધી આવી શ્રદ્ધાના બળથી જ. એ આત્માઓને લોકની ભાવના ટક્કર મારી શકતી નહોતી. એમને એવા પ્રસંગે લોકદશામાં મૂંઝવણ થતી નહોતી. આપણને શ્રી જિનેશ્વરદેવના શાસનની જરૂર હોય, તો શા માટે ? લોકથી છૂટવા માટે ! લોકથી છૂટવા માટે શાસનની જરૂર, અને લોકને વળગવા જવું એ કેમ બને ? લોકહેરીની ભાવના ન ખસે, ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવનાં વચનોમાં વસવસો પેદા થયા કરે, કારણ કે લોકહેરીમાં પડેલાનું કથન, રીતભાત અને સમ્યક્ત વગેરે બધું જ ન્યારું : અને લોક કરી છૂટે તો બધી જ વાસનાઓ ખરી પડે, એટલે તે પછીનું કથન, રીતભાત અને સમ્યક્ત વગેરે પણ ન્યારું. પોતાના મનાતામાં પણ જેનામાં અયોગ્યતા દેખાય, તેનો ત્યાગ કરવાનું જ્ઞાની કહે છે, તો લોકની તો શી વાત ? પણ અનાદિ કાળની ગાઢ વાસના છે, ગાઢ પરિચયે, એટલે આ વાત એકદમ કેમ પરિણામ પામે ? પામે એને ધન્યવાદ. આ પામવા માટે હેય, અને ઉપાય પદાર્થોના પરિજ્ઞાનની જરૂર, તે માટે વિશિષ્ટ વિવેકની જરૂર અને એવા વિવેક માટે શ્રી વીતરાગદેવના ઉપદેશની જરૂર. આપણી મતિ કેટલી ? જેટલી મતિ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭ : આત્માને સબળ બનાવો ! - 27 તેટલો જ વિચાર આવે. આપણે રાગમાં છે. પણ ઓછા નથી, દ્વેષમાં પણ અધૂરા નથી અને મોહમાં પણ પૂરા છીએ. આપણામાં આ ત્રણે દોષો પૂરજોશમાં ખીલેલા છે, એટલે એમાંથી વિચાર કયા આવે ? એ વિચાર મુજબ ચાલવાનું નક્કી કરીએ, તો ક્યાં જઈ ઊભા રહીએ ? -એ ખૂબ વિચારો ! એનો બરાબર વિચાર કરી - ‘જીવનશુદ્ધિ અને પરિણામે આત્માની સાચી મુક્તિ માટે શ્રી વીતરાગદેવની આજ્ઞાઓનો સાચો પ્રેમ કેળવ્યા સિવાય છૂટકો જ નથી.' - આ ભાવનાને અખંડિત ટકાવી રાખવી હોય, તો લોકની સઘળી વાસનાઓને ખસેડવાનો નિશ્ચય કરવો જ પડશે. 361 પ્રાપ્તિ કરતાં ટકાવ મુશ્કેલ ! સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરતાં તેનો ટકાવ ઘણો કઠિન છે. વ્યવહારમાં પણ જુઓ કે લક્ષ્મી ન મળી હોય ત્યાં સુધી તો જ્યાં ત્યાં ખાવું, ઓટલે પડી રહેવું, -એ બધું પાલવે, પણ લક્ષ્મી આવી એટલે એ નહિ પાલવે. પ્રાપ્તિ કરતાં રક્ષણ બહુ કઠિન છે. દુનિયાના પદાર્થો મેળવવાની ઇચ્છા, એ આર્તધ્યાન અને મળેલી વસ્તુને ટકાવી રાખવાની ઇચ્છા એ રૌદ્રધ્યાન ! ભિખારીને ભીખ ન મળે ત્યાં સુધી તો માગવાની ઇચ્છા થાય, પણ મળી જાય એટલે કે ઠીકરામાં પડે, તે પછી કોઈ લેવા આવે તો મા૨વાની ઇચ્છા થાય. એ ઠીકરું ખાલી હોય ત્યાં સુધી ઠીકરું ખાલી છે એટલું જ, પણ ઠીકરામાં પડ્યા પછી તો કોઈ સામેથી અમથો આવે, તો પણ લેવા આવતો માનીને જૂઠું બોલવાની અને તેથી પણ ન બચાય તો આવનારને મારવાની પણ ભાવના થાય. આ બધી વસ્તુઓ ફોડ પાડીને સમજાવવાનું કારણ એ જ છે કે દુનિયાના પદાર્થો જે મળ્યા હોય તેનો ત્યાગ કરો અને આસક્તિ આદિના યોગે ત્યાગ ન કરી શકતા હો, તો પણ એમાં મૂંઝાઈ ન જાઓ. મૂંઝાઈ જાઓ તો આત્માના ગુણો દબાઈ જાય. ૮૫ સમ્યગ્દર્શન મળી ગયા પછી એને સાચવવું જ હોય, તો લોકવાસનાઓથી જરૂર અળગા બનવું જ જોઈએ. ત્યાં ‘શું કરીએ ?-શું કરીએ ?’ એમ બોલાય એનો અર્થ એ કે જે સમ્યગ્દર્શન મળેલું છે તેની કિંમત સમજાઈ નથી. દુનિયાદારીનો પદાર્થ કે માલ જતી વખતે ‘શું કરીએ ?' એમ થાય છે ? ચાલે ત્યાં સુધી તો નહિ જ થાય. ન છૂટકે છેવટે સાચવી ન શકાય, ત્યારે ‘શું કરીએ ?' - એમ થાય એ વાત જુદી છે, પણ ત્યાં પણ ‘શું કરીએ ?’ -એમ કહેતાં નવ નેજે પાણી ઊતરે. એ ‘શું કરીએ ?' શબ્દ જોરથી ન નીકળે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – 382 અંદર અંદર જ દબાઈ જાય. એ “શું કરીએ” શબ્દ નીકળવા પહેલાં તો આંખમાંથી આંસુઓની ધારાઓ ચાલે, મૂર્છા આવે, ચક્કર આવે અને બધુંયે થાય અને અહીં રોજ “શું કરીએ ?' એ જ એક શબ્દ અને તે પણ ઠંડે કલેજે જ, એ શાથી? વસ્તુની કિંમત સમજાઈ નથી અને લોકહેરી નથી છૂટી એથી. લોકહેરીની ભાવના આત્માના સર્વ ગુણો ઉપર આક્રમણ કરે છે. તેથી જ્ઞાનીની સેવાપૂજાની વાસ્તવિકતા દુષ્કર છે ? એની કિંમત ન લાગે ત્યાં સુધી ભલે એ ક્રિયાઓ સહેલી લાગે. સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્રની કિંમત વધે કે તમારી સાહ્યબીની ? જરા આત્માને પૂછજો, ઘેર જઈ વિચાર કરજો. કહોને કે મોંઢે કહીએ ખરું કે ભગવાને કહ્યું તે ખરું, ગુરુ કહે છે તે ખરું, પણ- આ “પણ” તો મોટો પહાડ છે. એ ઊંચકાય નહિ, ખસેડાય નહિ : પણ તમે જો લોકવાસનાથી આઘા ખસી જાઓ, તો તે પહાડ તો એકદમ ખસી જાય. જૈનશાસન જેવું ઊંચી કોટિનું મધ્યસ્થપણું, જૈનશાસન જેવી માન્યતા બીજે છે ક્યાં ? શ્રી જૈનશાસને તમારા ખાવા-પીવા-પહેરવા-ઓઢવા વગેરે બધા જ ઉપર ચોકી મૂકી છે, કારણ કે હિંસામાં બેઠેલાઓ વધુ હિંસક ન બને એ ભાવના છે. ભક્ષ્ય અને અભક્ષ્યના ખૂબ ભેદો પાડી વર્ણન કરવાનો હેતુ એ જ કે જે બધા હિંસામાં તો રહેલા જ છે, તે વધુ હિંસામાં ફસી ન જાય. આવી તમારી ચિંતા કોણ કરે ? સવારથી ઊઠો ત્યારથી રાત્રે સૂઈ જાઓ, ત્યાં સુધીની તમારી બધી કાર્યવાહીની ફીકર આ શાસન રાખે છે. એ કાર્યવાહીના યોગે વધુ પાપમાં ન ફસાઓ, એ જ આ પવિત્ર શાસનની ભાવના છે. દુનિયાના પાપમાં, દુનિયાના રંગરાગમાં લેવાઓ નહિ, એ માટે આ બધું ફોડ પાડીને જૈનશાસન સમજાવવાની મહેનત કરે છે ! આત્માની કંગાળ હાલત શાથી છે? જીવ અને અજીવ-એ બે તત્ત્વો ઉપર આખી દ્વાદશાંગી રચાઈ અને એને જ જુદાં જુદાં રૂપક અપાયાં. શાથી ? અનંતજ્ઞાનવાળો આત્મા, અનાદિથી જડના સંસર્ગથી લેપાયેલો છે તે આત્મા, અનંતજ્ઞાનીના વચનના યોગે જડના સંસર્ગથી છૂટે એથી ! જડના સંસર્ગથી આત્માની શી દશા થઈ છે તે વિચારો ! જે આત્માને કોઈ પણ ચીજ હલાવી ન શકે એવો અનંત સામર્થ્યવાન આત્મા, તુચ્છમાં તુચ્છ વસ્તુની પાછળ કંગાળની જેમ ભમી રહ્યો છે, ભટકી રહ્યો છે, એ કોના પ્રભાવે ? ઉત્તરમાં કહેવું જ જોઈએ કે એ પ્રભાવ પુદ્ગલની આધીનતાનો Page #103 -------------------------------------------------------------------------- ________________ 303 –૭ : આત્માને સબળ બનાવો ! -27 – ૮૭ જ! પુદ્ગલોની આધીનતાથી આત્માને છોડાવવા માટે જ આ બધી મહેનત છે. જે એનાથી ન છોડાવતા હોય, તે તીર્થકર, ગુરુ કે ધર્મ ન જોઈએ : પણ આ જોઈએ છે એનું એ જ કારણ છે કે આ તત્ત્વત્રયી પુદ્ગલની આધીનતાથી છોડાવનાર છે. અનંત શક્તિના આત્માની આજે કઈ દશા છે ? જ્યાં ત્યાં ભીખ માગતો ફરે, જેની તેની દાઢીમાં હાથ ઘાલતો ફરે, અને આના વિના ન ચાલે, આના વિના ન ચાલે' - એમ કર્યા કરે ! – આ દશા શાથી ? કોને લઈને આ કંગાલિયત? કહેવું જ જોઈએ કે એ સઘળું પુદ્ગલોની પરાધીનતાને લઈને જ! “દુનિયાના પ્રાણીને પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિમાં અપૂર્વ આનંદ આવે છે, નવી ચીજ મળે તો આનંદનો પાર નથી રહેતો' - આમાં અનાદિથી જડનો સંયોગ એ જ હેતુ છે. હવે એની દૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિનો મેળ ક્યાં મળે ? ખૂબ વિચાર કરો. આ વિચાર વખતે સારી આખી દુનિયાને ભૂલી જાઓ. આત્માની રત્નત્રયી કેમ વિકાસ પામે ? આત્માના સ્વરૂપને આચ્છાદિત કરતાં પરનાં આક્રમણો કેમ ખસી જાય ? - એ વિચારો તો સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર દોડતાં આવે. પણ ત્યાંથી તમે પરવાર્યા હો ત્યારે ને ! હૃદયથી લોકવાસનાઓની અપેક્ષા ખસે તો ને ! જૈનશાસનને પામ્યા બાદ આવી હાલત શોભતી નથી. જો તે છતાં આ સ્થિતિ ચાલુ હોય, તો સમજવું જોઈએ કે જેવો જોઈએ તેવો અનુરાગ થયો નથી. આપણે આચારાંગ વાંચવું છે, એમાંયે છઠું “ધૂત' નામનું અધ્યયન વાંચવું છે. ધૂનન એટલે મૂળમાંથી હલાવવાની ક્રિયા - મૂળમાં પેસીને જે જે દોષોની સંભાવના હોય, તેને પકડી પકડીને હલાવવાની ક્રિયા. દુકાનમાં પાથરેલી જાજમ ઉપરની ધૂળ શી રીતે ખંખેરો ? ચારે ખૂણેથી ઉપાડી, લાકડીથી ઝાપટો તો ખંખેરાયને ! આત્મા ઉપર મળ કેટલો છે ? આત્માના અસંખ્ય પ્રદેશ, એના એક એક પ્રદેશ પર અનંતકર્મના અણુઓ લાગેલા છે, એને લઈને આત્માની સઘળી શક્તિઓ એટલી બધી બુઠ્ઠી બની છે, કે સત્ય વસ્તુ ધ્યાન ઉપર આવે જ નહિ, આવે તો લેવાનું કૌવત નહિ, લેવાય તો સાચવવાની તાકાત નહિ અને હાથમાંથી સરી જાય તો શોક પણ નહિ. પૌલિક પદાર્થની પ્રાપ્તિમાં જે આનંદ અને એના નાશમાં જે શોક, તેવો અહીં કદી અનુભવ્યો છે ? પાંચ-પચાસ લાખ રૂપિયા આવે, બંગલા બગીચા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – ૩૦ બને, સંતાન પેદા થાય, ત્યારે તમે કઈ રીતે નીકળો? અને એ બધું જાય ત્યારે કેવી રીતે નીકળો? એવો આનંદ કે શોક અહીં કદી પ્રાપ્ત થયો? હજુ તો વસ્તુ ઊતરતી જ નથી. ખરેખર, જો વિચારશો તો સમજાશે કે જે રીતે વસ્તુ મળવી જોઈએ અને પરિણામ પામવી જોઈએ, તે રીતે મળી નથી અને પરિણામ પામી નથી. આત્મતત્વની જિજ્ઞાસા પેદા કરો! સંયોગ તમને બધા મળ્યા છે. પુણ્યવાન એવા કે દેશ પણ મજાનો મળ્યો છે, ધર્મની વાત ઠામ ઠામ હોય : સાચો કે ખોટો, પૂરો કે અધૂરો, તે ગમે તેમ, પણ ધર્મનો ધ્વનિ તો ઠામઠામ નીકળે એવો દેશ મળ્યો. આર્યદેશનો અર્થ એ કે જ્યાં ત્યાં ધર્મની વાતો ચાલે તેમાં પણ આર્યજાતિ, આર્યકુળ, તેમાં પણ શ્રાવક કુળ અને તેમાંય ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન છે ત્યાં : વળી શ્રી જિનમંદિર, નિગ્રંથ ગુરુઓ, અને ધર્મની સામગ્રી છે ત્યાં કહો શી કમીના છે ? બધુંય છે. સ્થળ, કાળ, સામગ્રી બધુંય મજાનું છે, ત્યારે નથી શું? જિજ્ઞાસા ! કદી એ ભાવના થઈ કે આ આત્માની વાતો સારી રીતે સમજું? દુનિયાની તો વાતો બહુ સમજ્યો. આ વાતો એક-બે કલાકમાં સમજાઈ જાય તેમ ન માનતા. ઠીક છે, છાયા પડે અને ઉલ્લાસ જાગે, તો ક્ષયોપશમ આદિથી સમજાઈ કે પમાઈ જાય એનો નિષેધ નથી. અને, પા કલાકમાં પમાય એનો પણ ઇન્કાર નથી, પણ “બે કલાકમાં સાંભળીને જ માત્ર ચાલ્યા જવાથી, અને સાંભળેલું અહીં જ મૂકી જવાથી પમાય,' - એમ તો માનશો જ નહિ. માનો કે કંઈક હૃદયમાં રહે, પણ અહીંથી ગયા બાદ શું સમજ્યા એનું મનન, એની વિચારણા ન થાય તો? શું મેળવ્યું કે શું મળ્યું - એનો વિચાર ન થાય, તો ધર્મ અંતરમાં પ્રવેશે શી રીતે ? ધર્મને પ્રવેશવાનાં દ્વાર બંધ છે, કારણ પાંચ ઇંદ્રિયો અને મને પોતાનું જ કામ કરવામાં રોકાયેલ છે. ઘરના માણસો પણ જુદા જુદા કામ માટે તૈયાર છે. આ લાવવાનું અને આ કરવાનું - એ બધું ઘેર જાઓ એટલે તૈયાર. કાનને પ્રિય સાંભળવાનું કંઈ હોય, તો તરત ત્યાં કાન ઘસડાઈ જાય. રૂપાદિ જોવાનું હોય તો મીંચાયેલી આંખો તરત પહોળી થાય. આ બધી કાર્યવાહી કર્મરાજાની છે. લોકવાસના અને વિષયતૃષ્ણાને લઈને એ સ્થિતિ છે કે ધર્મની વાત - આત્માના હિતની વાતને અંદર પેસવાની જગ્યા નથી. એ જગ્યા કરવા માટે પહેલું જ જ્ઞાની કહે છે કે, તમે જ્યાં બેઠા છો, ત્યાં દુઃખ જ છે, સંસાર દુઃખમય Page #105 -------------------------------------------------------------------------- ________________ :5 985 –૭: આત્માને સબળ બનાવો ! - 27 – ૮૯ છે, - એ સમજો બેઠા છો, ત્યાંનું સ્વરૂપ નહિ સમજાય, ત્યાં સુધી અસર નહિ થાય. જ્ઞાનીનાં આવાં વચનો સામે કયો આત્મા ટક્કર ઝીલશે ? એમાં શંકા હોય અને કોઈ સંસારમાં સુખ બતાવે, તો જ્ઞાનીને એ પણ આગ્રહ નથી, પણ જ્ઞાનીએ પોતાની અનંતજ્ઞાનરૂપ દૃષ્ટિથી નિહાળ્યું, ખૂબ જોયું કે આત્માને જે સુખની આવશ્યકતા છે, તે સુખ સંસારમાં કોઈ પણ જગ્યાએ દૃષ્ટિમાં આવતું નથી. માટે તો જ્ઞાનીએ કહ્યું કે સંસાર દુઃખમય છે, દુઃખફલક એટલે જેનું ફળ પણ દુઃખ છે એવો છે, અને દુઃખાનુબંધી એટલે કે દુઃખની પરંપરાવાળો છે. જ્ઞાનીએ તો આ વાત કહી અને આપણો આત્મા પણ સાક્ષી પૂરે છે, અનુભવગમ્ય છે, અરે વગર અનુભવે પણ વિચારશો તો સમજાશે કે “જરૂર છે તો એવો જ.” એટલે એ વાતમાં તો મૂંઝવણ હોવી જ ન જોઈએ. મરણ માથે છે, એ નિશ્ચિત થતું નથી એના વાંધા છે. નિશ્ચિત નથી થતું એટલે? કયારે આવે છે. કહેવાનું એ છે કે મરણને માટે ધર્મનિષ્ઠ થઈ એવા તૈયાર રહેવું જોઈએ કે એને ફાવે ત્યારે આવે. દરકાર નથીઃ ભલે આવે.સાધવાનું સાધી લઈ એવા તૈયાર રહેવું, કે તેથી મરણનો પણ ડર ન રહે. પણ ખોટા બહાદુર ન બનતા. રંગરાગ અને મોજશોખ આદિમાં રત રહી અર્થકામની સાધનામાં એકતાન બની હિંસાદિક પાપરૂપ અને પાપજનક પ્રવૃત્તિઓમાં નીડરતાપૂર્વક મચ્યા રહેનારા, મરણનો ભય મૂકી દે એ બહાદુર નથી, પણ અજ્ઞાન, નફકરા અને નઘરોળો છે. આજે કોઈ જ્ઞાની કહે કે, આયુષ્ય સો વર્ષનું છે તો શું કરો ? ત્યાં સુધી તો મરણ છે જ નહિ, માટે નવ્વાણું વરસ, અગિયાર મહિના, ઓગણત્રીસ દિવસ અને ત્રેવીસ કલાક શું કામ કરવું ? આ ત્રેવીસ કલાક તો હું જરા ડરતાં ડરતાં કહું છું હોં ! બસ એ જ વિચાર કે છેલ્લી ઘડીએ કરશું, અને આજે કોઈ એમ કહે કે બે દિવસનું આયુષ્ય છે, તો “ઓ બાપ ! હવે શું થશે ? હાય, હવે કોણ ખાશે અને કોણ પીશે? કોણ પહેરશે અને કોણ ઓઢશે?” આ દશા થાય છે. કેવી ભયંકરતા ? આવાઓનું કલ્યાણ કેમ કરીને થાય ? મારું શું? એ વિચારો ! આથી આજે જો કોઈ આયુષ્ય કહેનાર હોય, તો પણ જીવન જોખમમાં છે. પૂર્વપુરુષો તો કહેતા કે લાંબુ આયુષ્ય હશે તો આરાધના વિશેષ કરીશું Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - 386 અને ટૂંકું આયુષ્ય હોય તો ઝટ આરાધીએ. આ ભાવના હતી. બેયને આરાધવાની જ ભાવના. - શ્રી પઘરથરાજાને ભરયુવાનીમાં વૈરાગ્ય આવ્યો, એ વખતે ગાદી છોડી એમણે અભિગ્રહ કર્યો કે, શ્રી વાસુપૂજ્ય સ્વામી પાસે જઈ સંયમ ન લઉં, ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ. સંયમ લેવા ચાલ્યા, ત્યારે રસ્તામાં દેવતાઓએ ખૂબ પરીક્ષા કરી અને છેવટે કહ્યું કે : ‘તવાદપિ કદાખT !મદાવાદ પાર . स्वच्छन्दे भुंश्व तद्भोगान्, का धीर्यद्यौवने तपः । निशीथकृत्यं कः प्रातः, कुर्यादुद्योगवानपि ।। २ ।। यौवने तदतिक्रान्ते, देहदौर्बल्यकारणम् । गृह्णीयास्त्वं तपस्तात ! द्वितीयमिव वार्द्धकम् ।। ३ ।।' “હે મહાભાગ! હજુ પણ તારું આયુષ્ય મોટું છે અને તું યુવાન છે, માટે તું સ્વચ્છંદપણે ભોગોને ભોગવ, તને એવી કઈ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, કે જેના યોગે તું આવા યૌવનમાં તપ કરવા તૈયાર થયો છે ? ઉદ્યમી પણ એવો કોણ હોય, કે જે રાત્રિના કૃત્યને પ્રાતઃકાળે કરે? માટે હે વત્સ! તું યૌવન ચાલી ગયા પછી દેહની દુર્બળતામાં કારણભૂત, બીજી વૃદ્ધાવસ્થા જેવા તપને-દીક્ષાને ગ્રહણ કરશે.' આ પ્રમાણે દેવતાના કથનને સાંભળી, તત્ત્વવેદી મહારાજા પધરથ કહે 'राजोचे यदि बह्वायु-बहुपुण्यं भविष्यति । जलमानेन नलिनी-नालं हि परिवर्धते ।।१।। लोलेन्द्रिये यौवने हि, यत्तपस्तत्तपो ननु । તાત્રે ર દિ, શૂર: શૂર: સાતે પારા' જો બહુ આયુષ્ય છે તો ઘણું પુણ્ય થશે, કારણ કે કમલિનીનું નાલ પાણીના પ્રમાણથી જ વધે છે અને ખરેખર ચપળ ઇંદ્રિયોવાળા યોવનની અંદર જે તપ તે જ ખરો તપ છે. કારણ કે, ભયંકર અસ્ત્રો જેમાં ચાલી રહ્યાં છે, તેવા રણમાં જે શૂર હોય તે જ શૂર કહેવાય છે.' વિચારશો તો મહારાજા પદ્મરથે આપેલા આ ઉત્તરમાંથી તમે ઘણું જ સમજી શકશો. જો “આત્માનું કલ્યાણ શામાં છે તે અને આત્મા તથા શરીરનો ભેદ સમજાઈ જાય, તો જ મહારાજા પદ્મરથે કહેલી વાત સમજી શકાય તેમ છે, આત્માનું શ્રેય શરીરને હાનિ પહોંચાડે જ, એવો એકાંત કાયદો નથી અને કદાચ Page #107 -------------------------------------------------------------------------- ________________ 387 – ૭ : આત્માને સબળ બનાવશે ! - 27 - -- ૯૧ હાનિ પહોંચે તો પણ વાંધો નથી. ભલે પહોચે, કારણ કે મળ્યું છે તેથી સારું મળવાનું છે. સંયમની આરાધનાથી શરીર જાય, તો પણ આનાથી કેટલાય ગણું સારું મળવાનું છે. શરીરની સેવા કરતાં તો આત્માનું તો ગયું, પણ શરીર પણ ગયું કેમ કે ફરી એવું પણ મળવાનું નથી. વિચાર કરો તો બધું સમજાય. વિચારો કે' ‘મારું શું ?' સભા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર. જો આ સમજાઈ જાય તો તો કામ જ થઈ જાય, પણ જ્યાં જડ વસ્તુઓની આધીનતા હોય ત્યાં શું થાય ? પ્રભુનું શાસન પામીને તો એક જ કામ કરવાનું છે અને તે એ જ કે જ્યાં સુધી આપણે સંસારમાં રહેવું પડે, ત્યાં સુધી જડ વસ્તુઓની સાથે રહેવા છતાંય, તેની જ મારફ આપણે આપણું કામ લેવાનું છે. આપણાં જ મન, વચન અને કાયા, જે પુદ્ગલની સાધનામાં રાચ્યાં છે, તેને આત્માની સાધનામાં રાચતાં કરવાનાં છે. સંયમ, શરીર દ્વારા સધાતું હોવાથી, તેને આહારાદિક આપવાની ના નથી, પણ તે જ્ઞાનીપુરષોએ બાંધેલી વિધિ મુજબ જ, નહિ કે એની મરજી મુજબ ! જો આત્મા જડને પર માને, અને પોતે જાગ્રત થઈ જાય, તો જડ તો તેની આગળ શક્તિહીન જ છે. શક્તિ, આત્માની વધારે કે જડની ? આત્મા દબાયો હોય ત્યારે જડની શક્તિ વધારે. ધારો કે, બે આદમી સરખા વીર છે, એકસરખા બળવાન છે. એમાં એક આદમી અજ્ઞાન હોવાથી બળને વેડફે અને એક આદમી જ્ઞાની હોવાથી બળનો સદુપયોગ કરે. જે જ્ઞાની છે તે સ્વાધીન છે અને અજ્ઞાની છે તે પરાધીન છે. નબળો ને બળિયો લડે ત્યાં શું થાય ? નબળો ગાળ દે અને બૂમરાણ કરે, બળિયો તો અવસર જોઈ કોઈ ન જુએ તેમ એક ઠોંસો મારે. પેલો ફરી ગાળો દે, જે આવે તે એને ગાળો દેતો જુએ, એટલે એને લડે અને પેલા લોક જાય એટલે વળી પેલો બળિયો ઠોંસો મારે, થાકે કોણ ? ગાળ દેનારો થાકે. એક ગામમાં વઢકણી બાઈ હતી. રાજ્ય કાયદો કરી આપ્યો કે એની સાથે વારાફરતી ઘર દીઠ દરેકે લડવું. એ લડનારીને કોઈ લડનાર જોઈએ. એ રાજ પણ જુદી જાતનાં, એવાં પણ રાજ હોય. બધા ખોટી ન થાય માટે વારાફરતી ઘર દીઠ લડવાનો કાયદો કરવામાં આવ્યો. વારા મુજબ જેનો વારો હોય ત્યાં પેલી લડવા જતી. એક દિવસ જેને ઘેર વાર હતો, ત્યાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – ૩૦૭ વૃદ્ધ સાસુ અને વહુ બે હતાં. સાસુ ગભરાણી, પણ વહુએ કહ્યું કે, તમે તમારે બેસી રહો, હું તેને પહોંચીશ ! હું નહિ થાકું. એને હું છોડું નહિ : જતી પણ ન કરું અને ફરીને કોઈ સાથે લડે નહિ એવી બનાવીશ. એ વહુ કામ લઈને બેઠી. પેલી આવી અને ખૂબ જોરશોરથી બોલવા લાગી, થાકી, એટલે વહુએ અંગૂઠો બતાવ્યો. મતલબ - ‘થાકીને !' - એવું સૂચવવા અંગૂઠો બતાવ્યો. પાછી પેલી ઊછળી ઊછળીને ખૂબ બોલી. ફરી થાકી એટલે પેલી વહુએ ફરી અંગૂઠો બતાવ્યો. સામાને થકવવાની આ રીત છે. સામો પ્રવૃત્તિમાં જોડાયેલ હોય ત્યારે વિશ્રાંતિ, એ પણ તૈયારી માટે છે - એ ડહાપણ છે. સામાને તો વિશ્રાંતિ આપવી જ નહિ, એટલે એ જ થકવવાની રીત છે. પેલી લડનારી બાઈ એક વાર, બે વાર, ચાર વાર, છ વાર કયાં સુધી બોલે ! બે કલાક-ચાર કલાક બોલે, પણ પછી તો થાકને ! કારણ કે એને વિશ્રાંતિ જ નહિ. એટલે થાકીને એણે જવા માંડ્યું, વહુ કહે કે જાય છે ક્યાં ? લડ, હું સામે બેઠી છું. નહિ તો ચાલ રાજમાં. આખરે પેલીએ હવેથી કોઈની સાથે નહિ લડવાનું કબૂલ કર્યું. - આ ન્યાયે આત્મા જડને આધીન છે, પણ જો આત્મા ચેતે તો બસ. જડમાં પણ બહુ શક્તિ છે. હીરો એ જડ છે, પણ આત્માને એ જડ હીરો આકર્ષે છે. મુનિ હીરાથી નહિ ખેંચાય અને ગૃહસ્થ ખેંચાય, કારણ કે, મુનિએ પુદ્ગલની આધીનતા તજી છે અને ગૃહસ્થ પુદ્ગલની આધીનતા તજી નથી. એ જડ વસ્તુ, ચેતનવંતા આત્માને ખેંચે, રોવડાવે, પિટાવે, કજિયા કરાવે, એનું કારણ ? જડની આધીનતા-શક્તિ બેયમાં છે, પણ જડની શક્તિ જુદી અને ચેતનની શક્તિ જુદી. ચેતન જો ચેતનવંત બની જાય, તો જડ પાંગળું. જે શરીર ભોગનું સાધન, તે જ શરીર ત્યાગનું સાધન થઈ શકે. જે શરીર આત્માને સાતમીએ લઈ જાય, એ જ શરીર આત્માને મુક્તિએ પણ લઈ જાય. જડની સેવામાં પડેલો આત્મા તે જડને આધીન કહેવાય. જો જડ પોતાનું બને તો પોતે માલિક. મન, વચન અને કાયા, - આ ત્રણે યોગ છે આપણા. “આપણા છે' - એમ આપણે કહીએ પણ ખરા, પણ જો વિચારીએ તો આપણે એ ત્રણેના ગુલામ બન્યા છીએ. જંગલી ઘોડા મજાના, લાંબા, પહોળા, ઊંચા, કદાવર હોય પણ લગામ વિનાના. એવા ઘોડા પર સવાર થનારને એ ઘોડા ખાડામાં પાડી નાખે. Page #109 -------------------------------------------------------------------------- ________________ 989 -૭ : આત્માને સબળ બનાવો ! -27 - ૯૩ એમના મોંમાં લગામ નાખવામાં આવે અને હાથમાં લગામ આવે, તો એ ઘોડા કામના. તે જ રીતે મન, વચન અને કાયા - આ ત્રણ યોગરૂપી ઘોડાઓને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ લગામ નાંખો તો એ ત્રણે આપણા. ગમે તેવો ગાંડો હાથી હોય, પણ માલિક અંકુશ સાથે શિર ઉપર હોય, તો તે હાથીનું કાંઈ પણ ન ચાલે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપી લગામ નાંખો, તો મન, વચન અને કાયા ધારો તે કામ આપે. લગામ ગઈ કે હાનિ કરે. મહર્ષિ કુરગડુનું દષ્ટાંત : સંયમને ટકાવવા માટે શરીરને આહાર અપાય, પણ શરીર માગે તે નહિ : પિંડ પોષવા પૂરતો જ ! મુનિ પણ ખાય છે અને તમે પણ ખાઓ છો. ભેદ કયાં ? એકનું ખાવું, મોક્ષના સાધનને ટકાવવા માટે અને બીજાનું ખાવું એ પુદ્ગલપોષણ અને મોજશોખ માટે ! સંયમ અને સંયમના સાધનની રક્ષા માટે આહાર કરવા છતાં પણ, મુનિઓ “ખાવું એ સારું છે' - એમ માનતા નથી. શ્રી કુરગડુ મુનિને હાથમાં કોળિયો છતાં કેવલજ્ઞાન થાય છે, એનું કારણ? એમનો પૂર્વનો અંતરાય એવો છે કે મુનિ થયા પછી પણ નવકારશી પણ મુસીબતથી કરી શક્તા. ભલે પોતાથી તપનું સેવન નથી થતું, પણ તપસ્વીઓને જોઈને વિચારતા કે “આ તપસ્વીઓને ધન્ય છે, હું અધન્ય છું એ પુણ્યશાળી છે. હું પાપાત્મા છું : ક્યારે તપનો અંતરાય તૂટે અને તપ કરી શકું !' આ મુનિ આહાર કરતા ખરા, પણ ભાવના કઈ ? તપનો અંતરાય ક્યારે તૂટે એ જ ! પરિણામ એ આવ્યું કે તપસ્વી રહી ગયા અને તેઓ ખાતાં ખાતાં કેવલજ્ઞાન પામ્યા. પર્વ દિવસે તેઓ ભિક્ષા લઈને આવ્યા, ત્યારે માસક્ષમણના તપસ્વી એવા ત્રણ મુનિઓએ કહ્યું કે “આજે પણ આહાર?” એમ કહી એમના પાત્રમાં ઘૂંક્યા. શ્રી કુરગડુએ વિચાર્યું કે મહર્ષિઓના મુખામૃતની પ્રાપ્તિ થઈ. ત્યાં જ ભાવનાની વૃદ્ધિને યોગે શ્રી કુરગડુ મુનિવરને કેવલજ્ઞાન થયું. પુદ્ગલની આધીનતા તૂટે અને આત્મા બળવાન થાય, ત્યારે કર્મ બાળવા માટે અંતર્મુહૂર્તની જરૂર છે. અંતર્મુહૂર્તમાં જ ચારે ઘાતી કર્મનો નાશ થાય છે, અને કોઈ કોઈને તો આઠેય કર્મનો અંતર્મુહૂર્તમાં નાશ થાય છે. શ્રી કુરગડુ મુનિ આહાર લેતા હતા, પણ ભાવના કઈ ? - એ જ વિચારવાનું છે. સંયમને ટકાવવા માટે આહાર કરતા ! તે મહાજ્ઞાની મુનિવર Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - 370 પુલ નહોતા ગ્રહણ કરતા એવું ન હતું, પરંતુ જે પણ ગ્રહણ કરતા તેના દ્વારા ત્યાગની તૈયારી કરતા હતા. એટલે જ એ રીતે કેવલજ્ઞાનને ઉપાર્જી શક્યા. ઉદ્યમ પહેલો કે ભાગ્ય પહેલું? સભા : ભાવસ્થિતિ પરિપક્વ થાય ત્યારે એ બનેને? એ બધી વાત જ્ઞાની જોઈ શકે. પાંચ કારણ વિના કાર્ય ન થાય. પણ સમ્યગ્દર્શન પામ્યા પછી મુખ્યતા ઉદ્યમની છે. બધું એમાં આવી જાય. ભવિતવ્યતા માનીને ઉદ્યમ જ ન કરે તો એ પણ એક કારણનો લોપ થાય. પાંચ કારણમાં ઉદ્યમ પણ એક કારણ છે. સમ્યગ્દષ્ટિ માટે પ્રધાનતા ઉદ્યમની હોય. બે જણા જતા હોય : એક આંધળો અને એક દેખતો. આંધળો ટિચાય, થાંભલે ભટકાય, પડી જાય તો જોનારને દયા આવે, ઊભો કરે, રસ્તે પણ ચડાવે અને વાગ્યું હોય તો પાટો પણ બાંધે. દેખનાર જો ટિચાય તો એને જોનાર ઊલટો કહે કે “ભાળતો નથી? છતી આંખે કાં ટિચાય છે?” એમ જ સમ્યગ્દર્શન પામ્યા પછી જીવ-અજીવનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, કર્મની સત્તા તથા તેના ઉદયાદિકનું સ્વરૂપ બધું સમજાય, કર્મ નિષ્ફળ કરવાની રીત સમજાય, છતાં પ્રયત્ન ન કરે તો સમ્યગ્દર્શનને હાનિ જ કરે, છતી આંખે અંધાપો લેવાની ક્રિયા જેવું થાય. જો ભવિતવ્યતાની જ વાત કરો, તો વ્યવહારમાં પણ એ વાત કરો ને ! પૈસા મળવાના હશે તો મળશે, શું કામ મહેનત કરો છો ? રોટલી આપોઆપ આવશે, ભાણું એની મેળે આવશે, છતાં ત્યાં તો પ્રયત્ન જારી રાખો છો. એવી રીતે અહીં પણ પ્રયત્ન જારી રાખો તો આત્મા જાગ્રત થયો કહેવાય. મન વશ કરવા માટે વચન તથા કાયા પહેલાં વશ કરવાં જોઈએ. એ વાત ખરી કે મન વશ થયા વિનાની ક્રિયા જોઈતું ફળ આપી શકતી નથી. મનશુદ્ધિ વિનાની ક્રિયા જોઈતા લાભ ન આપે, પણ મનશુદ્ધિ માટે વચનશુદ્ધિ તથા કાર્યશદ્ધિની ખાસ જરૂર છે. કાયિક ક્રિયા વિના છૂટકો જ નથી. શરૂના અભ્યાસ માટે વચન તથા કાયાને મુખ્યતા આપી શકાય છે. સભા : મન વશ કરવા શું કરવું? જ્ઞાની પુરુષોએ જે જે ક્રિયાઓ વિહીત કરી છે, તે બધી જ ક્રિયાઓ બહુમાનપૂર્વક કરવાની. શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં શ્રી ક્ષમાવિજયજી મહારાજાએ કહ્યું છે કે, Page #111 -------------------------------------------------------------------------- ________________ 371 ૭ : આત્માને સબળ બનાવો ! – 27 66 ‘કારણ જોગે કારજ નીપજેજી, ક્ષમાવિજયજી જિન આગમ રીત રે.” આત્માએ પોતાના શુદ્ધ સ્વરૂપને વિકસિત કરવું હોય, તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમય બનવું જોઈએ : પણ સંસારમય બન્યું ન ચાલે ! આત્મા જાગ્રત થયો કે ઉદ્યમની પ્રધાનતા થાય જ. નિકાચિત કર્મો છોડતાં નથી, પણ શાસ્ત્ર કહે છે કે શુક્લ ધ્યાનરૂપી તપ તો નિકાચિત કર્મને પણ તપાવે છે. ધ્યાન જેવો એક પણ ઉદ્યમ નથી. ઉદ્યમનો અર્થ દોડાદોડ કરવી તે નહિ, પણ ઉદ્યમનો અર્થ, આત્માની જાગૃતિ વિશેષ. ભગવાન શ્રી મહાવીરદેવને સાડા બાર વર્ષ સુધી એ છદ્મસ્થ સંયમકાળમાં ભયંકર ઉપસર્ગ થયા, ખીલા ઠોકાયા, પણ આત્માની જાગૃતિ સાચવી રાખી : એ જ આત્માનો ઉઘમ. આત્માના સ્વરૂપમાં એકસરખી લીનતા એ જ આત્માનો ઉદ્યમ. આત્માની સાથે વળગેલાં કર્મોને છૂટાં કરવાના ઉદ્યમ સામે ગમે તેવી સ્થિતિ ઊભી થાય તો પણ વાંધો નહિ. જે ઉદ્યમથી કર્મ ખસે તે ઉદ્યમ. એ વખતે જો ભગવાન સામાની કાનપટ્ટી પકડી પૌદ્ગલિક બળ દેખાડે તો કર્મથી છૂટવા માટે ધ્યાન છૂટે ક્યાંથી ? કર્મ ખસેડવાનો ઉદ્યમ તે આત્માનો ઉદ્યમ. કર્મથી છૂટવા માટે ધ્યાન જેવો એક પણ ઉઘમ નથી. વ્યવહારમાં પણ મજૂરને બહુ તો રોજના બે રૂપિયા કે પાંચ રૂપિયા મળે, જ્યારે વિચારશીલને સેંકડો રૂપિયા મળે અને હજારો પણ મળે. ધ્યાન તો કર્મક્ષય મોટેનો ઊંચામાં ઊંચો ઉદ્યમ છે. ભગવાન, ખીલા ઠોકાયા ત્યારે શુભ ધ્યાનથી ચળ્યા નહિ, એ એમનો મોટામાં મોટો ઉદ્યમ. શક્તિનો અતિરેક પણ ન હોય : ૯૫ સભા : સહન કરવા અસમર્થ હોય એ શું કરે ? જ્ઞાની કહે છે કે, તાકાત ન હોય એણે ઉપસર્ગના સ્થળેથી આઘે ખસી જવું. કદાચ આવી પડે અને મક્કમતા ન રહે, તો મૂળ વસ્તુ સાચવીને - એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સાચવીને - દૂર કરવાના પ્રયત્ન પણ કરે. ઘણા કહે છે કે, ‘કર્મ ખપાવવા ભગવાન લાટ જેવા અનાર્ય દેશમાં ગયા, તો તેમના સાધુઓ કેમ તેવા દેશમાં જતા નથી ?' ભગવાનના સાધુઓ કહે છે કે, ‘અમે ન જઈએ, કારણ કે, ભગવાનમાં જે તાકાત હતી, તે અમારામાં નથી.' Page #112 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ભગવાન શ્રી આર્યસુહસ્તિ મહારાજાને શ્રી સંપ્રતિ મહારાજા વિનયપૂર્વક પૂછે છે કે - ૭ . ૨ ‘વાપિ શ્રમના તે, મવત્રાર્વલેશવત્ । अनार्येष्वपि देशेषु, विहरन्ति कुतो न हि ।। १ ।। ' ‘હે ભગવન્ ! આ સાધુઓ જેમ આર્યદેશમાં વિચરે છે, તેમ કોઈ પણ વખત અનાર્ય દેશોમાં કયા કારણથી વિચરતા નથી ?” આ પ્રશ્નના ઉત્તરમાં દશપૂર્વના સ્વામી ભગવાન્ શ્રી આર્યસુહસ્તિ મહારાજા ફરમાવે છે કે, ‘વ્યા સૂરયોડનાર્થ-લેશેાજ્ઞાનત: સા । જ્ઞાન-વર્શન-ચારિત્રાવૃત્સવૃત્તિ ન પાર્થિવ ! ।। શ્ ।।' ‘હે રાજન્ ! સદાને માટે આચારાદિકની અજ્ઞાનતાના કારણે અનાર્ય દેશોની અંદર જ્ઞાન, દર્શન અને ચારિત્ર વૃદ્ધિ પામતાં નથી.’ 372 આ ઉત્તર સાંભળી પરમાર્હત્ શ્રી સંપ્રતિ મહારાજાએ વિનવ્યું કે, ‘હે ભગવન્ ! આપ સાધુઓને મોકલીને અનાર્ય દેશોમાં પણ આચારોની સુંદરતાને જાણો તો ખરા !' મતલબ એ જ કે શ્રી સંપ્રતિ મહારાજાએ પ્રથમથી જ એ કાર્યવાહી કરી લીધી હતી, અર્થાત્ બન્ને વસ્તુતત્ત્વના જ્ઞાતા હતા. અત્યારે તો એવી દશા છે કે ‘ઉપસર્ગના યોગે કર્મક્ષય થાય' - આ વાત લઈને તેવા પ્રકારની શક્તિ ન હોવાં છતાં પણ ઉપસર્ગ ન આવે તો લાવવાની પેરવી કરવામાં આવે છે ! આવી વૃત્તિવાળાઓ તો સુષુપ્ત જ્વાલામુખી ફાટવાનો પ્રયત્ન કરનારા હોઈ, સ્વ-પર ઉભયના હિતનો નાશ કરનારા છે. કોઈ પણ વાત કરતાં પહેલાં સાધ્ય વસ્તુ ખાસ વિચારવી અને આત્મસામર્થ્ય તપાસવું. શાસનની રક્ષા માટે પણ સામર્થ્ય જોવું : સામર્થ્ય ગોપવે તે વિરાધક તેમજ સામર્થ્ય ન હોય ને કરવા જાય તો કદાચ એવી સ્થિતિમાં પણ આવે, કે આરાધનાને બદલે વિરાધના લાવે. જ્ઞાની કહે છે કે, ઉપસર્ગને ટાળવા યોગ્ય પ્રયત્ન કરવો : ટાળવા છતા ટળે તેવો નથી એમ લાગે તો થાય તે ખરું કહી બેસી જવું જોઈએ, પણ મૂળ વસ્તુ તે રત્નત્રયી ન મુકાય : તત્ત્વત્રયીની ઉપાસનાને હાનિ ન પહોંચાડાય ! રત્નત્રયી એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર : અને તત્ત્વત્રયી એટલે શ્રી અરિહંતદેવ, નિગ્રંથ ગુરુ અને શ્રી અરિહંતદેવે કહેલો ધર્મ ! અપવાદ હોય એવો પ્રસંગ આવે કે રાજા વગેરેની આજ્ઞાથી ક્રિયા કરવી પડે, ત્યાં અપવાદ, પણ ત્યાંયે મનશુદ્ધિ તો હોય જ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭ : આત્માને સબળ બનાવો ! - 27 શ્રી કાર્તિક શેઠે રાજાની આજ્ઞાથી તાપસને પારણું કરાવ્યું. પણ હૃદયમાં શું હતું ? તરત નિર્ણય કર્યો કે સંસારમાં રહ્યો તો રાજાની આજ્ઞા માનવી પડી ને ! માટે હવે તો અહીંથી છૂટીને સંયમ લેવું. સમ્યગ્દષ્ટિ આત્મા આવા પ્રસંગે આવો નિર્ણય કરે. 373 સમ્યક્ત્વની ત્રણ શુદ્ધિ છે. તે ત્રણ શુદ્ધિનું નિરૂપણ કરતાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે ગુજરાતી ભાષામાં પોતાની રચેલી શ્રી સમ્યકૃત્વના સડસઠ બોલની સજ્ઝાયમાં કહ્યું છે કે “ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલી મનશુદ્ધિ રે; શ્રી જિન ને જિનમત વિના રે, જુઠ સકલ એ બુદ્ધિ રે. ચતુર વિચારો ચિત્તમાં રે. ૧ બીજાથી નવિ થાય રે; વચનશુદ્ધિ કહેવાય રે. ચતુર વિચારો ચિત્તમાં રે. ૨ છેદ્યો ભેદ્યો વેદના રે, જે સહેતો અનેક પ્રકાર રે; જિન વિણ પરસુ૨ નવિ નમે રે, તેની કાયાશુદ્ધિ ઉદાર રે ચતુર વિચારો ચિત્તમાં રે. ૩” જિનભક્તે જે નવિ થયું રે, તે એવું જે મુખે ભાખીએ રે, તે ૯૭ સમ્યગ્દષ્ટિ આત્મા મનથી અને વચનથી તો શુદ્ધ રહી શકે છે, પણ કદાચ દાક્ષિણ્યતા આદિ કારણોએ કાયાથી ઝૂકી જવું પડે, પણ હૈયું તો ન જ ઝૂકવું જોઈએ. મનમાં તો વિચારે કે ‘હું પ્રમત્ત, હું અસમર્થ !’ અને વચનથી પણ એમ જ કહે. જો મન અને વચનથી પણ ગયો તો તો ખલાસ જ, ગયું જ સમજો. કમતાકાતના યોગે કદાચ કાયા જાય, પણ મન-વચન તો ન જ જવાં જોઈએ. આ ત્રણ શુદ્ધિ ન જાળવે કે જાળવવાની કાળજી ન રાખે, તે કઈ વખતે ધર્મને ઠોકરે મારશે, તે ન કહી શકાય. ભક્તિ કરતાં આશાતનાથી બચો ! ઉપરની શુદ્ધિઓના સેવનના અભાવે તમે જુઓ કે શ્રી જિનરાજ દેરાસરમાં, ગુરુ ઉપાશ્રયમાં ને ધર્મ આગમમાં, આવું દેખાય છે કે નહિ ? બહુલતયા આ વાત છે. તમારામાં તમારી પેઢી ઉપર, બજારમાં, તમારો ધર્મ ઇતર જોઈ શકે એવું શું છે ? ઠીક છે, તિલક છે એથી તમને જૈન માને, પણ જૈન તરીકેની વિશિષ્ટતા બતાવનારું શું છે ? તમારી ભાષા, વાતચીત Page #114 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - 374 કે કાર્યવાહીમાં કંઈ જોઈ શકે તેવું છે? હોય તો ઘણું જ સારું, વાંધો નથી, પણ એવી કોઈ કાર્યવાહી છે ? એવી કાર્યવાહી જુએ તો ઇતરને જરૂર થાય છે કે કોક ઊંચો ! તમે એમ કહો કે અમારા દેવ, ગુરુ અને ધર્મ ઊંચા. સામો ડાહ્યો હોય તો કહી દે કે “એ ઠીક, પણ મારા કરતાં તું કેટલો ઊંચો છે ?” આનો જવાબ વાળવાનું સામર્થ્ય છે ? શાસ્ત્ર કહે છે કે, દેવ, ગુરુ અને ધર્મની વાત કરનારો પોતાની સમજ, ભૂમિકા અને આચારોનો ખ્યાલ ન રાખે, તો ભક્તિ કરતાં આશાતના ઘણી કરે. શ્રી જિનેશ્વરદેવને પૂજનારો, નિગ્રંથ ગુરુઓને સેવનારો, અને એમના જ પ્રરૂપેલા ધર્મને માનનારો, અયોગ્ય કાર્યવાહીની પ્રશંસા કરી જ ન કરે. પરંતુ આજે તો અયોગ્ય કાર્યવાહી માટે ઠપકો દેવો, એ જ ભયંકર થઈ પડ્યું છે. વિચારો કે માણસાઈ કોનું નામ ? માણસ અને માણસાઈ ભિન્ન છે. શાસ્ત્ર કહ્યું છે કે, મનુષ્યનું શરીર દુર્લભ નથી, પણ મનુષ્યપણું દુર્લભ છે. માણસાઈ વિનાનો ભલે માણસ કહેવાય, પણ એ ખરેખર માણસ છે નહિ, - માત્ર આકૃતિ માત્રથી જ એ માણસ કહેવાય છે. એક પણ પ્રવૃત્તિ વગર વિચાર્યું કરે નહિ તેનું નામ માણસ. જ્યારે સામાન્ય મનુષ્યની આ સ્થિતિ હોય, તો હવે જૈનની કેવી હોવી જોઈએ ? જેમાં સ્વ-પર હિત ન સચવાય તેવું જૈનથી લખાય કે બોલાય ખરું ? અરે બેયનું ન સચવાય તો ભલે, પણ પોતાનું તો પારમાર્થિક હિત સાચવવું જોઈએ કે નહિ ? પારમાર્થિક સ્વહિત સાચવી પરહિત કરનારને જૈનશાસને ઉપકારી કહ્યો છે. સ્વહિતને આથું મૂકે, તે પરહિત શું કરી શકે ? પોતાના આત્માની ઉપેક્ષા કરે, તે પારકું ભલું કેમ કરી શકે ? દુનિયાદારીમાં એ ખરું કે પૌદ્ગલિક સંગ પોતે છોડી પારકાનું ભલું કરે, પણ આત્મા પોતાનું શું છોડે ? સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમાંથી શું મૂકે ? બીજાના ભલાના બહાને શ્રી અરિહંતદેવને આવા મૂકે, નિગ્રંથ ગુરુદેવને આઘા મૂકે, કે સમ્યગ્દર્શન આદિ ધર્મને આઘો મૂકે, તો પછી રહે જ શું ? એમ કરનાર તો સ્વ-પર ઉભયનો નાશક જ છે. સમજદાર આત્મા ગમે તેવા પ્રસંગે પણ પોતાનું પારમાર્થિક હિત ન ચૂકે અને તેમ થાય તો જ તે સ્વ-પરના હિતનો સાધક બની શકે. ગમે તેવા સંજોગોમાં પણ પરનો ઘાત થાય તેવો પ્રયત્ન, અનંતબલી આત્માનો ન હોય. Page #115 -------------------------------------------------------------------------- ________________ 375 ૭ : આત્માને સબળ બનાવો ! 27 શ્રી નેમનાથસ્વામી અને શ્રી કૃષ્ણ ! શ્રી નેમનાથસ્વામીએ જ્યારે સંયમ નહોતું લીધું ત્યારે જરાસંઘની સાથેના શ્રી કૃષ્ણના યુદ્ધમાં જવા માટે તેમને બધાએ કહ્યું. પોતે ગયા. સામાની અમુક શક્તિથી શ્રી કૃષ્ણની આખી સેના મૂર્ચ્છિત થઈ. શ્રી નેમનાથસ્વામી તથા શ્રી કૃષ્ણ ઉપ૨ તેની શક્તિ ન ચાલી. હવે જો એ શક્તિનો ઉપાય ન થાય. તો અમુક સમય બાદ સેના મરી જાય. શ્રી કૃષ્ણે શ્રી નેમનાથસ્વામીને ઉપાય પૂછ્યો અને શ્રી નેમનાથસ્વામીએ ઉપાય બતાવ્યો. શ્રી કૃષ્ણે કહ્યું કે ‘ઉપાય માટે હું જાઉં તો ખરો, પણ આટલી મોટી સેનાને સાચવે કોણ ? મારી ગેરહાજરીમાં એ આખી સેના ઉપર સેના ફેરવી દે તો ?' શ્રી નેમનાથ ભગવાને કહ્યું કે ‘સેના સાચવવાનું કામ મારું - એક પણ સૈનિક માર્યો ન જાય એની જોખમદારી મારે માથે.’ શ્રી કૃષ્ણજી ગયા. હવે અનંતબલના સ્વામી શ્રી નેમનાથ ભગવાન શું કરે છે તે જુઓ. ઇંદ્રે પણ તરત પોતાના સારથિને શસ્ત્રો સાથે રથ લઈને મોકલ્યો. ભગવાને આખી સેના ફરતો ૨થ ઘુમાવવા માંડ્યો. ૨થ એવા જોરથી ઘુમાવ્યો, કે સામી સેનાને ૨થ સિવાય કશું દેખાય જ નહિ. સામેથી શસ્ત્રો આવવા લાગ્યાં તેને, પોતે નિષ્ફળ કરતા ગયા અને પોતે એવી રીતે શસ્ત્રો ફેંકતા કે સામાનાં શસ્ત્ર કામ કરે જ નહિ. કોઈનો મુગટ ઉડાડી દેતા, તો કોઈનું બખ્તર ભાંગી નાખતા. ત્રણ દિવસ આ પ્રમાણે સેનાને સાચવી, પણ એક પણ લોહીનું ટીપું જમીન પર પડવા દીધું નહિ. અનંતબળવાળા ભગવાને બચાવ કર્યો, પણ આવેશમાં આવીને એક પણ પક્ષના એક પણ સૈનિકનું લોહીનું ટીપું પડવા ન દીધું. સામેની સેનાની અનીતિ હતી - સૂતેલા મૂર્છિત સૈનિકો ઉપર શસ્ત્રપ્રહાર, એ ખુલ્લી અનીતિ હતી, છતાં ભગવાનનો એક જ મુદ્દો કે, અનીતિ થવા ન દેવી અને બચાવ કરવો. અનંત બળવાળા આ રીતે વર્તે. ભગવાન મારવા ધારે તો વાર હતી ? પણ એ ધારે જ નહિ. સામી સેનાએ જાણ્યું કે આ તો શ્રી નેમનાથ સ્વામી પોતે છે, કે આપોઆપ બંધ થઈ ગયા. શાસ્ત્ર કહે છે કે, આવા આત્માઓને કષાય કે આવેશ ન હોય. ન જ્ઞાન, આરંભથી બચવા માટે મેળવો ! જ્ઞાની કલ્પતરુ, પણ ક્યારે ? વિનીત હોય તો ! રૂપવાન સદાચારી હોય તો કલ્પતરુ : સત્તાધીશ નીતિમાન હોય તો કલ્પતરુ : બળવાન ક્ષમાશીલ હોય તો કલ્પતરુ અને લક્ષ્મીવાન દાતાર હોય તો કલ્પતરુ ! વિનય વિનાનો જ્ઞાની, ૯૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – – 376 સદાચાર વિનાનો રૂપવાન, નીતિ વિનાનો સત્તાધીશ, ક્ષમા વિનાનો બળવાન અને ઉદારતા વિનાનો લક્ષ્મીવાન - આ પાંચે કલ્પતરુ થવાને બદલે કંટકતરું જેવા થાય છે. જે પાંચ દુનિયાને આશીર્વાદરૂપ નીવડે, તે જ પાંચ શાપરૂપ નીવડે ! વિનય એટલે કર્મક્ષય કરવાનો પ્રયત્ન. વિનયહીન જ્ઞાની શું કરે ? ઉત્પાત ! આજની ધમાલ , આરંભ, સમારંભ બધું શાથી થાય છે ? આજના કહેવાતા જ્ઞાનથી. એને જ્ઞાની કેમ કહેવાય? માટે તો શાસ્ત્રને કહેવું પડ્યું કે, સમ્યજ્ઞાન એ મુક્તિનું કારણ છે. | શ્રી ઉમાસ્વાતિજી મહારાજ કહે છે કે, સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્ર એ મોક્ષમાર્ગ અને એ “સમ્યગુ' શબ્દ ત્રણેને જોડવો' એમ કહે છે. આરંભ-સમારંભમાં કે દુનિયાના પદાર્થોની પ્રાપ્તિમાં જોડે તે જ્ઞાન, સમ્યજ્ઞાન નહિ. આરંભ-સમારંભ કે ધાંધલ આદિને કરાવનાર અને કથાપ્રકારની કળા શીખવાડનાર જ્ઞાન તે મુક્તિદાયક નથી, પણ સંસારવર્ધક છે. માબાપ ક્યાં સારાં ? દુકાન કઈ સારી ? આડતિયો ક્યો સારો ?' - આ બધામાં તો જવાબ આપો કે “પોષક હોય તે !' છોકરા માટે પણ કહો કે છોકરો સારો હોય તો ઠીક, નહિ તો વાંઝિયા રહેવું સારું.’ તો અહીં જ્ઞાનની વાતમાં “સારું ખોટું નહિ જોવાનું એમ ? બધું જ જ્ઞાન લઈએ, તો તો નખ્ખોદ નીકળી જાય. ચોરીમાં અને લૂંટફાટમાંયે જ્ઞાન તો જોઈએ જ છે. સાર્થવાહને કેમ ઘેરવો અને માલ લૂંટી લઈ કેમ ચાલ્યા જવું, એમાં પણ જ્ઞાન તો જોઈએ છે. દુનિયાની કઈ વસ્તુમાં જ્ઞાન ન જોઈએ ? શાસ્ત્ર કહે છે કે, એ બધું જ્ઞાન સંસારવર્ધક. જીવાદિનું જ્ઞાન પણ આરંભના અખતરા માટે નહિ, પણ આરંભથી બચવા માટે છે. એટલા માટે તો શાસ્ત્ર લખ્યું કે સંસારની પિપાસા ઘટી હોય તો શાસ્ત્ર વાંચજો, નહિ તો આઘા રહેજો. આગમમાં તો બધુંયે લખ્યું છે. વિવાહના પ્રકાર પણ લખ્યા પણ તે કરવા માટે નહિ. બતાવ્યું કે બ્રહ્મચર્ય મહાધર્મ છે, એ ન પાળી શકાય તો વધુ અનર્થ ન થાય એટલા માટે આ ઓછા અનર્થ કરનારા, લોકમાં યોગ્ય મનાયેલા પ્રકારો બતાવ્યા. જો વિવાહ કરવો પડે તો, “કરો” એમ નહિ, પણ કરવો જ પડે તો પેલા વધુ અનર્થ કરનારા પ્રહારોથી બચો, એમ જણાવ્યું : પણ વિવાહ કરવો જ જોઈએ એમ શાસ્ત્ર નથી કહ્યું. Page #117 -------------------------------------------------------------------------- ________________ 3rd -૭ : આત્માને સબળ બનાવો ! - 27 - ૧૦૧ ગૃહસ્થને પૈસો કેટલો જોઈએ ? “અતિ ઊના ઘીથી ચોપડેલું અનાજ અને સાંધા વગરનું વસ્ત્ર મળી શકે' - આટલા ધનને શ્રાવક ઇચ્છે. આથી અધિક ઇચ્છા કરે તો શ્રાવક પરિણામે ધર્મથી પડે. અધિક ઇચ્છાના પરિણામે તો અનીતિ, પ્રપંચ બધું આવે છે ને ? શાસ્ત્ર કહે છે કે, ધનને છોડો તો સારી વાત, નહિ તો ન્યાયને ભૂલતા નહિ. માટે “ન્યાયસંપન્ન વિભવ' - એ ગુણ લખ્યો. વિભવ’એ અનુવાદ છે અને “ન્યાય' એ વિધાન છે. અનુવાદ એટલે બોલાતો શબ્દ બોલવો તે. આ “ન્યાયસંપન્ન વિભવ' એ વાક્યમાં વિભવ રાખવો એવું વિધાન કરવા માટે “વિભવ' શબ્દ વાપર્યો નથી. “વિભવ'તો ગૃહસ્થો રાખવાના. આથી એનું કથન તો માત્ર અનુવાદરૂપ જ છે. જ્યારે ન્યાયસંપન્ન પદ દ્વારા ન્યાયસંપન્નતા ગુણનું વિધાન કરવામાં આવ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે વિભવ રાખવો જ પડે તો તે ન્યાયસંપન્ન હોવો જોઈએ.' નહિ કે “ન્યાયસંપન્ન એવો પણ વૈભવ રાખવો જ જોઈએ.” આથી સ્પષ્ટ એ થયું કે વિભવ રાખવો-એમ નહીં પણ “વિભવ રાખવો જ પડે તો તે ન્યાયસંપન્ન જ હોવો જોઈએ.” શેઠના છ પુત્રોનું દષ્ટાંત : એક રાજાએ એક દિવસે સ્ત્રીઓનો ખાસ ઉત્સવ હોવાથી હુકમ કર્યો કે, સૂર્યાસ્ત પહેલાં પુરુષ માત્રે બહાર નીકળી જવું અને બીજે દિવસે સૂર્યોદયે આવવું. એક શેઠના છ દીકરાને કાર્યવશાત્ મોડું થયું. નીકળતાં નીકળતાં સૂર્યાસ્ત થયો. બહાર જવા નીકળ્યા એટલે દરવાજા બંધ થયા. ખાળમાં ભરાણા, પણ રાત્રે પહેરેગીરે પકડ્યા. સવારે રાજાએ એમને ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. એમનો બાપ શ્રીમંત હતો. એ રાજા પાસે આવ્યો અને કહ્યું કે “રાજનું ! ઘર, બાર, મિલકત જોઈએ તે લો, પણ મારા છયે દીકરાને મુક્ત કરો !કહે કે નહિ, હું છને તો મુક્ત નહિ કરું' - ત્યારે શેઠ શું કહે ? – “સાહેબ, છને મુક્ત કરો તો સારી વાત, નહિ તો પાંચને મુક્ત કરો !' રાજા પૂછે કે કોને મારું ? તો શેઠ શું કહે ? આને મારો' એમ કહે ? એ તો એમ કહે કે, “સાહેબ ! મારવાની વાત પૂછવાની હોય ? હું તો વિનંતી કરું છું કે એકેને ન મારો, છયેને મુક્ત કરો, પણ આપ ના પાડો છો ત્યારે કહું છું કે પાંચને મુક્ત કરો.” એમ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 378 કરતાં ચાર, ત્રણ, બે અને એક છોકરા સુધી રાજાની સાથે વાતમાં શેઠ કહે, પણ એ વખતે એક પણ છોકરાને મારવાની એની ભાવના છે ? નહિ જ. તેમ મુનિ પણ છ કાયના પિતાતુલ્ય છે, એટલે એ કાયના જીવો મુનિવરને પુત્ર સમાન ! મુનિ તો છ કાયની રક્ષા સમજાવે. ગૃહસ્થ કહે કે નથી બનતું, તો પછી ગૃહસ્થથી જે બને તેનો મુનિ નિયમ આપે. એટલે બાકીની છૂટ આપી એમ નહિ જ ! કારણ કે, મુનિ તો કહે છે કે એક પણ કાયને મરાય નહિ. મુનિ દેશવિરતિનાં પચ્ચખાણ આપે, એટલે બાકીની અવિરતિની છૂટ આપી એમ ? નહિ જ, કારણ કે મુનિ તો પ્રથમથી સર્વવિરતિની વાત કરે, અસામર્થના યોગે એનાથી સર્વવિરતિ ન બને, તે કારણે તે જે માગે તે આપે. મુનિ જો નૂતનને આ બધું ન સમજાવે, ન સૂચવે, તો ગૃહસ્થની અવિરતિના પાપનો ભાગીદાર થાય. દુનિયાની કઈ ક્રિયા એવી છે, કે જેમાં હિંસા નથી? તો પછી દુનિયાદારીની કોઈ પણ ક્રિયામાં ‘હશે, કરો” એમ મુનિથી કેમ કહેવાય ? છકાયના પિતાતુલ્ય મુનિથી એમ ન જ કહેવાય. તમે મુનિવરોને છ કાય જીવના પ્રતિપાલક લખો છો, તો સાચા દિલથી કે નહિ ? જો સાચા દિલથી હોય તો દુનિયાદારીનાં કાર્યોમાં એવું કહેવરાવવા તમે ન જ ઇચ્છો ! કાગળમાં તો લખો છો કે તરણતારણ જહાજ' તો જહાજનો અર્થ શું ? સભા : સંસારસાગરથી તારે તે. તે શું ? દીક્ષાને ! તો પછી એવો વિરોધ હોય ? નહિ જ. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮ઃ ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ 28 • ધર્મકથા • અંતિમ ધ્યેય-ચારિત્ર: • મહત્તા, ચરણકરણાનુયોગની ! • ધર્મ, મુક્તિની અભિલાષાએ કરો ! • હેતુ અને દષ્ટાંત બંને જરૂરી છે : • મુનિ ભાવાનુકંપાના ધણી છે ! • મૂચ્છ ઉતારવા માટે દાન છે : • શ્રી તીર્થંકરદેવનો વાદ ન લેવાય : • જ્ઞાનીનાં વચનોના ભાવ સમજો : • શાસ્ત્રને શસ્ત્ર ન બનાવો ! • ત્યાગ કરનારની પાછળ થતા રુદનનું પાપ કોને? વિષય : ચાર અનુયોગમાં મહત્ત્વ તો ચરણકરણાનુયોગનું જ, બાકીના એના માટે જ ! ગત પ્રવચનમાં પરમાત્માના વચનના ચાર પ્રકાર અર્થાતુ અનુયોગ બતાવ્યા બાદ એ ચાર અનુયોગમાં મહત્ત્વ કોનું તે સમજાવી રહ્યા છે. દ્રવ્યોની વાતો, ગણિતની રમઝટ અને ઇતિહાસ કે કથાનો વિસ્તાર પણ ઉપયોગી ત્યારે જ કે જ્યારે એથી જીવ આચારધર્મમાં પ્રવર્તે. જો એ ન થાય તો અનુયોગનો હેતુ જ માર્યો જાય. એ પાપાનુયોગ બની જાય. ઉપદેશકની અને શ્રોતા બંનેની ખામીને લીધે આવું બની શકે. માટે દરેક અનુયોગનું અંતિમ લક્ષ્ય ચારિત્ર જ હોવું જરૂરી છે. આ જ વાત સ્પષ્ટ કરવા - ધર્મમુક્તિની જ અભિલાષાથી કરવાની વાત કરી, ઉપદેશમાં મુનિનો અધિકાર શો ? દાન શા માટે ? તીર્થકરે જે કર્યું એ આપણે નથી કરવાનું પણ કહ્યું તે જ કરવાનું વગેરે બાબતોની છણાવટ કરી છે. શાસ્ત્રમાંથી પણ ફાવતું પકડનારા કેવું આત્મનુકસાન નોતરે છે, તે સમજાવા શ્રી આદિનાથ - શ્રી નેમિનાથ - શ્રી મહાવીર પ્રભુના લગ્નાદિ જીવનપ્રસંગોનો પ્રસંગોપાત્ત ઉપયોગ કર્યો છે. મુવાક્ષાગૃત • કમભાગ્ય આત્માઓનો સ્વભાવ જ એવો કે, ઉત્તમ સાધનોને પણ નાશનાં સાધન બનાવે. • ચારિત્ર એ જ એક અંતિમ ધ્યેય છે અને તે પણ આત્માની સંસારથી મુક્તિ થાય માટે જ. • પાપ તરફ અભાવ થાય અને ધર્મ પ્રત્યે સદ્ભાવ થાય એવી કથા, તે ધર્મકથા છે. • હિતકર વસ્તુ સાંભળવા મળે ત્યારે આત્મા તન્મય બનવો જોઈએ. ૦ હિતકર શિક્ષા આપવામાં આવતી કટુતા મધુર લાગવી જોઈએ. • ઉન્માર્ગનું ઉન્મેલન થાય અને સન્માર્ગનું સ્થાપન થાય એવું વચન એટલે ભાષાસમિતિ ! • યથેચ્છ વિચાર એ ધર્મ નથી પણ ‘આપ્તવચન' રૂપ આગમને અનુસરતા શુભ વિચારોને જ ધર્મ કહ્યો છે. • મરતાં ઉત્તમ ક્રિયાને લાભ અનુમોદના હોય તો મળે અને પાપની ક્રિયાનો જો ત્યાગ ન કર્યો હોય તો વગર અનુમોદનાએ પણ હિસ્સો લાગે. - માતાપિતાનાં આંસુના સાગરમાં ન ડૂબતાં, રોતાં મૂકીને પણ જાય, અને પોતે સન્માર્ગે જોડાઈ માતાપિતાને પણ સન્માર્ગે વાળે, તો જ માતાપિતાના ઉપકારનો સાચો બદલો વળી શકે તેમ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ ધર્મકથા અને વિક્થાનો તફાવત ઃ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરીશ્વરજી ફરમાવી ગયા કે રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા અને એટલા જ માટે શારીરિક તથા માનસિક દુ:ખના ઉપનિપાતથી પીડાતા સઘળા સંસારી જીવોએ, એ દુઃખ તથા દુઃખના મૂળ કારણભૂત રાગ, દ્વેષ તથા મોહને દૂર કરવા માટે હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. એ જ્ઞાન ન મળે ત્યાં સુધી રાગ, દ્વેષ તથા મોહ જાય નહિ. એ જાય નહિ ત્યાં સુધી દુઃખ ઓછું થાય નહિ અને સુખની ભાવના સફળ થાય નહિ. હેય તથા ઉપાદેય પદાર્થોના જ્ઞાન માટે જે વિવેકની જરૂર છે, તેને માટે શ્રી અરિહંત ભગવાન જેવા આપ્તના ઉપદેશની આવશ્યકતા છે. અર્હ તે, કે જેમનામાં રાગ, દ્વેષ અને મોહ સર્વથા ન હોય, એ શ્રી અરિહંત ભગવાનની વાણીને ચાર વિભાગમાં વહેંચવામાં આવી તે કાલે કહી ગયા. ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ તથા ચરણકરણાનુયોગ.' - આ ચારે અનુયોગો પૈકીના ‘ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ’ -આ ત્રણે અનુયોગો ચોથા ચરણક૨ણાનુયોગની સિદ્ધિ માટે છે, એ પણ જોયું. જીવોને ધર્મમાર્ગે વાળે તે ધર્મકથા, પાપમાર્ગથી ખસેડી ધર્મમાર્ગે જોડે તે ધર્મકથા, પાપથી કંપારી પેદા કરાવનારી અને ધર્મ તરફ સદ્ભાવ ઉત્પન્ન કરાવનારી જે કથા તે ધર્મકથા, જે કથાથી પાપ તરફ અરુચિ પેદા થાય અને ધર્મ તરફ રુચિ પેદા થાય તે ધર્મકથા ! આવી કથાઓ જેમાં હોય તે ધર્મકથાનુયોગ. જે કથાથી પાપ તરફ અરુચિ પેદા ન થાય તથા ધર્મ તરફ રુચિ પેદા ન થાય, તે ધર્મકથા ન કહેવાય. શ્રી શાલિભદ્રજીની તથા શ્રી શ્રેણિક મહારાજા વગેરે રાજાઓની કથા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28 ક૨વાની તથા તેમની રાજઋદ્ધિનાં વર્ણન કરવાની ત્યાગીઓને શી જરૂર ? આ ત્યાગીઓ કાંઈ કથા લખનારા લહિયા નહોતા ! ભગવાન શ્રી ગણધ૨દેવો, ચૌદ પૂર્વધરો અને અન્ય શ્રુતધરો, આ બધાય ત્યાગી જ હતા. ઘર-બાર, કુટુંબકબીલો, સુખ-સાહ્યબી, પૈસો-ટકો અને મા-બાપ સુધ્ધાં મૂકીને કેવળ મુક્તિમાર્ગની આરાધના માટે જ નીકળેલા, ત્યાગી મહર્ષિઓને આવાં વર્ણન ક૨વાની જરૂર શી ? ગૃહસ્થોની કથા કરવાનું પ્રયોજન શું ! મહેલ, બંગલા, બગીચા કે સોનૈયા આદિનાં વર્ણન કરવાનો હેતુ શો ? આ બધું કલ્યાણના અર્થી આત્માઓએ વિચારવું જ જોઈએ. એવા જ્ઞાની અને પરમ ત્યાગી પુણ્યપુરુષો એ બધી વસ્તુઓનું કે ગૃહસ્થાવાસમાં રહેલાઓનું વર્ણન વિના કારણે કરે જ નહિ. એ બધું વર્ણવવાનો હેતુ જ્યાં સુધી વિચારવામાં કે સમજવામાં ન આવે, ત્યાં સુધી ધર્મકથા કરવાનો કે સાંભળવાનો હેતુ કદી જ સફળ ન થઈ શકે, ઊલટું વિપરીત પરિણામ જ આણે. એ જ હેતુથી ઉપકારી પુરુષોએ ફરમાવ્યું કે ત્રણે અનુયોગોની સફળતા, ચરણકરણાનુયોગને આધીન છે. જો એ ન આવે તો ત્રણમાંથી એકે અનુયોગની સફળતા સિદ્ધ થતી નથી. કાં તો ચરણનો અમલ આવે, કાં તો ચ૨ણ ઉપર પ્રીતિ થાય, અથવા ચરણ વિના છૂટકો જ નથી એમ થાય, તો તો ત્રણે અનુયોગ સફળ થાય, એ ખ્યાલ આવી જશે તો સમજાશે કે સાધુએ વ્યાખ્યાન શું કામ વાંચવું, તથા સાંભળનારે શું કામ સાંભળવું. 381 યુદ્ધની, વિષયભોગની, રંગરાગમાં અમુક અંશે રાચતામાચતાઓની કથાઓ, માબાપને પણ તજીને આવેલા ત્યાગીઓ લખે શું કામ ? આનો હેતુ સમજાય તો જ ધર્મકથાઓનો મર્મ સમજાયો ગણાય. ૧૦૫ ધર્મકથાનુયોગમાં ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, રાજા, મહારાજા, મંત્રીઓ, શેઠ-શાહુકારોની કથાઓ શા માટે ? શ્રી સનતકુમાર ચક્રવર્તી, શ્રી કૃષ્ણ વાસુદેવ તથા શ્રી શ્રેણિક મહારાજા વગેરેની વાતો શા માટે ? એ જરા વિચારો ! એ કથાઓમાં કેવલ રાજઋદ્ધિ જ વર્ણવી છે, કે તે વર્ણવવા દ્વારા સુંદર ધ્યેય રજૂ કર્યું છે ? એ બધી કથાઓ લખવાનો ઉદ્દેશ જ એ છે કે ‘હેય અને ઉપાદેયનું વિવેકપૂર્ણ જ્ઞાન થાય, પાપ તરફ અરુચિ તથા ધર્મ તરફ રુચિ થાય અને પરિણામે ભવ્ય આત્માઓ સંસારરૂપ બંધનથી છૂટીને મુક્તિપદ પામે.' કહેનાર જો આ ઉદ્દેશ ન જાળવે, તો એ કથા ધર્મકથા તરીકેનું કામ ન કરે, પણ વિકથા તરીકેનું જ કામ કરે. માટે ધર્મકથાના વાંચનારે ખાસ સાવધાની રાખવાની છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ અંતિમ ધ્યેય - ચારિત્ર : ધર્મી ગણાતા માણસો ધર્મક્રિયા કરતાં, એ ક્રિયા જોઈને જરા ચળવિચળ થનાર કોઈને જોઈને, અગર એ ક્રિયાથી કોઈ હીનભાગીને દુઃખ થાય એ જોઈને, પોતે કેમ ચળવિચળ થતા હશે ? અજ્ઞાન આત્માઓની ચળવિચળતાથી કે હીનભાગીના દુઃખદર્શનથી પુણ્યશાળી આત્માઓએ આરાધનાના માર્ગથી જરા પણ ચળવિચળ ન જ થવું જોઈએ. ભગવાન શ્રી મહાવીરદેવને પામીને કેટલાય આત્મા ધર્મ પામ્યા અને કેટલાય દુર્ગતિમાં ગયા. 382 પોતાની જાતને વિદ્વાન તરીકે ઓળખાવતા આજે ઘણા એવા અજ્ઞાનીઓ છે કે જે એવું પણ લખે, બોલે છે કે–– “શ્રી વીર પ્રભુ જંગલમાં ન ગયા હોત, ન વિચર્યા હોત, તો ગોવાળિયા વગેરે કર્મ બાંધત ? જંગલમાં વિચરીને પ્રભુએ નાહકનાં કર્મ બંધાવ્યાં શું કામ ? શ્રી સુધર્મા ઇંદ્રે પાસે રહેવાનું કહ્યું હતું છતાં પ્રભુએ ના શું કામ કહી ? એ હોત તો કોઈ કર્મ તો ન બાંધત ? પ્રભુએ નાહક બીજાને પાપનું કારણ શું કામ આપ્યું ? શ્રી વીરપ્રભુએ પોતાને જ કર્મ ખપાવવાં હતાં તો એકાંતમાં ગુપ્તપણે રહેવું હતું, પણ બીજાને કર્મ બંધાય એવું કારણ કેમ આપ્યું ?- આવા આવા પ્રશ્ન કરનારા ખરેખર જ અજ્ઞાન છે, કારણ કે કમભાગ્ય આત્માઓનો સ્વભાવ જ એવો છે કે, ઉત્તમ સાધનોને પણ નાશનાં સાધન બનાવે. એથી કાંઈ તેની કારણતા ઉત્તમ સાધનોમાં નથી આવી જતી, અને જો એમ માનવામાં આવે તો એક પણ આત્મા આ વિશ્વમાંથી મુક્તિને ન સાધી શકે, કારણ કે કમભાગ્ય આત્માઓની હાજરી શાશ્વતી છે. સુધર્મા ઇંદ્રે કહ્યું કે, ભગવાન ! આપને પ્રાણાંત ઉપસર્ગ થવાના છે, માટે હું રહું. ભગવાને સ્પષ્ટ ના કહી કે- “ન ભૂતો ન મવિષ્યતિ' તીર્થંકરો કદી પણ પારકાના બળે કેવલજ્ઞાન મેળવતા નથી. પોતાની ધર્મક્રિયાને અંગે જે મહત્તા હોવી જોઈએ તે ન હોય, તો ધર્મી આત્માઓ સર્વોત્તમ શ્રેય સાધે જ શી રીતે ? ધર્મકથામાં આવે છે કે પુણ્યવાન આત્માઓ બ્રહ્મચારી બને, દાતાર બને, તપસ્વી બને, અને એમને જોઈને કોઈ કોઈ હીનભાગી આત્માઓ કર્મબંધ કરે, તેવે સમયે પણ જે ધર્મીઓએ પોતાપણું ન છોડયું, તેઓ જ ધર્મ આરાધી મુક્તિએ ગયા છે. ઘરમાં, બજારમાં બધે તમે રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, ભોજનકથા તો Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ – ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્વ - 28 – - ૧૦૭ કરો છો અને અહીં પણ એ જ થાય તો એ બે વચ્ચે ફરક શું ? રાજા હતો, રાણી હતી, છોકરાં જન્મ્યાં, ગાદીએ બેઠો, મરી ગયો, મસાણે ગયો, સળગી ગયા, લડાઈ થઈ, તોપગોળા ફૂટ્યા, મારપીટ થઈ, ધમાચકડી થઈ, - આ તો બધું આજે પણ થઈ રહેલ છે, પણ ધર્મકથાનું પરિણામ શું ? જો પરિણામ ન આવે તો, આંખમાંથી પાણી નીતરવું જોઈએ. સાંભળ્યા છતાંયે હતા તેવા ને તેવા શિથિલતાનાં પૂતળાં જેવા જ રહો. અને “હશે ત્યારે હશે ત્યારે” – એમ કર્યા કરો, એ તો ભયંકર જ ગણાવું જોઈએ. શરદી એ ભયંકર છે. ગરમીના તો ઉપાય છે પણ શરદીના તો ઉપાય પણ નથી મળતા. ભયંકર શરદીથી ન બચાય. ચિકિત્સકો પણ કહે છે કે ગરમીનો વાંધો નહિ, પણ જો વધુ પડતી શરદી થઈ જાય, તો તો વિચારવાની વાત. તેમ ધર્મી પણ શિથિલ ન હોવો જોઈએ. માટે ધર્મીની ધર્મક્રિયામાં દઢતા કેટલી જોઈએ ? - એ વિચારવું ઘટે. જો એ સમજાઈ જાય, તો અનુયોગ ફળે, નહિ તો વાંચનાર વાંચે ને તમે “જી સાહેબ' કહો, એમાં પરિણામ શું આવે ? હું તમને શ્રી શાલિભદ્રની કથા તો કહું, પણ પછી પૂછું કે “સાંભળ્યું શું? ધાર્યું શું ? અને નિર્ણય શો કર્યો ?' કારણ કે દરેક કથાના ઉપસંહારમાં કહેવાય છે કે અયોગ્યને તજો અને યોગ્યનો સ્વીકાર કરો. હવે મારા તે પ્રશ્નોના ઉત્તરમાં કહો કે “ઋદ્ધિસિદ્ધિનું વર્ણન બહુ જ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને ધાર્યું તથા નિશ્ચય પણ નવાણું પેટીઓ મેળવવાનો કર્યો' - તો અમારો ને તમારો મેળ કેમ મળે ? અને શાસ્ત્રકારના આશયને તમે ઝીલ્યો, એમ કેમ કરીને કહેવાય ? કારણ કે શાસ્ત્રકારનું ધ્યેય હેયનો ત્યાગ કરાવી ઉપાદેયને અંગીકાર કરાવવાનું છે અને અમારી પણ મહેનત તે જ માટે હોવી જોઈએ, અને આ જ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓના કથન મુજબ અમો કહીએ છીએ કે “ત્રણે અનુયોગોનું પરિણામ ચોથો “ચરણ કરણાનુયોગ' છે.” ચોથા યોગ પ્રત્યે રુચિ ન થાય, તો ત્રણે યોગ નિષ્ફળ પ્રાયઃ છે. શ્રી જિનેશ્વરદેવે બધું કહ્યું, કથાઓ પણ કહી, ગણિત પણ કહ્યું, સંખ્યાવાર વસ્તુઓ કહી, વસ્તુનાં સ્વરૂપ કહ્યાં, એક પણ વસ્તુ રહેવા ન દીધી. આત્મા કેટલા અને કેટલા પ્રકારના ? ક્યાં ક્યાં રહે ? કેવી રીતે રહે? કઈ રીતે ઉત્પન્ન થાય ? કઈ રીતે મરે ? પરિવર્તન કેવા કેવા પ્રકારે પામે ? - આ બધી પંચાતમાં શ્રી જિનેશ્વરદેવો એ જ માટે ઊતર્યા કે આત્મા આ બધું જાણે તો જ સાચા માર્ગે આવી શકે. આથી જ તમે કહેલી સઘળી વસ્તુઓના હેતુઓને વિચારો અને Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 384 વિચારશો તો સમજી શકશો કે ચારિત્ર એ જ એક અંતિમ ધ્યેય છે અને તે પણ આત્માની આ સંસારથી મુક્તિ માટે જ છે. ધર્મ, મુક્તિની અભિલાષાએ કરો ! કોઈ તમને પૂછે કે દુકાન, નોકર-ચાકર, ગાદી-તકિયા, ફર્નિચર, ટેબલ, ખુરશી, આ બધું શા માટે ? અને ભાડું ભરીને આ બધી ધાંધલ શા માટે ? માલનો આટલો બધો ઢગલો શું કામ કર્યો છે ?' ત્યાં તો તમે એમ ઝટ કહી દો કે, “કમાઈને સુખી થવા માટે' એ જ રીતે શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધરદેવો અને પૂર્વધર વગેરે મહર્ષિઓએ આ કહ્યું એનું એક જ કારણ કે તમે બધા ચરણકરણાનુયોગમાં આવી અને મુક્તિપદ સાધી શકો. ભવ્યો ઉપર ઉપકાર કરવા માટે જ આ બધું કહ્યું અને એ કહેવાનો એક જ પવિત્ર હેતુ કે દરેક આત્માઓ આશ્રયમાંથી નીકળી સંવરના સેવક થઈ મુક્તિએ જાય. ધર્મકથાનો પણ હેતુ એક જ કે કથા સાંભળી સાંભળનારને પાપ તરફ અભાવ થાય અને ધર્મ તરફ સદ્ભાવ જાગે. રાજ-ઋદ્ધિ-સિદ્ધિ આદિ દુનિયાની સઘળી વસ્તુ હેય તરીકે ભાસે અને રત્નત્રયી ઉપાદેય તરીકે ભાસે, તથા મુક્તિ એ સાધ્ય બને. કથા સાંભળતાં એમ થવું જોઈએ કે જ્ઞાની પુરુષો પણ જેઓની પ્રશંસા અને જેઓનાં ઘરબાર અને લક્ષ્મી વગેરેનાં વર્ણન કરે, તેઓ કેવા હશે ? જ્ઞાની પુરુષો વર્ણન કરે એમાં જરૂર ગંભીર હેતુ હોવો જ જોઈએ. શ્રી શાલિભદ્ર પૂર્વભવમાં દાન દીધું, સુખી થયા, દીક્ષા લીધી આટલું જ લખ્યું હોત તો ? શ્રી શાલિભદ્રને આવી સાહેબી, આટલી સ્ત્રી, નવાણુનવાણું પેટી ઊતરે, દેવતાઈ ભોગ ભોગવે,આવું વિસ્તૃત વર્ણન શા માટે ? એક જ હતુ કે “એવા પરમ સુખી પણ એક સામાન્ય નિમિત્ત માત્રથી ચેત્યા અને ચેત્યા કે તરત , એ બધાં સુખને દુઃખ માનીને નીકળી ગયા.' - એ વાત જગત સમજે. મુક્તિની અભિલાષાએ કરાયેલ ધર્મથી જે સુખસામગ્રી મળે છે, તે ગમે તેટલી મળે તો પણ અનુકૂળ મળે, એ પણ બતાવવામાં હેતુ છે. તમને તો જે કાંઈ મળ્યું તેમાં પણ તમે પરાધીન. પેલા મહાપુરુષોને સામગ્રી પોતાને આધીન હતી. શ્રી શાલિભદ્રને કે કોઈ પણ પુણ્યાત્માને એક પણ એમ ન કહે કે તમે આમ કરો. અને આજે તો સામગ્રી કહે તેમ જ તમારે કરવું પડે. પેલા મહાપુરુષો છોડીને જતા, તો સામગ્રી એમની પાછળ જતી, અને તમને સામગ્રી છોડે તો Page #125 -------------------------------------------------------------------------- ________________ 285 -- - ૮ઃ ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28 - -- ૧૦૯ તમે સામગ્રી પાછળ ઢસડાઓ છો. આ ભેદ કોના ઘરનો ? માનવું જ પડશે કે મુક્તિ માટે કરવાના ધર્મમાં કરેલી પૌદૂગલિક લાલસાના ઘરનો. મુક્તિ માટે જ કરેલા ધર્મના પ્રતાપે થયેલા ચક્રવર્તીને સામગ્રી પાર વિનાની મળતી, તોયે એ સામગ્રી એમને મૂંઝવતી નહોતી. આ વાત એકેએક પુણ્યાનુબંધી પુણ્યવાળા પુણ્યશાળીઓ માટે સમજવી. આવા પુણ્યશાળી પુરુષો કર્મયોગે સંસારમાં રહે છે, તો પણ સ્વાધીનપણે અને વિરક્ત હૃદયે ! અવસરે તેઓ ચેત્યા વિના રહેતા જ નથી. પ્રસંગે પ્રસંગે તેઓની વિશિષ્ટ વિવેકદૃષ્ટિ સત્યાસત્યનો વિવેક કર્યા વિના રહેતી જ નથી. એ સઘળો પ્રભાવ મુક્તિ અર્થે આચરેલા ધર્મનો જ છે. માટે ધર્મ, મુક્તિની અભિલાષાએ કરવો એ જ હિતાવહ છે. એ ધર્મના યોગે મળેલી સામગ્રી છોડવામાં મૂંઝવણ થતી નથી અને તે સામગ્રી પણ પ્રાયઃ અનુકૂળ જ થાય છે. શ્રી દશાર્ણભદ્ર રાજાએ છોડ્યું તો વિચાર ન કર્યો. વિચાર કરવો પડે એ એક પરાધીનતા છે, અર્થાત્ સાચી માલિકી જ નથી. હેતુ અને દષ્ટાંત બંને જરૂરી છે પોતાના હાથ નીચેના સન્માર્ગે જતા હોય, તેઓએ અમને પૂછવું જ જોઈએ-એવો અધિકાર ધરાવવાની વાતો કરનારા વસ્તુતઃ અધિકારના સ્વરૂપને સમજતા જ નથી. લાભનો સોદો કરી આવનાર નોકરને શેઠ શું કહે ? કેમ ન પૂછ્યું એમ કહે ? ગેરલાભનો સોદો હોય તો તો કહે, લાભનો સોદો ચાલતો હોય તે વખતે, “ઊભા રહો, શેઠને પૂછી આવું' કહીને શેઠને પૂછવા આવે, તો શેઠ શું કહે ? વાલીએ કે વડીલે, પોતાના હાથ નીચેના પોતાની ઇચ્છાપૂર્વક સન્માર્ગે જાય, તો એવો હક્ક ન ધરાવવો જોઈએ કે “અમને કેમ ન પૂછે ?' એને તો એવો આનંદ થાય કે મારો વારસ એવો છે કે સીધો સન્માર્ગે જાય છે. એમાં આબરૂ વધે કે જાય ? દુનિયાના વ્યવહાર સાથે ત્યાગ ને અથડામણ તો રહેવાની જ. આ હિતકર વસ્તુ સાંભળવા મળે ત્યારે આત્મા તન્મય બનવો જોઈએ, હિતકર શિક્ષા આપવામાં આવતી કટુતા મધુર લાગવી જોઈએ. ઉપકારી પુરુષોએ હિત માટે કટુ અને ન સહી શકાય તેવા શબ્દો પણ વાપર્યા છે. પણ તેમાંથી કેવળ કરુણાના જ ઝરા વહેતા જોઈ શકાય છે. શ્રી વિતરાગસ્તોત્રમાં શ્રી વીતરાગદેવ પ્રત્યે મત્સર ધરાવતા આત્માઓને ઉદ્દેશીને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે 'अनेडमूका भुयासु-स्ते येषां त्वयि मत्सरः । મોર વેચ-પિ પાછુ વર્મસુ ? ' Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - 388 હે નાથ ! નિષ્કારણ ઉપકારી એવા તારે વિષે જેઓને મત્સરભાવ છે, તેઓ વાણી અને શ્રુતિ વિનાના થાઓ! કારણ કે ભવાભિનંદી આત્માઓને પાપકર્મોમાં ઇંદ્રિયોનું વિકલપણું એ પણ શુભ ફળ માટે થાય છે.” ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આશયને વિચારશો તો સમજી શક્શો કે એ કથનમાંથી કેવળ કરુણાનો જ ઝરો વહે છે અને તેમાં એકાંતે ઉપકારની જ ભાવના તરવરે છે. ઇંદ્રિયો પામીને એ પામનારા નરકાદિક ભયંકર દુગતિમાં જાય, તેના કરતાં ઇંદ્રિયો ન પામે એમાં ખોટું શું છે ? જે વાણી શ્રી વીતરાગદેવ પ્રત્યે મત્સરભાવ ફેલાવે, તે વાણી બોલવાની શક્તિ ન મળે એમાં ખોટું પણ શું છે ? જે શ્રુતિ કેવળ શ્રી વિતરાગદેવ અને તેમની આજ્ઞાના અવર્ણવાદને જ સાંભળવામાં રત હોય, તે શ્રુતિનો અભાવ શું ખોટો છે ? આથી સ્પષ્ટ છે કે આ મહર્ષિ, કોઈને સામગ્રી મળે એમાં નારાજ નથી, પણ જો એ સામગ્રી દ્વારા નરકે જવાતું હોય, તો બહેતર છે કે એ સામગ્રી ન મળે. વૈદ્ય કે માતાપિતા દરદીને કુપથ્ય ખાવા દે ? નહિ જ. દરદી ન માને તો હાથ પણ બાંધે, ખૂબ સન્નિપાત થયો હોય તો થાંભલે પણ બાંધે, એનું કારણ શું ? એ જ કે દરદી અકસ્માતું દોડે, ટિચાય અને તેથી હેરાન થતો હોય તે ન થાય; તેમ આ મહાપુરુષોએ વસ્તુનું વર્ણન કરવામાં કમી રાખી નથી, પણ આશય એ જ કલ્યાણનો ! ધર્મકથામાં વર્ણન બધી જાતનું આવે, પણ તે કલ્યાણના જ આશયથી ! બાપ પોતાના દીકરાને આંખ લાલ કરીને પણ “બેવકૂફ, નાલાયક' વગેરે વગેરે કહે, તો તેથી દીકરો એમ માને કે મને ફજેત કરવા કહે છે ?' - નહિ જ, કારણ કે “સાચા પિતાના હૃદયમાં દીકરાના હિત સિવાય બીજું કશું હોતું જ નથી.' સભા: ભાષાસમિતિ જોઈએને? ભાષાસમિતિ એટલે શું એ સમજો. જે વચન દ્વારા “ઉન્માર્ગનું ઉન્મેલન થાય અને સન્માર્ગનું સ્થાપન થાય' - તેનું નામ ભાષાસમિતિ ! ઉન્માર્ગની પ્રવૃત્તિ ખસેડવા જે શબ્દો કહેવા જોઈએ, તે છતી શક્તિએ ન કહે તો તે ભાષાસમિતિનો ભંગ કરનાર છે' - એમ જ કહેવાય. આ જ કારણે ભગવાન શ્રી ઉમાસ્વાતિજી વાચકવરે એ જ ફરમાવ્યું કે, સ૩ તુલર વા દિયામાસા માસિકલ્લા' ‘પર રોષ પામો કે તોષ પામો તેની દરકાર કર્યા વિના, હિતકર ભાષા તો બોલવી જ જોઈએ.' જઈએ તે જાખા જિનિકલન Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ 28 અનુમાનમાં-પક્ષની સ્થાપના, હેતુ અને દૃષ્ટાંત જોઈએ. પક્ષની સ્થાપના માટે હેતુ અને તે માટે દૃષ્ટાંત. પર્વતમાં ધુમાડો દેખાય, તો કહેવાય કે ત્યાં અગ્નિ છે. કોઈ પૂછે કે શાથી ? તો કહેવાય કે ધૂમ્ર દેખાય છે એથી. કોઈ પૂછે કે ધૂમ્ર દેખાય ત્યાં અગ્નિ હોય એ શાથી જાણ્યું ? તરત એ હેતુના સમર્થનમાં દૃષ્ટાંત દેવાય કે રસોડામાં એ વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે. પક્ષની સ્થાપના માટે જેટલો જરૂરી હેતુ, તેટલું જ જરૂરી દૃષ્ટાંત. દૃષ્ટાંત વિના સામાને એક પણ વસ્તુ પ્રાયઃ ઠસાવી શકાય નહિ. ચરણકરણાનુયોગ વિના મુક્તિ નથી, એ સાબિત કરવા જ્ઞાનીએ હેતુભૂત દ્રવ્યાનુયોગ કહ્યો, હેતુભૂત ગણિતાનુયોગ પણ કહ્યો અને દૃષ્ટાંતભૂત ધર્મકથાનુયોગ પણ કહ્યો. જ્ઞાની કહે છે કે અનંત સુખ જોઈતું હોય, તો આશ્રવ છોડી સંવરને સેવ્યા વિના છૂટકો જ નથી, વળી સંવર તો આવતાં કર્મને રોકે, પણ અંદરના કર્મને કાઢે કોણ ? માટે તપ વિના પણ છૂટકો નથી. આ વસ્તુ બતાવવા દ્રવ્યાનુયોગ તથા ગણિતાનુયોગ બસ છે, કેમ કે વસ્તુ, વસ્તુનું સ્વરૂપ અને તેની સાધના માટેના જે હેતુઓ, તેના તે ભંડાર છે. એની સાબિતી માટે દૃષ્ટાંતરૂપ ધર્મકથાઓનો મોટો ગંજ છે. ધર્મકથામાંથી એ લઈ શકાય કે, જે આત્માઓ આશ્રવમાં લેપાયા તે સંસારમાં રૂલ્યા અને જે આત્માઓ આશ્રવથી ખસ્યા અને સંવરમાં આવ્યા, એ આત્માઓ તપથી કર્મનિર્જરા કરી, કેવળજ્ઞાન મેળવી મોક્ષે ગયા. 387 મુનિ ભાવાનુકંપાના ધણી છે ! કથાનુયોગમાં આ બધી વાતો ઝીણવટથી કરી છે. શ્રી તીર્થંકરદેવના આત્મા માટે પણ પક્ષપાત નથી. એમના આત્માએ પણ પૂર્વભવોમાં જો આશ્રવની સેવા કરી, ભૂલેચૂકે પણ આગમને ઠોકરે માર્યું, ભૂલેચૂકે પણ ઉત્સૂત્રભાષણ કર્યું, તો કર્મે એમને પણ લાત મારી નરકે મોકલ્યા. કર્મરાજાએ જણાવી દીધું કે, રખડો હમણાં, હજી તમારે વાર છે. એ આત્માએ પણ જાગ્રત થયા પછી ભૂલ કબૂલ કરી, ભૂલથી બચ્યા, કર્મક્ષયના માર્ગમાં પ્રયત્ન કર્યો, આશ્રવનો ત્યાગ કર્યો, સંયમનો સ્વીકાર કર્યો, તપથી નિર્જરા કરી, વીસ સ્થાનકની આરાધના કરી, મોટી મોટી તપશ્ચર્યાઓ કરી !‘સવિ જીવ કરું શાસન રસી’-એ ભાવનાને મજબૂતપણે કેળવી, અને તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું ત્યારે જ એ આત્મા પણ તીર્થંક૨ થયા અને તીર્થની સ્થાપના કરી મુક્તિએ ગયા. તીર્થંકરનો આત્મા છે માટે ‘હશે, વાંધો નહિ, ભલે બોલ્યા, એમાં શો વાંધો’-આવો કાયદો શ્રી ૧૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – – 388 જૈનશાસનમાં નથી. “અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે.'-આવું બોલનાર મરીચિ શ્રી તીર્થંકરનો આત્મા હતો, ત્રણ લોકનો નાથ થવાનો હતો, સંખ્યાબંધ આત્માનો તારક થવાનો હતો, છતાં એની ભૂલ માફ થઈ ? નહિ જ. એ ભૂલના યોગે કોટાકોટિ સાગર પ્રમાણ સંસારની વૃદ્ધિ થઈ. ધર્મકથાનુયોગમાંથી સાર કેવો નીકળે છે, તે વિચારો ! એ શ્રી મહાવીર ભગવાનના આત્માને પણ સાતમીએ જવું પડ્યું. એમાં કાંઈ ચાલે ? શ્રી યૂલિભદ્રસ્વામી ચૌદ પૂર્વ-શ્રુતકેવલી, જેમને ગ્રંથકાર પણ ભગવાન શબ્દથી સંબોધે, પણ એ પણ જ્યાં ભૂલ્યા ત્યાં સ્પષ્ટ લખ્યું કે ભગવાન સ્થૂલિભદ્ર પણ-શ્રુતકેવલી પણ પ્રમત્ત થયા. શ્રી યૂલિભદ્રસ્વામી એક વાર પોતાના મિત્રને ઘેર ગયા. મિત્ર ઘેર નહોતો. દેશના દેવા માંડી, પણ ઘડી ઘડી આંગળી થાંભલા તરફ કરતા હતા. દેશના દઈ ગયા પછી મિત્ર આવ્યો. સ્ત્રીએ વ્યતિકર (બનાવ) કહ્યો કે “શ્રી ધૂલિભદ્ર મહાત્મા આવી ગયા, તમે ઘેર નહોતા તો દેશના દઈને ગયા.” મિત્રે પોતાની સ્ત્રીને પૂછ્યું કે દેશના જ દીધી કે કંઈ કહી પણ ગયા ?' સ્ત્રીએ કહ્યું કે “કહ્યું તો કાંઈ નથી, પણ વારંવાર આંગળી આ થાંભલા તરફ કરતા હતા.” મિત્ર વિચક્ષણ હતો. થાંભલાને તોડી એમાંથી નિધાન કાઢ્યું. ગ્રંથકાર લખે છે કે ભગવાન સ્કૂલિભદ્રને પણ જ્ઞાનમદ થયો, ભૂલ્યા, પ્રમત્ત બન્યા. સાત બહેનો જ્યારે વંદના કરવા આવી ત્યારે હું પણ કાંઈક છું-એમ બતાવવા સિંહનું રૂપ વિકુવ્યું હતું. બહેનો ભય પામી ગુરુ પાસે ગઈ. ગુરુએ જાણ્યું કે હવે આ સ્થૂલિભદ્ર વિદ્યાને અયોગ્ય છે, અને જ્ઞાનનો મદ થયો. બહેનોને કહ્યું કે, ફરીને જાઓ. ફરીને ગઈ ત્યારે શ્રી સ્થૂલિભદ્ર બેઠા હતા. વંદના કરીને સ્થાને ગઈ. ગુરુએ તરત તેમને વિદ્યાને અયોગ્ય જણાવી દીધા. ભલે પછી સંઘના આગ્રહથી બાકીનાં પૂર્વે ભણાવ્યાં, પણ તે અર્થ વિના ! આપણો મુદ્દો એ છે કે ચૌદ પૂર્વીનો પણ દોષ આ શાસ્ત્ર છુપાવ્યો ? નહિ જ. સભા : મિત્રની અનુકંપાથી કર્યું હોય તો? અનુકંપા કેટલી જાતની ? બે જાતની ! દ્રવ્યાનુકંપા અને ભાવાનુકંપા. મુનિ તો ભાવ અનુકંપાના ધણી છે. ગૃહસ્થ શ્રાવક અન્ય શ્રાવકને દુઃખી જોઈ શક્તિસંપન્ન છતાં એનું દુઃખ દૂર કરવા દ્રવ્યાનુકંપા ન કરે તો એનું ધર્મીપણું ઝાંખું પડે અને પરિણામે ન પણ ટકે, પણ મુનિ તો ભાવઅનુકંપાના સ્વામી. Page #129 -------------------------------------------------------------------------- ________________ – ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28 - ૧૧૩ મુનિ સમાધિ આપે. દરેકથી પોતપોતાની હદનો અમલ થાય. ધર્મકથાનુયોગમાંથી એકેએક વસ્તુનો વિવેક પામી શકાય છે. મહાપુરુષો જે માર્ગે ચાલે, તેની મર્યાદા જાણવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી સ્થૂલિભદ્રની વાત આવે છે. ત્યાં સ્પષ્ટ લખ્યું કે ભગવાન સ્થૂલિભદ્ર ચૌદપૂર્વધર પણ પ્રમત્ત થયા. જો એમની એ કાર્યવાહીમાં દોષ ન હોત, તો પ્રમત્ત કેમ કહેત ? સાત બહેનો વંદન કરવા આવી ત્યાં સિંહનું રૂપ બતાવ્યું, એ કાર્યવાહીથી વિદ્યાને માટે ગુરુશ્રીએ અયોગ્ય કહ્યા. મૂર્છા ઉતારવા માટે દાન છે ? સંસારની એકેએક વસ્તુ જ્ઞાની પુરુષોની દૃષ્ટિએ, દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી છે. આથી જ જ્ઞાની પુરુષોએ લક્ષ્મી, શરીર, ખાનપાન કે યથેચ્છ વિચારોને ધર્મરૂપ ન કહેતાં – દાન, શીલ, તપ અને ભાવનાને જ મુક્તિના હેતુ તરીકે ઓળખાવેલ છે. પરમ મુનિ ફરમાવે છે કે - 'दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । भवार्णवोत्तारणयानपात्रं, ઘર્મતુ મુનશો વત્તિ ૨ ' સુપાત્રમાં દાન, નિર્મળ શીલ, વિચિત્ર પ્રકારનો તપ અને શુભ ભાવના આ ચારેય પ્રકારનો ધર્મ સંસારરૂપ સાગરને તારવા માટે “યાનપાત્ર' એટલે જહાજ સમાન છે.” દાન એ ધર્મ અને લક્ષ્મી એટલે અનર્થ. લક્ષ્મી અનર્થનું કારણ ન હોય, તો દાન દેવાનું જ શું કામ ? દાન દેવાનું શાસ્ત્ર કોને કહ્યું ? જેઓ લક્ષ્મીની મૂચ્છમાં પડ્યા છે તેઓને જેઓએ સર્વથા મૂચ્છ છોડી - લક્ષ્મી માત્રનો ત્યાગ કર્યો, તેઓને માટે દાનનું નથી કહ્યું. સભા : દ્રવ્યદાનની વાતને ? હા, ભાવદાન માટે તો વાંધો જ ક્યાં છે ? જેમાં કોઈ જાતનો અનર્થ જ નથી, હાનિ જ નથી, આપત્તિ જ નથી, સામાના ભંડાની સંભાવના પણ નથી, તેવા ભાવદાનમાં વાંધો જ શો છે ? શાસ્ત્ર દાનને ધર્મ કહ્યો પણ લક્ષ્મીને નહિ. દાન લક્ષ્મીથી થાય માટે લક્ષ્મી પણ ધર્મ - એમ જ કહો તો, લક્ષ્મી શાથી મળે? વ્યાપારથી, માટે વ્યાપાર Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ - -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 390 પણ ધર્મ, વ્યાપારમાં આરંભ-સમારંભ થાય એ પણ ધર્મ, આરંભ-સમારંભમાં જીવઘાત વગેરે ક્રિયા થાય તે પણ ધર્મ, અને જો આ બધી જ વસ્તુ ધર્મરૂપ થાય, તો પછી અધર્મ શું ? જ્ઞાનીએ દાનને ધર્મ કહ્યો. હેતુ ? એ જ કે લક્ષ્મી વગેરે ઉપરથી મૂર્છાને ઉતારવી. લક્ષ્મી વગેરે ઉપરથી મૂચ્છ ઊતરે તો ધર્મ તરફ સદ્ભાવ જાગે, માટે દાન એ ધર્મ કહ્યો. એવી જ રીતે શરીરસેવાને ધર્મ ન કહ્યો, પણ શીલ અને સદાચારને ધર્મ કહ્યો, ખાવા-પીવામાં ધર્મ ન કહ્યો પણ તપને ધર્મ કહ્યો, અને યથેચ્છ વિચારોને ધર્મ ન કહ્યો પણ “આપ્તવચન' રૂ૫ આગમને અનુસરતા શુભ વિચારોને જ ધર્મ તરીકે ઓળખ્યાવ્યા. આથી જ કહેવું પડે છે કે શાસ્ત્રની વાર્તાને, ભ્રમણા ન થાય તેવી રીતે હૃદયમાં ઉતારો. શ્રી તીર્થંકરદેવનો વાદ ન લેવાય ? આજના અજ્ઞાનીઓ તરફથી પોતાના દોષો અને પોતાની શિથિલતા છુપાવવા માટે વાત વાતમાં શ્રી તીર્થંકરદેવોની વાતો પકડવામાં આવે છે. શ્રી તીર્થંકરદેવ તો લોકોત્તર પુરુષ છે, એ લોકોત્તર પુરુષોના વાદ આપણાથી ન થાય. મોટાના પગલામાં પગ ન મુકાય. બળવાન સાથે બાથ ભીડીએ તો મરીએ નહિ તો માંદા તો જરૂર પડીએ. દીક્ષાની બાબતમાં અજ્ઞાનતાથી આજ્ઞાના સ્વરૂપને સમજ્યા વિના, ભગવાન શ્રી મહાવીરદેવે માતા-પિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લઉં –એવો અભિગ્રહ કર્યો હતો એ વાતનું ઓઠું લેનારને પૂછો કે શ્રી તીર્થંકરદેવો તો બધા જ માન્ય છે ને ! તો બીજાની વાત પણ લોને ?” શ્રી ઋષભદેવસ્વામી તથા શ્રી નેમિનાથ સ્વામી પણ તીર્થંકરદેવ જ હતા ને ? શ્રી ઋષભદેવસ્વામીએ સંયમનો સ્વીકાર કર્યા પછી, ભગવતી શ્રી મરૂદેવા માતાએ એક હજાર વર્ષ સુધી રોઈ રોઈને આંખો પણ ગુમાવી હતી' - એ કોણ નથી જાણતું ? “રુદનપૂર્વક પરણવાનો આગ્રહ કરતાં માતાપિતાદિકને રોતાં મૂકીને પણ શ્રી નેમનાથસ્વામી પાછા ચાલ્યા આવ્યા છે' - એ વાત કોણ નથી જાણતું ? જ્યારે ભગવાન શ્રી નેમનાથસ્વામીએ પોતાના રથને પાછો ફેરવ્યો, ત્યારે ભગવાન શ્રી નેમિનાથ સ્વામીના પિતા, માતા અને કૃષ્ણજી આદિ બંધુવર્ગ, શ્રી નેમનાથસ્વામીની સામે આવીને ઊભો રહ્યો તેમાંથી શિવાદેવી' માતા અને “સમુદ્રવિજય” પિતા, રોતી આંખે શ્રી નેમનાથસ્વામીજીને કહે છે કે “આ ઉત્સવથી અકસ્માત્ તું કેમ પાછો ફરે છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી નેમનાથસ્વામીજી સ્પષ્ટ અક્ષરોમાં કહે છે કે – Page #131 -------------------------------------------------------------------------- ________________ 391 ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - :. ‘નેમિરવ્યદ્રવીતે, પ્રાળિનો વધનથા। વજાતથા વયાપ, તિષ્ઠામ ર્મવન્દનઃ ।।oા यथैषां बन्धनान्मोक्षः, कर्मबन्धात्तथात्मनः । कर्त्तुं दीक्षामुपादास्ये, सौख्याद्वैतनिबन्धनाम् ।। १ ।।' ‘જેમ આ પ્રાણીઓ બંધનોથી બંધાયેલાં હતાં, તેમ અમે પણ કર્મરૂપ બંધનોથી બંધાયેલા જ છીએ, માટે જેમ આ પ્રાણીઓનો બંધનથી મોક્ષ થયો, તેમ કર્મબંધનથી આત્માનો મોક્ષ કરવા માટે, અદ્વૈત સુખના કારણભૂત દીક્ષાને હું અંગીકાર કરીશ.’ 28 આવો ઉત્તર સાંભળીને ભગવાન શ્રી નેમનાથસ્વામીનાં માતા-પિતા મૂર્ચ્છિત થયાં અને સઘળા યાદવો રોવા લાગી ગયા. ભગવાનનાં માતા-પિતાને રોતાં રોકી કૃષ્ણજીએ વૈરાગ્યનું કારણ પૂછી માતા, પિતા અને બંધુઓના મનોરથને પૂરવાની વિનંતી કરી અને વધુમાં વિનવ્યું કે ‘વિતરો શોનિમનો, નવુપેક્ષિતુનીસ । तत्रापि हि कुरु भ्रातः ! सर्वसाधारणीं कृपाम् ।। १ ॥' ‘હે ભાઈ ! શોકમાં નિમગ્ન થયેલ માતાપિતાની ઉપેક્ષા કરવા માટે તું યોગ્ય નથી. માટે તેઓ ઉપર પણ સર્વને વિષે સાધારણ એવી કૃપા કર.’ ઉત્તરમાં ભગવાન શ્રી નેમનાથસ્વામીજીએ કહ્યું કે - *ગ્રથોને મળવામિ, પિત્રો: શોસ્ય વ્હારળમ્ । ન િિગ્વપિ પયામિ, ભવતાં ચાપિ વાન્ધવ ! ।। ૨ ।।’ ‘હે બાંધવ ! માતાપિતાને અને તમને-બાંધવને પણ કાંઈ શોકનું કારણ હું જોઈ શકતો નથી.’ કારણ કે - ‘àરાજ્યવ્હારાં મે તુ, ચતુર્વાતિયં મવઃ । ૩:લાન્ચેવાનુભૂવો, યંત્રોત્વો: શરીરિમિઃ ।। ૨ ।।' મને તો ‘નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ’-આ ચાર ગતિરૂપ સંસાર, કે જેમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીઓ કેવળ દુઃખોનો જ અનુભવ કરે છે, તે જ વૈરાગ્યનું કારણ છે.’ બાકી - 'भवे भवे च पितरौ, भ्रातरोऽन्येऽपि चाभवन् । न कोऽपि कर्मदायादः, स्वयं स्वकर्म भुज्यते ।। १ ।।' ‘માતાપિતા અને બીજા ભાઈઓ પણ ભવોભવમાં થયા. પણ કર્મનો ભાગીદાર ૧૧૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો કોઈ પણ નથી થયો, પોતાનું કર્મ તો પોતાને જ ભોગવવું પડે છે.’ હા, જો · ‘છિદ્યતે દુઃવમન્વય, યજ્યેન દરે ! તવા । पित्रोरर्थे प्रदीयेरन्, प्राणा अपि विवेकिना ।। ३ ॥' ‘હે હરે ! અન્યનું દુઃખ અન્ય દ્વારા છેદાતું હોય, તો વિવેકી આત્માએ માતાપિતાને માટે પ્રાણો પણ આપી દેવા જોઈએ.’ પરંતુ - ‘પરં નન્નુર્નરામૃત્યુ-પ્રાયઃવુવાનિ સપિ । पुत्रादिषु स्वयं भुंक्ते, त्राता कोऽपि न कस्यचित् ।। ४ ।।' ‘પુત્રાદિકની હયાતી હોવા છતાં પણ, પ્રાણી જરા અને મૃત્યુ જેવાં દુઃખોને પોતે જાતે જ ભોગવે છે, કારણ કે કોઈ પણ કોઈનો રક્ષક નથી.’ જો 'दृष्टेरानन्दमात्रं चेत्, पुत्रास्ते तस्य सन्ति तत् 1 विनापि मां महानेमि-प्रमुखाः सुखहेतवः ।। ५ ।।' ‘પિતાજીને પુત્રો દૃષ્ટિના આનંદ માટે જ છે, તે મારા વિના પણ તે સુખના હેતુભૂત ‘મહાનેમિ' વગેરે પુત્રો વિધમાન છે.’ બાકી હું તો – ‘નરત્પાન્ય વાદ તુ, સંસારાધ્ધ તાતેઃ । खिन्नोऽस्मि प्रयतिष्ये त-च्छेदे तद्हेतुकर्मणाम् ।। ६॥' ‘હું તો વૃદ્ધ મુસાફરની માફક સંસારરૂપ માર્ગનાં ગમનો અને આગમનોથી ખિન્ન થયેલો છું, તે કારણથી તે ગમન અને આગમનના હેતુભૂત કર્મોના છંદ માટે જ પ્રયત્ન કરીશ. અને - ‘ર્મવ્હેત: પરિવ્રડ્યાં, વિના ન હતુ સાધ્યતે । तामेवाहंतदादास्ये, मा निर्बन्धं वृथा कृथाः ।। ७ ।।' ‘નિશ્ચિત છે કે દીક્ષા વિના કર્મનો છેદ સાધી શકાય તેમ નથી, તે કારણથી હું તો તે દીક્ષાને જ ગ્રહણ કરીશ, માટે તું ફોગટ આગ્રહ ન કર.' આ પછી પિતાએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં ભગવાન શ્રી નેમનાથસ્વામીજીના મક્કમ નિશ્ચયને જાણી સઘળા રોતા રહ્યા અને સ્વજનોની સ્નેહરૂપી બેડીઓને તોડી નાખીને ભગવાન શ્રી નેમનાથસ્વામી તો ચાલી જ નીકળ્યા. 392 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ 28 આ બધું જાણ્યા પછી કોણ એવો અજ્ઞાન હોય, કે ભગવાન શ્રી મહાવીરદેવના અભિગ્રહને પકડી રાખે ? શું કોઈથી પણ એમ કહી શકાય તેમ છે કે ભગવાન શ્રી ઋષભદેવસ્વામી અને ભગવાન શ્રી નેમનાથસ્વામીજી માતા-પિતાના ‘ભક્ત’ ન હતા, કે આજ્ઞાપાલક ન હતા ? નહિ જ. માત્ર એમ જ કહી શકાય તેમ છે કે ‘ભગવાન શ્રી મહાવીરસ્વામીજીને ભોગાવલિ કર્મ બાકી હતાં માટે તેઓ માતાપિતા ખાતર પરણ્યા અને સંસારમાં રહ્યા અને ભગવાન શ્રી નેમનાથસ્વામીજીને ‘ભોગાવલિ કર્મ બાકી ન હતાં માટે તેઓ પરણ્યા પણ નહિ અને રહ્યા પણ નહિ.' 393 ભગવાન શ્રી નેમનાથસ્વામીજીએ પોતે પણ જ્યારે પિતાજીએ ‘શ્રી ઋષભદેવસ્વામી વગેરે તીર્થંક૨દેવો પણ વિવાહ આદિ કરીને મુક્તિમાં ગયા છે, તો હે કુમાર ! બ્રહ્મચારી એવા તને શું તેથી કાંઈ ઊંચું પદ મળવાનું છે ?’-આવો પ્રશ્ન કર્યો, ત્યારે એના ઉત્તરમાં એ જ કહ્યું છે કે ‘હે સાત ! ક્ષીણમોવર્માસ્મિ' વિશ્વ'एकस्त्रीसंग्रहेऽनन्त - जन्तुसङ्घातघातके । भवतां भवतान्तेऽस्मिन्, विवाहे कोऽयमाग्रहः ? ।। १ ।। ' ‘હે પિતાજી ! હું ક્ષીણ ભોગકર્મા (એટલે કે જેનાં ભોગકર્મો ક્ષીણ થઈ ગયેલાં છે તેવો) છું અને અનંત જંતુઓના સંઘાતનો ઘાત કરનાર, એક સ્ત્રીના સંગ્રહરૂપ અને ભવવર્ધક એવા વિવાહને વિષે આપનો આ આગ્રહ કેવો ?’ ૧૧૭ અર્થાત્ શ્રી ઋષભદેવસ્વામી આદિને ભોગકર્મો બાકી હતાં અને મારે નથી, તેમજ સંસાર વધારનાર, અનંત જંતુઓના સંહારમાં હેતુભૂત અને સ્ત્રીનો સંગ્રહરૂપ વિવાહકર્મને વિષે આ આપનો આગ્રહ ઉચિત નથી. હવે ભગવાન શ્રી મહાવીરદેવની વાત લો. ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે મારે ભોગવલિ કર્મો બાકી છે, અને ‘યશોદા' સાથે મારું પાણિગ્રહણ થવાનું છે, તે છતાં તે ૫૨મતા૨ક પુણ્યપુરુષની સ્થિતિ કેવી હતી, એ જ ખાસ વિચારવાનું છે. જ્યારે યશોદાના પિતાએ પોતાની પુત્રી યશોદાને શ્રી વર્ધમાનકુંવર સાથે પરણાવવા માટે મંત્રીઓની સાથે મોકલી, શ્રી સિદ્ધાર્થ રાજાને કહેવરાવ્યું કે ‘આ સંબંધ અંગીકાર કરીને આપ મારી ઉપર મહેરબાની કરો !' આના ઉત્તરમાં શ્રી સિદ્ધાર્થ મહારાજાએ કહ્યું કે - Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ડા ૧૧૮ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – “શ્રી વર્ધમાનકુંવરને પરણાવવાનો અમારો તો પૂરો વિચાર છે, પણ શ્રી વર્ધમાનકુમાર જન્મથી માંડીને સંસારથી વિરક્ત છે, એટલે વિવાહાદિકની વાત પણ તેની પાસે બોલી શકાય તેમ નથી.' વિચારો ! ભગવાન શ્રી મહાવીરદેવ કઈ રીતે વર્તતા હશે ! પિતા પોતે ભગવાન પાસે એ વાત ન કરી શક્યા, પણ મિત્રો પાસે એ વાત કરાવી. ભગવાનના મહિમાન મિત્રોએ જ્યારે ભગવાન પાસે એ વાત કાઢી, ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવે પોતાના મિત્રોને પણ કહ્યું કે - 'अथो बभाषे भगवान्, मूढाः को वोऽयमादरः ।। परिग्रहो हि दारादे-र्भवभ्रमणकारणम् ।। १ ।।' હે મૂઢ આત્માઓ! આ તમારો કઈ જાતનો આદર છે? ખરેખર “સ્ત્રી' આદિનો પરિગ્રહ, એ ભવભ્રમણનું કારણ છે.” ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા જ હતા કે મારે વિવાહ કરવાનો છે, તોયે આમ શા માટે કહ્યું ? પોતાના સાથી વિવાહને કરણીય ન માની લે તે જ માટે. કર્મનો તીવ્ર બંધ હોય તો શાસ્ત્ર કહે છે કે શ્રી તીર્થંકરદેવોને પણ ભોગવવો પડે, પરંતુ તે પુણ્યપુરુષો તેને આધીન ન થઈ જાય. શ્રી તીર્થંકરદેવો તો ભોગને પણ રોગની માફક ચિંતવે છે, પણ એમાં શું ?' એમ નથી કહેતા. મિત્રોએ સિદ્ધાર્થ રાજાને આવીને કહ્યું કે “એમાં કંઈ વળે એમ નથી. ઊલટા અમને તો તે મૂર્ખાઓ કહે છે. વાત સાંભળતા જ નથી.' આખરે શ્રીમતી ત્રિશલાદેવી પોતે, જ્યાં શ્રી વર્ધમાનકુંવર છે ત્યાં આવ્યાં, ભગવાન ઊભા થયા, હાથ જોડ્યા, માતાને સિંહાસને બેસાડ્યાં. ભગવાનનો વિવેક કેટલો છે એ જુઓ ! માતાએ કહ્યું કે “અમે જાણીએ છીએ કે તું વિરક્ત છતાં અમારી ખાતર જ સંસારમાં રહેલ છે, પણ એટલાથી અમને સંતોષ થાય તેમ નથી. અમે તને વધૂની સાથે જોવા ઇચ્છીએ છીએમાટે યશોદા' નામની રાજપુત્રીને ગ્રહણ કરીને અમારા મનોરથને પૂર્ણ કર !'-આવી જાતના માતાના આગ્રહથી – “મોકાન્ત વસ્તિ, માચો પિતર મમ ' મારે ભોગ વાળું ફળ કર્મ બાકી છે અને માતાપિતા પણ માનવાને યોગ્ય છે' - આ પ્રમાણે વિચારીને ભગવાન શ્રી મહાવીરદેવે માતાની આજ્ઞા માની. હવે વિચારો કે “ભગવાન શ્રી નેમનાથસ્વામીજીએ માતાપિતાની એ વાત Page #135 -------------------------------------------------------------------------- ________________ 39ક - ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28 - - ૧૧૯ ન માની અને ભગવાન શ્રી મહાવીરદેવે માની” – એમાં અભક્તિ કે ભક્તિ એ કાંઈ કારણ નથી, પણ એક જ કારણ હતું અને તે એ જ કે, એકને ભોગાવલિકર્મ બાકી ન હતું અને બીજાને બાકી હતું.” મુદ્દો એ છે કે શ્રી તીર્થંકર ભગવાનનો વાદ ન લો. તમારે તરવું હોય તો ભગવાનની આજ્ઞા મુજબ જ ચાલો. નવો વેપારી, કુશળ વેપારીની સલાહ મુજબ મુજબ માને પણ જો એની માફક ચાલવા જાય તો તણાઈ જાય. બેશક, એની સલાહ ચાલવાથી એના જેવા થવાય, પછી વાંધો નહિ. જે વેપારી બજારને નચાવતો હોય, બજારનો ભાવ પોતાના હાથમાં રાખી શકતો હોય, તેનો વાદ કરનારાની તો પાઘડી પણ ઊડી જાય. જ્ઞાનીનાં વચનોના ભાવ સમજો: સભાઃ લોકાંતિક દેવ આવ્યા પછી તો શ્રી તીર્થંકરદેવો બાર મહિને નીકળે અને એમ જ ભગવાન શ્રી મહાવીરદેવ નીકળ્યા, તો કોઈને માટે રહ્યા એમ કેમ કહેવાય? ન જ કહેવાય. ભગવાન સ્વયંસંબુદ્ધ હોય છે, પણ કલ્પ એવો છે કે ભક્તિને અર્થે લોકાંતિક દેવો આવીને કહે કે “ભગવન્! સર્વ જગતના જીવોનું હિત કરનારું ધર્મતીર્થ પ્રવર્તાવો !” તે પછી શ્રી તીર્થંકરદેવ વાર્ષિક દાન દઈ બાર મહિને સંસારમાંથી નીકળે અને દીક્ષા અંગીકાર કરે. એ જ રીતે ભગવાન શ્રી મહાવીરદેવ પણ લોકાંતિક દેવોના આવ્યા બાદ બરાબર બાર મહિને જ નીકળ્યા, એટલે કોઈની ખાતર રહ્યા એમ ન કહેવાય. લોકાંતિકદેવ વહેલા આવ્યા હોત-અર્થાતુ લોકાંતિકદેવ આવ્યા પછી બાર મહિનાને બદલે કોઈની ખાતર વધારે રહ્યા હોત, તો એમ કહેવાત કે કોઈની ખાતર રહ્યા. જે બનાવો બન્યા તે બધા તે સમય દરમ્યાન બન્યા છે. ભગવાન પોતે ગર્ભથી જ પોતાનો દીક્ષાનો કાળ જાણે છે, કેવળજ્ઞાનનો સમય જાણે છે અને નિર્વાણનો પણ સમય જાણે છે, બઘી જ સ્થિતિ જાણે છે માતાપિતાનું આયુષ્ય પણ જાણે છે. હવે એવા ત્રણ જ્ઞાનના ધણી ભગવાન આવા સંયોગોમાં માતાપિતાને પણ રાજી રાખવા માગતા હોય, તો એ લાભ કેમ ન લે ? અને તે દ્વારા જગતના જીવોને ઉત્તમ શિક્ષાપાઠ મળી શકે તેવી આચારણા કેમ ન કરે ? અવશ્ય કરે જ. આથી જ આજના સંસારરસિક આત્માઓને કહી દેવું જોઈએ કે ભગવાન Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 396 શ્રી તીર્થંકરદેવોના જીવનમાંથી ઉત્તમ બનાવોનો ઉપયોગ સંસારની પાપવાસનાઓને પુષ્ટ બનાવવામાં ન કરો ! એથી જીવનનું શ્રેય થવાને બદલે ભયંકર અકલ્યાણ થશે. ભગવાન શ્રી તીર્થંકરદેવો બધું જ જાણતા હતા, પણ તમે શું જાણો છો ? કે જેથી ભગવાનની પ્રવૃત્તિનો વાદ કરો છો ? માતાપિતાના સ્વર્ગવાસ પછી ભગવાન જાણતા હતા કે મારા દીક્ષા સમયને હજુ તો બે વરસ બાકી છે, તો પણ ભગવાને વિચાર્યું કે, ભાઈ નંદિવર્ધનનો મારા પર બહુ પ્યાર છે, તો જો હું બે વરસ પછી એકદમ કહીશ તો બહુ કઠિન લાગશે, માટે પોતે તરત ભાઈને કહ્યું કે ભાઈ ! માતાપિતા અવસાન પામ્યાં, એટલે હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી હું દીક્ષા અંગીકાર કરીશ.' બરાબર સમજો કે ભગવાન “જાઉં છું” એમ નથી કહેતા, જ્ઞાનીના વચનના ભાવને સમજો. શ્રી નંદીવર્ધને કહ્યું કે “ભાઈ ! હજી તો માતાપિતા સ્વર્ગવાસ પામ્યાં એનો શોક છે, એમાં તું વળી ક્ષત પર ક્ષાર ક્યાં કરે છે ?' આ સ્થિતિમાં પણ ભગવાન કહે છે કે – નિ-મા-બાફ-ફળી-જાપુરાત્ત બ્રેવિા जीवा जाया बहुसो जीवस्स उ एगमेगस्स ।।१।।' 'ततः कुत्र कुत्र प्रतिबन्धः क्रियते ?' સઘળા પણ જીવો એક એક જીવની સાથે અનેક વાર પિતાપણે, માતાપણે, ભાઈપણે, ભગિનીપણે, ભાર્યાપણે, અને પુત્રપણે થયા છે. તે કારણથી કક્યાં ક્યાં પ્રતિબંધ કરી શકાય? વિચારો કે જે ભગવાન પોતાના બંધુ સમક્ષ આ પ્રમાણે કહે છે, તે જ ભગવાને અભિગ્રહ કેમ કર્યો હશે ? સમજવું જોઈએ કે ભગવાન સ્થિતિ જાણતા હતા. માતાપિતાનું આયુષ્ય તથા પોતાનો દીક્ષા સમય પણ જાણતા હતા. શ્રી નંદીવર્ધને પણ કહ્યું કે “ભાઈ ! આ બધું હું જાણું છું, પણ તું જાય એ મારાથી સહન થાય તેમ નથી, માટે બે વરસ રહી જા.” ભગવાને જાણ્યું કે દીક્ષાના સમયને પણ એટલી વાર છે, તો ભલે તેમ થાઓ ! ભગવાને ભાઈનું વચન સ્વીકાર્યું, પણ તરત જણાવી દીધું કે હવેથી મારા માટે થયેલો આહાર હું નહિ લઉં, સાધુવતું જીવન ગાળીશ, પ્રાર્ક પાણી વાપરીશ.' શ્રી નંદીવર્ધને પણ કહ્યું કે “ભલે ભાઈ ! તારી મરજીમાં આવે તે રીતે રહે.' જો આ બધી વસ્તુને વિચારવામાં આવે, તો એક પણ અયોગ્ય વાત લઈ શકાય તેમ નથી, પણ જ્યાં સંસારરસિકતાના યોગે ફાવતું જ લેવાની ભાવના હોય, ત્યાં તો ઉપાય જ નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ 39. – ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28 – ૧૨૧ બાકી કલ્યાણના અર્થી આત્માઓએ તો જ્ઞાની પુરુષોનાં વચનના ભાવને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો જોઈએ. શાસ્ત્રને શસ્ત્ર ન બનાવો ! આજના સંસારરસિકો તો ભગવાનના જીવનમાંથી પણ જુદું જ કાઢવા ઇચ્છે છે, ભગવાન શ્રી મહાવીરદેવ બળવાન હતા. તે બળ જન્મથી જ હતું કે પ્રયોગથી મેળવ્યું હતું ?-એ પણ વિચારવાની તેઓને ફુરસદ નથી. ભગવાન શ્રી મહાવીરદેવના જીવનને જાણનાર સહુ કોઈ જાણે છે કે ભગવાન શ્રી મહાવીરદેવ જે રાત્રિએ જન્મ્યા, તે જ રાત્રિએ માત્ર અંગૂઠાના સ્પર્શથી જ આખા મેરુપર્વતને કંપાવ્યો હતો. જન્મથી જ તે પુણ્યપુરુષો પૂર્વની અનુપમ આરાધનાઓના બળે અનંતબળના ધણી હોય છે. આથી જ કહેવું પડે છે કે અમુક ચીજોની તમને જરૂર હોય તો તમે જાણો, પણ તે ભગવાનના નામે કે આગમના નામે ન કરો. ગૃહસ્થને કરવું તો ઘણુંય પડે, પણ સમ્યગ્દષ્ટિ આત્મા તે કરતાં કરતાં પણ કહી દે કે “કરવું પડે છે, પણ કરણીય નથી” પોતાની પાપજનક પ્રવૃત્તિઓને પડદામાં રાખવા કે છુપાવવા ખાતર ભગવાનના નામને કે આગમને આગળ ન કરે. હવે તો દુનિયાની ક્રિયાઓને પણ કેટલાક સૂત્રના નામે ચલાવવા માંગે છે. શ્રી તીર્થંકરદેવોના જીવનમાંથી ફાવતી વાતો કાઢે છે. શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી કુંથુનાથ સ્વામી તથા શ્રી અરનાથ સ્વામીએ છ ખંડની સાહ્યબી ભોગવી તથા ચોસઠ હજાર સ્ત્રી પરણ્યા, તો અમારે ચોસઠ પણ કેમ નહિ ? આવું પૂછનારાઓને કહેવું પડે કે તારા માટે શાસ્ત્ર એ શસ્ત્ર છે. આસક્તિના યોગે તું ચોસઠ લાખ સ્ત્રીઓ કરે તોયે તેનું પાપ તું જાણે, પણ તું શ્રી તીર્થંકરદેવોના નામે કે તેઓના તારક આગમોના નામે વાતો કરે એ કદી ન ચાલે. આવી વાતો કરવી એ ઘણી જ ભયંકર વસ્તુ છે. શ્રી તીર્થંકરદેવનો વાદ કરવો હોય તો બધો કરો. માબાપ મરી ગયાં હોય એણે તો દીક્ષા લેવી જોઈએ ને ? અરે મોટો ભાઈ હોય તો બે વરસ રહીને પણ લો ને ! પણ લેવી છે કોને ? લેવું છે શું? સભા : ફાવતું. તમને કોઈ પૂછે કે તમારાં માબાપનું આયુષ્ય કેટલું ? ભગવાન શ્રી મહાવીરદેવ તો જાણતા હતા, પણ તમે જાણો છો ? શ્રી તીર્થકરદેવની વાત ક્યાં થાય ? સંયમ લીધા પછી સાડા બાર વર્ષમાં એક દિવસ પણ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – – 398 ચપટ બેઠા નથી, સાડા બાર વર્ષ અને પંદર દિવસમાં નિદ્રા બે ઘડી આવી ગઈ : લીધી નહિ પણ આવી ગઈ, જે ઊંઘમાં દશ સ્વપ્નાં ઊંચી કોટિનાં આવ્યાં કે જેનું ફળ મુક્તિ સુધી પહોંચાડનાર બન્યું. સાડા-બાર વર્ષ અને પંદર દિવસમાં ત્રણસો ઓગણપચાસ પારણાં થયાં, એ પારણાં પાટલે બેસીને કરવાનાં નહિ. આ તો પારણાંયે અજબ ! ભગવાન તો નહિ જેવા ટાઇમમાં અંજલિમાં જે આપે તે વાપરી લે. બાકી બધો ટાઇમ ચૌવિહાર. સાડા બાર વર્ષમાં બેસવાનું નામ નહિ, બેસે તો ઉત્કટ આસને બેસે. ઉપસર્ગ પરીષહ સહવા, તપ કરવો અને બેસવું નહિ. બેસવું નહિ એટલે પૂંજવા તો કંઈ જોઈએ જ નહિ, એટલે એમનો દેખાવ પણ લોકોત્તર ! હવે આવા પરમશક્તિસંપન્ન શ્રી તીર્થકર ભગવાનનો વાદ ક્યાં લેવાય ? જો ભગવાને કહ્યું હોત કે “મારી જેમ સંયમ પાળે તો મુક્તિએ જવાય' - તો કોઈ જ ન જઈ શકત. શ્રી ગણધરદેવો પણ ન જઈ શકે. શ્રી ઋષભદેવ ભગવાન સંયમ લીધા પછી એક હજાર વર્ષ છબસ્થાવસ્થામાં રહ્યા, એમાં સર્વ રીતે અપ્રમત્તાવસ્થા: પ્રમાદ તો નહિ જ જેવો અને બાર બાર મહિના સુધી તો અન્ન કે પાણીનો સર્વથા અભાવ. આવા લોકોત્તર ભગવાનનો વાદ ક્યાં લેવાય ? જો આવું કરી શકો તો બહુ સારી વાત, હાથ જોડીએ પણ ઢોંગ - ધતૂરા ન ચાલે. દેખાવ જુદો અને અંદર જુદું, એ ન ચાલે. ત્યાગ કરનારની પાછળ થતા રુદનનું પાપ કોને લાગે ? ત્યાગ કરનારે સાચા ત્યાગી બનવું જોઈએ, પાછળની વસ્તુમાં આસક્તિ રહે તો એની ક્રિયાનું પાપ લાગે. હૈયામાં આસક્તિ હોય તો પાછળની ક્રિયાનો દોષ લાગે. મરતી વખતે કુટુંબીઓને સર્વને ભેગા કરી કહી દો કે “મારા હિતસ્વી હો તો મારી પાછળ રોવા - કૂટવાનું કરશો નહિ. મારા પર સાચો પ્રેમ હોય તો મારી પાછળ દુર્ગાન કરશો નહિ!” પછી જો કુટુંબ મૂઆ પાછળ રુએ, ફૂટે, ઢોંગ કરે, તો એનો હિસ્સો મરનારને નહિ પણ મરનાર મારાં મારાં કરે તો પાછળની પોકનું પણ પાપ એને લાગે. મરતી વખતે કુટુંબી કહે કે બે હજાર કે પાંચ હજાર તમારા નિમિત્તે શુભ માર્ગે વાપરશું. તે સાંભળે અને અનુમોદના કરે તો તો લાભ, પણ મનમાં બોલ્યા કરે કે મૂર્ખાઓ, મફતના નથી આવતા ! તો લાભ નહિ. મંદિર બંધાવ્યું હોય, એની અનુમોદના કરે કે હજારો આત્માઓ એ નિમિત્તે આત્મકલ્યાણ કરે, તો તો એનો પણ લાભ મળે. મરતાં ઉત્તમ ક્રિયાનો Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ 28 લાભ અનુમોદના હોય તો મળે અને પાપની ક્રિયાનો જો ત્યાગ ન કર્યો હોય તો વગર અનુમોદનાએ પણ હિસ્સો લાગે. તમારું ચપ્પુ છે, એનો જો ત્યાગ ન કરો, તો એ ચપ્પાથી થનારી તમામ ક્રિયામાં તમારા આત્માને હિસ્સો લાગ્યા કરે. અમદાવાદમાં એક ડોક્ટર થઈ ગયા. એમણે પોતાનાં ઓજાર મંગાવી ટુકડા કરી એવી વ્યવસ્થા કરી હતી કે જરા પણ એનો ઉપયોગ ન થાય, કે ન તો કોઈને કણ સરખો પણ વાગે. ત્રિધાત્રિધા ત્યાગ કર્યો. ડોક્ટરની ડિગ્રી ધરનારા થયા હતા, પણ પાછળથી ૫૨મ શ્રાવક બન્યા હતા, એથી દૃષ્ટાંત તરીકે પણ લઈ શકાય છે. 399 આજે કહેવામાં આવે છે કે ‘સંયમી દીક્ષા લે તો માતા રુએ એનું પાપ એને લાગે.’ પણ જો આસક્તિનો ત્યાગ કર્યા છતાં એમ પાપ લાગતું હોય, તો તો ભગવાન શ્રી ઋષભદેવસ્વામીને કેવળજ્ઞાન થાત જ નહિ. માતાને શોક થાય છે. શોક એ મોહના ઘરનો અને મોહ એ ઘાતીકર્મ છે. જો ભગવાનને માતાના શોકની ક્રિયાનો હિસ્સો લાગતો હોત, તો ભગવાનનાં ઘાતીકર્મનો ક્ષય થાત જ નહિ અને એમને કેવલજ્ઞાન થાત જ નહિ. મરૂદેવા માતા હજાર વર્ષ રોયાં હતાં. સાચો સ્નેહ હતોને ? આજે માતાપિતાને કે વડીલોને કોઈ અવસાન પામે તો શોક કેવો થાય ? મરે ત્યારે આઘાત પછી બેચાર દિવસ જરા રહે, પછી નહિ જેવો, અને વખત જતાં જાણે કોઈ હતું જ નહિ. મરે ત્યારે પણ આધાત, નિકટનાને, જેને સ્વાર્થ વધુ હોય તેને ! જેની જીવનદોરી એના પર હોય એને ! બાકીનાને સામાન્ય. સાચો આઘાત થાય તો તો શબ્દ પણ ન નીકળે અને આંસુ પણ આવે નહિ. સ્ત્રીઓ રુએ ત્યારે જોજો મોં ઢાંકીને રુએ, એમાં પણ હેતુ છે. આદમી પણ કૂકવો કરવા જાય ત્યારે ખેસ આડો રાખે. ખોટા રિવાજોએ દંભ શીખવ્યો છે. સ્ત્રીઓએ ફૂટવું પડે તે શી રીતે કૂટે ? હાથ ભેગા કરી અવાજ કરે પણ ઘરની બાઈ બરાબર ન ફૂટે તો એની નિંદા કરે. ઘરની બાઈએ તો બે મહિના પથારીએ પડવાની તૈયારી કરવી જ જોઈએ. બૈરાં રોવા આવે ત્યારે પોતાની સાત પેઢી સંભારીને રુએ, જ્યારે આંખ જરા નીતરે, જરા લાલ જેવી થાય, ત્યારે જ મુખ ખુલ્લું કરે. મરૂદેવી માતાએ તો હજાર વર્ષ સુધી શોકથી રુદન કર્યું હતું. રોજ પોતાના પૌત્ર ભરતને ઉપાલંભ આપતાં. ૧૨૩ સભા : એક હજાર વર્ષ શોક કર્યો એ કર્મ, અંતરમુહૂર્તમાં ખપીને કેવળ થયું ? હા. ભગવાનનું સમોસરણ જોઈને પરિણામની ધારા એવી ચડી કે હજાર Page #140 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ વર્ષના શોકને મહાત કરે. આંખનાં પડળ પણ દૂર થયાં. દેખતાં થયાં, કેવળજ્ઞાન પણ થયું અને મુક્તિ પણ થઈ. બધું એકીવખતે. ૧૨૪ શ્રી ધર્મબિંદુ ગ્રંથમાં જ્યાં ગ્લાનઔષધવત્ માતાપિતાના ત્યાગની વાત લખી, ત્યાં દૃષ્ટાંત ભગવાન શ્રી ઋષભદેવનું આપ્યું. માતાના મોહને ન ગણકારી, પોતે સંયમ લઈ, હજાર વર્ષ વિહરી, તપ કરી, કેવળજ્ઞાન મેળવી માતાને સમર્પણ કર્યું, માટે ઋષભદેવ જેવો પુત્ર “ન ભૂતો ન મવિષ્યતિ' એમ કહેવાય છે. દીકરા એવા જોઈએ. માતાપિતાનાં આંસુના સાગરમાં ન ડૂબતાં, રોતાં મૂકીને પણ જાય, અને પોતે સન્માર્ગે જોડાઈ માતાપિતાને પણ સન્માર્ગે વાળે, તો જ માતાપિતાના ઉપકારનો સાચો બદલો વળી શકે તેમ છે. એનાં જ માતાપિતા પછી કહે કે અમારા દીકરાએ સારુ કર્યું, પણ પ્રથમથી જ સારી કરણી ક૨વામાં પણ એક રુએ અને એક આંસુ લૂછે એવું કર્યા કરે અને હિતકર પ્રવૃત્તિને ભૂલી જાય અગર નષ્ટ કરી દે કે મુલત્વી રાખી મોહમગ્ન અવસ્થા ગુજાર્યા કરે, તો બન્નેનું બગડે. આથી સમજી શકાશે કે આસક્તિનો પરિત્યાગ કરી, મુક્તિની સાધના માટે ત્યાગી થયેલ આત્માને પાછળના મોહમગ્ન આત્માઓના રુદનનું પાપ કોઈ પણ રીતે લાગી શકતું નથી, તે રુદન આદિનું પાપ તો તે રુદન આદિ કરનારાઓને, કરાવનારાઓને અને ક૨ના૨ની અનુમોદના કરનાર અથવા કરનારને કે કરવામાં ઉત્તેજન આપનારાઓને જ લાગે. 400 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯ : ‘લોગવિરુદ્ધય્યાઓ'નો પરમાર્થ : એકલા ભણેલા નહિ, પણ ગણેલા જોઈએ ! સંયમ પ્રત્યે સદ્ભાવ ન જાગે, તે જ્ઞાન વ્યર્થ છે : હિતશિક્ષાનો અમલ થવો જોઈએ ! આરીસાભુવનમાં કેવળજ્ઞાન શાથી ? મહત્તા કોની? ♦ લોકવિરુદ્ધ અને લોકવિરોધ : લોક દુરારાધ્ય છે : ♦ જૈનશાસનમાં સામે પૂરે ત૨વાનું છે : • જેનું અંતિમ સારું, તેનું બધું સારું : વિષય : ‘ચરણકરણ' અનુયોગની મુખ્યતા જાણ્યા બાદ એની પ્રાપ્તિમાં આવતા અવરોધને દૂર કરવા. 29 ચાર પ્રકારના અનુયોગમાં ચરણકરણ પ્રધાન બતાવ્યા બાદ એ અનુયોગની પ્રાપ્તિમાં કેવા કેવા અવરોધ આવે છે, તે અહીં બતાવ્યું છે. સૌથી પ્રથમ જ્ઞાનને સાર્થક કરવા તેનું ફળ ચારિત્ર મેળવવું જરૂરી છે એ વાત સમજાવી. ત્યાર બાદ ઉપદેશના શબ્દોનો પણ મર્મ ૫રમાર્થ - જાણવો જોઈએ. એ જણાવવા ઉપમિતિના આધારે આચાર્ય અને ચક્રીનો પ્રસંગ જણાવ્યો. ભાવનાના યોગે પરિણામ કેવું આવે છે તે દર્શાવવા ભરતચક્રીનો પ્રસંગ વર્ણવ્યો અને ત્યાર બાદ લોકવિરોધ અને લોકવિરુદ્ધ આ બે સામાન્યપણે એકસરખા લાગતા શબ્દોમાંથી ગજબનો સાર તારવી લોકવિરોધની પરવા ન કરવી પણ આલોક - પરલોકાદિમાં આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિ ત્યજવી એ ધ્વનિનો ઘોષ કર્યો. લોકહેરીના ત્યાગ માટે આ પ્રવચન ખૂબ જ મનનીય બન્યું છે. વચ્ચે અવસર પામી મહાદેવ - પાર્વતી અને ભગવાન મહાવીર - ગોશાળાના પ્રસંગનો મનનીય ઉપયોગ કર્યો છે. સુવાકયામૃત પાપથી ભય ન પામે, પાપથી પાછો ન હઠે, પાપને ખોટું ન માને, એનું નામ જો જ્ઞાન મનાતું હોય તો તો જુલમ થઈ જાય. ભણેલા તે, કે જે શબ્દના ભાવને સાચવે, કાઢે અને વસ્તુના મર્મને સમજે. ધનાર્જન એ જ્ઞાનનું ફળ છે, એવી માન્યતા મિથ્યાજ્ઞાનની પેદાશ છે. આરાધના ન થઈ શકે તો તેના ઉ૫૨ સદ્ભાવ તો અવશ્ય હોવો જ જોઈએ. જે દી આગમ નહિ હોય તે દિવસે મનુષ્ય તો હશે પણ ધર્મ - ઓઘો ને ચાંલ્લો - એ બે નહિ હોય. એ બે આગમથી જ છે. પ્રભુના માર્ગને સાચવવાની ઇચ્છા હોય, તો ગાંડા લોકોની પાછળ જવાય નહિ. દુનિયામાં એક પણ કામ એવું નથી કે જેમાં મૂર્ખ લોકનો વિરોધ ન હોય. પાંચમા આરામાં છઠ્ઠો આરો લાવવાની ભાવના ન હોય, શાસનમાં જીવતું-જાગતું રહેવું હોય, તો લોકવિરોધથી જરાય ગભરાશો નહિ. ♦ દેશ-કાળ જોવાના, તે આગમ ઉપયોગી કેવી રીતે થાય તે જોવા માટે, આગમને ઊંધાં ક૨વા માટે નહિ. થોડા પણ સારામાં રહેવું સારું, પણ ઘણા પણ બૂરામાં રહેવું ભૂંડું. જો હિત ન હોય તો સત્ય, પ્રિય અને મિત એ ત્રણે ખોટું. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૯: “લોગવિરુદ્ધચ્ચાઓ'નો પરમાર્થ: એકલા ભણેલા નહિ, પણ ગણેલા જોઈએ! ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા એમ ફરમાવી ગયા કે રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા અને એટલા માટે જ શારીરિક તથા માનસિક દુઃખોના ઉપનિપાતથી પીડાતા, તમામ સંસારી પ્રાણીઓએ એ દુઃખોને દૂર કરવા તથા એ દુઃખોમાં કારણભૂત એવા રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માટે હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થોના પરિજ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન ક્યારે થાય ? વિશિષ્ટ વિવેક આવે ત્યારે ! વિશિષ્ટ વિવેક આવે ક્યારે ? આપ્તના ઉપદેશથી ! આપ્ત કોણ સઘળા અતિશયોના સમૂહને પામેલા શ્રી અરિહંત ભગવાન ! અહંન્ત કોણ? જેનામાં રાગ, દ્વેષ અને મોહનો સર્વથા અભાવ હોય તેઓ ! શ્રી અરિહંત ભગવાનના ઉપદેશ વિના વિશિષ્ટ વિવેક આવે નહિ, વિશિષ્ટ વિવેક આવે નહિ ત્યાં સુધી હેય અને ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થાય નહિ, એ થાય નહિ ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ ઘટે નહિ અને એ ઘટે નહિ ત્યાં સુધી દુઃખોનો અંત આવે નહિ તથા અનંત સુખની પ્રાપ્તિ થાય નહિ. ભગવાન શ્રી અરિહંતદેવનો ઉપદેશ, “૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪- ચરણકરણાનુયોગ' – આ ચાર પ્રકારે વહેંચાયેલો છે. ૧. ધર્મકથાનુયોગ એટલે જેમાં પરિણામે ધર્મ પમાય એવી કથાઓનો સમાવેશ હોય - જે આત્માઓ મનુષ્ય ભવ, આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુળ વગેરે સામગ્રી પામી, ઉત્તમ પ્રકારની ક્રિયા કરીને સંસારના બંધનથી છૂટી મુક્તિએ ગયા, તેમની કથાઓ તથા તે તે સામગ્રી મેળવ્યા છતાં પણ આરાધન નહિ કરતાં તથા પાપક્રિયામાં રચીપચી રહીને જે આત્માઓ દુર્ગતિએ ચાલ્યા ગયા, એ બેય પ્રકારના આત્માઓની કથાઓ, ધર્મકથાનુયોગમાં છે.” “રગણિતાનુયોગમાં ચંદ્ર, સૂર્ય, તારા, નદીનાળાં, દ્રહદ્વીપ, સમુદ્ર વગેરેનું સંખ્યાવાર ગણિતથી વર્ણન છે.” “૩- દ્રવ્યાનુયોગમાં દુનિયાના પદાર્થોનું યથાસ્થિત સ્વરૂપ છે’ અને ‘૪- ચરણકરણાનુયોગમાં ચારિત્રના પ્રકાર ચરણસિત્તરી, કરણસિત્તરી Page #143 -------------------------------------------------------------------------- ________________ 403 – – ૯ : “લોગવિરુદ્ધચ્ચાઓ'નો પરમાર્થ - 29 – ૧૨૭ વગેરેનું વર્ણન છે.' આ ચારે અનુયોગોમાં મુખ્ય ચરણકરણાનુયોગ છે. પહેલા ત્રણે અનુયોગો, ચોથા ચરણકરણાનુયોગની સિદ્ધિ માટે છે. ઊંચા પ્રકારની ક્રિયાનો અમલ, એ જ સૌથી ઊંચી વસ્તુ છે. ત્રણે અનુયોગો કહ્યા, તે ચોથા અનુયોગની સિદ્ધિને માટે. આ ચરણકરણાનુયોગ આવે, આવ્યા પછી સારી રીતે પળાય, એનું યોગ્ય આરાધન થઈ શકે, તે માટે આ ત્રણે અનુયોગો કહેવામાં આવ્યા છે. જે આત્માને આ ત્રણે અનુયોગોનો અભ્યાસ છતાં ચોથા અનુયોગ પ્રત્યે સભાવ ન જાગે, તો તે આત્મા માટે ત્રણે અનુયોગો કિંમત વિનાના થઈ જાય છે. જ્ઞાનનું ફળ શું ? વિરતિ. જે જ્ઞાનના યોગે આત્મા પાપથી ડરે નહિ, પાપથી ભય પામે નહિ, એ જ્ઞાન કે અજ્ઞાન ? પાપથી ભય ન પામે, પાપથી પાછો ન હઠ, પાપને ખોટું ન માને, એનું નામ જો જ્ઞાન મનાતું હોય તો તો જુલમ થઈ જાય. વ્યવહારમાં પણ કહે છે કે ભણેલો કોણ? ગણેલો હોય છે. કહેવાય છે ને કે ભણ્યા પણ ગણ્યા નહિ. કાયદો તો વાંચે પણ એનો મર્મ, ભાવ, સ્વરૂપ અને હેતને ન સમજે, તો એ પોતાના આશ્રિતનો બચાવ કરી શકે ખરો ? તમે વકીલ કેવા શોધો ? જૂના, અનુભવી. કેમ ? બધુ મોઢે તો નવાને હોય, તાજી પરીક્ષા તો નવાએ આપી છે, છતાં જૂનાને કેમ શોધો ? ત્યાં તમે સમજો છો કે પરીક્ષા તાજી ભલે આપી, પણ પરિણમવાને વાર છે. પરીક્ષા તો પુસ્તકમાં હતું એની, પણ અમલ કેમ કરવો એમાં જ મુશ્કેલી, વ્યવહારમાં પણ ભણેલો હોય પણ ગણેલો ન હોય, એની કિંમત અંકાતી નથી. ગણેલો કોણ ? વાતનો મર્મ વિચારે તે. શ્રી જેનશાસનની આરાધના કરવી હોય તો પરિણામ પહેલું જોવું પડશે. દરેક વસ્તુના હેતુ તથા સારને તપાસવા પડશે. ભણેલા છે એમ કહીને સંતોષ ન પામો, પણ ગણેલા છે કે નહિ તે જુઓ. ભણેલા છે, કે જે શબ્દના ભાવને સાચવે, કાઢે અને વસ્તુના મર્મને સમજે. જો એમ ન થાય તો પરિણામ સારું ન આવે. વ્યવહારમાં બાપ જો બાળકને કંઈ કહે, અને બાળક અપમાન માને, તો એ ઘરમાં રહી શી રીતે શકે ? એમ માને તો તો પરિણામ ભયંકર આવે. સંયમ પ્રત્યે સદ્ભાવ ન જાગે, તે જ્ઞાન વ્યર્થ છેઃ જે વસ્તુ જે સ્વરૂપમાં હોય, તે વસ્તુને તે સ્વરૂપમાં સમજે તે ગણેલો કહેવાય. એકલો ભણેલો કામ ન આવે. માન્યું કે તમે બહુ ભણ્યા, દુનિયાની Page #144 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો સઘળી ભાષાઓ પણ ભણ્યા, સારીયે દુનિયાની ભૂગોળ પણ જાણી, પણ એનું ફળ શું ? ૧૨૮ - ૨ સભા : ધનાર્જન ! ધનાર્જન એ જ્ઞાનનું ફળ છે, એવી માન્યતા અજ્ઞાનની, મિથ્યાજ્ઞાનની પેદાશ છે. કારણ કે, જ્ઞાનનું ફળ વિરતિ છે. 404 જે જ્ઞાન તારે તે જ ડુબાડે શાથી ? એનું ફળ ન આવ્યું એથી કે કાંઈ બીજું ? અજ્ઞાની પાપકર્મથી ન ડરે અને જ્ઞાની પણ પાપકર્મથી ન ડરે તો અજ્ઞાની તથા જ્ઞાનીમાં ફેર શો ? એ વિચારો. ત્રણ અનુયોગો કરતાં ચોથાની મુખ્યતા શી, તે જ સમજાવી રહ્યો છું. તત્ત્વજ્ઞાન તો દ્રવ્યાનુયોગમાં ભર્યું છે, ગણિત ગણિતાનુયોગમાં છે, અને ઇતિહાસ તો આખોયે ધર્મકથાનુયોગમાં છે. ત્યારે ચરણકરણાનુયોગમાં છે શું ? ક્રિયા કે બીજું કાંઈ ? ગણિતની વાતો તો ગણિતાનુયોગમાં છે, દુનિયાની વસ્તુઓનું ઝીણામાં ઝીણું જ્ઞાન અથવા દુનિયાની ઝીણામાં ઝીણી વસ્તુ માત્રનું જ્ઞાન તો દ્રવ્યાનુયોગમાં છે, ઇતિહાસ તો ધર્મકથાનુયોગમાં છે, છતાં ક્રિયા-ચારિત્ર બતાવનાર ચોથા ચરણકરણાનુયોગની મુખ્યતા શાસ્ત્ર શાથી કહી ? શાસ્ત્ર કહે છે કે એ વિના આ ત્રણે અનુયોગો સફળ થઈ શકતા નથી. ત્રણેની સફળતાનો આધાર ચોથાની આરાધના ઉપર છે. આરાધના ન થઈ શકે તો તેના ઉપર સદ્ભાવ તો અવશ્ય હોવો જ જોઈએ. કોઈ કહે કે ‘હું ભણેલો, અને હોંશિયાર' શાસ્ત્ર કહે છે કે ‘એનાથી લોભાતા નહિ.' કહેવું કે ‘સારી વાત, પણ ફળ શું ?’ એ એમ કહે કે ‘યથેચ્છ અટનમ્’ તો કહેવું કે ‘મહા અજ્ઞાનમ્’ !' એ કહે કે ‘મનુષ્યભવ ઊંચી કોટિનો છે' કહેવું કે ‘કાર્યવાહી શી ?' કહે કે ‘કાર્યવાહી તો અનેક પાપોને પોષે તેવી.’ તો તો કહેવું કે ‘નકામો ગયો.’ કહે કે ‘આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળમાં મનુષ્યભવ પામ્યો.' કહેવું કે ‘ઠીક, પણ કાર્યવાહી શી ?' એ કહે કે ઘર ને બજાર બે.' અમે કહીશું કે ‘અનંતા માનવભવ મળ્યા તેમાં એકની વૃદ્ધિ.’ આપણો મુદ્દો એ છે કે, જ્ઞાની તે, કે જે મૂળને બરાબર સાચવે. મૂળ સાબૂત હશે તો ડાળાંપાંખડાં તો સહજમાં ઊભાં કરી શકાશે. મૂળમાં સડો પેઠો તો ખલાસ. માટે મૂળમાં સડો પેસવા ન દેવો. પેઠો હોય તો દૂર કરવો. લડવા ભલે લાખ્ખો સૈનિકો જાય, પણ મર્મને, સામેના ધસારાને, નેમને, Page #145 -------------------------------------------------------------------------- ________________ 006 - - ૯: “લોગવિરુદ્ધચ્ચાઓ'નો પરમાર્થ - 29 –––– ૧૨૯ લક્ષ્યને, ધસારો કેવી રીતે લઈ જવો, એ બધું તો સેનાપતિ સમજે. સૈનિકોએ તો સેનાપતિના વાવટાને માનવાનો. એ કહે કે “સામે જાઓ તો સામે જવાનું : પાછા હઠી' તો પાછા હઠવાનું. એ જેમ કહે તેમ જ કરવાનું. એ લાખ સૈનિકોને સેનાપતિ પ્રત્યે ખાતરી ન થાય, એના હુકમનો અમલ ન કરે, તો એ લાખો સૈનિકો છતાં માની લેવું કે એ રાજ્યનો પરાજય નિર્માણ થઈ ચૂકેલો છે. ડાહ્યો સેનાપતિ તો કહી દે કે “મારે લાખની જરૂર નથી, ભલે થોડા આવો પણ જેને મારા પર વિશ્વાસ હોય તે આવો.' સેનાપતિ સમજે છે કે “એ અણીના વખતે સૈનિકો સાથે પંચાત કરું કે ત્યાં લક્ષ્ય રાખું ?' જો એ વખતે સેનાપતિ સૈનિકોની સાથે વાતચીતમાં પડી જાય, તો નક્કી એ સેનાપતિ પોતાના સ્વામીને વિજય અપાવી શકે નહિ. જ્ઞાની કહે છે સમજો, સમજનું પરિણામ લાવતાં શીખો. કોઈ કહે કે દ્રવ્યાનુયોગ સારો જાણું છું, ગણિતના તો આંકડે આંકડા મોઢે છે, સાહિત્યમાં તો આડોઅવળો ચારેય બાજુ ફરી વળ્યો છું.' એને પૂછીએ કે “સંયમ તરફ સદ્ભાવ થયો ?' જો ના” પાડે તો કહેવું કે “એ બધું વ્યર્થ છે. લાભ ન થયો.” જ્ઞાનીઓએ ધર્મકાર્ય વગેરે કહ્યું શું કામ ? સભા: ભવ્યોના ઉપકાર માટે ! ઉપકાર ક્યારે થાય ? ગ્રહણ કરનારા ગ્રહણ કરે ત્યારે ને ! ગ્રહણ ક્યારે થાય ? ગ્રહણ યોગ્ય સમજ્યા ત્યારેને ? લેવાનું લેવાય, છોડવાનું છોડાય, જાણવાનું જણાય, એમ હય, શેય અને ઉપાદેયનો વિવેક થાય, તો તો ધર્મકથાનુયોગ તથા બીજા અનુયોગો ફળે, નહિ તો ન ફળે. હિતશિક્ષાનો અમલ થવો જોઈએ! ધર્મકથાનુયોગમાં સઘળી વસ્તુનો સમાવેશ છે. નવે રસથી એ ભરપૂર છે. કથાના કહેનારાનું તથા સાંભળવા બેસનારનું ધ્યેય ક્યાં જોઈએ ? ચક્રવર્તીને, આ શાસ્ત્રકારે ઉપમિતિ ભવપ્રપંચા' કથામાં એક જગ્યાએ ચોર કહ્યો છે. એક ચક્રવર્તી સેના સાથે મુસાફરીએ નીકળ્યા છે. સેના સાથે ચક્રવર્તી મુસાફરીએ નીકળે, ત્યારે કોલાહલ કેટલો હોય ? ઘણો જ હોય, જેનો પાર નહિ. એ વખતે એક સ્થાનમાં આચાર્ય દેશના દે છે, ત્યાંથી આ સેના નીકળે છે. એ વખતે કોઈ પૂછે છે કે “આ કોલાહલ શાનો છે ?” આચાર્ય કહે છે કે “એક ભયંકર ચોરને વધ્યભૂમિમાં લઈ જવામાં આવે છે. આ ચક્રવર્તીનું આયુષ્ય થોડું બાકી છે, એમ Page #146 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ આચાર્યે જાણ્યું, અને જો આ સ્થિતિમાં મરી જાય તો ચક્રવર્તી નરકે જાય, માટે આચાર્ય એમ બોલ્યા. સેના પકડીને વધ્યભૂમિમાં લઈ જાય છે એમ જ કહોને ! આવો ને આવો રહે તો નરકે જાયને ! છે પોતે ચક્રવર્તી, છ ખંડનો માલિક, છતાં આચાર્ય એને ચોર કહે છે. બાંધી, પકડીને, લઈ જવામાં આવે છે એમ કહે છે. વધ્યભૂમિમાં લઈ જવાય છે, આવું સ્પષ્ટ આચાર્યે કહ્યું. માણસોએ ચક્રવર્તીને આ વાત કહી, પણ હવે ચક્રવર્તીએ શું માન્યું ? ‘હું ચક્રવર્તી અને મને એ કહેનાર કોણ ?' એમ ? ચક્રવર્તી આવ્યો. આચાર્યના આ શબ્દથી તો એ ચક્રવર્તીને જાતિસ્મરણજ્ઞાન થયું. ચક્રવર્તીએ આવીને કહ્યું કે, ‘ભગવન્ ! આપ કહો છો તેમ જ છે. ચક્રવર્તીએ વિચાર કર્યો કે ‘મહાપુરુષો કહે તેમાં કા૨ણ હોય' બસ એટલા માત્રથી આચાર્યના શબ્દોની વિચારણા કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પણ જો એમ વિચારત કે મને ચોર કહેનાર એ કોણ ? તો જાતિસ્મરણ થાત કે જે હોત એ પણ જાત ? તરત એ ચક્રવર્તી પોતે પોતાના પૂર્વભવોની વાત કરે છે, જે સાંભળી હજારો આત્મા બોધિબીજને પામે છે. કેટલાક સર્વવિરતિ, કેટલાક દેશિવરતિ અને કેટલાક સમ્યક્ત્વ અંગીકાર કરે છે. ૧૩૦ આચાર્યે ‘ચોર’ એ શબ્દ કહ્યો હતો, પણ એ શબ્દનું ઐદંપર્ય જોયું, ભાવ જોયો, તો આ પરિણામ આવ્યું. 406 શાસ્ત્રમાં ઠામ ઠામ આવે છે કે અમુક પાપ-કાર્યવાહીનું ફળ આ. કોઈ પૂછે કે બસ, એ જ ફળ ? તે નહિ, પણ એ પાપ કાર્યવાહીમાં વધે તો વધારેમાં વધારે ફળ એ. છેલ્લું ફળ બતાવ્યું : જેથી આત્મા એવી પાપ-કાર્યવાહીથી દૂર થાય, કે જેમાં એવો ત્રાસ વેઠવાનો હોય. લોકમાં પણ કહે છે ને કે જ્યાં રાજ્યશ્રી છે ત્યાં ભવાંતરમાં ન૨કશ્રી છે. ત્યારે શું બધા રાજા નરકે જ જાય ? સંપ્રતિ રાજા, સનત્કુમાર ચક્રવર્તી તથા કુમારપાળ રાજા સ્વર્ગે પણ ગયા, રાજ્યનો ગુણ નરક આપવાનો એ ખરું, પણ જો એમાં આસક્ત ન બને, અવસરે છોડે, તો જરૂર એ રાજા નરકના પંજામાંથી બચે. ચક્રવર્તી બાર થયા, એમાં નરકે તો બે જ ગયા છે, બાકીના બધામાંથી કેટલાક મોક્ષે તથા કેટલાક દેવલોકે ગયા છે. મોક્ષે તથા દેવલોકે ગયા તે જ્યારે ચક્રવર્તી મટ્યા, અર્થાત્ ચક્રવર્તીપણામાંથી ખસ્યા ત્યારે ગયા. ચક્રવર્તીપણું એ શાનું કારણ ? એ તો નરકનું જ કારણ. એનો ત્યાગ કરે, પછી કાંઈ વાંધો રહેતો નથી ! Page #147 -------------------------------------------------------------------------- ________________ on – – ૯: ‘લોગવિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ - 29 ––– ૧૩૧ અરીસાભવનમાં કેવળજ્ઞાન શાથી? શ્રી ભરત મહારાજાને અરીસાભવનમાં કેવલજ્ઞાન થયું એ શાથી ? શ્રી ભરત મહારાજા પોતાના સાધર્મિકોને કહેતા કે “જ્યારે જ્યારે હું આપની દૃષ્ટિએ પડું, ત્યારે ત્યારે મને કહેવું કે - “ગિતો જવા, વર્ત , તસ્મા મદન મોહના' રાજનું ! આપ જિતાયેલા છો, ભય વધે છે, માટે ન હણો ન હણો.” આવું વારંવાર જ્યારે જ્યારે જુઓ ત્યારે કહેવું ! શ્રી ભરત મહારાજા વિજેતા કે હારેલા? ભયભીત કે નિર્ભય, હિંસક કે દયાળુ? પોતે છયે ખંડને જીત્યા છે, કેવળ નિર્ભય છે, તથા દયાના પ્રચારક છે, છતાં પોતાને આવું સ્મરણ આપવાનું શા માટે કહે છે ? એમને એમાં નાનમ ન લાગી. એ કહેતા કે “કર્મશત્રુથી હું જિતાયેલો છું, કર્મનો ભય વધતો જાય છે, અને તેથી જરૂર મારો પોતાનો આત્મા હણાઈ રહ્યો છે. આ ભાવના દઢ હતી ત્યારે અરીસાભવનમાં કેવળજ્ઞાન થયું. એમનું અરીસાભવન કેવું હોય ? તમને એમાં દાખલ કર્યા હોય તો ? સભા દરવાજો ન જડે. અંદર ને અંદર અથડાઓ. આખું શરીર ઉત્તમ અલંકારોથી અલંકૃત, ચક્રવર્તીપણાનું તેજ ઝળકે, મુકુટની શોભા પાર વિનાની, એમનાં આભૂષણો જોવાનું મન થાય, એમનું રૂપ પણ એવું કે એમને પોતાને પણ જોવાનું મન થાય, તો બીજાને જોવાનું મન થાય એમાં નવાઈ શી ? એવું રૂપ કે પોતે જોયા કરે. એ રૂપ જોતાં પોતે તૃપ્તિ ન પામે તો પારકાની હાલત શી ? આ સ્થિતિમાં એક જ મુદ્રિકા ખરી જાય, એમાંથી અનિત્ય ભાવના, અન્યત્વ ભાવના, ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન, બધું આવી જાય, એ શાથી ? પેલી કાયમની ભાવનાના યોગે ! તમારા હાથમાંથી રોજ વીંટી કેટલીયે વાર નીકળતી હશે ! છતાં અનિત્યાદિ ભાવના આવે છે ? નહિ. શાથી? હું કહું છું કે, તમે પોતાને સારા માની રહ્યા છો એથી, તમે સારા હો એ વધારે સારું, સારા થાઓ એવી ઇચ્છા, પણ તમારે તો તમને પોતાને દોષિત માનવા જોઈએ અને સુધરવાના પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈએ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 408 સભા: સારા છીએ જ ક્યાં ? તે તમે જાણો, હું નથી કહેતો. પોતાના દોષો જોતા થયા હો તો સારી વાત, બાકી પોતાના દોષ જોવાય નહિ, ખામી ભળાય નહિ, કોઈ ખામી કહે તો મારવા જવાનું મન થાય, આ દશામાં ઉદ્ધાર થાય શી રીતે ? તમારું પુણ્ય હશે ત્યાં સુધી તો એ કુટેવ પણ તમને નિભાવશે, પણ પુણ્ય પરવાર્યા પછી સત્યાનાશ વળી જશે. મહત્તા કોની? કાર્ય કરતાં શીખો. હોવાથી કાર્ય બનતાં હોત, તો દુનિયા બધી કાર્યકર્તા થઈ જાત. કામ કરનારા તે, કે જે યોગ્ય વસ્તુનો સાર કાઢે. કચરો બહાર કાઢે, તે કાર્યકર્તા કહેવાય. સારું છે કે આપણે તો અમુક સંયોગોમાં છીએ. આજે સ્થિતિ એ છે કે ધર્મ એ ભયંકર ચીજ મનાતી જાય છે. વાત કરવામાં તો જાણે બધો ધર્મ જ વસી ગયો હોય તેમ વાત કરાય છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું અપમાન મોટું કે જાતનું અપમાન મોટું ? ભગવાન શ્રી મહાવીરદેવે કહેલા આગમનું અપમાન મોટું કે જાતનું અપમાન મોટું ? ભગવાન શ્રી મહાવીરદેવના માર્ગ ઉપર, શાસન ઉપર, આજે કઈ જાતનાં ભયંકર આક્રમણ થઈ રહ્યાં છે, એનો અભ્યાસ કર્યો ? આજનો ઘોંઘાટ એ શાસન ઉપર આક્રમણ છે કે બીજા ઉપર ? ન સમજ્યા, નીકળ્યા, તો શાસનના સેવકને બદલે શાસનના નાશના ભાગીદાર આપણે થવાનું છે. શાસ્ત્ર કહે છે, કે આગમથી આપણે છીએ. જે દી આગમ નહિ હોય તે દિવસે મનુષ્ય તો હશે પણ ધર્મ-ઓઘો ને ચાંલ્લો – એ બે નહિ હોય. એ બે શાથી છે? આગમથી. આઠ વરસની દીક્ષા પાંચમા આરાને છેડે જ કે ચોથા આરામાં પણ હતી ? આઠ વર્ષની દીક્ષા ચોથા આરામાં પણ હતી, અત્યારે પણ છે અને પાંચમા આરાના અંતે પણ હશે. આગમને-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને મરજી મુજબ નચાવાય ? મોટું કોણ ? આજ્ઞા કે આપણે ?આગમ કે આપણે ? લોકવિરુદ્ધ અને લોકવિરોધ : જયવીયરાયમાં' કહી આવ્યા એ બરાબર સમજો. શાસ્ત્ર લોકવિરુદ્ધનો નિષેધ કર્યો, પણ લોકવિરોધનો નિષેધ નથી કર્યો. વિરોધ તો સનાતન છે, શાશ્વત છે. પવન જે તરફ વાય તેમ ઢળે તે લોક. શ્રી સીતાજીની વાત થઈ ગઈ છે, કહેવાઈ ગઈ છે, છતાં ફરીને જોઈ જઈએ. શ્રી સીતાદેવી જેવી મહાસતીને Page #149 -------------------------------------------------------------------------- ________________ 409 - ૯: “લોગવિરુદ્ધચ્ચાઓ'નો પરમાર્થ:- 29 - ૧૩૩ ગણતરીની બાઈઓએ કલંકિત કરી. બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી આખી અયોધ્યામાં જોતજોતામાં વાત ફેલાવી કે “સીતાજી સતી નથી. હજી તો રાવણની પાદુકા ચીતરીને એનું સ્મરણ કરે છે !” અરે ! નગરના આગેવાનો શ્રી રામચંદ્રજીને કહેવા આવ્યા કે, “મહારાજ ! વાત જચતી નથી, ગળે ઊતરતી નથી, સંભવતી નથી, પણ ચોરેચૌટે અને ચકલે આવી વાત ચાલે છે, માટે મહેરબાની કરીને રાજ્યની આબરૂ ખાતર ઘટતા ઉપાય લેવાવા જોઈએ.' શ્રી રામચંદ્રજીએ તપાસ કરવાનું કહી વિદાય કર્યા. શ્રી રામચંદ્રજી મનમાં સમજે કે “મહાસતી છે, શંકાને સ્થાન નથી તોય લોકની ખાતર રામ ભૂલ્યા. લોકના વિરોધ ખાતર રામ ભૂલ્યા. લોકના વિરોધને તાબે થવાનું પરિણામ શોચો. લોકનો વિરોધ ક્યાં નથી હોતો ? શ્રી રામે સીતાના ત્યાગનો હુકમ કર્યો. સેનાપતિને કહ્યું કે, “સીતાને તીર્થયાત્રાના બહાનાથી રથમાં લઈ જઈ, ભયંકર અટવીમાં મૂકી આવવી !” શ્રી લક્ષ્મણજીએ કહ્યું કે, “આર્ય બંધુ ! સીતાદેવી મહાસતી ! એના માટે આ હુકમ ?' શ્રી રામચંદ્રજી કહે છે કે, હું જાણું છું, પણ લોક વાત કરી રહ્યા છે.” શ્રી લક્ષ્મણજી કહે છે કે, “જે લોકનું આપણે પુત્રવતુ પાલન કરીએ છીએ, જેને આત્મવત્ જોઈએ છીએ, તે લોક આપણા અંતઃપુરની ખોટી વાત કરે, એને આપ માન આપો છો ? બંધુ ! સત્તા હોય તો શિક્ષા કરો, સત્તા ન હોય તો એ પાગલ લોકની ઉપેક્ષા કરો, પણ એવા લોકની વાતની ખાતર મહાસતી શ્રી સીતાજીને કલંક ન દેવાય; શિક્ષા ન થાય. બંધુ ! સત્ત્વ હોય તો શિક્ષા કરો ! શિક્ષા ન કરવી હોય તો “હશે, ભલે'એમ કહી જતા કરવામાં મહત્તા માનવી હોય તો ઉપેક્ષા કરો !” શ્રી રામચંદ્રજી કહે છે કે “વાત સાચી, પણ લોક આમ કહે છે એનું થાય શું? શ્રી લક્ષ્મણજી પગે પડી વિનવે છે કે, “ભાઈ ! એવા લોકની વાત પર વજન આપવામાં ભૂલ થાય છે.' શ્રી રામચંદ્રજી આવેશમાં આવીને શ્રી લક્ષ્મણજીને કહે છે કે “તારે હવે બોલવાનું નથી.' શ્રી લક્ષ્મણજી આંસુ નીતરતી આંખે ચાલ્યા જાય છે. સેનાપતિ યાત્રાને બહાને શ્રી સીતાજીને રથમાં બેસાડીને લઈ જાય છે. સેનાપતિનું પણ હૃદય ડંખે છે, પણ શું કરે ? નોકરી કરે છે, એટલે છેવટે ભયંકર અટવીમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 10 લાવી રથને ઊભો રાખ્યો. સેનાપતિની પણ એ હિંમત નથી ચાલતી કે શ્રી સીતાજીને ઊતરવાનું કહેવું. સેનાપતિ મનમાં વિચારે છે કે “જો હું શ્રી રામનો નોકર ન હોત, તો આ આજ્ઞાનો અમલ ન કરત. કમભાગ્ય છું કે મારે આવી આજ્ઞાનો અમલ કરવો પડે છે.' દૂર જઈને રુએ છે. શ્રી સીતાજીએ પૂછ્યું ત્યારે જણાવે છે કે, “દેવી ! આપને આ અટવીમાં ત્યાગ કરવાનો શ્રી રામચંદ્રજીનો હુકમ છે.' શ્રી સીતાજીને મૂછ આવે છે. જાગ્રત થાય છે. પોતે સેનાપતિ સાથે કહેવરાવે છે કે “આ કઈ જાતનો ન્યાય ? સર્વકળાકુશલ, ન્યાયનીતિવિશારદ, રધુવંશભૂષણ શ્રી રામચંદ્રજી જેવાને આ ન છાજે કે વગર પરીક્ષાએ દંડ. અસ્તુ ! શ્રી રામચંદ્રજીનો દોષ નથી પણ મારાં કર્મનો જ દોષ છે.” “તું જઈને સ્વામીને કહેજે કે ખલ પુરુષોના કહેવાથી જેમ સીતાનો ત્યાગ કર્યો, તેમ છે સ્વામિનું ! મિથ્યાષ્ટિના કહેવાથી શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્મનો ત્યાગ કરશો નહિ.” - સેનાપતિ આવીને શ્રી રામચંદ્રજીને આ સંદેશો આપે છે. શ્રી રામચંદ્રજી સિંહાસન ઉપરથી મૂછિત થઈ ભૂમિ ઉપર પડે છે. પોતાને લાગે છે કે શ્રી સીતાજીનો ત્યાગ કરવામાં ભૂલ થઈ છે. એ વખતે લોક શું કહે છે ? લોકે જાણ્યું કે રામે ગર્ભવતી સીતાનો ત્યાગ કર્યો, ત્યારે એ જ લોક બોલવા લાગ્યા કે “કેવો રાજા ! લોક તો કહે, પણ એથી આમ ત્યાગ થાય !” લોક દુરારાધ્ય છે : લોકમાં પણ એક કથા કહેવામાં આવે છે કે, મહાદેવ અને પાર્વતી આકાશમાં ચાલ્યાં જાય છે. વિદ્યાધર છે. વિમાનમાં જાય છે. લોકસ્વભાવ સંબંધી વાત નીકળી. મહાદેવે કહ્યું કે, લોકનો સ્વભાવ વિચિત્ર છે. પાર્વતી માને નહિ. એમને એ સ્વભાવ અનુભવવાનું મન થયું. નીચે ઊતર્યા. પોઠિયો તો હતો જ. શંકર પોઠિયા પર બેઠા અને પાર્વતીજી ચાલે છે. આ જોઈ લોક કહે છે કે “પાડા જેવો છે, છતાં ઉપર ચડી બેઠો છે અને કોમળ એવી નારીને ચલાવે છે. પછી પાર્વતીજી પોઠિયા ઉપર બેઠાં અને શંકર ચાલવા લાગ્યા. એના એ જ લોક કહે છે કે “કેવો સ્ત્રીનો ગુલામ છે, પોતે ચાલે છે અને સ્ત્રીને બેસાડે છે. પાર્વતીજી તો ચંભિત જ થઈ ગયાં. શંકર કહે છે કે હવે આપણે બેય બેસીએ.” પછી બેય બેઠાં. એટલે લોક કહે છે કે “બેય કેવાં નિર્દય છે ! વારાફરતી બેસવાનું હોય કે બેય સાથે ?' પાર્વતીજી તો દિમૂઢ જ થઈ ગયાં કે વારાફરતીમાંયે સુખ નહિ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯ : ‘લોગવિરુદ્ધચ્ચાઓ’નો પરમાર્થ : - 29 અને સાથે બેસવામાંયે આમ બોલે છે.' પછી બેયે ચાલવા માંડ્યું અને પોઠિયાને દોરવા માંડ્યો. ત્યારે લોક કહે છે કે ‘કેવાં મૂર્ખા છે, છતે વાહને ચાલે છે.’ પાર્વતીજીએ કહ્યું કે ‘ધરાઈ ગઈ. લોકસ્વભાવને જોઈ લીધો.' 411 આથી જ શાસ્ત્ર કહે છે કે, મૂર્ખ લોકોની વાતો ઉપર વજન આપનાર ધર્મી તો નહિ, પણ માણસ પણ નથી. માણસ બનવું હોય તેણે એવી વાતોને વજન ન દેવું. પ્રભુના માર્ગને સાચવવાની ઇચ્છા હોય, તો ગાંડા લોકોની પાછળ જવાય નહિ. દુનિયામાં એક પણ કામ એવું નથી કે જેમાં મૂર્ખ લોકનો વિરોધ ન હોય. શાસ્ત્ર લોકવિરોધનો ત્યાગ કરવાનું નથી કહેતું, પણ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવાનું કહે છે. શિષ્ટ પુરુષોની દૃષ્ટિએ જે કાર્યો વિરુદ્ધ હોય, તેનો ત્યાગ કરવાનું કહે છે, કોઈની પણ નિંદા ન કરવી. વસ્તુનું સ્વરૂપ બતાવવું એ વાત જુદી, પણ કોઈની નિંદા ન ક૨વી. વિશેષથી મોટા પુરુષોની નિંદા ખાસ ન કરવી. સત્પુરુષોની પીડામાં આનંદ ન માનવો. છતી શક્તિએ સત્પુરુષોની પીડા નિવારવાનો ઉપાય ન ક૨વો, એ પણ લોકવિરુદ્ધ : માટે સત્પુરુષોની પીડા નિવારવામાં શક્તિ ગોપવવી નહિ, લોકવિરુદ્ધ કાર્યોની ગણના તો મહાપુરુષોએ કરેલી જ છે. નવી કરવાની નથી. તે તે લોક વિરુદ્ધ કાર્યો ન કરવાં બાકી લોકવિરોધને ગણવા બેઠા, તો એક પણ કામ એવું નથી, કે જેમાં અજ્ઞાનીલોક વિરોધ ન કરે. હજાર જણને ઉત્તમ પ્રકારે જમાડો, પણ બહાર જઈ વાતો કરવાના કે શાકમાં મરચું નહોતું અને દાળમાં મીઠું નહોતું. પાંચ જણ વાત કરે, પાંચસો જણા સાંભળે અને હાએ હા કરે, મુશ્કીલીથી થોડા એવા નીકળે, કે જે કહે કે આટલી સામગ્રીથી જમાડનારની નિંદા કેમ કરો છો ? વાલ અને ભજિયાં ખાય, ઉપર પાણી પીએ, પછી ખાંસી થાય, એટલે કહી દે કે તેલ ખોરું વાપર્યું હતું. એક દાન દે અને બીજો માથું કૂટે . એક સંઘ કાઢે એટલે બીજો કહે કે ‘એનામાં છે શું ?’ પણ તારામાં શું છે એ તો જો ! શાસ્ત્ર કહે છે કે લોક સ્વભાવ દુરારાધ્ય છે. લોક તો એવો કે એક બોલે એટલે પચાસ બોલે. ૧૩૫ લોકના વિરોધથી ગભરાવું નહિ ઃ આ પછી તો શ્રી રામચંદ્રજી પોતે જાતે શ્રી સીતાજીને શોધવા નીકળ્યા હતા. પણ ખાલી હાથે જ પાછા આવવું પડ્યું હતું. શ્રી સીતાજી પણ પુણ્યવાન હતાં મહાસતી હતાં વનમાં પણ સંબંધી મળ્યા અને એમને લઈ ગયા. રામને ઘેર જેવી રીતે રહે એવી જ રીતે મોજથી લઈ જનાર સંબંધીને ત્યાં, જેમ ભાઈને ત્યાં બહેન Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – 412 રહે તેમ રહ્યાં છે. પુત્રોને પણ જન્મ આપ્યો. આ પછી જ્યારે શ્રી સીતાજીની ભાળ મળી ત્યારે નગરપ્રવેશ વખતે પણ જ્યારે રામચંદ્રજીએ શુદ્ધિ (દિવ્ય) માટે ખાડો ખોદાવ્યો અને અગ્નિ સળગાવ્યો, ત્યારે લોક કહેવા લાગ્યું કે “રાજનું ! સીતા મહાસતી છે, માટે એમને આમાં ન હોમો !” શ્રી રામચંદ્રજીએ કહ્યું કે “ચૂપ રહો, હું તમને ઓળખું છું. પહેલાં બોલનાર પણ તમે હતા, અને આજે એમ કહેવા આવનાર પણ તમે છો ! જો હું શુદ્ધિ વિના લઈ જાઉં તો તમે જ કહો કે જોયું ! શુદ્ધિ કરે ? શાની કરે ? શુદ્ધ હોય ત્યારે ને ! માટે હવે ચૂપ રહો.” જો કે શ્રી સીતાજી મહાસતી હતાં, એમના શીલના પ્રભાવે અગ્નિનું પાણી થયું અને સીતાને જ્યારે નગરપ્રવેશ કરવા, નગરને પાવન કરવા શ્રી રામચંદ્રજીએ કહ્યું ત્યારે સીતાજીએ કહ્યું કે “મારે હવે નગર, મહેલ કે બીજા કશાની જરૂર નથી. હવે તો કર્મનું ઉમૂલન થાય, કર્મના ફંદાથી રક્ષણ થાય, ત્યાં જઈશ. મેં જોયું કે “પાપના ઉદયમાં રક્ષક કોઈ નથી.' તરત સીતાજીએ લોચ કર્યો. રામચંદ્રજી મૂછિત થયા. એમને મૂછિત અવસ્થામાં મૂકી સીતાજી તો વ્રત લેવા ગયાં અને કેવલજ્ઞાની મહર્ષિ પાસે વ્રત લીધું અને કેવલજ્ઞાની મહર્ષિએ વ્રત આપ્યું પણ ! શ્રી રામચંદ્રજીની મૂચ્છ વળી ત્યારે સીતાને ન જોતાં પૂછ્યું કે “સીતા ક્યાં ?' બધાએ કહ્યું કે “એ તો ગયાં !” રામ કહે કે “પકડી લાવો.' પકડવા કોણ જાય ? રામચંદ્રજીને ગુસ્સો આવ્યો. “જાઓ છો કે નહિ ?' એમ કહી હાથમાં ધનુષ્યબાણ લીધું, કે તરત લક્ષ્મણ વચ્ચે પડ્યા અને બોલ્યા “આર્ય ! આ ન શોભે. આપના કરતાં સીતાએ શું ખોટું કર્યું ? આપે તો લોકાપવાદની ખાતર પોતે સુખસાહ્યબીમાં કાયમ રહી, સીતાનો ભયંકર અટવીમાં ત્યાગ કર્યો, ત્યારે એઓ તો આપને કશી પણ હાનિ કર્યા વગર, પોતાના આત્મશ્રેય માટે બધું તજીને ગયાં. એમાં ગુસ્સો શાનો ?' શ્રી રામચંદ્રજીનો આત્મા જાગ્યો. તરત હાથ જોડ્યા. ‘ધતિ “ ધન્ય છે-એમ બોલ્યા. એનું એ લોક તે વખતે પગે લાગ્યું. પોતાની ભૂલ કબૂલ કરી. શાસ્ત્ર કહે છે કે લોકવિરોધથી મૂંઝાતા નહિ. શિષ્ટ પુરુષોએ જે કાર્યો લોકવિરુદ્ધ કહ્યાં છે, તે કાર્યોને ધર્મી આત્મા ન કરે, એનાથી ભાગતો ફરે, પણ એ જ ધર્મી આત્મા, લોકવિરોધથી જરા પણ ગભરાય નહિ ! લોકવિરોધથી ગભરાઈને ધર્મનો ત્યાગ કરે નહિ. જો ગભરાયા તો ધર્મધ્વજ તથા ચાંલ્લા બેય ગયા સમજો. જો ચાંલ્લા તથા ધર્મધ્વજનો ખપ હોય, પાંચમા આરામાં છઠ્ઠો Page #153 -------------------------------------------------------------------------- ________________ ૩ – ૯: “લોગવિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ:- 29 – ૧૩૭ આરો લાવવાની ભાવના ન હોય, શાસનમાં જીવતું જાગતું રહેવું હોય, તો લોકવિરોધથી જરાય ગભરાશો નહિ. જૈનશાસનમાં સામે પૂરે તરવાનું છે ? શાસન આપણાથી નભે છે, એવું માનવાની જરૂર નથી. શાસનમાં તમારી અને અમારી કેટલી કિંમત છે, તે પોતાના આત્માને જ પૂછજો. આપણે ન હોઈએ તો શાસન ન રહે એમ કાંઈ નથી. શાસન તો પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે. પણ જે શાસનમાં આપણે છીએ, તે શાસન પ્રત્યે આપણી ફરજ તો ખરીને ! કઈ ફરજ એ તો વિચારવાનુંને આપણે કેવા ? પોલા. આજે જે બધી હોહા છે, તે શાસન ઉપર છે, વસ્તુ ઉપર છે. જેના ઉપર ધસારો આવે છે, તે તારક વસ્તુને સાચવવા માટે લોકવિરોધથી ગભરાયે પાલવે નહિ. તારક વસ્તુઓને સાચવવાની ફરજ છે. જ્ઞાની કહે છે કે લોકવિરુદ્ધ કાર્યથી બચજો, પણ ખોટા લોકના વિરોધથી ડરતા નહિ. જ્યાં જ્યાં, જે જે કરણીય હોય, ત્યાં ત્યાં યથાશક્તિ-શક્તિ ગોપવ્યા વિના કરવું જ જોઈએ. સભા : સામા પૂરે તરાય? જૈનશાસનમાં રહેનાર સામે પૂરે જ કરવું પડશે. એ શાસનમાં રહેનારને અનુકૂળ પૂર ભાગ્યે જ આવે. મોક્ષમાર્ગે ચાલનાર માટે અનુકૂળ પૂર લગભગ અશક્ય. પૂરની પાછળ તો આખી દુનિયા જાય છે, પણ ધર્માત્માને તો સામે પૂરે જવું પડશે. એમાં હેતુ એ છે કે “જગતમાં ધર્મના અર્થી થોડા.” મનુષ્યોમાં પણ અનાર્ય બહુ, આર્ય થોડા. એ આર્યમાં પણ અનાર્યપ્રાયઃ બહુ. આર્યમાં પણ ધર્માર્થી અલ્પ. ધર્માર્થીમાં પણ સમજનારા થોડા, અને એમાં પણ ધર્મપરિણત થોડા. થોડા પણ સારામાં રહેવું સારું, પણ ઘણા પણ બૂરામાં રહેવું ભૂંડું. ડૂબેલાને પણ કાઢવો શી રીતે ? કાદવમાં પણ ખસી પડાય નહિ તેવી રીતે સલામત સ્થાને ઊભા રહીને ! ખસે તો એ પણ જાય. દરેક દેશમાં, દરેક કાળમાં, શાસ્ત્ર, ધર્મગુરુઓ કે ધર્મીઓ હોય છે, તે શાને માટે ? ચિત્રકાર પાસે રંગનાં કૂંડાં છે. ચિત્રામણ કરે છે, એમાં રંગ પૂરે અને જુએ, ફરી પૂરે અને જુએ, પાસેથી જુએ, જરા પાછો હઠીને જુએ, આ બધું શા માટે ? કયો રંગ કેવો પુરાયો ? ક્યાં પૂરવો ? તેમજ ચિત્રની તથા રંગની ખિલવટ જોવા માટે. આંખો મીંચીને રંગ પૂરે તો ? વારુ ! એ રંગના કૂંડામાંથી ચિત્રામણમાં રંગ પૂરવાનો કે ચિત્રામણમાંથી રંગનાં કૂંડાંમાં નાખવાનું ? એવી Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – 414 રીતે આ આગમ એ રંગનાં કૂંડાં, ગુરુ ચિત્રકાર, તમને આગમમાંથી દેવાનું કે તમારામાંથી આગમમાં નાખવાનું ? વિધિ છે કે દેશકાલ જોવો જોઈએ તે શા માટે ? આગમ ઉપયોગી કેવી રીતે થાય તે જોવા માટે ! આગમને ઊંધાં કરવા માટે નહિ. તમારાથી ગભરાઈ કૂંડાં ઊંધાં વાળીએ કે બહારનું લઈ કૂંડાં બગાડીએ, તો અમારા જેવા મૂર્ખશિરોમણિ કોણ ? દેશકાળને સાચવીને પણ દેવાનું તો આ. કઈ રીતે આ દેવાય ? એ રીતે દેશકાલ જોવાય. અહીં વિરોધ કિંમત વિનાનો છે. જેનું અંતિમ સારું, તેનું બધું સારું : ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે “શ્રાવતિ નગરીમાં ગોશાળો પણ પોતાને જિન મનાવતો ફરે છે. એ જિન નથી, પણ અમારી પાસે રહેતો મંખલિપુત્ર છે' એમ કહીશ તો એને ગુસ્સો થશે, લોકમાં અપવાદ ચાલશે, એ અહીં આવશે, બે મુનિને બાળશે, છેવટે મારી ઉપર પણ તેજલેશ્યા મૂકશે, એ જ તેજોલેશ્યા એનામાં પેસશે, સાત સાત દિવસ સુધી હેરાન થશે, અને છેવટે મૃત્યુ પામશે.' છતાં ભગવાન મૌન ન રહ્યા ને બધું કહ્યું. જો ન કહે તો હજારો આત્મા ઉન્માર્ગે જાય, ગોશાળાનું પણ અંતિમ સારું આવ્યું. છેવટે મરતી વખતે ગોશાળો પણ પામ્યો. છેવટે પામશે એ ભગવાન જાણતા હતા. અંતિમ સારું છે એ ભગવાન જાણતા હતા. છેવટે મરતી વખતે પોતાના ભક્તોને ભેગા કરી ગોશાળાએ કહ્યું કે હું પાપાત્મા છું, તારક ભગવાન શ્રી મહાવીર સાચા દેવ છે, હું ગુરુદ્રોહી છું, ઉપકારી તે છે, હું અજિન છું, જિન તે છે. જો તમે મારા ભક્ત હો તો મારા મતને મૂકી દેજો, મારા મડદાને પગે દોરડાં બાંધી મરેલા કૂતરાની જેમ ઢસડજો અને મારા સ્પર્શથી અપવિત્ર થયેલી ભૂમિ ઉપર પાણી છાંટો અને કહેજો કે ગુરુદ્રોહી આ પાપાત્માથી પૃથ્વી અપવિત્ર થઈ છે, માટે પાણી છાંટીએ છીએ.' પાછળથી તેના ભક્તોએ તેમ ન કર્યું. વચનના પાલન ખાતર બંધબારણે કર્યું. શ્રી કાલિકસૂરીશ્વરજી પાસે આવી દત્ત રાજાએ પૂછ્યું કે યજ્ઞનું ફળ શું? હિંસાનું ફળ શું?' તરત સૂરિજીએ નરક' કહ્યું. આચાર્ય જાણતા હતા કે રાજા ઇરાદાપૂર્વક ધાંધલ કરવા આવ્યો છે, એને સત્ય કહેવાથી સાત સાત દિવસ પહેરામાં રહેવું પડશે, લોકમાં પણ હીલના થશે. અપવાદ બોલાશે, પણ અંતે પરિણામ શું છે ? મહાપુરુષો પરિણામ ઉપર લક્ષ્ય આપતા. બુદ્ધિ, ક્રિયા, Page #155 -------------------------------------------------------------------------- ________________ 415 – ૯: “લોગવિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ :- 29 - ૧૩૯ ભાવના, તે કરણીય કે જેનું પરિણામ સ્વપરને કલ્યાણકારી હોય. “રાજા છે, અનાડી છે, જવા દેને !” આમ કર્યું હોત તો ? તો શાસ્ત્રમાં નોંધાત કે કાલિકસૂરિજીએ પણ ગોટો વાળ્યો અને એ વાતને આગળ કરી આવો ગોટો વાળવામાં વાંધો નહિ એમ ગણી, કંઈક આત્મા ઉન્માર્ગે જાત. એ મહાપુરુષો સત્યપ્રરૂપણાના પ્રસંગે પ્રાણની પણ પરવા નહોતા કરતા. શાસ્ત્ર કહે છે કે સત્ય પ્રિય, મિત તથા હિત બોલવું. પછી આગળ કહે છે કે સત્ય કહેવા ખાતર મિતપણું છોડવું પડે તો છોડવું. પ્રમાણ મૂકવું પડે તો મૂકીને પણ, અધિક પ્રમાણમાં પણ કહેજો. પ્રિયથી ન માને અને અપ્રિય કહેવું પડે તો પણ કહેજો. પણ એ વચન હિતકારી તો નિયમ હોવું જ જોઈએ, કદાચ સત્ય ન હોય છતાં હિતકારી હોય તો જરૂર કહેવું. જો હિત ન હોય તો સત્ય, પ્રિય અને મિત એ ત્રણે ખોટું. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ પણ કહે છે કે સામો રોષ પામે કે તોષ પામે, પણ હિતકારી ભાષા જરૂર કહેવી. હિત એવું છે કે, આપ્યું ને તરત લાભ કરે એ ન બને, પણ પરિણામે લાભકારી જરૂરી બને છે. કરીયાતાનો ઉકાળો પીતાં તો કડવો લાગે, પણ પરિણામ મીઠું, માટે એ મીઠો. મીઠા બનવું હોય, જેને પરિણામે મીઠા બનવું હોય તેણે ઉકાળો હોંશે હોંશે પીવો. લોકવ્યવહાર પણ કહે છે કે દરદી ન પીએ તો પરાણે પાવો, હાથ બાંધીને પાવો, છાતી ઉપર પગ મૂકીને પાવો, એમ પણ ન પિવડાવાય તો મોંમાં વેલણ ઘાલીને પાવો. માતાને ચાર-પાંચ બાળક હોય, કોઈને કહે કે, પી જા અને પી જાય, કોઈને સાકરની ગાંગડી આપી પાય, કોઈને જરા ઠપકો આપીને પણ પાય, કોઈને પકડી મોં ફાડીને પણ પાય. જુદી જુદી રીતે પણ પાય ત્યારે રહે. બધા એકસરખા હોય ? સત્યને તથા અસત્યને, સંયમને તથા અસંયમને વિરોધ તો રહેવાનો. જ્ઞાની કહે છે કે ધર્મના આરાધનમાં વિરોધને ગણકારાય નહિ. સારા કામમાં દરેક કાળમાં ઓછો વધતો વિરોધ તો રહેવાનો જ. શાસ્ત્રદષ્ટિએ, શિષ્ટ પુરુષોની દષ્ટિએ જે વિરુદ્ધ કાર્યો હોય તે ન કરવાં, પણ અજ્ઞાન લોકના વિરોધ માત્રથી કલ્યાણકારી ક્રિયાઓનો પરિત્યાગ ન કરવો અને ઉત્સાહ તથા આનંદપૂર્વક શક્તિને લેશ પણ ગોપવ્યા વિના, કલ્યાણકારી ક્રિયાઓની આરાધના કરવી, કે જેથી અલ્પ સમયમાં પોતાનું સ્વરૂપ સાધી શકાય. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજો ! • સારાના ગ્રાહક અને ખોટાના વર્જક બનો ! • આત્માના ભલામાં જ જગતનું ભલું રહેલું છે ! • શ્રાવક એ પણ અંશે લોકોત્તર છે : ૭ શાસ્ત્રોક્ત મર્યાદા ન લંઘો ! ન મર્યાદાનું મહત્ત્વ સૂચવતો પ્રસંગ : • વાડ જ ચીભડાં ગળે તો શું થાય ? ♦ શ્રાવકના આચારોમાં પ્રવીણ બનો : વિષય : ચરણકરણાનુયોગની મહત્તા જાણ્યા બાદ એની ઉપર શ્રદ્ધા જ જોઈએ એ માટે શાસ્ત્રોક્ત મર્યાદાનું પાલન જરૂરી. 30 જિનેશ્વરદેવનું જ વચન શું કામ પ્રમાણ કરવું ?' એ વાતનો સામાન્ય નિર્દેશ કર્યા બાદ જેટલું પણ જિનવચન જણાય તે અસ્થિમજ્જા બનાવવું જોઈએ' એ વાતને સ્પષ્ટ કરવા અનેક વ્યવહારુ દાખલા આપ્યા. શાસન જેમ લોકોત્તર તેમ શાસનમાં રહેલા શ્રાવકો પણ લોકોત્તર. માટે મર્યાદાને જાળવવા અવસરે એ પણ મા, બાપ, મિત્ર જેવો બની જાણે. શાસ્ત્રોક્ત મર્યાદાના પાલનમાં જ સૌનું કલ્યાણ છે. ઉપકારના નામે પણ મર્યાદા તોડે એ પરિણામે સ્વપરનું અહિત જ નોતરે છે. આ વાતના સ્પષ્ટીકરણ માટે એક પ્રદેશી નિહ્નવ, હીરસૂરીશ્વરજી મહારાજાનું આચારપાલન, ચંદનબાળાજી - મૃગાવતીજી અને ધનાજી વગેરેનાં દૃષ્ટાંતોનો પણ સુયોગ્ય ઉપયોગ કરી વાંચનારના મન ઉપર ‘મર્યાદા એ જ કલ્યાણ'ની છાપ મૂકી દે એવું આ પ્રવચન છે. મુલાકાતૃત ♦ સમ્યગ્દષ્ટિનું લક્ષણ એ છે કે તે સારાનો ગ્રાહક અને ખોટાનો વર્જક હોય. ઉપકારના નામે પણ શ્રી જૈનશાસનમાં જિનાજ્ઞાવિરુદ્ધ એક પણ પ્રવૃત્તિ કરવાની છૂટ નથી. ♦ જો આત્મા શાસ્ત્રમર્યાદાથી એક વાર પણ ખસે, તો પરિણામે તેનું સર્વસ્વ ચાલ્યું જાય છે. ♦ શિથિલતાનો દોષ સેવાતો હોય તે નિભાવવો નહિ, પણ સુધારો કરવો, પણ એટલા માટે સન્માર્ગે ન કહેવો એમ નહિ. ઉપકાર એવો ન જોઈએ કે જેથી શાસ્ત્રની મર્યાદા ભાંગે. ♦ વૈરાગ્ય પ્રત્યે વેર અને વીતરાગનું અનુયાયીપણું, એ બને ? નહિ જ. ♦ વિરાગ સામેનો વિરાગી એ જૈનશાસનનો અનુયાયી નથી. સમજનાર વક્ર અને જડ ન હોય, તો આચારમાં પ્રવીણ થયેલો શ્રાવક સમજાવીને સારું પરિવર્તન કરી શકે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦ઃ મર્યાદાનું મહત્ત્વ સમજે ! સારના ગ્રાહક અને ખોટાના વર્જક બનો ! ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવી ગયા કે શ્રી અરિહંતદેવના ઉપદેશ વિના વિશિષ્ટ વિવેક જાગતો નથી અને વિશિષ્ટ વિવેક જાગે નહિ ત્યાં સુધી હેય અને ઉપાદેય પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન થતું નથી, એ જ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ, દ્વેષ ને મોહ ઓછા થતા નથી, એ ઓછા ન થાય ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી અને દુઃખ દૂર ન થાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થતી નથી. એ જ કારણે ટીકાકાર મહર્ષિ કહે છે કે “અમે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને જ કરવા માગીએ છીએ.” આ ક્યારે બોલાય ? વચન ઉપર આસ્થા મજબૂત બની હોય. તો જ. અમલનો આધાર તો શક્તિના વિકાસ ઉપર છે, પણ વચન ઉપરની શ્રદ્ધા તો અચળ હોવી જ જોઈએ. સૂત્રાદિકની રચના કરનારા, રચનામાં પ્રથમ ગુણસ્થાનકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીની, યાવતું સિદ્ધિપદની વાતો પણ લખે, છતાં તે મહર્ષિઓ રચતી વખતે હોય તો છછે કે સાતમે ગુણઠાણે: બહુલતયા છછું હોય. રચનાર આઠમા આદિ ગુણસ્થાનકોને પામેલા હોતા નથી પરંતુ ભગવાન શ્રી અરિહંતદેવે દર્શાવેલા તે તે ગુણસ્થાનકના સ્વરૂપ આદિ પ્રત્યે અખંડ શ્રદ્ધાળુ તો હોવા જ જોઈએ. બાકી જેઓ જે વસ્તુને પામેલા હોય, તેઓ જ તે વસ્તુને જણાવી શકે એવો કાંઈ કાયદો નથી. વસ્તુ સારી છે, પામનાર નિર્મળ બને, મોહનીય કર્મનો, જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મનો નાશ થાય, અંતરાયકર્મ તૂટે, તો કેવળજ્ઞાન મળી શકે અને જે મન, વચન, કાયાના યોગો રૂંધે તે જ મુક્તિ પામી શકે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય સર્વથા જાય તથા મન, વચન તથા કાયાના યોગોને સંપૂર્ણપણે રૂંધે, ત્યારે જ આત્મા મુક્તિપદે જઈ શકે છે. મુદ્દો એ છે કે લખનારા બધુ પામેલા જ હોય એમ નહિ, પણ શ્રી અહંન્ત ભગવાનના વચનને શ્રદ્ધાથી માનનારા તો જરૂર જ હોય અને એ શ્રદ્ધાના અને યથાશક્તિ આજ્ઞાનુસાર અમલના યોગે ધીમે ધીમે પણ તેઓ ઇષ્ટસિદ્ધિ પામ્યા વિના રહે જ નહિ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 418 ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે જે કાંઈ કહેવાનું કે લખવાનું તે શ્રી અત્ત ભગવાને કહેલું હોય તે જ અને રાગ, દ્વેષ અને મોહાદિ દોષો જેના સર્વથા નાશ પામ્યા હોય તે જ શ્રી અરિહંતદેવ. આપણે કેવળ નામના વ્યક્તિના, દેખાવના કે આડંબરના પૂજારી નથી જ, પણ વસ્તુના પૂજારી છીએ. કોઈ કહે કે “મહાવીર તો વિષયમાં લીન હતા, રંગરાગમાં પડેલા હતા' - તો કહી જ દેવું કે, એ મહાવીર અમારા નહિ. સમ્યગ્દષ્ટિનું લક્ષણ એ છે કે તે સારાનો ગ્રાહક અને ખોટાનો વર્જક હોય. ખોટું વર્જાય નહિ અને ખોટું કરવું જ પડે તો જરૂર તેને દુઃખ અને તેનો પશ્ચાતાપ તો થાય જ. ‘દેવ, ગુરુ અને ધર્મ તો આ જ' - એવો નિશ્ચય તો તેનો અબાધિત જ હોય. સંસારમાં રહેવા છતાં, આરંભ સમારંભ કરવા છતાં, સમ્યગ્દષ્ટિ આત્માને કર્મનો બંધ થોડો પડે એ શાથી ? એથી કે એ આત્મા આરંભાદિકનો રસિયો હોતો નથી અને કદાચ તેને પાપ કરવું પડે, તો પણ તે બળતે જ હૃદયે કરે છે. ધર્મીપણાની આ જ એક ખાતરી છે. એવા આત્માને પાપથી છૂટવું એ સહેલું છે. પૂર્વના પુણ્યશાળી આત્માઓને અચાનક વૈરાગ્ય થતો, એ શાથી ? હૃદય જ એ જાતનું ઘડાયેલું હતું એથી. ભોગસામગ્રી મોજૂદ હતી, કર્મોદયે સામગ્રી મેળવતા, ભોગવતા, પણ સહેજ પ્રસંગ મળ્યો કે છોડી પણ દેતા. શાથી ? એ જ કારણ કે હૃદય છોડવા પ્રત્યેનું હતું નહિ તો ઊંચામાં ઊંચી સામગ્રી મેળવેલી હોય અને સમય આવ્યે ચાલી નીકળે, એ બને જ શી રીતે ? આજ તો નાનામાં નાના ધર્મની પણ ભાવના થાય, પણ દુનિયાદારીની વ્યવસ્થામાં જ ઘણો સમય ચાલ્યો જાય. શાથી ? ભાવનાનું સ્થિરીકરણ નથી એથી. સમ્યગ્દષ્ટિ આત્માએ ગ્રાહક તો સત્યના જ રહેવું, પાપ કરવું પડે તો પણ કંપવું, પ્રાણાંતે પણ ખોટાની પ્રશંસા તો ન જ કરવી. વસ્તુસ્વરૂપને જાણતા આત્માઓ કદી જ નાશવંતી વસ્તુઓમાં આસક્તિ ધરાવનારા હોતા જ નથી. સમ્યગ્દષ્ટિ એવા પુણ્યવાનોને લક્ષ્મીની તેવી પરવા નથી હોતી. લક્ષ્મીની તેઓ તેવી મોટી કિંમત આંકતા જ નહોતા અને એ જ કારણે લક્ષ્મી તેઓની સેવામાં જ રહેતી. આપત્તિમાં પણ આવા પુરુષોની હાલત એકસરખી જ રહેતી. શ્રીમંતાઈ શબ્દ મજેનો, પણ વસ્તુસ્વરૂપ સમજે તેને માટે ! શ્રીમંતાઈ રાખી રહે ? જો રાખવાથી, વળગી પડવાથી, બાઝવાથી, ન જ રહે તો પછી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજો એની પાછળ આટલી બધી ધાંધલ શા માટે ? એની પાછળ રોવાનું કારણ શું ? જે વસ્તુના સ્વરૂપને સમજે, તે કદી જ અનિત્ય લક્ષ્મી માટે ન જ રૂએ. વસ્તુસ્વરૂપને સમજનારા દુનિયામાં બે પ્રકારના હોય છે : એક હૈયામાં સમજી દુનિયાને સમજાવી શકે અને એક હૈયામાં સમજે પણ દુનિયાને સમજાવી ન શકે. દરેક વસ્તુ જાણે તેટલી કહી શકાતી હોત તો કામ થઈ જાય. 419 - 30 શ્રી તીર્થંકરદેવો જાણે છે બધું જ, પણ જેટલું જાણે છે તેના કરતાં અનંતમા ભાગે જ કહી શકે છે, કારણ કે જ્ઞેય પદાર્થોમાં જેટલા પદાર્થો અભિલાપ્ય એટલે કહેવા યોગ્ય છે, તેના કરતાં અનંતગણા પદાર્થો અનભિલાપ્ય એટલે નહિ કહેવા યોગ્ય છે. એ અભિલાપ્ય એટલે કહેવા યોગ્ય પદાર્થોનો અનંતમો ભાગ જ, શ્રી તીર્થંકરદેવો પણ કહે છે. આ બધું વસ્તુસ્વરૂપ સ્પષ્ટપણે સમજાઈ જાય તો દુનિયાની કોઈ પણ વસ્તુ આત્માને ખેંચી શકે નહિ, કેમ કે તે આત્મા પોતાના આત્મસ્વરૂપને ભૂલે નહિ. ૧૪૩ આત્માના ભલામાં જ જગતનું ભલું રહેલું છે ! દુનિયામાં એવી કોઈ ચીજ નથી, એવો અક્ષરસંયોગ નથી કે કોઈ પદાર્થ નથી, કે જે શ્રી અરિહંતદેવના આગમમાં વર્ણવાયો ન હોય. પૂર્વાદિ શ્રુત ગયું ઘણું, પણ જે રહ્યું છે તે એટલું સુંદર છે કે એમાં અરીસામાં જેમ પ્રતિબિંબ દેખાય, તેમ સારી દુનિયાના પદાર્થોનું સ્વરૂપ દેખાય. શરત એટલી જ કે જોનારને જોતાં આવડવું જોઈએ.’ સભા : કેટલાં પૂર્વ લખાયાં ? પૂર્વનું જ્ઞાન લખાય જ નહિ. લખી શકાય નહિ. જે લખાયું છે તે તો બહુ ૪ થોડું. તેટલું પણ મજબૂત રીતે હૃદયમાં ઊતરી જાય, તો દુનિયામાં આત્મા કદી મુંઝાય નહિ. ભલે પારકાનું ભલું ન કરી શકે, પણ પોતાનું તો ભલું ક૨શે ૪. પોતાના ભલામાં પારકાનું ભલું થઈ જ જાય છે. શ્રી જૈનશાસનનું ‘ભલું’ એવું છે કે એ માર્ગે પોતાનું ભલું કરવા નીકળે, તે વગર મહેનતે અનંતા આત્માઓને અભયદાન આપે છે, અનંતા આત્માના શ્રાપનું કારણ પોતે બનતો નથી. શ્રાવક બને તે પણ, ચાલે ત્યાં સુધી ઘાસ ઉપર પગ ન મૂકે. પાણીમાં પગ ન મૂકે, રસ્તામાં જેમ આવી તેમ સોટી કે છત્રી હલાવે નહિ. સારો શ્રાવક ઓછામાં ઓછું સાંજે ચોવિહાર તથા સવારે નવકારશીનું પચ્ચક્ખાણ કરે. Page #160 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ કંદમૂળ તો ખાય જ નહિ, ભક્ષ્ય વનસ્પતિ પણ પરિમિત - અમુક અમુક જ, તેમાં પણ પાશેર, અરધો શેર કે કેટલી ? તેનું પ્રમાણ. આટલા માટે તો શ્રાવક ચૌદ નિયમ ધારે. ખાવા-પીવા સિવાયના ટાઇમમાં મુઠસીનું પચ્ચક્ખાણ રાખે. જમીને ઊઠ્યો કે એ પચ્ચક્ખાણ હોય જ. ૧૪૪ સભા : ‘મુઠ્ઠીસહિયં’ હોય ને વધુ વખત ખાય તો દોષ લાગે ? ખાવું એ જ દોષ. અઢારે પાપસ્થાનકની પ્રવૃત્તિ દોષમય છે. અસંયમ એ જ દોષ. સંયમમાં દોષ નહિ. જેટલો અસંયમ એટલો દોષ. 420 સભા : હોટેલોમાં જે ચીજો થાય છે, તે ક્યાં અમારે માટે થાય છે ? આ પ્રશ્ન જ અયોગ્ય છે, કારણ કે હોટલો, હોટલોમાં જનારા પણ છે માટે જ ચાલે છે. જેમ રેલ બેસનારા માટે છે, તેમ હોટલો હોટલોમાં જનારા માટે છે. જેમ રેલમાં બેસનારાઓને રેલનો દોષ લાગે, તેમ હોટલોમાં જનારાઓને તેનો પણ દોષ લાગે જ. જેમ ગરમ પાણી પીનારો જ્યાં ત્યાં પાણી પીવા મોઢું નહિ મારે, કારણ કે તેના માટે એક ગરમ પાણી જ નિયત થઈ જાય છે અને ટાઢું પાણી પીનારો ભલે ઘેર જ પીતો હોય, પણ તૃષા લાગી હોય તો નળે પણ પી લે, ન પીએ એવા પણ છે, પણ આપણો મુદ્દો એ છે કે ‘પ્રસંગે આવે તો પી લે’- એ પણ બન્નેને ! પી લેવાનું ખુલ્લાપણું એ દોષ : એ જ અવિરતિનો દોષ. ભલે એ અમુક કામ ન કરે, પણ પ્રસંગ નથી માટે ! પ્રસંગ પડે તો કરી પણ લે માટે એ અવિરતિનો ઓથ દોષ છે, નિયમ એ તેના પર અંકુશ છે. રેલ ચાલે કોના માટે ? બેસે એના માટે, એનો ઉપયોગ કરનારા માટે. સાધુ ઉપયોગ કરતા જ નથી માટે બાતલ. તેવી જ રીતે હોટલો તેમાં જનારાઓ માટે છે, તેથી જતા હોય અગર ‘નહિ જવાના' નિયમ વિનાના હોય, તે સઘળાઓને એ દોષ લાગે. જેઓ ‘નહિ જવાના' એવો નિયમ કરી જીવનને નિયમબદ્ધ બનાવી લે છે, તેઓ જ તે અવિરતિના ઓઘ દોષથી મુક્ત થાય છે. સભા : કોઈ સાધુ ઉપકાર માટે રેલમાં બેસે તો શી હરકત ? ઉપકારના નામે પણ શ્રી જેનશાસનમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી એક પણ પ્રવૃત્તિ કરવાની છૂટ નથી. જો આત્મા શાસ્ત્રમર્યાદાથી એક વાર પણ ખસે, તો પરિણામે તેનું સર્વસ્વ ચાલ્યું જાય છે. સભા : ઉપાશ્રય થાય છે તે ? Page #161 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજે - 30 - — ૧૪૫ ઉપાશ્રય શ્રાવકોને ધર્મક્રિયા કરવા માટે થાય છે. શાસ્ત્રની વિધિ કે મર્યાદાથી તમે અને અમે જેટલા ખસીએ, તેટલા દોષના ભાગીદાર. શિથિલતાનો દોષ સેવાતો હોય તે નિભાવવો નહિ, પણ સુધારો કરવો, પણ એટલા માટે સન્માર્ગ ન કહેવો એમ નહિ. બેયની ભૂલનો સ્વીકાર કરી ભૂલ કેમ સુધરે, એની કાર્યવાહી કરવાની ફરજ છે, માટે તો કહું કે વાત જચે નહિ ત્યાં સુધી ખોટી હાજી કહેવી નહિ. તમારી ખોટી હાજીથી તો સાધુઓ પણ કોઈ વાર ડૂબી જાય. શ્રાવક એ પણ અંશે લોકોત્તર છેઃ શ્રાવકોને સાધુના મિત્ર જેવા, ભાઈ જેવા અને માબાપ જેવા પણ કહ્યા છે. શ્રાવક સાધુને મિત્રની જેમ સલાહ આપે, ભાઈની જેમ પણ સલાહ આપે અને માબાપની જેમ સલાહ આપે. તમે સાચા મિત્ર બનો. સાચા મિત્રની આજે દુનિયામાં ખોટ પડી છે. ભાઈ તરીકે પણ બનો અને માતા-પિતા તરીકે પણ બનો. એમાં કશી જ હરકત નથી, પણ એ ક્યારે બનાય ? ત્યારે જ બનાય, કે જ્યારે રત્નત્રયી પ્રત્યે સાચો સદુભાવ હોય. એક દષ્ટાંતઃ મા, બાપ, મિત્ર જેવા શ્રાવકનું એક નિદ્ભવ થયો છે. તે માનતો કે, આત્માના અસંખ્યાત પ્રદેશો છે એમાંના છેલ્લામાં જીવ છે, બાકીના પ્રદેશો નિર્જીવ છે. એ વાત સિદ્ધ કરવા એવી પણ એક યુક્તિ કાઢી કે સો તંતુનો પટ હોય, તેમાં નવાણું તંતુ ભેગા થાય ત્યાં સુધી એ સો તંતુનો પટ કહેવાય નહિ, સોમો તંતુ મળે ત્યારે જ સો તંતુનો પટ કહેવાય, માટે સો તંતુનો પટ, છેલ્લા તંતુમાં રહ્યો. હવે એનું નિરાકરણ તો એ છે કે નવાણું ન હોત તો સોમો થાત ક્યાંથી ? સોમો તંતુ આવ્યા પછી પણ એ સોમો રહે ક્યારે ? પેલા નવાણું રહે ત્યારે. નવાણુંમાંથી એક પણ જાય, તો એ સોમો ન રહે. એ વાત એને સમજાવવામાં પણ આવી, પણ મિથ્યાત્વના ઉદયને લઈને એને જચી નહિ. વસ્તુ પકડી એ પકડી. જ્ઞાની કહે છે કે નવાણુંમાંથી એક પણ ખસે તો પેલો સોમો તંતુ સોમો નહિ રહે. પેલાનો તો પંથ ચાલ્યો. આ વાતની એક શ્રાવકને ખબર પડી. શ્રાવક મિત્ર, ભાઈ કે માબાપનું કામ કેવી રીતે કરે એના ઉપર દૃષ્ટાંત છે. એ શ્રાવક એ આવતા નિહ્નવની સામે ગયો. ભક્તિથી નહિ પણ જો સુધરે તો પ્રયત્ન કરું, ન સુધરે તો પછી નમસ્કાર ! ગામમાં લાવ્યા પછી Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ 422 પોતાને ઘેર ભિક્ષા માટે એ મુનિને લઈ ગયો. વહોરાવવાની સામગ્રી તૈયાર રાખી હતી. મોદક વગેરે દરેક વસ્તુમાંથી એક એક અણુ લઈ વહોરાવ્યો. મુનિ કહે છે કે “ભિક્ષા આપે છે કે મશ્કરી કરે છે ?” શ્રાવક કહે છે કે જે આદમી જેના સિદ્ધાંતમાં રહેવાની ઇચ્છા ધરાવતો હોય, તેણે તેના સિદ્ધાંતનો અમલ કરવો જોઈએ.” “આખી વસ્તુના છેલ્લા પ્રદેશમાં વસ્તુ આવે એ આપનો સિદ્ધાંત છે. મેં અણુ લીધો એમાં મોદક આવી ગયો ને !' ઝટ એ મુનિ ચોક્યો. ઠેકાણે આવી ગયો. ભૂલ સુધારી. મિથ્યાત્વ ખસી ગયું : સમ્યક્ત્વ આવ્યું અને માર્ગ પામ્યો. શ્રાવક મિત્ર, ભાઈ કે માબાપ તરીકે આ રીતે બચાવ કરે. પાંચ આંગળી સરખી હોતી નથી. માટે કોઈ વાત ખોટી લાગે તો સુધારવી, પણ વસ્તુના સ્વરૂપથી વિપરીત જવાની જરૂર નથી. સમજો કે તમે આજે રેલમાં બેઠા નથી, બેસવાના પણ નથી, જે બેસવાના હોય એની વાત જુદી રાખો, છતાં પણ શાસ્ત્ર કહે છે કે નહિ બેસવા છતાંયે એ અવિરતિનો ઓઘ દોષ લાગે. અલબત્ત બેસવાથી વધારે લાગે, બેઠા પછી ખુશી થવાથી એથી વધારે લાગે, એ વાત જુદી છે. જમવા બેસે તેમાં એક સ્વાદ વિના જમી લે અને એક “ઘઉં ક્યાંના ? ભાલના બહુ મજાના, ત્યાંના ખેડૂત પણ સારા, ખેતી પણ સારી' - આવી આવી વાતો કરતાં જમે. આથી ક્રિયા એકની એક પણ પરિણામમાં ફરક. અને એને લઈને કર્મબંધમાં પણ ફરક. આથી દરેકનું પ્રમાણ કરે અને આસક્તિ છોડે. વાહન વિના ન ચાલે તો વાહનની પણ એક, બે કે ત્રણ” એમ ગણતરી રાખે ને તેમાંયે અમુક જ ત્રણ રાખે એ ચડે. એમાંયે અમુક જ ટાઇમ એ એથીયે ચડે. શ્રાવક ચૌદ નિયમ ધારે એથી બાકીની ચીજોનો ઓઘ દોષ તેને ન લાગે અને એથી અંશે એ પણ લોકોત્તર બને. શાસ્ત્રોક્ત મર્યાદા ન લંઘો ! ઉપકાર માટેના પ્રશ્નમાં એ જ ઉત્તર કે, શાસ્ત્ર કહે છે કે ઉપકાર એવો ન જોઈએ, કે જેથી શાસ્ત્રની મર્યાદા માંગે. જગદ્ગુરુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને બોલાવવા માટે બાદશાહે પોતાના મંત્રીને હુકમ કર્યો. અમદાવાદના સૂબા ઉપર પણ હુકમ મોકલ્યો કે શ્રી હીરસૂરીશ્વરજીને બહુમાનથી દિલ્હી તરફ આવવાની વ્યવસ્થા કરી આપો. એમને દિલ્હી આવવા માટે જોઈતી તમામ સામગ્રી પૂરી પાડો. સૂબો શ્રી હીરસૂરીશ્વરજીની સામે Page #163 -------------------------------------------------------------------------- ________________ 423 - – ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજો - 30 – ૧૪૭ આવ્યો. અમદાવાદમાં પણ ધામધૂમથી પ્રવેશ કરાવ્યો, હીરા, મોતી, માણેક, પન્ના, હાથી, ઘોડા અને પાલખી વગેરે સૂબાએ સામે ધર્યું અને કહ્યું કે “લો, કૃપા કરો !! શ્રી હીરસૂરીશ્વરજીએ કહ્યું કે “જૈન સાધુને આમાંનું કાંઈ કહ્યું નહિ.” સૂબાએ કહ્યું : “આપ દિલ્હી જશો શી રીતે ?' શ્રી હીરસૂરિજીએ જવાબ આપ્યો : “પગથી.' સૂબો તો સજ્જડ જ થઈ ગયો. સૂબો મનથી વિચારે છે કે કામ બાદશાહને. બોલાવે છે, બાદશાહ, જવું આમને અને તે પણ પગે ? તરત પોતે બાદશાહને લખી દીધું કે “મેં આજ સુધીમાં ઘણા ફકીરો જોયા, પણ એમાં આવો એક પણ જોયો નથી.” શાસ્ત્ર કહે છે કે અકબર બાદશાહ વિજયહીરસૂરીશ્વરજી મહારાજને તો જોશે ત્યારે જોશે, પણ સૂબાના શબ્દની અસર થઈ ગઈ. બાદશાહે વિચાર્યું કે સૂબો ચુસ્ત મુસલમાન, હિંદુ માત્રને કાફર કહે એવો, કોઈની પ્રશંસા તો કરે જ નહિ, એ પણ જ્યારે આમ લખે છે ત્યારે એ ફકીર કેવા હશે ! આચારમાં રહ્યા તો આ અસર થઈ, આચાર છોડીને ગયા હોત તો આ અસર થાત નહિ. ઉપદેશની અસર પણ આચારને અનુસરીને થાય. કોઈ તત્ત્વજ્ઞાની ભલે ગમે ત્યાંથી તત્ત્વજ્ઞાન લે, તે વાત જુદી છે. શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજીને બાદશાહે જોયા. તત્ત્વ પામ્યો. તોય એને એમ થયું કે આ તે દેખાવમાં છે કે સાચું ? ફૂપે વેષે, રાત્રે-દિવસે, જુદી જુદી રીતે, બાદશાહે પરીક્ષા કરી છે અને જોયું કે આ ત્યાગ એ ત્યાગ તરીકે છે, નહિ કે દેખાવ તરીકે. પછી પૂછવું જ શું? એ પછી જે ઉપકાર થયા તે ચિરસ્થાયી થયા. જો માર્ગ છોડીને ઉપકાર કરાય, તો સાંભળનારાને જરૂર થાય કે વસ્તુ ઠીક, પણ જરૂર આવે તો છોડી પણ શકાય છે. એટલે ઉપકારના નામે પોતાનો નાશ કરનારા, પરિણામે સ્વ અને પરનો ઉપકાર કરનાર સન્માર્ગનો પણ નાશ કરનાર થાય છે, આથી જ કહેવું પડે છે કે શાસ્ત્રોક્ત મર્યાદાને ન લંઘો લોકોત્તર મર્યાદા લૌકિક મર્યાદાથી ભિન્ન જ રહેવાની. તમારે અને મારે પ્રભુના શાસનમાં રહેવું હોય, તો લોકોત્તર મર્યાદાનો સ્વીકાર કરવો જ પડશે. આજ કાલ લૌકિક છાયા એવી પડી છે કે વાતવાતમાં લોકના ભલાના નામે શાસ્ત્રીય મર્યાદાઓ છોડવાની વાત થાય છે. શાસ્ત્રોક્ત મર્યાદાઓ છોડવાથી કોઈ પણ કાળે સ્વનું કે પરનું ભલું થતું જ નથી અને જો કદાચ ક્ષુદ્ર તથા અજ્ઞાન Page #164 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો જે દૃષ્ટિથી ભલું થતું અજ્ઞાન આત્માઓને દેખાતું હોય, તો પણ તે પરિણામે ભયંકર જ છે. માટે જ્ઞાની પુરુષોએ એકાંત હિતદ્દષ્ટિથી બાંધેલી મર્યાદાઓને કોઈ પણ રીતે લંઘવી જોઈએ નહિ. ૧૪૮ મર્યાદાની મહત્તા સૂચવતો પ્રસંગ : ભગવાન શ્રી તીર્થંકરદેવનું સમવસરણ, કે જ્યાં વિકાર થાય જ નહિ, જેમના અતિશય એવા કે વિકાર થયેલ હોય તેય શમી જાય એવું સ્થાનઃ શ્રી મૃગાવતીજીની ત્યાં મોડે સુધી બેસવાની ભાવના પણ નહિ, સાક્ષાત્ તીર્થંકરદેવ જ્યાં છે ત્યાં એ દિવસ ધારીને બેઠેલા : સૂર્ય-ચંદ્ર મૂળ વિમાને આવેલા માટે રાત્રિના સમયની ખબર ન પડવાથી બેઠેલાં ! છતાંયે શ્રી ચંદનબાળાજીએ મર્યાદા ખાતર કહ્યું કે ‘હે કુલવતી ! તને આ ન શોભે,’ ચંદનબાળા જાણતાં હતાં કે મૃગાવતી ભૂલ કરે એવાં નથી, કુળવતી છે, પણ ભૂલ થઈ, મર્યાદાનો ભંગ થયો, માટે સામાન્ય રીતે આટલું કહ્યું. કરનાર ગમે તે ઇરાદે કરે, પણ જોના૨ કે સાંભળનાર શું ધારે ? મૃગાવતીજીએ પણ બચાવ ન કર્યો કે ‘સમવસરણમાં હતી, બીજે નથી ગઈ. એમાં વાંધો શો ?' તરત ભૂલ સમજ્યાં અને વિચાર્યું કે જરૂર મારાથી મર્યાદાભંગ થયો. તરત ગુરુણીના પગમાં માથું મૂકી ક્ષમા માગી. શ્રી ચંદનબાળાજીના દિલમાં કંઈ જ હતું નહિ, મર્યાદા પૂરતો જ ઠપકો દીધો હતો અને મૃગાવતી જેવીને તો ઠપકો દેવો જ જોઈએ, કે જેથી બીજી સાધ્વીઓ ઉપર પણ અસર થાય. શ્રી ચંદનબાળાજી તો સૂઈ ગયાં. મૃગાવતીજીને લાગ્યું કે ગુરુણીજીને ગુસ્સો થયો. બસ, ન બોલે ત્યાં સુધી માથું ઊંચકવું નહિ. એવી ક્ષમાપના કરી, કે ત્યાં જ કેવળજ્ઞાન. આ વાત પહેલાં કહેવાઈ છે. પછી શ્રી ચંદનબાળાને પણ એમના યોગે કેવળજ્ઞાન થયું, એ બધું કહેવાયું છે, જે તમે જાણો પણ છો. 424 વાડ જ ચીભડાં ગળે તો શું થાય ? આથી સ્પષ્ટ છે કે કોઈ પણ બહાના નીચે શાસ્ત્ર બાંધેલી મર્યાદા તોડવી, એના જેવું ભયંકર પાપ એક પણ નથી, કદાચ મર્યાદા ન પાળી શકાય તો કહેવું જોઈએ કે ‘હું ઢીલો છું.’ ભાવના જીવતી જાગતી રાખે, પણ એમાં શું વાંધો, એમ બોલે તો બચવાની બારી જ નથી રહેતી. તમારી અને અમારી ભાવના તો એક રહેવી જોઈએ. પરિણામ અને પ્રવૃત્તિમાં ભલે ફેર થાય. એ એક ભાવનાના જ Page #165 -------------------------------------------------------------------------- ________________ - - ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજો - 30 - - ૧૪૯ તેની આંખમાં પોતાના પ્રતાપે પરમ ઋદ્ધિસંપન્ન છતાં શ્રી ધનાજી વાતવાતમાં સંસારનો પરિત્યાગ કરી શક્યા. એક દિવસ ધનાજીને તેમની આઠે સ્ત્રીઓ સ્નાન કરાવે છે. આઠમાં એક શ્રી શાલિભદ્રજીની બહેન છે. ધનાજીને નવરાવવા નોકર મળે તેમ હતું, પણ જરૂર નહોતી પડતી, કારણ કે એ સ્ત્રીઓ પતિની ભક્તિમાં નાનમ નહોતી માનતી. આઠ પૈકીની એક, કે જે શ્રી શાલિભદ્રજીની બહેન છે, તેની આંખમાંનું આંસ શ્રી ધનાજીના ખભા ઉપર પડ્યું. એટલે ધનાજીએ ઊંચું જોયું. તો પોતાની પત્નીને રોતી જોઈને, રોવાનું કારણ પૂછ્યું. ઉત્તરમાં તેણે કહ્યું કે “મારા ભાઈ શ્રી શાલિભદ્રને વૈરાગ્ય થયો છે. એના યોગે એ રોજ એક એક વસ્તુ તથા એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે.' આ સાંભળી ધનાજીએ કહ્યું કે “કર્યો ત્યાગ તારા ભાઈએ ! જેને ત્યાગ કરવો હોય તે એક એક તજે ? તજવા જેવું જાણ્યું પછી એક એક તજવાનું હોય ? દૂધના પ્યાલામાં ઝેર જાણ્યું, પછી ટીપે ટીપે રેડવાનું કે ઊંધું વાળવાનું ? પાછળ જોવાનું કામ તો પશુસિંહનું ! નરસિંહ તો પાછળ ન જુએ.' આ જાતના કથનથી શ્રી શાલિભદ્રજીની બહેનની આંખમાં આંસુ સુકાઈ ગયાં. જો ત્યાં એમ કહ્યું હોત કે હે ! શાલિભદ્ર દીક્ષા લે છે, જુલમ કહેવાય, જોઈએ તો ખરા કેવો લે છે ? લેવા દઉં નહિ, એની અને એના ગુરુની બરાબર ખબર લઉં.' તો શું થાત ? પણ પુણ્યશાળી અને પ્રભુના શાસનથી સુવાસિત થયેલા આત્મા તેમ કહે જ નહિ અને ઊલટું શ્રી ધનાજી તો કહે છે કે ‘તારો ભાઈ તો બાયેલો છે, છોડવું નક્કી છે, પછી એક એક છોડવાનું હોય?' એથી શ્રી ધનાજીની બીજી સાતે પત્નીએ કહ્યું કે “કહેવું સહેલું છે, પણ કરવું કઠિન છે.” ધનાજીએ કહ્યું : ‘કરવું કઠિન એ કાયર માટે, બહાદુર માટે નહિ !' સાતે સ્ત્રીઓ બોલી : “કરોને ! ખબર પડે.” ધનાજીએ કહ્યું : “લો ત્યારે કબૂલ, આ ચાલ્યો.” સાતેય સ્ત્રીઓ બોલી : “અમે તો મશ્કરી કરતી હતી.” ધનાજી બોલ્યા : “આપણી મશ્કરી પણ ફળવતી હોય.” આઠે કહે કે : “અમે પણ સાથે.” ધનાજીએ કહ્યું : “ચાલો ત્યારે.” Page #166 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ શ્રી શાલિભદ્રજીને પણ આ બધી વાતની ખબર પડી. શ્રી શાલિભદ્રે માન્યું કે ધનાજીએ મને બાયલો બરાબર કહ્યો છે. માતાને કહ્યું કે ‘ધનાજી વગેરેએ પણ સંસારનો પરિત્યાગ કર્યો, હવે હું પણ જાઉં છું.’ માતા કહે કે ‘તું પણ જા.’ ૧૫૦ આ રીતે એકદમ એ આત્માઓને વૈરાગ્ય થતો, એનું કારણ એ જ કે એ આત્માઓ વૈરાગ્યથી ભરેલા જ હતા. તેઓના રોમે રોમે વૈરાગ્ય હતો, કારણ કે વાતાવરણ વૈરાગ્યનું હતું. માત્ર નિમિત્ત મળવું જોઈએ. વૈરાગ્ય પ્રત્યે વેર અને વીતરાગનું અનુયાયીપણું, એ બને ? નહિ જ. ખરેખર વિરાગ સામેનો વિરાગી એ જૈનશાસનનો અનુયાયી નથી. વિરાગી તે વળી રાગના રંગી હોય ? નહિ જ. શ્રાવક ઇચ્છે છે કે ‘ક્યારે આ પામું' ને ગુરુ એમ કહે કે ‘ના, ના, જ્યાં છે, ત્યાં જ રહે એ ઠીક છે.’ જો એમ જ થાય, તો તો ‘વાડે જ ચીભડાં ગળ્યાં ‘ એ કહેવત ચરિતાર્થ થાય. 426 શ્રાવકના આચારોમાં પ્રવીણ બનો ઃ આથી સ્પષ્ટ છે કે ચારિત્રના સ્વીકાર વિના કે ચારિત્ર પ્રત્યેના સદ્ભાવ વિના ત્રણે અનુયોગો નિષ્ફળ પ્રાયઃ છે. ત્રણે અનુયોગો ચોથા અનુયોગની સિદ્ધિ માટે છે, ચરણ માટે છે. કોઈ કહે કે ‘શબ્દે શબ્દે એની એ વાત આવે છે’ તો કહેવું કે ‘સાધુ પાસે બીજી વાત હોય પણ કઈ ?' મારી તો ભાવના એ જ કે ‘મરતાંયે એ જ કહું. નિયાણું પણ એ જ કે ભવાંતરમાં પણ એ જ કહું.' તમારે એવું નિયાણું કરવું છે ? આવી ભાવના કરો તો ધર્મીનું વાતાવરણ બધું હમણાં ફરી જાય. ઉપાશ્રયમાં જે ચાલે છે તેવું ઘરમાં ચલાવો. વાતાવરણ ફેરવો. પ્રથમ એ પરંપરા હતી. ફરી શરૂ કરો. ઉપાશ્રયમાં સાંભળેલું ઘરમાં કહો, કુટુંબમાં કહો. ‘આ હિતકર અને એ હાનિકર, આ હેય અને એ ઉપાદેય' – એ સમજાવો, તો આ ઉત્તમ વસ્તુ હમણાં ફળે. ઉપાશ્રયની વાત શ્રાવકના ઘરમાં એવી ઘૂમે કે શ્રાવકની ભીંતોમાંથી પણ એ ત્યાગ અને વૈરાગ્યના જ ધ્વનિ નીકળે. શ્રી સિદ્ધગિરિરાજનું અણુએ અણુ પવિત્ર છે, શાથી ? એના કાંકરે કાંકરે અનંતા સિદ્ધ થયા છે એથી. એટલે ત્યાંનું વાતાવરણ જ એવું કે તેને દેખતાં જ આત્મામાં પરિવર્તન થયા વિના ન રહે. કોઈ તીવ્ર કર્મોદયવાળાની વાત જુદી છે. તેવી રીતે ઇતર પણ શ્રાવકને ઘેર આવે તો તેને પણ થાય કે કાંઈક છે. શ્રાવકનાં બાળકો પણ પ્રસંગે Page #167 -------------------------------------------------------------------------- ________________ વા - - ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજે – 30 – – ૧૫૧ પ્રસંગે એ જ બોલતાં હોય કે કોઈ પણ જીવને ન મરાય, કોઈનુ પણ ભૂંડું ન કરાય, ક્યારે એવો સમય આવે કે સર્વ પાપોથી છૂટાય, પણ આજે તો પ્રાયઃ જન્મના જૈનને, વીતરાગનાં દર્શન કરનારને, વીતરાગની પૂજા કરનારને વીતરાગ પાસે રોજ “શી ગતિ થશે અમારી, ઓ દીનાનાથ ! શી ગતિ થશે અમારી ?' બોલનારને વૈરાગ્યની વાત સાંભળતાં, વરાળ પેદા થાય છે, ત્યાં શું થાય ? શાહુકાર ચોટ્ટાઈ કરે ત્યાં દેવાળિયાની શી હાલત ? સારા ગણાતા માણસને અનીતિ કરતાં કંપારી ન આવે, તો સામાન્યની શી વાત ? સામગ્રીપૂર્ણ આત્મા પૈસા માટે જૂઠું બોલે, તો સામાન્યની શી વાત ? માટે હું કહું છું કે સારા અને મોટા બન્યા હો તો જોખમદારી સમજો. સમજો તો તમારો સંસાર હમણાં લુખ્ખો બને. શ્રાવક જો પોતાના શાસ્ત્રવિહિત આચારમાં પ્રવીણ થાય, તો પરિવર્તન થયા વિના રહે જ નહિ. જો સમજનાર વક્ર અને જડ ન હોય, તો આચારમાં પ્રવીણ થયેલો શ્રાવક સમજાવીને સારું પરિવર્તન કરી શકે. ઘરનું, કુટુંબનું વાતાવરણ તે સારામાં સારી રીતે ફેરવી શકે. પછી તો સ્ત્રી પણ જમાડતાં જમાડતાં ભાન કરાવે. પતિ પણ પત્નીને વિલાસભવનમાં વૈરાગ્યના છાંટા છાંટે. ભોજન કરતાં પણ સ્ત્રી ત્યાગનું ભાન કરાવે, ઉત્તમ વિચારો આપે, એટલે ભોજનના પરમાણુ પણ ઉત્તમ થાય. પછી બજારમાં જાય તો ત્યાં પણ અનીતિ ન થાય. અનીતિથી પાછો હઠે. વાતાવરણનો પ્રભાવ યોગ્ય આત્મા ઉપર જરૂર પડે. આ બધું બને ક્યારે ? અહીંથી લઈ જાઓ અને ઘરમાં પણ આચારમાં મૂકો ત્યારે ને ! સ્ત્રીઓ પણ પછી નિંદા-કૂથલી કરવાનું ભૂલી જાય. સ્ત્રીઓ એવી વાતો કરે કે ઘર દીપે, અને તમે બજારને દીપાવો. ચિંતાનો કેટલાય ગણો બોજો આપોઆપ ઓછો થઈ જાય અને આર્તધ્યાન ઘટ્યું કે જરૂર આત્મા ધર્માભિમુખ બને. તે પછી એને જોઈને ઇતર પણ ધર્મ તરફ વળે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રાવકપણાના આચારો પણ એવા છે, કે જો તે આચારોનું પણ યથાસ્થિત પાલન થઈ જાય, તો પણ સભ્ય દુનિયા આશ્ચર્યચકિત બને, માટે જ કહું છું કે તમે જો સંસારનું સર્વસ્વ તજી સાધુ થવા જોગું સત્ત્વ ન બતાવી શકો તો શ્રાવકપણાના આચારોમાં પણ પ્રવીણ બનવા જોગું સત્ત્વ તો તમારે જરૂર જ બતાવવું જોઈએ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિઃ 31 • વક્તા ને શ્રોતાનો ઇરાદો : • જોવાનું શું? - આપત્તિ કે પરિણામ? • અર્થ-કામની દેશના, એ ક્ષત ઉપર ક્ષાર છે : • અર્થ-કામ માટે કરાતો ધર્મ ડુબાડનારો છે: • સમ્યગ્દષ્ટિના વિચાર અસમ્યગુ ન હોય : • સુયુક્તિઓ કરતાં કુયુક્તિઓ વધારે છે : • સેવા કરતાં આજ્ઞા પહેલી : ૦ મુનિ માત્ર ધર્મલાભ જ આપે, અર્થ-કામ લાભ ન આપે ! • વિરોધી હોય તેથી મુક્તિ અટકતી નથી : • વાદી શ્રી દેવસૂરીશ્વરજીનો એક પ્રસંગ : વિષયઃ દેશનાનું સ્વરૂપ, ધર્મ શા માટે? શ્રોતા-વક્તાની ભૂમિકા. ગત પ્રવચનમાં મર્યાદાનું મહત્ત્વ સમજાવ્યા બાદ અહીં શ્રોતાની ભૂમિકા મુજબ ધર્મ કહેવાની વાત ચાલી રહી છે. શ્રોતાએ અધર્મથી બચવા ને ધર્મ મેળવવા ધર્મ સાંભળવાનો તેમ ઉપદેશકનું મન પણ શ્રોતાને ઉન્માર્ગથી હઠાવી સન્માર્ગે સ્થાપન કરવાનું હોવું જોઈએ. વક્તા યોગ્ય જોઈએ અને શ્રોતા પણ. માટે શાસ્ત્ર ભણવાની પણ વર્ષોની મુદત બાંધેલી છે. આ વસ્તુ સમજાવતાં જ્ઞાનીની દયા શી ? એ પણ સુપેરે સમજાવી દીધું. તે માટે ગજસુકુમાલ અને સ્થૂલિભદ્રજી આદિનો પ્રસંગ પણ વર્ણવ્યો. આગળ વધી અર્થ-કામની દેશના કેવી ભૂંડી છે તે જણાવી અર્થકામ માટે કરાતા ધર્મની અનર્થકારિતા પણ રજૂ કરી કુયુક્તિઓથી બચી સુમુક્તિના શરણે જવાની સલાહ આપી છે. અંતમાં નંદિષેણ અને વાદીદેવસૂરિજીના પ્રસંગો આદિના માધ્યમે કહેલ વાતની સુંદર પુષ્ટિ કરી છે. મુવાક્યાતૃત અજ્ઞાનીઓ જેને અશાંતિ કહે છે, તેમાં તો સળગી મરવું એ જ જૈનશાસનની પરમ શાંતિ છે. ઉપદેશકને છૂટ આપી કે એ ક્રિયાનું અંતિમ ફળ કહે. ધર્મનું ફળ મોક્ષ અને પાપનું ફળ નરક!પાપ કરનારા બધા નરકે જાય એમ નથી, મંદ પરિણામ હોય તો નરકે ન પણ જાય. પાછો વળે અને સન્માર્ગે આવે તો મોક્ષ પણ પામે ! પણ પાપી મોક્ષે જાય એમ કહેવાય ? નહિ જ ! • ત્યાગ ન કરે - સંયમ ન લે તે નભે પણ ત્યાગ ને ત્યાગીઓના ચરણમાં શીર ન ઝુકે તે ન નભે. • ઉપકારીનું વિસ્મરણ એ આત્મહિતનું વિસ્મરણ છે. • જે હાથે ચાંદલા થાય, તે હાથે એ ભગવાનની આજ્ઞાની ઠેકડી કરનારા સાથે શેકહેન્ડ ન કરાય. • મુનિ તો બધે ધર્મલાભ જ દે. મુનિ પાસે અર્થ કે કામના લાભ હોતા જ નથી. • એક વ્યક્તિને અર્થલાભ દેનાર જો પતિત થાય, તો સઘળા લોકને રાજી કરવા માટે ધર્મલાભ છોડી અર્થલાભ દેનારા પતિત થાય એમાં નવાઈ શી ? • વિરોધ કે વિરોધી હોય, તેથી સાધકની મુક્તિ અટકતી નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : ઉપદેશનો તુ અને શૈલી : વક્તા ને શ્રોતાનો ઇરાદો : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવી ગયા કે શ્રી અરિહંત ભગવાનના વચન સિવાય સાચા વિવેકને પેદા કરનાર કોઈ વસ્તુ નથી, વિવેક પેદા થાય નહિ ત્યાં સુધી હેય તથા ઉપાદેય વસ્તુનું સ્વરૂપ સમજાય નહિ, એ સ્વરૂપ સમજાય નહિ ત્યાં સુધી રાગ, દ્વેષ ને મોહનો નાશ થાય નહિ, અને એ ત્રણેનો નાશ થાય નહિ ત્યાં સુધી દુઃખ જાય નહિ અને દુઃખ જાય નહિ ત્યાં સુધી સાચા સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી, માટે અમે શ્રી અરિહંત ભગવાનના વચનનો અનુયોગ કરવા માગીએ છીએ, કે જેના યોગે આત્માને સદસદ્ વસ્તુનું ભાન થાય, ભાન થવાને લીધે આત્મા આંતર્શત્રુઓના આક્રમણથી બચે અને એના પરિણામે દબાઈ ગયેલી આત્મલક્ષ્મીને પ્રગટ કરી આત્મા અનંત સુખનો ભોક્તા થાય. એટલા માટે જ્ઞાનીઓએ શ્રી જિનેશ્વર ભગવાનની વાણીને “૧ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ, ૪- ચરણકરણાનુયોગ.' - આ ચાર વિભાગમાં વહેંચી છે. બાલ જીવો માટે ધર્મકથાનુયોગ વિશેષતઃ ઉપકારી છે. બાલ જીવોને ગણિતાનુયોગ તથા દ્રવ્યાનુયોગની ઝીણી વાતો ન સમજાય. પણ ધર્મકથાની વાતો તો સારી રીતે સમજાય. બાલ જીવોને માટે ધર્મકથાનુયોગ ઘણો જ ઉપકારી છે. કહેનાર જો એવી ઢબથી કહે, કે જે કહેવા યોગ્ય વસ્તુ છે તે બરાબર કહેવાય અને તેની જો વાસ્તવિક છાયા પડાય, તો એક પણ કથા એવી નથી, કે જેના શ્રવણથી આત્મા અયોગ્ય પ્રવૃત્તિમાંથી નીકળી યોગ્ય પ્રવૃત્તિમાં ન આવે. ધર્મકથા સાંભળનારને એ ખ્યાલ હોવો જોઈએ કે આ ધર્મકથા છે અને ધર્મકથાનો હેતુ અધર્મથી બચી ધર્મ મેળવવાનો છે. આટલું ખાસ જાણવું જોઈએ. સાંભળનારમાં એટલી યોગ્યતા હોવી જોઈએ અને એ યોગ્યતા ન હોય તો તે પેદા કરવી જોઈએ. સંભળાવનારનો પણ ઇરાદો સામાને માત્ર રાજી કરવાનો Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – 430 ન હોય, પણ સાંભળનારા આત્માને ઉન્માર્ગમાંથી ખસેડી સન્માર્ગમાં સ્થાપવાનો હોવો ઘટે. કંઈ પણ ન સમજતા આત્માઓને પણ પાપભીરુ તથા ધર્મરંગી બનાવવાનો ઇરાદો સંભળાવનારનો હોવો જોઈએ. ધર્મકથા મિથ્યાત્વાદિકથી બચાવી સમ્યકત્વ આદિની પ્રાપ્તિ કરાવનારી જ હોય છે. ધર્મકથા બન્ને પ્રકારના આત્માઓની હોય છે. ઉત્તમ સામગ્રી પામી, તત્ત્વત્રયી પામી, રત્નત્રયીનું આરાધન કરી, દુઃખથી છૂટ્યા એવા આત્માઓની તથા સામગ્રી પામ્યા છતાં જેઓ હારી જઈને દુર્ગતિએ ગયા, એ આત્માઓનીઃ એમ બે પ્રકારના આત્માઓની કથા ધર્મકથાનુયોગમાં હોય છે. આ બે મુદ્દા પૂરતી વાત સિવાયની વચલી જેટલી વાત તેટલી ઓળખાવવા પૂરતી છે. આટલી લક્ષ્મી, આટલી સાહ્યબી, આટલી સ્ત્રી, આટલા બંગલા અને બગીચા - એ બધી વચલી વાતો જણાવી, અંતિમ પરિણામ તરફ દૃષ્ટિ ખેંચવાથી, બાલ જીવોને પણ જો તેઓ યોગ્ય હોય તો, બોધિબીજ આદિની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ, દ્રવ્યાનુયોગ વગેરે સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે. ભલે એનાથી વિરતિ ન પણ થાય, પણ ભાવના તો ત્યાં જરૂર ખેંચાય. ત્રણે યોગ ચરણકરણાનુયોગને માટે છે. એ અનુયોગોના જ્ઞાનથી જેને ચરણ ઉપર સદ્ભાવ ન જાગે, તે ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીના કહેવા મુજબ રાસની ઉપમાને પામે છે. શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી રાસભની ઉપમા આપે છે, એમાં કોઈને રાસભ કહેવાની એમની ભાવના હતી, એમ કોઈ કહી શકશે ? નહિ જ. રાસભ જેવી દશા ન થાય, માટે એ ઉપકારી મહાત્મા વસ્તુનું સ્વરૂપે વર્ણવે છે. જેનામાં એ ક્રિયા ન હોય, તેણે એ સમજી લેવું જોઈએ કે અમે એ ઉપમાને યોગ્ય છીએ. ‘ઘર્કેન રીના પશુમિક સમાના' ધર્મથી હીન મનુષ્યો પશુઓ સમાન છે. આ પ્રમાણે કહેનારાઓનો આશય મનુષ્યોને પશુ તરીકે કહેવાનો નથી, પણ મનુષ્ય થઈને પશુતાનું આચરણ કરતા મનુષ્યોને બચાવી લેવાનો જ આશય છે. વાત પણ ખરી છે કે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થવા છતાં પણ જેઓ પશુજીવન જીવે છે, તેઓ પશુઓ Page #171 -------------------------------------------------------------------------- ________________ 31 – - ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31 – ૧૫૫ કરતાં પણ ખરાબ છે, એમ જ કહી શકાય. કારણ કે પશુ પાસે બચાવ છે. માનવીની ભાષા બોલવાની તેઓમાં તાકાત હોય તો તેઓ તો કહી શકે કે “અમે લાચાર છીએ, અમારામાં યોગ્યતા નથી, ધર્મ કરવાના અને સંયોગ નથી.'પણ તમે શું કહો ? સભા : બચાવ જ નથી. મળેલી સામગ્રીનો ઉપયોગ નથી કરી શકતા અને જો કોઈ સદુપયોગ કરવાનું કહે તો ગુસ્સો આવે, તો તો શાસ્ત્ર કહે છે કે તરવાનો ઉપાય જ નથી. એવો ગુસ્સો કરનારાઓ પોતાના કલ્યાણના દરવાજા ઇરાદાપૂર્વક પોતાના હાથે જ બંધ કરે છે. જોવાનું શું? - આપત્તિ કે પરિણામ? ધર્મોપદેશ સાંભળીને, સાંભળનારનું હૈયું ભેદાય નહિ, ત્યાં સુધી અનાદિકાળની વાસના નીકળે શી રીતે ? જો અનાદિકાળની વાસના કાઢવી જ હોય, તો ઉપદેશક માટે એ નીતિ છે કે સાંભળનારનાં હૈયાં ભેદીને પણ તે કાઢવી. ફળની ઇચ્છાથી બીજ નાખનારો ખેડૂત કોશ, પાવડો તથા તીણ હળનો ઉપયોગ કરતાં જરા પણ અચકાતો નથી. જો એને જમીન ખોદી દેખાય તો આઘે જાય, પણ જમીન ઉપર બધાં હથિયારનો પ્રયોગ કર્યા વિના બીજ નાખવાની મૂર્ખતા તો કુશળ ખેડૂત ન જ કરે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવનો માર્ગ બતાવનાર ઉપદેશકને કેટલી હદ સુધીની છૂટ હોય છે તે અવસરે સમજાવીશ. ખેડૂતને તો અનાજના કણો ભેગા કરવા છે. અનાજના કણા પણ ઘણી જમીનમાંથી પેદા કરવા છે, માટે એ એટલી મહેનત કરે છે. તો અહીં એક એક આત્મામાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્રરૂપ રત્નત્રયી પ્રગટ કરવાની છે, ત્યાં ખેડવામાં કમીના રાખે કેમ પાલવે ? મુનિ થયા પછી પણ શાસ્ત્ર આપવા માટે, જ્ઞાનીએ વર્ષોની મુદત બાંધી. સંયમના પરિણામથી પરિણત થાય, ત્યારે જ શાસ્ત્ર અપાય. વાચના લેવા બેઠેલા મંડળમાં, જેને વાચના સાંભળવાથી વૈરાગ્યના અંકુર ન ફૂટે, તે ઉઠાડી મૂકવા લાયક છે, કારણ કે એને સંયમ પરિણત થયું નથી. સાંભળતાં સાંભળતાં હૃદય ભેદાય, એથી કર્મનો ક્ષયોપશમ થાય અને આત્મા એવો નિર્મળ બને, કે જેથી તે વચનો પ્રતિબિંબિત થાય. રોજ વંચાય અને તમારું હૈયું ન ભેદાય, ન Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – ૧૩૦ ચિરાય, જે વસ્તુ નાખવી છે એને માટે જગ્યા ન થાય અને કદાચ અજીર્ણ થાય અથવા તો અથડાઈને પાછી આવે, તો શું થાય ? સભા : કોદાળી અને પાવડો ચલાવવો. એ કોદાળી કેવી હોય ? બુઠ્ઠી નહિ, પણ તીક્ષ્ણ : અને તે પણ એવી કે મારતાં એક હાથ તો ઊંડી પેસે અને કચરાના ગંજને ભેદે, ભેગા થતા કચરાને પાવડો ઉઝરડીને ઢગલા કરે, તે પછી ટોપલાથી ભરી બહાર ફેંકી આવે, ત્યારે જમીનમાં યોગ્યતા આવે. સભા : ઉપાધ્યાયજી મહારાજ કહે છે ને કે પાણામાં પણ અંકુર લાવે. શ્રી ઉપાધ્યાયજી મહારાજ વિદ્યમાન હતા, તે વખતનો પ્રસંગ તો ભયંકર હતો. એમના વખતમાં એવી સેવા તો એ જ કરે. અજ્ઞાનીઓ જેને અશાંતિ કહે છે, તેમાં તો સળગી મરવું એ જ જેનશાસનની પરમ શાંતિ છે. જો વસ્તુને છોડી દઈએ, તો આપણે પામ્યા એમ કહેવાય કઈ રીતે ? ખરે સમયે જો સત્ય વસ્તુ કહેવામાં ન આવે, તો જ્યારે ઠીકઠાક થાય ત્યારે ઝટ કહેનારા કહી શકે કે અમે તો અજ્ઞાન હતા, પણ તમે ક્યાં ગયા હતા ? તમે મૂંગા કેમ થયા હતા ? શાસ્ત્ર કહે છે કે સમયે શક્તિમાને પોતાની ફરજ ન ચૂકવી જોઈએ. ભલે લેનાર બધાં લે, ન લે, કે ઓછું-વધતું લે. જમીન ઉપર ક્રિયા થયા પછી તો એ જમીન તમારી તળાઈથી પણ કૂણી થઈ જાય, પછી બીજ નખાય. બીજ નાખ્યા પછી પણ બહુ સાચવવાનું છે : પણ નખાયા પહેલાં એ ચિતા શી ? હજી ખેડવા તો દો. શરત એટલી કે ઉપદેશકની હિતબુદ્ધિ, ઉપકાર બુદ્ધિ ન જવી જોઈએ. સામાના અપકારની કે પોતાના માનપાનની કે કોઈ પણ જાતના સ્વાર્થની બુદ્ધિ ન જોઈએ. પોતાનું ન સંભાળે, પોતાપણામાં પોતે ન ટકે, પોતાનો દુર્ગુણ ન પરખે તે પોતાનું બગાડે. ઉપદેશક ખોટી દયા પણ ન ખાય, ઉપદેશકની દયા જુદી. માબાપ બચ્ચાને દવા પાતાં દયા ન ખાય. જેનાથી ભવિષ્યમાં વધારે ભલું થવાનું છે, તે તો કરે જ. - શ્રી ગજસુકમાલજીને શ્રી નેમિનાથ ભગવાને સ્મશાનમાં જવાની આજ્ઞા આપી. થનાર ઉપસર્ગની શ્રી ગજસુકુમાલજીને ખબર નહોતી, પણ ભગવાનને તો ખબર હતી ને ! આપત્તિ આવશે એમ પણ જાણતા હતા, પણ એનાથી આની મુક્તિ થશે એમ પણ જાણતા હતા, માટે જ આજ્ઞા આપી. આજ્ઞા પણ બધાને નથી અપાતી. શ્રી યૂલિભદ્રજીને ગુરુ મહારાજે આજ્ઞા આપી, પણ એમના Page #173 -------------------------------------------------------------------------- ________________ 433 – ૧૧ : ઉપદેશનો હેતુ અને શેલિ - 31 – ૧૫૭ વાદથી જવા ઇચ્છનાર સિંહગુફાવાસી મુનિએ જ્યારે આજ્ઞા માગી, ત્યારે ગુરુએ કહ્યું કે “તારે જવા જેવું નથી.' પેલા મુનિ કહે – “તો જવાનો.' ગુરુ મૌન રહ્યા. આથી સ્પષ્ટ છે કે આજ્ઞા પણ જેનામાં યોગ્યતા હોય તેને જ અપાય છે. આપત્તિ તો આવે, પણ જો પરિણામ સારું હોય તો તે આપત્તિ, આપત્તિ તરીકે ગણાય જ નહિ. શ્રી મેઘકુમાર પ્રાતઃકાલે ભગવાન પાસે આવ્યા, ત્યારે ભગવાને શું કહ્યું? એમ ન કહ્યું કે “બેસ, હું મુનિઓને ઠપકો આપું છું. “ભગવાન જાણે છે કે એમ કહેવાથી તો આત્માનો નાશ થાય એમ છે. ભગવાને કહ્યું કે “હે વત્સ ! જગવંદ્ય મુનિઓના પાકની રજથી તું દુભાય એ વાજબી છે ? એક નાના જંતુની રક્ષા ખાતર તો તારો આત્મા પૂર્વભવમાં અઢી દિવસ સુધી એક પગે ઊભો રહ્યો હતો એવો તું આજે મુનિવરોના પાદની રજથી દુભાય છે? આ પછી પ્રભુએ કહેલા પોતાના પૂર્વભવો અને હિતશિક્ષાનું શ્રવણ કરી, તરત જ શ્રી મેઘકુમારે અભિગ્રહ કર્યો કે “આજથી નેત્રને છોડી શરીરની દરકાર નહિ કરું !' રાજકુમાર હતા, છતાં ભગવાને કહેવા યોગ્ય હતું તે જ કહ્યું તો જ કલ્યાણ થયું. હિત દેખાય તેવું કહેવું જ જોઈએ. આજે તો પડતાને ટેકો દેવાને બદલે ધક્કો દેવાય છે અને પાછા ઉપકારી કહેવરાવવાના પ્રયત્નો સેવાય છે ! અર્થ-કામની દેશના, એ ક્ષત ઉપર ક્ષાર છે: અર્થ અને કામની લાલસામાં પડેલાને તેમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો, એ શું ઉપકારીપણું છે ? એ લાલસા તો રોમેરોમ પરિણમેલી છે. ચોવીસે કલાક એનું ધ્યાન ચાલુ છે. અર્થ અને કામ ખાતર તો અધર્મ કરવા તૈયાર છે. અરે, અધર્મને જવા દોને, ધર્મનેય લાત મારવા તૈયાર છે ! એવા આત્માઓને એમાં મૂકવા, એમાં ગબડાવવા, એમાં એ આત્માના નાશ સિવાય બીજું શું છે ? અર્થ અને કામની દેશના દેનાર ક્ષત ઉપર ક્ષાર નાખનારા છે. લૂણનો સ્વભાવ છે કે બાળે અને ઘા વધારે. અર્થકામમાં ઢળેલા આત્માને એમાં નાખવા, એ તો ક્ષત Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ પર ક્ષાર જેવું છે. અથવા અગ્નિમાં ઘી હોમવા જેવું છે. દુનિયાને દુનિયાના માર્ગે તો રસ્તે રખડનારા - કપડાં વગરના આદમી પણ લઈ જાય, દુનિયાને બાંધી મૂઠીથી ગમે ત્યાં લઈ જવાય. ‘કાંઈક છે, કાંઈક છે, એ કાંઈક છે.’ - એ ફેલાવતાં આવડવું જોઈએ. ‘મૂઠીમાં કાંઈક છે’ - એ થયું કે સેંકડો જાય, બધાય કહે કે ‘કોણ જાણે ભાઈ ! હોય પણ.' જરા આંખ મીંચતાં, ડોળ કરતાં આવડવો જોઈએ, પછી તો કંઈક ઝૂકે કે ‘કાંઈક છે.’ ભલેને પછી મૂઠીમાં રસ્તાની ધૂળ જ હોય. એક ચીજ દુનિયાએ પકડી, એમાંથી એને છોડાવવી એ સહેલું નથી. એકલું મીઠું મીઠું કહેવાથી ન ચાલે, પણ સાથે પ્રસંગાનુરૂપ કડવું, તીખું, બધું જ જોઈએ, માત્ર એનું પરિણામ મીઠું હોવું જોઈએ, એટલી શરત. જ્યાં સુધી આત્મા ઉન્માર્ગથી પરાર્મુખ નહિ બને, ત્યાં સુધી સન્માર્ગની સન્મુખ નહિ બને. ઉપદેશકને છૂટ આપી કે એ ક્રિયાનું અંતિમ ફળ કહે. ધર્મનું ફળ મોક્ષ અને પાપનું ફળ નરક ! પાપ કરનારા બધા નરકે જાય એમ નથી, મંદ પરિણામ હોય તો નરકે ન પણ જાય, પાછો વળે અને સન્માર્ગે આવે તો મોક્ષ પણ પામે ! પણ પાપી મોક્ષે જાય એમ કહેવાય ? નહિ જ. પાપી બધા જ નરકે જાય એમ પણ નહિ. પણ પાપનું ફળ નરક છે, એમ કહી શકાય. વિષયનું, કષાયનું તથા અભક્ષ્મભક્ષણનું ફળ તો નરક જ કહેવાય. એનું અંતિમ ફળ તો એ જ. એમાં ઝૂક્યો, લીન થયો, પાપપરાયણ બન્યો તો નરકે જાય. એવી જ રીતે ધર્મી ધર્મમાં ઝૂકે, તો પરિણામ મુક્તિનું થાય, ભલે વચ્ચે ભવ કરે. 434 અર્થ-કામ માટે કરાતો ધર્મ ડુબાડનારો છે ઃ સાધુ કોણ ? કંચન, કામિની તજે તે. એ બજારમાં જઈને કંદોઈની મીઠાઈ ખાય, જૂઠું બોલે, અગર સ્ત્રી રાખે, તો એને તમે ખરાબ કહો. શાથી ? એ ત્યાગી છે માટેને ? એણે જેનો ત્યાગ કર્યો, તે વસ્તુ સારી કે ખોટી ? જો વસ્તુ સારી છોડી હોત તો મૂર્ખ કહેત, પણ ખોટી વસ્તુનો ત્યાગ કર્યો છે માટે જ સાધુને નમવામાં આવે છે. કંચનકામિની તજ્યાં, તે ખરાબ હતાં માટેને ? જે વસ્તુ ખરાબ હતી તે છોડી અને ત્યાગમાં સારું માન્યું : અને પછી જે વસ્તુ છોડી તેમાં ૨ાગ કરવાનું જે કહે, તેને પૂછનાર પૂછેને કે ‘તમે છોડ્યું શું કામ ?' આના ઉત્તરમાં તે શું કહે ? ‘ન સચવાયું માટે છોડ્યું એમ કહે ?' - નહિ જ. એને કહેવું જ પડે કે ‘ખોટું હતું માટે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ 31 છોડ્યું.’ એટલે સામો તરત જ કહે કે ‘તમારું ભૂંડું ન થાય માટે તમે એ બધું છોડ્યું, તો હવે એનો ઉપદેશ દઈને બીજાનું ભૂંડું કરવા માટે પાટે બેઠા છો ?’ 435 સભા : સંસારી માટે સાધુ સારો માર્ગ તો બતાવેને ? હા, પણ સારો માર્ગ કયો ? સમજો કે ‘ન્યાયસંપવિમવ:' એ ગુણ કહ્યો. ઉપદેશક પહેલી જ પીઠિકા બાંધે કે પૈસો એ અનર્થનું કારણ છે. એને તજ્યો તે તરી ગયા અને જેઓ એમાં લીન થયા તેઓ ડૂબી ગયા. શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધ૨દેવો તથા પૂર્વના બધા મહાપુરુષોએ એ પૈસાને તજ્યો, ત્યારે જ સંપૂર્ણપણે ધર્મ આરાધ્યો. આથી પૈસો તજવો એ જ મુખ્ય ધર્મ છે. છતાં જેઓ પૈસો નથી તજી શકતા, તેઓએ પૈસા માટે અનીતિમાં તો ન જ પડવું જોઈએ. બોલો, સંસારી માટે આ સારો માર્ગ કે નહિ ? ૧૫૯ ભગવાને બે પ્રકારનો ધર્મ કહ્યો : એક મુનિધર્મ અને બીજો ગૃહસ્થધર્મ. મુનિમાર્ગ તો મજાનો છે. એમાં સાવઘપણાનો લેશ પણ સંભવ નથી અને ગૃહસ્થપણામાં સાવદ્યનો પાર નથી. ગૃહસ્થપણામાં ધર્મરૂપ એક સમ્યક્ત્વ અને બીજો સમ્યક્ત્વમૂળ બાર વ્રત. સમ્યકૃત્વધારી તે, કે જ્યાં બેઠો હોય ત્યાંના ત્યાગમાં ધર્મ માને અને એના રાગમાં અધર્મ માને. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર - એ ત્રણમાં ત્યાગ છે : એક પણ ચીજ એવી નથી, કે જેમાં ત્યાગ ન હોય. સમ્યક્ ચારિત્રમાં બહારનો ત્યાગ અર્થાત્ પ્રત્યક્ષ ત્યાગ છે : દૃષ્ટિપથમાં આવે એવો ત્યાગ છે. સમ્યગ્દર્શનમાં ત્યાગનો ઉલ્લાસ છેઃ ઉલ્લસાયમાન ત્યાગ છે. સમ્યજ્ઞાનમાં બોધભાવનારૂપે ત્યાગ છે : જેની ભાવનામાં એ ત્યાગ ન હોય, એને માટે જૈનશાસનમાં સ્થાન નથી. સમ્યક્ ચારિત્રવાન પણ સમ્યગ્દર્શનવાળા આત્માની ભૂરી ભૂરી પ્રશંસા કરે છે, કારણ કે એ આત્મા આ વસ્તુને (ત્યાગને) ચાહનારો છે. સમ્યગ્દર્શન એ જૈનશાસનનું મૂળ મનાય છે. મૂળમાં જ બળ, ન હોય, તો ફળ શી રીતે આવે ? જ્યાં ત્યાગની વૃત્તિ નથી, ત્યાગ પ્રત્યે અસદ્ભાવ છે, ત્યાં કોઈ સમ્યગ્દર્શન છે એમ કહે, તો તે ખોટી વાત છે. આટલુંયે ન બેસે, તો પરિણામે તમારો અને અમારો મેળ ન મળે. પાયો મજબૂત કર્યા વિના એક કદમ પણ આગળ ન ચલાય. શ્રી જૈનશાસનમાં કદાચ કૃપણને સ્થાન હોય, રાતી પાઈ ન છોડનારને સ્થાન હોય, લક્ષ્મી છાતીએ બાંધી રાખનારને પણ સ્થાન હોય, પરંતુ એ દાન દેવું એ જ યોગ્ય નથી એમ માને, એને માટે તો સ્થાન નથી જ. ત્યાગ ન કરે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ – આચાસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ 436 - સંયમ ન લે તે નભે પણ ત્યાગ ને ત્યાગીઓના ચરણમાં શીર ન ઝૂકે તે ન નભે. “સંયમ લેવા યોગ્ય છે.' - એવી માન્યતા હોય ત્યારે ત્યાગીઓના ચરણમાં સાચા દિલથી શીર ઝૂકે , અન્યથા નહીં જ. સંયમને ઉપાદેય માન્યા વિના પણ શીર ઝૂકતું હોય, તો કહેવું જોઈએ કે કોઈ બીજો જ હેતુ છે અને માટે અમારે પણ સાફ સાફ જણાવી દેવું જોઈએ કે, અર્થ અને કામ માટે સાધુઓની સેવા કરવી, એ ઉચિત નથી. સભા સાધુને નમીએ તો પૈસા મળે જ, એવી માન્યતા છે. અમે કહીએ કે ન કહીએ, છતાં એ માન્યતા તમે માની બેઠા. પણ પૈસા મળવાની દૃષ્ટિથી કરેલો નમસ્કાર ડુબાડનારો છે, એમ શાસ્ત્ર કહે છે એ પણ માનો ! “ધર્મ - અર્થના અર્થને અર્થ, કામના અર્થીને કામસ્વર્ગના અર્થને સ્વર્ગ તથા મોક્ષના અર્થીને મોક્ષ પણ આપે છે. આ પ્રમાણે કહેનાર શાસ્ત્ર એ પણ કહ્યું કે, “અર્થ-કામનો અર્થ અર્થ અને કામ માટે ધર્મ કરે તો ડૂબે !” માટે એ વાત પણ માનો. સમ્યગ્દષ્ટિના વિચાર અસમ્યગૂ ન હોય મુનિને પરીષહો બાવીસ. મુનિને વધુમાં વધુ પીડા હોય તો કેટલી હોય ? ભગવાન શ્રી મહાવીરદેવના કાનમાં ઠોકાયેલા ખીલા કાચા, તે વખતની પીડા એ મોટામાં મોટી પીડા. આવો ઉપસર્ગ કોઈ પણ મુનિવરને થયો નથી. પહેલી નારકીના તેર પાથડા. તેમાંના પહેલે પાથડ જે પીડા છે, તેના કરતાં ખીલા ખેંચાયા તે વખતની પીડા અનંતગણી હીન છે અને એ ખીલા ખેંચાયા તે વખતની પીડા કરતાં એ નારકના જીવોની પીડા અનંતગણી છે. નારકીની પીડા આયુષ્ય હોય ત્યાં સુધીની છે. આ વાત પણ શાસ્ત્ર કહી છે, એ પણ માનો છો ને ? મુનિને પગે લાગવામાં બે ભાવ સમાયા હોય : કાં તો “સંયમીની સેવાથી સંયમની પ્રાપ્તિ થાય' - આ અને કાં તો “ભાઈ ! સંયમ તો તલવારની ધાર જેવું, વેળુના કોળિયા અને લોઢાના ચણા ચાવવા કરતાં પણ કઠિન, માટે આપણાથી તો ન બની શકે માટે દૂરથી જ નમસ્કાર.' - આ. આ બીજો ભાવ ઘણો જ વિલક્ષણ છે. સાચા સમ્યગ્દષ્ટિ આત્માને એ બીજો ભાવ ન જ હોવો જોઈએ. જેઓ તકલીફથી ડરીને ઉપર કહેલા બીજા ભાવથી સંયમને કે સંયમીને Page #177 -------------------------------------------------------------------------- ________________ 7 -- ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31 -- - ૧૧૧ નમસ્કાર કરતા હોય, તેઓ નરકનાં દુઃખથી ડરી તેના કારણભૂત “બહુ આરંભ” અને “બહુ પરિગ્રહ' આદિને દૂરથી નમસ્કાર કેમ નથી કરતા ? પરિષહાદિ કષ્ટોથી ભડકી સંયમથી દૂર ભાગવા ઇચ્છનારા, નરકાદિક દુઃખોથી ભડકી “મહારંભ” અને “મહાપરિગ્રહ' આદિ પાપકર્મોથી દૂર ભાગવાનું કેમ નથી ઇચ્છતા ? પરિણામે અનંત સુખને આપનારાં જે માત્ર પરીષહાદિકનાં દુઃખો, તેનાથી ત્રાસ પામનારો આત્મા, નરકનાં અનંત દુઃખોને કઈ રીતે સહી શકશે – એ કદી વિચાર્યું છે ? સહન થાય કે ન થાય, પણ બહુ આરંભ આદિના પ્રતાપે તે અનંત દુઃખોને ભોગવવા જ પડશે. માટે કહ્યું કે “શાસ્ત્રો દ્વારા સંયમની કઠિનતા સાંભળી અને પરીષહાદિક કષ્ટોથી ભડકી, સંયમને દૂરથી નમસ્કાર કરવા કરતાં શાસ્ત્રો દ્વારા નરકાદિક દુઃખોને જાણી તે દુઃખોથી ડરીને, નરકના કારણભૂત “મહારંભ' અને “મહાપરિગ્રહ' આદિ પાપકર્મને જ દૂરથી નમસ્કાર કરતાં શીખો ! કારણ કે એથી જ દુઃખોનો નાશ થશે.” અને એમ થશે તો જ સાચી શાંતિ સાંપડશે. સમ્યગ્દષ્ટિ આત્મા દરેક ક્રિયા કરતી વખતે વસ્તુસ્વરૂપનો વિચાર અવશ્યમેવ કરે ખાવા બેસે ત્યારે પણ સારામાં સારી ચીજના રૂપ, રંગ અને સ્વાદ વગેરેને જોઈ, એ પુણ્યશાળી વિચારે કે “આ ચીજ લાગે છે સુંદર અને સ્વાદિષ્ટ, પણ તેની સુંદરતા મુખની બહાર છે ત્યાં સુધી અને તેની સ્વાદિષ્ટતા જીભ ઉપર છે ત્યાં સુધી પછી એ બન્નેયનો નાશ!અને તે પણ એવો કે પુનઃ જો એ બહાર નીકળે કે કાઢવામાં આવે, તો જોવી પણ ન ગમે ! આવી વસ્તુ ઉપર મમતા શી ?” સમ્યગ્દષ્ટિ આત્મા, તપશ્ચર્યા ન કરી શકે તો ખાય ખરો, પણ આસક્તિ ન ધરાવે. પૈસા માટે પણ વિચારે કે આ રહેવાના ક્યાં સુધી ? દષ્ટિ કહેવાય સમ્યગુ અને વિચાર તથા વર્તન અસમ્યક્ હોય એ કેમ ચાલે ? કેટલાક કહે છે કે “મન ચંગા તો કથરોટ મેં ગંગા” પણ ચંગા મન છે ક્યાં ? મન ચંગા હોય તો કાર્યવાહી આવી રહે ? જ્ઞાની પુરુષો તો બધાને જ મોક્ષમાં લઈ જવાને ઇચ્છે છે. જેવું એ જ્ઞાની કહે છે, તેવું હું પણ કહ્યું છું. સંસારરસિકોને ન જચે તેનો ઉપાય શો ? કાં તો સમજાવો કે તમે જ્યાં બેઠા છો, એ સ્થાન આત્માનું ભલું કરી શકે તેમ છે ! પણ નહિ, વસ્તુસ્થિતિ Page #178 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 2 તો એ છે કે લક્ષ્મીવાળા એમાં આસક્ત રહી નરકે ગયા અને લક્ષ્મી વિનાનાએ એની મૂર્છા કરી એ પણ નરકે ગયા. જેણે મૂર્છા છોડી અને એ મૂર્છા છોડવા કે છોડ્યા પછી લક્ષ્મી પણ છોડી તે મુક્તિએ ગયા. સુયુક્તિઓ કરતાં કુયુક્તિઓ વધારે છે ઃ સભા : લક્ષ્મીવાળા પણ મુક્તિએ ક્યાં નથી ગયા ? જરૂર ગયા છે, પણ ચારે ? જ્યારે લક્ષ્મીની મૂર્છા છોડી ત્યારે જ. સભા : ઘણા એમ કહે છે કે, ભરત મહારાજાની માફક ભોગવી લીધા પછી જોશું. શ્રી ભરત મહારાજાએ તો પછી પણ લાખો વરસ વિચરી ઉપકાર કર્યો છે. તમારે પછી કરવું હોય તો તમે જાણો, પણ ભોગવતી વખતે શ્રી ભરત મહારાજાની જેવી ભાવના હતી, તેવી ભાવના તો રાખશોને ! ૧૭૨ સભા : એવી ભાવના ધરાવવામાં રસ નથી આવતો. એ જ મોટો વાંધો છે. એ પરિસ્થિતિ જ આત્માનું અહિત કરનાર છે. આત્માનાં હિતકારી શાસ્ત્રો તો, દુનિયાદારીની ક્રિયાઓમાં રસ રાખવાની ના કહે છે જ, પણ શરીરનું હિતકારી વૈદકશાસ્ત્ર પણ કહે છે કે ‘રસ એ રોગનું કારણ છે.' 438 સભા : અતિરેક ન કરીએ અને પરિમિત રહીએ તો ? પ્રમાણોપેત ક્યારે લેવાય ? આસક્તિ ઘટે તો કે એમ ને એમ ? શારીરિક વાતમાં પણ રસ લેતી વખતે, સ્વાદિષ્ટ ચીજ ખાતી વખતે તન્મય બનાય છે, તે વખતે શરીરની રક્ષા પણ ભૂલી જવાય છે, શ૨ી૨ની આબાદી યાદ રહી શકતી નથી, એ વાત તો અનુભવસિદ્ધ છે ને ? એમાં લીન થાય એટલે ચાર દિવસ પથારીએ પડે, પછી આઠ દિવસ સાજો રહે, પાછો રસમાં લીન થાય તો પાછો બીમાર થાય, માટે શરીરસ્વાસ્થ્યના પ્રેમીએ પણ રસની આસક્તિનો ત્યાગ કરવો જ જોઈએ. શરીર તો ક્ષણભંગુર છે, પાંચ પચાસ વરસે પણ જવાનું છે, ‘એક ગયું તો બીજું મળવાનું છે' - એમ કોઈ માને પણ આત્મા માટે શું ? ત્યાં ભૂલ્યા તો શું થાય ? શ્રી ભરત મહારાજા જેવી ત્યાગની ભાવના કોને આવે ? શ્રી ભરત મહારાજાની પૂર્વની આરાધનાની વાત તો બાજુ ઉપર રાખો, પણ આ લોકની જ વાત જુઓને ! યુદ્ધપ્રસંગે જ્યારે શ્રી બાહુબલીજીએ સંયમ અંગીકાર કર્યું, ત્યારે શ્રી ભરત મહારાજાએ પગમાં પડીને કહ્યુ કે, ‘તે બાપનો દીકરો તું ખરો : Page #179 -------------------------------------------------------------------------- ________________ 439 - ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31 – - ૧૭૩ હું ક્યારે ? તારા જેવો થાઉં ત્યારે ! આ રાજ્ય ભવતરુનું બીજ છે, એવું જે ન માને તે અધમ છે અને હું એમાંયે અધમ છું. અધમમાંયે અધમ છું કારણ કે જાણવા છતાં પણ છોડતો નથી.' સભા જાણે, બોલે અને કરે નહિ ? આસક્તિનો રંગ એવો છે કે આત્માને છટકવા દેતો નથી. તે છતાં પણ સમ્યગ્દષ્ટિનું હૃદય તો ડંખ્યા જ કરે. સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ જ આ. જો છોડી શકે, તો તો સમ્યફચારિત્રી કહેવાય, પણ નથી બનતું માટે તો સમ્યગ્દષ્ટિ કહેવાય છે. એ ચક્રવર્તી થયા છતાં પણ, સાધર્મીઓને પોતાને રોજ ચેતવવાનું કહ્યું હતું. સંયોગો જ એવા રાખ્યા હતા કે ઉત્તમ નિમિત્ત મળી જાય કે આત્મા તરી જાય. વૈરાગ્ય થવા માટે આંગળી ઉપરથી મુદ્રિકા ખસે, એ કંઈ મોટું કારણ ન હતું. વીંટી ખસે એમાંથી એકદમ અન્યત્વાદિ ભાવનાઓ જાગે એનું કારણ શું? એ જ કે શુભ સંયોગોનું આલંબન અને શુભ ભાવનાઓનું સેવન. એક આદમીની સહાયથી જે બે લાખ કમાય, તે જો એમ કહે કે પુણ્યથી કમાયો તો કૃતઘ્ન થઈ જાય.પુણ્યથી કમાયો એ ઠીક, એ વાત સાચી, પણ “આ ભાઈની કૃપાથી કમાયો’ એમ કહેવામાં કૃતજ્ઞતા છે. મુનિપણું અમુક ભાઈના નિમિત્તથી પામ્યા હોઈએ, તો જ્યારે જ્યારે જોઈએ ત્યારે કહીએ કે “તારક આ.” પણ તેમ કહેતાં પાછી મર્યાદા તો ન જ ભુલાવી જોઈએ. મર્યાદા ભુલાય નહિ અને ઉપકાર યાદ પણ રહેવો જોઈએ. ઉપકારીનું વિસ્મરણ એ આત્મહિતનું વિસ્મરણ છે. ભવસ્થિતિ પાકી એ વાત ખરી, પણ નિમિત્ત કોણ ? જો એકાંતે ભવસ્થિતિ માનીએ, તો તો શ્રી તીર્થંકરદેવને પણ નહિ મનાય. કહેનાર એમ પણ કહે કે ‘પુણ્ય હતું તો તીર્થકર મળ્યા, અમારામાં યોગ્યતા હતી તો પામ્યા, એમાં તીર્થંકરદેવનો શો ઉપકાર ?' પણ એમ ન કહેવાય. નિમિત્ત પણ બળવાન છે. ભગવાનની હયાતીમાં એવા પણ આત્માઓ હતા, કે જેને માટે ભગવાને શ્રી શ્રેણિકને કહ્યું કે કપિલા દાન દે અને કાલસૌકરિક કસાઈ વધ બંધ કરે તો તારી નરક તૂટે. ભગવાનમાં પણ એ તાકાત નહોતી કે કપિલામાં દાનબુદ્ધિ પેદા કરે કે કાલસૌકરિક કસાઈના હૃદયમાંથી હિંસાનો ભાવ દૂર કરે. શ્રી શ્રેણિક મહારાજા જ્યારે કસાઈને હિંસા બંધ કરવાનું સમજાવીને કહે છે ત્યારે કસાઈ કહે છે કે, “આ ક્રિયા તો ધર્મ છે. જે લોકોને આ વસ્તુનો ખપ છે, તેના ઉપકાર Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –--- - 40 માટે કરું છું. શ્રી શ્રેણિક મહારાજાને પણ લાગ્યું કે ભગવાન કહે છે તે ખરું છે, ખરેખર, પાપાત્માઓ સીધા ઊતરી શકે એવા નથી હોતા. સુયુક્તિવાળા કરતાં કુયુક્તિવાળા વધારે છે. ફેર શું ? ફેર શું ? ફેર શું ? - એનો ઉત્તર તો શ્રી તીર્થકરદેવ પણ ન આપે. આપણો મુદ્દો એ છે કે જે નિમિત્ત મળ્યું, તેને આગળ કરીને ચાલવું. સેવા કરતાં આજ્ઞા પહેલી : શાસ્ત્ર પાંચ કારણે કાર્ય કહ્યું, પણ સમ્યગ્દષ્ટિ આત્મા મોક્ષની સાધના માટે ઉદ્યમને જ પ્રધાન રાખે. આંધળાને વાગે તો પાપનો ઉદય કહેવાય, પણ દેખતાને વાગે તો પાપનો ઉદય ન કહેવાતાં, સામો એમ જ કહે કે “જોવું હતું ને !' જોઈને ચાલ્યો હોય, ચક્કર આવે અને પડી જાય, તથા વાગે તો પાપોદય કહેવાય. આથી તમારે સમજવું જોઈએ કે અનાદિથી લાગેલી આસક્તિઓનો ત્યાગ કરવા, પ્રબળ પ્રયત્ન કરવાની જ ખાસ જરૂર છે. જેઓ એમ કહેતા હોય કે “હાલમાં અમે તૈયાર નથી, છેવટે જોઈ લઈશું.' તેઓનું તે જાણે. સભા : છેવટ ક્યારે ? એમની દૃષ્ટિએ છેવટ લાગે ત્યારે. બધા એ તો સમજે છે કે આયુષ્યનો ભરોસો નથી. કોઈ અમરપટો લઈ આવ્યા જ નથી. પ્રશ્નકાર પોતે પણ પોતાને અમરપટો લઈ આવેલા માનતા નથી. દરેક એમ માને કે અનિચ્છાએ પણ મરી જવું પડે છે અને મરી જવું પડશે. મરણ નાનાને કે મોટાને જોતું નથી, રોગી કે નીરોગીને પણ જોતું નથી, વગર નોટિસે - વગર વોરંટે ચાલ્યા જવું પડે છે. આ લોકની કોર્ટ તો એટલીય સારી કે સમન્સ આવે, વકીલ કરાય, બચાવ કરવા દે, પણ અહીં કર્મસત્તા પાસે તો વકીલ-બકીલ કોઈ નહિ, કેસના પોઇંટ જ નહિ, આર્ગ્યુમેન્ટ જ નહિ. ન ફસ્યા હો ત્યાં સુધી બારી, ફસ્યા એ ફસ્યા. ફસેલાને છૂટવાની બારી મુનિરૂપી વકીલ બતાવે. પણ “ફાવે તેમ કરીએ અને મુનિની સહીથી છુટાય' - એ કાયદો નથી. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે “હે વીતરાગ ! તારી સેવા કરતાં આજ્ઞા પહેલી. તારી આજ્ઞાના પાલન વિના તારી સેવા મુક્તિ આપવાની નથી.” ચાંદલો એ શું છે ? પ્રભુની Page #181 -------------------------------------------------------------------------- ________________ 41 -- - ૧૧ : ઉપદેશનો હેતુ અને શેલિ - 31 - ૧૬૫ આજ્ઞા મસ્તકે ધરીએ છીએ એ દર્શાવવાનું ચિહ્ન ? જે હાથે ચાંદલા થાય, તે હાથે એ ભગવાનની આજ્ઞાની ઠેકડી કરનારા સાથે શેકહેન્ડ ન કરાય. પ્રભુએજ્ઞાની ઠેકડી કરનારા મોટા માણસ ગણાતા હોય, તો પણ એમ જ કહી દેવાનું કે “આપ મોટા, સાહેબ, શ્રીમાનું, પણ અમારા તો તમને દૂરથી નમસ્કાર. અમારે તો આગમ એ જ આધાર. જ્યાં આગમની આજ્ઞા હોય, ત્યાં જ અમારો આત્મા ઢળે, ન હોય ત્યાંથી તો ઊભગે. અમે તો ઇચ્છીએ છીએ કે ભવે ભવે તમારો સંસર્ગ ન મળે !” આજ્ઞા, આજ્ઞારૂપે પરિણત થાય, આજ્ઞા જ મુક્તિનું કારણ છે એમ સમજાય, તો આજ્ઞાપાલનમાં આ દુનિયાની કોઈ ચીજ રોકી શકે તેમ નથી. ચક્રવર્તી સાહ્યબી મૂકે તે એમ ને એમ ? શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે “હે પ્રભુ ! અમારા મિત્ર છે, કે જે આપની આજ્ઞા ના રંગી હોય. બીજાની સાથે અમારે કાંઈ લાગેવળગે નહિ.” શ્રાવકને પણ મિત્રતા, સ્નેહસંબંધ કોની સાથે હોય ? વ્યવહારમાં પણ કોઈને મળવું પડતું હોય, તો કહી દે વ્યવહારની જ વાત કરજે. બીજી વાતનું મારે કામ નથી. જેઓ આથી વિરુદ્ધ વર્તનારા છે, તેઓ તિલકના મહિમાને સમજ્યા નથી અગર સત્ત્વશાલી નથી. આથી જ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા એમ સૂચવે છે – “જે સેવા કરનાર આજ્ઞા ન પાળે, તેની સેવા પણ શું કામની ?' આજ્ઞાની આરાધનાને બદલે વિરાધના કરનારા સેવક શાના? બહેતર તો એ છે કે આજ્ઞાની વિરાધના કરવા છતાં પણ પોતાને સેવક તરીકે ઓળખાવનારા, સેવકો હોવા કરતાં ન હોય તે સારા. આજ્ઞાની આરાધનામાં મોક્ષ અને વિરાધનામાં તો સંસારમાં રખડવાનું જ. આજ્ઞાનો અમલ શક્તિના અભાવે મોડો થાય એ જુદી વાત છે, પણ માન્યતા તો કાયમ માટે જોઈએ જ. મુનિ માત્ર ધર્મલાભ જ આપે, અર્થ-કામલાભ ન આપે ! સમ્યગ્દષ્ટિ એમ તો જરૂર માને છે કે “જે સંસારમાં હું બેઠો છું તે સંસાર ખોટો જ છે, અને ત્યાજ્ય છે. એનો ત્યાગ એ જ સ્વીકાર્ય. સ્વીકાર્ય તો સંયમ જ.' - આ વાત તો રોજ કરવા જેવી છે. ભુલાય તો ? આપણો પાયો અને ખીલો તો આપણે રોજ સંભાળવો જ જોઈએ. સમ્યકુ ચારિત્ર ફળે ક્યારે ? સમ્યગ્દર્શન હોય તો જ ! માટે જ જ્ઞાનીએ કહ્યું – Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - વારા 'दंसणभट्ठो भट्ठो, दंसणभट्ठस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति ।।' ‘દર્શનથી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જ. દર્શનભ્રષ્ટનું નિર્વાણ નથી: ચરણરહિત આત્માઓ સિદ્ધિપદને પામે, પણ દર્શનથી રહિત આત્માઓ સિદ્ધિપદને ન પામે.” જે દર્શનરહિત થયો, એમાં ચારિત્રનો સંભવ નથી. દર્શન સાબૂત હોય તો ચારિત્ર ખેંચાઈને આવે. શ્રી નંદિષેણ પડ્યા, પણ ચારિત્રથી દર્શનથી તો સાબૂત હતા. ગયા ક્યાં ? વેશ્યાને ઘેર. વેશ્યાના મકાનમાં ઓઘો ખીલીએ ભરાવ્યો. પણ નક્કી કર્યું - અભિગ્રહ કર્યો કે, “રોજ દશને ન પ્રતિબોધું, પ્રભુમાર્ગના રંગી ન બનાવું, ત્યાં સુધી આહાર ન લઉં.” ઘર વેશ્યાનું : ઓઘો ખીલીએ, પણ માનતા કે “હું પામર, કર્મયોગે પડ્યો, ગબડ્યો.” ચારિત્ર લેતી વખતે પણ દેવીએ “ના” કહી હતી, છતાં ચારિત્ર લીધું હતું. ‘ભોગાવલી કોણ છે ?” કરીને ચારિત્ર લીધું હતું. વેદોદયે ચારિત્રથી બચવા માટે પહાડ પરથી પડતું મૂકવું વગેરે કર્યું, છતાં દરેક વખતે દેવોએ બચાવ્યા અને કહ્યું કે “કર્મથી મુક્તિ નથી. કર્મ ભોગવવાં જ પડશે. - આખરે એ મુનિ ફસ્યા - શાથી ? ભૂલ્યા એથી. શું ભૂલ્યા ? ભિક્ષાએ ગયા. વેશ્યાને ત્યાં ગયા. ત્યાં ધર્મલાભ દીધો. વેશ્યાએ કહ્યું કે “અહીં તો અર્થલાભની જરૂર છે.” મુનિ પાસે ધર્મલાભ સિવાયની માગણી કરનાર કોણ હોય ? એ વિચારજો. વેશ્યાએ અર્થલાભનું કહ્યું : અહીં મુનિ ભૂલ્યા. કર્મયોગે અહી ભૂલનું પગરણ મંડાયું. મારી પાસે અર્થ નથી એમ ?' - આવું ત્યાં મુનિને થયું. પોતે લબ્ધિવાળા હતા. સીધી વાત હતી કે અર્થ અમારી પાસે નથી' એમ કહેવાનું હતું. મુનિ તો બધે ધર્મલાભ જ દે. જીવતાંયે ધર્મલાભ દે અને મરતાંયે ધર્મલાભ દે. અહીં આવો તોયે ધર્મલાભ દે અને તમારે ઘેર આવે તોયે ધર્મલાભ દે. પોતે મરતાંયે ધર્મલાભ દે અને તમે મરવા પડો ત્યારે પણ ધર્મલાભ દે. મુનિ પાસે અર્થ કે કામના લાભ હોતા જ નથી. સભાઃ આગંતુક આવી જાય, ધર્મલાભમાં બધું સમાય. એની ગણના નહિ. બીજમાં ફળની ગણના. ખેડમાં અનાજની કિંમત, ઘાસની નહિ ! ઘાસ તો આવે તોયે ઠીક, ન આવે તોયે ઠીક, એના માટે હર્ષ - શોક ન હોય. Page #183 -------------------------------------------------------------------------- ________________ 44s ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31 – ૧૦૭ શ્રી નંદિષણ મુનિએ તરણું લઈને ભાંગ્યું, એટલે સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ થઈ, અને પોતે ચાલવા માંડ્યું. વેશ્યા વળગી. હવે જાઓ છો ક્યાં ? જવું હોય તો આ ઉપાડી જાઓ, નહિ તો રહો ! કર્મ ઉદયમાં આવ્યું. મુનિ રહ્યા. નિદાન કરો કે “શાથી રહ્યા ?' કર્મયોગે, પણ કયા નિમિત્તે ? ભૂલ કઈ ? ધર્મલાભ દેનારા મુનિ ધર્મલાભ દેવાની ફરજ ચૂકી અર્થલાભ દેવા લલચાયા ત્યારે ને ! એ જ ભૂલ અને તે માત્ર એક વેશ્યાને રાજી કરવા માટે ! એક વ્યક્તિને અર્થલાભ દેનાર જો પતિત થાય, તો સઘળા લોકને રાજી કરવા માટે ધર્મલાભ છોડી, અર્થલાભ દેનારા પતિત થાય એમાં નવાઈ શી ? મુનિ શ્રી નંદિષણનું કર્મ ફાવ્યું ક્યારે ? અર્થલાભ દેવા લલચાયા ત્યારે ! શ્રી નંદિષેણ મુનિ સંયમથી પડ્યા, પણ દર્શનથી નહોતા પડ્યા. ત્યાં રહીને દશને પ્રતિબોધ કરીને રોજ સાધુ થવા મોકલે. વિચારો કે સમ્યગ્દષ્ટિના, શ્રાવકોના મનોરથ કેવા હોવા જોઈએ ? એ તમે જાણતા તો હશો, પ્રસંગે વિગતથી જણાવીશ. ઘરબારી અને કુટુંબ પરિવારવાળાના મનોરથ ત્યાગના હોય, તો ત્યાગીઓના મનોરથ કેવા હોય ? યોગ્ય વૃત્તિ થાય તો દુનિયામાં ઉત્પાતનું નામ રહે નહિ. અન્યાય, પ્રપંચ, અશાંતિ સ્વપ્ન પણ નહિ જણાય. પછી સ્થિતિ જ જુદી થશે. “લક્ષ્મી ગઈ તો ઓછી થઈ અને આવી તો સન્માર્ગે ઉપયોગી થશે” – એ ભાવના સમ્યગ્દષ્ટિની હોય. ધર્મીને ઘેર આદમી વધે તો કહે કે સન્માર્ગે જશે અને જાય તો કહે કે જવાના હતા તે ગયા. મૃત્યુ સમયે અસમાધિ થાય તેવું કાંઈ ન કરો! આદર્શ જીવનવાળો મરે કેવી રીતે ? સુંદર ભાવનાથી. આજ તો મરતી વખતે પણ બોલતા કરવાની પિચકારીઓ અપાય છે. મરણપીડા વખતે કંઈ પણ કરવું, એના જેવો દુનિયામાં એક પણ અપકાર નથી. તપાવેલા લોઢાની સોયો એકસાથે રોમ રોમ ખોસી હોય અને જે પીડા થાય, તેના કરતાં કેટલાય ગણી પીડા જન્મ વખતે થાય અને એનાથી અનંતગણી પીડા મરણ વખતે થાય. એ વખતે બોલાવવા હલાવાય કે પિચકારી દેવાય ? ધર્મી કુટુંબ એ વખતે શ્રી નવકારના જાપ અને સદ્ભાવજનક વાર્તાલાપ સિવાય બીજું કંઈ ન કરે. મરતી વખતની પીડાથી અવાચક પણ થાય, એ વખતે સમાધિની ભાવના આવે તો પીડા કંઈક ઓછી થાય, એ વખતે શ્રી નવકાર મંત્રનો Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – ––– જાપ દે. એમ સંભળાવે કે “મરણ નવું નથી. મૂંઝા મા !' બસ, શ્રી નવકાર જ સંભળાવે,આરાધના કરાવે, પણ ખાતાં, દસ્તાવેજ-વીલ અને સીલ, આ બધું એ વખતે કરવું એ ભયંકર છે. જેટલા વધારે ઉપાધિવાળા એટલું મરણ વધારે ભયંકર. કુટુંબીઓ- સ્નેહીઓ એવા ઊભા કરો કે મરતી વખતે હેરાન ન કરે. એ વખતે વીલ કે સીલની પંચાતમાં ન પડે. હમણાં કહેશે કે પોલો બહાર પાડે છે : પણ શું કરું ? ઘણાં મરણ એવાં થાય છે કે શ્રી નવકારને તો કોઈ યાદ ન કરે, પણ બધા હાથ મારવામાં પડ્યા હોય. વીલની પંચાત એ વખતે ઊભી જ હોય – અરે, જીવનમાં પણ ગમે તેવી ધર્મક્રિયા ચાલતી હોય અને બીજું કામ આવે તો ધર્મક્રિયાને પડતી મૂકે. આ બધામાં સુધારો કરવાનું આત્મા તથા શરીરને ભિન્ન માનો તો જરૂરી સમજાય. આત્માને તથા શરીરને એક માનો તો કોઈ નહિ સમજાવી શકે. શરીરને જ માત્ર સાધ્યરૂપ માની આત્માને વેડફી નાખવો, એ કોઈ પણ રીતે ડહાપણનું કામ નથી. | મુનિ શ્રી નંદિષણજી પડ્યા, પણ એમનું સમ્યકત્વ કાયમ હતું : અભિગ્રહ કર્યો કે “રોજ દશને પ્રતિબોધી પ્રભુમાર્ગના રસિયા ન કરું ત્યાં સુધી જમું નહિ.” ઘણા કાળ સુધી આ કાર્યવાહી ચાલી. એક દિવસ નવ જણ તો પ્રતિબોધ પામ્યા, પણ દશમો નહોતો પામતો, એ ધીઠ્ઠો હતો. એ કહે કે “બધી વાત સારી, પણ તો તમે અહીં કેમ ? વિરોધી હોય તેથી મુક્તિ અટકતી નથીઃ સભા : તે વખતે વિરોધી નહિ હોય? દરેક કાળમાં વિરોધી હોય, પણ પાવર ઓછોવત્તો હોયને ! સો ડિગ્રીનો પાવર, અને પચાસ ડિગ્રીનો પાવર, - એમ પાવરમાં તરતમતા હોયને ! હું કહી ગયો છું કે હજારો વિરોધી હોય, પણ જો એક ધર્મી મજબૂત હોય, તો પેલા બધાયે કાં તો શિર ઝુકાવે કે કાં તો પીઠ બતાવીને ભાગી જાય. તરતમતા તો બધે હોય. મુનિ છઠું અને સાતમે ગુણઠાણે હોય. મહાપુરુષોના સંયમની શી વાત થાય ? આ તો સંયમનો અભ્યાસ, એકડો ઘૂંટવાના : પણ તે જરૂરી છે. એવું સંયમ પમાય આનાથી ! દીપ્તિમાન સંયમવાળાની છાયા ઓર હોય. એવા મહા સંયમી આત્માઓના પણ વિરોધી હતા. ભગવાન શ્રી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ 31 મહાવીરદેવના પણ વિરોધી હતા. અપમંગલ માનીને મુનિને તથા ભગવાન શ્રી મહાવીરદેવને મારનારા પણ હતા. સાત સાત વાર ભગવાનને ફાંસીએ ચડાવનારા પણ હતા. 445 સભા : એ જૈનો નહિ હોય. ભૂલ્યા. મુદ્દો એ છે કે જેને રોમ રોમમાં કોઈના બૂરાની ભાવના નહોતી, ‘વિ જીવ કરું શાસનરસી' - એવી ભાવદયાના સાગર એવા પ્રભુના પણ વિરોધી હતા, તો બીજાના કેમ ન હોય ? વિરોધ કે વિરોધી હોય, તેથી સાધકની મુક્તિ અટકતી નથી. વસ્તુ આગમ, ધર્મ જાય તો સાધકની મુક્તિ અટકે. વાદી શ્રી દેવસૂરીશ્વરજીનો એક પ્રસંગ : ૧૯૯ તમે અને અમે વસ્તુ (આગમ, ધર્મની) રક્ષામાં પાછા ન પડીએ, તો વિરોધીઓ શું કરે ? બહુ તો આ શરીરનો નાશ કરી જાય એ જ ને ? શ્રી ખંધક મુનિવરની ખાલ ઉતારતા હતા, ત્યારે એ મહાત્માની સ્થિતિ કઈ ? કઈ ભાવના ? ખાલ ઉતારતી વખતે શ્રી બંધક મુનિ કેવી ઉત્તમ ભાવનામાં રમતા ? આજે એવા ખાલ ઉતારનારા છે ક્યાં ? આજે છે તેને સહેવાનું કૌવત તો જરૂર છે, પણ વાતવાતમાં મૂંઝવણ કરે તો શું થાય ? ધસારાથી ગભરાય તે તો મૂંઝાઈ જ જાય. એક આગેવાન આગળ થાય અને બીજા પાછળ ઊભા રહે અને કહે કે આવો; ધસારાને બોલાવે કે આવો. તો પેલા ધસારાવાળા રોકાય. પણ પાછળવાળા કહે કે ભાગો જ ભાગો, તો તો નાશ વળે અને ધસારાવાળા કહે કે, મારો. ધસારાને કહો કે આવો, બધું છોડીને આવ્યો છું માટે આવો. પણ પેલા મારવા આવે એ પહેલાં જ ભાગાભાગની બૂમરાણ થતી હોય ત્યાં શું થાય ? જેવા ક્ષત્રિયના દીકરા છો તેવા બનો તો બહુ ઉત્તમ, પણ તેવા ન બનો તો નામ યાદ આવે એવું તો રાખો. દુશ્મન છે કાં ? બોલી જાણે છે ! બોલતાંય કયાં આવડે છે ? દલીલ કે યુક્તિ હોત તો મને પણ આનંદ થાત અને કો'ક મળ્યા હતા એમ માનત. આ એવું ક્યાં છે ? આ સ્થિતિથી તો શરમ આવે છે. પહેલાં પણ વાદી આવતા, પણ એ વાદીઓ પોતાના પણમાં એક્કા હતા. હેતુ તૂટે કે પોતાની જાતે પોતે પોતાની હાર કબૂલ કરે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - 13 સમર્થ વાદી આચાર્યદેવ શ્રીમદ્ દેવસૂરીશ્વરજીને એક વાદી સાથે વાદ કરવાનો પ્રસંગ આવ્યો હતો. સૂરીશ્વરજી વાદીને રાત્રે ગયા. તર્કની બારી આપી આપીને વાદીને રમાડ્યું ગયા, કે તારાથી નચાય એટલું નાચી લે. એક દિવસ રાજાએ આચાર્યદેવને કહ્યું કે “વાદનો અંત ક્યારે આવશે ?” શ્રી દેવસૂરિજીએ કહ્યું : “વિતંડાવાદી છે.” રાજાએ કહ્યું : “મારે વાદનો અંત લાવવો છે.” શ્રી દેવસૂરીશ્વરજીએ કહ્યું કે : “કાલે વાત.” બીજે દિવસે પક્ષની સ્થાપના તથા વિપક્ષનું ખંડન નક્કી થયું. બોલતી વખતે કોઈ પણ ૫ , ફ, બ, ભ, મ ન બોલે એ નિર્ણય થયો. બોલે તે હાર્યો ગણાય. પહેલું બોલવાનું પણ સૂરીશ્વરજીએ રાખ્યું. બોલવાનું સંસ્કૃત ભાષામાં. હોઠ પર અળતાનો લેપ કર્યો, કે બોલે તો ખાતરી થાય; કારણ કે એ અક્ષરો ઓષ્ઠસ્થાની છે. શ્રી દેવસૂરીશ્વરજી, કલાકના કલાક સુધી ધારાબંધ બોલ્ય ગયા, પણ એ પાંચમાનો એક પણ અક્ષર ન આવ્યો. આવા સમર્થની સામે પેલો ટકે ? બોલવા ઊભો થયો, બોલતાં બોલતાં પાંચમાંનો અક્ષર આવી ગયો. એને એમ થયું કે હાર્યો, કે તરત હાર કબૂલ કરી. કરેલા ‘પણમાં બારી નહિ. એવા એ વાદી હતા. એ વાદીને પહોંચાય ! પણ જે ઘડીમાં આમ બોલે ને ઘડીમાં આમ બોલે, જે કાયદો, આગમ કે આજ્ઞા માને નહિ, કેવળ મતિકલ્પનાની જ વાતો કરે, તેની સાથે વાત શી રીતે થાય ? સભા : સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ થાય છે. સ્વતંત્ર બુદ્ધિનો એવો ઉપયોગ કરનાર અક્કલહીન છે. તીર્થંકરદેવ શ્રી મહાવીરનું શાસન : નામ એમનું દેવું, સિક્કો એમના નામનો મારવો અને મતિ પોતાની - એ બને ? જેઓ સાધુઓને પોતાની મરજી મુજબ નચાવવા માગે છે, તેઓને સુધારવાની આશા રાખવી એ ફોગટ છે. કલ્યાણના અર્થી આત્માઓએ ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા છોડી, ગાંડા અને ઉન્મત્તોની આજ્ઞા માનવાની મૂર્ખાઈ કરવા જેવું નથી. મુનિવરોની ફરજ છે કે તમારામાં જેટલા દોષ હોય એટલા કહે, દોષ ન હોય એની સંભાવના કરીને પણ કહે, પણ એ કહેવામાં હેતુ એક જ કે તમારામાં દુર્ગુણ હોય તે દૂર થાય અને દુર્ગણ ન હોય તો આવે નહિ. આ હેતુ માટે કારમા શબ્દમાં પણ કહેવાય. Page #187 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31 – ૧૭૧ ટોળું વધારવાની બુદ્ધિથી હિતકર કડવું, જરૂરી છતાં નહિ કહેનારા ફરજથી ચૂકે છે. વ્યાખ્યાનમાં વધુ માણસો આવશે તો અમારું માનપાન વધશે' - આ માન્યતા, એ પાપ માન્યતા છે. ભલે ટોળું લાખોનું થાય, પણ અમારું સંયમ જાય તો અમારે માટે પણ ખાડો તૈયાર છે. મહાપુરુષોને પણ કર્મે નથી છોડ્યા, તો અમને કેમ છોડે ? જરા પ્રમાદથી નિગોદ સુધી ચાલ્યા ગયા છે, તો અમારી શી હાલત થાય ? માટે એક ગેરંટી અને તે એ જ કે આગમથી વિરુદ્ધ કોઈ પણ ભોગે ન જ જવું જોઈએ. આજ્ઞા કદાચ પૂરેપૂરી ન પળે, પણ માન્યતા તો અણીશુદ્ધ રહેવી જ જોઈએ. શાસનને બચાવવાની વાત તો હજુ દૂરની છે પણ પોતાની જાતને પણ બચાવવા માટે આગમની આજ્ઞાનો ઘાત થાય તેવી સઘળી કાર્યવાહીથી બચવા માટે નિરંતર સાવધ રહેવું જોઈએ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨: સન્માર્ગ સ્થાપન - ઉન્માર્ગ ઉમૂલન 5 • શ્રી જિનમતથી વિપરીત વસ્તુનું વર્ણન છે આચાર્ય કુમત તરફ કરડા જ હોય ? કરનાર સત્પરુષ નહિ પણ કાપુરુષ છે : • સંસારના અથાણાને ધર્મમાં ફેરવી નાંખો : • ગોળ તથા ખોળને એક કોટિમાં ન મૂકો : ૦ શાસનસેવામાં સર્વસ્વનો સદુપયોગ કરી દેવામાં વ્યક્તિરાગ હાનિકર છે પણ ગુણરાગ હાનિ શી ? અનિવાર્ય છે : • મોતથી ડરીને વંદન છોડાય ? • આત્મા જેટલો આજ્ઞાથી બહાર તેટલો ભયંકર : ૯ ધર્મ કરતાં કસોટી તો થશે જ : વિષયઃ ઉપદેણાકનું સ્વરૂપ, સંઘની પૂજ્યતાનો આધાર આજ્ઞાપાલન, શાસનસેવાર્થે સર્વસ્વ બલિદાન મંગળનું અભિધેય. પ્રવચનનો પ્રારંભ જ શુદ્ધકરૂપક આચાર્યનું તીર્થકરતુલ્યત્વ અને વિપરીત દેશકનું કાપુરુષત્વ બતાવતાં થયો છે. દેવ ગુરુ ધર્મના સ્વરૂપમાં ગોળ-ખોળ ન્યાય અપનાવાય નહિ એ વાત કરી વ્યક્તિરાગ ટાળી ગુણરાગ કેળવવા ઉપર ભાર આપ્યો છે, જિનાજ્ઞાની ઉપેક્ષાથી થતું અહિત બતાવ્યું છે અને અવસરે કટુ બોલી - કરીને પણ સન્માર્ગ સાચવવો કેમ જરૂરી છે તે વાત મજાની રીતે વર્ણવી છે. અર્થીપણું જે સંસારનું છે તેને ધર્મમાં ફેરવી દેવું, પાપની પરંપરા અટકાવવી, ધર્મની પરંપરા ચલાવવી ગમે તેવી કસોટી આવે તો પણ અકાર્ય ન કરવું તેમ સત્કાર્ય કર્યા વિના રહેવું જ નહિ વગેરે વાતોના મર્મને પ્રકાશવા અંગારમÉકાચાર્ય, હરિશ્ચંદ્ર વસુરાજા, અર્જુન માળીના પ્રસંગે સુદર્શન શેઠ આદિ દૃષ્ટાંતો પણ આપ્યાં છે. મુવાક્યાત • જે આચાર્ય જિનમતનો અતિક્રમ કરે છે, તેને તો શાસ્ત્રમાં સત્પરુષ તરીકે નહિ, પણ કાપુરુષ તરીકે ઓળખાવેલ છે. • આત્મકલ્યાણના રસ્તાઓને રૂંધનાર આત્માઓથી જનતાને સાવચેત કરવી, એ તો દરેક હિતૈષીની ફરજ છે. • હૈયામાં કોઈ પ્રત્યે દુર્ભાવ રાખ્યા વિના કરાતા વસ્તુના સ્વરૂપવર્ણનને નિંદા તરીકે ઓળખાવનારા મહાઅજ્ઞાની છે. • પરીક્ષા કરી યોગ્યના ચરણમાં શિર ઝુકાવે તે સમ્યગ્દષ્ટિ. ૦ વર્તમાનની હીલના એટલે અજ્ઞાનીનો બકવાદ અને પ્રભાવનાનો અભાવ એ ધર્મીનો પ્રસાદ • પરંપરા ચાલે તેવું પાપ ધર્મને બહાને પણ ન થાય. • સમતાથી સહન કરે એનાં કર્મ ખપે અને નવાં કર્મ બંધાય નહિ. • હાય-હાય કરે, એ કર્મ છોડે થોડાં અને બાંધે ઘણાં. • ધર્માત્મા જેમ જેમ કસોટી ઉપર ચડે, તેમ તેમ તેનો ઉદય. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સન્માર્ગ સ્થાપના - ઉન્માર્ગ ઉમૂલન શ્રી જિનમતથી વિપરીત વસ્તુનું વર્ણન કરનાર પુરુષ નહિ પણ કાપુરુષ છે : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મંગલાચરણ તથા પીઠિકા કરતાં ફરમાવી ગયા કે, શ્રી અરિહંત ભગવાનના વચન સિવાય વિશિષ્ટ વિવેક પેદા થતો નથી, અને એવા વિવેકની પ્રાપ્તિ વિના હેય તથા ઉપાદેય પદાર્થોનું સ્વરૂપ સમજાતું નથી તથા એ સમજાયા વિના રાગ, દ્વેષ અને મોહ જતા નથી, અને એ રાગાદિ જાય નહિ ત્યાં સુધી સુખની પ્રાપ્તિનો સંભવ પણ નથી માટે સ્વપરના સુખ માટે શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ. કલ્યાણ માટે અનુયોગ કરવો હોય તો શ્રી અરિહંતદેવના વચનનો જ કરવો. અનુયોગ એટલે વ્યાખ્યાન-વર્ણન. શેનું ? શ્રી અરિહંતદેવના વચનનું. અનુયોગ કોણ કરે ? સુખનો અર્થી. કોના માટે ? સુખના અર્થી માટે. શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય સુખ છે નહિ. ટીકાકાર મહર્ષિ કહે છે કે, શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને અમે આરંભીએ છીએ. દુનિયાની બધી વસ્તુ અમે જોઈ, પણ સાચું સુખ અહીં છે. શ્રી અરિહંતદેવ કોને મનાય ? જેમનામાં રાગનો સર્વથા અભાવ થયો હોય તેમને ! રાગ ગયો ત્યાં ષ તો ગયેલો જ છે, અને મોહ પણ ગયો જ છે. શ્રી અરિહંત ભગવાનનું વચન કોઈને અહિતકર હોય જ નહિ. ભાગ્યહીન આત્મા એવું બનાવી લે એનો ઉપાય નહિ, બાકી શ્રી અરિહંતદેવનું વચન તો એકાંતે સુખ જ આપનારું છે, એમાં જરાયે શંકા નથી. આ મહાત્માઓને એમના વચનમાં જેવો વિશ્વાસ છે, તેવો વિશ્વાસ જ આપણો જામી જાય તો કામ થઈ જાય. શ્રી અરિહંત ભગવાન તો હોય તેવું કહે. હેયને હેય, શેયને જોય તથા ઉપાદેયને ઉપાદેય કહે. જુદું કહેવાનું કોઈ જ કારણ નથી. ટીકાકાર મહર્ષિ કહે છે કે, સુખના અર્થીએ સુખના અર્થ માટે શ્રી અરિહંતદેવના Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 450 વચનનું જ વર્ણન કરવું જોઈએ. એ અનુયોગ જ જગતના પ્રાણી માત્ર માટે, સ્વપર ઉભયને માટે હિતાવહ છે : બાકીની વાતો સ્વપર માટે ઘાતક છે. આથી જ શાસ્ત્રોમાં તે જ આચાર્યને ભાવસૂરિ તરીકે અને તીર્થકરતુલ્ય તરીકે ઓળખાવેલ છે, કે જે આચાર્ય સમ્યક રીતે શ્રી જિનેશ્વરદેવના મતને પ્રકાશિત કરે. જે આચાર્ય જિનમતનો અતિક્રમ કરે છે, તેને તો શાસ્ત્રમાં પુરુષ તરીકે નહિ, પણ કાપુરુષ તરીકે ઓળખાવેલ છે. તેવા કાપુરુષો શ્રી જેનશાસનમાં અવંદનીય તરીકે જ સુપ્રસિદ્ધ હોય છે. જિનમતથી વિપરીત પ્રકાશના આચાર્ય માટે શાસ્ત્રોમાં એવું એવું વર્ણન કરવામાં આવ્યું છે, કે જેથી તેના માટે એક લેશ પણ પૂજ્યભાવ કોઈ પણ ભવ્ય આત્માના અંતઃકરણમાં ન રહી શકે; કારણ કે, તેવા પ્રત્યેનો પૂજ્યભાવ આત્મા માટે એકાંતે અહિતકર છે. શ્રી જિનેશ્વરદેવના મતને પ્રકાશિત કરનારને જેટલા પૂજ્ય કહ્યા છે, તેટલા જ તેથી વિપરીત કહેનારને અપૂજ્ય કહ્યા છે. કારણ કે, તે શ્રી જિનેશ્વરદેવના શાસનનું ઉત્થાપન કરી સ્વપર ઉભયનું એકાંતે અકલ્યાણ કરનાર છે. એવા એકાંતે અકલ્યાણ કરનારાઓથી કલ્યાણના અર્થી આત્માઓને ચેતવવા, એ અતિશય જરૂરી વસ્તુ છે. એવા આત્માઓનું પ્રભુના શાસનમાં એક ફૂટી કોડી જેટલું પણ વજન રહેવું ન જોઈએ, કારણ કે, એવાઓનું વજન એ શાસનને ભયંકરમાં ભયંકર હાનિ પહોંચાડનાર છે. જેમ વ્યવહારમાં સારા પણ શેઠને અપ્રામાણિક બનેલા મુનીમને રજા પણ આપવી પડે છે અને તેનાથી પેઢીને અને લાગતાવળગતાઓને જોખમમાં ન મુકાવું પડે, તે ખાતર પોતાના મુનીમ માટે પણ યોગ્ય જાહેરાત કરવી પડે છે તેમ શાસનમાં પણ પાકેલા અપ્રામાણિક આચાર્ય આદિ માટે તેવી જ રીતે શાસનમાંથી દૂર કરવા સાથે યોગ્ય જાહેરાત કરવાનું વિધાન છે. આત્મકલ્યાણના રસ્તાઓને રૂંધનાર આત્માઓથી જનતાને સાવચેત કરવી, એ તો હરેક હિતેષીની ફરજ છે. તમારા નામે હજારોનો વહીવટ કરનાર જ્યારે અપ્રામાણિક બને અને ઊંધું છતું કરવા માંડે, ત્યારે તમે તમારા બધા આડતિયાને, લાગતીવળગતી પેઢીને, સ્નેહીસંબંધીને અને વેપારી આલમને હવેથી એને અમારા નામે રાતી પાઈ પણ ધીરવી નહિ.' - આ પ્રમાણે જાહેર કરો છો યા નહિ ? સભા : બચાવ માટે તેમ કરવું જ પડે. Page #191 -------------------------------------------------------------------------- ________________ 451 –– – ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉમૂલન - 32 – – ૧૭૫ એ જ રીતે પ્રભુના શાસનમાં પણ એવા અપ્રામાણિકો માટેની તેવી જાહેરાત કરવી જ પડે, કારણ કે, તે જાહેરાત વસ્તુના સત્ય સ્વરૂપને ઓળખાવનારી હોઈ સ્વપર ઉભયનું હિત કરનારી છે. ગોળ તથા ખોળને એક કોટિમાં ન મૂકો અનંતજ્ઞાની શ્રી વીતરાગદેવને પણ જેટલા કુનયો તથા જેટલાં કુદર્શનો હતાં, તેને તે હતાં તેવાં કહેવા જ પડ્યાં છે. તે ખોટાં છે, અયોગ્ય છે” – એમ સ્પષ્ટપણે કહેવું જ પડે. ખોટાની ખોટા તરીકે જાહેરાત, સાક્ષાત શ્રી જિનેશ્વરદેવોએ પણ કરી છે અને કરી છે તેથી તો અનેક આત્માઓ ખોટાથી બચી. સત્યને અપનાવી મુક્તિ સાધી શક્યા છે અને આપણે સત્ય પામી શક્યા છીએ. સુદેવના સ્વરૂપનું વર્ણન કરતાં કુદેવને પણ ઓળખાવી દીધા, સુગુરુનું વર્ણન કરતાં કુગુરુનું પણ એવું વર્ણન કર્યું, કે એના એક એક દોષને અખંડપણે બતાવ્યો. સુધર્મનું સ્પષ્ટીકરણ કરતાં કુધર્મનું પણ નિરૂપણ કરી દીધું. આથી સ્પષ્ટ જ છે કે વસ્તુના સ્વરૂપવર્ણનને નિંદા તરીકે ઓળખાવનારા મહા અજ્ઞાની છે. એટલી વાત સાચી છે કે, વસ્તુનું વર્ણન કરતાં કોઈના પ્રત્યે પણ દુર્ભાવ ન હોવો જોઈએ. માત્ર એક જ હેતુ હોવો જોઈએ અને તે એ જ કે અયોગ્યના સંસર્ગથી પોતે બચે અને સહયોગમાં આવનારા પણ બચે. આથી જ કહ્યું કે| ‘તે જ ભાવાચાર્ય કે જે શ્રી જિનેશ્વરદેવના મતને સમ્યફ પ્રકારે પ્રકાશિત કરે.' શ્રી જિનેશ્વરદેવના મતને સુંદર રીતે પ્રકાશિત કરનારા ભાવાચાર્ય શ્રી તીર્થકર દેવ જેવા છે. એવા તારક ભાવાચાર્યની આજ્ઞા જે ન માને, તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પણ વિરાધક છે.” આથી સ્પષ્ટ છે કે “જે શ્રી જિનેશ્વરદેવના આગમની દરકાર કર્યા વિના, સમયાદિના બહાને યથેચ્છ બોલે તે ભાવાચાર્ય નથી : માટે એની આજ્ઞા માનવી એ પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વિરાધવા બરાબર છે.” આ જાતનો વિવેક સમ્યગ્દષ્ટિમાં હોવો જોઈએ. | ‘અહીં પણ હું અને તહીં પણ હું' - એવા વિચાર સમ્યગ્દષ્ટિ આત્મામાં ન હોય. સમ્યગ્દષ્ટિ આત્મા એટલે શાસનનો પક્કામાં પક્કો અનુયાયી : આસક્તિ અનાદિના યોગે વિરતિનો અમલ ન પણ થાય, પરંતુ એ વસ્તુસ્વરૂપની શ્રદ્ધામાં તો પક્કો જ હોય. તે ધર્મની બાબતમાં “કાંઈ નહિ” એમ ન કહે. તે પોતાની ધર્મક્રિયાઓ બાબતમાં જેમ તેમ પોલ ન ચલાવે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 2 જેમ કુશળ વેપારી ચોપડા તૈયાર રાખવામાં કીટ હોય, એ મેળ કાલ ઉપર ન રાખે. નાના વેપારીઓને ત્યાં કદી એમ બને કે આજનો મેળ કાલ ઉપર રહી જાય, જોકે એ પણ માને કે ઠીક નહિ છતાં રહી જાય એ બને પણ કુશળ વેપારી કે જ્યાં લાખોની લેવડદેવડ થાય, લાખોનો વહીવટ થાય ત્યાં આજનો મેળ કાલ ઉપર ન રહે. એના ચોપડા તો દીવા જેવા હોય. જ્યારે માગો ત્યારે તૈયાર. અરધી રાતે પણ કોઈ હિસાબ માગવા આવે, એમ એ વેપારી સમજે છે. જો એ વખતે તૈયારીનો અભાવ હોય, તો પોલ છે એમ શંકા થાય. એને ત્યાં દિવસનો કાચો ખરડો પણ રાતે પાકો થઈ જાય અને સવાર થતાં તો અગર સવારે તો ખાતાવહી પણ તૈયાર જ હોય. રકમ ખતવાઈ પણ જાય. જુદા જુદા કામ ઉપર માણસો નિયત જ હોય. રાજતંત્રનાં કામ ઓછાં હોય છે? વાઇસરોય પણ છાપામાં શું શું આવે તે બધું જાણે. એમના ટેબલ ઉપર બધો રિપોર્ટ તૈયાર જ હોય. “આ શી પંચાત' એમ કરે તો ? ઘેર જવું પડે. વાઇસરોય પણ તૈયાર કેવા હોય ? ગમે ત્યારે, ગમે ત્યાં લઈ જાઓ, તે વખતે ગમે તે વ્યવહારુ વિષય ઉપર બોલવા તૈયાર. બધી વાતો એમના ટેબલ પર તૈયાર જ હોય. નજીવો માણસ બોલે તેની પણ નોંધ તેઓ પાસે હોય, કારણ કે રાજ્ય ચલાવવું છે. એવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્માએ પણ કલ્યાણકારી ક્રિયાઓ માટે નિરંતર સાવધ રહેવું જ જોઈએ. શાસનની સેવા કરવી, એ સમ્યગ્દષ્ટિ આત્માની અનિવાર્ય ફરજ છે. શાસનમાં રહેલા સહુએ પોતપોતાની ફરજ સમજી, તેનો ઉચિત અમલ કરવો જ જોઈએ. ફરજનો ઉચિત અમલ છતી શક્તિએ પણ નહિ કરનારો શાસનની થતી હાનિમાં કારણભૂત થાય છે. શક્તિ મુજબ પ્રયત્ન કર્યા પછી પણ જો હાનિ થાય, તો કહી શકાય કે ભવિતવ્યતા' પણ, વગર પ્રયત્ન તેમ કહેવું, એ ફરજ પ્રત્યેની ખુલ્લી બેદરકારી જ કરી ગણાય. શાસન પ્રત્યેની ફરજનો ઉચિત અમલ તે જ કરી શકે, કે જે ગોળ અને ખોળને એક ન માને. આથી જ હું કહું છું કે “ગોળ ને ખોળ એક કોટિમાં ન જ મૂકો.” વસ્તુને સમજવામાં તથા સમજાવવામાં સમ્યગ્દષ્ટિ આત્મા એક્કો હોવો જોઈએ. એની વાતચીતમાં શ્રી જિનેશ્વરદેવના મતની ઝાંખી થાય. શ્રાવક દુકાનને પણ પાઠશાળા જેવી બનાવે. એ પુણ્યાત્માનાં વિચાર, વાણી અને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગે ઉન્મૂલન – 32 વર્તન એવાં હોય કે એને ઘેર, એની પેઢી પર અને એના સહવાસમાં આવનારાને શ્રી જિનેશ્વરદેવના મતની જાણ થયા વિના રહે નહિ. 453 સભા : હાલ એવા નથી. એમ કહી દીધે ચાલે ? બનવું પડશે. કોઈ નથી જ એમ ન કહેવાય. છે પણ, અને તમારે પણ બનવું પડશે. ૧૭૭ વ્યક્તિરાગ હાનિકર છે, પણ ગુણરાગ અનિવાર્ય છે ઃ માન્યું કે ‘તેવી શક્તિ વગેરે નથી.' એ બધું જે કહો તે કબૂલ, પણ જે છે તે કેમ ન હોય ? વ્યવહારમાં જે બનાવો છો, તેનો ઉપયોગ અહીં કરવો પડશે. ગમે તેવો કૃપણ હોય, પણ શરીર ઉપર આફત આવે ત્યારે ડોકટર કહે કે ‘પાંચ હજાર રૂપિયા હશે તો મટશે' - તો શું કહે ? એ કહે કે ‘છ હજાર લો, પણ સાહેબ મટાડો.' કહો કૃપણતા ક્યાં ગઈ ? કહેવું જ પડશે કે ‘લક્ષ્મી કરતાં શરીર ઉપર રાગ વધારે છે. માટે કૃપણતા પણ ચાલી ગઈ.' શાસન ઉપર પણ એવો રાગ જોઈએ. સભા ઃ શાસન ઉપરના એવા રાગ માટે તો પૂર્વના સંસ્કારો જોઈએને ? એકાંત કાયદો નથી કે પૂર્વના સંસ્કારો જોઈએ જ. જ્યારે ને ત્યારે તો નવું જ ને ! સંસ્કારવાળો જલદી પામે, પેલો ધીમે ધીમે પામે, પણ મુદ્દો એ કે પામવા ધારે તો પામે. શરીર ઉપરની આપત્તિના પ્રસંગે શ૨ી૨પ્રેમીની કૃપણતા આપોઆપ ખસી જાય છે. આથી જ કહી શકાય કે શાસનનો રાગી આત્મા ભલે કૃપણ પણ હશે, પણ એની લક્ષ્મી શાસનના કામમાં જરૂ૨ આવશે. એને જણાશે કે શાસન ઉપર આફત છે અને તે મારી લક્ષ્મીથી ટળે છે અને શાસનનો ટકાવ થાય છે, ત્યારે કૃપણ પણ પોતાની લક્ષ્મી આપી દેશે : પણ શરત એટલી જ કે તેને, શરીરપ્રેમીને જેટલો રાગ શરીર ઉપર હોય છે, તેથી પણ અધિક પ્રેમ શાસન ઉપર હોવો જોઈએ. બજારનું કામ હોય, કંઈ ભાવમાં ફેરફાર હોય, તો શ્રી જિનપૂજામાં, વ્યાખ્યાનમાં કે બીજી ધર્મક્રિયાઓમાં ગાબચી મારી જાઓ, પણ ગમે તેવી મોસમ ચાલતી હોય તે વખતે પેટમાં શૂળ ઊઠે તો ? જેમ શરીર માટે બધું તજાય છે, તેમ બધું ધર્મ માટે તજાય એવી દશા આવવી જોઈએ. આ દશા ત્યારે જ આવે, કે જ્યારે વસ્તુ ઉપર સાચો રાગ પેદા થાય. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 454 શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વ્યક્તિરાગ ન જોઈએ, પણ પદરાગ જોઈએ. અમારા ખોખા ઉપર ન મૂંઝાઓ. - “અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ,' - એ પાંચ પદોનો રાગ હોવો જોઈએ. એ પદ જ્યાં હોય ત્યાં ઝૂકવાનું. પદ ન હોય, માત્ર વ્યક્તિ જ હોય, એ ન ચાલે. કેવળ ખોખા ઉપર મૂંઝાયા તો કોઈ દિવસ માર્યા જશો. માટે ગુણ હોય ત્યાં જ ઝૂકો. આત્મા જેટલો આજ્ઞાથી બહાર તેટલો ભયંકર : વર્તમાનમાં અને દરેક કાળમાં હાનિ વ્યક્તિરાગ જ કરે છે. જીવ ઘણા પ્રકારના છે. કોઈ કેવા હોય અને કોઈ કેવા હોય. ગુણ જોઈને જ ઝૂકનારા વિરલા. શ્રી જિનેશ્વરદેવની બધીય આજ્ઞાઓ બધાથી જ સમજી શકાય, એ તો અશક્ય અને અસંભવિત: પણ તેમને માર્ગે ચાલનારા આવું તો ન જ કહે, એ તો ખુશીથી સમજી શકાય. અને શ્રી જિનેશ્વરદેવને ઓળખ્યા એટલે પછી મુનિ તો સહેજે ઓળખાય જ. “મુનિ પણ શ્રી જિનેશ્વરદેવના માટે અમારા” એમ સમ્યગદૃષ્ટિ આત્માને તો નિશ્ચિત જ હોય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરે તે જ મુનિ, અને તે જ શ્રાવક. - ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ એ જ ફરમાવ્યું કે “આજ્ઞાની અંદર વિચરતો શ્રી સંઘ માતાપિતા સરખો છે અને મોક્ષરૂપ ઘરના સ્તંભ સમાન છે. પણ તે જ સંઘ જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી બાહ્ય હોય, તો સર્પ જેવો ભયંકર છે. આથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત હોય તે જ શ્રી સંઘ પૂજ્ય કોટિમાં છે. વ્યવહારમાં પણ વાસ્તવિક રીતે અમુક શેઠ કે શાહુકાર શાથી ? પ્રતિષ્ઠા હોય એથી જ. પ્રતિષ્ઠાહીન થઈ જે પોતાને શેઠ કહેવરાવે, તેને કેવો કહેવાય ? સભા: શેઠ નહિ પણ શઠ. પ્રતિષ્ઠા ગઈ એટલે શેઠાઈ ગઈ. એવી જ રીતે શ્રી સંઘ પૂજ્ય, એમાં જરાયે વાંધો નહિ; પણ આજ્ઞાયુક્ત હોય તે જ. આજ્ઞા બહાર હોય તે તો સર્પ જેવો ભયંકર જ. વ્યવહાર કહે છે કે માતાપિતા હોજો, પણ માતા સાપણ જેવી ન હજો ! સાપણ ઘણા બાળકને જન્મ આપે, પણ ભાગ્યવાન હોય તે જ બચે. એ બચ્ચાંઓ ભાગવા માંડે તો જ એમાંથી એક-બે બચે : કારણ કે સાપણ એવી ભયંકર ભક્ષિકા છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ 455 - ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉન્મેલન - 32 - ૧૭૯ શાસ્ત્ર કહે છે કે જે સંઘ આજ્ઞાથી વિરુદ્ધ વર્તે, તે જેવો તેવો ભયંકર નથી. મનુષ્ય જો મનુષ્ય મટી જાય, તો જંગલી પશુ કરતાં પણ વધારે ભયંકર છે. જંગલી પશુ તો સામે આવે એને મારે, મનુષ્ય તો યોજનાપૂર્વક બધી કાર્યવાહી કરે. જંગલી પશુ તો એક-બેને મારે, પણ મનુષ્ય ધારે તો લાખ્ખોના એકસાથે ફુરચા ઉડાડી દે, કારણ કે મનુષ્ય તો યોજનાથી બધું કરી શકે છે. મનુષ્ય જેટલો ઊંચો, તેટલો જ તે જો મનુષ્યત્વહીન થાય તો નીચો છે અને જેટલો સુંદર તેટલો જ ભયંકર છે. સામગ્રી સાથે બુદ્ધિ ભળી એટલે એ યોજના એવી કરે કે ભલભલાને રોવડાવે. પશુ તો સામે કોઈ આવે, ભેટે અને હડફેટમાં આવે તો જ મારે, જ્યારે મનુષ્ય તો તદ્દન અલગ રહેનારને પણ દૂર રહ્યો રહ્યો યોજનાથી ઉડાડે. મનુષ્ય ઊંચામાં ઊંચો, પણ જો તેનામાં ઉચ્ચતા ન રહે તો મહાભયંકર. કેવળ સ્વાર્થનિષ્ઠ બનેલા મનુષ્યો જેટલી હિંસા કોણ કરે છે ? કહેવું જ પડશે કે કોઈ જ નહિ. સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે “જો મનુષ્ય, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો રસિક બની જાય અને સન્માર્ગમાં સ્થિર થઈ જાય, તો તો તે પ્રાણીમાત્રનો રક્ષક પણ બની જાય. જે મનુષ્ય ષકાયનો વિરાધક હતો, તે જ માણસ ષટ્કાયનો રક્ષક બને. જે ઘાતક તે જ રક્ષક બને અને એ રક્ષકભાવને જો ખીલવે, તો સમતા વધે ને સમતા વધે તો પેલાં હિંસક અને જંગલી પશુઓ પણ એ માનવીના ચરણમાં ઢળે. સમતા આદિના યોગે હિંસક આત્માઓ પણ અહિંસક બની જાય છે, એ વાત પણ હીણકર્મી આત્માઓ માટે નથી, કારણ કે અયોગ્ય આત્માઓની વાત જ કોઈ જુદી છે. શ્રી તીર્થંકરદેવના અતિશયો પણ હીનપુણ્યવાન, માટે કામ નથી આપતા. શ્રી તીર્થંકરદેવનો એ અતિશય છે કે સવાસો યોજનમાં કંઈ ઉપદ્રવ ન હોય. એવા સમયમાં પણ જે નગરીમાં ભગવાન વિચરતા હતા, તે નગરીમાં પણ તીવ્ર કર્મોદયે ભયંકર વેદના ભોગવતા અમુક આત્માઓ હતા. શ્રી તીર્થંકરદેવોનું પુણ્ય એટલું પ્રબળ હોય છે કે પાપના પરમાણુને પણ પલટાવી નાખે, છતાંયે તીવ્ર કર્મોદયની વાત જુદી. શ્રી તીર્થંકરદેવોના પાંચે કલ્યાણક પ્રસંગે દેવલોકમાં ઈંદ્રોનાં સિંહાસનો સ્વયં હાલે, ઘંટા એની મેળે વાગે, નરકના પ્રાણીને પણ ક્ષણવાર સુખ થાય, એકીસાથે આ બધું થાય એ કયું પુણ્ય ? અનેકનાં પાપનાં દળિયાંને ફેરવી નાખે એવું એ પુણ્ય. એવા પુણ્યની પ્રાપ્તિ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ Page #196 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ વર્તનારાઓ નથી જ પામી શકતા. એવું પુણ્ય તે જ આત્માઓ ઉપાર્જી શકે છે, કે જે આત્માઓ પોતાના જીવનને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી ઓતપ્રોત બનાવે. ૧૮૦ સારામાં સારો ગણાતો મનુષ્ય પણ જો યોગ્ય સંસર્ગમાં ન મુકાય, તો તે નીચો, તેમ મુનિ પણ જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ વર્તે, તો તેનાથી પણ નીચો. તેમજ જેમ જેમ ઊંચે જાય તેમ પદસ્થ : પણ જો આજ્ઞાથી આઘે જાય તો એ તેનાથી પણ ભયંકર. જેમ ઊંચે જાય તેમ સામગ્રી વધારે હોય ને ! તમે બહુ તો કોઈને ખોટું બોલતાં શીખવો, પેલો તો સર્કલ એવું ફેરવે કે ન પૂછો વાત. જેનો આગેવાન આંધળો, એનું કટક કૂવામાં. એ કટકના કાનમાં ફૂંક મારવી જોઈએ કે નહિ ? ફૂંકથી ન માને તો ઉદ્ઘોષણા કરવી જોઈએ કે નહિ ? ભંભા વગાડવી જોઈએ કે નહિ ? વગાડવી જ જોઈએ, પણ એમાં હેતુ શો ? એક જ કે ‘કટક કૂવામાં ન પડે.’ 456 આચાર્ય કુમત તરફ કરડા જ હોય : સંઘ એટલે પણ સમુદાય. શાહુકારનો પણ સમુદાય હોય, સાધુનોયે સમુદાય હોય, અને લૂંટારાઓનો પણ સમુદાય હોય. કોઈ પણ સમુદાયને એકદમ સારો કે ખોટો કહી દેવો એ ભયંકર. કહેવું પડે કે ‘સાધુઓનો સમુદાય સારો, શાહુકારોનો સમુદાય પણ આબાદી કરનારો, પણ લૂંટારો સમુદાય તો ગાબડાં જ પાડનારો.’ સાધુઓનો સમુદાય આવે તો સામે જવું અને ગૌરવપૂર્વકનું સન્માન કરવું, કે જેથી દુનિયા સન્માર્ગે જાય. શાહુકારનો સમુદાય આવે તો તેને પણ ઉચિત આદર અપાય : પણ લૂંટારાનો સમુદાય આવે તો ? કહો ને કે ઉચિત કરવું પડે, તેવી જ રીતે શાસ્ત્ર કહે છે કે, શ્રી સંધ પૂજ્ય પણ અને ભયંકર પણ. પૂજ્ય સંઘ કોણ ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાયુક્ત હોય તે. અને આજ્ઞા બહાર થઈ જાય તો તે કહેવાતો સંઘ પણ સર્પ જેવો ભયંકર. શ્રીસંઘમાં આચાર્યનું સ્થાન શ્રી તીર્થંકરદેવના જેવું છે. જેમ તીર્થંકરદેવ કેવળજ્ઞાન પછી ભિક્ષા લેવા ન જાય, તેમ આચાર્ય થયા પછી આચાર્ય પણ ભિક્ષા લેવા ન જાય, આચાર્ય એટલે શાસનના નાયક. બધી જ ફરજ એમના માથે. ધર્મનો ઘાત થતો ભાળે તો તે બેસી ન રહી શકે. એમની પાસે વાદી હોય, બોલનારા હોય, ચર્ચા કરનાર હોય, આગળ ચાલનારા તેમજ પાછળ ચાલનારા પણ હોય, અર્થાત્ સઘળા સુપરિવારથી આચાર્ય પરિવરેલા હોય અને શાસનની Page #197 -------------------------------------------------------------------------- ________________ 457 – – ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉમૂલન - 32 – – ૧૮૧ રક્ષા માટે તેઓ સદાય સજ્જ હોય. શાસનમાં ચાલતી સઘળી હિલચાલથી તેઓ વાકેફ જ હોય : કારણ કે, ઉન્માર્ગનું ઉન્મેલન અને સન્માર્ગનું સ્થાપન, એ તેઓની મુખ્ય ફરજ છે. રાજા જેમ રાજ્યના વિરોધી તરફ કરડો હોય અને રાજ્યના પ્રેમી તરફ મીઠો હોય, તેમ આચાર્ય પણ શાસનવિરોધી તરફ કરડા હોય. એમની દેશનામાં બધા આવે. એમની દેશનામાં કુમતનું ઉન્મેલન ચાલતું જ હોય. આવા શાસનસંરક્ષક મહાપુરુષની રક્ષા માટે આખો શાસનપ્રેમી સમાજ પોતાના પ્રાણ પાથરવા તૈયાર રહેવો જોઈએ. આચાર્ય વિનાનો સાધુસમુદાય ચોરની પલ્લી જેવો કહેવાય છે. સુનાયક જરૂર જોઈએ. જો એ નાયક સૂરિ, જિનમતથી વિરુદ્ધ પ્રરૂપણા કરે, તો તે મનોહર મટી ભયંકર થઈ જાય. - પાંચસો શિષ્યોને લઈને અંગારમÉકાચાર્ય આવતા હતા. એ અભવી હતા. આ જાણીને નગરમાં રહેલા આચાર્યે પોતાના શિષ્યોને કહી દીધું કે પાંચસો હંસને લઈને તેનો નાયક બનેલો કાગડો આવે છે. પેલા આવ્યા પછી પણ આ આચાર્યે પાંચસોને કહી દીધું કે “આ સૂરિ ત્યાજ્ય છે.' પાંચસોએ કહ્યું કે, કેમ ? એ તો અમારા ગુરુ છે, ઉપકારી છે, તારક છે.” આચાર્યે કહ્યું કે એ કબૂલ, પણ ત્યાજ્ય છે.” આચાર્ય સ્વરૂપ સમજાવ્યું, પ્રતીતિ કરાવી. એ વાત કહેવાઈ ગઈ છે. માર્ગ સાચો કહેતા હતા, પણ કઈ વખતે બીજું ઝેર નાખશે એ કેમ કહેવાય ? બીજું ઝેર નહિ નાખે એની ખાતરી શી ? હૈયાનો મેલ કયારે ઊતરે એ કેમ કહેવાય ? મેલ ન ઊતરે એની શી ખાતરી ? નીતિશાસ્ત્ર પણ સજ્જન-દુર્જનનું લક્ષણ બાંધ્યું છે કે દુર્જનનો એ ગુણ કે મુખે મધુ પણ હૃદયે તો હળાહળ ઝેર અને સજ્જનનો એ ગુણ કે હૃદયમાં મધુ પણ સમયે વાણીમાં કટુતા આવ્યા વિના રહે નહિ. મોઢાની મીઠાશ ન સાચવી શકે, તે દુર્જનતાનો પાઠ પૂરો ન ભજવી શકે. સામા માણસ પાસેથી ગમે તે રીતે ચીજ લેવી છે અને ગુનેગાર પણ સામાને બનાવવો છે, એ માટે દુર્જન બધું કરે. જરાયે મીઠાશ ન ખુએ. તેની ઢબછબ બધી જ જુદી : આંસુ પાડે, રોઈ પણ જાય, મને મારી નાખ્યો એમ પણ કહે : એનાથી થાય એટલા ઢોંગ કરે. સજનની કટુતા પણ સજ્જનતા ફેલાવવા માટે છે, જ્યારે દુર્જનની મધુરતા દુર્જનતાનો ચેપ ફેલાવવા માટે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ -- 53 સંસારના અર્થીપણાને ધર્મમાં ફેરવી નાંખો પૂર્વના મહાપુરુષોએ ધર્મની રક્ષા કરી, એ કેટલા બધા માર્ગસ્થ હતા ? આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને અને ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર આદિ મહારાજાઓને બધા વારંવાર કેમ યાદ કરે છે ? એ ભયંકર વિકટ સમયમાં થયા હતા. એમને માથે બે કામ હતાં. ખોટા સાહિત્યની સામે સાચું સાહિત્ય મૂકવું તથા આપત્તિના પહાડ સામે ઊભા રહી માર્ગાનુસારી લખવું, બોલવું અને સંકટ સહેવું. આ બધું એ મહાપુરુષોએ કર્યું, માટે એમના પ્રત્યે એકેએકને એ સદ્ભાવ, એ ભક્તિ થઈ અને કહેવું પડ્યું કે મહાપુરુષોએ જો આ પ્રયત્ન ન કર્યો હોત તો થાત શું? આજે વાતવાતમાં એ મહાપુરુષોની સાક્ષી મુકાય છે, એનું કારણ એ જ કે એ મહાપુરુષોએ બધી વિપરીત વાતને ખંડિત કરી, વાક્ય વાકયે ઉન્માર્ગનું ખંડન અને સન્માર્ગનું મંડન કર્યું. જે આત્મા જે સ્થિતિમાં હોય, તે સ્થિતિની પરીક્ષા કરી યોગ્યના ચરણમાં શિર ઝુકાવે તે સમ્યગ્દષ્ટિ. પરીક્ષા કરવા જતાં દૃષ્ટિરાગમાં ફસાય તો ભયંકર. મુદ્દો એ છે કે વસ્તુની કાળજી હોવી જોઈએ. તમારામાં બુદ્ધિ કેમ છે ? આદમીને પગથી જ પરખો કે આ શાહુકાર છે કે કેવો છે? એવી તમારી બુદ્ધિ છે. તમારામાં શક્તિ નથી એ કહો તે કેમ મનાય ? એમ કહો કે ત્યાં જેટલી દરકાર છે, એટલી અહીં દરકાર નથી. બહેનો પણ માટીનું ભાજન લેવા જાય, ત્યાં વિસાત તો બેચાર પૈસાની, પણ માટલું કેટલી વાર ખખડાવે ? જરા બોદું માલૂમ પડે તો ન લે. એટલેથી સંતોષ ન થાય તો તેમાં પાણી ભરીને પણ જુએ, તે પછી લે. નોકર પણ શાક લેવા જાય તે પંદર દુકાને ફરીને, ગાળ ખાઈને પણ શાક સારું લાવે, કારણ કે દરકાર છે. તેમ તમને પણ દરકાર હોય, તો તમારી પણ બુદ્ધિ હેરત પમાડે તેવી છે. મુદ્દો એ છે કે જે બુદ્ધિ બીજે માર્ગે જોડાઈ ગઈ છે, એને આ તરફ વાળવાની જરૂર છે. એ બુદ્ધિનો ઉપયોગ અહીં કરો. સામગ્રી રાખી નથી એનું આ પરિણામ છે. તમે ધર્મના અર્થી નથી એમ કહેવાય ? સાચું અર્થીપણું આવી જાય તો ? અર્થના અર્થી અર્થ માટે ગામ, ઘરબાર, માબાપ, કુટુંબ પરિવાર, સ્નેહીસંબંધી સર્વ તજે, જ્યાં પરિચિત ન હોય ત્યાં આવી વસે. મુંબઈમાં બધા ક્યાંના ? બધા પરદેશી. ભાડૂતી ઘરમાં રહેવાવાળા. કેમ આવ્યા ? અર્થના અર્થીપણાથી. ધર્મના અર્થીપણામાં શું કર્યું ? જેટલું અર્થીપણું ત્યાં છે, તેટલું Page #199 -------------------------------------------------------------------------- ________________ ત૭ – ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉમૂલન - 32 - ૧૮૩ અહીં થાય તો બાકીની જિંદગીમાં એટલું બધું કામ કરી શકો, કે જેની સીમા નહિ બંધાય. શાસનસેવામાં સર્વસ્વનો સદુપયોગ કરી દેવામાં હાનિ શી? વર્તમાનની હીલના તથા પ્રભાવનાનો અર્થ સમજો. આજની હીલના એટલે અજ્ઞાનીનો બકવાદ અને પ્રભાવનાનો અભાવ એ ધર્મીનો પ્રમાદ. ધર્મીની તૈયારી નથી. પહેલાંના વખતમાં એવી ભયંકર પરિસ્થિતિ હતી, કે જેનું વર્ણન ન થાય : પણ તૈયારી તમામ હતી. ઝટ તૈયારીનો અમલ હતો. ધર્મ અને અધર્મનું યુદ્ધ પ્રથમ પણ ચાલુ હતું, દરેક કાળમાં ચાલુ. ગોશાળો અગિયાર લાખનો ગુરુ અને ભગવાન શ્રી મહાવીરદેવના એક લાખ ને ઓગણસાઠ હજાર, સંખ્યા કેટલી નાની ? છતાં કેવા દીપતા ? તે વખતે પણ સંખ્યાનું પ્રબળપણું સત્ય સામેના અસતું પક્ષમાં હતું. સભા ચમત્કારની પણ અસર નહિ ? ત્યાંથી નીકળે ત્યારે સમવસરણ વગેરે જોઈ જરાક થાય કે કેવાક છે : પણ જરા દૂર જઈ બીજું જ બોલે. આપણો મુદ્દો એ છે કે દરેક કાળમાં ધર્મીની તૈયારી હોય તો, આખી સ્થિતિ ફરી જાય. એક એક ધર્મી એક એક કામ હાથમાં લે અને એમાં સર્વસ્વ સમર્પે, તો સામે ગમે તેવી તૈયારી અને ગમે તેવા ધસારા હોય, તો પણ તે નિષ્ફળ જ જાય: કારણ કે, આપણા મૂળમાં સત્ય છે. શ્રી હરિશ્ચંદ્ર બધું છોડ્યું, પણ સત્ય ન છોડ્યું. બધાએ કહ્યું કે પછી સત્યની પ્રભાવના કરજો, હાલ તરત જરા વેગળું મૂકો.” શ્રી હરિશ્ચંદ્ર કહ્યું કે “અત્યારે સત્ય મૂકું, તો દુનિયા પાસે સત્યની વાત કરી શકું કેવી રીતે ? દુનિયા કહે કે જેમ તમે પણ પ્રસંગ આવ્યું સત્ય વેગળું કર્યું તેમ અમે પણ કરીએ.”સત્ય ખાતર શ્રી હરિશ્ચંદ્ર રાજાએ રાજ્ય છોડ્યું, સુખસાહ્યબી, સિંહાસન વગેરે બધું જ છોડ્યું, સામગ્રી માત્ર છોડી. પોતે ક્યાં ? રાણી ક્યાં ? બચ્ચાં કયાં? આ હાલત સ્વીકારીને પણ સત્ય સાચવ્યું. પરિણામે પુષ્પવૃષ્ટિપૂર્વક રાજ્યસિંહાસન વગેરે બધું જ મળ્યું અને હતું એથી અધિક માન વધ્યું અને વસુરાજાએ સત્યને છોડ્યું, તો તે સિંહાસનથી નીચે પડ્યો, પૃથ્વી ઉપર ટિચાયો અને પડ્યો તેવો પાતાળમાં ગયો. ધમની તૈયારી જોઈએ. પરંપરા ચાલે તેવું પાપ ધર્મને બહાને પણ ન થાય. એક કામ કર્યું, દોષ પણ થાય, પણ બન્યા પછી પરંપરા મજાનીઃ તેને શાસ્ત્ર ધર્મકાર્ય કહ્યું અને તેની પરંપરા પણ પાપની થાય, તેને અધર્મ કહ્યો. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – 460 ઉપાશ્રય એ ધર્મસ્થાન અને બંગલો એ અધર્મનું સ્થાન: આ પણ સ્થાન ને એ પણ સ્થાન : બન્નેનો ઉપયોગ અને પરિણામ સમજો ! જે કાર્યમાં પરિણામ કટુ તે તો ત્યાજ્ય અને જેનું પરિણામ સુંદર તેની વર્તમાનની કટુતા હોય તો પણ તે સહેવી જોઈએ. ત્યાં હાય બાપ થાય તો ભવિષ્યમાં હાય બાપ જ રહેવાની. સાધુ ઘરબાર છોડી નીકળ્યા શા માટે ? વર્તમાન સુખ માટે ? નહિ જ, ભવિષ્યના ભલા માટે નીકળ્યા છે. શ્રી તીર્થંકરદેવે વર્ષો સુધી ઘોર ઉપસર્ગ સહ્યા, તે અનંતજ્ઞાનની પ્રાપ્તિ માટે. ધર્મને ખીલવવો હશે તો વિરોધીઓનાં અપમાન પણ સહેવાં પડશે, ગાંડાઓની ગાળો પણ ખાવી પડશે, અને લોક આંગળી પણ કરશે. ઢીલા થયા તો નાશ તો છે જ. શાસન માટે સહેવું તે પણ કર્તવ્ય છે. દુનિયાના રંગરાગ માટે સહન કરો છો, તો શાસન માટે સહન કરવામાં હાનિ શી ? કંઈ શ્રાવકની હાલત પલટાઈ ગઈ, આ લોકમાં પણ કેટલાયની દશા ફરી ગઈ. અધર્મનું ફળ નોટિસ આપીને નથી આવતું. જો નોટિસ આપીને આવતું હોત તો તો છાતી ફાટી જાત, પણ અધર્મ કોઈને છોડનાર તો નથી જ. એ રીતે નાશ થાય એ પહેલાં શાસનસેવા માટે સર્વસ્વનો સદુપયોગ કરી દેવામાં હાનિ શી ? મોતથી ડરીને વંદન છોડાય? અર્જુનમાળી સાતને મારતો. છ આદમી અને એક સ્ત્રી. એ વાત પ્રસિદ્ધ છે. એની સ્ત્રી ઉપર કોઈએ બળાત્કાર કર્યો હતો. યક્ષમંદિરમાં બળાત્કાર થયો હતો. અર્જુનમાળીને ગુસ્સો થયો. એ યક્ષનો ભક્ત હતો. યક્ષની આરાધના કરી, યક્ષને પણ ગુસ્સો આવ્યો અને તેણે તેના શરીરમાં પ્રવેશ કર્યો. ત્યારથી રોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાત જણને મારતો. હવે તે જ નગરીના ઉદ્યાનમાં ભગવાન શ્રી મહાવીરદેવ પધાર્યા, ત્યારે શ્રી સુદર્શન શ્રાવકને એમ થયું કે ભગવાનને વંદના કરવા ગયા વિના ચાલે ? કેવળ મોતની બીકે વંદન કરવા ગયા વિના રહેવાય ? મરવું તો છે, પ્રભુ આવે, અને વંદન કરવા ગયા વિના ચાલે ? ત્રણ લોકનો તારક આવે અને કેવળ મોતના ડરથી ન જાઉં તો ભક્ત શાનો ? ઘરમાં બધાને ભેગા કર્યા, ખમાવ્યા અને કહ્યું કે, જાઉં છું. એમ કહીને નીકળ્યા. અર્જુન માળીએ શ્રી સુદર્શને જતા જોયા, જોઈને તે દોડ્યો અને Page #201 -------------------------------------------------------------------------- ________________ 81 – – ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉન્મેલન - 32 –– ૧૮૫ સામો આવ્યો કે શ્રી સુદર્શન શેઠે અભિગ્રહ કર્યો કે આપત્તિ ન ટળે ત્યાં સુધીનું અનશન અને ભગવંતનું જ શરણ. આ બળથી યક્ષ નાઠો, અર્જુનમાલી મૂર્શિત થયો અને શુદ્ધિમાં આવ્યા પછી પૂછ્યું કે, “કયાં જાઓ છો !” શ્રી સુદર્શને કહ્યું કે ભગવાન પાસે.” તે પણ સાથે ચાલ્યો. એક જ દેશના સાંભળી અર્જુનમાળીએ સંયમ લીધું. ક્ષણ પહેલાંનો ઘાતકી એક વખતની દેશનામાં કામ સાધી ગયો, કારણ કે, ભાવનામાં પરિવર્તન થઈ ગયું. અશુભ કર્મના ઉદય સમયે આત્મા જાગ્રત ન રહે, તો એકમાંથી અનેક પાપ કરે. અર્જુન માળીએ પણ બનાવ બન્યા પછી કષાય ન કર્યો હોત, તો આગળ ક્રિયા ન વધત. પણ કષાય થયો, યક્ષને વિનવ્યો, પછી તો પરાધીન બન્યો. યક્ષ શરીરમાં પેઠો. પરાધીનપણે હિંસક બન્યો. એવો હિંસક પણ ભાવના ફરી ત્યારે સંયમ લઈ કામ સાધી ગયો. બે જણને અશાતા વેદના સરખી હોય, બેયને પાંચ ડિગ્રી તાવ હોય એક જણ શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલો હોય, તે અશુભના ઉદયમાં સહન કરે પણ સમતાથી. સમતાથી સહન કરે એનાં કર્મ ખપે, અને નવાં કર્મ બંધાય નહિ, પડ્યો પડ્યો નવકાર જપે. અને બીજો હાય હોય કરે, એ કર્મ છોડે થોડાં અને બાંધે ઘણાં. કલ્યાણનો જ અર્થી આત્મા ક્રોધને આવવા દે નહિ, આવે તો ફળ પામવા દે નહિ. ડાહ્યા આદમી યોજના એવી કરે કે આત્માને કલુષિત થવા દે જ નહિ અને તીવ્ર ભાવનાના યોગે, કર્મની આધીનતાને યોગે, કષાય થાય તો એને નિષ્ફળ કરે પણ ક્રોધનું ફળ ન બેસવા દે. સમ્યગ્દષ્ટિ આત્માનું એક જ ધ્યાન કે કોઈ પણ પ્રકારે અશુભ તરફ પ્રવૃત્તિ ન થવી જોઈએ. તેમાં ઉપાદેય બુદ્ધિ અને ઉપાદેયમાં હેય બુદ્ધિ ન થવી જોઈએ. ધર્મ કરતાં કસોટી તો થશે જ : શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ કોને આધીન ? ભાવસૂરિને આધીન. શ્રી જિનમત પ્રકાશે તે ભાવસૂરિ વંદનીય, સેવનીય, પૂજનીય : અને વિપરીત કહે તે અવંદનીય, ગહયોગ્ય, હીલનાયોગ્ય. શા માટે ? સ્વપરહિતાર્થે. જગતના પ્રાણી ખોટાથી બચી સત્ય પામે એ જ હેતુથી. સાચાને સાચું અને ખોટાને ખોટું કહે, કહેવું જોઈએ. એવું કહેનાર ભાવસૂરિ હોય છે. અસ્તુ. અત્યાર સુધીમાં આપણે જોઈ આવ્યા કે શ્રી અરિહંતદેવના વચનની વહેંચણી ચાર અનુયોગમાં થઈ છે. એમાં પણ મુખ્યતા ચોથા “ચરણકરણાનુયોગની Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 462 છે અને શ્રી ગણધરદેવોએ પણ પ્રથમ રચના “ચરણકરણાનુયોગની કરી છે. હવે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે – 'अतस्तत्प्रतिपादकस्याचाराङ्गस्यानुयोग:सभारभ्यते, स च परमपदप्राप्तिहेतुत्वात् सविघ्नः । तदुक्तम् - श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ।।१।। तस्मादशेषप्रत्यूहोपशमनाय मङ्गलमभिधेयम्' “એ જ કારણથી “ચરણકરણાનુયોગ'નું જ પ્રતિપાદન કરનાર શ્રી આચારાંગસૂત્રનો અનુયોગ અમે આરંભીએ છીએ અને તે પરમપદની પ્રાપ્તિનો હેતુ હોવાથી વિદનવાળો છે. “જેટલી વસ્તુઓ કલ્યાણકારી હોય છે, તે વિશનવાળી હોય છે તે કારણથી કહેવામાં આવ્યું છે કે“મોટા પુરુષોને પણ કલ્યાણકારી કાર્યો બહુ જ વિનવાળાં હોય છે અને અકલ્યાણકારી ક્રિયામાં પ્રવર્તમાન થયેલા આત્માઓનાં વિઘ્નો કોઈ પણ સ્થાને ચાલ્યાં જાય છે. તે કારણથી સંપૂર્ણ વિનોના ઉપશમન માટે મંગલ કરવું એ યોગ્ય છે.' આ ઉપરથી સ્પષ્ટ છે કે, કલ્યાણકારી ક્રિયાઓમાં વિદ્ગો તો હોય જ. વિનોનો સદ્ભાવ એ જ શુભની શુભ તરીકેની પ્રતીતિ છે અને એ વિઘ્નોથી નહિ ડરવામાં જ સાચી કસોટી છે : પરમ મંગલમય વસ્તુઓની સાધનામાં વિઘ્ન આવે એમાં આશ્ચર્ય પણ પામવાનું નથી અને મૂંઝાવાનું પણ નથી, પણ તેના નાશ માટેના જ યત્નો આદરવાના છે. એ જ કારણે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા કહે છે કે, સઘળાં વિઘ્નોના નાશ માટે મંગલની આચરણા કરવી જોઈએ. મંગલ તે કહેવાય છે, કે જે પોતાના સેવનાર આત્માને સંસારસાગરમાંથી બહાર કાઢે. શ્રી જિનેશ્વરદેવનું દર્શન, પૂજન અને સ્તવન, ગુરુદેવનું દર્શન, પૂજન અને સ્તવન તથા શ્રી જિનેશ્વરદેવના આગમનું શ્રવણ આદિ પણ મંગલ જ છે. હવે વિચારો કે મંગલ શા માટે છે ? સંસારથી બહાર કાઢવા કે સંસારમાં ને સંસારમાં રખડાવવા ? આટલી આટલી તારક વસ્તુઓની પ્રાપ્તિ થયા છતાં, તમે સંસારમાંથી નથી નીકળી શકતા - તેમાં ખામી કોની ? સભા: અમારી. Page #203 -------------------------------------------------------------------------- ________________ 403 --- ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉન્મેલન - 32 – ૧૮૦ મંગલમય ચીજો જો હૈયામાં મંગલ તરીકે પરિણમે, તો સંસાર આપોઆપ લુખ્ખો થાય. સંસાર લુખ્ખો થાય, એટલે બધાં પાપ પાતળાં થાય અને તેમ થાય તો ઉદય પાસે જ છે. ધર્માત્મા જેમ જેમ કસોટી ઉપર ચડે, તેમ તેમ તેનો ઉદય. શ્રી સુદર્શનશેઠ જેમ જેમ શૂળી તરફ જતા ગયા, તેમ તેમ ઉદય નજીક આવતો ગયો. શ્રી સુદર્શનશેઠ આપત્તિથી મૂંઝાત અને વિચારત કે ધર્મનું આ ફળ ? તો શું થાત ? એમનો પોતાનો બિલકુલ દોષ નથી, પોતે મૌન સ્વીકાર્યું તે પણ બીજાનો ઘાત ન થાય તે માટે જ, છતાં પણ નગરમાં વિલક્ષણ રીતે ફરવું પડ્યું અને દોષિત તરીકે જાહેર થવું પડ્યું. તે છતાં શ્રી સુદર્શનશેઠ મૂંઝાયા નહિ. એ તો ઊલટા એમ જ માનતા કે જેમ જેમ કદમ ભરાય છે, તેમ તેમ આત્મા ઉપરનો કર્મનો ઢગલો ઊતરે છે. ઘર પાસે આવ્યા ત્યારે તેમની સ્ત્રીએ પોતાના પતિની એ દશા જોઈ : સ્ત્રીને વિશ્વાસ છે અને તે કહે છે કે, મારા પતિમાં પાપ કદી સંભાવે નહિ. જોયો વિશ્વાસ ? શ્રી સુદર્શનશેઠે સહન કર્યું. ભાવનામાં નિશ્ચલ થયા, તો પરિણામે શૂળી માટી અને સિંહાસન થયું. અને પ્રથમથી પણ માન વધ્યું. ધર્મ કરતાં પણ ગાંડાઓની ગાળો તો ખાવી જ પડશે અને વિરોધીઓનાં માન-અપમાન પણ સહેવાં જ પડશે. એ બધું ઘોળી પીશો, તો આત્માનો ઉદય થશે. જો એ બધાથી મૂંઝાઈને ચળ્યા તો ખાડો તૈયાર જ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૩: વિનોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે ? 33) - જેનમાર્ગ સિવાય મુક્તિ નથી : • ધર્મકથા શા માટે અને શી રીતે વાંચવી-કહેવી ? • જ્ઞાન ભણો, પણ જ્ઞાનનું ફળ ન વિસારો ! પરિણત જનની સંખ્યા તો નાની જ હોય : • ધર્મ અને નીતિનો તફાવત : ૦ પોષક વસ્તુ રોજ જોઈએ : • ધર્મોમાં કાર્યો વિપ્નમય શાથી ? • ધર્મમાં સ્થિર રહો ! વિષય: ધર્મકથાશ્રવણનું સ્વરૂપ. પરિણતિની કિંમત અને વિબ બહુલતા. પીઠિકામાં વર્ણવેલ અનુયોગનો સંક્ષેપમાં સમાહાર કરી મુખ્યત્વે ધર્મકથા શા માટે અને કઈ રીતે વાંચવી-કહેવી-સાંભળવી - એ વિષયનો અત્રે સ્ફોટ કર્યો છે. જ્ઞાન જરૂરી પણ એના ફળરૂપ વિરતિના લક્ષ્મપૂર્વકનું જ એ વાત અત્યંત દૃઢતાથી રજૂ કરી કલ્યાણકર પ્રવૃત્તિના સાથીઓ હંમેશાં ઓછા જ રહેવાના હોઈ બહુમતીવાદમાં તણાવાથી દૂર રહેવા જણાવ્યું. શાસનની આરાધનામાં શતશઃ વિક્નો આવે. એને જીતવા ધર્મપોષક વસ્તુ રોજ જીવનમાં હોવી જોઈએ. પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો જીતવાથી જ ધર્મ સ્થિર થાય છે, એ અંગે મહર્ષિ સ્થૂલિભદ્રજીનું દૃષ્ટાંત આપેલ છે. મુવાક્ષાતૃત ૦ મનુષ્યજીવન એ ભોગજીવન નથી, પણ ત્યાગજીવન છે. • મનુષ્યજીવનની મહત્તા ગાઈ, કારણ કે, મનુષ્ય ધારે તો ઇષ્ટ ફળ ઉપજાવી શકે. શ્રી તીર્થંકરદેવના કલ્પનો અભ્યાસ કરો. એ તારકનું કરેલું કરવાનો દંભ ન કરો. • ધર્મશુદ્ધિ હોય તો વ્યવહારશુદ્ધિ રહે. • પરિણામને ટકાવવા હોય તો આલંબન શુદ્ધ જોઈએ. • કોઈ કહે કે, રોજ એનું એ શું? શાસ્ત્ર કહે છે, કે પોષક ચીજ રોજ જોઈએ. • ધ્યેય ઢીલું, તો પ્રવૃત્તિ પણ પોલી. • દુશ્મનનું પણ ભલું કરવું હોય, તો તમે તમારી સજ્જનતામાં મક્કમ રહો. • ધર્મી, માર્ગથી ખસે, એનાથી ધર્મને જે હાનિ થાય, તે જો એ ધમ ધર્મમાં ટકે તો કદી જ ન થાય. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે : જૈનમાર્ગ સિવાય મુક્તિ નથી : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ પીઠિકામાંથી આપણને સમજાવી દીધું કે ‘દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ ખાતર શ્રી અરિહંતદેવના ઉપદેશને મેળવ્યા સિવાય કોઈનો પણ છૂટકો જ નથી. કારણ કે રાગ, દ્વેષ, અને મોહ આદિ દોષોનો સર્વથા ક્ષય કરી અરિહંત બનેલા આપ્તપુરુષોના ઉપદેશ સિવાય પ્રાણીને વિશિષ્ટ પ્રકારના વિવેકની પ્રાપ્તિ નથી થતી. વિશિષ્ટ પ્રકારના વિવેકની પ્રાપ્તિ થયા વિના હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટે ઉચિત યત્ન થઈ શકતો નથી. હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન વિના રાગ, દ્વેષ, અને મોહાદિ તરફથી આત્માનો નિરંતર થઈ રહેલો પરાભવ કોઈ પણ રીતે અટકાવી શકાય તેમ નથી. અને તે પરાભવને અટકાવ્યા વિના દુઃખનો નાશ નથી, તેમ સુખની પ્રાપ્તિ નથી. એ જ કારણે અમે શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ આરંભીએ છીએ.' આ રીતે શ્રી અરિહંતદેવનાં વચનનો મહિમા એકેએક કલ્યાણના અર્થી આત્મામાં સુસ્થિર થવો જોઈએ. શ્રી અરિહંતદેવનું વચન સુખ, દુઃખ અને સુખદુઃખનાં સાધનોને બરાબર સ્પષ્ટ કરે છે. ટીકાકાર મહર્ષિએ સમજાવેલી વસ્તુ, એક એક કલ્યાણના અર્થો આત્માએ પોતાના હૃદયપટ ઉપર બરાબર કોતરી રાખવી જોઈએ, કારણ કે શ્રી અરિહંતદેવના વચન ઉપર એ જાતની આસ્થા આવ્યા વિના કદી પણ દુઃખના હેતુરૂપ રાગ, દ્વેષ અને મોહાદિકનું જોર ઘટવાનું નથી અને એ ઘટ્યા વિનાં દુઃખ જાય અને સુખ આવે એ કદી જ બનવાનું નથી. આ કારણે પરોપકારમાં રત આત્માએ ગુરુકુળવાસમાં રહી વિધિવિધાન મુજબ શ્રી અરિહંતદેવનાં વચનનો યથાસ્થિત અભ્યાસ કરી વિશ્વના કલ્યાણ માટે તેનો જ અનુયોગ કરવાનો નિરધાર કરવો જોઈએ. ‘શ્રી અરિહંતદેવનાં વચનના અનુયોગ સિવાયની આ વિશ્વમાં બીજી એક Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – – 488 પણ એવી વસ્તુ નથી, કે જેની ઉપાસનાથી રાગ, દ્વેષ અને મોહાદિક દોષોના યોગે અનેક જાતની શારીરિક અને માનસિક યાતનાઓથી રિબાઈ રહેલા આત્માઓ દુઃખોથી છૂટી, શાશ્વત સુખના સ્થાનરૂપ શિવપદની સાધના કરી શકે.' - આ જાતનો નિશ્ચય એક એક સુખના અર્થીને થઈ જ જવો જોઈએ. પ્રભુશાસનના નિગ્રંથો, શ્રી જિનેશ્વરદેવનાં વચનનો જ અનુયોગ કરવા ઇચ્છે અને પ્રભુશાસનના પ્રેમી શ્રાવકો એ અનુયોગના જ શ્રવણને ઇચ્છે : કારણ કે, તે બન્નેય એ જ અનુયોગના યોગે દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ નિશ્ચયપૂર્વક માનનાર હોય છે. “ચારે પ્રકારનો શ્રી સંઘ-એના સિવાય બીજું કોઈ શરણ જ નથી' - એમ ખાતરીપૂર્વક માનતો હોવો જ જોઈએ. એ જ માન્યતાનો પડઘો શ્રી ટીકાકાર મહર્ષિએ આ પીઠિકામાં પાડ્યો છે. પ્રાણીમાત્રના કલ્યાણ માટે જ સરજાયેલ શ્રી અરિહંતદેવનાં વચનનો અનુયોગ - “૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪-ચરણ-કરણાનુયોગ-આ ચાર પ્રકારે વહેંચાયેલ છે. એ ચારેમાં પ્રધાનતા ચરણકરણાનુયોગની છે. પ્રથમના ત્રણે અનુયોગ તો તેના સાધનરૂપ છે. જે સાધનથી સાધ્યની સિદ્ધિ ન થાય, તે સાધન જ ન કહી શકાય. એ ત્રણેને સાધનરૂપ બનાવવા હોય, તો વસ્તુના રહસ્યને સમજતાં શીખો : નહિ તો શાસ્ત્ર કહે છે કે, જે વસ્તુ પુણ્યવાન આત્માને લાભદાયી હોય છે, તે જ વસ્તુ હીન પુણ્યવાન આત્માને હાનિ કરનારી થાય છે અર્થાત્ તેવા આત્માઓ એ વસ્તુને હાનિ કરનારી બનાવે છે. પ્રથમના ત્રણે અનુયોગો ચરણકરણાનુયોગ'ની સિદ્ધિ માટે છે. એને છોડી દેવામાં આવે તો ત્રણે અનુયોગોનો ઉપયોગ હાનિ જ કરે. ચરણકરણાનુયોગ' તરફના સદ્ભાવ વિના સેવવામાં આવેલા પ્રથમના એ ત્રણે અનુયોગો, મુક્તિમાં સહાયક બનવાને બદલે સંસારના સહાયક બની જાય. મુક્તિ કોની અને ક્યારે થાય ? મુક્તિ તેની જ થાય, કે જે ત્રણે અનુયોગો દ્વારા વસ્તુસ્વરૂપને સમજી, સ્વપરનો વિવેક કરી, ચરણકરણાનુયોગની સંપૂર્ણ આરાધના કરે. જ્યારે આત્મા ત્રણે અનુયોગોના પરિશીલન દ્વારા સત્યને સત્ય તથા અસત્યને અસત્ય સમજી, સ્વ અને પરનો ભેદ કરી, ચરણકરણાનુયોગના સેવન દ્વારા પરના સંસર્ગથી છૂટે અને પોતાના સ્વરૂપને સંપૂર્ણતયા ખીલવે ત્યારે જ મુક્તિપદનો ભોક્તા થાય. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33 સભા : એટલે આ શાસનની પ્રાપ્તિ સિવાય તો મુક્તિ નહિ જ ને ? ‘અમે તો શ્રી મહાવીરને જ પૂજીએ' એવું જ્યાં હોય ત્યાં જ આ પ્રશ્ન થાય : પણ જ્યાં ‘શ્રી મહાવી૨ જિન હતા માટે એમને પૂજીએ, અમે તો શ્રી જિનને જ પૂજીએ, પછી નામે એ ગમે તે હોય' - આવું હોય ત્યાં આ પ્રશ્ન ન જ થાય. શ્રી જિનેશ્વરદેવના અનુયાયી મુક્તિ પામે, અર્થાત્ જે રાગદ્વેષને જીતે તેની જ મુક્તિ થાય. ‘શ્રી ઋષભદેવસ્વામીને પણ માનીએ અને શ્રી મહાવીરસ્વામીજીને પણ માનીએ : શાથી ? એ શ્રી જિનેશ્વર હતા, અરિહંત હતા એથી. સિદ્ધ ભગવાન કોણ ? જેઓએ આઠે કર્મો ખપાવ્યાં હોય તે. આચાર્ય કોણ ? પોતે શુદ્ધ આચારમાં પ્રવર્તે અને જગતને શુદ્ધ આચારમાં પ્રવર્તાવે તે. ઉપાધ્યાય કોણ ? જે આગમના વેદી હોઈ શિષ્યગણને આગમવેદી બનાવે તે. સાધુ કોણ ? જે પોતાના આત્માનું હિત સાધે અને આત્મહિત સાધકના સહાયક થાય તે.' જ્યાં આ જાતની માન્યતા હોય, ત્યાં તમારા પ્રશ્નનો ઉત્તર હકારમાં જ હોય. શ્રી જૈનશાસનને પામ્યા વિના મુક્તિ ન થાય, એનો ભાવ એ જ છે કે રાગાદિ દોષોને જીતનાર મહાન આત્માઓએ બતાવેલા માર્ગની આરાધનામાં જ મોક્ષ અને એમ કહેવામાં કે માનવામાં પણ વાંધો શાનો હોય ? જે આત્માને ઉક્ત વસ્તુસ્વરૂપમાં વાંધો હોય, તેની મુક્તિ થાય પણ શી રીતે ? વસ્તુને વસ્તુ સ્વરૂપે માનવામાં ઇન્કાર કરે, એ કોઈ પણ રીતે સિદ્ધિપદને સાધી ન જ શકે. 467 જે જે આત્માને અનંત સુખના ધામરૂપ મુક્તિપદ સાધવું હોય, તેને તેને શ્રી અરિહંતદેવની આજ્ઞા સ્વીકારવી જ પડશે અને તે આજ્ઞા મુજબ દુનિયાના સઘળા પદાર્થોને આત્માથી પર માનવા જ પડશે અને તે શ્રી અરિહંતદેવની જ આજ્ઞા મુજબ તે પદાર્થોના સંગમાં ફસાયેલા આત્માને અલગ કરવા માટે ઉચિત . પ્રયત્નો આદરવા જ પડશે, અને તેમ થશે તો જ મુક્તિ સાધી શકાશે. સભા : અન્ય લિંગે સિદ્ધિ થાય છે ને ? પૂર્વની આરાધનાના યોગે કે તથાપ્રકારના તપના યોગે લઘુકર્મીપણું થાય, માર્ગાનુસારીપણું આવે, ક્ષયોપશમ થાય, સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ થાય અને ક્ષપકશ્રેણી માંડે, તો અન્ય લિંગે પણ કેવળજ્ઞાન થાય, એમાં વાંધો શો ? મુદ્દો એ કે વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ. ૧૯૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – 098 ધર્મકથા શા માટે અને શી રીતે વાંચવી – કહેવી ? પ્રથમના ત્રણે અનુયોગોનો જ્ઞાતા આત્મા, જો ભવાભિનંદી બની જાય તો અથવા તો સંસારની સાધના માટે તે ત્રણે અનુયોગોનો જ્ઞાતા બનવા માગે, તો તે આત્મા તે અનુયોગોના ફળને પામી શકતો નથી. પાપસ્થાનકોથી બચવા માટે નિર્માયેલા અનુયોગોનો, પાપસ્થાનકોની સેવામાં ઉપયોગ કરવો એના જેવી ભયંકર અજ્ઞાનતા એક પણ નથી. ત્રણે અનુયોગોનું જ્ઞાન ત્યારે જ સફળ થાય, કે જ્યારે તે આત્માને ચરણકરણાનુયોગનો ઉપાસક બનાવે. આખા ધર્મકથાનુયોગની રચના કરવામાં ઉપકારી પુરુષોનું એક જ ધ્યેય કે એ બધું જાણીને , સાંભળીને, જાણનાર અને સાંભળનાર સારું તથા ખોટું સમજે અને ખોટાથી છૂટી સાથે માર્ગે આવે. કથાનુયોગમાં વર્ણવાયેલ મહાપુરુષોનાં જીવન સાથે, આપણા જીવનને સરખાવી વિચારણા કરાય અને તે કરવા દ્વારા જો ખોટાપણું કઢાય અને સારાપણું આચરાય તો જરૂર જિંદગી સફળ થાય. દરેક ચરિત્રની પાછળ મહાપુરુષોએ કરેલી છેવટની ભલામણ ખાસ હૃદયમાં રાખવી જોઈએ. શરૂઆતના તથા અંતિમ ધ્યેયને લક્ષ્યમાં રાખી કથામાં પ્રવેશ કરવો, કે જેથી ભ્રમણા ન થાય. પહેલાં લખ્યું કે આવી સ્થિતિ પામેલા પણ બધું વર્જી આત્મકલ્યાણ સાધી ગયા. માટે એ પુણ્યવાનનું ચરિત્ર કહેનાર તથા સાંભળનારનું જીવન પવિત્ર થાય છે - એ હેતુથી આવા મહાપુરુષનું જીવન કહીએ છીએ. છેલ્લે ઉપસંહારમાં પણ લખ્યું છે કે એ જીવનને જાણી, જેના યોગે તે પુણ્યપુરુષ મુક્તિપદે ગયા, તે સેવવા તમે તમારી શક્તિનો સદુપયોગ કરો. આટલું જાણ્યા પછી વચ્ચે મૂંઝવણ કેમ થાય ? વચ્ચે કથામાં તો આવે કે અમુક મોટું રાજ્ય પામ્યા, પણ તરત થાય કે એમાં કાંઈ મહત્તા નથી, કારણ કે, એનો પુણ્યનો પ્રકાર છે. પણ એમણે તે છોડ્યું તેમાં જ ખરી મહત્તા છે, કારણ કે, સાચો પુરુષાર્થ તે છે. આ તો ન લેવી પીઠિકા, ન લેવી છેલ્લી વાત અને વચ્ચે પણ જ્યાં જ્યાં મુનિવરનો સમાગમ, તેમની દેશના તથા વૈરાગ્યની ભાવના વગેરે આવે, ત્યાં ત્યાં તે વસ્તુને તો અડે જ નહિ, તેનું શું થાય ? મકાન, રંગરાગ, ખાનપાન વગેરે વગેરે વસ્તુઓમાં જ અટવાયા કરે તો ડૂબી જાય, એમાં આશ્ચર્ય પણ શું ? ધ્યેય નક્કી થાય તો જ વસ્તુ ફળે. ઉપર કહ્યું તેમ ધર્મકથાનુયોગમાં ધર્મી ને અધર્મ આત્માઓની યોગ્ય ઉપસંહાર સાથે કથાઓ છે. ગણિતાનુયોગમાં દુનિયાના સઘળા પદાર્થોની ગણના Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33 છે. દ્રવ્યાનુયોગમાં જીવ, અજીવ, ધર્માસ્તિકાય વગેરે છએ દ્રવ્યોનું ભેદાદિ દ્વારા સ્વરૂપવર્ણન છે. આ ત્રણેનું કામ શું ? એમાં ને એમાં જ રહી જવાય તો ? સાહિત્યવેદી બન્યા, ગણિતના પ્રોફેસર બન્યા, અને તત્ત્વોની આડી-ચોડી વાતો કરી, તેટલા માત્રથી મુક્તિ ન જ થાય ! જો વાતોથી મુક્તિ થતી હોત, બોલવા માત્રથી જ મુક્તિ મળી જતી હોત, તો તો બધા જ ચાલ્યા હોત, પણ તેમ નથી. માટે તો કહેવામાં આવે છે કે, એ બધાનો ઉપયોગ ‘ચરણકરણાનુયોગ'ની પ્રાપ્તિ માટે કરવામાં આવે, તો તો સફળ, નહિ તો નિષ્ફળ ઃ એટલું જ નહિ કિંતુ હાનિકર પણ થાય. :: જ્ઞાન ભણો, પણ જ્ઞાનનું ફળ ન વિસારો ! ‘હું વિદ્વાનમાં ખડું, મારી ખ્યાતિ થાય, સારા સારા આદમી પણ મારા ચરણોમાં ઝૂકે, હું પણ કંઈ છું એમ બતાવાય' - આવી આવી ઇચ્છા ખાતર, જો એ ત્રણે અનુયોગોનો અભ્યાસ થાય, તો તે ચોથા અનુયોગની રુચિ કે પ્રાપ્તિ ન થાય અને એ ચોથાની પ્રાપ્તિ કે રુચિ ન થાય, તો તે ત્રણે મુક્તિનાં કારણ હોવા છતાં પણ પલટાઈ જાય. માટે જ કહેવાય છે કે જ્ઞાન ભણતી વખતે ફળને વીસરવું નહિ. ફળને વીસર્યા તો જ્ઞાન ગયું. દુનિયાની કોઈ પણ ચીજ હાથમાં આવે કે પરિણામ વિચારવું જોઈએ. મનુષ્ય-દેહ મળ્યો, દેશ-જાતિ-કુળ બહું જ ઉમદા મળ્યું, કંઈ કમી છે ? આ બધું મળ્યા છતાં સફળ ન થાય, પણ જાય, અરે નિષ્ફળ જાય તો પણ દુઃખ ન થાય, પણ હાનિકર થાય તો દુઃખ કેમ ન થાય ? આવી સામગ્રીને હાનિકર થવા દેવી, એમાં કઈ બુદ્ધિમત્તા છે ? સામગ્રીના પરિણામને નહિ વિચારો અને યથેચ્છ વિહરશો, તો મળેલું નકામું જ નહિ, પણ નુકસાનકર્તા થવાનું છે. પચાસ રૂપિયા ધીરતાં પણ જેને આપો છો એ આદમી કેવો એ તો જુઓ છો ને ? એમ બધી વસ્તુને ફળની દૃષ્ટિએ વિચારો તો આત્મા સ્વયમેવ જાગ્રત થાય. સાધુ તો જ્ઞાનીએ કહેલું સંભળાવે, પણ તમે હૃદયપૂર્વક ન વિચારો તો પરિણામ ક્યાંથી આવે ? 469 પરિણત જનની સંખ્યા તો નાની જ હોય : શાસ્ત્રમાં ચાર ગતિ કહી : દેવ, મનુષ્ય, તિર્યંચ અને ના૨કગતિ ! એમાં તિર્યંચગતિ અને નાકગતિ તો દુ:ખમય છે, એટલે એને જવા દો. ત્યારે લ્યો દેવગતિ અને મનુષ્યગતિ. દેવજીવન એ ભોગજીવન છે જ્યારે મનુષ્યજીવન - ૧૯૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - 470 એ ભોગજીવન નથી, પણ ત્યાગજીવન છે - માટે એ જીવનની મહત્તા છે. જો ભોગજીવન માટે મહત્તા ગાવાની હોત, તો તો દેવજીવનની મહત્તા ગાત, પણ મહત્તા તો માનવજીવનની ગાવામાં આવી છે. દશ દૃષ્ટાંતે દુર્લભતા બતાવી, અનેક રીતે મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી, એનો હેતુ જેને ન સમજાય, એ સમજાવવાનો ઇરાદો જેના હૃદયમાં ન ઊતરે, એનું ચિંત્વન જેને ન રહે, એની ઝંખના ક્ષણે ક્ષણે જેના અંતરમાં ન રહે, તે માનવજીવનને સફળ કઈ રીતે કરી શકે ? દેવગતિમાં ભોગ તો ઘણા છે. શાસ્ત્ર તો સમજાવ્યું પણ છે કે, તારા આત્માએ કેટલાય ગણા ઊંચા દેવતાઈ ભોગો ભોગવ્યા, છતાં તૃપ્તિ ક્યાંય ન થઈ, તો આ શુદ્ર ભોગોથી તૃપ્તિ ક્યાં થવાની છે ? શાની થાય ? ન જ થાય. જેમ જેમ તમે ભોગની પાસે જાઓ, તેમ તેમ તેની લાલસા વધે. તમે આટલા મોટા થયા, કહો જોઉં, તમારી લાલસા વધી કે ઘટી? બાલ્યકાળથી તમારી દશા સુધરી કે બગડી ? કોઈ સમજાવે અને ભોગના સંસર્ગથી કોઈ દૂર થાય એની વાત જુદી. ભોગનો એ સ્વભાવ કે એના યોગે તૃષ્ણા શમે નહિ. દેવતાના ભોગ આગળ મનુષ્યના ભોગ કંઈ વિસાતમાં નથી, છતાં મનુષ્ય જીવનની મહત્તા ગાઈ. કારણ કે, મનુષ્ય ધારે તો ઇષ્ટ ફળ ઉપજાવી શકે. દેવતા જેમ મોક્ષે ન જાય, તેમ મરીને દેવ પણ ન થઈ શકે અને મનુષ્ય તો ધારે તો દેવતા પણ થાય, ધારે તો મોક્ષે પણ જાય અને આમ ઊલટાપણામાં ધારે તો તિર્યચપણામાં જાય અને છેવટે સાતમી નરકે પણ જાય. યોગ્યતા અને તાકાત બધી છે, સંયોગો બધા છે : અનુકૂળતા બધી છે : આત્માને લાભ લેતાં આવડે તો લે, ન આવડે તો લાભ રહી જાય અને ઊલટી હાનિ થાય. દુનિયામાં અકલ્યાણકર પ્રવૃત્તિના સાથી, સંબંધી, સલાહકાર, રક્ષક, પાલક અને પોષક આત્માઓની સંખ્યા સદાને માટે મોટી છે. આ વિશ્વમાં બહુમતી મેળવવી હોય તો અકલ્યાણકર કરણી કરનારાઓની જોઈએ તેટલી મળશે અને કલ્યાણકર પ્રવૃત્તિ કરનારાઓની તો જ્યારે ને ત્યારે લધુમતી જ રહેવાની. વિષયકષાયમાં આસક્ત થયેલી દુનિયામાંથી કલ્યાણકારી પ્રવૃત્તિમાં રત થયેલા આત્માઓનાં દર્શન ઘણાં જ દુર્લભ છે. ખરેખર, ધર્મથી પરિણત જન થોડા જ હોય. તે થોડામાં પણ બરાબર હોત તો જુદી વાત. થોડામાંના કેટલાક પણ “આ શું ? આ શું ? ?” એમ કરી કરીને મુંઝાય. ઠેઠ સુધી ટકનારની સરવાળે છેલ્લી Page #211 -------------------------------------------------------------------------- ________________ 41 –– ૧૩: વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે – 33 – ૧૯૫ સંખ્યા કાઢીએ, તો આંગળીના વેઢે ચડે એટલી જ સંખ્યા આવે. આદિથી અંત સુધી એકસરખી પરિણામની ધારાવાળા તો વિરલા જ. કોઈ પાંચ કદમ ગભરાય, તો કોઈ દશ કદમ ગભરાય, કોઈ પચાસ કદમે તો કોઈ સો કદમ ગભરાય, કોઈ અધવચ ગભરાય, તો કોઈ છેલ્લી ઘડીએ ગભરાય, ન ગભરાય એવા કેટલા ? કહેવું પડે જ કે થોડા. આખા ભવચક્રપુરની વચમાં વિવેકગિરિ છે. એના ઉપર શ્રી જિનધર્મપુર નગર છે. જે ચારિત્ર રાજાની રાજધાની છે. દહીં-દૂધિયા ત્યાં પણ છે, તે અહીં પણ હા અને ત્યાં પણ હા. ચારિત્ર રાજાને પણ હા કહે અને મોહ રાજા સાથે પણ સંબંધ રાખે. બેયમાં પગ રાખે. એ રાજધાનીમાં રહેનારાને આપત્તિનો સુમાર નથી. શાથી? જે થોડા છે, તેમાંથી પેલાના પણ છે. પેલાના તો એના જ. અને આના છે તે એના પણ છે માટે આપત્તિ. એ દશાનો વિચાર કરવામાં આવે તો બરાબર સમજાય. મક્કમ રહી ગયા, અણીશુદ્ધ પાર ઊતરી ગયા, તો પેલા પણ આવે કારણ કે, એ દહીં દૂધિયા પણ અહીંના રસિયા તો છે. પણ ધીરજ, સહિષ્ણુતા, શાંતિ બધામાં સરખી ક્યાંથી હોય ? પેલા એ ક્યાંથી લાવે ? ધર્મ અને નીતિનો તફાવત : શ્રી ઋષભદેવ ભગવાનની સાથે ચાર હજાર નીકળ્યા હતા અને સંયમી થયા હતા. છદ્મસ્થકાળમાં શ્રી તીર્થંકરદેવ દીક્ષા આપતા નથી, પણ “પ્રભુ કરશે તેમ કરશું' - એ ભાવનાથી નીકળ્યા હતા. થોડો સમય તો આહાર વિના રહ્યા, પણ પછી શું ? “ભગવાન તો બોલતા નથી. કંઈ ભિક્ષા લાવતા નથી. ધ્યાનમાં ઊભા રહે છે. કરવું શું?'-આ વિચાર કરી છેવટે ચાર હજાર રવાના થયા, એકે ન રહ્યા. ફાગણ વદ આઠમથી વૈશાખ સુદ બીજ સુધી કલધ્ય આહાર ન મળ્યો. ભક્તો તો એવા હતા કે માગે તે આપે. પણ માગે તો ને? ભગવાન આવે એટલે કોઈ કન્યા આપે, તો કોઈ અલંકાર આપે, પણ એ બધાને ભગવાન કરે શું ? આવીને ચાલ્યા જાય. કોલાહલ તો બહુ મચે કે ભગવાન કંઈ લેતા નથી, પણ કોઈ નિર્દોષ ભિક્ષા આપવામાં સમજે નહિ, ત્યાં શું થાય ? સભા : બધું લોકને શીખવાડ્યું અને આ રહી ગયું? એ પણ સમજાવશે : એને વાર છે, હમણાં નહિ. શ્રી તીર્થંકરદેવના કલ્પનો અભ્યાસ કરો. એ તારકનું કરેલું કરવાનો દંભ ન કરવો સારો છે. એ તારકના શાસનને આરાધવું, એ પણ સહેલું નથી. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો શાસનની આરાધનામાં પ્રાયઃ બધાં જ વિઘ્ન. ઘરબાર, કુટુંબપરિવાર, આડતિયો, કપડાંલત્તાં, અરે નાક, એ પણ વિઘ્ન: બધેથી જીત મેળવીને આવવાનું. ખરેખર, આ શાસનનો જીવનમાં અમલ કરતાં તો ભારે સણસણાટી થાય તેમ છે. વાસ્તવિક રીતે જો ધર્મી બનવું હોય, તો લોકહેરી તજો. લોકહે૨ીમાં પડ્યા તો આ બધું ગયું જ સમજો. ઉત્તમ પ્રવૃત્તિ વખતે લોક તરફ જુઓ તો ખલાસ, કાંઈ ન થાય. લોક તો એવું કે વાત સાંભળે અને ઓકે નહિ ત્યાં સુધી આફરો ઊતરે નહિ. જોઈને, ખાતરી કરીને, ખાતરીપૂર્વકનું બોલે તેને તો પહોંચાય. આ તો કોઈ પૂછે કે વાત ક્યાંથી લાવ્યા ? બહારથી. પણ કચાંથી ? બહારથી. એની પરંપરા શોધતાં પાર ન આવે. -- ૨ શ્રી જિનેશ્વરદેવ તથા નિગ્રંથ ગુરુદેવોને આરાધવા હોય, તે તારકની આજ્ઞા મુજબ ચાલવું હોય અને સંસારથી છૂટી મુક્તિ મેળવવી હોય, તો ગમે તે રીતે પણ લોકહેરીને તજો. ધર્મશુદ્ધિ હોય તો વ્યવહારશુદ્ધિ રહે. ધર્મને આઘો મૂક્યો કે વ્યવહારશુદ્ધિ પણ ગઈ, એકે શુદ્ધિ ન રહે. આત્માને નિર્મળ કર્યા વિના, સામાન્ય નીતિ પણ ધર્મરૂપે પળાતી નથી. નીતિ હોય ત્યાં ધર્મ હોય પણ, અને ન પણ હોય, અને ધર્મ હોય ત્યાં તો નીતિ નિયમા હોય, ધર્મશુદ્ધિ આવે ત્યાં વ્યવહારશુદ્ધિ હોય જ. 472 નીતિ બે રીતે પળાય. એક તો ધર્મ માનીને નીતિ પળાય અને બીજી પ્રતિષ્ઠા ખાતર પણ નીતિ પળાય. નીતિથી પ્રતિષ્ઠા વધે. પ્રતિષ્ઠા વધે તો પેઢી સારી ચાલે, આવક વધે, આ હેતુથી પણ નીતિ પળાય. ગમે તે થાય તો પણ નીતિને છોડાય નહિ, એ રીતે પણ નીતિ પળાય. ધર્મબુદ્ધિથી નીતિ પાળનારને કોઈ લાખ આપવા આવે તો તે કહી દે કે ધર્મ પાસે લાખ તુચ્છ છે, ધર્મ જતો હોય તો લાખ ન કલ્પે. વ્યવહારબુદ્ધિથી નીતિને પાળનાર તો તરત લઈ લે. નીતિ બેય જણની, પણ વ્યવહારબુદ્ધિથી નીતિ પાળનારને નિમિત્ત મળતાં ગબડતાં વાર નહિ લાગે. નીતિનો સામાન્ય અર્થ શુદ્ધ પ્રવૃત્તિ. પણ ધર્મભાવના વિનાની નીતિ એવી જ હોય. ધર્મી કોણ ? હેયને તજવાની, રુચિવાળો, નીતિમાં તો નીતિપૂર્વક મેળવવું એ છે અને ધર્મપણામાં તો તજવાની વાત છે. ‘ન્યાયસંપન્નઃ વિમવઃ' એ ગુણ સમજાવતાં વારંવાર ટકોર કરવી પડે છે. જેઓ વિભવ વર્જી શકતા નથી, તેઓ અનીતિના ફંદામાં ન ફસે માટે ત્યાં નીતિ અને ન્યાય એ વિધાન. ધર્મમાં તો Page #213 -------------------------------------------------------------------------- ________________ વ7 –– ૧૩ વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33 – ૧૯ ત્યાગની જ વાત. જ્યાં છૂટવાની ભાવના હોય, એ સંયોગવશાત્ લેવા પણ જાય, તો પણ એની નીતિને વાંધો નહિ આવે. નીતિ છોડવાની એ મૂર્ખાઈ કદી જ નહિ કરે. સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં રમે નહિ, એટલે સંસારમાં રહેવા માટે ન રહે, પણ રહેવું પડે માટે રહે. સમ્યગ્દષ્ટિ આત્માની આ મોટી ફરજ. રમત બંધ થાય ત્યાં સુધી રહેનાર રહે, પણ રહ્યા છતાં એ રહેવાનું એવું હાનિકારક ન થાય. શરત એટલી કે વસ્તુ પરિણત થવી જોઈએ. વસ્તુ પરિણત ન થાય ત્યાં સુધી જોઈતો અમલ ન થાય. પોષક વસ્તુ રોજ જોઈએ ? કલ્યાણકારિણી વસ્તુમાં વિઘ્નો બહુ’ - એનો હેતુ વસ્તુના શુદ્ધ પરિણામનો અભાવ ! પરિણત જન હોય એ ટકે. અપરિણત જન હોય એ ગબડે : પાછા આવે, ગબડે, આવે, એમ ચાલ્યા કરે. ધાર્યું કામ તો પરિણત થાય ત્યારે થાય. પરિણામને ટકાવવા હોય તો આલંબન શુદ્ધ જોઈએ. પરિણામ ઢીલાં છે અને આલંબન પણ ઢીલાં હોય તો ? વ્યવહારની વાતમાં હાજી હાજી કહી, તમને વ્યવહારમાં મૂકતાં વાર લાગે તેમ નથી. ફરજ બજાવતાં જો અવસર જોવાનું કોઈ કહે, તો પરિણામ શું આવે ? મુસીબતથી કલાક આવતા હો તે પણ ન આવો. તમને એમ થાય કે ન જઈએ તો પણ વાંધો નહિ. તમે આવતા હતા, નામનું મોં વળ્યું હતું, મન તો બીજે હતું, ખોખું આવતું હોય, તેમાં તમને આમ કહેનાર મળે તો તમે આવો ? તમને પણ એમ થાય કે કાંઈ નહિ, એ તો ચાલે. કેટલાક આવીને કહે છે કે, ધર્મ ખરો, પણ વ્યવહાર અને નિશ્ચય બેય જોવાય : તે વ્યવહારનો અર્થ, એ દુનિયાની કાર્યવાહી માને અને અહીંની કાર્યવાહીને નિશ્ચય માને, અને કહે કે, વ્યવહાર પહેલાં અને નિશ્ચય પછી. એમને કહો કે વ્યવહાર અને નિશ્ચય સમજાવો. શું સમજાવે ? એ તો એમ જ કહે કે ભગવાને બેય કહેલ છે, વ્યવહાર અને નિશ્ચય. પણ વ્યવહાર એટલે શું અને નિશ્ચય એટલે શું ? એ સમજાવવાનું કહીએ તો સમજાવે નહિ અને ઊઠીને ચાલ્યા જાય. મને એમ કહે કે આપ નિશ્ચય માનો છો, વ્યવહારને સમજતા નથી. પણ હું પૂછું કે સમજાવો, તો બોલે નહિ. આ શબ્દો કયાંથી આવ્યા એ સમજાતું નથી. જ્ઞાનીએ કહેલા નિશ્ચય તથા વ્યવહારને આવા સમજતા નથી. ગેરસમજને લઈને ઘણાં દુષ્પરિણામ આવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 4 મોક્ષમાર્ગના સ્થાપક, મોક્ષે જવાને માટે બધુંયે તજવાનું કહેનારા, દુનિયાના વ્યવહારને સારા કહે ? જો એમ હોય તો બબ્બે વખત અઢાર પાપસ્થાનકની માફી શા માટે મગાવે ? સાત લાખ પૃથ્વીકાય વગેરે ચોરાશી લાખ જીવાયોનિની બબ્બે વખત માફી મગાવે ? રોજ એ માફી મગાવે ? એક એક પાપને છૂપું ન રહેવા દે, યાદ કરાવી પશ્ચાત્તાપ મગ્ન રખાવે, એ જ્ઞાની, દુનિયાના વ્યવહારમાં રાચ્યામાચ્યા રહેવાનું કહે ? બુદ્ધિથી થોડું વિચારો. તમે તો મહામુનિઓને સાંભળ્યા છે. એ બધું જાય છે કયાં ? આટલું છતાં તમારી આવી દશા શાથી? સભા: બહુ સાંભળવાથી. બહુ સાંભળવાથી નહિ, પણ ભિન્ન ભિન્ન સાંભળવાથી ગોટાળો થયો છે! આ ખામી તમારી છે. કાલે કહી ગયો છું કે સમ્યક્ પ્રકારે શ્રી જિનેશ્વરદેવના મતને પ્રકાશે તે ભાવાચાર્ય : બીજા જુદી કોટિના. તમે ગ્રાહક છો. માન્યું કે તમે બીજું કાંઈ નથી જાણતા, પણ આટલું તો જાણો છો ને કે ભગવાન શ્રી મહાવીર જિનેશ્વર વીતરાગ છે, એમણે બધાનો ત્યાગ કર્યો છે, મહા ઘોર ઉપસર્ગ પરીષહને સહ્યા છે, રાજપાટ-ઋદ્ધિસિદ્ધિ બધું છોડ્યું છે, દાન પણ થોકબંધ દીધું છે, અપૂર્વ શીલ પાળ્યું છે, ઘોર તપશ્ચર્યા કરી છે, ભાવનાથી જરા પણ ડગ્યા નથી, ત્યારે તીર્થકર બનીને જગતના કલ્યાણ માટે માર્ગ સ્થાપ્યો છે. બારે મહિને શ્રી કલ્પસૂત્ર સાંભળો છો, એમાં ભગવાન શ્રી મહાવીરદેવનું જીવન અથથી ઇતિ સુધી આવે છે. કોઈ કહે કે, રોજ એનું એ શું? શાસ્ત્ર કહે છે, કે પોષક ચીજ રોજ જોઈએ. શાસ્ત્ર કહે છે કે જો કલ્પસૂત્ર એકવીસ વાર વિધિપૂર્વક જે સાંભળે, તે આઠમા ભવે મોક્ષે જાય. ગણધર દેવ સ્વયં દ્વાદશાંગીના રચનાર છતાં જ્યારે જ્યારે પ્રભુની દેશના સાંભળે, ત્યાં ઊભા પગે બેસી, બેય હાથ જોડી, દૃષ્ટિ સન્મુખ રાખી, ઊંચે કાને સાંભળે. આંખમાંથી હર્ષનાં અશ્રુ જતાં હોય : શ્રી ગણધરદેવ પોતે જે જાણે તે પણ પૂછે, ફરી ફરીને સાંભળે. તમે રોજ પેઢી અને ઘરમાં જતાં કંટાળતા નથી. કંટાળતા હો તો અહીં આવોને ! નવાં મકાન, નવાં માણસોનો પરિચય થશે. ગળપણનો કંટાળો આવે, પણ એની એ રોટલી અને એનાં એ શાકનો કંટાળો આવે છે ? નહિ. શાથી ? પોષક માન્યું છે એથી. એનાં એ કપડાં પહેરતાં રોજ કંટાળો આવતો નથી. રોજ ટાઇમસર જવાનું હોય ત્યાં જવાય. માન્યું છે કે જવાય તો ઠીક, ત્યાં Page #215 -------------------------------------------------------------------------- ________________ inક - ૧૩: વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33 --- ૧૯૯ પોષતા માની, અહીં ન માની. આ વસ્તુ પ્રત્યે ત્યાં છે તેવો અનુરાગ ન થાય, સાંભળવાનો રસ ન જાગે, પરિણામ ન પામે, અમલ ન થાય, ત્યાં સુધી સિદ્ધિ થાય શી રીતે ? ધર્મનાં કાર્યો વિપ્નમય શાથી? આગમના કહેનાર શ્રી અરિહંતદેવ, રચનાર શ્રી ગણધરદેવ અને ધારણ કરનાર મુનિવૃંદમાં વૃષભ સમાન સૂરિવરો, બધા જ ત્યાગી. કહેનાર સંપૂર્ણ ત્યાગી, રચનાર પણ સંપૂર્ણ ત્યાગી, અને આગમનું રક્ષણ કરનારા સૂરિવરો પણ ત્યાગી. એ આગમના કથનમાં શું હોય ? ત્યાગ જ હોય. એમ કહો કે તાકાત નથી, એ વાત જુદી, પણ ધ્યેય કયું ? ધ્યેય હમેશાં મોટું હોવું જોઈએ. ધ્યેય ઢીલું, તો પ્રવૃત્તિ પણ પોલી. જ્ઞાનીએ કહેલી વાતના ગ્રાહક તમે મક્કમ હો તો, રીતસર જાણનાર હો તો, અમે ઢીલા થતા હોઈએ તો અમને પણ તમે મક્કમ બનાવી શકો છો. અમે અર્થ-કામની વાત કરીએ તો તમે કહી શકો છો કે, “અમારે અર્થ-કામનો ખપ નથી, એમાં તો અમે હોશિયાર છીએ, એની મૂચ્છમાં તો અમે પડેલા છીએ, અર્થ-કામ માટે તો તમારા કરતાં અમારી સલાહ સારી, એ માટે તો અમે ભલભલાને ગુલાંટ ખવરાવીએ એવા છીએ, ગ્રાહકને સમજાવવા માટે અમારી આંખની જાદુગરી અજબ છે, નોકરને ઇશારે સમજાવવાની કળા તો અમે જ જાણીએ, માટે અમે તો અર્થ-કામથી છૂટવા આવીએ છીએ' – એમ કહી દો તો ભિન્નતા આવે ? શબ્દની કે શૈલીની ભિન્નતા આવે એ વાત જુદી છે. એ ભિન્નતા એ ભિન્નતા નથી, પણ આ બધું તમે મક્કમ બનો તો ને ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વાત કરી, પણ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ તથા ભાવ એટલે શું ? – એ પૂછવામાં આવે તો તો માથું જ ખંજવાળોને ? નિશ્ચય અને વ્યવહાર એ ધર્મની અપેક્ષાએ છે. એને બદલે દુનિયાના વ્યવહારને મજબૂત કરો તો ધર્મ ક્યાં રહે ? એટલા માટે જ ધર્મની કાર્યવાહી વિપ્નમય. સહેજ ત્યાગવૃત્તિ થઈ, કે વિપ્નની શરૂઆત થઈ. કલ્યાણકર પ્રવૃત્તિમાં, આત્માના નાશની ભાવનાવાળાં વિઘ્ન ન હોય તો, એ ઉપસર્ગ તો કસોટી માટે ગણાય. ત્યાં પેલા ઉપર ઝેર ન હોય. આત્માના નાશની ભાવના હોય ત્યાં ઝેર છે, ઝેર હોય ત્યાં મારી નાખવા સુધીની તૈયારી હોય છે. આ સ્થિતિમાં કોણ ટકે ? કોઈક. જે ટકે તે પુણ્યવાન. Page #216 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો શ્રી સ્થૂલિભદ્રસ્વામી ઉપર વેશ્યાએ અનુકૂળ ઉપસર્ગ ભયંકર કર્યા, પણ એનું હૃદય દ્વેષીલું નહોતું, તો પરિણામ શું આવ્યું ? ચાર ચાર મહિના સુધી એણે અખંડ રીતે પોતાની કાર્યવાહી કરી, તો પણ એ ચળાયમાન ન થયા. આત્મા કેટલો બળિયો ! વેશ્યાએ પણ આખરે વિચાર્યું કે મારા બળને જો એ આધીન ન થાય, તો એમના બળને આધીન મારે થવું જોઈએ. વેશ્યાએ આવીને કહ્યું કે, ‘તમે જીત્યા અને હું હારી. તમે પામ્યા તે મને આપો.' આને પહોંચાય. ૨૦૦ - २ શ્રી સ્થૂલિભદ્રસ્વામી ચોમાસુ ક૨વા આવ્યા, ત્યારે જ કહ્યું હતું કે, તારે સાડા ત્રણ હાથ દૂર રહેવું. વેશ્યા પણ હૃદયની ચોર નહોતી. એ મર્યાદાનો ભંગ વેશ્યાએ પણ નહોતો કર્યો. વેશ્યાની ભાવના એ પૂરેપૂરી કે આમને મારા તરફ ખેંચું, પણ મર્યાદા લંઘીને નહિ ! શ્રી સ્થૂલિભદ્રસ્વામી પણ આવ્યા, તે એ જ હેતુ માટે કે મારે બતાવવું છે કે, હવે તો સઘળું તજ્યું છે અને જે મેં લીધું છે તે કલ્યાણકારી છે. ષડ્રસ ભોજન, વર્ષાઋતુ, પરિચિત વેશ્યા, બારબાર વર્ષના સહવાસવાળી વેશ્યા, સહવાસ પણ એક એકના વિના એક એકને ક્ષણ પણ ચાલે નહિ એવા સહવાસવાળી વેશ્યા : ત્યાં પણ આત્મા કેટલો બળિયો કે મક્કમ રહ્યો. મર્યાદાનું લંઘન કોઈએ ન કર્યું. શ્રી સ્થૂલિભદ્રસ્વામીને આવતા દીઠા કે ઊભી થઈ અને હાથ જોડીને ઊભી રહી. ‘મહાવ્રતોના ભારથી વિધુર થઈને આવ્યા છે’ - એમ મનમાં વિચારીને બોલી કે, ‘પધાર્યા ! આદેશ કરો ! શું કરું? આ શરીર, ધન અને પરિવાર સઘળુંય આપનું જ છે.' શ્રી સ્થૂલિભદ્રજીએ કહ્યું કે, ‘ચોમાસુ રહેવા માટે સ્થાન આપો !' વેશ્યાએ ચિત્રશાળા ખોલી આપી. ચિત્રશાળા કેવી ? એમાં પેસતાં નપુંસકને પણ પાનો ચડે તેવી. શ્રી સ્થૂલિભદ્રસ્વામીએ પણ ના ન પાડી, કારણ કે, જે માટે આવેલ છે તે ત્યારે થાય. રોજ વેશ્યા સામે આવીને બેસતી, પણ આથી રહેતી. મરજી પડે તેવા હાવભાવ કરતી ચેનચાળા કરતી, વિષયને વધારનારી બધી કાર્યવાહી કરતી, પણ દૂર રહીને. આ મહાત્મા જોયા કરતા અને અડગતામાં એ પણ વધ્યે જતા હતા. વેશ્યા રોજ પોતાની કાર્યવાહી વધારતી, થાકતી ત્યારે ઓરડામાં જઈને રોતી. પોતે રોવે છે એવી શિથિલતા એ વેશ્યા એમને બતાવતી નહિ. રખે શિથિલતા પરખી જાય, માટે ઓ૨ડામાં જઈને રોતી. શી રીતે આમને ભીંજાવવા એ જ ધ્યેય હતું. રોઈરોઈને પાછી બહાર આવતી, ત્યારે તૈયાર થઈને આવતી. એ સમજતી કે આમની પાસે ફાવવું મુશ્કેલ છે. એ પોતાની પોલ 476 Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33 બહાર ન બતાવતી, કારણ કે, એને વિજયની આશા હતી. શ્રી સ્થૂલિભદ્રસ્વામી મક્કમ રહ્યા. પેલી દુઃખી થઈ એની દયા એમને ન આવી. પાપ લાગે કે નહિ ? વેશ્યાએ કહ્યું : ‘તમારી દયા કયાં ગઈ ? અહિંસા કયાં ગઈ ? તમારો ધર્મ ક્યાં ગયો ? હું બળી રહી છું, પણ તમને દયાયે નથી આવતી ?' 477 શ્રી સ્થૂલિભદ્રજી નિર્દય હતા ? નહિ જ. ચાર મહિના વેશ્યાએ આર્તધ્યાન કર્યું, એના પાપના ભાગીદાર કોણ ? એનો આત્મા. આજ તો એમ કહેવામાં આવે છે કે, એ બિચારા દુર્બાન કરે છે માટે આપણે આપણું છોડી દો ! હું કહું છું કે દુશ્મનનું પણ ભલું કરવું હોય, તો તમે તમારી સજ્જનતામાં મક્કમ રહો. ‘શું કરીએ ?’ - એમ કહી હાથ પહોળા કર્યા, તો પેલા સોગણા બગડશે. એક ધર્મી માર્ચથી ખસે, એનાથી ધર્મની જે હાનિ થાય છે, તે જો એ ધર્મી ધર્મમાં ટકે તો કદી જ ન થાય. શ્રી સ્થૂલિભદ્રજી દયા ખાઈને સહેજ ખસત તો શાસનને હાનિ પહોંચત. ૨૦૧ સભા ઃ શાસનને ? હા. ધર્મીની શાસ્ત્ર વિરુદ્ધ અગર પતનની કાર્યવાહીથી ધર્મ પણ નિંદાય. ધર્મીએ ધર્મની રક્ષા માટે પોતાની ફરજમાં મજબૂત બનવું જોઈએ. શ્રી સ્થૂલિભદ્રસ્વામી ન પડ્યા, મક્કમ રહ્યા, એની પણ શાસ્ત્ર પ્રશંસાપૂર્વક નોંધ લીધી, સિંહગુફાવાસી મુનિ આવ્યા, પડ્યા, પડવાની તૈયારી થઈ, પણ વેશ્યાએ ન પડવા દીધા, તો તેની પણ પ્રશંસાપૂર્વક નોંધ શાસ્ત્ર લીધી. શ્રી સ્થૂલિભદ્રસ્વામીએ કાર્યવાહી એવી કરી કે, પોતે તો ન પડ્યા, પણ પોતાના સહવાસી પણ ન પડે એવી યોજના કરી. ધર્મમાં સ્થિર રહો ! વિરોધી વાતાવરણ ઊભું થયું હોય, એ ફેરવવું હોય ત્યારે નિંદક ન બનતાં, બીજાને નિંદક ન બનાવતાં, કહેવું કે ઊભો છું. ત્યારે કામ થાય, કારણ કે, બધા હીનકોટિના નથી, બધા વિરુદ્ધ નથી, એમાં પણ કેટલાય પુણ્યાત્મા છે, જે સંસર્ગથી વાતાવરણથી દોરાઈ ગયા છે. એવા તો જરા જુએ કે ‘ના, ના, આમાં કંઈક છે'-તો જરૂર ફરે. ‘આ ચળતા નથી, મક્કમતા છે, માટે કાંઈક છે’-અને ‘અહીં તો પોલ છે'-આવું તરત થાય, પણ થાય ક્યારે ? ધર્મી મક્કમ હોય તો ને ! પણ પોલ જુએ તો પેલા ચડી બેસે. કહી દે કે ‘ગબડાવો.’ છેવટે શ્રી સ્થૂલિભદ્રસ્વામીજી એને શ્રાવિકા બનાવીને ગયા. બીજે વરસે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 478 સિંહગુફાવાસી મુનિ આવ્યા. વેશ્યા દેખાવ પરખી ગઈ કે આ શ્રી સ્થૂલિભદ્રજીનો વાદ કરવા આવ્યા છે, પણ ક્યાં એ અને કયાં આ ? મકાન માગ્યું, વેશ્યાએ આપ્યું. પરસનો આહાર કરી બેઠેલા તે મુનિની પરીક્ષા કરવા માટે મધ્યાહુનકાલ વેશ્યા, તે મુનિવર પાસે ગઈ. તે કમલાક્ષીને જોઈને તરત જ મુનિવર ક્ષોભ પામ્યા. સ્ત્રી અને તેનું ભોજન તેવા વિકાર માટે કેમ ન થાય? કામની પીડાથી યાચના કરતા તે મુનિને વેશ્યાએ કહ્યું કે, “હે ભગવન્! અમે તો વેશ્યા છીએ અને ધનદાનથી વશ થનારીઓ છીએ.” મુનિએ કહ્યું : “અમારી પાસે ધન ક્યાંથી હોય ?” વેશ્યાએ કહ્યું : “નેપાલ દેશનો રાજા નવા સાધુને રત્નકંબલ આપે છે તે લઈ આવો !” એ કામાંધ બનેલા મુનિ ચોમાસામાં પણ નેપાળ દેશમાં જઈને રત્નકંબલ લાવ્યા. વેશ્યાને આપી. વેશ્યાએ એ રત્નકંબલને ખાળના કાદવમાં નાખી દીધી. એ જોઈ મુનિ બોલ્યા કે 'अजल्पन्मुनिरप्येव-मक्षेप्यशुचिकर्दमे । महामूल्यो ह्यसौ रत्न-कम्बलः कम्बुकण्ठि किम् ? ।।१।।' “હે શંખ જેવા કંઠવાળી ! તેં આ મહામૂલ્યવાળા, રત્નકંબલને અપવિત્ર કાદવની અંદર કેમ ફેંકી દીધો?” આ પ્રશ્નના ઉત્તરમાં વેશ્યાએ કહ્યું કે 'अथ कोशाप्युवाचैवं, कम्बलं मूढ ! शोचसि । પુનરત્નમ શ્વ, પતi áરશો ?' હે મૂર્ખ ! તું કંબલનો શોક કરે છે, પણ નરકમાં પડતા ગુણરત્નમય પોતાને શોચતો નથી! વેશ્યાના એ વચનથી સંવેગ પામીને તે મુનિવરે કહ્યું કે, “સારું થયું કે તે મને બોધ પમાડ્યો.” હવે હું અતિચારથી લાગેલાં પાપોને ધોઈ નાખવા માટે ગુરુની પાસે જઈશ અને તને ધર્મલાભ હો !! વેશ્યાએ પણ માફી માગી કહ્યું કે, મેં બોધ પમાડવા માટે જ આપની આશાતના કરી છે. આપ જાઓ અને ગુરુના વચનને સ્વીકારો.' ભગવાન શ્રી સ્થૂલિભદ્રજી જેવાએ મક્કમ રહીને પ્રતિબોધેલી વેશ્યા પણ Page #219 -------------------------------------------------------------------------- ________________ 479 – ૧૩ઃ વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - ૩૩ –– ૨૦૩ આટલી મક્કમ થઈ, કે તેણે પડતા મુનિને પણ બચાવ્યા. શ્રી સ્થૂલિભદ્રસ્વામીજી મક્કમ ન રહ્યા હોત, તો પરિણામની આ સુંદરતા ક્યાંથી આવત ? માટે કહું છું કે, મક્કમ બનો, પણ બનો તો હૈયાથી બનજો. હૃદયના પોલા ન બનતા. કોઈ કાર્યવાહી શાસ્ત્રવિરુદ્ધ ન કરતા. શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરી ધર્માચરણરૂપ સોનાની થાળીમાં લોઢાની મેખ ન મારતા. સભા : શ્રી સ્થૂલિભદ્રજીની વાત કયા કાળની ? પંચમકાળની! અત્યારે તો પાડનારી એવી સામગ્રી છે ક્યાં ? જે સામગ્રી સામા પાસે છે, તે તમારી પાસે છે. પાડનાર પાસે જેટલી સામગ્રી છે, તેટલી જ નહિ પણ તેથી કેટલાય ગણી બચાવ કરનાર પાસે છે. ધર્મપક્ષની સામે વિપરીત પક્ષ તો દરેક કાળમાં ઓછો કે વત્તો હોય જ. જેમ એ ધર્મમાં સ્થિર રહેતા તેમ તમે પણ રહો. એ વખતમાં પણ એવા ભાગ્યશાળી પણ થોડા જ. સંખ્યા થોડી. અત્યારે પણ એવા છે, પણ ઇરાદાપૂર્વક માનસિક શિથિલતાનો આરોપ માગી લેવો – એ ભયંકર છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઃ દાનનું કારણ લક્ષ્મી કે મૂચ્છત્યાગ ? 34 • વિઘ્નો શ્રેય કાર્યને દીપાવે છે : • મનુષ્યજન્મનું કર્તવ્ય શું? • “ગૃહસ્થપણું એ ધર્મ નહિ પણ દેશવિરતિ' એ ધર્મ છે : • દાનનું કારણ લક્ષ્મી કે મૂચ્છનો ત્યાગ ? • લક્ષ્મી ઉપાદેય છે જ નહિ ? • ધર્મ માટે લક્ષ્મી કમાવાનો નિષેધ ! • ધર્મ માટે લક્ષ્મીની જરૂર છે? વિષય : વિધ્વજથની મહતા. ધર્મ શું ? દાનનું કારણ. ધન હોય તો દાન પણ દાન માટે ધન નહિ. મંગલ કાર્યમાં વિઘ્ન આવે તે હઠાવવાથી જ કાર્ય ફળરૂપ બને. એ માટે જરૂર છે જોરદાર પ્રણીધાન અને પ્રવૃત્તિની. તો જ વિપ્ન હઠે અને સિદ્ધિ થાય. સિદ્ધિ વિના વિનિયોગ - અન્યને ધર્મ આપવાનું પણ ન થાય. એ બધી વાતોનો નિચોડ પ્રસ્તુત કરી દેશવિરતિ અને ગૃહસ્થપણાનો ભેદ સમજાવ્યો, ત્યાર બાદ ધર્મ કરવા ધન મેળવવાની માન્યતા ઉપર સુંદર યુક્તિઓ દ્વારા પ્રકાશ કરી લક્ષ્મી કોઈ પણ રીતે ઉપાદેય નથી જ એ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. ધન હોય તો ધનથી છૂટવા દાનધર્મ જરૂરી પણ દાનની ભાવનાથી ધન મેળવવાનો પુરુષાર્થ અવળી દિશાનો છે. આ મુદ્દાની આસપાસ આ પ્રવચનની પૂર્ણાહુતિ કરી છે. પ્રસંગે કુમારપાળ મહારાજા અને ભેંસાશા શેઠને પણ યાદ કર્યા છે. મુવાક્યાતૃત • વિપ્નો તો મંગળમય કાર્યને દીપાવે છે. • શીખેલું બોલ્ય નહિ ચાલે, પણ હૃદયનું મનન જોઈએ. • સેવવા યોગ્ય તત્ત્વત્રયી અને અંગીકાર કરવા યોગ્ય રત્નત્રયી. • શિર એટલે ઉત્તમાંગ : એ જ્યાં ત્યાં ન ઝુકાવાય. નીતિથી પણ પૈસા પેદા કરવામાં પાપ જ ન હોત, તો ત્યાગી થવાનું પ્રયોજન પણ શું હતું ? • લક્ષ્મી હોય એનો સદુપયોગ કરવો એ ધર્મ : પણ લક્ષ્મી ધર્મ નહિ. • માર્ગાનુસારીપણાનો અભાવ એ ઉન્માર્ગ છે. • જૈનશાસન કહે છે કે, દુનિયાના જીવો જે નિયમ કરે અને એથી જે પાપ અટકે, ત્યાં જ અમારી અનુમોદના. પાપ ખુલ્લું રાખે ત્યાં લેશમાત્ર સંબંધ નહિ. • પરિગ્રહની વ્યુત્પત્તિ એ જ કે ચારે બાજુથી આત્માને ઘેરે, તે ભયંકર ગ્રહ ! Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : દાનનું કારણ લક્ષ્મી કે મૂર્ચ્યાત્યાગ ? વિઘ્નો શ્રેયકાર્યને દીપાવે છે : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવે છે કે, કલ્યાણના અર્થી આત્માએ સુખ માટે શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ કરવો જોઈએ. કારણ કે, એ સિવાય વિવેકની પ્રાપ્તિ થતી નથી, અને એ વિવેકની પ્રાપ્તિ વિના હેય તથા ઉપાદેય પદાર્થના સ્વરૂપનું જ્ઞાન નથી થતું. એ જ્ઞાન વિના રાગ, દ્વેષ તથા મોહ ઘટતા નથી, એ ન ઘટે ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી, અને એ દુઃખ દૂર ન થાય ત્યાં સુધી ઇચ્છિત સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. સુખના સાધન માટે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય બીજો એક પણ રસ્તો નથી. એ વચનના અનુયોગને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ‘૧-ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ, ૪- ચરણકરણાનુયોગ.' પ્રથમના ત્રણે અનુયોગનું મૂળ ચોથો અનુયોગ છે. ત્રણે અનુયોગોની સાર્થકતા ચોથા અનુયોગ ઉપર છે. ચોથા અનુયોગ વિના ત્રણે અનુયોગો લગભગ નિષ્ફળ જેવા છે, ચારે અનુયોગોમાં મુખ્ય ચરણકરણાનુયોગ છે. એ ચોથા યોગનું વધુમાં વધુ વર્ણન શ્રી આચારાંગસૂત્રમાં છે. શ્રી ગણધ૨દેવે પહેલી રચના આ સૂત્રની કરી. આ સૂત્રના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવ તથા રચનાર શ્રી ગણધરદેવ છે. શ્રી આચારાંગસૂત્ર એ પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત છે, માટે એ મંગલમય છે. મંગલમય ક્રિયામાં વિઘ્નો હોય છે. વિઘ્નોની પરંપરા હોય છે. લખવામાં એ વિઘ્ન છે. લખવામાં જો વિઘ્ન હોય, તો એ આચારને અમલમાં મૂકવામાં વિઘ્ન આવે એમાં તો પૂછવું જ શું ? મોટા પુરુષોને પણ કલ્યાણકારી કાર્યોમાં વિઘ્નો ઘણાં આવે છે. અપમંગળ કાર્ય કરનારાને, અકલ્યાણક૨ કાર્ય કરનારાને વિઘ્ન નડતાં નથી, કારણ કે તે સ્વયં અપમંગળરૂપ છે, સ્વયં વિઘ્નરૂપ છે. ધોળામાં ડાઘ દેખાય, પણ કાળામાં ડાઘ ઓછો જ દેખાય ? મંગલમય ક્રિયામાં વિઘ્ન આવે, એથી એની કિંમત ઘટતી નથી પણ વધે છે. વિઘ્નો તો મંગળમય કાર્યને દીપાવે છે. વિઘ્નોથી તો મંગળમયતા વધુ ખીલે, કચરો બળી જાય છે, એટલે વસ્તુની વધુ શુદ્ધિ થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મના પાંચ આશયો જણાવ્યા છે. ૧- પ્રણિધાન, ૨- પ્રવૃત્તિ, ૩. વિધ્વજય, ૪- સિદ્ધિ અને ૫- વિનિયોગ. પ્રણિધાન એટલે કર્તવ્યનો નિશ્ચય. એ થાય તો જ યોગ્ય પ્રવૃત્તિ થાય. પ્રવૃત્તિ શરૂ થઈ એટલે વિઘ્નો આવે જ. પ્રવૃત્તિમાં મહેનત ઘણી છે. વિધ્વજય કરવાની તાકાત હોય તો જ સિદ્ધિ થાય અને પછી જ વિનિયોગ થાય. ખરી મુશ્કેલી પ્રવૃત્તિમાં જ છે. પ્રણિધાન મજબૂત હોય તો પ્રવૃત્તિ પણ મજબૂત થાય, પણ પ્રણિધાન પોલું હોય તો ? નિશ્ચય તો પાકો જોઈએ જ ને ! “કરવા યોગ્ય વસ્તુ હોય તો તે આ જ છે' - એવો નિશ્ચય તો જોઈએ જ. એ નિશ્ચય હોય તો પ્રવૃત્તિમાં વાંધો ન આવે. પ્રણિધાન શિથિલ હોય તો - “આ ઠીક કે આ ઠીક, આ જરૂરી કે આ જરૂરી, આમાં આત્મશ્રેય કે આમાં આત્મશ્રેય - આવી ડગુમગુ દશા હોય અને ત્યાં સુધી પ્રવૃત્તિ સીધી બને નહિ. પ્રવૃત્તિ કરવા જાય તોયે વિપ્નના ધસારાથી પાછા હતા ત્યાં ને ત્યાં આવે. પ્રણિધાન માટે પુસ્તકિયું જ્ઞાન જોઈએ જ એવું ન માનતા. પૂર્વના જ્ઞાન સંસ્કારયોગે પણ પ્રણિધાન બળવાન બને છે. સંસ્કારયોગે થયેલા પ્રણિધાનથી પણ આત્માને કુદરતી રીતે જ નિશ્ચય થાય કે, આના સિવાય ઉદય નથી. એ વાત પોતાની મેળે જ સમજે એ આત્મા પાપથી કુદરતી રીતે કંપે, અને એથી જ એની પ્રવૃત્તિ એવી પ્રબળ થાય કે ગમે તેવાં વિઘ્નો એની સામે કામ કરી શકે નહિ. વિપ્નો આવવાનાં જરૂ૨. એમાં જીત મેળવનારા અલ્પ, કારણ કે, વસ્તુસ્વરૂપનું ભાન ઘણા ઓછાને હોય છે. અહીં ટકવું સહેલું નથી. મનુષ્યજન્મનું કર્તવ્ય શું? કલ્યાણ માટે ઉત્તમ માર્ગ કયો ?' – એનો પાકો નિશ્ચય થઈ જાય એ જ સમ્યગ્દર્શન. “શું કરવું એટલે કે કર્તવ્ય શું? અને એ કરવું તે “શા માટે ?' એ બે વાતનો નિશ્ચય બરાબર જોઈએ. કોઈ પૂછે કે, મનુષ્યજન્મ પામીને કરવા યોગ્ય શું ? શું કરીએ તો મનુષ્યજન્મ સફળ થાય ? – આ પ્રશ્નો જો હૃદયમાં દટાઈ ગયા હોય તો સ્વાભાવિક ઉત્તર નીકળે. જેમ નામ દઈને કોઈ બોલાવે છે અને ઉત્તર દેવાય છે, તેમ બોલી જવાય. પ્રણિધાન એટલે કર્તવ્યનો નિશ્ચય. એ કરવાથી આનંદ આવશે, અને એ પછી ધર્મરૂપ કર્તવ્યનું સુંદર રીતે સેવન થશે. અને એ જોઈને બીજાને પણ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : દાનનું કારણ લક્ષ્મી કે મૂર્છા ત્યાગ 34 ૨૦૭ ભાવના થશે. શીખેલું બોલ્યે નહિ ચાલે, પણ હ્રદયનું મનન જોઈએ. ત્યારે કહો મનુષ્યજન્મ પામીને ક૨વાનું શું ? 483 I સભા : કર્મક્ષય. એ તો મોટી વાત કરી. એ તો ધ્યેય - એ જવાબ, તો ‘શા માટે કરવું ?’ એ પ્રશ્નનો છે. કરવું શું ? કરવા યોગ્ય શું ? અંગીકાર કરવા યોગ્ય શું ? સેવન કરવા યોગ્ય શું ? એક જ વાત કે સેવવા યોગ્ય તત્ત્વત્રયી અને અંગીકાર કરવા યોગ્ય રત્નત્રયી ! સુદેવ, સુગુરુ અને સુધર્મ તે તત્ત્વત્રયી અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર એ રત્નત્રયી - દેવ, ગુરુ અને ધર્મ એમાં ‘સુ’ તો બેઠેલું જ. સુદેવ, સુગુરુ અને સુધર્મ તેમજ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્ર. જ્યાં સારું ત્યાં એના સામા પક્ષે ખોટું હોય જ, અસલની સામે નકલ હોય જ. જ્યાં ‘સુ’ હોય ત્યાં સેવાભાવ રહે. ‘સુ’ ન હોય ત્યાં સેવાભાવ ન રહે. જો રહે તો ડહાપણ તો નહિ જ. ખોટો રૂપિયો લેવામાં ડહાપણ ખરું ? નહીં જ. સમ્યગ્દષ્ટિ એવા હોય કે ઊલટું જુએ કે તરત અવાજ થાય કે ‘આ ન જોઈએ.’ એનું હૃદય એવા વિચારમાં જ લીન હોય છે. પરસ્પર અનુરાગ હોય તો સહચારીના વિચારો પરસ્પર એકસરખા જ આવે. જે વસ્તુનું બહુ રટણ એની જ ઝાંખી થયા કરે. આ નિશ્ચય એવો દૃઢ હોય કે જ્યાં ત્યાં શિર ન ઝૂકે. જ્યાં ઝૂકવું જોઈએ ત્યાં જ ઝૂકે. એ અભિમાન નથી. આ ન હોય તો એ આદમીપણાને લાયક નથી. શિર એટલે ઉત્તમાંગ : એ જ્યાં ત્યાં ન ઝુકાવાય. ભેંસાશાના વાળની વાત જાણો છોને ! કહેવાય છે કે, એમની માતા પરદેશ ગયાં ત્યારે ભેંસાશાએ પોતાની મૂછનો વાળ આપ્યો હતો, અને કહ્યું કે, આ વાળ જ્યાં આપશો ત્યાં દ્રવ્ય મળશે. ભેંસાશાના વાળના પણ પૈસા મળતા. વાંકો પણ ભેંસાશાનો વાળ ! એ વાળથી એમની માતાને પૈસા મળ્યા. એ જોઈ એક બીજો માણસ પણ એ રીતે લેવા ગયો. સામો વેપા૨ી કહે કે‘આ વાળ તો વાંકો છે,' એટલે પેલા બીજા ભાઈ કહે કે ‘લે બીજો' એમ કહીને બીજો વાળ તોડ્યો. વેપારીએ તરત કહી દીધું કે-જેને પોતાની મૂછના વાળની કિંમત નથી, એની દુનિયાને શી કિંમત !' વસ્તુની કિંમત વિનાનો આદમી એ આદમી નથી. વસ્તુની કિંમત થયા બાદ તો હૃદય તથા શિર જ્યાં ત્યાં ન જ ઝૂકે : ઝૂકવા યોગ્ય હોય ત્યાં જ ઝૂકે. તત્ત્વત્રયી સેવ્ય છે અને રત્નત્રયી ઉપાદેય છે. આ તત્ત્વત્રયીની સેવા અને રત્નત્રયીનો સ્વીકાર, -એ જ એક મનુષ્યજન્મનું સાચું કર્તવ્ય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો २ ‘ગૃહસ્થપણું’ એ ધર્મ નહિ પણ ‘દેશવિરતિ’ એ ધર્મ છે ઃ આપણે એ જોઈ ગયા છીએ કે, આપણે શ્રી જિનેશ્વરદેવોની બધી આજ્ઞાઓ ન જાણી શકીએ, કેમ કે મહાપુરુષો પણ બધી આજ્ઞા ન જાણી શક્યા, તો આપણે કયાંથી જાણી શકીએ ? પણ કઈ આજ્ઞા શ્રી જિનેશ્વરદેવોની હોય અને કઈ ન હોય, કેવી આજ્ઞા હોય અને કેવી ન હોય, તે તો જાણી શકીએને ! ફલાણા શેઠ આવું જ કહે, આવું તો ન જ કહે - એમ ખાતરીથી કહી શકો છો, તેમ ત્યાગની અખંડમૂર્તિ સમા શ્રી વીતરાગ દેવની આજ્ઞા કઈ હોય અને કઈ ન હોય, એ તો જરૂ૨ જાણી શકાય ! એટલુંયે ન હોય તો તો પછી ઓષદૃષ્ટિવાળા જ કહેવાઈએ. એટલે કે અવિવેકપણે જેમ કરતા હોઈએ તેમ કરીએ, જેમ ચાલતું હોય તેમ ચાલવા દઈએ. એ સમ્યગ્દષ્ટિપણું ન કહેવાય. ૨૦૮ શાસ્ત્રની બધી વાત, દલીલ, યુક્તિ - આ બધું તમે ન જાણતા હો, પણ આટલું તો તમે જાણોને કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જગતમાં ધર્મતીર્થ સ્થાપ્યું શું કામ ? તીર્થની ચાવી ગીતાર્થ એવા ત્યાગીઓના જ હાથમાં શું કામ રાખી ? અને તે તારકના અનુયાયી ત્યાગીઓએ કહ્યું શું ? આ વાતમાં એકમત થયા, કે તમને વસ્તુ સમજતાં વાર નહિ લાગે. 484 ભગવાને ચાર પ્રકારનો સંઘ કહ્યો અને બે પ્રકારનો ધર્મ કહ્યો. ધર્મ બે પ્રકારનો કહ્યો : સર્વવિરતિ તથા દેશિવરતિ અથવા સાધુધર્મ તથા ગૃહસ્થધર્મ. સમજો, જે રીતે સર્વવિરતિની સ્થાપના કરી, તે જ રીતે દેશવિરતિની સ્થાપના કરી કે બીજી રીતે ? જેઓ સર્વવિરતિ ન લઈ શકે, એમણે દેશિવરતિ લેવી જોઈએ - એ માટે કે થોડાએ પણ દેશિવરિત લેવી જ જોઈએ એ માટે ? સર્વવરિત તો બધાએ લેવી જ જોઈએ, પણ ૫૨મ જ્ઞાનીએ જોયું કે સર્વવિરતિ બધા લઈ શકે તેમ નથી, તેથી જેઓ તે ન લઈ શકે તેમને માટે દેશિવરતિ ધર્મ કહ્યો. આ સમજો તો તો દેશવિરતિનો આગ્રહ લૂલો થઈ જાય. શ્રી જિનેશ્વરદેવનો ઇરાદો તો બધાને સર્વવિરતિ દેવાનો છે. કારણ કે, બધાને મુક્તિએ જવાની ભાવના છે અને મુક્તિનો તો આ એક જ ઉપાય છે. ગૃહીલિંગે મુક્તિ થાય તો પણ સર્વવિરતિ વિના તો નહિ જ. સર્વવિરતિ ન લઈ શકે એના માટે દેશવિરતિ, એ પણ ન લઈ શકે એના માટે સમ્યક્ત્વ, એ પણ ન લઈ શકે એના માટે માર્ગાનુસારીપણું. ઘરબાર માંડવાં, રંગરાગ કરવા,-એને Page #225 -------------------------------------------------------------------------- ________________ 485 – ૧૪ દાનનું કારણ લક્ષ્મી કે મૂચ્છ ત્યાગ - 34 - ૨૦૯ જેઓ ગૃહસ્થધર્મ માને છે, તેમનું એ માનવું ખોટું છે. ગૃહસ્થધર્મ એટલે દેશવિરતિ ધર્મ અથવા સત્વ ધર્મ અથવા માર્ગાનુસારીપણાના ગુણરૂપી ધર્મ. જેટલી વિરતિ એટલો ધર્મ : જેટલો સંયમ એટલો ધર્મ જેટલું માર્ગની સન્મુખપણું એટલું જ ધર્મનું સન્મુખપણું. ગૃહસ્થધર્મ એટલે સમ્યક્ત્વમૂળ બાર વ્રત, અથવા સમ્યગ્દર્શન અથવા માર્ગાનુસારીપણું . બાકીનો અધર્મ ! દરેકથી સાધુપણું ન બની શકે, માટે દેશવિરતિ : દેશવિરતિ પણ જેનાથી ન બની શકે તેને માટે કેવલ સમ્યકૃત્વ અને તેનો પણ જે સ્વીકાર ન કરી શકે તેને માટે માર્ગાનુસારીપણું ! અર્થાત્ ધર્મ વિના કોઈ પણ ન રહે એવો અનંત જ્ઞાનીનો આશય. માટે સામાન્યમાં સામાન્ય આત્મા માટે પણ સામાન્યમાં સામાન્ય ધર્મની યોજના શાસને કરી. સાધુ માર્ગાનુસારિતા આપે એમાં પણ શું કહે ? પહેલો ગુણ ચારસંપન્ન વિમવઃ' એમાં વિભવ પેદા કરો એમ કહે ? નહિ, એટલા માટે તો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીને ખુલાસો કરવો પડ્યો કે, વિભવ શબ્દ તમારા ઘરનો (અનુવાદ) છે અને ન્યાયસંપન્ન શબ્દ અમારા ઘરનો છે. એટલે કે શ્રી જિનેશ્વરદેવના ઘરનો છે. તમારા ઘરમાં અમારું ઘાલવાની આ મહેનત છે. તમારા ઘરમાં તો તમે હોશિયાર છો જ. આ મોટો ફરક સમજાઈ જાય તો સ્થિર બનતાં વાર કેટલી ? “શ્રી તીર્થંકરદેવે તીર્થની સ્થાપના તારવા કરી છે, નહિ કે ડુબાડવા !' - આટલો નિશ્ચય પાકો થવો જોઈએ. નીતિથી પણ પૈસા પેદા કરવામાં પાપ જ ન હોત, તો ત્યાગી થવાનું પ્રયોજન પણ શું હતું? સભા કહે છે કે, પૈસા હોય તો શાસનનો ઉદ્ધાર થાય, પણ બધા સાધુ થઈ જાય તો શું થાય ? સારું થાય. સાંભળનાર ડાહ્યો હોય તો કહે કે, “બધા સાધુ બની જાય એવું તું શા આધારે કહે છે ? ચક્રવર્તીના માથાના મુકુટ ઉતરાવનાર જ્ઞાનીઓ, શ્રી તીર્થકરદેવો પણ બધાને સાધુ ન કરી શક્યા, તો બીજો કોણ કરી શકે ?” આ વસ્તુ સામે એક પણ દલીલ નથી કે જે ટકી શકે. બધા સાધુ થાય તો ઉત્તમ, પણ થવાના જ ક્યાં છે ? જો ધર્મ માટે વિત્ત જરૂરી મનાશે, એમાં ઉપાદેય બુદ્ધિ આવી જશે, તો તો પછી ધર્મ સૂઈ જશે અને વિત્ત જ પ્રવેશી જશે. શાસ્ત્રોએ, જ્ઞાનીઓએ વારંવાર પોકારી પોકારીને કહ્યું છે કે, “લક્ષ્મી હોય છે, ત્યાજ્ય છે' છતાંયે, મૂચ્છ નથી ઊતરતી, તો પછી એમાં ઉપાદેય બુદ્ધિ આવ્યા પછી તો શું Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - 098 થાય ? માટે લક્ષ્મી હોય એનો સદુપયોગ કરવો એ ધર્મ : પણ લક્ષ્મી ધર્મ નહિ. કાદવમાં હાથ નાખીને ધોવો સારો કે ન નાખવો તે સારો ? હાથ નંખાઈ જાય તો ધોવો એ સારું પણ ધોવા માટે તો કાદવમાં હાથ ન નંખાયને ? હાથ કાદવવાળો થઈ જાય તો ધોવો જરૂર. પણ ધોવા માટે કાદવવાળો કરાય ? નહિ જ. તેવી જ રીતે સદુપયોગ માટે લક્ષ્મીરૂપ પાપમાં હાથ નાખવાનો નિષેધ છે. લક્ષ્મી મેળવ્યા બાદ લક્ષ્મીથી ધર્મ થાય એ વાત કબૂલ, પણ ધર્મમાર્ગે લક્ષ્મી વાપરવા માટે પાપ કરવું અને લક્ષ્મી મેળવવી એ ધર્મ નથી. સભાઃ “લક્ષ્મી આવે તો બધાં ધર્મકાર્યો થાય, માટે ‘લક્ષ્મી મેળવી પછી શાસનની પ્રભાવના કરી, પછી સવવિરતિ લેવી' - એમ કોઈ કહે તો ? એમ કોઈ કહે તો પૂછી શકાય કે “એમ કરતાં કરતાં ખપી જાઉ, આયુષ્ય પૂર્ણ થઈ જાય તો શું થાય ? માનો કે જીવ્યો પણ, પણ લક્ષ્મી મળ્યા પછી લક્ષ્મીનો રંગ લાગી જાય અને ધર્મ ભૂલી જવાય તો શું થાય ?” લક્ષ્મી પામ્યા પછી ધર્મમાર્ગે વાપરનારા કેટલા અને રંગરાગમાં વાપરનારા કેટલા ? લક્ષ્મી પામ્યા પછી આત્મા કયાં વધારે ઝૂકે ? કેટલા ટકા આ તરફ વળે અને કેટલા ટકા પેલી તરફ વળે ? લક્ષ્મી ન હોય ત્યારે તો બધું ચાલતું, પણ લક્ષ્મી આવે એટલે તો પોઝીશન-મોભો વધે. પહેલા મહિને દશ રૂપિયે ચાલતું હોય, તો પછી ન ચાલે. પછી બધું વધે. એમાંથી નીપટે ત્યારે ધર્મસ્થાને આવે ને ! દાનનું કારણ લક્ષ્મી કે મૂર્છાનો ત્યાગ? મંત્રીશ્વર શ્રી ઉદાયનના પુત્ર શ્રી આમ્રભટ્ટ ઘણા જ દાતાર હતા. એક વાર મહારાજા શ્રી કુમારપાળે શ્રી આદ્મભટ્ટને કહ્યું કે 'यं व्ययं भवान् कुरुते तादृक् कर्तुमहमपि न प्रभुष्णुः' ‘જે વ્યય તું કરે છે, તે વ્યય કરવાને હું પણ સમર્થ નથી. આના ઉત્તરમાં શ્રી આમ્રભટ્ટે કહ્યું કે 'एवंविधं व्ययं कर्तुं प्रभुर्न प्रभवति, यतोऽहं स्वामिबलेन व्ययं करोमि, स्वामी तु कस्य बलेन ? अतो मयैवेयट्रव्यव्यय: साधीयान् क्रियते ।' આવા પ્રકારનો વ્યય કરવા માટે સ્વામી સમર્થ ન જ થાય. કારણ કે, હું તો સ્વામીના બળે વ્યય કરું છું, પણ સ્વામી કોના બળથી કરે? આથી આટલો બધો દ્રવ્યવ્યય મારાથી જ સાધ્ય કરી શકાય.' આથી મહારાજા શ્રી કુમારપાળ ખુશ થઈ ગયા. આ આમ્રભટ્ટ આવા Page #227 -------------------------------------------------------------------------- ________________ વ87 –– ૧૪ દાનનું કારણ લક્ષ્મી કે મૂર્છા ત્યાગ – 34 –– ૨૧૧ દાતાર હતા, તે લક્ષ્મીના યોગે કે લક્ષ્મી ઉપરની મૂછના ત્યાગના યોગે ? લક્ષ્મીને વળગેલો હોય તે દાન દે ? લક્ષ્મીને અનિત્ય, અસ્થિર, અને ત્યાજ્ય માની તો દીધીને ! લક્ષ્મી વિના ચાલે જ નહિ એમ માનનારથી દાન દેવાય? લક્ષ્મી જો ધર્મ માટે મેળવવી, – એમ હોત તો તો પરિણામ એ થાત કે ધર્મ માટે લક્ષ્મી મેળવનાર આત્માની કિંમત ઊંચી અંકાત અને તેનો ત્યાગ કરનારની કિંમત ઓછી અંકાત. પણ તેમ નથી જ થતું. આથી સ્પષ્ટ જ છે કે દાન એ ધર્મ, પણ લક્ષ્મી એ ધર્મ નહિ. સાચું દાન લક્ષ્મી ઉપરની મૂર્છાના ત્યાગના યોગે જ થાય. દાનનું કારણ લક્ષ્મી નહિ, પણ લક્ષ્મી ઉપરની મૂર્છાનો ત્યાગ છે. ઉપદેશ દાનનો હોય, પણ લક્ષ્મી કમાવાનો નહિ. સભા: લક્ષ્મી વગર દાન શાનું છે ? ગમે તેમ કરીને પણ દાન દેવું એમ નથી કહ્યું. જો ધર્મ માટે લક્ષ્મી મેળવવી ઉપાદેય હોય , તો પછી “નીતિથી જ લક્ષ્મી મેળવવી' - એમ શું કામ ? તો તો પછી નીતિથી ન મળે તો અનીતિથી પણ મેળવો એમ જ ને ? ધર્મ માટે મેળવવી છે, તો આમ પણ ઠીક ને આમ પણ ઠીક, એમ ? પરિગ્રહત્યાગ એ પાંચમું મહાવ્રત છે. પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતા-૨ખાવતાને અનુમોદે નહિ. આ રીતે સર્વથા પરિગ્રહના ત્યાગી, મહાવ્રતધારી દાનને બદલે લક્ષ્મી કમાવાનો ઉપદેશ આપે, તો એમનું પાંચમું મહાવ્રત ખંડિત થાય કે નહિ ? સભા : છોકરાને લાલચ આપે તે રીતે ધર્મમાર્ગે લાવવા કહે તો ? એ વાત ખરી કે, દવા માટે માતા બાળકને સાકરની ગાંગડી આપે, પણ વૈદ્ય કહી ગયો હોય કે સાકરની ગાંગડી કુપથ્ય છે, એ આપવાથી રોગ ફાટી નીકળશે, તો માતા સાકર આપે ? નહિ જ, બીજું આપે પણ સાકર તો ન જ આપે. એ જ રીતે ધર્મગુરુ પણ ધર્મ માટે સાકરની ટુકડી દે, પણ એ ટુકડી એવી ન દે, કે જે કુપથ્ય હોય. અર્થ અને કામ કુપથ્ય છે. મોટા વૈદ્ય એ કુપથ્ય આપવાની ના કહી ગયા છે. માતા પણ બાળકને ખોળામાં બેસાડીને સમજાવે કે, “સાકર મિઠી ખરી, પણ વૈદ્ય ના કહી ગયા છે. એમ કહી ગયા છે કે, એ ખાવાથી રોગ વધશે' - તો તરત બાળક પણ માની જાય. પણ માતા પોતે જ એમ કહે કે, “કંઈ રોગ વધતો નથી, ખાને !” તો શું થાય ? અહીં પણ મોટા વૈદ્ય અર્થ અને કામને કુપથ્ય કહી ગયા છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - | 438. સભા : મોતીશા શેઠે આવાં મંદિરો બંધાવ્યાં, તો અમારી પાસે લક્ષ્મી હોય તો તેમ કરીએ, એ ભાવના તો થાય ને ! લક્ષ્મી હોય તો, અગર થાય તો આવાં દેરાસર વગેરે કરું એ ભાવનાની વાત જુદી, પણ એ કરવા માટે લક્ષ્મી પેદા કરું એ ન થાય. લક્ષ્મી ઉપાદેય છે જ નહિ? જે લક્ષ્મીના યોગે સોનાનાં મંદિરો બનાવે, તેના કરતાં એક દિવસના સંયમને ધરનાર પણ ઊંચા છે. એ બેની વચમાં સરસવ અને મેરુ જેટલું અંતર છે. વિષયાભિલાષી, ભવાભિનંદી આત્મા સંસારના આનંદને ઇચ્છે છે, પણ એનું વિષમ પરિણામ જોઈ શકતો નથી. એટલા જ માટે પૂછવું પડે છે કે લાલચ પણ કઈ દેવાય ? નાશક કે પોષક ? પથ્યની કે કુપથ્યની ? કહેવું જ પડશે કે નાશક નહિ પણ પોષક અને કપથ્યની નહિ પણ પથ્યની જ ! ધર્મની પ્રભાવના માટે પૈસો પેદા કરવામાં વાંધો નહિ, એમ થાય તો તો વેપારમાં ડરનારા પણ પછી તો વેપારમાં ઝપાપાત જ કરે. મુનિ તો પ્રથમ સર્વવિરતિ બતાવે. સામો કહે કે, “તાકાત નથી, મારે તો ઘરમાં રહેવું પડે તેમ છે.' - તો પછી મુનિ દેશવિરતિ બતાવે, તેની પણ અશક્તિ બતાવે તો સમ્યકત્વ બતાવે, તેનીયે ના પાડે તો માર્ગાનુસારીપણું બતાવે, તેની પણ ના પાડે તો મુનિ બીજું શું કરે ? છેવટે મુનિ એમ કહે કે માર્ગાનસારીપણાની ભાવના રાખ !” કારણ કે, “માર્ગાનુસારીપણાનો અભાવ એ ઉન્માર્ગ છે' એથી મુનિ બીજું શું કહે ? મુનિ પાસેથી એ સિવાય બીજી કઈ વસ્તુની આશા રાખી શકાય ? ધર્મ માટે લક્ષ્મી કમાવાનો નિષેધ ! સભા : મુનિ કોઈને દેશવિરતિનું પચ્ચકખાણ આપે, તો બાકીની અવિરતિના એ . ભાગીદાર ખરા કે નહિ ?' નહિ જ. કારણ કે, મુનિવરે તો પ્રથમ છયે કાયના જીવોની રક્ષા બતાવી હતી, પણ લેનારે ના પાડી અને કહ્યું કે, હું તો આટલું જ બંધ કરી શકું છું, પણ બાકીનું નથી કરી શકતો' – એટલે જેટલું એણે બંધ કર્યું. એમાં જ મુનિની અનુમોદના, ખુલ્લું રાખ્યું એમાં કાંઈ નહિ. જૈનશાસન કહે છે કે, દુનિયાના આત્મા જે નિયમ કરે અને તેથી જે પાપ અટકે, ત્યાં જ અમારી અનુમોદના. પાપ ખુલ્લું રાખે ત્યાં લેશમાત્ર સંબંધ નહિ. Page #229 -------------------------------------------------------------------------- ________________ 489 –- ૧૪ : દાનનું કારણ લક્ષ્મી કે મૂર્છા ત્યાગ – 34 – ૨૧૩ આથી કોઈ મુનિને આવીને કહે કે, “હમણાં બે લાખ કમાઈ લાવું છું એમાંથી દોઢ લાખ ધર્મમાં વાપરીશ અને પચાસ હજાર ઘરમાં રાખીશ.' તો પણ મુનિ તો લક્ષ્મીની અસારતા જ સમજાવે, કોને ખબર કે બે લાખ લાવતાં ચાર લાખની ખોટ ગઈ તો ! અને કદાચ મળી ગયા અને તે વખતે તે ગાંડો થાય તો ? લક્ષ્મી એવી ભયંકર છે કે “આવ્યા પછી ધર્મભાવના ક્યાં જાય છે ? – એનો પત્તો જ લાગતો નથી. ધર્મના નામે લક્ષ્મી કમાનારા, ધર્મને નામે ભણવા જનારા, પૂર્વકાળમાં પણ અને આજે પણ જોવા લાયક ન રહ્યા એ શાથી ? અર્થ-કામની આસક્તિ સાથે હતી માટે ! એનાથી બચનારા કેટલા ? અલ્પ, અને તે પણ લક્ષ્મીની મૂચ્છના ત્યાગના જ યોગે, પણ લક્ષ્મીના યોગે તો નહિ જ. એટલે લક્ષ્મી કોઈ પણ રીતે ઉપાદેય નથી જ, પણ હેય જ છે. લક્ષ્મી આવ્યા પછી મૂચ્છ ઊતરવી મુશ્કેલી આવ્યા પછી દાન દેવાય જ એમ ક્યાં બને છે ? મૂર્છા ઊતરે તો બને ને ! ખોટ જાય એ પાલવે, પણ મૂચ્છ ઊતરવી મુશ્કેલ. તો ધર્મ માટે લક્ષ્મી મેળવવી ઉપાદેય હોય, તો નિયાણું કરવામાં પણ વાંધો રહેતો નથી. પણ નિયાણાનો તો નિષેધ છે ને ! ધર્મ માટે લક્ષ્મીની જરૂર છે? અજ્ઞાની માટે મુક્તિમાર્ગ ઉઘાડો છે જ નહિ. અજ્ઞાનીને જ્ઞાનીનો સંગ મળે તો એને મુક્તિ મળે અને કુસંગ મળે તો બિચારા ડૂબી જાય. આથી જ ગુરુ માટે ફરજ મૂકી કે “મહાવ્રતધારી અને ધીર બનો ! લોકની વાહવાહમાં ન તણાઓ ! બીજાને સારા માને એવી માન્યતામાં ન ખેંચો ! લોકનું સારું થાય તે કહો ! ભલે, થોડા પામે એની દરકાર નહિ, પણ જે કહો તે હિતકર જ કહો ! નવાણું ટકા ખરાબ પરિણામ અને એક ટકો સારું પરિણામ દેખાવ માત્રથી દેખાતું હોય તે ખાતર શાસ્ત્રનું આધું મૂકીને કંઈ પણ ન કહો ! ભિક્ષાથી જ આજીવિકા ચલાવો ! કાયમ સામાયિકમાં જ રહો ! સામાયિક એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રનો જેમાં લાભ થાય છે. એમાં જ રહો ! એના સિવાય કાંઈ ન બોલો ! ધર્મનો જ ઉપદેશ દો !” - જો ધર્મપ્રભાવના માટે લક્ષ્મીની જરૂર મનાય, તો રાજામહારાજા પણ કહેતા કે, ધર્મ માટે રાજ્યની જરૂર છે અને રાજ્ય કદી જ છોડતા નહિ. ચક્રવર્તી ચક્રવર્તીપણું છોડતા નહિ. માટે શાસ્ત્ર કહે છે કે, ‘ઉન્માર્ગની દેશના ન થાય એની કાળજી રાખો !” સાધુ પાસે અર્થ-કામની દેશનાની આશા તો અજ્ઞાની સિવાય કોઈ પણ ન રાખે. Page #230 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – 290 સભા : જો ધર્મપ્રભાવના માટે પૈસા પેદા કરવા એ ધર્મ હોય, તો સાધુ બનશે માટે છોકરાં પેદા કરવાં એ ધર્મ ખરો ? લો, આ ભાઈએ બરાબર જવાબ આપ્યો. એકદમ આગળ ગયા. વાત સમજવા જેવી છે. પરંપરામાં ઊતર્યા તો પાપનો છેડો નહિ આવે. વારુ, દાનમાં પૈસો જોઈએ. પૈસા માટે આરંભ-સમારંભ બધું થાય એ ધર્મ કે અધર્મ ? સંયમની પુષ્ટિ માટે અનાજ જોઈએ તો ખેતી એ ધર્મ કે અધર્મ ? વસ્ત્રપાત્ર બધું જોઈએ, તો તેનાં તેનાં કારણો એ પણ ધર્મ ? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, મૈથુન, અને પરિગ્રહ, - આ પાંચેના ત્યાગમાં ધર્મ કહ્યો. દુનિયાના દરેક શુદ્ધ દર્શનકાર એ કબૂલ રાખે છે. એમાં પહેલાંનાં ચાર પાપ હિંસા, જૂઠ, ચોરી અને મૈથુન - એ ચારે પાપને લાવનાર પરિગ્રહ છે. એ ચારે પાપને વધારનારપરિગ્રહ છે. પરિગ્રહની વ્યુત્પત્તિ એ જ કે ચારે બાજુથી આત્માને ઘેરે, તે ભયંકર ગ્રહ. એ પરિગ્રહ કોઈ રાખે એની વાત જુદી, પણ “એના ત્યાગમાં જ ધર્મ છે'-એ વાતને જરા પણ પોલી કરવા માગો તો શું થાય ? મુનિ કઈ રીતે કહે કે, ધર્મને માટે પરિગ્રહની જરૂર છે? ગૃહસ્થ કરેલા ધર્મકાર્યને સાધુ વખાણે પણ એની લક્ષ્મીને કે રંગરાગને સાધુ ના વખાણે. એણે લક્ષ્મીનો સદુપયોગ કર્યો એમ કહે, પણ લક્ષ્મી હતી માટે કર્યું - એમ મુનિ ન કહે. લક્ષ્મી હતી માટે જ ધર્મ થાય એમ નહિ, પણ લક્ષ્મીની મૂર્છા છૂટે તો જ થાય. નિમિત્ત લક્ષ્મી નહિ, પણ મૂનો ત્યાગ છે! સભાઃ લક્ષ્મી ન હોય તો મૂર્છાનો ત્યાગ થઈ શકે ? હા, લાલસાનો ત્યાગ, આશાનો ત્યાગ થાય. કોટ્યાધિપતિ દાન ન કરી શકે અને બે-પાંચ લાખવાળો કરે, એનું શું કારણ ? મૂર્છાના ત્યાગના યોગે. કોટ્યાધિપતિ મૂચ્છમાં પડેલો છે માટે નથી કરી શકતો. જો લક્ષ્મીના યોગે ધર્મ થતો હોય તો બધે જ થવો જોઈએ. કલ્પતરુ દાતારને કહ્યો, પણ કેવળ લક્ષ્મીવાનને ન કહ્યો. લક્ષ્મીવાન દાતાર પણ હોય, કૃપણ પણ હોય અને લૂંટારો પણ હોય. દાતાર થોડા અને કૃપણ વધારે. રાજામહારાજા શેઠશાહુકારોએ લક્ષ્મીથી ધર્મની પ્રભાવના કરી તે ત્યાગીના તથા ત્યાગના યોગે કરી, એટલે એ લક્ષ્મીનો પ્રતાપ છે જ નહિ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫: ધર્મોપદેશ કટુ પણ હિતકર જોઈએ? 35 • હિતકર વસ્તુ અવશ્ય કહેવી : • ધર્મ અનુષ્ઠાન કરતાં પુદ્ગલની અભિલાષાને છોડો ! • ભાવના યોગ્ય રીતે કેળવો ! • સ્થાન ઊંચું તેમ જોખમદારી વધારે : પાપ પણ બેડી અને પુણ્ય પણ બેડી ! • પ્રભુને શા માટે પૂજવા ? • સત્ત્વશીલ બનો ! • લલિતાંગ કુમારનું ચરિત્ર : વિષય : ધર્મોપદેશમાં પુનરુક્તિ દોષ નથી. અનુષ્ઠાનના પ્રકાર - પુદ્ગલની અભિલાષાનો ત્યાગ એ જ ધર્મનું લક્ષ્ય. સ્થાનની જોખમદારી ... પૂજાનો આશય. હિતકર વાત કટુ હોવા છતાં રોજ કહેવી. પ્રિયાદિ હોય તો સારું પણ ન બને છતાં હિત થાય તો કટુ પણ બોલીને હિત સાધવું જ. ભવનો ભય પેદા થાય તો જ ધર્મ જચે. એ જ બાદ એના પ્રકાર જાણવાની ઇચ્છા થાય. અશુભ તજાય, શુભ ભજાય. સંસારરાગ ત્યજવો અને મોક્ષ માટે જ ધર્મ કરવો. આ બધી વાતોની સાથોસાથ જેમ સ્થાન ઊંચું તેમ જોખમ પણ વધુ એ મુદ્દો ખીલવવા ભગવાન શ્રી મહાવીર પ્રભુશ્રી પાર્શ્વનાથ, કુમારપાળ અને છેવટે બલિતાંગકુમારનું ચરિત્ર કહી છેવટે પંચતંત્રની શિકારી અને કબૂતરની વાર્તા દ્વારા ધર્મમાં દઢતા કેળવવી જોઈએ એ વાત જડબેસલાક બેસાડી છે. મુવાક્ષાત • દુનિયાના વિષયના પૂજારીઓ, એ માટે જ ધર્મ કરતા હોય તેઓ ધર્મને ક્યારે ઠોકર મારશે એ કહેવાય નહિ. • હિતની આશા રાખીને સાંભળવા આવનાર પાસે, એની શરમમાં પડીને કે એનાથી લેવાઈ જઈને હિતની વાત ન કહે, તો એના જેવો વિશ્વાસઘાતી બીજો કોણ ? • ઉન્માર્ગે લઈ જનારી દેશના સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા ! • ચમત્કારો માટે પૂજા કરનારો સમ્યત્ત્વની વાસનાનો લોપ કરી મિથ્યાત્વને વધારનારો છે. • જે ક્રિયાથી - વિષયનો વિરાગ થાય, કષાયનો ત્યાગ થાય, ગુણનો અનુરાગ થાય અને ક્રિયામાં અપ્રમાદ થાય તે ધર્મ ! • જૈન ભલે આસક્તિયોગે ત્યાગ ન કરી શકે, પણ ધર્મ ઉપર આફત આવે ત્યારે તો અવશ્ય ત્યાગ કરે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૫: ધર્મોપદેશ કટુ પણ હિતકર જોઈએ? હિતકર વસ્તુ અવશ્ય કહેવી ? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવે છે કે, શ્રી અરિહંતદેવનાં વચનોનો અનુયોગ ન થાય, એટલે કે એ સમજવા કે સમજાવવામાં ન આવે, ત્યાં સુધી સાચો વિવેક પેદા થતો નથી અને સાચો વિવેક પેદા ન થાય ત્યાં સુધી હેય-ઉપાદેય પદાર્થનું જ્ઞાન થતું નથી, એ જ્ઞાન વિના રાગ, દ્વેષ અને મોહ ઘટતા નથી, અને તેથી એની સાથે જ સંધાયેલાં દુઃખ જતાં નથી : અને દુઃખ ગયા વિના સુખની પ્રાપ્તિ થતી નથી, માટે સુખના અર્થીએ સુખના અર્થી પ્રાણીને માટે શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ. જેટલી હોય તેટલી બધી જ તાકાત અજમાવીને જગતના જીવોની સન્મુખ અરિહંતદેવના માર્ગને બરાબર મૂકવો જોઈએ. કારણ કે, એમાં જ જગતનું કલ્યાણ છે. એ સિવાય દુનિયાની કોઈ પણ વસ્તુથી આત્માનો ઉદય નથી થઈ શકતો. અનાદિ કાળની વાસનાઓ ખૂબ પરિચિત છે, એટલે શ્રી અરિહંતદેવનાં વચનો અપરિચિત હોઈ, એ ચીજને બધા અપનાવે, બધા એમાં લીન થાય, એવું કોઈ કાળે બનતું નથી. પણ થોડા તો થોડાક જેટલા પામ્યા અને પામશે તે બધા અનંત સુખના ભોક્તા બન્યા અને બનશે, પ્રાણી માત્રને સુખી કરવાની અભિલાષાવાળો સુખના અર્થને સુખનું સાધન હોય તે જ આપે. એ આપનાર, જો સમાજની જ ઇચ્છા જોવા બેસે, તો મારી નાખે, સાચો ચિકિત્સક ચિકિત્સા કર્યા બાદ યોગ્ય જ ઔષધ આપે, પણ દરદી માગે તે ન આપે. જો એ ચિકિત્સક ઢીલો થાય, તો તો એ દરદીનો ઘાતક બને, ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજ કહે છે કે, સામાના રોષ કે તોષની પરવા કર્યા વિના, હિતકારી ભાષા અવશ્યમેવ કહેવી જોઈએ. સામાનું હિત કરવાની ભાવનાવાળાને સામાને કેવું લાગશે એ જોવું ન પાલવે. હિતકર કહેતાં સામાના રોષની દરકાર કરે, તો કાર્યસિદ્ધ ન થાય. જેને રખડવું હોય તેને કોઈ શિખામણ દે ત્યારે તેને ગુસ્સો આવે તે તો ઠીક, પણ બીજો કોઈ સારી ક્રિયા કરતો હોય તે જોઈને, તે જાણીને પણ ગુસ્સો આવે ? હીનભાગી દરિદ્ર આત્મા એવા પણ Page #233 -------------------------------------------------------------------------- ________________ 49s –– ૧૫ : ધર્મોપદેશ દ્પણ હિતકર જોઈએ - 35 – ૨૧૭ હોય કે બીજો કમાય એટલે એ બળે. કમાનાર કહે કે ભાઈ ! તું પણ એમ કર.” પેલો કહે કે, “મહેનત ન કરું, પેઢી ન ખોલું. વેપાર ન કરું, નોકરી ન કરું, કમાઉં નહિ અને બીજો કમાય તે સહું પણ નહિ.' એવા પણ દરિદ્ર હોય કે ભલે પોતે ન કમાય, પણ બીજો કમાય જોઈ રાજી થાય. એવાને પાસે બેસાડવાનું પણ મન થાય. ઊંચામાં ઊંચી ચીજમાં એવા પણ જીવો છે, કે જે આવું વર્તન કરે. અને એને એ ન પાલવે માટે એને કહેતાં એ ગુસ્સો કરે એ તો માનીએ કે વાજબી, પણ બીજાને કહેતાં પણ એ જીવો ગુસ્સો કરે, બીજો અમલ કરે ત્યાં પણ એ જીવોને ગભરામણ છૂટે, માટે જ ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યું કે, એવાના હર્ષ કે શોક, ગુસ્સો કે મહેરબાનીની દરકાર કર્યા વગર હિતવસ્તુ અવશ્ય કહેવી. આનું નામ જ ભાષાસમિતિનું સાચું પાલન છે ! વચનગુપ્તિ રાખનાર મુનિ અવસરે ભાષાની સમિતિ કરે. વગર પ્રયોજને મુનિએ બોલવું જ નહિ, જરૂર પડે તો ભાષાસમિતિ કરવી. ભાષાનો સમ્યક પ્રકારે ઉપયોગ કરવો, એનું જ નામ ભાષાસમિતિ છે ! હૃદયમાં અનુગ્રહ બુદ્ધિ રાખી, હિતવસ્તુ કહેવામાં જરા પણ કમી ન રાખવી અને તેમ કરવામાં સામાના રોષ કે તોષની પરવા પણ ન રાખવી જોઈએ. જાણતા હોઈએ કે આ માર્ગે જનાર ખાડામાં પડશે, તો બધા કૌવતથી પણ જનારને ત્યાં જતા રોકવો એ ફરજ છે. છતાં જાય અને ગબડે તો એનું ભાગ્ય. કોઈ કહે કે, હિતકારી ભાષા કહેવા છતાં એનું હિત ન થાય તો ? કહેવું કે એનું ભાગ્ય ! એ જોખમદારી એની. એ જોખમદારી કહેનારની નથી. ભવ ભયંકર લાગે તો ધર્મ ભદ્રંકર લાગે? શ્રી જિનેશ્વરદેવ તો હિતકર વસ્તુ જ કહે. એને કોઈ ન સ્વીકારે એમાં એ વચનનો દોષ નથી. શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ નવો છે, એટલે અપરિચિત છે. બહુ થોડા જીવોને એ અભ્યાસમાં આવેલો છે. અનાદિનો અભ્યાસ જુદો છે. પાંચ-પચીસ વરસના પરિચયના પદાર્થોનો રંગ છૂટતાં વાર લાગે, તો અનાદિની વાસના માટે તો પૂછવું જ શું? અનાદિની વાસના મીઠી લાગવાની જ. મીઠી લાગ્યા વિના ન જ રહે, પણ એ મીઠી, મીઠ્ઠી જ મનાતી રહે ત્યાં સુધી કદી આ વસ્તુની પ્રાપ્તિ થવાની નથી. એ મીઠી વસ્તુ સેવવી પડે, તો પણ કડવી માનીને સેવાય તો જ આ પમાય. અનાદિની વાસના છૂટતી નથી પણ હેય છે, અવશ્યમેવ ત્યાજ્ય છે, આત્માને હાનિકર છે, પરિણામે કટુ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ વિપાકને આપનારી છે, આ રીતે માનીને ન ચાલ્યે સેવાય, તો જ આ વસ્તુ પમાય. આ પામવા યોગ્ય વસ્તુ સેવતી વખતે પેલું પણ ઠીક છે, એમ થાય તો માનો કે આ ગયું. ન શાની કહે છે કે, જે આત્મા ભવને ભયંકર માને તે જ ધર્મને ભદ્રંકર માની શકે. જ્યાં સુધી ભવ ભયંકર ન લાગે, ત્યાં સુધી ધર્મ કદી પણ ભદ્રંકર ન લાગે. જે સંયોગોમાં બેઠા છીએ, તે જ્યાં સુધી બૂરા નહિ લાગે, ત્યાં સુધી બીજા સંયોગોની ઇચ્છા જ નહિ થાય. માટે જ્ઞાની કહે છે કે, તમને અહીંથી ઊંચકવા તો જરૂર પડશે. આખા ઊંચકાઓ તો મજાનું, આખા ન ઊંચકાઓ તો હાલવું તો જરૂર પડશે : હાલવું તો પડશે જ : હાલવું જ પડશે. અહીં બેસવાની ભાવનાથી જેટલો ધર્મ કરો તે વસ્તુતઃ ધર્મ નથી. એને તો લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. 494 અનુષ્ઠાનના પ્રકાર : સંસારની એક પણ વસ્તુ પામવા અગર મળેલી વસ્તુને મજબૂત કરવાની ઇચ્છાથી કરેલો ધર્મ મિથ્યાત્વરૂપ ઝેરથી દૂષિત થાય છે. જ્ઞાનીઓએ ધર્માનુષ્ઠાન પાંચ પ્રકારનાં કહ્યાં છે : ૧- વિષાનુષ્ઠાન, ૨- ગરલાનુષ્ઠાન, ૩- અનનુષ્ઠાન, ૪- તદ્વેતુક અનુષ્ઠાન અને ૫. અમૃતાનુષ્ઠાન. અમૃત અનુષ્ઠાન બહુ જ ઊંચી કોટિના આત્માઓ માટે છે. આ લોકના પૌદ્ગલિક સુખની અભિલાષાએ કરાતો ધર્મ તે વિષાનુષ્ઠાન. પરલોકના પૌદ્ગલિક સુખની અભિલાષાએ કરાતો ધર્મ તે ગરલાનુષ્ઠાન. ‘બધા કરે તેમ કરવું' - એમ માની કરે તે અનનુષ્ઠાન. આ ત્રણમાંથી એકેમાં આત્મકલ્યાણની ભાવના પણ ક્યાં છે ? પહેલાં બે અનુષ્ઠાનમાં ધર્મનું પરિણામ ઝેરનું ! એક એકદમ મારે, જ્યારે બીજું ધીમે ધીમે રિબાવીને મારે. ત્રીજું અનુષ્ઠાન સંમૂર્ચ્છિમ જેવું છે. ગાડરીઆ પ્રવાહ જેવું છે. ભાવના નથી. સંવત્સરી આવી એટલે બધા ઉપવાસ કરે છે માટે કરવો પડે. પડિક્કમણું પણ કરવું પડે, ન કરીએ તો ખોટું દેખાય, આબરૂ જાય, માટે કરવું પડે એમ ધારીને કરે. આ ત્રણે અનુષ્ઠાનમાં ધર્મભાવના ક્યાં રહી ? પહેલાં બે અનુષ્ઠાન કરતાં ત્રીજું ઓછું ખરાબ કારણ કે એ વિપરીત ફળ જ આપે એવું નહિ. વિપરીત ફળ પણ Page #235 -------------------------------------------------------------------------- ________________ 495 – – ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35 – ૨૧૯ આપે અગર તો નિષ્ફળ પણ જાય. જ્યારે પહેલાં બે તો વિચિત્ર અનર્થોની પરંપરાનું સર્જન કરે. આ ત્રણમાંથી એકમાં પણ ધર્મપરિણામ ક્યાં છે ? ધર્મના પાંચ આશય : પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ. આ પાંચમાંનો એક પણ આશય એ ત્રણે અનુષ્ઠાનોમાં ક્યાં છે ? પ્રણિધાનમાં જ મીંડું છે. શાસ્ત્ર આ ત્રણ અનુષ્ઠાનનો નિષેધ કર્યો, કારણ કે એ બુદ્ધિએ ધર્મ કરનાર ધર્મને કઈ વખતે ઠોકર મારશે તે ન કહેવાય . ધર્મ અનુષ્ઠાન કરતાં પુદ્ગલની અભિલાષાને છોડો ! અનુષ્ઠાન કરનાર - દેવાદિકની ભક્તિ કરનાર જો આવી લાલસાથી કરે અને એમાંથી દૈવયોગે દેવાળું નીકળે, તો એ એવો વિરોધી થાય કે ભક્તિ તો ઘેર ગઈ, પણ નવું ટીખળ ઊભું કરે. શાસ્ત્ર કહે છે કે એવા દુનિયાના વિષયના પૂજારીઓ, એ માટે જ ધર્મ કરતા હોય તેઓ ધર્મને ક્યારે ઠોકર મારશે એ કહેવાય નહિ. એ ધર્મ તો મિથ્યાત્વથી દૂષિત થાય છે. આ કોને માટે વાત થાય છે એ વિચારો ! અનર્થ ન કરતા, ઊંધું ન પકડતા, સમજદાર છો માટે, સમજીને ઇરાદાપૂર્વક આ રીતે કરે, એને માટે આ વાત થાય છે, કે જેથી એ સુધારી શકે, દોષ હોય તો દૂર કરે. આથી એમ ન થાય કે ક્રિયા કરનારાએ બધાએ ક્રિયા મૂકી જ દેવી. ક્રિયા કરનાર આ ક્રિયામાં થતા આ દોષોને કાઢવાના છે. આજે તમને ત્યાગની વાતમાં આનંદ નથી આવતો, એનું કારણ એ જ છે કે ત્યાગબુદ્ધિથી ધર્મ થતો નથી. જો ત્યાગબુદ્ધિથી ધર્મ કરો તો ત્યાગની વાત સાંભળતાં આત્મા પ્રફુલ્લિત થાય, રોમરાજી વિકસ્વર થાય. શ્રી શ્રેણિકરાજા શ્રી શાલિભદ્રને ત્યાં ગયા ત્યારે એની સાહ્યબી જોઈ. રસ્તાથી જ જોઈને તેમજ ઘરમાં પ્રથમ પેસતાં જ જોઈને, તેમજ છેક સુધી થાવત્ શ્રી શાલિભદ્રને જોઈને, એની સુકોમળતા વગેરે જોઈને, એમને એક જ વિચાર આવે છે કે ભગવાને કહેલા પુણ્યના અનેક પ્રકારોમાંનો આ પણ એક પ્રકાર છે. એ વિચારે છે કે મારા વિલાસભુવનમાં જે નહિ, તેવું આનાં પશુઓને રહેવાના મકાનમાં ! કેવું અદ્ભુત પુણ્ય !” વિચાર કે ગમે તેવો તોયે શ્રી શ્રેણિક રાજા છે અને ગમે તેવી સાહ્યબી છતાં શ્રી શાલિભદ્ર પ્રજા છે : પણ રાજા શ્રેણિકને એમ થાય છે કે “ધન્ય છે કે મારા રાજ્યમાં આવા પુણ્યવાન વસે છે.' જ્યારે શ્રી શાલિભદ્ર સંયમ લે છે એવી ખબર માતા તરફથી મળે છે, ત્યારે Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦. આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – A9s શ્રી શ્રેણિક મહારાજા કહે છે કે, “આવો ભોગી પણ સંયમી થાય છે અને હું હજી રખડું છું, એનો મહોત્સવ તો હું જ કરીશ.” શ્રી શ્રેણિક મહારાજા ત્યાગ નહોતા કરી શકતા, પણ ત્યાગ પ્રત્યે સન્માન કેટલું ધરાવતા ? શ્રી અરિહંતદેવની પૂરી આરાધનામાં જ નિમગ્ન રહેતા. એમની આજ્ઞામાં એમને પૂરો સભાવ હતો. એમની આજ્ઞામાં જ આત્માનું શ્રેય માનતા અને શ્રી અરિહંતદેવની એવી આરાધનાથી તો તે પુણ્યરૂપે તીર્થંકર નામકર્મની નિકાચના કરી. મુદ્દો એ છે કે જે કાંઈ કરવાનું છે, તે જ્યાં બેઠા છો ત્યાંથી ખસવા માટે ! - આ ભાવના તો જરૂર થવી જોઈએ. સાધુને હાથ જોડો તે ઘરબાર-કુટુંબ પરિવાર છોડવાની ભાવનાએ જોડજો, પણ ધનધાન્યની બુદ્ધિએ જોડતા નહિ ! વાકયમાં અમુક પદ પકડે તો પરિણામ માર્યું જાય. સીધી કથા વાંચી જાઉ તો કોઈને ખોટું ન લાગે, પણ જ્યાં “અમુક ક્રિયા ન થાય' એ કહું કે તરત થાય કે “આ શું?” શાથી ? જે દૃષ્ટિએ ધર્મ થવો જોઈએ તે દૃષ્ટિએ થતો નથી માટે ! નવી વાત, અપરિચિત વાત, નહિ અનુભવેલી વાત બધાને ન રુચે, થોડાને રૂચે, પણ રુચિપૂર્વક કે અરુચિપૂર્વક એક વાર હૈયામાં ઉતારાય, તો મરતી વખતે પણ સમાધિ આવે અને એમ થાય કે આવું પણ કહેનારા હતા, પણ હૈયામાં રાખે તો ને ? ઓકી કાઢે ત્યાં શું થાય ? પૌદ્ગલિક સુખની અભિલાષાએ ધર્મ કરનાર ઉપર વિશ્વાસ ન રખાય, કારણ કે એવો આત્મા ધર્મને ક્યારે ઠોકર મારે તે ન કહેવાય. જો એમ ન હોય તો પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરનારને ત્યાગ પ્રત્યે રસ કેટલો હોય ? સભા : નિઃસીમ. એકેએક ક્રિયામાં ત્યાગ સમાયેલો છે. સામાયિક એટલે બે ઘડીનો સાવઘયોગનો ત્યાગ. તે કરનારને સર્વત્યાગ પ્રત્યે કેટલો પ્રેમ હોય? સામાયિક પારતી વખતે પણ શું થાય ? કઈ ભાવના હોય ? “સમv za સાવઝો વફાફા ' આ બોલતાં શું થાય ? “શ્રાવક પણ શ્રમણ જેવો” આ બોલતાં શ્રમણપણાનો ખ્યાલ આવ્યા વિના રહે ? સામાયિક કરનારને તો સામાયિક પારતાં આંસુ પણ આવે. એને તો એમ થાય કે રોજ ને રોજ આ સામાયિક પારવાની Page #237 -------------------------------------------------------------------------- ________________ 491 – ૧૫: ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35 --- ૨૨૧ પંચાત શી ? જ્યારે એ સમય આવે કે સર્વત્યાગ કરું કે જેથી સામાયિક પારવાનો વખત જ ન આવે ! ભાવના યોગ્ય રીતે કેળવો ! આજની તો દશા જ જુદી છે અને હું એ કહી રહ્યો છું કે દિશા ભૂલ્યા છો. એ દિશા બદલો, ભાવના, પરિણામ અને પ્રવૃત્તિમાં તો આસમાન - જમીન જેટલુ અંતર છે, પણ હજી તો ભાવનામાંએ પત્તો નથી લાગતો, ત્યાં પરિણામ અને પ્રવૃત્તિની વાત તો થાય પણ શી રીતે ? ભાવના તેજ અને ઊંચા પ્રકારની જ હોવી જોઈએ. સામાયિકની ક્રિયા જો તન્મય બનીને કરાય, તો લેતી વખતે આનંદ આવે અને પારતી વખતે આંસુ આવે. एएणं कारणेणं बहुसो सामाइयं कुज्जा' જેટલી વાર સામાયિક કરે તેટલી વાર શ્રાવક સાધુ જેવો થાય છે, એ કારણથી શ્રાવકે બહુવાર સામાયિક કરવું જોઈએ.' સામાયિક પારતાં પણ આવું બોલનારને જાવજીવનું સામાયિક લેવાની ભાવના થાય કે વિરોધ થાય ? એવા આત્માને તો સર્વત્યાગની વાત સાંભળી અતિશય આનંદ થાય. રોમરાજી વિકસિત થાય. તમારી થાય છે ? કોઈ સર્વવિરતિ લેવા તૈયાર થાય છે, ત્યારે તમને શું થાય છે ? વિચારજો, વખત આવે ત્યારે જોજો ! ભીષણ એવા સંસારમાંથી નીકળનારા કેટલા ? કોઈક ભવિ આત્મા નીકળે. સંસારમાંથી નીકળવું અને દીક્ષા લેવી, એ નાનીસૂની બાબત હશે કેમ? તમે બધા સાધુના પરિચિત, સાધુની સેવા કરનારા, સાધુને ભિક્ષા આપનારા અને સાધુના આચારવિચાર જાણનારા, છતાં તમારા મનમાં દીક્ષા ભોળવીને અપાય છે એમ કેમ આવે છે ? દીક્ષા ભોળવીને અપાય ? ઇતર જો આ જગ્યાએ હોત, તો આવું હરગિજ ન બોલત. અરે, એ તો આ વાત માને જ નહિ. આચાર જોતાં, વર્તાવ જોતાં, ઇતર પણ શું કહે ? તમે કહો છો તેવું કદી ન કહે. ભાવના બે પ્રકારે થાય છે. એક તો સ્વભાવથી, અભ્યાસથી, પૂર્વસંસ્કારથી અને બીજું, જ્ઞાન મળ્યા પછી પણ થાય છે. કંઈ પણ ન ભણેલાને અચાનક આ સાંભળીને પણ ભાવના થાય એમ અને વર્ષો સુધી સાંભળનારને એ પરિણામ ન થાય એમ પણ બને છે. એની ભાવના, પરિણામ, સ્થિતિ વિચારો ! Page #238 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ અનુભવનો અભ્યાસ કરો તો સમજાય, પણ તમારી દૃષ્ટિ જુદી પડી ગઈ છે, માટે તો કહું છું કે એક વાર એક વસ્તુ નિશ્ચિત બનાવો, અને તે એ કે કરવા યોગ્ય શું ? અને તે શા માટે ? તમે કરતા ગમે તે હો, પણ તમારી ભાવના કઈ હોવી જોઈએ ? - એ નક્કી કરો. માટે જ ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજે તો કહ્યું કે સામાને રોષ થાય કે તોષ થાય, પણ હિતકારી ભાષા તો અવશ્યમેવ કહેવી જ જોઈએ. હિતની આશા રાખીને સાંભળવા આવનાર પાસે, એની શરમમાં પડીને કે એનાથી લેવાઈ જઈને હિતની વાત ન કહે, તો એના જેવો વિશ્વાસઘાતી બીજો કોણ ? કસાઈ તો ગણતરીનાં ઢોર મારે, પણ ધર્મગુરુ તો ધર્મને છોડી બીજે માર્ગે લઈ જાય તો એ એનાથીયે બૂરો ! ૨૨૨ સ્થાન ઊંચું તેમ જોખમદારી વધારે : આ પદવી જેટલી મોટી, તેટલી જ ભૂલ થાય તો હાનિ કરનારી છે. સ્થાન જેટલું ઊંચું, તેટલું જ ગબડી જવાય તો નીચે લઈ જનારું છે. રોજ રૂપિયો કમાનારો શું દેવાળું કાઢે ? એને તો મળે એમાંથી ખાવાનું. મૂડીવાળો દેવાળું કાઢે. એમાં પણ સોવાળો, હજારવાળો અને કરોડવાળો દેવાળું કાઢે એમાં કેટલો ફેર ? કરોડવાળો દેવાળું કાઢે એમાં હજારો મરી જાય અને એની પોતાની શી હાલત ? જેટલી સ્થિતિ ઊંચી, સ્થાન ઊંચું, તેટલું જ પતન નીચું : જો પડી જવાય તો ! જેમ ધર્મ ઊંચો તેમ જવાબદારી પણ મોટી. જોખમ પણ મોટું. પાટે બેસવામાં પણ જોખમ મોટું છે. સાંભળનાર માને કે આ જે બતાવે તે સાચું અને જ્ઞાનીએ કહેલું હોય, પછી પાટે બેસનાર બીજું બતાવે તો એના જેવો વિશ્વાસઘાતી બીજો કયો ? માતા ખવરાવે તે બાળક ખાય, પિવરાવે તે પીએ, સુવાડે ત્યાં સૂએ. બાળકને વિશ્વાસ છે કે માતા અહિત કરે જ નહિ. હવે આવા વિશ્વાસુ બાળકને જે માતા ઝેર પાય તે માતાને માટે શું કહેવું ? માબાપ તો થોડાં સ્વાર્થી પણ, ગુરુ તો કેવળ નિઃસ્વાર્થી જ. તો માબાપ કરતાં પણ એમની જોખમદારી અનેકગણી વધે છે. 498 સભા : અમૃત માનીને ઝેર પાય તો ? અમૃત માનીને ઝેર પી જુઓને ? બચાય ? એ માટે તો શાસ્ત્ર કહ્યું કે, સૂત્રોત્તીર્ણ સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા. બધા સમજે કે આ તો હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, તથા પરિગ્રહના ત્યાગી મુનિ છે. ઘરબાર-પૈસોટકો Page #239 -------------------------------------------------------------------------- ________________ 499 - ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35–– ૨૨૩ માબાપ, કુટુંબપરિવાર છોડીને નીકળેલા છે. પ્રભુના માર્ગમાં એમણે જીવન સમપ્યું છે, એ કદી બૂરું ન જ કહે !” આવો વિશ્વાસ જેમના માટે ધારવામાં આવે, એમના માથે જોખમદારી કેટલી ? શ્રી તીર્થંકરદેવ કેવળજ્ઞાન થયા પહેલાં દેશના ન દે એનો હેતુ એ છે કે પોતે જાતે તીર્થની સ્થાપના કરનારા છે. ગમે તેટલું સાચું કહે તો પણ કેવળજ્ઞાનની દૃષ્ટિએ કંઈ ફેરફાર હોય ત્યારે માણસોને શંકા થાય કે પહેલાં આમ કહ્યું હતું ને હવે આમ કેમ કહે છે? માટે શ્રી તીર્થંકરદેવ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ દેશના દે. અમે કેવળજ્ઞાન થયા પહેલાં પણ દઈએ એનું કારણ અમારે એમનું કહેલું કહેવું છે માટે થોડું કહીએ, કે વધુ કહીએ એ વાત જુદી; પણ જે કહીએ તે તો એ કેવળજ્ઞાનીનું કહેલું જ! સભા : એ ખબર કેમ પડે ? આ વાત ખૂબ સમજાવાઈ છે. શ્રી વીતરાગદેવની બધી આજ્ઞા તમે ન સમજી શકો, પણ એ શું કહે અને શું ન કહે છે તો તમે સમજી શકોને ! બધા બિનજોખમદાર બને, તો પેઢી ને ઘર પણ ન ચાલે, માટે એટલા જાણકાર તો બનો ! સીડી એક પકડો. સીડીને મજબૂત પકડો. દિશા બરાબર પકડો. શાસ્ત્ર કહ્યું કે ઉન્માર્ગે લઈ જનારી દેશના સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા ! એ સાંભળવાથી તો સન્માર્ગ પણ જાય, માર્ગ પણ જાય અને ઉન્માર્ગે ચડવાથી આત્મા દુર્ગતિનો અધિકારી થાય. ન સાંભળવાથી ભલે સન્માર્ગે જતાં વાર લાગે, પણ માર્ગે તો રહેવાય, ઉન્માર્ગે તો ન જ જવાય. જેમ સાધના મોટી તેમ સાધન મજબૂત જોઈએ. એમાં ભૂલ થાય તો ? હિતકારી ભાષા કહેતાં “આ કોણ ?” – એ ન જોવાય ! ચક્રવર્તીને તથા રકને દેશના તો એકસરખી જ દેવાય. ઉભયને માટે ઉપદેશ તો : “અસારડવું સંસાર : ' આ એક જ : “આ સંસાર અસાર છે' - એ એક જ ઉપદેશ એ બેયને માટે ! સંસાર અસાર છે માટે વિરતિ એ જ સાર છે, એ જ ઉપદેશ આપે. કોઈ એમ કહે કે રંકને તો આ ઉપદેશ આપે તો ઠીક , પણ ચક્રવર્તી છ ખંડનો માલિક, એને આવો ઉપદેશ શા માટે ? એ તો ધર્મની સાધના કરે. માટે એને તો એમ જ કહેવું કે આ પણ ઠીક છે, એમ ? નહિ, અહીં તો બેયને મમતા છોડાવવી છે : ચક્રવર્તીને ખંડની સાહ્યબીની અને રાંકને ઝૂંપડીની મમતા છોડાવવી છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 500 પાપ પણ બેડી અને પુણ્ય પણ બેડી ! ચક્રવર્તીપણામાં સ્વપરનો જે ઉપકાર ચક્રવર્તી ન કરી શકે, તે ત્યાગીપણામાં કરી શકે છે. ચક્રવર્તીપણામાં ગમે તેવો ધર્મ કરે તોય કેટલો કરી શકે ? ચક્રવર્તી ! ચક્રવર્તી હતો ત્યાં સુધી પલ્કાયનો વિરાધક હતો, તે દીક્ષા લીધા પછી ષકાયનો રક્ષક બન્યો. પાપ પણ બેડી ને પુણ્ય પણ બેડી! એ વાતને સમજો. સભા દેવતા સેવામાં હોય તે કયાં જાય? ચાલ્યા જાય. ભગવાન શ્રી મહાવીરદેવ જન્મ્યા ત્યારે ચક્રવર્તી થશે, એમ ધારીને કેટલાય રાજ કુમારો અને રાજાઓ સેવા કરવા આવ્યા હતા ! એમણે ધાર્યું હતું કે ચક્રવર્તી થશે તો આપણા ઉપર મહેરબાની રહેશે, પણ જાણ્યું કે આ તો દીક્ષા લઈને તીર્થંકર થવાના છે , ત્યારે બધા જતા રહ્યા. દેવતા ત્રણ જ્ઞાનવાળા, પણ પુદ્ગલના રંગરાગમાં રાચેલા-માયેલા છે. એમને પણ લોભનો પાર નથી હોતો. ચક્રવર્તી પાસે પચીસ હજાર દેવો હોય, તે કાંઈ વૈમાનિક દેવો નથી હોતા. પણ વ્યંતર દેવો હોય છે. એ પણ સ્વાર્થથી આવે છે. મુદ્દો એ છે કે ભાવના કઈ એ વિચારો ! કોઈ ઇતર, શ્રી જિનેશ્વરદેવની પૂજા પૌદ્ગલિક ભાવથી કરે, તો પણ એને એટલો દોષ નહિ લાગે ! કારણ કે એ હજુ જાણતો નથી. એ તો આવ્યો છે જેથી તે માર્ગ ઉપર પણ આવશે. તમે તો જાણો છો માટે ઇરાદાપૂર્વક કર્યાનો વધુ દોષ. તમે જાણો છો કે દેવ વીતરાગ, બધું બેડીને નીકળેલા, મોક્ષે ગયેલા, છતાં એની પાસે પોદ્ગલિક પદાર્થોની માગણી કરો તો દોષ લાગે કે નહિ? સ્વામીને સેવકની પદવી અપાય ? જેમ નોકર રાખો કે કચરો કાઢનારને મહિને પાંચ રૂપિયા, નામું લખનારને મહિને સો, પેઢી સાચવનારને મહિને બસો, - કામનો પગાર, - તેમ અહીં પણ અમુક આપત્તિ ટળે તો આટલું કેસર ચડાવું, આ શી દશા ? કેસરિયાજી જનાર વર્ગમાં જોશો તો મોટે ભાગે આ સ્થિતિ છે. ચુસ્ત ધર્મી જણાતામાં પણ આવું દેખાઈ જાય, ત્યારે થાય કે, ભાઈ ! તારામાં પણ આ ભાવના ? શું ભગવાન કેસરના ભૂખ્યા છે ? સભા: થાય છે ને ! એ વાત જવા દો. સો આવે એમાંથી અમુકને દેવયોગે લાભ થાય પણ, પણ એ વાતોને વીતરાગની મૂર્તિ જોડે સંબંધ હોય ? વીતરાગની મૂર્તિ સાથે આવા ચમત્કારની વાતને યોજવી, એના જેવી મૂર્ખાઈ કઈ ? છોકરો સારો થાય એ Page #241 -------------------------------------------------------------------------- ________________ 501 ——-૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35 ––– ૨૨૫ ચમત્કાર વીતરાગની મૂર્તિને અંગે ? સંસારનાં બંધનથી છૂટવાને અંગે તો મનાય ! બાકી આવા ચમત્કારો માટે પૂજા કરનારો સમ્યકત્વની વાસનાનો લોપ કરી મિથ્યાત્વને વધારનારો છે. પ્રભુને શા માટે પૂજવા? શ્રી જિનેશ્વરદેવનો પૂજારી, શ્રી જિનેશ્વરદેવને શું કહે ? વીતરાગ. ઇતર પાસે વીતરાગ કહો અને પછી આવા ચમત્કારની વાતો કરો, તો ઇતર શું કહે ? “જોયા વીતરાગ ! શાના વિતરાગ ? ભક્તિ કરે એને આપે, ન કરે એને ન આપે, એ વીતરાગ ? એ તો રાગી !” હજી એમ કહો કે ભક્તિ કરવાથી પુણ્ય થાય. નિર્જરા થાય તો ઠીક, નહિ તો પુણ્ય બંધાય અને એ પુણ્યયોગે શુભ સામગ્રી મળે. જેમ સામગ્રી વધુ મળે તેમ ધમ વધુ બનવાનું અને સામગ્રીથી છૂટવાની કાર્યવાહી કરવાની. મુદ્દો એ છે કે વિતરાગના સ્વરૂપને આઘાત પહોંચે તેવી રીતે ચમત્કાર ન વર્ણવાય. ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ કરતાં શું કહો છો ? 'कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ।।१।।' ‘પોતપોતાને ઉચિત કર્મ કરતા કમઠ અને ધરણેન્દ્ર - ઉભય ઉપર તુલ્ય સમાન મનોવૃત્તિવાળા શ્રી પાર્શ્વનાથ સ્વામી તમારા કલ્યાણને માટે થાઓ !” કમઠ ઉપસર્ગ કર્યો, ધરણંદ્ર ભક્તિ કરી, પણ ભગવાન બેય પ્રતિ તુલ્ય દૃષ્ટિવાળા - માટે પૂજીએ છીએ. હવે આવું દેવસ્વરૂપ હોય ત્યાં શિર ઝૂકે. એક બાજુ આ વાત અને બીજી બાજુ છોકરું આવે તો ભારોભાર કેસર ચડાવવાની વાત : આનો મેળ મળે ? શ્રી વીતરાગદેવનું સ્વરૂપ તો આ જણાવ્યું તે ! ગુરુનું સ્વરૂપ શું? નિગ્રંથ, પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતા-રખાવતાને અનુમોદે નહિ ! ધર્મનું સ્વરૂપ શું? જે ક્રિયાથી વિષયનો વિરાગ થાય, કષાયનો ચાગ થાય, ગુણનો અનુરાગ થાય અને ક્રિયામાં અપ્રમાદ થાય તે ધર્મ ! પાંચે ઇંદ્રિયોના વિષયનો વિરાગ એટલે રાગનો અભાવ થાય, એટલે કષાયનો ત્યાગ બાવે, રાગનો અભાવ થાય અને તે આવે એટલે ગુણનો રાગ થાય અને તે થાય એટલે સાધક ક્રિયાઓમાં અપ્રમાદ થાય ! અને એ થાય કે તરત જ મોક્ષ ! દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ પાસે શું મગાય ? ભવનિત્રેગો - ભવનિર્વેદ ! સાર ઉપર નિર્વેદ નથી થતો માટે તો ધર્મની સાચી સેવા નથી થતી. કોઈ પણ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - એમ કહે ખરો કે “બધું સાચું, સોનું સો ટચનું પણ અમારું શું થાય ?” નહિ જ. તેમ ધર્મની રક્ષા માટે પણ એમ કેમ બોલાય ? - હું એકલો છું, મારું કોઈ નથી એ ભાવના ક્યાં ગઈ ? એ ભાવના ક્યારે આવવાની ? મરતી વખતે ? આજે તો ધર્મની સેવા કરવામાં આબરૂનો ભય પેદા થયો છે. એ લડવૈયા દુશમનના હાથે મરાવે કે જીવાડે ? અહીંયાં આદમી સાથેના લડવૈયા નહિ હોં, ઊંધું ન મારતા ! બાકી એવા સુભટો સાથે જનાર રાજા તો મુગટ મૂકીને જ આવે. સભા : માથુંય મૂકીને આવે ! માથાની વાત જવા દો. મુગટ ગયો પછી માથે ગયા જેવું જ છે. ધર્મ પમાડવા માટે પૂર્વપુરુષોએ શું શું કર્યું છે તે વિચારો ! તમે કેટલો ત્યાગ સેવ્યો છે ? નિર્વેદ નથી આવ્યો માટે તમને આ બધા વિકલ્પો થાય છે. સત્ત્વશીલ બનો! જેન ભલે આસક્તિ યોગે ત્યાગ ન કરી શકે, પણ ધર્મ ઉપર આફત આવે ત્યારે તો અવશ્ય ત્યાગ કરે. એ જાણે કે છોડવાથી ધર્મની રક્ષા થાય છે તો ત્યાગ કરે, પણ થાય ક્યારે ? સત્ત્વ જોઈએ. એવા પણ દાખલા છે કે અર્થ-કામના રસિયા અણીના વખતે શિથિલ બને, પણ તેવા સમયે માલિકે તો ધીર જ બનવું જોઈએ. શ્રી કુમારપાળ મહારાજાની સેના એક વખત સોનૈયાથી પલટાઈ ગઈ હતી. ઠેઠ યુદ્ધ વખતે એ ખબર પડી. જ્યારે સેનાએ હથિયાર ન ઊંચક્યાં, ત્યારે મહાવતને પૂછ્યું કે “આમ કેમ ?” મહાવતે કહ્યું કે, સેના ફૂટી છે. કુમારપાળે પૂછયું કે, “રહ્યું કોણ ?' મહાવતે કહ્યું : “હું, આપ અને હાથી.' પુણ્યવાન એવા કે તે દિવસે પટ્ટહસ્તિ પર નહોતા બેઠા. અન્યથા એ પણ ફૂટેલો હતો. શ્રી કુમારપાળ ધીર હતા. નિશ્ચય હતો કે, જાઉ તો જીતીને જ. અર્થના રસિયા ફૂટ્યા તો ભાગ્ય એમનું ! મહાવતને કહે કે “ચલાવ હાથી.” સામી સેનાએ સિંહનાદ કર્યો એટલે હાથી પાછો ફર્યો. હાથીના કાન બંધ કર્યા પછી હાથી ચાલ્યો. સામી સેના પણ ખંભિત થઈ કે “સેના વિના એકલો રાજા, ધસારા સામે ધસ્યો આવવાની હિંમત કરે એ કેવોક હશે !' આત્માની ધીરતા લાખ્ખો આદમી પર અજબ અસર કરે છે. સેનાનાં હથિયાર હાથમાં રહ્યાં, તરત ત્યાં જઈ પેલા રાજાના હાથી પર કૂદકો મારી રાજાને નમાવ્યો. એ રાજાએ માફી Page #243 -------------------------------------------------------------------------- ________________ 50g - ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35 - ૨૨૭ માગી. અમારી પડહ કબૂલ કર્યો, બન્ને સેનાએ શ્રી કુમારપાળ મહારાજાની જય બોલાવી. પુષ્ય, આકૃતિની તેજોમયતા અને મનોબળ બધું હતું. ફૂટી જનારી સેનાને એમ થયું કે, રાજા શું કરશે ! પણ જીવ્યા ત્યાં સુધી એક અક્ષર પણ ન કહ્યો કે કેમ ફૂટ્યા ? સેવકોને પણ અસર થઈ કે સ્વામી હો તો આવા હો ! સેવકોનાં માથાં નીચાં તે ઊંચાં ન થયાં. આ બધું શાથી? ધીર હતા માટે ! ‘એકલો શું કરું ?' - એનો જવાબ શો હોય ? આત્મા આવ્યાય એકલો અને જવાનોય એકલો છે. પ્રભુનો માર્ગ સાથે છે, પછી ભય કોનો ? શ્રી તીર્થંકરદેવોએ કર્મક્ષય ક્યારે કર્યો ? એકલા બન્યા ત્યારે ! આ તો ઘરબારતિજોરી ખસે તો ને ! જ્યાં સુધી એ જાતનો દસ્ત અપાય નહિ, ત્યાં આ પ્રવેશે શી રીતે ? ભવ પ્રત્યે ભય પેદા ન થાય, ત્યાં સુધી થાય શું ? વસ્તુ નક્કી કરો ! મોઢે હા પાડવા માટે નહિ, પણ બધે તે સ્વરૂપે કહેવા માટે ! લલિતાંગકુમારનું ચરિત્ર: કુટુંબને પણ કહો કે “હું સ્વાર્થ માટે રહ્યો છું, તમારા ભલા માટે નથી રહ્યો. તમારામાં મારું ભલું માનીને રહ્યો છું. તમને આસક્તિ છૂટી હોય તો મારા માટે રહેશો નહિ. કલ્યાણના માર્ગ ખુલ્લા છે, જાઓ !” છોકરાને દૂધ શું કામ પિવડાવાય છે ? છોકરાને બશેર પિવડાવાય અને પાડોશીને પાશેર પણ નહિ, એનું કારણ શું ? સમજમાં આવે એટલી ઉંમરમાં આવ્યા પછી પણ, એ અધિક દૂધ પીનાર બાળકના ખ્યાલમાં આ હેતુ નથી આવતો. જો આવી જાય તો પરિણામ સારું આવે. કહોને કે સ્વાર્થની આંટીઘૂંટી અરસપરસ છે!માટે અમારા જેવાની મહેનત સફળ નથી થતી. એટલે આવા સંસ્કારની જરૂર છે. આવા સંસ્કારથી ભલે કદાચ આસક્તિ ન ઘટે, પણ એ છોડવા જેવી છે અને શ્રી જિનેશ્વરદેવે ઉપદેશેલા ત્યાગધર્મના સ્વીકાર સિવાય સિદ્ધિ નથી, આટલું તો થાય જ અને એ થાય એટલે બેડો પાર, ઈડરિયો ગઢ જીત્યા. જે વસ્તુનો જ્ઞાતા થાય, તેને આપત્તિ આવે, તો કહી દે કે ચિંતા નહિ. લક્ષ્મી જાય તો કહી દે કે ભલે ગઈ. શ્રી લલિતાંગકુમાર દાન દેતા, એમને દાન દીધા વિના ચેન જ ન પડે. દાતાર પાસે યાચકની કમી હોય ? અને એ પણ વાચકને તો ઉપકાર માનતો, કારણ કે એ એમ માનતો કે યાચક ન હોત, તો દાન આપત કોને ? દરેક કાળમાં વિજ્ઞસંતોષી તો હોય જ. સારી રીતે ધર્મ કરનારને જોઈને પણ એને એમ થાય કે, એ ધર્મથી પતિત શી રીતે થાય ? – Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - 504 લલિતાંગકુમારને એક મિત્ર હતો. તે આવા નબળા સ્વભાવનો અને આવા જ નબળા વિચારનો હતો. એણે રાજાને ભરમાવ્યો. રાજાએ લલિતાંગકુવરને એક વાર સમજાવ્યો કે “દાન દેવાની ના નથી, પણ હું વૃદ્ધ થયો છું, ગાદીનો માલિક તું છે, આવી રીતે દાન દેવાથી ભંડાર ખાલી થઈ જશે, તો રાજ્ય નહિ ચાલે.” શ્રી લલિતાંગકુમારના મનમાં એમ થયું કે દાન દેવાથી ભંડાર ખાલી થાય - આવું ઝેર પિતાજીના કાનમાં કોણે નાખ્યું ?' પિતાએ કહ્યું કે “તું વિચારપૂર્વક દાન દેજે .” શ્રી લલિતાંગકુમારે કબૂલ કર્યું કે વિચારપૂર્વક દાન દઈશ.' એ તો માનતો હતો કે દાન દેવાય છે એ પણ વિચારપૂર્વક જ દેવાય છે. કુંવરે કબૂલ કર્યું એટલે રાજાએ એના કંઠમાં હાર નાખ્યો. કુંવર ત્યાંથી નીકળ્યો, કે યાચકોનું ટોળું ફરી વળ્યું. કુંવર પાસે હાર સિવાય બીજું કાંઈ ન હતું. યાચકો કહેવા લાગ્યા કે “આજે કૃપણ કેમ ? કુંવરે વિચાર્યું કે શું કરવું? દાન દેવું કે બાપની આજ્ઞા પાળવી ?' બાપે વિચારપૂર્વક દાન દેવાનું કહ્યું છે, એટલે કુંવરે વિચાર્યું કે “પહેલા બાપ કે પહેલો ધર્મ ! આ બાપ મળ્યા શાથી ? આ બાપની ખાતર ધર્મરૂપી બાપને ધક્કો ન વાગવો જોઈએ. આ ધર્મબાપના યોગે આ બાપ ! આ ધર્મબાપ જાય તો એ પણ જાય'. કુંવરે વિચાર્યું કે “મને જે માનપાન છે, તે આ ધર્મને લઈને છે. ધર્મ ન હોત તો કાંઈ ન હોત. ધર્મ છોડી દઉં તો કૃતઘ્ન થાઉં. ધર્મનો કૃતઘ્ન થયો તો આ બાપનો કૃતઘ્ન થતાં પણ વાર નહિ લાગે !” આવો વિવેક કરી કુંવરે હાર ફેંક્યો અને યાચકોને સરખે ભાગે વહેંચી લેવા કહ્યું. હવે યાચકો ગુણગાન ગાવામાં બાકી રાખે ? હવે કુંવરની કીર્તિનું પૂછવું જ શું ? છતાં ખૂબી તો એ કે દાન દે કુમાર, દેવાય ભંડારમાંથી અને માથું દુ:ખે પેલા પુણ્યવાનનું ! સભા : પુણ્યવાનનું ? બીજું શું કહીએ ? શાસ્ત્ર ગરીબને પણ તપસ્વી કહ્યા છે ને ! વ્યવહારમાં પણ કહો છો ને કે ‘બહુ ડાહ્યો !” એ ભાવમાં લો. તરત પેલો મિત્ર રાજા પાસે ગયો અને વાત કહી. રાજાએ હુકમ કાઢ્યો કે “મારા દેશમાં રહેવું નહિ.” કુંવરને તો ભાવતું હતું ને વૈધે કહ્યું. કુંવરે વિચાર્યું કે જે રાજ્યમાં રાજ્યનો માલિક પણ ધર્મનો અધિકારી નહિ, તે રાજ્યમાં રહેવું કામનું શું ?' Page #245 -------------------------------------------------------------------------- ________________ ક05 -- ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35 - ૨૨૯ માતાને મળવા ગયો. માતાએ એના પિતાને મનાવવાનું કહ્યું, પણ કુંવરે ના કહી કહ્યું કે “મારે મડદાની જેમ જીવવું નથી. માત્ર તમને જણાવવું જોઈએ માટે આવ્યો છું.' માતાને નમી આગળ ચાલ્યો. માર્ગમાં પેલો મિત્ર મળ્યો, જાણે જાણતો જ નથી તેવો ડોળ કર્યો. એને તો કુંવરને ધર્મથી પતિત કરવો હતો. પોતે કુંવરની સાથે ગયો. થોડે ગયા પછી એ કહેવા લાગ્યો કે “જોયું કુમાર ! આ દાનનો પ્રભાવ ! તે સોનું શું કામનું, કે જે કાન તોડે ? - માટે પાછા ફરો, રાજાજી પાસે માફી માગો !' કુંવરે કહ્યું કે “આજે જ મેં જાણ્યું કે તું માત્ર નામનો જ સજ્જનકુમાર છે. એનું નામ સજ્જનકુમાર હતું. પેલાએ ફેરવી વાળ્યું કે, હું તો આપની પરીક્ષા કરતો હતો !” કુંવરે સમજાવ્યું કે, ‘મૂર્ખ ! શાના માટે, નાનો ત્યાગ ! આ સ્થિતિ દાનયોગ નથી, પણ પૂર્વકર્મના પાપોદયથી છે.' આ વાત મોટી છે. ટૂંકમાં આગળ જતાં શરતો કરીને પેલા સાથે આવેલા સજ્જન નામ ધરાવતા દુર્જનકુમારે કુમારનો ઘોડો, તલવાર અને છેવટે આંખો પણ લીધી. વચમાં એક વાર કુંવરે કહ્યું કે, “મિત્ર ! સલાહ તો સાચી આપ !” અને આ ઉપર કુંવરે એક દૃષ્ટાંત પણ આપ્યું : એક શિકારીએ એક પક્ષી ઉપર બાણ તાક્યું. પેલા પક્ષીએ મનુષ્યભાષામાં કહ્યું કે : “મારા બચ્ચાને ચારો આપી આવું ત્યાં સુધી સબૂર કર !” શિકારીએ પૂછ્યું : તું ન આવે તો ?” પક્ષીએ જવાબ આપ્યો : “મને વિશ્વાસઘાતનું પાપ !! શિકારીએ માન્યું કે જે વિશ્વાસઘાતના પાપને સમજે છે તે જૂઠું ન બોલે. પક્ષીને જવા દીધું અને જઈને આવ્યું પણ પછી શિકારીએ બાણ તાક્યું. પક્ષીએ પૂછ્યું કે, “મને એક સલાહ આપ !” શિકારીએ પૂછ્યું : “શી ?” પક્ષીએ કહ્યું હું તારા પર વિશ્વાસ રાખીને પૂછું છું કે તારા બાણથી બચવા મારે કઈ દિશામાં ઊડવું ?” ધનુર્ધારીમાં ગુણ છે કે પક્ષીની ચેષ્ટા પરથી કઈ દિશામાં ઊડશે તે જાણી બાણ મારે. તે એવું મારે કે પક્ષીને વાગે. પક્ષીએ આ પૂછવાથી શિકારીને પણ થયું કે “જો પક્ષી પણ વિશ્વાસઘાતના પાપથી ડરે, તો મારાથી ખોટી સલાહ કેમ અપાય ?' શિકારીએ સાચી સલાહ આપી. પક્ષી એ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 508 કહેલી દિશામાં ઊડી ગયું અને બાણ બીજી તરફ ચાલ્યું ગયું. આ વાત કહ્યા પછી કુંવર કહે છે કે, “મિત્ર ! સલાહ તો સાચી આપ !' આ વાતમાં આખરે પરિણામ એ આવે છે કે એને આંખ પણ મળે છે, રાજ્ય પણ મળે છે, પાછો દાન પણ દે છે, અને પરિણામે એના પિતા પણ સંયમી થાય છે. આથી સ્પષ્ટ છે કે ધર્મને આઘાત થાય ત્યાં મોટા ચમરબંધીની પણ પરવા ન કરવી જોઈએ. જ્યાં સુધી ભવ ભયંકર ન લાગે, ત્યાં સુધી ધર્મ ભદ્રંકર લાગવાનો નથી. ધર્મને ભૂલ્યા તો આત્માને ભૂલ્યા જ સમજજો. એમાં તમને પોતાને જ ખોટ છે, કંઈ શાસનને ખોટ નથી. પહેલાંના મહાત્માઓએ પ્રાણાંત તકલીફ સહી, તે એમની મુક્તિ માટે ! ન સહી હોત તો એમની મુક્તિ રોકાત. જેને માટે શરીર તજતાં ન ગભરાવું જોઈએ, તેને માટે બાકીની ચીજોની તો વાત જ શી ? આટલી મમતા ન તજો, તો અણીના વખતે શાસન તમારી આશા નહિ રાખી શકે ! સેનાપતિને રોજ કામ ન હોય પણ કામનો હુકમ છૂટે ત્યારે એ કંઈ પણ ન જુએ. એ લોકની, પોતાના જાનની કે આબરૂની પણ દરકાર કર્યા વગર, ગમે તેવા નામાંકિતનું પણ કાંડું પકડે. જોખમ ખેડીને પણ પકડે. યુદ્ધની સેનામાં વાવટાની જ કિંમત ! અમુક રંગના કે ચિહનવાળા વાવટાની જ કિંમત ! એ વાવટો ક્યારે પડે ? બધા નામાંકિત મરી જાય ત્યારે ! એક મરે કે બીજો તૈયાર જ હોય. જીવતા પાછા આવે તે મૂવા જેવા જ. કોઈ રાજા હારે ત્યારે માનવું કે નામાંકિત એક પણ જીવતો ન આવે. કોઈ આઘો રહી ગયો હોય એ વાત જુદી ! પેલા શેઠની વાત યાદ છે ? જમીન ઉપરથી તેલ લઈને ચોપડ્યું, પણ અવસરે સાચાં મોતી વાટવા તૈયાર થયો. રાજા વિરધવલના રાજ્યમાં શ્રી વસ્તુપાળ તથા તેજપાળ મંત્રી હતા. રાજાના મામાએ સાધુનું અપમાન કર્યું કે તરત જ સજાનો હુકમ કર્યો. કોઈએ કહ્યું કે, “રાજાના મામા છે !” મંત્રી કહે : “ગમે તે હોય, અમારી હયાતીમાં આવા સંતોનું અપમાન નહિ થાય !! મંત્રીપદ લેતી વખતે જ રાજા વિરધવલને આ મંત્રીએ કહ્યું છે કે, “અમો જૈન છીએ. પહેલાં શ્રી અરિહંતદેવની સેવા, પછી નિગ્રંથ ગુરુઓની સેવા, પછી ધર્મની સેવા અને તે પછી, એ ત્રણેને બાધ ન આવે તેવી રીતે આપની સેવા !” Page #247 -------------------------------------------------------------------------- ________________ ક07 – ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35 - ૨૩૧ રાજાને પણ થયું કે જે એના દેવ, ગુરુ, ધર્મને વફાદાર છે તે મારી વફાદારીમાં કમી નહિ રાખે. તમારે ત્યાં કોઈ જૈન નોકર રહેવા આવે તો શું કહો? અહીં ચૌદશ-બૌદશ નહિ સચવાય, એમ ને? મને તો લાગે છે કે જો આમ હોય તો ઇરાદાપૂર્વક આ ભીખ માગવાના ધંધા છે. તમારે તો એમ પૂછવું જોઈએ કે “બોલ ભાઈ ! શ્રાવક છે? રાતે ખાય છે ? પૂજા કરે છે ?' રાતે ખાવાની હા પાડે અને પૂજાની ના પાડે, તો તરત કહી દેવું કે “તારુ કામ નથી.” ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યું કે, સામાના રોષ કે તોષની પરવા કર્યા વિના હિતકારી ભાષા અવશ્ય કહેવી. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : આજ્ઞાની આધીનતા એ મહામંગળ : 36 • સિદ્ધિ ક્યારે મળે ? • સાચા સાધક બનો ! • શાસનમાં દ્વાદશાંગી કોની ચાલે ? • જ્ઞાન ગુરુને આધીન છે ! • આજ્ઞાધીનતાએ મહામંગળ છે : વિષયઃ સાધના, સાધક અને સિદ્ધિનું સ્વરૂપ. સિદ્ધની આજ્ઞાનું મહત્વ. શુભનું શ્રય વડીલોને જ. સાધના સાધનને આધીન થાય તે સાધક, સાધનને પોતાના જેવા બનાવે તે સાધક નહિ.' આ ધ્રુવપદની આસપાસ આ પ્રવચન ખીલ્યું છે. સાધનરૂપ દ્વાદશાંગી પણ જે સુધર્માસ્વામીજીની ચાલે છે તે પણ આજ્ઞાધીન હતા. એના યોગે જ એમનું વચન પરમ આદેયતાને પામ્યું. મહાજ્ઞાની - ચાર ચાર જ્ઞાનના સ્વામી હોવા છતાં એ આજ્ઞાને જ પરાધીન રહેતા એ જ એમની મોટાઈ. ટૂંકા પ્રવચનમાં પણ મુદ્દો સરસ ઉપસાવેલો જોવા મળે છે. શાસન પામેલાની હૈયા-સ્થિતિ કેવી હોય ? એ માટે પૂ. શ્રી હરિભદ્રસૂરી મહારાજના બે શિષ્યો ગૌતમસ્વામીજી અને તાપસો તેમજ આદ્રકુમાર - અભયકુમારના ટૂંકા પ્રસંગો પણ લેવામાં આવ્યા છે. મુવાક્યાતા • સાધ્યના સાધનને આધીન થાય તે સાધક. • સાધનને પોતાના જેવા બનાવે તે સાધક નહિ. • સાધવું હોય ત્યાં શિથિલતા ન ચાલે, ત્યાં તો સમર્પિત થવું જોઈએ. • દુનિયા આગળ વધે છે, અમે પાછળ કેમ રહીએ, આ જમાનો જુદો છે, આ જમાનામાં એ બધું ન ચાલે' - આ ભાવનાઓ આવી કે સમ્યક્ત ગયું. • જો તમને પ્રભુભાષિત અનુષ્ઠાનો પ્રત્યે, પ્રભુની આજ્ઞા પ્રત્યે, ધર્મ પ્રત્યે, શાસન પ્રત્યે, સાધ્ય પ્રત્યે અનુરાગ ન જાગે તો તમે સાધક શાના ? • જ્યાં ધર્મ ન હોય ત્યાં હું, અમે અને મારું નહિ !ધર્મ ત્યાં હું, ત્યાં અમે અને જે ધર્મનું તે મારું ! • જ્ઞાન, ગુરુને આધીન છે. ગુરુની પ્રસન્નતા હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. • જિનપૂજા, સેવા, ભક્તિ, ઉપાસના એ મંગળ તો છે જ પણ આજ્ઞાધીનતા એ મહામંગળ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૬ઃ આજ્ઞાની આધીનતા એ મહામંગળઃ સિદ્ધિ ક્યારે થાય? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે શ્રી અરિહંતદેવના ઉપદેશ વિના સાચો વિવેક જાગતો નથી અને એ જાગે નહિ ત્યાં સુધી હેય, શેય અને ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થતું નથી. એ જ્ઞાન થાય નહિ ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ ઘટતા નથી. એ ઘટે નહિ ત્યાં સુધી દુઃખ જતું નથી અને સુખની પ્રાપ્તિ થતી નથી. માટે સુખના અર્થીએ, સુખના અર્થી પાસે શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ કરવો જોઈએ. કારણ કે શ્રી અરિહંતદેવના વચનમાં જ જગતના જીવોનું સુખ સરજાયેલું છે. સઘળા જીવોને સુખ કેમ થાય ? - એ માટે જ જ્ઞાનીએ આ બધી વાત કહી. શ્રી અરિહંતદેવનું વચન, એ કોઈ બીજી સાધના માટે નથી, પણ આત્માના અનંત સુખની જ સાધના માટે છે. એ વચનનો અનુયોગ કરતાં ન આવડે તો, જેટલાં સુખનાં સાધન તેટલાં જ દુઃખનાં સાધનરૂપે પરિણમે, પણ એ વચન તો દુઃખનું સાધન નથી જ. એ તો દુઃખનું સાધન કહે જ નહિ. આપનાર તથા લેનાર યોગ્ય હોય, તો તે વચનના અમલ દ્વારા સુખની સાધના ઘણી સુંદર રીતે થાય. આપનાર તથા લેનાર બેય ઉત્તમ કોટિના આત્મા હોય, તો આ જ્ઞાનીનાં વચનો તો એકાંતે અનંત સુખને માટે જ છે. લેનારમાં યોગ્યતા ન હોય, તો એના યોગે જે હાનિ થાય છે, તે બીજી રીતે ન થાય. જે નિસરણી ચડાવે તે ચૂક કરનારને એવો પટક કે જમીન પરથી પડે ત્યારે ન ભાંગે તેવાં હાડકાં ભાગે. દોષ નિસરણીનો કે ચડાવનારના પ્રમાદનો ? સાધક કોણ ? સાધ્યના સાધનને આધીન થાય તે સાધક ! સાધનને પોતાના જેવાં બનાવે તે સાધક નહિ. સાધક તો સિદ્ધપુરુષને, સિદ્ધપુરુષની આજ્ઞાને અને સિદ્ધપુરુષે કહેલાં અનુષ્ઠાનોને સાધવા પ્રાણની પણ દરકાર ન કરે, તો એ સાધ્ય સાધી શકે. જો એ સિદ્ધને ભૂલે , એમની આજ્ઞાને ભૂલે તથા એમણે ઉપદેશેલાં અનુષ્ઠાનોને પોતાની મરજી મુજબ ફેરવે, તો એનો આત્મનાશ ન થાય તો શું થાય ? સાધવું છે અને સાધક બનવું નથી એ ચાલે ? સાધવું હોય Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - 310. ત્યાં શિથિલતા ન ચાલે. ત્યાં તો સમર્પિત થવું જોઈએ. અનુષ્ઠાનોની સિદ્ધિ માટે ગમે તેવા પ્રસંગોને પહોંચી વળવા તૈયાર થવું જોઈએ. મેલી વિદ્યા સાધનારો પણ કાળી રાત્રે, મધ્ય રાત્રે સ્મશાનભૂમિમાં નીડરપણે જાય, કૂંડાળામાં બેસે, મંત્રની સાધના ચલાવે, એ વખતે ઘોંઘાટ ગમે તેવો થાય પણ એ જાપ ન ચૂકે, જાપ ચાલુ જ હોય તથા જાપ આપનાર પુરુષ પ્રત્યે બહુમાન રાખે, અને સાધનાથી ચળે નહિ, ચળે તો શું થાય ? ગાંડો. આ તો તુચ્છ વિદ્યા માટે ! અને આ સાધના કોની ? અવ્યાબાધ પદની, શાશ્વત પદની, મોક્ષની ! એ સાધના કેમ થાય ? સિદ્ધપુરુષની આજ્ઞાથી જીવન રંગાય ત્યારે ને ? પોતાથી ન બને તો પશ્ચાત્તાપ કરે, પણ “જરૂર શી ?' એમ તો ન જ કહે. સાધનને હલકાં પાડવાનું તો ન જ કહે ! ‘ત્રિકાળપૂજન, ઉભય ટંક આવશ્યક અને વ્યાખ્યાનશ્રવણ, સામાયિક વગેરે કરીએ, તો ધંધો કયારે કરીએ ? એ ન થાય તોયે શું?' - આવું તો ન જ કહે. ‘હું પામર નથી કરી શકતોએમ કહે, પણ “આ કરવાની જરૂર શી છે ?” અથવા “આ બધાં સાધનોને પોલો કરો !” – એમ તો ન જ કહે ! સાચા સાધક બનો ! - દુનિયા આગળ વધે છે, અમે પાછળ કેમ રહીએ, આ જમાનો જુદો છે, આ જમાનામાં એ બધું ન ચાલે” – આ ભાવનાઓ આવી કે સમ્યકત્વ ગયું. પ્રભુનું શાસન હોય ત્યાં સુધી અનુષ્ઠાનો બિનજરૂરી છે, એમ કહેવાય ? જ્યારે એ બિનજરૂરી લાગ્યાં, ત્યારે તો શાસનથી બહાર ગયા, એમ જ માનો. ગમે તેવા સંયોગોમાં સમ્યગ્દષ્ટિ અથવા વ્રતધારી રાજાઓ, યુદ્ધમાં પણ આવશ્યક ક્રિયા ચૂકતા નહોતા. દુશ્મનના પ્રહારો સામે પણ વત ગુમાવતા નહોતા. જો તમને પ્રભુભાષિત અનુષ્ઠાનો પ્રત્યે, પ્રભુની આજ્ઞા પ્રત્યે, ધર્મ પ્રત્યે, શાસન પ્રત્યે, સાધ્ય પ્રત્યે અનુરાગ ન જાગે તો સાધક શાના ? | મુનિપણું ન બને, પણ આ શ્રાવકપણું તો બનેને ! વધારે નહિ તો ત્રિકાળપૂજા, વ્યાખ્યાનશ્રવણ અને ઉભય ટંક આવશ્યક એ તો ખરુંને? “રોજ જરૂર શી ?' - એમ બોલાય તો સમ્યકત્વ શી રીતે રહે ? સાધક બન્યા વિના સિદ્ધિ થાય શી રીતે ? સિદ્ધપુરુષને, એમની આ જ આજ્ઞાને, એમણે કલ્યાણાર્થે બતાવેલાં અનુષ્ઠાનોને વળગી રહો તો જ સિદ્ધિ થાય. ‘ાર્ય સાધન વા વૈરું Page #251 -------------------------------------------------------------------------- ________________ કn - ૧૯ : અશાની આધીનતા એ મહામંગળ - 36 - ૨૩૫ પતિયામિ' | આ ભાવના દઢ થાય તો સિદ્ધિ થાય. આ ન થાય ત્યાં સુધી કોઈનીયે તાકાત નથી કે ઊંચકીને સુખમાં મૂકી દે. સિદ્ધપુરુષ તો માર્ગ બતાવે. એ માર્ગ રગે રગે રૂચવો જોઈએ, રમવો જોઈએ, એ માર્ગે ચાલવું જોઈએ ! શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાના બે શિષ્યોને એવો પ્રસંગ આવ્યો હતો કે જિનમૂર્તિ ઉપર પગ મૂકે તો જ પ્રાણ બચે એ વિના બચવાની બારી નહોતી. રાજા વિરુદ્ધ, પ્રજા વિરુદ્ધ, માત્ર આ બે જ આહત હતા. મર વરં વા તત્ર પરિમોનું વરં? શું કરવું? મરવું કે પગ મૂકવો? હાલ પગ મૂકીને પછી પ્રાયશ્ચિત્ત કરી લઈશું, એવી ભાવના એમને ન આવી. ‘જીવતો નર ભદ્રા પામશે' - એવું એમના દિલમાં ન આવ્યું. જે જિનમૂર્તિ ઉપર પગ મૂકે, તે પછી શું ન કરે ? એ બેય મુનિઓ મર્યા, પણ પગ ન મૂક્યો. શ્રી અરિહંતદેવના વચનના અનુયોગના સાધક બને, તે કાર્યસિદ્ધિ કરે. સાધકે બીજું બધું ભૂલવું જ પડશે, માત્ર સાધ્યને જ યાદ રાખવું પડશે. માનપાન, ખ્યાતિ, હું, અમે, મારું, આ બધું ભૂલવું પડશે. જ્યાં ધર્મ ન હોય ત્યાં હું, અમે, અને મારું નહિ! ધર્મ ત્યાં હું, ધર્મ ત્યાં અમે, અને જે ધર્મનું તે મારું ! એમાં ભેદ પડે તો શું થાય ? સાધક બને એને માટે તો બધું જ સહેલું થાય છે. શાસનમાં દ્વાદશાંગી કોની ચાલે? શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને ચાર ભાગમાં વહેંચ્યો છે. ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગ ! પ્રથમના ત્રણ અનુયોગો, ચોથાની સિદ્ધિ માટે છે. ચોથાની પ્રાપ્તિ થાય તો એ ત્રણે સફળ. એના વિના આ ત્રણે સફળ થતા નથી. તત્ત્વની વાતો કરે. આશ્રવનું આ સ્વરૂપ, સંવરનું આ સ્વરૂપ, બંધ આવી રીતે પડે , નિર્જરા આ પ્રકારે થાય અને મોક્ષ આવી રીતે મળે, - આવી વાતો કરવા માત્રથી કોઈ કાળે કોઈની મુક્તિ થાય? આ ખાવું અને આ પીવું, - એમ બોલવા માત્રથી પેટ ભરાય ? આશ્રવ છોડાય, સંવરને સ્વીકારાય, બંધથી બચાય, નિર્જરાની ક્રિયા આવે, ત્યારે મુક્તિ થાય! પ્રથમના ત્રણ અનુયોગો તો આશ્રવ સંવરાદિકનું સ્વરૂપ બતાવનારા છે, પણ તમે આશ્રવથી જરા પણ ખસો નહિ, સંયમનો લેશ પણ સ્વીકાર કરો નહિ. તો પછી નિર્જરાની તો વાત જ ક્યાંથી હોય ? અને તે વિના મુક્તિ પણ શી રીતે થાય ? આ ચોથા ચરણકરણાનુયોગનું મુખ્ય પ્રતિપાદક શ્રી આચારાંગસૂત્ર છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ એ પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત છે. માટે જ વિઘ્નમય છે. કલ્યાણકર વસ્તુ સામે જ વિઘ્નોનો ભય છે. આચારને અમલમાં મૂકતાં તો વિઘ્ન આવે, પણ લખતાંય વિઘ્ન આવે. મંગલમય કામ માટે વિઘ્ન ! આત્માને સંસારથી તારે તે મંગલ. એમાં પણ દેવતા છળે. બુદ્ધિનો ભ્રમ થાય એવી વિઘ્નપરંપરા છે. એ વિઘ્નોને ભેદી, કાર્યસિદ્ધિ કરવા માટે શરણ કોનું લેવું ? વિઘ્ન રોકવા માટે શ૨ણ કોનું લેવું ? એનું જ. આખા આચારાંગમાં આવનારાં બધાં જ મંગળ છે, પણ પહેલા સૂત્રમાં આ સૂત્રને કહેનાર શ્રી વીરપ્રભુનું – કહેનારનું સ્મરણ છે, આજ્ઞાને આધીન રહેવાનો સ્વીકાર છે, અને આ આજ્ઞામાં જ આત્માનું કલ્યાણ છે એવો નિર્ધાર છે. આ સૂત્ર કહેનાર ભગવાન શ્રી મહાવીરસ્વામીજી છે અને રચનાર ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી છે. દ્વાદશાંગી કોની ચાલે ? જે ગણધરદેવ છેલ્લા નિર્વાણ પામે તેમની ! છેલ્લા નિર્વાણ પામે એ ગણધરદેવની દ્વાદશાંગી શાસનમાં ચાલે. પહેલા નવ ગણધર તો ભગવાનની હયાતીમાં જ મુક્તિપદે ગયા હતા. શ્રી ગૌતમસ્વામી પછી ગયા અને શ્રી સુધર્માસ્વામી સૌથી છેલ્લા મુક્તિપદે ગયા. ભગવાન શ્રી મહાવીરસ્વામીની પહેલી પાટે કોણ ? શ્રી સુધર્માસ્વામીજી ! શાન ગુરુને આધીન છે ! 512 પહેલા સૂત્રમાં ભગવાન શ્રી સુધર્માસ્વામીજી કહે છે કે ‘આયુષ્યમાન એવા ભગવાન શ્રી મહાવીરદેવે આ પ્રમાણે કહ્યું છે. એ એમની સેવામાં રહેતા એવા મેં સાંભળ્યું છે.’ આટલું ન કહેત અને - ‘હું કહું છું’ – એમ કહી દેત તો ? ‘હું’ પદ ક્યારે લગાડાય સ્વયં અનુભવથી કહેવાતું હોય તો ! અનુભવ એમનો, કથન એમનું, પામ્યો ત્યાંથી, અને ‘હું' કહું છું’ - એમ કહેવું, એ તો ગુરુનો અપલાપ છે. ગુરુની અવજ્ઞા છે. ‘નિહ્નવર્ણ’ દોષ છે. જ્ઞાનાચારના આચારોમાંના એકનો ભંગ છે. જ્ઞાન લેનારે વિનીત બનવું જોઈએ. જ્ઞાનના અર્થીએ ગુરુના અભિપ્રાયને સમજવાની કોશિશ કરવી જોઈએ. ગુરુની આકૃતિ, પ્રકૃતિ, ચેષ્ટા ઉપરથી ગુરુના અભિપ્રાયને સમજતાં શિષ્ય શીખવું જોઈએ. જ્ઞાન ગુરુને આધીન છે. ગુરુની પ્રસન્નતા હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. ગુરુના હૃદયનો, સ્વભાવનો, પ્રકૃતિનો અભ્યાસ કરવો જોઈએ. વિનય ચારે થાય ? ગુરુને અનુકૂળ વર્તાય તો કે પ્રતિકૂળ વર્તાય તો ? ગુરુની જરૂર કેટલા પુરતી છે ? સભા : મોક્ષ માટે ! Page #253 -------------------------------------------------------------------------- ________________ 513 – ૧૬ : અશાની આધીનતા એ મહામંગળ - 36 – ૨૩ તો ગુરુ પ્રત્યે વિનય કેવો, કેટલો અને કઈ રીતનો જોઈએ ? જે જાતનો વિનય જોઈએ, તે જાતનો આવતો નથી, કારણ કે બહુમાનની ખામી છે. માટે હૃદયથી બહુમાનવાળા બનવું પડશે. જે જ્ઞાન મેળવવું હોય, તેના જોગી લાયકાત મેળવવી પડશે. જ્ઞાન લીધા બાદ પણ ગુરુને અંત સુધી વિસારી નહિ દેવાય. ગુરુએ ભણાવ્યા મુજબ જ સૂત્રનો ઉચ્ચાર, અર્થ, વ્યંજન અને સૂત્રનો અર્થ બેય કરવા પડશે. આવી આધીનતા મેળવે, કેળવે, તો જ્ઞાનનો ભાગીદાર થાય. આ ભગવાન શ્રી સુધર્માસ્વામીને, પોતે ચાર જ્ઞાનના ધણી છતાં, સૂત્રની શરૂઆત કરતાં “આ ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું' - એમ કહેતાં આંચકો આવતો નથી, પણ બહુમાનપૂર્વક કહે છે કે, “ભગવાન શ્રી મહાવીરે કહ્યું તે એમની સેવામાં રહેતા એવા મેં સાંભળ્યું અને હવે ક્રમસર કહું છું.' કોઈ પૂછે કે બારોબાર સાંભળ્યું ?' કહે છે કે, “ના, ભગવાન જીવ્યા ત્યાં સુધી હું ભગવાનની પાસે જ હતો.” આવા કેમ નહિ ? આજ્ઞા કરે અને જાય એ વાત જુદી, પણ શિષ્યની ઇચ્છા કઈ હોય ? પાસે રહેવાની કે આઘા રહેવાની ? એમની પાસે જે હોય તે બધું મળે એ ઇચ્છા હોય. એમની જીવનપર્યત સેવાની જ ભાવના હોય. ભગવાને કહ્યું તે મેં સાંભળ્યું, તે કહું છું’ - આ શાને લઈને કહેવાય છે ? ભગવાન પ્રત્યેની આધીનતાને લઈને ! સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા, ચાર જ્ઞાનના ધણી, કઈ વિધિથી શરૂઆત કરે છે ? પંદરસો તાપસ કંઈ પણ ન સમજનારા છતાં એમને એકદમ કેવળજ્ઞાન થઈ જાય, એ શાથી ? પ્રભુની આધીનતાને લઈને ! ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ કહ્યું કે “મારા પણ ગુરુ છે.” તાપસો ચોંક્યા કે “આમના પણ ગુરુ ! એ કેવાક હશે?” આટલી પ્રભુની આધીનતા, એ જ તાપસોને કેવળજ્ઞાનનું કારણ બન્યું. આજ્ઞાધીનતા એ મહામંગળ છે : સિદ્ધપુરુષની તથા આજ્ઞાની આવી આધીનતાને લઈને, અનુષ્ઠાનોમાં એકતાનતાના પ્રતાપે, આ મહાપુરુષો સાધી ગયા. શ્રી જિનેશ્વરદેવની સેવા, પૂજા, નમસ્કાર એ મંગળ તો છે જ, પણ આજ્ઞાધીનતા એ તો મહામંગળ છે. સેવા એ મંગળ, ઉપાસના એ મંગળ, ભક્તિ એ મંગળ, પણ આજ્ઞાધીનતા એ મહામંગળ ! સેવામંગળ કયારે ફળે ? આજ્ઞાધીનતા હોય તો ! ‘ભગવાને આ પ્રમાણે કહ્યું તે કહું છું " - આમાં આજ્ઞાધીનતા છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –– – કા નમસ્કારથી પણ આની માત્રા વધી જાય છે. આજ્ઞામાં પૂજા આવે કે નહિ ? આવે જ. પૂજામાં આજ્ઞા હોય પણ અને ન પણ હોય. પૂજા કરનાર આજ્ઞા ન માને તો ? આજ્ઞા પાળનાર ધર્મ કે માત્ર પૂજા કરી આજ્ઞા ન પાળનાર ? કહેવું જ પડશે કે, આજ્ઞાનો પાળનાર જ સાચો ધર્મ છે. ભગવાન શ્રી મહાવીરદેવ કોણ ? સિદ્ધપુરુષ - મોક્ષમાર્ગના દર્શક ! ઊંચકીને લઈ જનારા ન કહેતા ! એમની આજ્ઞા શા માટે ? મોક્ષ માટે ! એમની આજ્ઞા કઈ હોય ? ભોગની, રંગરાગની હોય ? નહિ જ ! એમની આજ્ઞામાં આત્મા રંગાયો કે મોહની સેનામાં નાસભાગ થાય જ. મોહને મુંઝવણ જ થાય. અનાર્ય દેશનો પાટવીકુંવર આદ્રકુમાર, શ્રી અભયકુમારે મોકલેલી શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને જોઈ કે ઝબક્યો . એવો ઝબક્યો કે માતાપિતા પણ સમજ્યાં કે કુમાર પલટાયો. રૂપરંગ ફર્યા નહોતા, પણ ખાવા, પીવા, બેસવા, ઊઠવાની એની બધી ક્રિયા લુખી થઈ ગઈ હતી. દેશ, જાતિ કુળ અનાર્ય હતાં છતાંય મૂર્તિદર્શનના યોગે ભાવના આર્યપણાની થઈ ગઈ. આજ્ઞાધીન આત્માની સંસારની ક્રિયા લુખ્ખી હોય કે રસમથી ? આજ્ઞાનો રંગ એ જ ભભૂતિ ! જો બીજી ભભૂતિ હોત, તો તો કોઈને સંસારમાં રહેવા ન દેત અને એવી ભભૂતિથી આવનાર પણ શું કરે? ચાર દિવસ રહે, પણ વાળ ખેંચાવવા પડે ત્યારે ! જુઓ આ નાના સાધુઓ કેવો લોચ કરે છે? એ ભાવના વિના કે ઇચ્છા વિના શક્ય છે ? માટે કહું છું કે પૂર્વના સંસ્કારોને સમજતાં શીખો. શ્રી જિનેશ્વરદેવના શાસનના સાધુપણાને ઓળખો. ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ જેવું છે. ઊંચું ચારિત્ર, ઘણું ઊંચું ચારિત્ર ગયું, પણ જે રહ્યું છે એની પણ જોડી નથી. અહીં રંગરાગ નથી કે ગાદીનો વારસો નથી. એટલે “આજ્ઞાનો અખંડ રંગ' એ સાચી ભભૂતિ છે. એ કોને લાગે ? સંસારની ક્રિયા જેની લખી પડી હોય તેને જ લાગે ! Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી : ♦ મંગલના ત્રણે પ્રકારો અને તે ત્રણેના હેતુઓ, તથા ‘મંગલ’ શબ્દનું નિર્વચન : ♦ ભક્તિ તથા ઉપદેશમાં પુનરુક્તિનો દોષ નથી ! ♦ મુનિનો પહેલો ગુણ નિ:સ્પૃહતા જોઈએ : ♦ બધેય મર્યાદા ન ચૂકો ! ♦ જિનદાસ શેઠની દીકરી : 37 • આચાર-વિચારની શુદ્ધિ કેળવો ! • જમાનાના પ્રવાહમાં ન તણાઓ ! વિષય : મંગળના પ્રકારો, હેતુઓ અને તેનું નિર્વચન. આ પ્રવચન મંગળ શબ્દની છણાવટ સાથે શરૂ થાય છે. ત્રણ પ્રકારનાં મંગળ બતાવ્યાં. ત્યાં શરૂઆતમાં પ્રભુવચનના અનુવાદને પણ મંગલ કહ્યું. સિદ્ધિ મેળવવા સાધના જરૂરી છે. સાધના આજ્ઞાનુસા૨ી જોઈએ. દરેક પ્રવૃત્તિમાં એ જ વાત હોવી જોઈએ. એ જ મંગળરૂપ છે. આ વાતો હિતકર હોવાથી ભક્તિની જેમ જ તેમાં પણ પુનરુક્તિ દોષ નથી. ઉપદેશક નિર્લેપ - નિરાશંસ હોય તો ધાર્યું પરિણામ આવે. આચારધર્મને ટકાવવા આજ્ઞાધીનતા ઉપરાંત દૃઢ શ્રદ્ધા અને ગમે તેવી પરિસ્થિતિમાં ટકવાનું ધૈર્ય જરૂરી છે - વગેરે વાતો જણાવતાં જિનદાસ શેઠની દીકરીના રાત્રિભોજનત્યાગ વ્રત દ્વારા જમાનાની હવાને દૂર કરી ધર્મ-સ્વૈર્ય કઈ રીતે સધાયું એ વાત સ્પષ્ટ કરી છે. મુલાકાતૃત • આ વીસમી સદીના કહેવાતા વિજ્ઞાનવાદના જમાનામાં, આત્મમુક્તિના માર્ગની સાધકદશા જ લુપ્તપ્રાયઃ થતી જાય છે, અને એ ઘણી જ ભયંકર બીના છે. • મુનિ રહે ગૃહસ્થની નિશ્રાથી, એટલે કે આહારપાણી વગેરે તો લે, પણ રહે કમળવત્ નિર્લેપ ! ગૃહસ્થભેળો ન ભળે. • વૃદ્ધ તે, કે જે આખા કુળને ધર્મના અંકુશમાં રાખે. ♦ મુનિ તો પાપથી બચે જ, પણ શ્રાવકમાં પણ જો જૈનકુળના આચાર હોય તો તે પણ દુનિયાનાં ઘણાં પાપોથી સહેજે બચે : કારણ કે શ્રાવકનું જીવન સહેજે મર્યાદિત થવું જોઈએ. • આચાર-વિચારની શુદ્ધિ વિના પ્રભુનો માર્ગ કઈ રીતે હૈયામાં પ્રવેશે ? ♦ ત્યાગ એ મોક્ષમાર્ગની સીડી છે. ૦ ચડતા લોહીને વિફરાવો નહિ, ઠારો પણ નહિ, પણ અંકુશમાં લો ! ♦ હવામાં, જમાનામાં, ઇચ્છામાં, મતિકલ્પનામાં ધર્મ નથી, ધર્મ તો આજ્ઞામાં જ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૭ઃ જમાનાની સ્લામાં ધર્મ નથી : મંગલના ત્રણ પ્રકારો અને તે ત્રણેના હેતુઓ, તથા “મંગલ' શબ્દનું નિર્વચન: ટીકાકાર મહર્ષિ શ્રી શિલાંકસૂરિજી મહારાજા પીઠિકામાં ફરમાવી ગયા કે, શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય સુખ માટે કોઈ બીજો ઉપાય જ નથી. એ અનુયોગ ચાર વિભાગમાં વહેંચાયો છે, જેમાં ચરણકરણાનુયોગ મુખ્ય છે. એનું પ્રતિપાદન કરનાર મુખ્યપણે પહેલું અંગસૂત્ર, આ શ્રી આચારાંગસૂત્ર છે, - જે પરમપદની પ્રાપ્તિનું કારણ છે. માટે વિપ્નમય છે. વિવિજ્ઞાનિ ! શ્રેય કાર્યોમાં વિઘ્નોની બહુલતા હોય છે. એ વિદ્ગોને જીતવામાં જે કાર્યોની સિદ્ધિ છે. વિદ્ગોને ખસેડવાની યોગ્ય પ્રવૃત્તિ આદરવામાં ન આવે, તો કાર્યસિદ્ધિ થાય નહિ, અને ધારેલી ધારણા પાર ન પડે. વિપ્ન હોય, ત્યાં મંગળમય ક્રિયા હોવી જોઈએ. મંગળ કરવાથી આત્માના પરિણામની શુદ્ધિ થાય અને તેથી વિઘ્નો આપોઆપ ખસી જાય છે. આથી જ ટીકાકાર મહર્ષિ કહે છે કે "अशेषप्रत्यूहोपशमनाय मङ्गलमभिधेयम्" સઘળાં વિનોના ઉપશમ માટે મંગલ કહેવા યોગ્ય છે.' આ પ્રમાણે કહીને તે મંગલના પ્રકારો, તે પ્રકારના હેતુઓ, અને ‘મંગલ' શબ્દનું નિર્વચન કરતાં, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે तच्चादिमध्यावसानभेदात्रिधा, तत्रादि मङ्गलं 'सुयं मे आउसं ! तेण भगवया एवमक्खाय' मित्यादि, अत्र च भगवद्वचनानुवादो मङ्गलम्, अथवा श्रुतमिति श्रुतज्ञानं, तच्च नन्द्यन्त:पातित्वान्मङ्गलमिति, एतच्चाविघ्नेनाभिलषितशास्त्रार्थपारगमनकारणं मध्यमङ्गलं लोकसाराध्ययन-पञ्चमोद्दशक-सूत्रं - ‘से जहा के वि हरए पडिपुण्णे चिट्ठई समंसि भोम्मे उवसन्तरए सारक्खमाणे' इत्यादि, अत्र च हृद्गुणैराचार्यगुणोत्कीर्तनम्, आचार्यश्च पञ्चनमस्कारान्तःपातित्वान्मालमिति, एतच्चाभिलषितशास्त्रार्थस्थिरीकरणार्थम्, अवसानमगलं नवमाध्ययनेऽवसानसूत्रम् 'अभिनिब्बुडे अमाई आवकहाए भगवं समियासी' अत्राभिनिवृत्तग्रहणं संसारमहातरुस्कन्दोच्छे दाऽविप्रतिपत्त्या ध्यानकारित्वान्मङ्खलमिति, एतच्च शिष्यप्रशिष्यसन्तान्नाव्यवच्छेदार्थमिति, अध्ययनगतसूत्रमङ्गलत्वप्रतिपादने नैवाध्ययनानामपि Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37 मङ्गलत्वमुक्तमेवेति न प्रतन्यते, सर्वमेव वा शास्त्रं मङ्गलं, ज्ञानरूपत्वात्, ज्ञानस्य च निर्जरार्थत्वात्, निर्जरार्थत्वेन च तस्याविप्रतिपत्तिः, यदुक्तं - 517 'जं अन्नाणी कम्मं खवेइ बहुयाइं वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो खवेई उस्सासमित्तेणं ।। १ ।। ' ' “मङ्गलशब्दनिरुक्तं च मां गालयत्यपनयति भवादिति मङ्गलं, मा भूद्गालो विघ्नो गालो वा नाशः शास्त्रस्येति मङ्गलमित्यादि, शेषं त्वाक्षेपपरिहारादिकमन्यतोऽवसेयमिति । તે મંગલ- ‘આદિ, મધ્ય અને અવસાન' એમ ત્રણ પ્રકારે છે. તેમાં ૧. પ્રથમ મંગલ- “સુર્ય મે આડસ ! તેનું માવવા વમવવાય"ઇત્યાદિ, આ પ્રથમ સૂત્ર છે. આ સૂત્રમાં ભગવાન શ્રી અરિહંતદેવના વચનનો અનુવાદ એ મંગલ છે અથવા ‘શ્રુતમ્ ' એટલે શ્રુતજ્ઞાન અને તે શ્રી નંદીસૂત્રની અંદરનું હોવાથી મંગલ છે. વળી આ મંગળ અભિલષિત શાસ્ત્રના અર્થને નિર્વિઘ્નપણે પાર પામવામાં કારણરૂપ છે. " ૨. મધ્ય મંગલ- “સે નન્હા . વિ દૂર પડિપુને ચિદ્રુફ સત્તિ મોમ્મે વસન્તરણ સારવામાળે ” ઇત્યાદિ, આ ‘લોકસાર' નામના પાંચમા અધ્યયનના પાંચમા ઉદ્દેશાનું સૂત્ર છે. આ સૂત્રમાં દ્રહના ગુણોથી આચાર્યના ગુણોનું ઉત્કીર્તન છે અને આચાર્યો નમસ્કારની અંદરના હોવાથી મંગલરૂપ છે. વળી આ મધ્ય મંગલ અભિલષિત શાસ્ત્રાર્થને સ્થિર કરવા માટે છે. ૩. અવસાન મંગલ- “મિનિનુg ગમા આવાણુ માનું સમિયાસી” આ નવમા અધ્યયનમાં આવતું અવસાન સૂત્ર છે. આ સૂત્રમાં ‘અભિનિવૃત્ત ’નું ગ્રહણ છે અને તે અવિવાદપણે સંસારરૂપ મહાવૃક્ષના સ્કંદના ઉચ્છેદ માટે ધ્યાન કરાવનારું હોવાથી મંગલ છે અને આ અવસાન મંગલ શિષ્ય અને પ્રશિષ્યની પરંપરાના અવિચ્છેદ માટે છે. .. આ ત્રણે મંગલોમાં અધ્યયનમાં રહેલાં સૂત્રોનું મંગલપણું પ્રતિપાદન કરવાથી, અધ્યયનોનું મંગલપણું પણ કહેવાઈ જ ગયું છે, માટે અધિક કહેવાની જરૂર નથી. અથવા શાસ્ત્ર, જ્ઞાનરૂપ હોવાથી અને જ્ઞાન નિર્જરા માટે હોવાથી સમગ્ર જ શાસ્ત્ર મંગલ છે. જ્ઞાનના નિર્જરાર્થ માટે કોઈ પણ જાતનો વિવાદ જ નથી, એટલે કે જ્ઞાન એ નિર્જરા માટે જ છે, એ નિર્વિવાદપણે ૨૪૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - સિદ્ધ છે, કારણ કે, જ્ઞાની પુરુષોએ પણ કહ્યું છે કે, અજ્ઞાની આત્મા ઘણી વર્ષકોટિઓએ કરીને (કરોડ વર્ષમાં)જે કર્મ ખપાવે છે, તે કર્મને મન, વચન અને કાયારૂપ ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત થયેલો આત્મા, એક શ્વાસોશ્વાસ કરીને ખપાવે છે. અને મંગલ' શબ્દનું નિર્વચન - “મારા આત્માને સંસારથી ગાળી નાખે તે મંગલ અથવા ‘જેનાથી શાસ્ત્રને વિઘ્ન ન થાય' અગર તો ‘શાસ્ત્રનો નાશ ન થાય તે મંગલ’ - આ પ્રમાણે છે. બાકી આ મંગલના વિષયમાં અનેક પ્રકારના આક્ષેપો (પ્રશ્નો) અને તે આક્ષેપોના પરિહાર (ઉત્તર) વગેરે અન્ય શાસ્ત્રોથી જાણવા યોગ્ય છે. સાધના વિના સાધ્યની સિદ્ધિ નથી જ થતી ! શ્રી ટીકાકાર મહર્ષિએ આદિ મંગલમાં ‘ભગવાનના વચનના અનુવાદને મંગલ તરીકે ઓળખાવેલ છે. એ ઉપરથી સાધક દશાનું આખું સ્વરૂપ તારવી શકાય છે. “પ્રભુના વચનનો અનુવાદ, એ આત્માને સંસારસાગરથી તારનાર છે.' – એ વાતને સમજનાર આત્મા, આ ઉપરથી ઘણું ઘણું સમજી શકે તેમ છે. પ્રભુવચનના અનુવાદને મંગલ તરીકે ઓળખાવેલ છે. એમાંથી ત્રણ વસ્તુ તારવી શકાય તેમ છે. એક તો તેમાં વસ્તુના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવનું સ્મરણ થાય છે. બીજું કહેલું જ કહેવું એ ધ્વનિત થાય છે, અને ત્રીજું એ કે કલ્યાણ તે અનંતજ્ઞાનીના કથનને અનુસરવામાં જ છે. “૧- પરમ ઉપકારી તારક પુરુષનું વાતવાતમાં સ્મરણ, ૨- તેની આજ્ઞા ઉપર અચળ વિશ્વાસ, અને ૩- તે જ કરવાનું, કે જે એ તારક પુરુષે ફરમાવ્યું.” આ ત્રણ વસ્તુ જેના અંતઃકરણમાં અંકાઈ જાય, તે ખરેખરો ભાગ્યવાન આત્મા છે. આ વીસમી સદીના કહેવાતા વિજ્ઞાનવાદના જમાનામાં, આત્મમુક્તિના માર્ગની આ સાધનદશા જ લુપ્તપ્રાયઃ થતી જાય છે, અને એ ઘણી જ ભયંકર બીના છે. જો મુક્તિરૂપ સાધ્યની સિદ્ધિ કરવી હોય, મુક્તિરૂપ સાધ્ય સાધવું હોય, તો સાધક બનવું જ પડશે. સાધક તે છે, કે જેને સિદ્ધપુરુષ પ્રત્યે પૂરો સદ્ભાવ હોય, સિદ્ધપુરુષની એકેએક આજ્ઞા પાળવાને જે આતુર હોય અને સિદ્ધપુરુષે ઉપદેશેલ એકેએક અનુષ્ઠાનને ઉલ્લસિત હૃદયે, જે સેવનાર અને સાચવનાર હોય. વ્યવહારમાં પણ વિદ્યાની સાધના કરનાર સાધક શું કરે છે ? Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37 ૨૪૩ વિદ્યાના આપનાર પ્રત્યે એને બહુમાન હોય છે, વિદ્યા આપનારની આજ્ઞાનો અમલ કરવા તે તૈયાર હોય છે, અને બતાવેલ અનુષ્ઠાનની ક્રિયા ગમે તેવી કઠિન હોય તો પણ મરણની પણ પરવા ન કરતાં તે સાધે છે. વિદ્યાની સાધના વખતે સાધક જો અનુષ્ઠાન ભૂલે, વિધિ ભૂલે અને આજ્ઞા ભૂલે તો વિદ્યાસિદ્ધિ ન થાય. તેમ આ મુક્તિના સાધક બનનારે પણ, સિદ્ધપુરુષ પ્રત્યે હૃદયનો સદ્ભાવ રાખવો જ પડશે, બહુમાન કરવું જ પડશે અને આશા ઉઠાવવી જ પડશે ! તથા અનુષ્ઠાનની આરાધના માટે સર્વસ્વ સમર્પવું જ જોઈશે. ગમે ત્યારે, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે કાળમાં, ગમે તે સંયોગોમાં સિદ્ધપુરુષની આજ્ઞામાં મક્કમ રહી બતાવેલાં અનુષ્ઠાન નહિ આરાધાય, ત્યાં સુધી સિદ્ધિ નહિ થાય. 519 ચોથા આરામાં જેટલા મોક્ષે ગયા, તે પણ સાધક બનીને જ ! પાંચમામાં અહીંથી નથી જઈ શકાતું, તેનું કારણ એ જ કે, આજ્ઞાનું સંપૂર્ણ પ્રકારે પાલન નથી થઈ શકતું. કોઈ પૂછે કે ‘ત્યારે હવે અનુષ્ઠાન સાધવાં શા માટે ? તો કહેવું કે, સામર્થ્ય મેળવવા માટે, જેથી ભવાંતરમાં તથાપ્રકારના સંયોગો મળે, કે જેથી સંપૂર્ણપણે આરાધી શકાય અને મુક્તિ થાય.' પૂરી સામગ્રી નથી મળી એટલી કમનસીબી માની, પુણ્યયોગે જેટલી સામગ્રી મળી છે તેની સાધના કરી, સાધ્યસિદ્ધિને સહેલી બનાવવાની ઘણી જ જરૂર છે. માટે સંપૂર્ણ શક્તિ કે સઘળાં સાધનના અભાવે, વસ્તુની શક્ય સાધનાનો પણ નાશ કરવાની મૂર્ખાઈ ન કરવી, એ જ હિતાવહ છે. પૂજામાં જે ઉત્તમ દ્રવ્યો જોઈએ, તે ન મેળવી શકાય તો અશક્તિ બતાવો, પણ ‘એના વિના ચાલે' - એમ ન કહો. જો એમ કહેવાની ભાવના આવે, તો જે થોડું પણ થાય તે પણ કિંમત વિનાનું થઈ જાય, અને પછી પરિણામે સાધકતા પણ ચાલી જાય. સભા ઃ મુક્તિનો રસ્તો તો બંધ છે ને ? : મુક્તિનો રસ્તો બંધ નથી. મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિએ જવાનું ચાલુ જ છે. અહીં આ કાળમાં તથાપ્રકારનાં સાધનો નથી, પણ તેવાં સાધનો ભવાંતરમાં મળે તેવા પ્રયત્નોનાં સાધનો તો મોજૂદ છે જ. તે સાધનોને સાધવા માટે પણ જોઈતી સાધકદશા તો આવવી જોઈએ. એ તો ચોક્કસ જ માની રાખવું કે, જ્ઞાનીઓએ ઉપદેશેલાં સાધનોની સાધના વિના, સાધ્યની સિદ્ધિ નથી જ થતી. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 520 ભક્તિ તથા ઉપદેશમાં પુનરુક્તિનો દોષ નથી ! અનંતજ્ઞાની આત્માઓએ એકાંત હિતની જ દૃષ્ટિએ ઉપદેશેલાં અનુષ્ઠાનોની આરાધના માટે, સ્વેચ્છાચારિતા તજી દઈને, આજ્ઞાધીનતા પ્રથમ જ સ્વીકારવી પડશે. આજ્ઞાધીનતા આવ્યા વિના, સાધકતા આવવાની જ નથી. સાધક સ્વાધીન હોય જ નહિ. “મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ' - આ ચાર જ્ઞાનના ધણી અને દ્વાદશાંગીના સ્વયંપ્રણેતા પણ સ્થળે સ્થળે એમ જ કહે છે કે કહું છું તે મારું નહિ, પણ ભગવાન શ્રી મહાવીરદેવે કહેલું કહું છું.' આનું જ નામ આજ્ઞાધીનતા અને એ મહામંગળરૂપ છે. આવા મહાપુરુષો પણ આજ્ઞાધીન, તો આપણે કોણ ? આપણી તો પૂરેપૂરી ફરજ એ જ છે કે એક પણ વિચાર, ઉચ્ચાર કે આચાર આજ્ઞાથી વિરુદ્ધ ન જાય, તેની સંપૂર્ણ કાળજી રાખવી. આ જાતની આજ્ઞાધીનતામાં ઉપકારીનું સ્મરણ, પૂજા, નમસ્કાર, સેવા બધું જ આવી જાય છે. વાતવાતમાં મારા ભગવાને આમ કહ્યું - મારા ભગવાને આમ કહ્યું એમ હૈયેથી બોલવા જેવી બીજી પૂજા દુનિયામાં છે પણ કઈ ? શ્રી સુધર્માસ્વામી એટલે કોણ ? આખા શાસનના શિરતાજ ! સાંભળનારાઓ કંઈ એમને કમ નહોતા માનતા, છતાંય એ મહાપુરુષ તો એમ જ કહેતા કે “મારા ભગવાન શ્રી મહાવીરે જે કહ્યું, તે એમની સેવામાં રહેતાં મેં સાંભળ્યું તે કહું છું.” આના જેવું આ વિશ્વમાં એક પણ મહામંગળ નથી. આ ભાવના આવે, તો અત્યારે બધું જીવન જ ફરી જાય. શ્રી જૈનશાસનની મહત્તા જ ત્યાં છે. દરેક લખનારા પૂર્વના મહાપુરુષો માટે આમ જ લખે છે, અને આવી જ વસ્તુ રહી છે. અને જેટલી રહી એટલી વસ્તુથી પણ શ્રી જિનેશ્વરદેવના માર્ગને વાસ્તવિક પામી શકાય છે. મહાપુરુષની આજ્ઞાને આધીન રહેવું, તે ખરેખર પરમ મંગલ જ છે. એ વાત સાચી, પણ એથી વારંવાર મહાપુરુષને આગળ લાવ્યા કરવા એ પુનરુક્તિ નથી ?' એમ પૂછનારને કહેવું કે “ભક્તિમાં પુનરુક્તિનો દોષ નથી. જેમ ભક્તિમાં પુનરુક્તિનો દોષ નથી, તેમ ઉપદેશમાં પણ ‘પુનરુક્તિ'નો દોષ નથી. ઉપદેશમાં પણ એક વાત અનેક વાર આવે. ઉપદેશનો હેતુ એક જ કે, સાંભળનારના હૃદયમાં જે વસ્તુ નાખવી છે, તે ગમે તે પ્રકારે પેસાડવી, માત્ર કહી જવું એ જ ઉપદેશ નહિ, પણ જેના હૃદયમાં ઉતારવાની ઇચ્છા હોય, તેને જે રીતે કહેવું ઘટે તે રીતે કહેવું. એ ઉપદેશ અને એ રીતે કહેવાની ઉપદેશકને છૂટ હોય છે. શરત એટલી કે ઉપદેશકમાં કેવળ ઉપકારબુદ્ધિ જ હોવી જોઈએ. ઉપદેશક કોઈ પણ રીતનો સ્વાર્થી ન હોવો જોઈએ. Page #261 -------------------------------------------------------------------------- ________________ 521 – ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37 --- ૨૪૫ મુનિનો પહેલો ગુણ નિઃસ્પૃહતા જોઈએ: ઉપદેશક, પરિગ્રહધારી લાલસાવાળો ‘તમે છો તો અમે છીએ' એવી ભાવનાવાળો ન જોઈએ. ગૃહસ્થોના આધારે અમે’, ‘તમે છો તો અમે છીએ” એ ભાવના ઉપદેશકમાં ન જોઈએ. એ આવ્યું એટલે બગડ્યું. ગૃહસ્થની વસ્તુનો ઉપયોગ કરાય, એ વાત જુદી ! મુનિ રહે ગૃહસ્થની નિશ્રાથી, એટલે કે આહારપાણી વગેરે તો લે, પણ રહે કમળવત્ નિર્લેપ ! ગૃહસ્થ ભેગો ન ભળે. કાદવમાં ઊગેલું અને પાણીથી વધેલું કમળ નોખું જ રહે છે. પાણીનો લેપ પણ કમળના પત્તાને ન લાગે. કમળના પત્તાને પાણી ભીનું ન બનાવે, તેમ સંયમરક્ષા માટે જોઈતાં સાધન માટે મુનિ ગૃહસ્થના પરિચયમાં આવે, પણ તેઓથી લેપાય તો નહિ જ ! જો એ અલગ ન રહે, “તમારાથી જ અમે એ ભાવના હોય, તો તો શાસ્ત્રની બધી વાત પાનાંમાં જ રહે. “મોર, પીંછાથી રળિયામણા' - એ રીતે તમારાથી અમે” એમ થાય તો તો અમે તમને શાસ્ત્રની વાત કહી શકીએ જ નહિ. માટે જ શાસ્ત્ર લોકહેરીને ત્યાજ્ય કહી છે. તમારાથી અમારી શોભા ખરી, પણ એમાં આ આગમ હોય તો ! તમારી જરૂર શા માટે ? તમારામાં આ મૂકવા માટે ! એ કયારે બને ? તમારાથી ખેંચાઈએ નહિ તો ! ખેંચાઈએ તો થઈ રહ્યું. મુનિનો પહેલો ગુણ તો નિઃસ્પૃહતા છે. શાસ્ત્ર મુનિ માટે કહ્યું કે તેણે મહાવ્રતધારી બનવું જોઈએ. પોતાના મહાવ્રતધારીપણાના પાલન માટે ધીર બનવું જોઈએ. તેની જ રક્ષા માટે ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવનારા બનવું જોઈએ. અને સામાયિકમાં જ રહેનારા તથા ધર્મના જ દેશક બનવું જોઈએ. ઉપદેશ દેવાના અધિકારી થવું, એ કાંઈ નાનું સૂનું છે ? કોઈ વાર ગરમ થવું પડે, તો કોઈ વાર નરમ થવું પડે. કોઈ વાત મધુરતાથી કહેવાય, તો કોઈ વાત જરા આઘાત પહોંચાડીને પણ કહેવી પડે. તો જ અસર નિપજાવી શકાય. જમીનના કચરાના પ્રમાણમાં ઘા ! જ્યાં કચરો વધારે, ત્યાં ઘા પણ વધારે ! એ વિના બીજ વાવવા જેવી જમીન બની શકતી નથી, માટે ઘાની તો જરૂર ખરી. ઘા કેવો, એ જમીન ઉપર આધાર રાખે છે. હિતકર વાત અમારે કહ્યું જ છૂટકો અને તમારે સાંભળે, ઝીલ્ય અને આચર્યે જ છૂટકે. કહે છે કે રોજ ને રોજ ટોણા કેમ મરાય ? મારે પણ મને કે કમને કહેવું પડે છે કે મીઠું મીઠું બોલું તો સો ગણી વાહ વાહ થાય, એ મૂકીને રોજની નાહક પાંચ-પચીસ ગાળો પણ સાંભળવાનું અને ઘોંઘાટ સહેવાનું કારણ શું? સમજ્યા ? ન સમજ્યા હો તો સમજો ! શાસ્ત્ર Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ કહે છે કે ખામી હોય તે સમજાવવી, ખામી કાઢવાના હેતુથી એ ખામીને સમજાવવી, હૃદયમાં ઉતારવા જે કહેવું પડે તે કહેતાં આંચકો ખાવો નહિ ! વાચકવર્ય શ્રી ઉમાસ્વાતીજી મહારાજે કહ્યું કે “સામો રોષ પામો કે તોષ પામો, પણ હિતકારી ભાષા અવશ્યમેવ કહેવી.” ભલે, એ આ તરફ વળે કે ન વળે, પણ કહેનારે તો હિતકારી ભાષા અવશ્યમેવ કહેવી જ જોઈએ. દરદી દવા લે કે ન લે, તેની પરવા નહિ, પણ સાચો ચિકિત્સક તો યોગ્યતા મુજબ કહી જ દે કે “મારી દવાનું સેવન કરવું હોય તો ખાટું, ખાટું, તીખું, તેલ, મરચું, આંબલી વગેરે કંઈ પણ નહિ ખવાય, અરે માત્ર મગના જ ઓસામણ ઉપર રહેવું પડશે !' દરદી જો “ના' કહે, તો સાચો નિર્લોભી વૈદ કહી દે કે “મારે તારી દવા કરી કલંકિત થવું નથી, માટે પાછો જા !” સભા : એવાની તો ઉપેક્ષા કરવાનું કહ્યું છે ને ! પ્રયત્ન કર્યા બાદ ઉપેક્ષા. સામાન્ય ઘોંઘાટથી ગભરાઈ જવાય નહિ. આપણે સર્વજ્ઞ થોડા છીએ કે બધી વાત માલૂમ પડે ! જ્યાં સુધી સામાનું થોડું પણ ભલું થવાની આશા હોય, સોમાં પાંચનું પણ ભલું થતું હોય એમ લાગે, ત્યાં સુધી પ્રયત્ન તો કરવાનો જ ! પછી ન થાય તો માનમ્ | અમારું પણ મંગલ અને તમારું પણ મંગલ થાઓ, એ જ ભાવના ! મને કે કમને ટોણા મારવાનો એક જ હેતુ કે હૃદયરૂપ ભૂમિ ઉપરથી દોષરૂપ કચરો ઊપડે, તો એ હૃદયરૂપ જમીનમાં કંઈક પેસે. તમને તો એમ થવું જોઈએ કે “વારંવાર આ ઘા કરવા પડે, એવું અમારામાં છે શું ?' તમને એની ચિંતા થવી જોઈએ. ઘેર બાવીસે કલાક ચિંતા રહે તો અસર થાય. આ દશા ન આવે, તો અસર થાય શી રીતે ? - હવે તમે જાણો છો કે ખરાબ વ્યાધિમાં ડૉક્ટરો પણ ઇંજેક્ષન મારે છે અને તે પણ એવું કે પાંચ ડિગ્રી તાવ લાવે એવું ! કારણ કે એ વિના છૂટકો નથી, એમ તેને લાગે છે. એમ જ ઉપદેશમાં પણ જરૂર હોય, ત્યાં કઠણ પણ કહેવું પડે. પણ શરત એ કે અનુગ્રહ બુદ્ધિમાં ભેદ ન થવો જોઈએ. દોષિત આત્મા પ્રત્યે પણ દુર્ભાવના ન થવી જોઈએ ! આટલી ગેરંટી અને એ હોય તો પછી સામાના રોષ કે તોષની પરવા ન રખાય. બધેય મર્યાદા ન ચૂકો! શ્રી સુધર્માસ્વામી ગણધર ભગવાન જેવાની આટલી આજ્ઞાધીનતા, તો પછી એમની અપેક્ષાએ આપણે તો તદ્દન અજ્ઞાની, કશી તાકાત વગરના, બોલવા-ચાલવાના પણ ભાન વગરના, લેવા-મૂકવાની પણ સમજ વગરના, Page #263 -------------------------------------------------------------------------- ________________ ses - ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37 – ૨૪૭ એવા આપણા માટે આજ્ઞાધીનતાની આવશ્યકતા કેટલી હોવી જોઈએ? આજ્ઞાહીન ક્યારે ન રહેવું પડે ? જ્યારે શ્રી જિનેશ્વર બનીએ ત્યારે એ ભવમાં ! છતાં એમને પણ દીક્ષાકાળ વખતે લોકાંતિક દેવો આવીને કહે છે કે “હે ભગવાન ! બોધ પામો, જગતના જીવોના હિતાર્થે ધર્મતીર્થ પ્રવર્તાવો !” ભગવાન તો બધું જાણતા હતા, છતાં ભગવાને એમ ન કહ્યું કે “અમે કંઈ નથી જાણતા ?” દીક્ષા લેવા જાય ત્યારે કુલવૃદ્ધાઓ સર્વોત્તમ હિતશિક્ષાઓ આપે છે અને પ્રભુ સાંભળે છે. શિખામણના શબ્દોની પ્રભુ પણ ઉપેક્ષા કરતા નથી. બધા જાણે છે કે પ્રભુ વિરાગી છે, પણ ઉમળકો આવ્યા વિના રહે નહિ, એમને એમ થાય જ કે અમારા કુળમાં જન્મેલો આત્મા ઊંચામાં ઊંચે સ્થાને જાય. જૈનકુળના વૃદ્ધો કોણ ? વૃદ્ધ તે, કે જે આખા કુળને ધર્મના અંકુશમાં રાખે. વડીલોના આશ્રય નીચે રહેવાનું નાનાને ફરમાન કર્યું, તે હેતુપૂર્વક છે. વડીલોની આજ્ઞા માનવી એ વાત તો પકડી લીધી, પણ વડીલે કેવા બનવું તે વાત છોડી દીધી. એ વાતને નેવે ચડાવી. માતા-પિતા તથા વડીલની આજ્ઞામાં રહેવું જોઈએ, એ શા માટે ? વડીલો બાળકના હિતાહિતને સમજી શકે છે અને બાળકને હિતાહિતની ખબર પડતી નથી માટે ! તો પછી વડીલોએ વડીલ બનવાનો પ્રયત્ન કરવો પડે કે નહિ ? ભગવાને તો બધુંય કહ્યું : વડીલની આજ્ઞા માનવાનું પણ કહ્યું અને વડીલે કેવા બનવું એ પણ કહ્યું. ભક્તિ, વિનય, મર્યાદા સંબંધી પણ કહ્યું. બધામાં ભગવાને મર્યાદા બાંધી કે નહિ ? વિનય કહ્યો, પણ બધેય નમવાનું ન કહ્યું ! ક્યાં નમવું ? જ્યાં નમવા યોગ્ય હોય ત્યાં ! ભક્તિમાં પણ મર્યાદા, અરે મર્યાદા સાચવવામાંયે મર્યાદા ! મર્યાદા ક્યાં સુધી સાચવવી, તે માટે મુનિને કહ્યું કે, ગુરુ કાગડાને ધોળ કહે, દિવસને રાત કહે, રાતને દિવસ કહે : તો પણ શિષ્યપ્રમાણ' કહે, કબૂલ કરે, પણ ક્યારે ? ગુરુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય તો ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેતા ગુરુ અયોગ્ય કહે જ નહિ, એટલે તેઓ જે કહે તેમાં જરૂર મહત્ત્વનું કારણ હોય જ. ગુરુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય ત્યાં સુધી બધું જ કબૂલ, નહિ તો નહિ જ. મર્યાદા બધે. આ મર્યાદાનું પાલન ન કરીએ, તો જૈનત્વ ખીલે શી રીતે ? જૈનકુળના આચાર-વિચાર કાયમ હોત, તો જોઈતું જ શું હતું ? એમાં બધું જ હતું, પણ આજે એનું જ ઠેકાણું નથી અને એના નાશના જ પ્રયત્નો ચાલી રહ્યા છે. જૈનકુળના આચાર શોધવા નીકળીએ, તો બહુ થોડે જ ઠેકાણે જોવા Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ પડશે, બહુ થોડે ઠેકાણે એનો અર્થ શો ? બીજામાં ન જ હોય એ ભાવના નથી. પણ ઘટી ગયા એ ભાવ છે. આગળ તો આંગણા ઉપરથી પરખાય કે આ જૈન છે. ઘરમાં પેસતાં સંસ્કારથી અને વાતાવરણથી જ જૈનત્વની પ્રતીતિ થાય. જિનદાસ શેઠની દીકરી : જિનદાસ શેઠને એક દીકરી હતી. એ ગુણનિષ્પક્ષ નામધારી શેઠે વિચાર્યું કે ‘દીકરી દેવી પડે તો ક્યાં દેવી ?' શબ્દો યાદ રાખો ! દેવી નહિ, પણ દેવી પડે તો ક્યાં દેવી ? ધર્મને બાધ ન આવે ત્યાં. સમાન આચાર, સમાન વિચાર, સમાન શીલકુળ હોય ત્યાં ! એવું સ્થાન મનમાનતું ન મળવાથી, દીકરી મોટી થઈ છે પણ કુંવારી છે. એવામાં બહારગામનો એક મિથ્યાદૃષ્ટિ વેપારી આવે છે. મંદિરે જતી તે રૂપલાવણ્યવતી બાળાને જોઈ, આને અનુરાગ થાય છે. પોતે જ્યાં ઊતર્યો છે ત્યાં પૂછપરછ કરતાં માલૂમ પડે છે કે એ તો શ્રી જિનદાસની દીકરી છે, કુંવારી છે અને જૈનધર્મીને જ દેવાની છે. એ તો વિષયાધીન બન્યો હતો. તરત પોતે જૈનસાધુ પાસે ગયો ! વિધિવિધાન શીખી લીધાં. બનાવટી પરમવ્રતધારી શ્રાવક બની, એ જ જિનદાસનો મહેમાન થયો. ત્યાં જ ઉતારો કર્યો. ત્રિકાલપૂજન, આવશ્યક ક્રિયાદિ જોઈ જિનદાસ ઠગાયા અને એને યોગ્ય માની, પોતાની પુત્રી એની સાથે પરણાવી. થોડા દિવસ પછી એ પોતાને ગામ ગયો. સ્ત્રી પણ સાથે ગઈ. ત્યાં ઘરમાં પેસતાં જ સ્ત્રીએ જાણ્યું કે ‘મારા પિતાજી ઠગાયા !' આ બનાવટી શ્રાવક બન્યા હતા, પણ ઘરમાં તો કાંઈ હતું જ નહિ. કઈ રીતના એ જૈનકુળના આચારવિચાર હશે, કે જેમાં પળોટાયેલી આ સંસ્કારી બાળા ઘરમાં પેસતાં જ જાણી શકી કે ‘મારા પિતાજી ઠગાયા !' 524 મુનિ તો પાપથી બચે જ, પણ શ્રાવકમાં પણ જો જૈનકુળના આચાર હોય, તો તે પણ દુનિયાનાં ઘણાં પાપોથી સહેજે બચે : કારણ કે શ્રાવકનું જીવન સહેજે મર્યાદિત થવું જોઈએ. હવે એ બાળા ઉપર અહીં અનેક જાતનાં આક્રમણો શરૂ થયાં. એની ધાર્મિક ક્રિયા ઉપર પણ અંકુશ મુકાવા માંડ્યા : ‘આ નહિ, આ નહિ, પણ આ.’ એમ એના પ્રત્યે વર્તાવા માંડ્યું. રાત્રે જમવાની વાત આવી, ત્યારે સ્ત્રીએ કહી દીધું કે ‘મારે એક જ વાર જમવું છે.’ જેમ જેમ અંકુશ મુકાતા ગયા, તેમ તેમ પોતાના આચારમાં કડકાશ વેઠવી પડી. સ્ત્રીએ જણાવ્યું કે ‘તકલીફ વેઠીને પણ હું મારા આચારનું પાલન કરીશ, પણ મારી ખાતર તમને ઉત્પાતનું કારણ નહિ રાખું.' આટલું છતાં કુટુંબ કહે કે ‘આપણે આમ કરીએ Page #265 -------------------------------------------------------------------------- ________________ 525 - ૧૭ઃ જમાનાની હવામાં ધર્મ નથી – 3 – – ૨૪૯ અને આ કેમ આમ કરે ?' રોજ તોફાન. અંતે કુટુંબ નારાજ થયું. પતિની ઇચ્છા પહેલાં તો એવી હતી કે “એ એને ફાવે તેમ ભલે વર્તે !” પણ કુટુંબે એની પણ ભાવના પલટાવી નાખી. બધાંએ ભેગાં થઈ કહ્યું કે, “તું આ ઘરમાં રહેવા લાયક નથી, માટે જા !” સ્ત્રી કહે કે હું ન જાઉં, જાઉં તો દુનિયા શું કહે ? તમે નારાજ હો તો જે રીતે લેવા આવ્યા હતા, તે રીતે મારા પિતાને ત્યાં મૂકી જાઓ. ત્યાં કહો કે આ કારણથી અમને આ પાલવતી નથી. મેં બીજું તો તમારુ કાંઈ બગાડ્યું નથી. મારે ઘરની કે દુનિયાના સુખની પરવા નથી. પરિણામે કુટુંબ મૂકવા જાય છે. રસ્તામાં એક ગામ આવે છે. ત્યાં સ્ત્રીના સસરાનાં સગાંવહાલાં રહે છે, એ આ બધાને પોતાને ત્યાં તેડી જાય છે. રાત પડી છે, રસોઈ થાય છે, જમવા બોલાવે છે. પેલા કુટુંબીઓ અહીં તાગડો રચે છે. એમનો હેતુ એ છે કે કંઈ કરતાં આ પથરો પીગળે. પથરો કોણ છે, તે વાત જુદી છે પણ એ જાણે કોણ ? કુટુંબીઓ પેલા બધાને કહે છે કે “વહુ ભૂખી છે. એ ન જમે ત્યાં સુધી અમારાથી ન જમાય !' પેલાઓ સ્ત્રીને કહે છે કે “ઊઠો, જમવા ચાલો, અમારી રસોઈ બગડે છે અને તમારા જમ્યા વિના આ બધાં ભૂખ્યાં રહે છે.” સ્ત્રીએ કહ્યું : “મારે જમવું નથી, ન જમવા ખાતર તો ઘર છોડવું પડે છે.” સગાંવહાલાં બોલ્યા : “તારી ખાતર આ બધાં ભૂખ્યાં રહે છે એ ?” સ્ત્રી બોલી: તે એ જાણે. ભૂખ્યાં રહેશે તોયે કાંઈ રાતમાં મરી જાય, એમ હું માનતી નથી. પાપમાં અનુમતિ આપવી એનું નામ દયા નથી.” આ સ્ત્રી શ્રાવક કુળના સંસ્કારવાળી છે. સંસ્કારને લઈને આ દઢતા છે. આવા શિક્ષણની જરૂર છે કે જેને લઈને આટલા વિરોધમાં પણ આ સ્ત્રી ચળતી નથી. શિક્ષણ તે, કે જેનાથી આચાર-વિચારમાં શુદ્ધિ આવે. આચાર-વિચાર જોઈ શિર ઝુકાવવાં પડે. બધાં થાક્યાં ત્યારે કુટુંબીઓએ નવો રસ્તો કાઢ્યો કે એ પીરસે તો જમીએ !' પેલા સગાંઓ કહે છે કે હવે તો વાંધો નથીને ? પીરસવામાં શું વાંધો ?' સ્ત્રી પીરસવાની પણ “ના” પાડે છે. કહે છે કે “જે હું કરું નહિ, તેમાં નિમિત્ત કેમ થાઉં ?” સગાં વહાલા બોલે છે : “તું ખાય પણ નહિ અને ખાવા પણ ન દે ?” સ્ત્રીએ કહ્યું: “હું ક્યાં હાથ પકડું છું? બધાં નારાજ થયાં. પેલાઓને થોડાં જ ભૂખ્યાં રહેવું હતું! એ તો જમ્યાં. સ્ત્રી ન જમી. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ —— આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – –– આચાર-વિચારની શુદ્ધિ કેળવે! માનીએ કે તેવી દઢતા ભલે આજે ન પણ હોય, પણ આજના પ્રમાણમાં જે જોઈએ તે તો હોય ને ! તમે તમારા આડતિયાને ઘેર જાઓ ને ધારો તો બચી શકોને ! પણ આજ તો નિયમ લેનારામાંનો મોટો ભાગ એવો નીકળે છે કે ઘરમાં નિયમ અને બહાર છુટ્ટી ! ઘરમાં બંધી અને બહાર નહિ, એનું કારણ ? ગૃહસ્થ બહાર મુસાફરીમાં નીકળે, ત્યારે તપાસજો ! એમની ટૂંકમાં તથા બિસ્તરામાં શું હોય ? બધું હોય, પણ ન શું હોય ? ધર્મક્રિયાનાં સાધનો ન હોય ! પૌષધ, પૂજા-સેવાનાં સાધનો કે સામાયિક આદિનાં સાધનો ન હોય ! સારા સારાના પણ આચાર-વિચાર બગડ્યા છે, એમ હું કહું છું. એમાં ખોટું શું કહું છું ? સારા ગણાતાં માણસોના આચાર-વિચારમાં પણ કેવી ભયંકર ખામીઓ આવી ગઈ છે ? તમે બહાર નીકળો, ત્યારે જૈન તરીકે ઓળખાવાનું ચિહ્ન શું ? જાતિ સિવાય કઈ કાર્યવાહી તમારું જૈનત્વ જણાવે એવી છે? તમારા આડતિયાને ઘેર જમવા પાટલે બેસો, ત્યારે અમુક ચીજ આવે અને ન ખાઓ, તો સામાને ચીવટ પણ થાય અને કહી પણ દે કે “આ મહેમાન આવે ત્યારે સાચવજો.” એ તો સાચવવું પણ તમારે સચવાવવું છે ક્યાં? પોલ જ તમારામાં છે. રાતે ન ખાઓ, તો એ જ તમારા માટે વહેલું રંધાવે, તમને વહેલા જમાડવાની કાળજી રાખે, અને વહેલા જમાડે. તમારા યોગે એટલા દિવસ એ પણ વહેલા જમે અને એમાં જો અસર થઈ જાય, સમજાઈ જાય, તો ધર્મદષ્ટિએ અગર સામાન્ય હિતાહિતની દૃષ્ટિએ એ પણ, રાત્રિભોજન બંધ કરે. પણ તમારામાં હોય તો ને ! તમારા ઘરે જ એ પોલ જોઈ રહ્યા હોય, ત્યાં થાય શું? આચાર-વિચાર ગયા, એટલે બુદ્ધિ બગડી અને તેથી શ્રદ્ધા ગઈ. પૂજા-સેવાનું ઠેકાણું રહ્યું નહિ. સેંકડે પાંચદશ ટકા હોય તો બહુ બહુ એમ ને ? સભા એમાંથીયે ઘસાતા જાય છે. ત્યારે તમને સારા સારા શી રીતે કહ્યા કરવા ? સભા : નહિ, બરાબર હોય તેવું કહેવું જ જોઈએ. ધૂસેલા અનાચારો માટે ભયંકર પણ કહેવું પડે. એને શાસ્ત્ર ટીકા નથી કહી. છો તેવા ઓળખાવાય નહિ, તો કદી હિત થવાનું નથી. કૃપણને દાનવીર કહેવાથી શું થાય ? કૃપણ પણ ડાહ્યો હોય, તો કહી દે કે “અમને દાનવીર, Page #267 -------------------------------------------------------------------------- ________________ 527 --- ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37 - ૨૫૧ શૂરવીર, ધર્મવીર કહી ખોટી પ્રશંસા ન કરો, એથી તો ઊલટી અમારી જિંદગી બગડે.” કેવળ રાજી રાખવામાં, કહેનાર કે સાંભળનાર બેમાંથી એકનું પણ કલ્યાણ નથી. આચાર-વિચારમાં હાનિ છતાં, જો ન કહેવામાં આવે તો અમે પણ અમારી ફરજથી ચૂકીએ છીએ અને ત્યાંના બગાડની અસર અહીં પણ થાય. ધર્મના સુસંસ્કારનો લોપ થતો જાય છે. જૈનકુળને ઓળખાવનારા સંસ્કારોનો લોપ થાય, એ લાંછન ઓછું છે? રીતભાત, કાર્યવાહી, વગેરે એવું જોઈએ, કે જેથી દેખનારને એમ થાય કે આ કોઈ જુદા છે. રાજ્ય કરે છે એ પ્રજા તરફ જુઓ. ગમે તે દેશમાં એનો વેશ વગેરે કંઈ ગયું? એને જાતનું અભિમાન છે, ત્યારે અહીં કઈ દશા છે ? જૈન બચ્ચાને રાત્રે હોટલમાં જતાં જરા પણ શરમ આવે છે ? સભા : સ્વાદ આવે છે. આટલું છતાં કહે છે કે ટીકા ન થાય. સભા પાકા જ્ઞાન માટે. ખરેખરું પાકું જ્ઞાન ! તે ઘડી તો નીચું મોટું કરવું જોઈએ. પોતાના આચારવિચારની કાળજી પૂરેપૂરી રાખવી જોઈએ. જે-તે અને જ્યાં-ત્યાં ખાવું, પીવું એ જૈન તરીકે નહિ છાજતું છે. શાસ્ત્ર કહે છે કે પાપી કદાચ અજ્ઞાન દુનિયાથી છૂપો રહે, પણ તે તો હૃદયમાં સમજે જ કે હું પૂરો પાપી છું. હું તમને કહું છું કે જેવા છો તેવા ઓળખાવાનું પણ' કરો. આચાર-વિચારની શુદ્ધિ વિના પ્રભુનો માર્ગ કઈ રીતે હૈયામાં પ્રવેશે ? જમાનાની હવામાં ધર્મ નથીઃ જ્ઞાનીએ ત્યાગને મોક્ષમાર્ગની સીડી કહી છે. શક્તિ મુજબ ત્યાગને કેળવવો જ જોઈએ. આ શાસનની યોજના ઘણી જ સુંદર છે. વગર પૈસે ધર્મ સધાય. દાન, શીલ, તપ, ભાવ - બધું વગર પૈસે પણ થાય. હૃદયની ઉદારતા, સદાચાર સહિષ્ણુતા, અને ઉત્તમ વિચારો, આમાં ક્યાં પૈસો જોઈએ ? હૃદયની ઉદારતા એટલે બધાનું ભલું ઇચ્છવું, દુશ્મનનું પણ ભલું ઇચ્છવું. એ જેવું તેવું દાન છે? હોય તેમાંથી, થોડામાંથી થોડું પણ દઈને ખાવું. શીલ એટલે વ્રતધારણ, ઉત્તમ આચાર, બ્રહ્મચર્ય, પરનારી ત્યાગ વગેરે. તપ તો જાણો છો. સહિષ્ણુતા એ તપ. ખાવામાં વિવેક એ પણ તપ રસત્યાગ, ઉણોદરી આ બધું તપ. ભોજન આદિમાં પણ એવો વિવેકી રહે કે તે જમીને ઊઠવા પછી તેની થાળી એવી સ્વચ્છ હોય, કે જે જોઈને ઘાટી પણ આશ્ચર્ય પામે. પણ કહોને કે ખાતાં પણ નથી આવડતું. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - 528 થાળી સાફ થાય એમ જમતાં પણ નથી આવડતું. શ્રાવક જેમાં જમ્યો હોય, એ થાળી જોઈ ચીતરી ચડે એવી હોય ? બે લોચા આમ ને બે લોચા આમ પડ્યા હોય એવું હોય? એઠું બે ઘડી રહ્યા બાદ, એમાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્ય પેદા થાય છે એ માલૂમ છે ને ! દેરાસરમાં પાણીનું સાધન રહે છે, ત્યાં પણ શી દશા છે ? એ પણ વિચારો. બહારથી આવતા હોય, પાનના ડૂચા તો ચવાતા જ હોય, આ પાણી પીધું ને આ પ્યાલો બોળ્યો ! મુદ્દો એ છે કે વિવેક ક્યાં સુધી ભુલાયો છે, તે સમજો. ધર્મસ્થાનમાં પણ કેટલી કાળજીનો અભાવ છે તે વિચારો ! નોકારશીમાં કે સ્વામીવાત્સલ્યમાં જમવા જવું, ત્યાં શા માટે વધુ લેવું કે જેથી એઠું મૂકવું પડે ? લોલુપતા એ જ કારણ. ફરી નહિ આવે તો ? એટલા માટે ડબલ લે. પછી પડતું મૂકે. માલ કોનો, એ વિચાર્યું છે? જમવા જનારની ભાવના કઈ હોય ? જમાડનાર રૂપ-રંગને જમાડે છે, લક્ષ્મીને જમાડે છે, કે ધર્મના યોગે જમાડે છે ? અરે કહોને કે ત્યાં એ પચીસ જણા જમતા હોય, ત્યાં જ છવીસમો કોઈ એક ધર્માત્મા જમતો હોય, તો પેલા ‘ભગતડો-ભગતડો' કહી મશ્કરી કરે ! પેલો થાળી ધોઈ પાણી પીએ, તો પેલા પચીસે કાગડાની જેમ સળગીને મશ્કરી ફરે ! પેલાને એમ થાય કે, આવા નરાધમો પાસે ક્યાં આવીને બેઠો ! એમાં જો એ જરા ઢીલો થાય, એને એમ થાય કે “આજે થાળી ધોઈ નહિ પીઉં તો એ પણ પોતાની ફરજ ચૂકે. આ દશામાં ત્યાગ શેનો ગમે ? અયોગ્ય સંસ્કારને ફેરવો, તો આચાર-વિચાર તરફ રુચિ થાય. અત્યારે તો વસ્તુ શોધવી મુશ્કેલ થઈ પડી છે. ચડતા લોહીને વિફરાવો નહિ, ઠારો પણ નહિ, પણ અંકુશમાં લો ! હજી તો માન્યતાનો અંકુશ ક્યાં છે ? હવામાં, જમાનામાં, ઇચ્છામાં, મતિકલ્પનામાં ધર્મ નથી, એ ભાવના ક્યાં છે ? જો દુનિયા એમ જ કહે કે બધાએ સમયની પાછળ ચાલવું, તો તો છે તે પણ નષ્ટ થશે. હવા એ ધર્મ નહિ, પણ ધર્મ તો શ્રી જિનેશ્વરદેવે કહ્યો તે ! આટલા પણ અંકુશનો સ્વીકાર થાય, તો હમણાં ધર્મની જિજ્ઞાસા પ્રગટ થાય અને એ જિજ્ઞાસા પ્રગટ થાય, એટલે આપોઆપ આત્મા ધર્મ શોધે અને પછી બધું જ થાય. એના એ સો ગણું કામ આપે. “જમાનો એ ધર્મ નથી” એ વાત તો પ્રથમ નિશ્ચિત થવી જ જોઈએ. શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો દ્વિતીય ભાગ સમાપ્ત Page #269 -------------------------------------------------------------------------- ________________ સન્માર્ગ પ્રકાશનની શ્રુતસેવાનો આછેરો આલેખ પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા ૧. સુખની ચાવી ૩૧. મહાત્મા ઇલાતીપુત્ર ૨. ઇષ્ટપ્રાપ્તિના ઉપાયો ૩૨. એકમાત્ર શરણ ૩. સંતોષ એટલે શું? ૩૩. મૃત્યુ અને મંગળ ૪. યુવાનીની સફળતા ૩૪. અઢાર સદાચાર પ. ઊગતી પ્રજાના ઘડવૈયાઓને ૩૫. રોહગુપ્ત અને સિદ્ધસેન ૬. માનવનું કર્તવ્ય ૩૭. જૈનધર્મ એટલે સો ટચનું સોનું ૭. માનવજીવનની સાર્થકતા ૩૭. સ્યાદ્વાદ ૮. જીવનમાં ધર્મની જરૂર ૩૮. જેનશાસન એક અરીસો ૯. ધર્મનું રહસ્ય ૩૯. આત્મા અને મોક્ષ ૧૦. સફળતાનો માર્ગ ૪૦. રાજા વસુ ૧૧. જૈન ધર્મની આછેરી ઝલક ૪૧. જયવંતી જિનાજ્ઞા ૧૨. સિદ્ધિસાધક સાધના ૪૨. અસ્પૃશ્યતા અને શ્રી જૈનશાસન ૧૩. બ્રહાચર્ય ૪૩. વિનય, માતા-પિતાનો ૧૪. મમતા ૪૪. આત્મસેવા ૧૫. આંધળાને આરસી (મોદીની વાર્તા) ૪૫. કામના અને સિદ્ધિ ૧૦. અરિહંત થનારા આત્માઓ ૪૬. પ્રગતિની દિશા શ્રી ઘન્ના સાર્થવાહ અને શ્રી નયસાર ૪૭. ઉન્નતિના ઉપાયો ૧૭. રાજર્ષિ કુમારપાળ ૪૮. લોકપ્રિયતા ૧૮. અણુમાંથી મેરુ (શ્રી શાલિભદ્ર) ૪૯. શેઠ સુદર્શન ૧૯. મેરુમાંથી અણુ ૫૦. સદાચાર (શ્રી ઝાંઝરિયા મુનિવર) ૫૧. ઉદારતા ૨૦. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-૧ પર. લોકાપવાદ ૨૧. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-૨ ૫૩. દશ દષ્ટાંતે દુર્લભ માનવજન્મ ૨૨. જીવ અને જગત ૫૪. સાચો ઝવેરી ૨૩. પ્રગતિનાં મંડાણ પપ. ગુરુવચનનો મહિમા ૨૪. વિશ્વધર્મ પક. તે આંતરશત્રુઓ ૨૫. ભાવના એક રસાયણ ૫૭. વિધિમાર્ગની સ્થાપના ૨૦. ચાંપો વાણિયો ૫૮. બીજાનું કરી છૂટો! ૨૭. પાત્ર સુવર્ણનું પાન સુરાનું પ૯. વાણીનો વપરાશ ૨૮. સુખ અને સુખનો માર્ગ ૩૦. દુઃખમાં દીન ન બનો ! ૨૯. સાચું સુખ ક્યાં? સુખમાં લીન ન બનો ૩૦. સંસાર અસાર છે. ૬૧. આવક-જાવકના સાચા-ખોટા માર્ગો Page #270 -------------------------------------------------------------------------- ________________ ૬૨. સાત વ્યસન ૯૫. સાચી ઉદારતા ૧૩. માંસ : આહાર કે સંહાર ૯૬. આત્માની ઉન્નતિ ૬૪. જિનપૂજા અને તેનું ફળ ૯૭. સર્વકળામાં શ્રેષ્ઠ ધર્મકળા ફપ. શ્રેષ્ઠીપુત્ર સુજાત ૯૮. સાધનામાં બાધક-પૂર્વગ્રહ ૧૬. સાધ્ય અને સાધન ૯૯. પ્રશસ્ત-અપ્રશસ્તનો વિવેક ૬૭. ધર્મમાં ભાવની અનિવાર્યતા (૧00. કષાયોનો સાચો ઉપયોગ ૬૮. શ્રદ્ધાદીપ ૬૯. ધાર્મિક શિક્ષણ અને પાઠશાળા ૧૦૧. મહાભિનિષ્ક્રમણ કરતાં પૂર્વે ૧૦૨. નિમિત્તોની અસર ૭૦. સાધર્મિક વાત્સલ્ય ૭૧. જૈનત્વની સફળતાનો પાયો ૧૦૩. શાસ્ત્રરચનાનો શુભાશય ૭૨. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ ૧૦૪. શ્રી જિનેશ્વરદેવની ચાર આશાઓ ૭૩. શ્રમણ જીવનની શ્રેષ્ઠતા ૧૦૫. જેન કહો કર્યું હોવે? ૭૪. જૈન દીક્ષા માટે સ્વજનોની સંમતિ ૧૦૬. આજ્ઞાનો આદર આવશ્યક ખરી? ૧૦૭. ધર્મયોવન અને વલ્કલીરી ૭૫. જૈન દીક્ષા અંગે પત્રકારોનું વલણ ૧૦૮. ગૌતમ નામે નવે નિધાન ૭૭. જગતનું જવાહર જૈનાચાર્ય ૧૦૯. ભગવાને ભાખ્યા ભાવિના લેખ ૭૭. મુક્તિનું ધ્યેય સાચું શ્રેય? ૧૧૦. સમ્યગ્દર્શન ૭૮. રત્નત્રયીરૂપ તીર્થ કિંમતઃ કોઈપણ એક પુસ્તક રૂ. ૭/૭૯. સૌને ગમતા સુખનું મૂળ એક વર્ષનો સેટ રૂ. ૧૨પ-૦૦, પૂરા ૮૦. સાચો શિષ્ય અંગર્ષિ ૮૧. શ્વેતાંબર અને દિગંબર એકસો આઠ પુસ્તકોનો સેટ રૂ. ૬રપવચ્ચેનો તફાવત ૧૩૧. રામાયણનો રસાસ્વાદ રૂ.૭૫ ૮૨. પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી? |૧૩૨. શ્રી જૈન શાસનની મિલકત રૂ.૨૦ ૩. તારનાર પણ તારે કોને ? ૧૩૩. આત્માની ત્રણ અવસ્થાઓ રૂ.૨૦ ૮૪. સાદ અંતરનો: નાદ મુક્તિનો ૧૩૪. સનાતન સત્યનો સાક્ષાત્કાર રૂ.૪૦ ૮૫. ચિંતા અને આત્મચિંતા ૧૩૫. આર્ય સંસ્કૃતિનો આદર્શ રૂ.૧૦૦ ૮૬. ધર્મરક્ષા ૮૭. ધર્મ ક્યારે અને કોને અપાય ? નોધઃ ૧૧૧થી ૧૧૭ ક્રમાંક રૂપે આચારાંગ ૮૮. આત્મધર્મ સૂત્રનાં (ધૂતાધ્યયન) વ્યાખ્યાનો - ભાગ૨૯. માનવ-કર્તવ્યની દિશા ૧ થી ૭ આ સાથે પ્રકાશિત થઈ રહ્યા છે. ૯૦. સાત્ત્વિક વિચારણા આગામી ભાગ-૮ થી ૧૬ ટૂંક સમયમાં ૯૧. સુખનાં સાધન પ્રકાશિત થશે. ભાગ-૧ થી ૧૬નો સંપૂર્ણ ૯૨. યુવાવસ્થા સેટ રૂ. ૨૦૦૦-૦૦ ૯૩. યુવાનને શિક્ષણ ૯૪. સાચી શાંતિ (આ સેટના પુસ્તકો છૂટક અપાશે નહિ.) पू. आ. श्री वि. रामचंद्रसूरि हिंदी ग्रंथमाला નૈન " શી વિ જીવ ૭-૦૦ Page #271 -------------------------------------------------------------------------- ________________ જ પ્રવચન પ્રભાવક ગ્રંથમાળા જ કે અન્ય પ્રકાશનો આ ૧. પ્રવચનનું પ્રતિબિંબ ૫૦-૦૦ ૦ સન્માર્ગદર્શન ભાગ-૧ ૫૦-૦૦ ૨. નવપદ ઉપાસના ૫૦-૦૦ ૦ સન્માર્ગદર્શન ભાગ-૨ ૫૦-૦૦ ૩. નવપદના ઉપાસકો - મૃત્યુની મંગળ પળે શ્રીપાળ-મયણા ૫૦-૦૦ સમાધિની સાધના ૫૦-૦૦ ૪. સાધના જીવનના ચડાવ ઉતાર ૨૦-૦૦ ૦ અહંન્નમસ્કારાવલી ૨૦-૦૦ ૫. પ્રાર્થના સુત્રના માધ્યમે અરિહંતના અતિશયો ૭૫-૦૦ પરમાત્માને પ્રાર્થના ૨૦-૦૦ ૦દ્રવ્યસપ્તતિકા. ૧૦૦-૦૦ ૬.જિનાજ્ઞા પરમ મંત્ર ૨૫-૦૦ ૦ પ્રેરક પરિવર્તન ૫૦-૦૦ ૭. માર્ગ : દુઃખમુક્તિનો અને અગમ્ય જીવસૃષ્ટિ પ-00 સુખપ્રાપ્તિનો ૪૦-૦૦ ૦વિશ્વવિજ્ઞાન પ્રાચીન અને નવીન ૫૦-૦૦ ૮. આત્મા જ સંસાર આત્મા જ મોક્ષ ૧પ-૦૦ ૦ ભાવ પ્રતિકમણનું તાળું ખોલો ૫૦-૦૦ ૯. જિનાજ્ઞા જીવનમંત્ર 10-00 (પચ પ્રતિક્રમણ શબ્દાર્થ-ભાવાર્થ સહિત) ૧૦. અહિંસાનો પરમાર્થ • Dēvasia-rāia Pratikramana Sūtra 30-00 ૧૧. ધર્મમાં ભાવવિશુદ્ધિની અનિવાર્યતા ૨૦-૦૦ JAINISM A GLIMPSE 94-00 ATMA THE SELF ૨૫-૦૦ IDBIn ૨૫-૦૦ પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા जीवन साफल्य दर्शनम् ५०-०० इन्द्रियपराजय शतक (सटीक) ६०-०० दर्शन शुद्धि प्रकरणम् (बृहवृत्ति सह) १००-०० नवस्मरण-गौतमस्वामी रास ६३-०० दीपोत्सव कल्प ૧૦-૦૦ શ્રી શ્રીપાવરિત્રમ્ ૭૫-૦૦ धर्मोपदेस काव्यम् (सटीक) ६०-०० प्राकृत-संस्कृत शब्दकोश ૪૦-૦૦ (પૂસાધુ-સાધ્વીજી ભ.તેમજ જ્ઞાનભંડારોએ અમદાવાદ-કાર્યાલયેથી નકલ મેળવવા વિનંતિ છે.) - હવે પછી સમયમાં પ્રકાશિત થ છે. આત્મધ્યાનના અવસરે રૂ. ૩૦-૦૦ પૂ.આ. શ્રી વિ. કીર્તિયશ સુ.મ. સાધના અને સાધક રૂ. ૨૦-૦૦ પૂ. આ. શ્રી વિ. કીર્તિયશ સૂ.મ. અંજનશલાકાનાં રહસ્યો રૂ.૨પ-૦૦ પૂ. આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. તદુપરાંત અનેક સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ગ્રંથોનું સંપાદન કાર્ય ચાલુ છે. જે યથાવસરે પ્રકાશિત થશે. * સંસ્થાના ગુજરાતી-હિંદી-અંગ્રેજી પુસ્તકો શ્રાવકોના ચોખ્ખા દ્રવ્યથી જ છપાય છે. કોઈને પણ પુસ્તક છપાવવાનો લાભ લેવો હોય તો કાર્યાલયનો સંપર્ક કરે. * સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો જ્ઞાનખાતામાંથી છપાય છે. સંઘોને ઉદારતાભર્યો લાભ લેવા વિનંતિ છે. આજીવન Homયોજના ગુજરાતી-હિંદી-અંગ્રેજી પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે આજીવન સભ્ય ફી રૂ. ૫૦૦૦/રાખેલ છે. સંસ્થા દ્વારા નિર્ધારિત ઉપલબ્ધ પુસ્તકો ઉપરાંત ભાવિના પુસ્તકો પણ પ્રાપ્ત થશે. તદુપરાંત સન્માર્ગ પાક્ષિક પણ મોકલાવવામાં આવશે. Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન પારિવારિક સજાચાર સન્માર્ગ પ્રકાશન: C/o. શ્રી એ. મૂ. તપ. જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ફેક્સ : ૫૩૫ ૨૦૭૨ E-Mail: Sanmargp@icenet.net વિ. સં. ૨૦૫૬ વર્ષ-૪ અંક-XX H. XX-XX-XX, XXIXXIXX વિગત ચાર ચાર વર્ષથી જૈન સંઘમાં વિનામૂલ્ય વિતરીત થતું 'જન્મા વિ. સં. ૨૦૫૭ના માગશર મહિને પાંચમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રૌઢ, ગંભીર, શાસ્ત્રાનુસારી પ્રવયનાંશો, પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના જનજનમાં જૈનત્વની જ્યોતને જાગૃત કરતા પ્રબોધક પ્રવચનોનું સારગ્રાહી અવતરણ આમાં નિયમિત અપાય છે. તદુપરાંત વર્તમાન જૈન સંઘ સમક્ષ ઊભી થયેલ અનેક મૂંઝવણોનાં શાસ્ત્રાનુસારી સમાધાનો, શાસનના વર્તમાન અને સાહિત્ય ક્ષેત્રે સન્માર્ગ પ્રકાશન દ્વારા ભરાતી હરણફાળની જાણકારી વગેરે અનેકવિધ વિષયોથી સમૃદ્ધ પખવાડીક ‘અભ્યાણ ટૂંક જ સમયમાં અત્યંત લોકપ્રિય અને ચાહનાપ્રાપ્ત બની ચૂક્યું છે. શાસનભક્તો અને વિરોધકો બંનેય વર્ગમાં એકસરખા ચાહથી સન્મા” વંચાતું રહે છે. એ જ એની સફળતાનો નિષ્કર્ષ છે. આવું નિર્ભિક છતાં શાસ્ત્રીય લક્ષ પક્ષને વરેલ આઠ પેજનું વાંચન પીરસતું પખવાડીક ઘરે બેઠાં નિયમિત મેળવવા માટે માત્ર રૂ. ૫૦૦/-નું આજીવન લવાજમ રાખેલ છે. આજે જ રૂ. ૫૦૦/- ડ્રાફ્ટ વગેરે દ્વારા પાઠવી ‘જન્મા પત્ર પ્રાપ્ત કરી લેવા વિનંતી છે. ભાદ્ય પ્રદાન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : ૫૩૫૨૦૭૨ E-mail : sanmargp@icenet.net ता. क. : सन्मार्ग पत्र की हिंदी आवृत्ति ट्रॅक समय में शुरु करने की भावना होने से हिंदी वाचक रकम भेजते समय खास सूचित करें । फिलहाल गुजराती आवृत्ति भेजी जाएगी । हिंदी आवृत्ति छपने पर भीजवाएंगे । Page #273 -------------------------------------------------------------------------- ________________ 'પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમવિજયા 'રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ 'વિકarotી ૧૯પની સાલoll ફાગણ વદ ચોથol. શુdi, 'ગ્રહ કહેવાણમાં જોવા મા સમરથ અહો પિdi છોટાલાલના લાડકવાયા ઝિacioliારે ૧૯૬૯oli પોષ સુદ ૧૩ દિon oiઘાતીર્થમાં દીક્ષા લઈ પુજય 'ગુ.શ્રી.શર્માવિજયજી મ. બotી. પૂ.આ.શી.વિ. પ્રેમસૂરીશ્વરજી 21ણાજall પ્રથમ શિષ્ય બન્યા, એ જ 'વર્ષે ફા. સુદ ૨ ll વડોદરામાં વડી દીક્ષાને પામી શાળધ્યon પ્રશon શાણonaloli ઉત્તરોત્તર થઇli કાર્યો કર્યા. પૂજય ગરવર્યોના સથે ૧૯૮૭oll કા.... 3 'Qબઈni ણપંન્યાસપદે (1થા પ્યાચાd વાચસ્પો 'પદ્દ, ૧૯૯ ૧alો.સુદ૧૪ શaol૫રni ઉપાધ્યાયપદે અoો ૧૯૯૦ના વૈ.શુ. ૬ મુંબઈ લાલબાગમાં 'aiણanણેલd સાથે આચાર્યપદે રથપાયેલા ' પૂજયશ્રીએ જૈon શાશoloની અપ્રતિમ પ્રdiાવળા કરી, 'સવિશાળ છoll ઔદ્યul (1ીકે પૂજયશી સફળ જૈol સંઘg અપૂર્વ યોગશોમ કરતાં કરતાં 0૪છoli અ.c. ૧૪ oળા દિવસે અમદાવાદમાં સાદ્યપૂર્વક 'ફાળanoો પામ્યા. અd[ din યાત્રા સાથે અ.વ.))) + શા.સ.૧ ll દિuસે સાબરમતીના તીરે 'એમનો પાર્થિવ દેહ પંથdiclar જિલી oો થયો. જયાં 'oિnalણાથીel (dicપ્યામ સારક પૂજયશot. 'યશોગાથાળો ગાઈ રહ્યું છે. ક્ષરદેહે તો તેઓશી આપણી સાથે નથી પણ અક્ષરદેહે તોઓશ્રીજી] વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈoો પ્રકોમાળો શથીંઘી રહ્યું છે. 'વંદન હો એ દિવ્યવિભૂતિને 'સંસારિક ધડતર : રતનબા 'દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. ગુરુદેવ : પૂ.આ.શ્રી. વિ.એમ.સુ.મ.સા. જીવનઘડતર : પૂ.આ.શ્રી.વિ.દાન સૂ.મ.સા. નવાઈ 31. CL. EL | prary.org Page #274 -------------------------------------------------------------------------- ________________ પૂજય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા (11) તો lilip *| || પ્રકાશન Tylalty Graphics (022) 38732221 3884222 છે ISBN - 81 - 87163 - 28 - 3